________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
દેવવંદન સજ્ઝાય કરી, યાચેલી વસ્તુઓ છૂટા શ્રાવકને ભળાવી, પૌષધ પારવાની વિધિ પ્રમાણે પૌષધ પારવો.
૧૬. પૌષધમાં આલોચના ક્યારે આવે :
(૧) એકાસણું કે આયંબિલ કરીને ઉઠ્યા પછી ઉલટી થાય તો.
(૨) અન્ન એઠું મૂકવામાં આવે, થાળી ધોઈને ન પીવાય અથવા લૂછવામાં ન આવે તો.
(૩) નિષિદ્ધ આહાર (સચિત્ત, લીલોતરી વગેરે)નું ભક્ષણ થાય તો. ભોજન સમયે વસ્તુ બનાવડાવે અથવા ગરમ કરાવે તો.
(૪) પચ્ચક્ખાણ પારવું ભૂલી જવાય તો.
(૫) ભોજન કર્યા પછી ચૈત્યવંદન કરવું રહી જાય તો. (૬) દહેરાસર જવું ભૂલી જવાય તો.
૧૯૫
(૭) દેવ વાંદવા ભૂલી જવાય તો. (૮) રાત્રે વડીનીતિ કરવા જવું પડે તો.
(૯) રાત્રે સંથારાપોરિસિ ભણાવ્યા સિવાય સૂઈ જાય, અને પોરિસિ ભણાવવાની રહી જાય તો.
(૧૦) મુહપત્તિ ભૂલી જાય ને સો ડગલાં ઉપર બહાર જાય તો.
(૧૧) મુહપત્તિ કે કટાસણું ખોઈ નાંખે તો.
(૧૨) માખી, માંકડ, જુ વિગેરે જીવોનો પોતાના હાથે ઘાત થાય તો.
(૧૩) પડિલેહણ કર્યા વિનાનું વસ્ત્ર કે પાત્ર વાપરે તો.
(૧૪) મુહપત્તિ કે ચરવળાની આડ પડે તો.
(૧૫) મોઢામાંથી દાણો નીકળે તો.
(૧૬) રાત્રે કાનમાં કુંડળ નાખવું રહી જાય તો અને નાંખેલું કુંડલ ખોવાય જાય તો.
(૧૭) નવકારવાળી ગણતાં પડી જાય તો.
(૧૮) સ્થાપનાજી પડી જાય તો.
(૧૯) પુરૂષનો સ્ત્રીને અને સ્ત્રીનો પુરૂષને સંઘટ્ટો થાય તો.
(૨૦) કાનમાંથી જીવનું કલેવર નીકળે તો.
(૨૧) પડિલેહણ કરતાં બોલે તો.
(૨૨) નવકારવાળી ગણતાં બોલે તો. (૨૩) એંઠે મોઢે બોલે તો.
(૨૪) તિર્યંચનો સંઘટ્ટો થાય તો.