Book Title: Setubandha
Author(s): H C Bhayani, Markand Dave
Publisher: Kalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Catalog link: https://jainqq.org/explore/004526/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ લો બોટા (હરિવલ્લભ ભાયાણી અને મકરંદ દવેના પત્રો) સંપાદક વિજયશીલચન્દ્રસૂરિ Page #2 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (હરિવલ્લભ ભાયાણી અને મકરન્દ દવેના પત્રો) સંપાદક વિજયશીલચન્દ્રસૂરિ श्रीहेमचन्द्राचार्य પ્રકાશક કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ અમદાવાદ મુખ્ય વિક્રેતા નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦ ૦૦૨ દેરાસર પાસે, ગાંધી રોડ, અમદાવાદ-૩૮૦ ૦૦૧ Page #3 -------------------------------------------------------------------------- ________________ Setubandha (Letters between Harivallabh Bhayani and Makarand Dave) સં. વિજયશીલચન્દ્રસૂરિ કપ : છે મકર : છેક s © મકરન્દ દવે * : : : પ્રકાશક : કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય નવમ જન્મશતાબ્દી સ્મૃતિ સંસ્કાર શિક્ષણ નિધિ Cho. આ.શ્રીવિજયનેમિસૂરિ સ્વાધ્યાય મંદિર, ૧૨, ભગતબાગ, નવા શારદામંદિર રોડ, પાલડી-જૈનનગર, અમદાવાદ-૩૮૦૦૦૭ મુખ્ય વિક્રેતા : નવભારત સાહિત્ય મંદિર ૧૩૪, પ્રિન્સેસ સ્ટ્રીટ, મુંબઈ-૪૦૦૦૦૨ દેરાસર પાસે, ગાંધીરોડ, અમદાવાદ-૩૮૦૦૦૧ પ્રથમ આવૃત્તિ ઃ ૧૨૫૦ પ્રત, ઈ.સ. ૨૦૦૨, વિ.સં. ૨૦૫૮ મૂલ્ય : ૧૦૦/ મુદ્રક : ક્રિષ્ના ગ્રાફિક્સ ૯૬૬, નારણપુરા જૂના ગામ, નારણપુરા, અમદાવાદ-૩૮૦૦૧૩ ફોન : (૦૭૯) ૭૪૯૪૩૯૩ Page #4 -------------------------------------------------------------------------- ________________ શ્રીરમણલાલ જોષીને નરસૈંના તાલે ગુંજે, ગુર્જરી કુંજ ત્યાં સદા હરિના રમણે જાગો, મંગલોદેશની મુદા 3 Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન પરમપૂજ્ય આચાર્યશ્રી વિજયસૂર્યોદયસૂરીશ્વરજી મહારાજની શુભ પ્રેરણાથી સ્થપાયેલ કલિકાલસર્વજ્ઞ શ્રીહેમચન્દ્રાચાર્ય-ટ્રસ્ટના ઉપક્રમે, ‘સેતુબંધ’ નામના ગ્રંથનું પ્રકાશન કરતાં અનહદ આનંદ અનુભવીએ છીએ. અમારા ટ્રસ્ટના આશ્રયે હેમચન્દ્રાચાર્ય ચન્દ્રક-પ્રદાન, વિવિધ સાહિત્યિક સંગોષ્ઠીઓનું આયોજન, શિષ્યવૃત્તિ-પ્રદાન સાથે ગ્રંથપ્રકાશનની શુભ પ્રવૃત્તિ પણ વર્ષોથી ચાલી