________________
સંથારા - પોરિસી સૂત્ર
૧૬૧
દ્વારા તે બાહ્ય અને અંતરંગ સંયોગોથી છૂટવાનો સતત યત્ન કરે છે. તેમાં પણ રાત્રે સુષુપ્ત અવસ્થામાં પણ ક્યાંય કોઈની પણ સાથે સંબંધમાં જોડાવવાના સંસ્કારો જાગૃત ન થઈ જાય અને ઉત્તરોત્તર વધુ ને વધુ અસંગી બની શકાય માટે તે પોરિસીની ક્રિયા કરતા આ ગાથા દ્વારા સર્વ પ્રકારના સંયોગો અને સંબંધોને વોસિરાવી દે છે. આ ગાથા બોલતાં સાધક વિચારે કે,
હે ભગવંત ! આજ સુધી સંગમાં સુખ છે તેવું મારી બુદ્ધિમાં બેઠું હતું. તેનાં કારણે અનેક સંબંધો બાંધી હું દુ:ખી થયો છું. વિભો ! આપની કૃપાથી હવે સમજાયું છે કે, સંગના કારણે જ સઘળા દુ:ખે છે. તેથી જ સાંસારિક સંબંધો છોડી મેં વિરતિની વાટ પકડી છે. આ વાટે ચાલવા નાછૂટકે સંયમસાઘક શરીર, વસ્ત્ર, પાત્ર આદિ હજુ પણ સાથે રાખવા પડ્યા છે. ક્યારેક તેની અને જૂના સંબંધોની મમતા મને હજુ પણ નડી જાય છે. હે પ્રભુ ! હવે આ બધા સંગથી પણ મુક્ત થવું છે. શીધ્રા અસંગદશાના આનંદને માણવો છે. આપ કૃપા કરી મને સર્વ બંઘનોથી છોડાવી નિબંધદશાનું સુખ દેખાડો. મારી આ
પ્રાર્થનાને સત્વરે સ્વીકારો.” • ૧૧. સમ્યક્તની ધારણા : અવતરણિકા :
આત્માને શિખામણ આપ્યા પછી હવે પોતે સ્વીકારેલા સમ્યગ્દર્શન ગુણને વિશેષ નિર્મળ કરવા પ્રયત્ન કરે છે. ગાથા:
अरिहंतो मह देवो, जावज्जीवं सुसाहुणो गुरुणो । जिण-पन्नत्तं तत्तं, इअ सम्मत्तं मए गहि ।।१४।।
અન્વય સહિત સંસ્કૃત છાયાઃ
अर्हन् मम देवः, यावज्जीवं सुसाधवः गुरवः । जिन-प्रज्ञप्तं तत्त्वम्, इति सम्यक्त्वं मया गृहीतम् ।।१४ ।।