________________
રાત્રિક પ્રતિક્રમણની વિધિ
-
હેતુઓ સહિત
દેવસિઅ પ્રતિક્રમણનો ક્રમ તથા તેના કારણોની વિચારણા કર્યા બાદ, હવે રાત્રિ પ્રતિક્રમણનો ક્રમ તથા તેના કારણોની વિચારણા કરીએ.
નિદ્રા એ પ્રમાદ છે. પ્રમાદને પુષ્ટ કરવાથી આલોક અને પરલોકના કાર્ય બગડે છે. આવું જાણતો શ્રાવક પ્રમાદને દૂ૨ ક૨વાની ભાવનાવાળો હોય છે. તેથી તે શારીરિક શ્રમને દૂર કરવા પૂરતી અલ્પ નિદ્રા જ કરે છે અને રાત્રિના છેલ્લા પ્રહરમાં સ્વયં જાગી જાય છે. કોઈકવાર શ્રમાદિને કારણે આટલો વહેલો ન જાગી શકે તોપણ બ્રહ્મમુહૂર્તમાં અવશ્ય ઊઠે. ઊઠવા છતાં જો ઊંઘ ન ઊડે તો તે નાસિકા બંધ કરી, શ્વાસ રોકી પૂર્ણ જાગૃત થાય. ઊઠીને નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરે. કોઈ જીવો જાગી ન જાય તે રીતે મંદસ્વરે, મંદગતિએ લઘુશંકા આદિ કાર્ય પતાવી રાત્રિ દરમ્યાન પ્રમાદના કારણે આત્મા આદિનું ભાન ભુલાઈ ગયું હોય તો તેની સ્મૃતિ તાજી કરવા વિચારે, ‘હું કોણ છું ? ક્યાંથી આવ્યો છું ? ક્યાં જવાનો છું ? મેં કયાં વ્રત-નિયમો સ્વીકાર્યા છે ? વ્રત-નિયમને અનુસાર મારા કયાં કર્તવ્યો છે, તેમાંથી મેં કયાં કર્તવ્યો કર્યા છે ? કયા બાકી છે ? મારામાં કયા દોષો છે ? બીજાને મારામાં કયા દોષો દેખાય છે ? જાણવા છતાં હું કયા દોષોનો ત્યાગ કરી શકતો નથી ? આજે કઈ તિથિ છે? વગેરે વિચારણારૂપે ધર્મજાગરિકા કરે.
આ રીતે ધર્મજાગરિકા કરવાથી પોતાના દોષોનું દર્શન થાય છે. દોષ દેખાય એટલે તેને ટાળવાનો શુભ સંકલ્પ થાય છે અને તદનુસાર યત્ન કરતાં દોષો ટળવા