________________
પૌષધની વિધિઓ અને તેના કારણો
૧૮૩
અનુજ્ઞા આપે ત્યારે પૂર્વવત્ “ઈચ્છે' કહી તેનો સ્વીકાર કરવો. અને પછી
તુરંત પડિલેહણના આદેશ માગવા. પૌષધ લીધા પછી જો રાઈઅ પ્રતિક્રમણ કરાય તો તેમાં સાત લાખ અને “અઢાર પાપસ્થાનક'ને બદલે “ગમણાગમણે સૂત્ર બોલવું. જ્યાં જ્યાં “કરેમિ ભંતે સૂત્ર આવે તેમાં “જાવ નિયમ'ને બદલે “જાવ પોસહં બોલવું.
પૌષધની સર્વ ક્રિયા ગુરુ આજ્ઞાને આધીન થઈ કરવાની હોય છે. તેથી સાધકે નાનામાં નાનું કાર્ય પણ ગુરુને પૂછીને જ કરવું જોઈએ; પરંતુ શ્વાસ લેવા-મૂકવા જેવી વારંવાર થતી ક્રિયા અંગે વારંવાર પૂછી શકાતું નથી. તેથી આવી ક્રિયા અંગે બહુવેલ'ના આદેશ દ્વારા પ્રથમથી જ ગુરુ ભગવંતની આજ્ઞા મેળવી લેવાય છે. ૨. પડિલેહણની વિધિ :
સામાયિક સાથે પૌષધવ્રતનો સ્વીકાર કરનાર સાધક, આત્માના અહિંસકભાવને પ્રગટ કરવા પ્રયત્ન કરે છે. તે માટે પૌષધમાં જે પણ વસ્તુઓનો ઉપયોગ કરવાનો છે તે વસ્ત્ર, પાત્ર, વસતિ વગેરેની પ્રતિલેખના કરે છે એટલે કે; તેમાં કોઈ જીવ-જંતુ છે કે નહિ ? તેની તપાસ કરે છે. તપાસ કરતાં કોઈપણ જીવ જણાય તો જયણાપૂર્વક તેને કોઈ પીડા ન થાય તે રીતે યોગ્ય સ્થાને મૂકી આવે. સાધક જો ઘરેથી વસ્ત્ર આદિની પ્રતિલેખના કરીને આવ્યો હોય તો તે સિવાયની વસ્તુઓનું તથા વસતિનું પ્રતિલેખન કરે. આ ક્રિયા પણ ગુર્વાજ્ઞાપૂર્વક કરવાની છે, ૧. સૌ પ્રથમ ઇરિયાવહી પડિક્કમી એક ખમાસમણ આપી “ઈચ્છાકારણ
સંદિસહ ભગવત્ પડિલેહણ કરું ?' એવો આદેશ માગવો અને ગુરુ કહે
‘કરેહ' ત્યારે ઇચ્છે” કહી ગુર્વાશાનો સ્વીકાર કરવો. અનુજ્ઞા મળતાં સાધક સૌ પ્રથમ મુહપત્તિનું પડિલેહણ કરે, ત્યારપછી ચરવળો, કટાસણું; અને ભાઈઓ, ધોતિયું, ખેસ એમ, પાંચ વસ્તુઓનું પડિલેહણ કરે. (બહેનો તેમણે પહેરેલા કપડાનું પહેલા ઉપરના અને પછી નીચેના એમ ક્રમ જાળવીને પડિલેહણ કરે.)
ભાઈઓએ મુહપત્તિ ૫૦ બોલથી, ચરવળો ૧૦ બોલથી, કટાસણું ૨૫ બોલથી, સૂતરનો કંદોરો ૧૦ બોલથી અને ધોતિ વગેરેનું ૨૫ બોલથી પડિલેહણ કરવું જોઈએ.