________________
૧૫૦
સૂત્ર સંવેદના-૬
તે ઇચ્છે કે ન ઇચ્છે તોપણ શ્રેષ્ઠ કોટિની ભૌતિક સુખ-સમૃદ્ધિ પણ પ્રાપ્ત કરે છે. આ રીતે અરિહંતાદિના ધ્યાનથી ભૌતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારનું સુખ સાધી શકાય છે. તેથી પરમાર્થથી જગતમાં આ ચાર તત્ત્વો જ દુઃખ ટાળી સુખ આપવા સમર્થ છે અને માટે જ આ ચાર તત્ત્વો જ મંગળ છે; અન્ય કાંઈ નહિ અને કોઈ નહિ.
આ ગાથા બોલતાં સાધક વિચારે કે, - “આ જગતમાં મંગલભૂત બને એવી ચીજો તો ઘણી છે; પરંતુ
તે સર્વે પરમ સુખ સુધી પહોંચાડે તેવી નથી. દુ:ખ વિનાનું સંપૂર્ણ સુખ આપવાની તાકાત તો એક માત્ર અરિહંત આદિ ચારમાં જ છે. પરમ પુણ્યોદયે મને આવી શ્રેષ્ઠ ચીજો પ્રાપ્ત થઈ છે. હવે હું પ્રમાદનો ત્યાગ કરી આ શ્રેષ્ઠ ચાર ચીજોની આરાધના કરી
અને સુખને પ્રાપ્ત કરવા પ્રયત્નશીલ બની જાઉં.” અવતરણિકા :
હવે અરિહંતાદિ ચાર મંગલભૂત કેમ છે તે જણાવે છે.
ગાથા :
चत्तारि लोगुत्तमा, अरिहंता लोगुत्तमा, सिद्धा लोगुत्तमा;
साहू लोगुत्तमा, केवलिपन्नत्तो धम्मो लोगुत्तमो ।।६।। અવય સહિત સંસ્કૃત છાયા चत्वारः लोकोत्तमाः । अर्हन्तः लोकोत्तमाः । सिद्धाः लोकोत्तमाः ।
સાધવ: ઢોકોત્તમઃ | ત્રિ-પ્રજ્ઞત: ધ સ્ટોત્તમ: Tદ્દા શબ્દાર્થ :
ચાર પદાર્થો લોકોત્તમ છે : (૧) અરિહંતો લોકમાં ઉત્તમ છે (૨) સિદ્ધો લોકમાં ઉત્તમ છે (૩) સાધુઓ લોકમાં ઉત્તમ છે અને (૪) સર્વજ્ઞ દ્વારા પ્રરૂપાયેલો ધર્મ લોકમાં ઉત્તમ છે. વિશેષાર્થ :
અરિહંતાદિ ચાર લોકમાં ઉત્તમ છે. “લોક” શબ્દ દ્રવ્યલોક અને ભાવલોક બન્ને અર્થમાં વપરાય છે. દ્રવ્યલોકમાં સર્વ જીવોનો સમાવેશ થાય છે અને ભાવલોકમાં