________________
૧૬૨
સૂત્ર સંવેદના-૬,
શબ્દાર્થ :
હું જીવું ત્યાં સુધી અરિહંત મારા દેવ છે, સુસાધુ મારા ગુરુ છે અને જિનેશ્વર પરમાત્માએ જે કહેલું છે તે તત્ત્વ છે. આવું સમ્યક્ત મેં ગ્રહણ કર્યુ છે II૧૪ll વિશેષાર્થ:
અનંત દુ:ખની પરંપરા સ્વરૂપ ભવસાગરથી પાર ઉતરવા માટે સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રરૂપ રત્નત્રયી અતિ આવશ્યક છે. તેમાં પણ સૌથી મહત્ત્વનો ગુણ સમ્યગ્દર્શન છે, કારણ કે તેના યોગે જ જ્ઞાન અને ચારિત્ર સમ્યગુ બને છે.
નિશ્ચયથી વિચારીએ તો જે વસ્તુ જેવી હોય તેને તેવી જ માનવી તે સમ્યગ્દર્શન છે. અર્થાત્ આત્મા માટે જે દુઃખકર હોય તેને દુઃખકર માનવું અને જે સુખકર હોય તેને સુખકર માનવું તેને સમ્યગ્દર્શન કહેવાય. વ્યવહારનયથી વિચારીએ તો આવી શ્રદ્ધા કે રુચિ ઉત્પન્ન કરે તેવા સુદેવ-સુગુરુ અને સુધર્મનો સ્વીકાર કરવો તે સમ્યગ્દર્શન છે. આ ગાથા દ્વારા સાધક વ્યવહાર માન્ય સમ્યગ્દર્શનનો એકવાર પુન: સ્વીકાર કરી પોતાની શ્રદ્ધાને મજબૂત કરવા પ્રયત્ન કરે છે. જેથી રાત્રે નિદ્રામાં કે કદાચ મૃત્યુ આવી જાય તો ત્યારે પણ સમ્યકત્વનો પરિણામ આત્મામાં જીવંત રહે.
સમ્યકત્વ સ્વીકારવા સાધક મનમાં દઢ નિશ્ચય કરે છે કે, દુનિયામાં દેવો તો ઘણા છે; પરંતુ રાગ-દ્વેષને આધીન થયેલા તેઓ સ્વયં જે વાસ્તવિક સુખ સુધી પહોંચ્યા નથી, તો તેઓ મને કેવી રીતે વાસ્તવિક સુખ સુધી પહોંચાડી શકે ? જ્યારે અરિહંત પરમાત્મા તો સંપૂર્ણપણે રાગ-દ્વેષથી મુક્ત છે, તેથી તેઓ સ્વયં પરમ સુખને વરેલા છે અને મને પણ પરમસુખનો માર્ગ બતાવે છે. આથી અરિહંત પરમાત્મા જ મારા દેવ છે, મારા આરાધ્ય છે. તેમની ભક્તિ જ મને સાચા સુખ સુધી પહોંચાડી શકશે.
શ્રી અરિહંત પરમાત્માની ગેરહાજરીમાં, તેમણે બતાવેલા યોગમાર્ગની શુદ્ધ પ્રરૂપણા કરનાર અને તેને વિશુદ્ધ રીતે આદરનાર એવા પંચમહાવ્રતધારી સુસાધુ જ સાચા અર્થમાં મારા ગુરુ છે. આવા ગુરુભગવંતના ચરણે હું મારા જીવનને સમર્પિત કરું છું. આજથી હું નક્કી કરું છું કે હવે મારી પ્રત્યેક પ્રવૃત્તિ તેમના વચન પ્રમાણે જ થશે. આજથી હું તેમને પરતંત્ર બનીને જ મારું જીવન જીવંવા માંગુ છું. આ રીતે સદ્ગુરુની શ્રેષ્ઠ ભક્તિ દ્વારા જ મારામાં પણ સંયમ, સત્ત્વ આદિ ગુણો પ્રગટશે અને મારા માટે આત્મશુદ્ધિની સાધના સરલ બનશે. તેથી સુસાધુ ભગવંતો 23 - નિરતિ મજ્ઞાનમ્ તિ : અને ગૃતિ (3પતિશતિ) ધર્મ રૂતિ ગુરુઃ |