________________
સૂત્ર સંવેદના
આદિનું ધ્યાન કરવા જણાવ્યું છે. આ રીતે આજ્ઞાની ઉપાદેયતાથી ચિત્ત વાસિત બનશે તો દરેક અનુષ્ઠાન કરતાં આજ્ઞા પ્રમાણે વર્તવાનું ધ્યાન રહેશે.
સાધનાક્ષેત્રમાં જિનાજ્ઞાના આવા મહત્ત્વને લક્ષમાં રાખી કરુણાસભર સક્ઝાયકાર મહર્ષિ હિતેચ્છુ શ્રાવકોને જણાવે છે કે, “હે શ્રાવકો ! તમારે સુખી થવું હોય તો સૌ પ્રથમ તમે જિનાજ્ઞાને અનુસરો. તેના ઉપર બહુમાન ભાવ ધારણ કરો. જિનાજ્ઞાને તમારા હૃદયનું આભૂષણ બનાવો. ભાલનું તિલક બનાવો. કાનનું કુંડળ બનાવો. જિનાજ્ઞાથી વિપરીત લોકોની વાત પર ધ્યાન ન આપો, તેમની સલાહ લેવાનું બંધ કરી દો, તમારું મન જિનાજ્ઞાનું ઉલ્લંઘન કરવાનું કહે તો તે ન સાંભળો.
તમારે કાંઈ પણ કરવું હોય તો તે અંગે સૌ પ્રથમ તમારી ભૂમિકાનો વિચાર કરો. આ ભૂમિકામાં મારા પ્રભુની આજ્ઞા મુજબ મારે શું કરવા યોગ્ય છે અને શું કરવા યોગ્ય નથી તે વિચારો. પ્રભુએ જે કરવાની “ના” કહી છે તેમાનું છું કેટલું છોડી શકું છું અને જે કરવાનું કહ્યું છે તેમાનું છું કેટલું કરું છું તેનું ચિંતન કરો. પ્રભુની આજ્ઞા પ્રત્યે મારી શ્રદ્ધા કેટલી છે ? મારું કોઈ કથન તેમના વચનથી વિપરીત તો નથી ને ? શાસ્ત્રમાં તે કાર્ય માટેના વિધિ-વિધાનો શું છે અને તે કાર્ય કરતાં શેનાથી સાવધ રહેવા જણાવ્યું છે તે સર્વ બાબતો પર પૂરતું ધ્યાન આપો !
આજ સુધીના તમારા અનુભવથી હવે તો તમને સ્વયં સ્પષ્ટ થઈ ગયું હશે કે, ભૌતિક પદાર્થો દ્વારા ક્યારેય કોઈ સુખી થયું નથી, થતું નથી અને થશે પણ નહિ. તેમાંથી પ્રાપ્ત થતી રતિ એ માત્ર સુખનો ભ્રમ છે આથી જ તમારે હવે ક્ષણિક ભૌતિક સુખની જરૂર નથી પણ તમારે તો હવે પારમાર્થિક અને નિત્ય ટકે એવું સુખ જોઈએ છે. આ સુખ આત્મામાં છે. બહાર નથી. બાહ્ય પદાર્થોમાંથી તે મળતું નથી કે બાહ્ય
3. सुनिपुणामनादिनिधनां भूतहितां भूतभावनामनाम् ।
अमितामजितां महा● महानुभावां महाविषयाम् ।।४५।। ध्यायेत् निरवद्यां जिनानामाज्ञां जगत्प्रदीपानाम् अनिपुणजनदुर्जेयां नय-भङ्ग-प्रमाण-गमगहनाम् ।।४६।।
- ધ્યાનશતક અત્યંત કુશળ, શાશ્વત, જીવોને હિતકારી, અનેકાંતના બોધસ્વરૂપ, અમૂલ્ય, અપરિમિત, કોઈનાથી ન જીતી શકાય તેવી, મહાન અર્થવાળી, શ્રેષ્ઠ સામર્થ્યવાળી, સઘળાય દ્રવ્યાદિના વિષયવાળી, નિષ્પાપ, મંદબુદ્ધિવાળા લોકો માટે દુર્ણોય, નય-ભંગપ્રમાણ-ગમ વડે ગહન એવી જગતના લોકોના સંશયરૂપી અંધકારને નાશ કરવા માટે દીપક સમાન જિનેશ્વર પરમાત્માની આજ્ઞાનું ધ્યાન કરવું જોઈએ.