________________
મનહ જિણાણું-સઝાય'
૭૭
રહેલા ઔદાર્યાદિ ગુણો પ્રત્યે અત્યંત આદરભાવ રાખો. આમ કરશો તો જ તમે તેઓશ્રીના કૃપાપાત્ર બની સર્વશ્રેષ્ઠ સમતાભાવને પ્રાપ્ત કરી શકશો.”
૬. વંદન:
અરિહંતની ગેરહાજરીમાં શાસન ચલાવવાનું કાર્ય ગુરુભગવંતો કરે છે. તેઓ સ્વયં મોક્ષમાર્ગની સાધના કરે છે. તેમજ યોગ્યાત્માઓને ઉપદેશ આદિ દ્વારા સાધના કરાવે છે. આવા પંચમહાવ્રતધારી તથા પંચાચારપાલક ગુરુભગવંત પ્રત્યે આદર અને બહુમાન ભાવ વ્યક્ત કરવાની ક્રિયાને વંદન કહેવાય છે.
શ્રી વિરપ્રભુએ પોતાની અંતિમ દેશનામાં કહ્યું છે કે, ગુણવાન એવા ગુરુ ભગવંતને વંદના કરવાથી નીચગોત્રકર્મ નાશ પામે છે, ઉચ્ચગોત્રકર્મનો બંધ થાય છે, સર્વજન માટે સ્પૃહાપાત્ર બને તેવું સૌભાગ્ય પ્રાપ્ત થાય છે, કોઈ તેની આજ્ઞાને ઉત્થાપે નહિ તેવું પુણ્ય બંધાય છે. અને સર્વને અનુકૂળ બનીને રહેવા સ્વરૂપ દાક્ષિણ્ય ગુણ પ્રગટે છે.1A આ ઉપરાંત માનભંગ, વિનય ગુણની પ્રાપ્તિ આદિ અનેક મોટા લાભ થાય છે. *
આથી જ સૂત્રકાર મહર્ષિ આવો લાભ ઇચ્છતાં શ્રાવકોને કહે છે કે, “તમો દરરોજ “વંદન' નામની આવશ્યક ક્રિયા કરવા ઉત્સાહી બનો, ગુરુભગવંતના નિઃસ્પૃહતા આદિ ગુણો પ્રત્યે હૈયાનો ભક્તિભાવ ધારણ કરી તેમનાં ચરણોમાં ઝૂકી જાવ. નિર્દોષ અને ઉત્તમ અન્ન, વસ્ત્ર, પાંત્ર કે વસતિ આદિ દ્વારા તેમના સંયમ જીવનનો સત્કાર કરો. ઉત્તમ દ્રવ્યોથી તેમનું પૂજન કરો. તેમના શ્રી મુખે ધર્મશાસ્ત્રનું શ્રવણ કરો. તેઓશ્રી જ્યારે પણ સન્મુખ આવે ત્યારે ઊભા થાવ, જાય ત્યારે વળાવવા જાવ. તે પૂજ્યોને અવસરે આસન પ્રદાન કરો. તેમના સંયમ સાધક દેહની શુશ્રુષા કરો. તેમના શારીરિક થાકને દૂર કરવા વિશ્રામણા કરો. આમ અનેક પ્રકારે તેમની ભક્તિ કરવા તત્પર રહો. આ રીતે તેમનો આદર કરશો તો તેમના ગુણો પ્રત્યેનું ખેંચાણ વધશે અને અનાદિકાલીન દોષનો પક્ષપાત નાબૂદ થશે. પરિણામે એક દિવસ તમે પણ તેમના જેવા ગુણસંપન્ન બની શકશો” 11. વંદનની વિશેષ વિગત માટે જુઓ સૂત્ર સંવેદના ભાગ-૩ ‘વાંદણા સૂત્ર.” 11A. ઉત્તરાધ્યયન સૂત્ર ૨૯/૧૦ 12. વંદનથી થતાં લાભ -
इह छञ्च गुणाविणओवयार माणाइभंग गुरुपूआ । तित्थयराण य आणा सुअधम्माराहणा किरिया ।। વંદન કરવાથી : ૧. વિનયનું પાલન ૨. માનાદિ કષાયનો નાશ ૩. ગુરુની પૂજા ૪. તીર્થંકરની આજ્ઞાનું આસેવન ૫. શ્રતધર્મની આરાધના ૬. મોક્ષમાર્ગની ક્રિયા થાય છે.