________________
૨૧૪
સૂત્ર સંવેદના-૬
(૧) લેપ (૨) અલેપ (૩) અચ્છ (૪) બહુલેપ (૫) સસિક્ય () અસિન્થ એ (૮+૬) ચૌદ આગારીપૂર્વક ત્યાગ કરે છે હું ત્યાગ કરું છું. વિશેષાર્થ :
નવકારસી, પોરસી આદિ પચ્ચકખાણો સમયની મર્યાદા સાથે સંબંધિત છે. તેથી તેનો સમય પૂર્ણ થતાં આહાર લેવાની છૂટ થાય છે. આમ છતાં વારંવાર આહાર લેવાની કુટેવને અંકુશમાં લાવવા સાધક આ પચ્ચકખાણોની સાથે એકાસણ-બિયાસણ કે એકલઠાણાનું પચ્ચખાણ કરે છે. તે
એક વારથી અધિક ભોજન નહિ કરવાનો નિયમ એટલે એકાસનનું પચ્ચકખાણ અને જેમાં બે વારથી અધિક નહિ જમવાનો નિયમ કરાય તે બિયાસણનું પચ્ચકખાણ કહેવાય છે.
જે પચ્ચક્ખાણમાં જમતી વખતે જમણા હાથ અને મુખ સિવાય બીજાં બધાં અંગોપાંગો સ્થિર રાખવાના હોય છે તે પચ્ચખાણને એકલઠાણાનું પચ્ચખાણ કહેવાય છે. આ પચ્ચખાણો લેતા પહેલા નવકારશી પોરિસી આદિનું પચ્ચખાણ પણ કરવામાં આવે છે.
દરેક પચ્ચકખાણની જેમ આ પચ્ચખાણો દ્વારા પણ સાધક આહારસંજ્ઞાને નબળી પાડવા યત્ન કરે છે. આથી જ તે એકાસણ આદિમાં બને તેટલી ઓછી વાનગીઓ વાપરે છે. તેમાં પણ વિગઈઓનો ત્યાગ કરે છે. અચિત્ત જળનો ઉપયોગ કરે છે અને સમયની મર્યાદામાં આહારની ક્રિયા પૂર્ણ કરે છે. આવું કરવાથી વારંવાર ખાવાની, મોઢામાં કાંઈક નાંખવાની, જે તે વસ્તુનો સ્વાદ લેવાની કુટેવોનો નાશ થાય છે. મન અંકુશમાં રહે છે. સમય બચે છે. વારંવાર, વધુ અને વિગઈવાળું ખાવાથી થતાં રોગનો ભોગ નથી બનતું... વગેરે અનેક ફાયદાઓ થાય છે.
સાધક મહા વિગઈના ત્યાગ સાથે છ ભક્ષ્ય વિગઈઓમાંથી14 પણ પોતાની શક્તિ અનુસાર ત્યાગની ભાવનાવાળો હોય છે. આથી આ પચ્ચકખાણોમાં પોરસી આદિની સાથે વિગઈઓનું પણ પચ્ચખાણ કરાય છે. તેમાં સાધુભગવંતોને પોતાની માટે બનાવેલો આહાર ચાલતો નથી તેથી તેમની માટે ખાસ પાંચ આગારો
14. વિગઈ એટલે વિકૃતિ - મનમાં જે વિકાર ઉત્પન્ન કરે તેને વિગઈ કહેવાય છે. તે ક છે : દૂધ,
દહીં, ઘી, તેલ, ગોળ, કડાવિગઇ.