________________
સૂત્ર સંવેદના-૬
ઘટે છે. સ્વાર્થી અને સંકુચિતવૃત્તિ ઉપર મોટો પ્રહાર થાય છે અને ઉદારતાદિ ગુણોનો વિકાસ થાય છે. તદુપરાંત દાન દ્વારા અનેક જીવોને ધર્મના માર્ગમાં જોડી બોધિબીજનું વાવેતર કરી શકાય છે. વળી દાન કરવાથી જૈનશાસનની વિશિષ્ટ પ્રભાવના થાય છે. આથી જ સ્વયં તીર્થંકર પરમાત્મા પણ સંયમ જીવનનો સ્વીકાર કરવા પૂર્વે એક વર્ષ સુધી (રોજના ૧ કરોડને આઠ લાખ સોનૈયા x ૩૯૦ દિવસ =) ૩,૮૮,૮૦,૦૦,૦૦૦ (ત્રણ અબજ, અક્યાશી કરોડ, એંશી લાખ) સોનૈયાનું દાન આપે છે.
આ રીતે દાનધર્મ સ્વ-પર હિતકારક અને ઉપકારક હોવાથી ચારેય પ્રકારના ધર્મમાં તેનું પ્રથમ સ્થાન છે. તેના દ્વારા એવું પ્રકષ્ટ પુણ્ય બંધાય છે કે, ઇચ્છા હોય કે ન હોય તોપણ દેવ, દેવેન્દ્ર, ચક્રવર્તી કે શાલિભદ્ર જેવી સમૃદ્ધિ સહજ પ્રાપ્ત થાય છે. વળી આ સમૃદ્ધિ અનાસક્ત ભાવે ભોગવી, અવસરે સહજતાથી તેનો ત્યાગ પણ કરી શકાય છે. તેથી જ ભાવપૂર્વકના દાનથી સાધક પરંપરાએ છેક મોક્ષના મહાનંદને પામી શકે છે. •
આ સર્વ બાબતોને લક્ષમાં રાખી સૂત્રકાર મહર્ષિ કલ્યાણેચ્છુ શ્રાવકને કહે છે, “તમે શક્તિ અનુસાર દાન કરો. પુણ્યના ઉદયથી પ્રાપ્ત થયેલી સંપત્તિનો સાત ક્ષેત્રમાં સદુપયોગ કરો. તે માટે સુપાત્રને શોધો. સાધુ-સાધ્વી જેવાં સુપાત્ર મળતાં શુદ્ધ આહાર, વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેનું પ્રદાન કરો. શ્રાવક-શ્રાવિકાની ભક્તિ કરો. દાનને યોગ્ય કોઈપણ પાત્ર દેખાય ત્યાં આપવાનું ભૂલો નહિ. “હા” એટલું ધ્યાન રાખવું કે, તમે કરેલું દાન સામી વ્યક્તિના અહિતનું કે અધર્મનું કારણ ન બને, જેમકે, સાધુને દાન આપો ત્યારે તેનું સંયમજીવન પુષ્ટ થાય તેવું શુદ્ધ દાન આપો પણ રાગાદિને આધીન થઈ તેના સંયમજીવનને દૂષિત કરે એવું નિષ્કારણ અશુદ્ધ દાન ક્યારેય ન આપો.
સુપાત્રદાનની જેમ અનુકંપા દાનનો અવસર આવે ત્યારે પણ તમારી શક્તિ અનુસાર દાન કરવાનું તમે ન ચૂકશો. દિન, અનાથ, ગરીબને મદદ કરો. મૂંગા જીવોના પાલન પોષણ માટે પણ સતત સજાગ રહો. આહાર, વસ્ત્ર, પાત્રાદિ દ્વારા કોઈને સહાય કરો ત્યારે પણ તે તે વ્યક્તિઓ ધર્માભિમુખ કઈ રીતે બને તેનો વિચાર કરી તે પ્રકારે દાન કરવાનું રાખજો.
દુકાળ પડ્યો હોય, ભૂકંપ થયો હોય, પાણીની આફત આવી હોય કે, અન્ય
18. સાતક્ષેત્ર - જિનમંદિર, જિનપ્રતિમા, જિનાગમ, સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા