________________
૧૮૮
સૂત્ર સંવેદના-૬
પાલનપૂર્વક જિનમંદિરે જવું જોઈએ. તે માટે પૌષધશાળાની બહાર નીકળતાં “આવસહિ” કહેવું અને જિનમંદિરમાં પ્રવેશતાં નિસીહિ' કહેવું.
જેવા પરમાત્માના દર્શન થાય તેવો જ શ્રાવક અહોભાવથી ઝૂકી જાય અને અંજલિબદ્ધ નમસ્કાર કરતાં “નમો જિણાણ” કહે. ત્યારપછી અનાદિના ભવભ્રમણને ટાળવા અને જ્ઞાનાદિ ગુણોને પામવા પરમાત્માને ત્રણ પ્રદક્ષિણા આપે. પછી ભાઈઓ પ્રભુના જમણે પડખે અને એનો પ્રભુના ડાબા પડખે જગ્યાની પ્રમાર્જના કરી ઊભા રહે.
ત્યારબાદ પ્રભુના ગુણોને વર્ણવતી, પોતાની નિંદા કરતી કે પ્રાર્થના કરતી ૧ થી ૧૦૮ સ્તુતિઓ બોલવી. આ રીતે હૃદયને પ્રભુના ગુણોથી રંજીત કરવા - પ્રભુ સાથે તન્મય બનવા યત્ન કરવો.
ત્યારપછી ઇરિયાવહિયં પ્રતિક્રમણ કરી, ખમાસમણ આપી ઇચ્છાકારણ સંદિસહ ભગવન્! ગમણાગમણે આલોઉં?” કહી ગુરુ ભગવંત “આલોએ” એમ આદેશ આપે એટલે “ઇચ્છે” કહી ગમણાગમણે આલોવવું.
ત્યારપછી બાર અધિકાર પૂર્વકનું દેવવંદન કરવું. જેની વિધિ, ભાવો તથા સંવેદનાઓ સુત્ર સંવેદના-રમાં આપેલ છે. દેવવંદન કર્યા પછી વિરતિધર્મને સ્વીકારવા પ્રભુ સાક્ષીએ પચ્ચખાણ કરવું. . ૭. માતરું કરવાની તથા સ્પંડિલ જેવાની વિધિ
પૌષધવ્રતધારી શ્રાવકે મળ-મૂત્રનું વિસર્જન પણ જ્યાં-ત્યાં કે જેમ-તેમ નથી કરવાનું. કોઈ જીવને પીડા ન થાય, કોઈની અપ્રીતિ આદિનું કારણ ન બનાય તથા ધર્મની નિંદા ન થાય તેવા લક્ષ્મપૂર્વક યોગ્ય સ્થાને યોગ્ય રીતે કરવાનું છે.
તેથી આરાધના કરતાં જ્યારે શરીરની કોઈ હાજત નડે ત્યારે શ્રાવકે પહેલા કામળી કાળ' થયો છે કે નહિ તેનો વિચાર કરવો અને કામળીનો સમય થયો હોય 1. કામળીનો કાળ:
કા. સુ. ૧૫ થી ફા. સુ. ૧૪ સુધી સૂર્યોદયથી ૯૦ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૯૯ મિનિટથી. ફા. સુ. ૧૫ થી અષાઢ સુ. ૧૪ સુધી-સૂર્યોદયથી ૪૮ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૪૮ મિનિટથી. અષાઢ સુ. ૧૫ થી કા. સુ. ૧૪ સુધી-સૂર્યોદયથી ૨ કલાક ૨૪ મિનિટ સુધી, સૂર્યાસ્ત પહેલાં ૨ કલાક ૨૪ મિનિટથી.