________________
૪૨
સૂત્ર સંવેદના-૬
આખું પ્રતિક્રમણ તો એકદમ મંદ સ્વરે બોલાય છે, પરંતુ આ સૂત્ર પણ મંદ સ્વરે જ બોલવામાં આવે છે.
૧૪. દેવવંદન :
૧. પછી ‘નમોઽત્યુ ગં’ કહી ઊભા થઈ, ‘અરિહંતચેઈઆણં' ‘અન્નત્થ’ કહી એક નવકારનો કાઉસ્સગ્ગ કરી, પારી, ‘નમોઽર્હત્॰' કહી ‘કલ્લાણકંદ’ થોયની પહેલી ગાથા બોલવી. પછી દૈવસિક પ્રતિક્રમણમાં બતાવેલી વિધિ પ્રમાણે ચોથી થોય સુધીના ક્રમ મુજબ દેવવંદન કરવું.
૨. પછી બેસીને નમોઽત્યુ ણં સૂત્ર બોલવું.
૩. પછી ચાર ખમાસમણ પૂર્વક ‘ભગવાનહં' આદિ સૂત્ર બોલતાં ગચ્છાચાર્ય આદિ ચારને થોભવંદન કરવું.
૪. પછી જમણો હાથ ચરવળા ઉપર સ્થાપી ‘અઢાઈજ્જસુ' સૂત્ર બોલવું. ત્યારબાદ પ્રતિક્રમણમાં થયેલા શુભભાવોને સ્થિર કરવા અંતિમ મંગલ સ્વરૂપ ચાર થોયનું દેવવંદન જેમ દૈવસિક પ્રતિક્રમણમાં પ્રારંભમાં કર્યું હતું તે જ રીતે મંગલ માટે કરાય છે.
જિજ્ઞાસા : દૈવસિક પ્રતિક્રમણમાં આ દેવવંદન પ્રારંભમાં અને અહીં અંતે કેમ ?
તૃપ્તિ : જો કે આ દેવવંદન માંગલિક માટે છે તોપણ આ દેવવંદન કાળથી પ્રતિબદ્ધ છે એટલે કે, ત્રિકાળ દેવવંદનમાં આ દેવવંદન પ્રાભાતિક કાળનું હોવાથી તે રાઈએ પ્રતિક્રમણના અંતમાં પ્રભાતના સમયે કરાય છે.
આ રીતે મંગળ અર્થે દેવવંદન કર્યા પછી ચાર ખમાસમણ દેવાપૂર્વક ગુરુભગવંતોને વંદના કરાય છે. અહીં એટલું ખાસ ખ્યાલમાં રાખવું કે શ્રમણભગવંતો તથા પૌષધવ્રતવાન શ્રાવકો આ ખમાસમણ દેવા પૂર્વે બે ખમાસમણ દઈ બહુવેલ સંદિસાહુ ?’ અને ‘બહુવેલ કરશુંજી' ના આદેશ માંગે છે. તેનું કારણ એ છે કે, મુનિએ તથા પૌષધવાન શ્રાવકે સર્વકાર્ય ગુરુભગવંતને પૂછીને જ કરવાના છે. આખા દિવસમાં શ્વાસ લેવો મૂકવો, આંખની પાંપણ હલાવવી ઇત્યાદિ નાના નાના બહુવાર કરવા પડતાં કાર્યોમાં વારંવાર પૂછવાનું અશકય હોવાથી