રહી છે. આ બધાં કાર્યોમાં આ. શ્રીવિજયશીલચન્દ્રસૂરિજીનું ટ્રસ્ટને સતત માર્ગદર્શન મળતું રહ્યું છે. સદ્ગત ડૉ. હરિવલ્લભ ભાયાણી સાહેબ આપણા મૂર્ધન્ય વિદ્વાન, ભાષાશાસ્ત્રી તથા સંશોધનક્ષેત્રના દિગ્ગજ પંડિત હતા. તેઓની હૂંફ તથા દોરવણી અમારા ટ્રસ્ટને, તેઓ રહ્યા ત્યાં સુધી સતત મળતી રહેલી. ઉપરાંત, તેમનાં પાંચેક પુસ્તકોના પ્રકાશનનો લાભ પણ આ ટ્રસ્ટને મળ્યો હતો, જે અમારા માટે ગૌરવની બાબત છે. તેથીયે વિશેષ ગૌરવ તથા આનંદની વાત એ છે કે આજે તેઓના તેમજ તેમના પરમ મિત્ર અને ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રીમકરંદભાઈ દવેના પત્રવ્યવહારનો આ ગ્રંથ પ્રકાશિત કરવાની તક અમારા ટ્રસ્ટને મળી રહી છે. અમને શ્રદ્ધા છે કે આ પ્રકાશન, અમારા ટ્રસ્ટની પ્રકાશન પ્રવૃત્તિનું એક નવતર સીમાચિહ્ન બની રહેશે. આવા સાહિત્યિક પ્રકાશનની તક અમને આપવા બદલ અમો ઉપરોક્ત બન્ને સાક્ષરવર્યોનો તેમજ આ ગ્રંથના સંપાદક આચાર્યશ્રી શીલચન્દ્રસૂરિજીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારી તેઓ સર્વેને વિનંતી છે કે આવાં પ્રકાશનોનો લાભ પુનઃપુનઃ અમને આપ્યા કરજો. લિ. ટ્રસ્ટીગણ, ક.સ. શ્રીહેમચન્દ્રાચાર્યનિધિ અમદાવાદ Page #6 -------------------------------------------------------------------------- ________________ સાધના અને સંશોધનની જુગલબંધી હરિવલ્લભ ભાયાણી અને મકરંદ દવે : ગુર્જરી ગિરાને અજવાળતાં બે મહાકાય નામ : આદર સાથે અને ગૌરવપૂર્વક લેવાં ગમે તેવા મનગમતાં નામ. એક કાવ્યશાસ્ત્રજ્ઞ તો બીજા કવિ. એક સંશોધક તો બીજા સર્જક. એક નખશિખ સજ્જન તો બીજાનો મિજાજ સંત-પ્રકૃતિનો. એક શબ્દના તન્નિષ્ઠ ઉપાસક તો બીજા શબ્દાતીતના સહજ સાધક અને છતાં બન્નેની નિસબત એક જ : ભાષાની, સાહિત્યની; એ બે દ્વારા જીવનને આલોકિત કરવાની; બન્નેની ચિંતા એક જ : ઢોળાઈ-વેડફાઈ રહેલા આપણા સત્ તત્ત્વને, સંસ્કાર અને સદાચારની સારભૂત પરંપરાઓને બચાવી લેવાની અને તેને પુનઃ પ્રતિષ્ઠિત કરવાની. દેખીતી નજરે બન્નેના વ્યવસાય જુદા, અધ્યવસાય પણ જુદા અને છતાં સમાંતરે ચાલતી બે રેખાઓ જેમ ક્ષિતિજના બિંદુએ એકમેકમાં મળી જાય તેમ બન્નેની વિચારધારા તેમ જ કાર્યધારા કેવી એકરસ-એકાકાર બની રહેતી હતી, તેનો આલેખ આ પત્ર-ગ્રંથ દ્વારા સાંપડે છે. તદ્દન વિલક્ષણ કાર્યક્ષેત્રો ધરાવનારા આ બે જણ વચ્ચે પત્રવ્યવહાર થાય તે નવાઈની વાત તો ગણાય; પણ બન્નેના