________________
૧૪૪
સૂત્ર સંવેદના-૬
માત્ર આદિની શંકા થતાં જ્યારે આંખ ઊઘડી જાય ત્યારે સૌ પ્રથમ દ્રવ્યાદિનો ઉપયોગ મૂકે. દ્રવ્ય આદિ એટલે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ. તેનો ઉપયોગ મૂકવો એટલે આ ચારે સંબંધી વિચારણા કરવી.
દ્રવ્યથી સાધક વિચા૨ે કે, ‘હું કોણ છું ?' હું સાધુ છું કે ગૃહસ્થ છું ? જો પોતે સાધુ હોય કે પૌષધવ્રતધારી શ્રાવક હોય તો વિરતિધરની મર્યાદા પ્રમાણે દંડાસન આદિના ઉપયોગપૂર્વક પૂંજી-પ્રમાર્જી પછી જ. મારે પ્રવૃત્તિ કરવાની છે એવી જાગૃતિ આવી જાય. આવી જાગૃતિ આવવાથી સાધક પોતાના વ્રતોની મર્યાદાપૂર્વક માત્ર આદિ કરવા જાય. જેથી સંયમની વિરાધના ન થાય.
ક્ષેત્રથી સાધક વિચારે કે, ‘હું ક્યાં છું ?' અર્થાત્ હું ઉપરના માળે છું કે નીચેં છું કે અન્યત્ર છું ?' જેથી તંદ્રાવસ્થામાં કે અંધારાના કારણે ભીંત આદિ સાથે અથડાવવાની કે ઉપરથી નીચે પડી જવાની સંભાવના ઓછી થઈ જાય.
કાળથી સાધક વિચારે કે, આ રાત્રિ છે કે દિવસ ? જો રાત્રિ હોય તો દંડાસનના ઉપયોગપૂર્વક ચાલવાનું છે એવી જાગૃતિ આવે અને સાધક સંયમ વિરાધનાથી બચી જાય. વળી, રાત્રિ કેટલી વ્યતીત થઈ છે તે નક્કી કરી સાધક ઊઠીને મારે શું કરવાનું છે તેનો પણ નિર્ણય કરે છે.
ભાવથી સાધક વિચારે કે, હું માત્ર આદિથી અત્યંત પીડિત છું કે નહીં ? જો અત્યંત પીડિત હોય તો નજીકના સ્થાનમાં માત્ર આદિ જાય, નહીંતર દૂરના સ્થાનમાં જાય.
16
આ રીતે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની વિચારણા કરીને નિદ્રા ઊડી ગયા પછી જ સાધુ માત્ર આદિ માટે જવા પગ ઉપાડે. જો કદાચ આવા ચિંતન પછી પણ તંદ્રાવસ્થા હોઈ ઊંઘની કાંઈક અસર હોય તો સાધક સંયમની જયણા ન પાળી શકે. તેથી તે નિદ્રા ઊડાડવા પુન: પ્રયત્ન કરે.
16. સાંજના પ્રતિક્રમણ પૂર્વે જ સાધુ કે પૌષધધારી શ્રાવક માત્ર આદિ માટે જુદી જુદી નિર્જીવ ભૂમિઓ જોઈ નિર્ણય કરી આવ્યા હોય કે રાત્રે ક્યાં જવું.