________________
૧૩૪
સૂત્ર સંવેદના-૬,
મૂળ ગાથાઃ
निसीहि, निसीहि, निसीहि અન્વય સહિત સંસ્કૃત છાયા :
नैषेधिकी, नैषेधिकी, नैषेधिकी
શબ્દાર્થ:
ત્યાગ કરું છું, ત્યાગ કરું છું, ત્યાગ કરું છું વિશેષાર્થ :
‘નિસીહિ' એ નિષેધને સૂચવનારો જૈનશાસ્ત્રનો પારિભાષિક શબ્દ છે. સામાન્યથી સાધક આ શબ્દ બોલી પાપ વ્યાપારનો ત્યાગ કરે છે અને વિશેષથી વિચારીએ તો આ શબ્દ બોલી. સાધક આગળની ક્રિયામાં દૃઢ ઉપયોગપૂર્વક પ્રવર્તવાનો સંકલ્પ કરે છે.
પૌષધધારી શ્રાવક કે સાધુ આમ તો સામાયિકમાં જ હોવાથી તેમને પાપ વ્યાપારનો ત્યાગ જ હોય છે, છતાં પણ પોરિસી ભણાવવાની ક્રિયા દરમ્યાન કે નિદ્રામાં પ્રમાદ આદિ કોઈ અનિષ્ટ પ્રવૃત્તિઓ મન પર સવાર ન થઈ જાય તે માટે તેઓ આ શબ્દો દ્વારા પુનઃ પાપ પ્રવૃત્તિઓનો ત્યાગ કરે છે. વ્યવહારથી હિંસા, જૂઠ, ચોરી આદિને પાપ-પ્રવૃત્તિઓ કહેવાય છે, જ્યારે નિશ્ચયથી વિચારીએ તો મોક્ષને પ્રતિકૂળ બને તેવા સર્વ ભાવો પાપ છે. તેથી આવા શબ્દોચ્ચાર દ્વારા સાધક શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રગટાવવામાં બાધક બને તેવી મન-વચન-કાયાની સર્વ ચેષ્ટાઓને અટકાવીને આત્મસ્વરૂપને પ્રગટાવવામાં અનુકૂળ હોય તેવા પરિણામોને જાગૃત કરવાનો સંકલ્પ કરે છે.
અનાદિકાળના કુસંસ્કારો સહજ રીતે કાર્યાન્વિત હોવાથી તેને અટકાવવા માટે મંદભાવે જો આ સંકલ્પ થાય તો એ ફળપ્રદ નથી બનતો, તેથી દઢ સંકલ્પ કરવા માટે સાધક આ શબ્દોનું ઉચ્ચારણ ત્રણ વાર કરે છે અને તે દ્વારા અપ્રમત્તપણે આગળની ક્રિયા કરવાના પોતાના પ્રણિધાનને સબળ બનાવે છે. 1. ‘નિરીદિ' શબ્દનો વિશેષ અર્થ સૂત્રસંવેદના-૧માં ખમાસમણ સૂત્ર તથા સૂત્રસંવેદના - ૩ માં
વાંદણા સૂત્રમાંથી જોઈ શકાશે.