________________
સૂત્ર સંવેદના-૬
જો તમારે સાચું સુખ માણવું હોય, પરમ આનંદની અનુભૂતિ કરવી હોય તો તમો ૪૮ મિનિટના આ નાના અનુષ્ઠાન દ્વારા સમભાવમાં રહેવા પ્રયત્ન કરો. જ્યારે
જ્યારે તમારા સંયોગો અનુકૂળ જણાય ત્યારે પ્રમાદનો ત્યાગ કરી, સદ્ગુરુ સમીપે જઈ સામાયિક સ્વીકારો. તેનો સ્વીકાર કરી તેના પાલન માટે પૂરો યત્ન કરો તો તમે પાપ પ્રવૃત્તિથી બચી આંશિક પણ સમભાવને પામી શકશો. પરિણામે અવશ્ય તમારું કલ્યાણ થશે માટે હંમેશા સામાયિક કરવા ઉદ્યમવંત બનો.”
૫. ચઉવિસત્યોઃ
સર્વ સુખપ્રાપ્તિનું મૂળ તીર્થંકર પરમાત્મા છે. તેમણે ચિંધેલા માર્ગે ચાલ્યા વિના આ જગતમાં કોઈ જીવ સુખી થઈ શકતો નથી. જગતમાં જે કાંઈ સુખ અને શાંતિ દેખાય છે તેનું મૂળ કારણ અરિહંત પરમાત્મા છે. દરેક ઉત્સર્પિણી અને અવસર્પિણીમાં આવા ચોવીસ તીર્થંકરો થાય છે. આ ચોવીસ તીર્થંકરની સ્તવનાને ચતુર્વિશતિ10 સ્તવ' કહેવાય છે.
ચોવીસ પરમાત્માઓએ આત્મશુદ્ધિનો સુંદરમાં સુંદર માર્ગ બતાવ્યો છે. પોતાના સહજ સુખમય સ્વરૂપને પામવાનો આ માર્ગ તેમણે માત્ર બતાવ્યો જ નથી પણ સ્વયં આરાધ્યો પણ છે. આવા પરમકૃપાળુ પરમાત્માની સ્તવના કરવાથી દિર્શનની વિશુદ્ધિ થાય છે અને સુખમય સ્વરૂપની પ્રાપ્તિમાં બાધક બને તેવા રાગાદિ દોષો નાશ પામે છે.
આથી જ સૂત્રકાર મહર્ષિ સમભાવેછુ શ્રાવકોને કહે છે કે, “તમે ચઉવિસત્યો નામના બીજા આવશ્યકને કરવા પણ પ્રતિદિવસ યત્ન કરો. ભગવાનના નામનું ભાવપૂર્વક સ્મરણ કરો, તેમના ગુણોનું કીર્તન કરો, પ્રત્યેક પ્રવૃત્તિ કરતાં તેમના વચનનું આલંબન લો. તેમના જીવનના એક-એક પ્રસંગોને સ્મૃતિપટ પર અંકિત કરો. તીર્થકરોનો ઔચિત્યસભર જીવનવ્યવહાર કયાંય પણ ન ભૂલો. તેમનામાં 9. જૈન શાસનમાં કાળનું વિશિષ્ટ ગણિત દર્શાવેલું છે. તેમાં એક પલ્યોપમ એટલે એક યોજન
લાંબા, પહોળા, ઊંડા ખાડાને જ્યારે યુગલિક નવજાત શિશુના વાળના આઠ વાર સાત-સાત ટુકડા કરી, ફરી તે એક એક ટુકડાનાં અસંખ્ય ટુકડા કરી, તે વાળથી ભરવામાં આવે અને સો વર્ષે એક વાળનો ટૂકડો કાઢવામાં આવે, તો કેટલા વર્ષોમાં તે ખાડો ખાલી થાય તેટલા વર્ષોનો સમય. એટલે એક અધ્ધા પલ્યોપમ અને આવા ૧૦ કોટાકોટી (૧૦,૦૦,૦૦૦૧) પલ્યોપમ એટલે એક સાગરોપમ અને ૧૦ કોટાકોટી સાગરોપમ એટલે એક ઉત્સર્પિણી અને ૧૦ કોટાકોટી સાગરોપમ એટલે એક અવસર્પિણી. એક ઉત્સર્પિણી + એક અવસર્પિણી
મળતા એક કાળચક્ર બને છે. 10. ચતુર્વિશતિસ્તવની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૧ “લોગસ્સ સૂત્ર'