________________
૧૫૨
સૂત્ર સંવેદના-૬
અન્વય સહિત સંસ્કૃત છાયા
चत्वारि शरणानि प्रपद्ये । अर्हताम् शरणं प्रपद्ये । सिद्धानाम् शरणं प्रपद्ये । साधूनाम् शरणं प्रपद्ये । केवलिप्रज्ञप्तस्य धर्मस्य शरणं प्रपद्ये ।।७।।
શબ્દાર્થ :
(સંસારના ભયથી બચવા માટે) હું ચારનું શરણ સ્વીકારું છું (૧) અરિહંતોનું શરણ સ્વીકારું છું (૨) સિદ્ધોનું શરણ સ્વીકારું છું. (૩) સાધુઓનું શરણ સ્વીકારું છું (૪) કેવળીપ્રરૂપિત ધર્મનું શરણ સ્વીકારું છું. વિશેષાર્થ :
શરણ એટલે આશ્રય, રક્ષણ પ્રાપ્ત કરવાનું સ્થાન. અરિહંતાદિ ચાર લોકોત્તમ પુરુષો સ્વયં સુરક્ષિત છે. જગતના જીવોને જેનો ભય છે તેવા મૃત્યુ આદિ કોઈ ભાવોનો ભય તેમને નથી. તેઓ સ્વયં નિર્ભય હોવાથી વાસ્તવમાં તેઓ જ અન્યને શરણ આપવા સમર્થ છે. માટે તેમનું જ શરણ સ્વીકારવા યોગ્ય છે. અર્થાત્ આપત્તિમાંથી પાર ઉતરવા, દુ:ખોથી રક્ષણ મેળવવા તેઓનો જ આશ્રય સ્વીકારવા યોગ્ય છે. તેમના જ ચરણે જીવન સમર્પિત કરવા યોગ્ય છે.
લોકોત્તર એવા આ શરણ્યને નહિ સમજતા જગતના જીવો ઉપર જ્યારે આપત્તિ આવે છે, ત્યારે તેઓ બિચારા અજ્ઞાનના કારણે માને છે કે, પુત્ર, પરિવાર, મિત્ર કે ધનાદિથી આપત્તિ ટળી જશે. આવું માની તેઓ પરિવાર આદિ પાસેથી રક્ષણની અપેક્ષા રાખે છે. તેમની આ માન્યતા વાસ્તવિક નથી. કેમકે, પુણ્યોદય વિના આ ચીજો મળતી નથી અને પુણ્યોદયથી ક્યારેક મળી જાય તોપણ અવસરે કામ લાગે જ, રક્ષણ આપે જ એવો પણ નિયમ નથી. કદાચ રક્ષણ, સુખ, વગેરે આપે તોપણ એ સુખ કાલ્પનિક અને ક્ષણિક જ હોય છે. તેઓ ક્યારેય સંપૂર્ણ આંતરિક વ્યથાને દૂર કરી આત્માના આત્મત્તિક આનંદને આપી શકતા નથી.
આત્માને સુખ-શાંતિ પ્રદાન કરવાની તાકાત ધન, વૈભવ, પરિવાર આદિ બાહ્ય ચીજોમાં નથી, પણ એક માત્ર આત્માના સંતોષ આદિ સદ્ગણોમાં છે. અરિહંતાદિમાં આ ગુણોની પરાકાષ્ટા હોય છે. તેથી તેમનું તેં સ્વરૂપે ધ્યાન કરવાથી સદ્ગણોની પ્રાપ્તિમાં બાધક કર્મો નાશ પામે છે અને સહજતાથી સદ્ગુણો પ્રગટ થાય છે. ગુણો પ્રાપ્ત થતાં જ દુઃખ આપનારા દોષો આપોઆપ વિલીન થઈ જાય છે. જેના પરિણામે સાધકના ચિત્તની વ્યગ્રતા દૂર થાય છે અને સાધક