________________
૧૩૮
સૂત્ર સંવેદના-૬
વિશેષાર્થ :
ગુણવાનને પરતંત્ર બની તેમની આજ્ઞા પ્રમાણે વર્તવું, એ યોગમાર્ગના વિકાસ માટેની પ્રારંભિક આવશ્યક્તા છે. તેથી જ “હે જ્યેષ્ઠ આર્ય ! – આવું સંબોધન કરી યોગમાર્ગની સાધના કરવા ઇચ્છતો સાધક શરીરનો શ્રમ દૂર કરી, યોગમાર્ગમાં ચાલવાની શક્તિ એકઠી કરવા ગુરુ પાસે રાત્રિમાં સંથારવાની અનુજ્ઞા માગે છે.
અનુજ્ઞા માગતી વખતે શિષ્ય કે પૌષધવ્રતધારી શ્રાવક ગુરુ પ્રત્યેના બહુમાનભાવને વિશેષ રીતે ઉલ્લસિત કરવા તેમના ગુણોનું સ્મરણ કરે છે. ક્ષમા આદિ ગુણો ઉપરાંત યોગ્ય શિષ્યનું અનુશાસન કરવું એ ગુરુનો વિશેષ ગુણ છે. આવા અનુશાસકતા આદિ ગુણોરૂપી રનોથી સુશોભિત શરીરવાળા ગુરુ જ પરમગુરુ અર્થાતું શ્રેષ્ઠગુરુ છે. વડિલ સાધુને મોટા ગુણરૂપી રત્નોથી શોભતા શરીરવાળા પરમગુરુ તરીકે સંબોધીને સાધક ફરીવાર અનુજ્ઞા માંગી તેમને પરતંત્ર રહેવાની પોતાની ઉત્તમ ભાવનાને દૃઢ બનાવે છે. बहुपडिपुण्णा पोरिसी :
પોરિસી પ્રાકૃત શબ્દ છે. જે સંસ્કૃત પૌરુષી શબ્દ પરથી બન્યો છે. પૂર્વકાળમાં પુરુષની પોતાના દેહપ્રમાણ છાયા પડે તેટલા કાળમાનને પોરિસી કહેવાતી હતી અત્યારની ભાષા પ્રમાણે એક પૌરુષી એટલે એક પ્રહર. દિવસના કે રાત્રિના સમયના ચાર સરખા ભાગ કરવામાં આવે તો તે પ્રત્યેક ભાગને એક પૌરૂષી = એક પ્રહર કહેવાય છે.
4. મર્યને પામ્ય તિ માર્ય. - જેની પાસેથી જ્ઞાન પ્રાપ્ત થાય તે આર્ય કહેવાય અથવા સારાત્
પાપગ્ય: પ્ય યાત: ૪ માર્ચ - કારત્ એટલે દૂર; પાપકર્મથી જે દૂર થયો છે તે આર્ય, જેન શાસ્ત્રોની ભાષામાં વડીલોને, વૃદ્ધોને, જ્ઞાનવૃદ્ધોને, મહા ગુણવાન સાધુઓને આર્ય કહેવાય છે.
તથા જ્યેષ્ઠ એટલે મોટા, તેથી અહીં યેષ્ઠ આર્યથી વડીલ સાધુઓ સમજવાના છે. 5. પુરુષ પ્રમાણમ્ ગચા: સા પોષી - પુરુષ (પ્રમાણ છાયા) જેમાં પ્રમાણ છે તે પૌરુષી. પૂર્વના
સમયમાં દિવસ કેટલો પસાર થયો તેનો નિર્ણય કરવા માટે ઘડિયાળો નહોતી. ત્યારે પુરુષના પડછાયાનું પ્રમાણ જોઈ નક્કી કરાતું કે કેટલો સમય થયો હશે. તેમાં જ્યારે પડછાયો પુરુષના પોતાના દેહ પ્રમાણ હોય તેટલા કાળને પૌરુષી કહેવાય છે. દિવસ અને રાત્રિનું પ્રમાણ દરેક ઋતુમાં તેમજ દરેક દેશમાં જુદું જુદું હોવાથી ઋતુ અને દેશ પ્રમાણે પોરિસીનું પ્રમાણ જુદું જુદું હોય છે. તેથી કલાક-મિનિટમાં પોરિસીનું ચોક્કસ પ્રમાણ નક્કી ન કરી શકાય.