________________
“મન્નત જિણાશં-સઝાય”
તેના પ્રત્યેની મમતા-આસક્તિને છોડાવનારો દાનધર્મ પ્રથમ છે, કેમ કે, તે કરવો સહેલો છે. મનમાં પ્રવર્તતી વિષયોની આસક્તિમાંથી મુક્તિ મેળવવી એ ધનને છોડવા કરતાં કાંઈક અઘરી છે, તેથી વિષયોની કનડગતથી છોડાવનાર શીલધર્મ બીજા ક્રમે આવે છે. શરીર પ્રત્યેનું મમત્વ અત્યંત ગાઢ હોય છે. હું અને શરીર જૂદાં છીએ એવી પ્રાય: સમજણ કે પ્રતીતિ પણ નથી હોતી, તેથી તેનો રાગ તોડવો હજુ વધારે કપરો છે. માટે શરીરની મમતાને તોડાવનાર તપધર્મ ત્રીજા ક્રમે રાખ્યો છે. ઘણીવાર યોગી પુરુષો ધન, કુટુંબ, વિષયો કે શરીર આદિની આસક્તિથી મુક્ત થઈ જાય છે; પરંતુ પોતાની માન્યતાનો રાગ તોડવો-દષ્ટિરાગ દૂર કરવો યોગી પુરુષો માટે પણ અતિ અતિ કપરો છે, તેથી આ કાર્ય કરનાર ભાવધર્મ ચોથા અને ઉત્કૃષ્ટ સ્થાને છે. ૨૧. સટ્ટાય - સ્વાધ્યાય કરો. આત્મભાવનું જેનાથી અધ્યયન થાય અર્થાત્ જેના સહારે સાધક પોતાના સ્વભાવને જાણી-માણી કે પામી શકે તેવાં શાસ્ત્રવચનોને સાંભળવાં, વિષયને વિશેષ સ્પષ્ટ કરવા જિજ્ઞાસા વૃત્તિથી પ્રશ્નો પૂછવા, વારંવાર તે વચનોનું પુનરાવર્તન કરવું, શાસ્ત્રના એક-એક વચન ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરવી અને તેના દ્વારા પ્રાપ્ત થયેલા તત્ત્વની અર્થાતુ ધર્મની કથા કરવી : આ રીતે વાચના, પૃચ્છના, પરાવર્તના, અનુપ્રેક્ષા અને ધર્મકથારૂપ પાંચ પ્રકારનો સ્વાધ્યાય છે. આ પાંચે પ્રકારનો સ્વાધ્યાય કરવાથી જ્ઞાનાવરણીયકર્મનો નાશ થાય છે અને આત્મામાં જ્ઞાનનો પ્રકાશ પ્રગટે છે, આ જ્ઞાન દ્વારા સાધક ઉપર ઉપરની કક્ષાનો સાધનામાર્ગ જોઈ તે માર્ગે આગળ વધી આત્માનંદ પામી શકે છે.
આ જ કારણથી સક્ઝાયકાર મહર્ષિ તત્ત્વષ્ણુ શ્રાવકોને કહે છે, “તમે સ્વાધ્યાય કરો. તે માટે શાસ્ત્રજ્ઞ પાસે જાઓ. વિનય અને બહુમાનપૂર્વક તેમના મુખે શાસ્ત્રનું શ્રવણ કરો. શ્રવણ કરેલાં પદોને કંઠસ્થ કરો, ત્યાર બાદ તેમની પાસેથી તેના અર્થનું જ્ઞાન મેળવો. પ્રાપ્ત થયેલા સૂત્ર અને અર્થનું વારંવાર પુનરાવર્તન કરતાં રહો. સૂત્રાર્થથી પ્રાપ્ત થયેલા વિશેષ અર્થો ઉપર ઊંડું ચિંતન કરો. તેના એક-એક પદ ઉપર ઊંડી અનુપ્રેક્ષા કરો. આ રીતે કરતાં તમોને અદ્ભુત આનંદ પ્રાપ્ત થશે. આજ સુધી તમને જે સુખનો અનુભવ નથી થયો તેવા સ્વાધીન સુખનો અનુભવ થશે, પછી સાંસારિક સઘળાં સુખો તમને અસાર લાગશે. તેમાં પરાધીનતાનું અને રાગાદિથી . થતી અનેક પ્રકારની પીડાનું ભાન થશે. આ પીડાથી મુક્ત થવા કયા સમયે શું કરવું