________________
૨૮
સૂત્ર સંવેદના-૬
લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવામાં આવે છે.
કાયોત્સર્ગ પારીને, ઉપસર્ગાદિના નિવારણ માટે લઘુ શાંતિ સ્તોત્ર બોલાય છે. આ લઘુશાંતિ સ્તોત્ર સંઘમાં ફેલાયેલા મારી મરકીના ઉપદ્રવને શમાવવા માટે શ્રી માનદેવ સૂરીશ્વરજી મહારાજે રચ્યું હતું. તે પછી સંઘની શાંતિ અર્થે તેનો પાઠ નિરંતર ચાલુ રાખવા તેને પ્રતિક્રમણ સાથે જોડી દેવામાં આવ્યું છે. શાંતિ બોલાયા પછી પ્રતિક્રમણ પૂર્ણ કર્યાનો આનંદ વ્યક્ત કરવા પ્રગટ લોગસ્સ બોલાય છે.
વિધિમાર્ગનું સેવન કરવાની ભાવના હોવા છતાં છદ્મસ્થતાને કારણે જાણતાં કે અજાણતા કોઈ અવિધિ કે આશાતનાદિ દોષો સેવાયા હોય તેનું અંતમાં મિચ્છા મિ દુક્કડં આપવું જોઈએ. મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા કહે છે કે, છેલ્લા ‘મિચ્છા મિ દુક્કડં' વિના છદ્મસ્થનું કોઈ પણ ધર્માનુષ્ઠાન શુદ્ધ થતું નથી. માટે પ્રતિક્રમણના અંતમાં સાધક ‘મિચ્છા મિ દુક્કડં' આપે.
૧૭. સામાયિક પારવાની વિધિ :
૧. ખમાસમણ દઈ, ‘ઇરિયાવહિ’, ‘તસ્સ ઉત્તરી,’ તથા ‘અન્નત્થ’ કહી એક લોગસ્સનો કાઉસ્સગ્ગ કરવો અને પારીને પ્રગટ ‘લોગસ્સ' સૂત્ર બોલવું. ૨. પછી ‘ચઉક્કસાય’ સૂત્ર, ‘નમોહ્યુ ગં’, ‘જાવંતિ, ચેઆઈ’, ‘ખમાસમણ', ‘જાવંત કે વિ સાહૂ', ‘નમોડર્હત્’, તથા ‘ઉવસગ્ગહરં’ સ્તોત્ર બોલી ‘જય વીયરાય' સૂત્ર બોલવું.
૩. પછી મુહપત્તિનું પડિલેહણ કરી સામાયિક પારવું.
શ્રાવકે પણ સાધુની જેમ એક અહોરાત્રિમાં સાત ચૈત્યવંદન કરવાના છે. તેમાંનું છેલ્લું ચૈત્યવંદન વાસ્તવમાં રાત્રિએ સૂતા પહેલા કરવાનું છે. તે રહી ન જાય તે માટે શ્રાવકો સામાયિક પારતાં ‘ચઉક્કસાય’ થી ‘જયવીયરાય' સુધી બોલીને ચૈત્યવંદન કરે છે.
આ ચૈત્યવંદન કર્યા પછીની સર્વ ક્રિયા સામાયિક પારવાની વિધિ મુજબ છે. તે સંબંધી હેતુઓ, તેની સંવેદનાઓ વગેરે સર્વ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૧માં સવિસ્તર જણાવેલી છે. તે ત્યાંથી જાણી લેવી.