________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
-
હેતુઓ સહિત
૩૭
૩. પછી ગોદોહિકાસને બેસીને ‘નવકાર’, ‘કરેમિ ભંતે’ ‘ઇચ્છામિ પડિક્કમિઉં જો મે રાઈઓ' બોલીને ‘વંદિત્તુ’ સૂત્ર બોલવું. તેમાં ‘અબ્યુટ્રિઓ મિ’ પદ કહેતાં ઊભા થઈ જવું અને સૂત્ર પુરું કરવું.
આ રીતે પાપોનું પ્રકાશન કરતાં, થઈ ગયેલા પાપો પ્રત્યે અને પાપી એવી પોતાની જાત પ્રત્યે, ધૃણા અને તિરસ્કાર ભાવ પ્રગટ થાય છે, જેનાથી ઘણા પાપકર્મો નાશ પામે છે અને આત્મા નિર્મલ બને છે, પ્રાપ્ત થયેલી આ નિર્મલતા પ્રતિક્રમણ આવશ્યકને સફળ કરવામાં સહાયક બને છે.
સંસારના સ્વરૂપને સમજી તેનાથી વિરક્ત બનેલો સાધક, પરમાત્માના વચનના પરમાર્થને સમજી તે પ્રમાણે જ જીવન જીવવા પ્રયત્ન કરે છે. તોપણ અનાદિકાળથી દૃઢ થઈ ગયેલા અશુભ સંસ્કારો, અનાભોગ, સહસાત્કાર અને અજ્ઞાન વગેરે દોષોને કારણે પાપ થવાની સંભાવના રહે છે. આ પાપથી પાછો વળી પુનઃ પાપ ન થાય તેવી ચિત્તભૂમિકાને તૈયાર કરવા સાધક પ્રતિક્રમણ આવશ્યકનો પ્રારંભ કરે છે. આ આવશ્યકના વિશેષ ભાવો સૂત્ર સંવેદના ભાગ૪ તથા દૈવસિક પ્રતિક્રમણની વિધિમાંથી સમજી લેવા.
૧૦. ગુરુ ક્ષમાપના :
૧. પછી દ્વાદશાવર્તવંદન કરવું અને અવગ્રહમાં ઊભા રહીને આદેશ માગી ‘અભુટ્ઠિઓ’ સૂત્ર બોલી ગુરુને ખમાવવા.
ત્યાર પછી વિશેષ પ્રકારે ગુણવાન ગુરુભગવંતની આશાતનાનો ત્યાગ કરવાના ઉદ્દેશથી બે વાંદણા દેવાપૂર્વક હૃદયમાં ગુરુ ભગવંત પ્રત્યે અત્યંત વિનયભાવને પેદા કરી ‘અભુઢિઓ’ સૂત્ર બોલાય છે.
૧૧. પાંચમું આવશ્યક - કાયોત્સર્ગ :
૧. પછી પુનઃ દ્વાદશાવર્ત વંદન કરીને અવગ્રહમાંથી બહાર નીકળીને14 ‘આયરિય ઉવજ્ઝાએ’ સૂત્ર બોલવું.
14. કોઈક મત પ્રમાણે ‘જે મે કેઈ કસાયા’ બોલતાં અવગ્રહમાંથી બહાર નીકળવાનું છે તો વળી અન્ય મત પ્રમાણે આખું આયરિય ઉવજ્ઝાએ સૂત્ર બોલીને અવગ્રહમાંથી બહાર નીકળવું જોઈએ.