________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
શ્રુતજ્ઞાન, સર્વસિદ્ધભગવંતો, મહાવીરસ્વામી અને ગિરનાર તથા "અષ્ટાપદતીર્થને વંદન કરવામાં આવે છે. વળી, સાથે સાથે સમ્યગ્દષ્ટિદેવોનું સ્મરણ કરી તેમના પ્રત્યેનું ઔચિત્ય પણ અદા કરાય છે.
આ રીતે બાર અધિકાર દ્વારા વંદન કરીને અતિ પ્રસન્ન થયેલો સાધક અંતે પુન: યોગમુદ્રામાં બેસી ફરી એકવાર ‘નમોઽત્યુ ણં સૂત્ર' દ્વારા તીર્થંકરને વંદન કરે છે.
આ સર્વ પ્રકારના વંદન કરવા પાછળ સાધકનો એક જ આશય હોય છે કે, પોતાના ચિત્તને આ તારક તત્ત્વોના ગુણોથી રંજીત કરી પોતાનામાં પણ ક્ષમા, સહનશીલતા, સત્વ આદિ ગુણો પ્રગટાવવા. જેના કારણે નાની-મોટી અનુકૂળતા કે પ્રતિકૂળતા વચ્ચે મન પ્રતિક્રમણની ક્રિયામાં ચલ-વિચલ ન થાય અને સ્થિર ચિત્તે આ ક્રિયા નિર્વિઘ્ને પૂર્ણ થાય.
ગુરુવંદન :
૮. ત્યારપછી ચાર ખમાસમણપૂર્વક ‘ભગવાનહં સૂત્ર' બોલીને અનુક્રમે ગચ્છાચાર્ય, અન્ય આચાર્યો, ઉપાધ્યાય અને સર્વસાધુને થોભવંદન કરવું. ૯. શ્રાવકોએ છેલ્લે ‘ઇચ્છકારી સમસ્ત શ્રાવકને વાંદું' એમ કહી સર્વ શ્રાવકોને મસ્તક નમાવી વંદન કરવું.
.
દેવવંદન દ્વારા પરોક્ષ ઉપકારી અરિહંતભગવંત આદિને પ્રણામ કરીને સાધક પ્રત્યક્ષ ઉપકારી એવા ગુરુભગવંતોને ચાર ખમાસમણા દેવાપૂર્વક વંદન કરે છે.
તેમાં સૌ પ્રથમ તે, ગચ્છનાયક આચાર્યભગવંતને અથવા પોતે જે પુણ્ય પુરુષના સમાગમને પામી યોગમાર્ગમાં જોડાયો છે તેવા પોતાના પરમોપકારી ગુરુભગવંતના ઉપકારને સ્મૃતિપટમાં લાવી, તેમના ચરણોમાં મસ્તક ઝૂકાવી કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા માટે ‘ભગવાનહં' બોલી વંદન કરે છે.
ત્યારબાદ ગચ્છના અન્ય આચાર્યોને, સૂત્રાર્થનું પ્રદાન કરતાં ઉપાધ્યાય ભગવંતોને તથા મોક્ષની સાધનામાં સૌને સહાય કરતાં સાધુભગવંતોને તેમના ગુણો અને ઉપકારોને યાદ કરતો અત્યંત બહુમાનપૂર્વક એક-એક ખમાસમણ દઈ અનુક્રમે આચાર્યહં, ઉપાધ્યાય ં અને સર્વસાધુ ં પદો બોલતો તેમના ચરણોમાં મસ્તક ઢાળી કૃતજ્ઞભાવ વ્યક્ત કરવા માટે વંદન કરે છે.