________________
ઉક
સૂત્ર સંવેદના-૬
ગાથા:
मन्नह जिणाणमाणं, मिच्छं परिहरह धरह सम्मत्तं । छब्बिह-आवस्सयम्मि, उज्जुत्ता होह पइदिवसं ।।१।। અન્વય સહિત સંસ્કૃત છાયા : जिनानाम् आज्ञां मन्यध्वं, मिथ्यात्वं परिहरत, सम्यक्त्वं धरतः ।
षड्विधावश्यके प्रतिदिवसं उद्युक्ता भवत ।।१।। ગાથાર્થ :
જિનેશ્વરોની આજ્ઞા માનો, મિથ્યાત્વ પરિહરો, સમ્યક્ત્વ ધારણ કરો, છ પ્રકારના આવશ્યકમાં પ્રતિદિન પ્રવૃત્ત રહો. વિશેષાર્થ :
ધર્મનું મૂળ જિનવચન છે. તેથી હિતેચ્છુ સઝાયકાર સૌ પ્રથમ શ્રાવકોને જિનાજ્ઞા સ્વરૂપ જિનવચનને માનવાની પ્રેરણા કરે છે. ' છે. મનદ નિમા - જિનેશ્વર પરમાત્માની આજ્ઞા માનો.
રાગાદિ શત્રુઓને જીતી, કેવળજ્ઞાન પ્રાપ્ત કરી, જેમણે સ્વયં આત્માનું અનંતુ સુખ પ્રાપ્ત કર્યું છે, જેઓશ્રીએ અનંતા આત્માઓને તે પારમાર્થિક સુખ પામવાનો માર્ગ બતાવ્યો છે, તેમને જિનેશ્વર પરમાત્મા કહેવાય છે અને તેઓનાં વચનને જિનેશ્વરની આજ્ઞા કહેવાય છે.
જિનવચનસ્વરૂપ આ જિનાજ્ઞા જગતના સર્વ પદાર્થોનો વાસ્તવિક બોધ કરાવે છે. આ વિશ્વનું સ્વરૂપ કેવું છે, તેમાં કેટલા પદાર્થો છે, તે સર્વેનો સ્વભાવ કેવો છે, જીવો કેટલા અને કેવા પ્રકારના છે વગેરે સર્વ બાબતોનું આત્મા માટે હિતકર બને તેવું વર્ણન જિનવચનના સંગ્રહભૂત જૈનશાસ્ત્રોમાં જોવા મળે છે. 1. આજ્ઞા શબ્દની વ્યાખ્યા આ પ્રમાણે થાય છે. 'आ - सामस्त्येनानन्तधर्मविशिष्टतया ज्ञायन्ते अवबुध्यन्ते जीवादयः पदार्था येन सा आज्ञा' એટલે સમસ્તપણે અનંત ધર્મોની વિશિષ્ટતાપૂર્વક જીવાદિ પદાર્થો જેના વડે જણાય, તે આજ્ઞા છે અર્થાત્ જીનેશ્વર ભગવંતે પ્રરૂપેલા વિધિ-નિષેધસ્વરૂપ માર્ગને જણાવતા શાસ્ત્રો-શાસ્ત્રના એક-એક વચનો તે ભગવાનની આજ્ઞા છે.