________________
૨૨૦
સૂત્ર સંવેદના-૬
આહારનો એટલે અશન, ખાદિમ અને સ્વાદિમનો (૧) અનાભોગ, (૨) સહસાકાર, (૩) સાગારિકાકાર, (૪) આકુંચન-પ્રસારણ, (૫) ગુર્વવ્યુત્થાન, (૬) પારિષ્ઠાપનિકાકાર, (૭) મહારાકાર, (૮) સર્વસમાધિપ્રત્યયાકાર. તથા પાણી સંબંધી છે આગારો:- (૯) લેપ, (૧૦) અલેપ, (૧૧) અચ્છ, (૧૨) બહુપ, (૧૩) સસિક્ય અને (૧૪) અસિક્ય. એ આગારો-પૂર્વક ત્યાગ કરે છે તે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
ઘી, દૂધ વગેરે વિગઈવાળું ભોજન જીભને ગમી જાય તેવું સ્વાદિષ્ટ હોય છે. પ્રચુર રસવાળું આવું ભોજન સહજ રીતે ભૂખથી અધિક માત્રામાં લેવાઈ જાય છે. તે મનને વિકારી બનાવે છે. તનમાં જડતા લાવે છે અને પરિણામે આવા ભોજનથી સાધકની સાધના સીદાય છે. વિગઈઓ માટે શાસ્ત્રકારોએ જણાવ્યું છે કે, દુર્ગતિથી ભય પામેલો સાધુ જો વિગઈવાળું ભોજન લે તો દુર્ગતિને પામે છે. કારણ કે, વિકૃતિ ઉત્પન્ન કરવી અને ભોગવનારને બળાત્કારે દુર્ગતિમાં લઈ જવો એ વિગઈનો સ્વભાવ છે.19
વિગઈનો આવો સ્વભાવ હોવાથી મોક્ષમાર્ગની સાધના કરવા ઈચ્છતા સાધકે મનને વિકારી બનાવનાર વિગઈઓનો સંપૂર્ણ ત્યાગ કરવો જોઈએ અને આયંબિલ આદિ તપમાં જોડાવવું જોઈએ.. આગમનો અભ્યાસ કરતાં સાધકો માટે તો વિગઈઓનો ત્યાગ કરી આયંબિલ કે નિવિનું પચ્ચખાણ કરવું ફરજીયાત છે. કેમ કે, વિગઈઓના ત્યાગને કારણે મનની પવિત્રતા જળવાય છે. પરિણામે શાસ્ત્રના રહસ્યો શીધ્ર સમજાય છે. આગમના ભાવો હૃદયને સ્પર્શી શકે છે. આત્મા તેનાથી ભાવિત થઈ શકે છે. ફળસ્વરૂપે જે જે જ્ઞાન પ્રાપ્ત થાય છે તે માત્ર શાબ્દબોધરૂપે ન રહેતા ક્રિયાન્વિત બને છે. આવા આધ્યાત્મિક ફાયદા ઉપરાંત વિગઈ વગરનું ભોજન લેવાથી શરીર પણ હળવું રહે છે. હળવા શરીરે યોગમાર્ગની આરાધના, ક્રિયા આદિ સ્કૂર્તિથી થઈ શકે છે. આથી જ સાધકે વિગઈનો ત્યાગ કરવા સદા પ્રયત્નશીલ રહેવું જોઈએ.
19. વારું વામીનો, વિા નો ન સાર્દૂ I
विगई विगई-सहावा, विगई विगई बला नेई ।।४०।।
- પચ્ચકખાણ ભાષ્ય