________________
પ્રતિક્રમણની વિધિ-હેતુઓ સહિત
ત્યાં સુધી તે પાપનું સમ્યફ પ્રકારે આલોચન કરવા સમર્થ બનતો નથી. તદુપરાંત વિરતિનો સ્વીકાર કરીને જો ક્રિયા કરવામાં આવે તો તે ક્રિયા વિશેષ પ્રકારે ફળપ્રદ બને છે. તેથી પ્રતિક્રમણ કરનાર સાધકે સૌ પ્રથમ સામાયિક વ્રત સ્વીકારી, પાપ વ્યાપારનો ત્યાગ કરી, મનને સમભાવમાં લાવવા યત્ન કરવો જોઈએ. કેમ કે, સમતાસભર ચિત્તમાં પ્રાયશ્ચિત્તનો ભાવ સહજતાથી પ્રગટી શકે છે.
સામાયિકવ્રતનો સ્વીકાર કરતાં પૂર્વે અજ્ઞાનાદિ દોષોને કારણે, એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના ષકાય જીવોની હિંસારૂપ જે પાપાચરણ થયું હોય, તેનાથી આત્મા ઉપર જે અશુભ સંસ્કારો પડ્યા હોય, તેના નાશ માટે સાધક ‘ઇરિયાવહિ સૂત્ર' બોલી તે સર્વ પાપની માફી માંગે છે. વળી, પાપની વિશેષ શુદ્ધિ માટે “તસ્સ ઉત્તરી સૂત્ર' બોલે છે. તે દ્વારા તે પાપના કારણોને શોધી તેની શુદ્ધિ અર્થે કાયોત્સર્ગ કરે છે. કાયોત્સર્ગમાં સંપૂર્ણ કાયાનો ત્યાગ શક્ય નથી માટે તેમાં શાસ્ત્રોક્ત કેટલીક છૂટ (આગારો) રાખવા પૂર્વક “અન્નત્થ સૂત્ર” બોલી એક લોગસ્સનો કાયોત્સર્ગ કરે છે.
કાયોત્સર્ગ દરમ્યાન સાધક કાયાને જિનમુદ્રામાં, વાણીને મૌનમાં અને મનને પરમાત્માના ધ્યાનમાં લીન કરે છે. તેમાં લોગસ્સના એક-એક પદ દ્વારા અરિહંત પરમાત્માનું ચિંતન કરે છે. તેમના નિષ્પાપ જીવનને સ્મરણમાં લાવે છે. તેના દ્વારા તેમના પ્રત્યે આદર-બહુમાન ભાવ પ્રગટાવે છે. આ બહુમાનભાવ પાપકર્મનો નાશ • કરી આત્માને નિર્મળ કરે છે. આ આત્મિક નિર્મલતા સાધકના આનંદનો વિષય બને છે, જેને વ્યક્ત કરવા તે પ્રગટ લોગસ્સ બોલે છે.
આ રીતે ઇર્યાપથનું પ્રતિક્રમણ ર્યા પછી જીવરક્ષા માટે તેમજ આત્મનિરીક્ષણ દ્વારા દોષોનો પરિહાર કરી ગુણોનો સ્વીકાર કરવા મુહપત્તિના બોલ બોલવા 1. આ સામાયિક શું છે? તેની વિધિ તથા બીજી વિશેષ વિગતો સૂત્ર સંવેદના ભાગ-૧માં બતાવી
છે. તેથી જિજ્ઞાસુ વર્ગે ત્યાંથી જોવી. 2. જિનમુદ્રા.
चत्तारि अंगुलाई, पुरओ उणाई जत्थ पच्छिमओ । पायाणं उसग्गो, एसा पुण होइ जिणमुद्दा ।।१६।।
___- चैत्यवंदन महाभाष्य / भाष्य બે પગની વચ્ચે આગળના ભાગમાં ચાર આંગળ જેટલું અને પાછળના ભાગમાં તેનાથી ઓછું અંતર રાખી ઊભા રહેવું તે જિનમુદ્રા.” 3. મુહપત્તિના બોલ સૂત્ર સંવેદના ભાગ-૧માંથી જોઈ લેવા.