ભાવજગતને પ્રોડ્યાં હોય તેને માટે તો આ બે જણ વચ્ચે પત્રાચાર ન થયો હોત તો વધુ નવાઈભર્યું બની રહેત. આપણે ત્યાં બે પ્રકારના “પણ” જડે છે. કેટલાક જાણકાર તો કેટલાક જ્ઞાનમંડિતે; વિશેષજ્ઞ અને સુજ્ઞ. જેમને પોતાની જાણકારીનો ફાંકો હોય તે વિશેષજ્ઞ, અને જેમને પોતાની જાણકારી વિશે ખાસ સભાનતા ન હોય તે સુજ્ઞ. વિશેષજ્ઞના મન પર તેમની જાણકારીનો બોજ હમેશાં રહેતો હોય છે, જે તેમને તેમની જાણકારી બીજાઓને વહેંચવા આડે અવરોધ સરજતો રહે છે અને તેમને ખુદને અસરળ-ભારેખમ્મ બનાવી મારે છે. ત્યાં સુધી કે સામે પોતાના જેવા, પોતાના કે અન્ય ક્ષેત્રના-વિષયના જાણકાર આવી મળે, તોય આ વિશેષજ્ઞોનાં ભવાં સંકોચાવા જ માંડે. સુજ્ઞ જનોનું આથી સાવ ઊલટું હોય છે. જ્ઞાનગુમાનની ગાંસડી માથે લઈને ફરવાનો તેમને શોખ પણ નથી હોતો, અને મોખ પણ. વળી, પોતાને જે થોડું-ઝાઝું સાંપડ્યું હોય તેને વહેંચવામાં તેમને ભારે મોજ આવતી હોય છે. એમનો એક જ સિદ્ધાંત : ગમતાંનો કરવો ગુલાલ. એમાયે વળી જો કોઈ સરખેસરખી હેડીનો જાણતલ કે પરખંદો મળી ગયો, તો તો પછી જૈસે કલેકે પાતમેં પાત પાતમેં પાત ચતુરનકી બાતમેં બાત બાતમેં બાત Page #7 -------------------------------------------------------------------------- ________________ વાળો ખેલ જામી જાય ! વિભિન્ન ક્ષેત્રે અમુલખ કામ અને યોગદાન કરનારા બે સુજ્ઞ સારસ્વતો વચ્ચે રચાયેલા આવા જ એક મનભાવન ખેલનું ફરજંદ તે આ પત્ર-ગ્રંથ : સેતુબંધ. શુદ્ધ ઔપચારિકતા સાથે આરંભાયેલો, ખરેખર તો એક-બે પત્રો પૂરતો જ અલપઝલપ રહેવા સર્જાયેલો આ પત્રવ્યવહાર, બધા જ ઉપચારોના સીમાડા અતિક્રમીને જે રીતે પારસ્પરિક સઘન અને અવિચ્છિન્ન આત્મીયતાનો જનક બની ગયો, તે જોતાં આ આદાન-પ્રદાનને “પત્રસંચય' જેવા લૂખા નામને બદલે “સેતુબંધ' જેવું સલૂણું નામ મળે, તેમાં જ એની ગરિમા છે, અને એમાં જ પેલી સઘન આત્મીયતાનો મલાજો પણ જળવાય છે. આ બે શબ્દસ્વામીઓનો થોડોક સંસર્ગ માણવાનો મોકો મળ્યાની વાત, પૃષ્ઠભૂ-રૂપે, અહીં જ નોંધ્યું : હરિવલ્લભ ભાયાણી એટલે સૌના આદરપાત્ર ભાયાણી સાહેબ. એમનો જો કે હમેશાં આગ્રહ કે “મને ભાયાણીભાઈ કહો, સાહેબ નહિ'. “મુક્તક મકરંદ'માં એમના વિશે લખવાનું થયું ત્યારે તેમણે જાતે જ તે લખાણમાંથી “સાહેબ” શબ્દ કાઢી નાખીને “ભાઈ' શબ્દ મૂકી દીધેલો. પરંતુ ખરી વાત એ છે કે જેમની પાસે આપણે ભણ્યા હોઈએ તેમને માટે, તેમની ગમે