________________
૩.
સૂત્ર સંવેદના-૬
૨. પછી ‘કરેમિ ભંતે’, ‘ઇચ્છામિ ઠામિ’, ‘તસ્સ ઉત્તરી’ અને અન્નત્ય બોલી તપચિંતવણીનો કાઉસ્સગ્ગ કરવો, તે ન આવડે તો સોળ નવકારનો કાયોત્સર્ગ કરવો.
પ્રતિક્રમણ કરવા છતાં પણ જે અશુદ્ધિઓ રહી ગઈ હોય તેને કાયોત્સર્ગ દ્વારા દૂર કરવાની છે. તેથી સાધક હવે કાયોત્સર્ગ આવશ્યકનો પ્રારંભ કરે છે. તે કરતાં પૂર્વે ગુરુભગવંતના વિનય માટે બે વાંદણા આપે છે. તે દ્વારા ગુરુ ભક્તિથી ભાવિત થઈને સાધક ‘આયરિય ઉવજ્ઝાએ' સૂત્ર બોલી આચાર્ય ઉપાધ્યાયથી માંડીને સર્વ જીવરાશિને પુનઃ ખમાવે છે.
ત્યાર પછી પાપના ત્યાગની પ્રતિજ્ઞાને દોહરાવી ચિત્તને સમભાવમાં સ્થિર કરવા ‘કરેમિ ભંતે’ અને અતિચારોનું પુન: સ્મરણ કરવા ‘ઇચ્છામિ ઠામિ’ સૂત્ર બોલાય છે.
ત્રીજા આવશ્યક માટેની મુહપત્તિના પડિલેહણથી માંડી અહીં સુધીની ક્રિયાના વિશેષ કારણો આપણે દૈવસિક પ્રતિક્રમણના હેતુઓમાં જે રીતે વર્ણવ્યા છે તે રીતે અહીં પણ વિચારવાં.
જિજ્ઞાસા : પૂર્વમાં ચારિત્રાચાર આદિની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કર્યો હોવા છતાં અહીં ફરી કાયોત્સર્ગ શા માટે ?
તૃપ્તિ : પૂર્વમાં જ્ઞાન, દર્શન, ચારિત્રાચારની શુદ્ધિ માટે કાયોત્સર્ગ કર્યો હતો. છતાં પણ તેમાં રહેલી અશુદ્ધિનું વિશેષ પ્રમાર્જન તપથી થાય છે, માટે પુન: તપચિંતવનરૂપ આ કાયોત્સર્ગ કરવામાં આવે છે.
જીવનો સ્વભાવ આહાર ક૨વાનો નથી. છતાં આહાર સંજ્ઞાને આધીન થયેલો જીવ જન્મતાં જ આહાર લે છે. આ આહારથી જ શરીર બને છે અને તેમાંથી ઇન્દ્રિય અને મન બને છે. આ શરીર, ઇન્દ્રિયો અને મન દ્વારા જ જીવો પાપકર્મ બાંધે છે. તેથી કર્મબંધને અટકાવવા તેના મૂળમાં રહેલી આહાર સંજ્ઞાને નાથવી જરૂરી છે. જે તપ દ્વારા શક્ય છે માટે સાધક આ કાયોત્સર્ગ દ્વારા ઉત્કૃષ્ટ તપ કરવાની ભાવના કરી યથાશક્તિ તપ કરવાનો સંકલ્પ કરે છે.
તપનું ચિંતન કરતી વખતે પહેલા મનોમન જાતને પ્રશ્ન કરવો કે, “હે