________________
૨૦૦
સૂત્ર સંવેદના-૬
આહાર પ્રત્યેની આસક્તિ તોડવાના શુભ સંકલ્પપૂર્વક કરેલું નાનું પણ પચ્ચક્ખાણ વીરા સાળવી વગેરેની જેમ સુંદર ફળ આપે છે. વીરા સાળવીએ એક વાર પ્રભુ નેમિનાથની દેશના સાંભળી, દેશના સાંભળતાં જ તેમને આહારસંજ્ઞા ખટકી; પરંતુ આહારાદિ તો શું; તેઓને લાગ્યું કે મદિરા જેવી તુચ્છ વસ્તુ પણ છોડવાનું પોતાનું સામર્થ્ય નથી; એટલે છેલ્લે તેઓએ માત્ર એટલું પચ્ચક્ખાણ કર્યું કે, કપડાના છેડે વાળેલી ગાંઠ છોડું નહિ ત્યાં સુધી મારે મદિરા પીવી નહિ. મરણાંત ઉપસર્ગો વચ્ચે પણ વીરા સાળવીએ આ સાંકેતિક પચ્ચક્ખાણનું મક્કમતાથી પાલન કર્યું. ફળસ્વરૂપે તેઓ સ્વર્ગની સમૃદ્ધિ પામ્યા અને પરંપરાએ સિદ્ધિગતિને પામશે.
આવું અદ્ભુત ફળ આહા૨સંજ્ઞાને તોડવાના શુભ ભાવપૂર્વક કરેલ નાના પણ પચ્ચક્ખાણથી મળે; પરંતુ આવા શુભ ભાવ વિના માત્ર કુલાચારથી, લોકસંજ્ઞાથી કે ગતાનુગતિકપણે લાંબું વિચાર્યા વિના જેઓ પચ્ચક્ખાણ કરે છે; તેઓને કોઈ મોટો લાભ થઈ શકતો નથી. આથી જ,શાસ્ત્રમાં વર્ણવ્યું છે કે, તામલી તાપસના ૬૦,૦૦૦ વર્ષના તપ કરતાં પણ સમ્યગ્દષ્ટિનું નવકારશીનું પચ્ચક્ખાણ ચઢી જાય. કારણ કે, સમ્યગ્દર્શનને વરેલા મહાત્મામાં કે સમ્યગ્દર્શનની નજીકના ભાવમાં રહેલા મહાત્મામાં જ આહાર પ્રત્યેની આસક્તિ તોડવાના શુભભાવની સંભાવના છે.
ગાઢ મિથ્યાત્વના ઉદયવાળા જીવો આવું પચ્ચક્ખાણ તો નથી કરતાં; પરંતુ તે અંગે અનેક કુતર્કો કરે છે કે, પ્રતિજ્ઞા તો મનોમન એક નિશ્ચય કરવાથી પણ થઈ શકે, તે માટે ગુર્વાદ પાસે જઈ આવા શબ્દો બોલી પ્રતિજ્ઞા લેવાની શું જરૂ૨ છે? વળી, પચ્ચક્ખાણ કર્યા બાદ ભાંગી જાય તો પાપ લાગે એના કરતાં નિયમ વિના ત્યાગ કરવાથી પુણ્યબંધ તો થવાનો જ છે; તો પછી પચ્ચક્ખાણનો આગ્રહ શા માટે રાખવો ? ભરતચક્રવર્તી, મરુદેવા માતા વગેરે કેટલા ય જીવો કોઈપણ પ્રકારના પચ્ચક્ખાણ વિના જ મોક્ષમાં ગયા છે તો પચ્ચક્ખાણ ક૨વાની શું જરૂર છે ?... આવા આવા અનેક કુતર્કો કરનારે કે સાંભળનારે વિચારવું જોઈએ કે, માનવીનું મન ખૂબ ઢીલું છે. વળી, અનાદિકાળના સંસ્કારો પણ એવા છે કે નિમિત્ત મળતાં મનને નબળું પાડી દે. નિયમ ન કર્યો હોય અને કોઈ ખાવા-પીવા સંબંધી આગ્રહ કરે તો મન ચલ-વિચલ થઈ જાય છે અને ક્યારેક તો અકરણીય થઈ જાય છે - અભક્ષ્ય આદિ ખવાઈ પણ જાય છે. આવું ન થાય તે માટે અરિહંત, સિદ્ધ, સાધુ, દેવ અને પોતાનો આત્મા: આ પાંચની સાક્ષીએ અથવા ઉપલક્ષણથી ગુરુ, વડીલ કે સાધર્મિક આદિની સાક્ષીએ પચ્ચક્ખાણ કરવું જોઈએ. આવું કરવાથી