________________
પૌષધ લેવાનું સૂત્ર
સૂત્ર પરિચય :
આ સૂત્ર દ્વારા પૌષધની પ્રતિજ્ઞા કરવામાં આવે છે. તેથી આ સૂત્રનું નામ પોલEસુત્ત' કે “પૌષધ લેવાનું સૂત્ર” છે, શ્રાવકને સર્વવિરતિ સ્વીકારવાની તીવ્ર અભિલાષા હોય છે. પોતાની અભિલાષા કાંઈક અંશે પણ સાકાર થાય અને સાધુજીવન કે સમતામય જીવનની પોતે કેળવણી પ્રાપ્ત કરી શકે તે ઉમદા ઉદ્દેશથી આ સૂત્ર દ્વારા શ્રાવક પૌષધવ્રતનો સ્વીકાર કરે છે.
પૌષધ એ શ્રાવકના બાર વ્રતોમાંનું અગીયારમું અને ચાર શિક્ષાવ્રતોમાંનું ત્રીજું શિક્ષાવ્રત છે. સંયમ-જીવનની શિક્ષા પ્રાપ્ત કરવા માટે શ્રાવક પોતાની અગીયાર પ્રતિમામાંથી ચોથી પૌષધ પ્રતિમા સ્વીકારે ત્યારે અથવા પર્વતિથિએ કે અનુકૂળ સંયોગો જણાય ત્યારે પૌષધ સ્વીકારે ત્યારે, આ સૂત્રના આધારે તે પૌષધની પ્રતિજ્ઞા સાથે ચાર પ્રતિજ્ઞાઓ કરે છે અને “કરેમિ ભંતે ! સામાઈએ” દ્વારા મર્યાદિત કાળ માટે સમભાવમાં રહેવાની પ્રતિજ્ઞા કરે છે. પ્રતિજ્ઞા કરતી વખતે સાધક મનોમન સંકલ્પ કરે છે કે, “હવે મારી મન-વચન-કાયાની સર્વ પ્રવૃત્તિઓ સમભાવમાં રહેવાની મારી પ્રતિજ્ઞાને અનુરૂપ જ હશે.”
આ સૂત્ર દ્વારા જે પ્રતિજ્ઞા લેવાય છે તે લગભગ કરેમિ ભંતે સૂત્ર બોલી લેવાતી પ્રતિજ્ઞા જેવી છે. તફાવત એટલો છે કે, અહીં “સામાઈના સ્થાને “પોસહં” શબ્દ વપરાય છે અને તે પૌષધ આહાર, શરીરસત્કાર, બ્રહ્મચર્ય અને સંસારના વ્યાપારનો દેશથી કે સર્વથી ત્યાગ કરવારૂપ ચાર પ્રકારે લેવાય છે. જોકે સામાયિકની પ્રતિજ્ઞા કરનાર સાધક સમભાવમાં રહેવાનો યત્ન કરતો હોય છે. તેથી તે આ ચાર ક્રિયા ન જ કરે. આમ છતાં સામાયિકમાં આ રીતે ભેદ પાડી પ્રતિજ્ઞા નથી લેવાતી