________________
૧૭૨
સૂત્ર સંવેદના-૬.
વિશેષાર્થ : સાવજો - શ્રી સાગરચન્દ્ર રાજર્ષિક
સાગરચન્દ્ર રાજર્ષિ કૃષ્ણના ભાઈ બલદેવના પૌત્ર હતા. કમલામેલા નામની અતિ રૂપવાન કન્યા સાથે લગ્ન કરી તેઓ અપાર ભૌતિક સુખ ભોગવી રહ્યા હતા. એકવાર તેઓ શ્રી નેમિનાથપ્રભુની દેશના સાંભળવા ગયા. પ્રભુની વાણી સાંભળતાં જ તેઓને ભૌતિક સુખની ક્ષણભંગુરતા અને અનર્થકારિતાનું ભાન થયું અને સંસાર પ્રત્યે વૈરાગ્ય થયો. તે સાથે જ તેમને સંસારના રાગ ભર્યા સંબંધોથી મુક્ત થઈ સંયમજીવન સ્વીકારવાની ભાવના જાગી. જાતનિરીક્ષણ કરતાં તેમને લાગ્યું કે મારું સત્ત્વ અને મારી શક્તિ સંયમ સ્વીકારવા માટે સમર્થ નથી, તેથી તેમણે ભવસમુદ્રને તરવા માટેના જહાજ સમાન સર્વવિરતિ સ્વીકારવાને બદલે નાના તરાપ સમાન દેશવિરતિ સ્વીકારી સમવસરણમાં જ બારવ્રત ધારણ કર્યા.
એકવાર તેમણે શ્રાવકના બારવ્રતમાંના પૌષધવ્રતનો સ્વીકાર કર્યો. પૌષધમાં આત્મકલ્યાણની તીવ્ર ભાવનાથી તેઓએ સ્મશાનમાં કાયોત્સર્ગ ધ્યાનમાં રહેવાનો નિર્ણય કર્યો. ક્યાં રાજમહેલ અને ક્યાં સ્મશાન ! દુનિયાના કહેવાતા શૂરવીરો. પણ જ્યાં પોતાના મનને સ્થિર ન રાખી શકે તેવા સ્થાનમાં સાગરચંદ્રજીએ નિર્ભય બની સત્ત્વભેર મનને કાયોત્સર્ગધ્યાનમાં સ્થિર કર્યું. આ જ સમયે તેમનો પૂર્વનો વિરી નભસેન ત્યાં આવ્યો. એકાન્ત સ્થળે સાધનામાં સ્થિર શ્રી સાગરચંદ્રજીને જોઈ નભસેનને થયું કે “વૈરની વસુલાત કરવાનો આ યોગ્ય મોકો છે પોતાની કુબુદ્ધિ અનુસાર તેણે એક ઘડાનો કાંઠો સાગરચંદ્રજીનાં માથે મૂકી, તેમાં અંગારા ભર્યા. સાગરચંદ્રજીનું માથું તો ભડભડ બળવા લાગ્યું.
સાગરચંદ્રજી ક્ષત્રીયકુળના શૂરવીર હતા. તેઓ ધારે તો એક ક્ષણમાં નભસેનને પૂરો કરી શકે તેમ હતા; પરંતુ તેઓ પૌષધમાં છે એવું તેમના ધ્યાનમાં હતું, તેથી તેઓ સ્પષ્ટ જાણતા હતા કે વેરીને કાંઈ પણ કરવામાં મારી સામાયિકની પ્રતિજ્ઞાનો ભંગ થશે. તેથી તેઓએ સમતા ભાવે ઉપસર્ગને સહન કર્યો, પણ વ્રતને ઊણી આંચ પણ આવવા દીધી નહિ. અંગારાની આગથી માથાની નસો બળતી હતી, છતાં મન-વચન-કાયાથી તેઓ જરાપણ ચલિત ન થયા. આ રીતે પોતાના વ્રતમાં અત્યંત દઢ રહી તેઓ મરીને દેવ થયા. પૌષધ મારતી વખતે સાગરચંદ્રજીને યાદ કરી શ્રાવકે વિચારવું જોઈએ કે,
“ઘન્ય છે સાગચંદ્રજીને ! ઘન્ય છે તેમની વીરતા અને