________________
૧૬
સૂત્ર સંવેદના-૬
વિનંતી કરે છે ‘ભગવંત ! અધમ એવા મેં આજે જે પાપો કર્યા છે તે આપ પૂજ્યને જણાવ્યા. આપ કૃપા કરી મને તે પાપથી મલિન બનેલા મારા આત્માને શુદ્ધ કરવાનો ઉપાય જણાવો.’ ગુરુભગવંત શિષ્યની શુદ્ધ થવાની ઉત્કંઠા જોઈને તેને કહે છે કે, ‘પાપના પ્રાયશ્ચિત્તo રૂપે તું પ્રતિક્રમણ કર !' ગુરુભગવંતના શબ્દો સાંભળી શિષ્ય હર્ષાન્વિત થઈ તેમની આજ્ઞાનો સ્વીકાર કરતાં કહે છે કે, ‘ભગવંત ! હું પ્રતિક્રમણ ક૨વાની આપની આજ્ઞાનો સ્વીકાર કરું છું અને મારા પાપ મિથ્યા થાય તેમ ઇચ્છું છું.’
આ રીતે પ્રતિક્રમણ કરી પાપના મૂળ કારણભૂત મોહને પરાસ્ત ક૨વાની ભાવનાવાળો સાધક ગોદોહિકા આસને બેસે, કેમ કે, આ અપ્રમત્તભાવનું પોષક આસન છે, અપ્રમત્ત સાધક જ સાવધાન બની પાપનું પ્રતિક્રમણ કરી શકે છે અને પાપના મૂળ કારણભૂત શત્રુને ઓળખી તેનો સંહાર કરવા પણ પ્રયત્નશીલ બની શકે છે.
સંપૂર્ણ પ્રતિક્રમણની આ મુખ્ય અને અતિ મહત્ત્વની ક્રિયા છે. તે સંપૂર્ણ શુદ્ધ થાય તે માટે જ આગળ પાછળની ક્રિયાનો કલાપ છે. માટે આ ક્રિયા કરતાં પૂર્વે સૌ પ્રથમ માંગલિક કરવા સાધક નમસ્કાર મહામંત્ર' બોલી પંચપરમેષ્ઠિને નમસ્કાર કરે છે. ત્યારબાદ પોતે સામાયિકમાં છે તેનું સ્મરણ કરવાના હેતુથી ‘કરેમિ ભંતે' સૂત્ર બોલે છે. ત્યારપછી સામાન્યથી પાપના પ્રતિક્રમણ માટે ‘ઇચ્છામિ પડિક્કમિઉં' બોલી ‘વંદિત્તુ’ સૂત્ર કહે છે.
આ દરેક સૂત્રોના એક-એક પદ બોલતાં તેનું લક્ષ્ય એક જ હોય છે કે પ્રમાદરૂપી જે શત્રુના કારણે પોતાના વ્રતો મલિન થયા છે તેનો સમૂળ નાશ કરવો અર્થાત્ ચિત્તવૃત્તિને એટલી નિર્મળ બનાવી દેવી કે પુન: પ્રમાદને આધીન થઈ દોષનું સેવન જ ન થાય.
ભગવાનના વચન દ્વારા સંસારની ભયાનકતા લક્ષ્યમાં આવ્યા પછી શ્રાવકનું મન
8. પ્રાયશ્ચિત્તઃ ૧૦ પ્રકારના પ્રાયશ્ચિત્તની વિગત સૂત્ર સંવેદના ભાગ-૧માં તસ્સ ઉત્ત૨ી સૂત્રમાંથી જોઈ લેવી. તેમાં અહીં એટલું ખાસ ખ્યાલમાં રાખવું કે આ પ્રતિક્રમણ તે દશ પ્રકારના પ્રાયશ્ચિત્તમાંનું બીજું પ્રતિક્રમણ નામનું પ્રાયશ્ચિત્ત છે. ગુરુ ભગવંત તે બીજું પ્રાયશ્ચિત્ત કરવાનું કહે છે.
9. શ્રમણભગવંતો અહીં ‘નવકાર’, ‘કરેમિભંતે’, ‘ચત્તારિ મંગલં’, ‘ઇચ્છામિ પડિક્કમિઉં', ‘ઇરિયાવહિયં’ સૂત્રો બોલી પછી ‘પગામ સિજ્જાએ' બોલે છે. તેમાં ‘ચત્તારિ મંગલં' મંગલાર્જે બોલાય છે. અને ગમનાગમનમાં લાગેલા અતિચારોની આલોચના કરવા ઇરિયાવહિયં બોલાય છે.