તેટલી અનિચ્છા હોય તો પણ, આપણા મુખમાંથી અનાયાસે જ “સાહેબ” શબ્દ નીકળી જાય, એમાં આપણો શો વાંક? બાકી તો વિદ્વાનોના પૂરા વિશ્વમાં અને અભ્યાસીઓના સમગ્ર મંડળમાં તેમનું ભાયાણી સાહેબ” એવું Pet name સ્થપાઈ-છપાઈ ચૂક્યું જ હતું, આદરપૂર્ણ આત્મીયતાના ભાવપૂર્વક જ તો. - હાં, તો તેમની પાસે “અપભ્રંશ'ના શીખવાનો મને પૂરા ચાર મહિના મોકો મળેલો. થાકેલી ઉંમર, પ્રતિકૂળ સ્વાચ્ય, અમદાવાદનો તડકો અને રિક્ષાની હાડમારી- આ ચારે વાનને અવગણીને તેઓ શીખવવા આવતા. “અર્ધો-પોણો કલાક જ હું આપીશ,” એવી એમની જ પૂર્વશરત; અને આવ્યા પછી અઢી-ત્રણ કલાક કશી જ ચિંતા, ફરિયાદ કે ભાગદોડ કર્યા (ને કરાવ્યા) વિના બેસતા. અપભ્રંશ તો ઓઠું જ, બાકી તો જગતભરની જ્ઞાનની, શોધની, તત્ત્વની ચર્ચાઓ તેમની પ્રસન્ન અને મુખર વૈરકથામાં થયા કરતી. અલબત્ત, તેમનો સંપર્ક તો તે પહેલાંનો : ઘણા ભાગે હેમચન્દ્રાચાર્યની નવમી શતાબ્દી (સં. ૨૦૪પ)ના વર્ષ વખતનો. તેમનો પરિચય હું આ રીતે આપી શકું : “રમણીય વ્યક્તિત્વ. પંડિતરાજ જગન્નાથે રમણીયતાનું અર્થઘટન આપતાં લખ્યું કે “ક્ષણે ક્ષણે યર્સવતામુતિ, તહેવ રૂપે રમીયતાયા:', “રમણીયતાની આ વ્યાખ્યા, વિવિધ અર્થ-છટાઓમાં, જો વધુમાં વધુ કોઈ વ્યક્તિને બંધબેસતી આવતી Page #8 -------------------------------------------------------------------------- ________________ હોય તો તે ભાયાણી સાહેબને. કદાચ આ અભિપ્રાયથી જ મકરંદભાઈએ લખ્યું હશે કે “થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે” (પત્ર-૫). જ્યારે મળો ત્યારે નૂતન ઉન્મેષ, નવીન વાતો, નવા સંદર્ભો, નવી માહિતી, નવું નવું કશુંક કરવાની ધગશ પણ, પ્રેરણા અને ઉત્તેજન પણ.. ડૉ. ભાયાણી અને મકરંદ દવે- આ બન્નેના મિજાજની એક વિલક્ષણતા નોંધવા જેવી છે. ભાયાણી સાહેબ સ્વયં હાડોહાડ કૃતિશીલ. નિત્યનવાં સાહિત્યિક તથા સંશોધનનાં આયોજનો અને કાર્યકલાપ ચાલતાં જ હોય, ઊભાં થતાં જ હોય; એટલું જ નહિ, જે નજરે ચડ્યો તેને પણ કોઈ ને કોઈ તે પ્રકારના કાર્યમાં જોતરતા જ રહે. આમ, તેઓ સંપર્કમાં આવનારને સક્રિય બનાવી મૂકે. મકરંદભાઈનું તેથી સાવ વિપરીત. એ રહ્યા સાધનાના માણસ. એમની નજીક કોઈ આવે કે એ એને નિષ્ક્રિય બનાવી મૂકે. કોઈ ને કોઈ પ્રકારના જપ, સાધના કે તેવું કાંઈક ચીંધીને તેને તેમાં પરોવી દે. ભાયાણી સાહેબની આ પદ્ધતિ અને પ્રકૃતિએ, મારા જેવા મુનિને પણ, અનુસન્માન, પ્રકૃતિ પ્રસ્થ પરિષદ્ અને એવા એવાં અનેક પ્રયોજનોમાં જોતરી મૂક્યો ! ફલતઃ એમની સાથે સંશોધનાદિને અંગેનું સાહચર્ય કે સામીપ્ય તો રચાયું જ, પણ વર્ષોના વીતવા સાથે, એક અકળ પ્રકારનો લગાવ કે આત્મીયતા પણ બંધાઈ ગઈ. એ આત્મીય લગાવ જ, કદાચ, “સેતુબંધ' સાથે મને સાંકળી રહ્યો છે. હવે વાત કરું મકરંદભાઈની. એમની સાથે ક્વચિત્ (એક તરફી) પત્રસંપર્ક કરેલો. પરોક્ષ પરિચય વર્ષો જૂનો, એમનાં પુસ્તકોનાં વાંચન થકી. પહેલીવાર જોયેલા સાંતાક્રુઝ-મુંબઈમાં. પ્રથમ નજરે જ “ગેબનો નશો આજેલ ઓલિયો' લાગેલા. વર્ષો પછી નંદિગ્રામ જવાનું ને મળવાનું બન્યું, ત્યારે એ છાપ વધુ ઘટ્ટ બનેલી. ક્યારેક વિચાર આવી જાય: રામકૃષ્ણ પરમહંસ કેવા હશે? મકરંદભાઈ તેઓનો જ અંશાવતાર તો નહિ હોય ? એમના પ્રત્યે આદર વધુ, આત્મીયતા ઓછી. જો કે નંદિગ્રામની પ્રત્યક્ષતા પછી તો બન્ને વાનાં સરખે વજને પ્રવર્તે છે. એમને માટે મારું સંબોધન છે “કવિવર'. જો કે નિર્દોષ-હળવી ટીખળ માટે સુખ્યાત મકરંદભાઈએ તો “કવિવર” અને “વરકવિ” એમ બે શબ્દો યોજી-પકડીને “કવિવરનાં ચીંથરાયે ઉડાડી બતાવેલાં. પણ એમની એ ટીખળને હવે કોણ ગાંઠે ? શબ્દ-શબદના સાધન વડે શબ્દાતીતની, શબ્દાતીતનાં નિરનિરાળાં રૂપ-સ્વરૂપોની સાધના કરવી, એ મકરંદભાઈનો સ્વભાવ છે. હુંયે છેવટે તો સાધુ છું; એટલે એમની આ સાધનાનું ભારી ખેંચાણ મને વર્ષોથી સતત રહ્યું છે. વિવિધ ધર્મગ્રંથોની તથા ભિન્ન ભિન્ન સંપ્રદાયોની રહસ્યમયી વાણીનાં ગૂઢ રહસ્યો અનાવૃત કરવાં, અને તેને અત્યંત સુગમ છતાં ઓજસમઢી રીતે અભિવ્યક્તિ આપવી; અને એમ કરીને જે શબ્દાતીત છે, તેની સંપ્રદાયાતીત પ્રતિમાનાં આપણને દર્શન Page #9 -------------------------------------------------------------------------- ________________ કરાવવાં, આ મકરંદભાઈની અનન્યસાધારણ લાક્ષણિકતા કે પછી સાધના છે. આ થયું, મારા હૃદયમાં પડેલી, આ બે સુજ્ઞ જનોની છબીઓના આધારે, એક લસરકે નીપજી આવેલું રેખાંકન. એક વર્ષ અગાઉ અમે સૂરત હતા. “અવધૂ આનંદઘનની શબ્દચેતના” વિષયક સંગોષ્ઠીના સંદર્ભમાં કવિવર સાથે “વાચિકની આપલે ત્યાંથી થયા કરતી. એ અરસામાં જ એક દહાડો નંદિગ્રામથી કવિવરની દરખાસ્ત મળી : તમે ભાયાણી સાહેબના ગાઢ પરિચયવાળા છો. તેમના અને મારા પત્રો છે. મારું સ્વાચ્ય પ્રતિકૂળ છે. પત્રો છપાવવા છે. તમે માથે લ્યો. આપણા રામ તો રાજીના રેડ. એક તો મન કોળે તેવું કામ. ઉપરાંત એક સ્વાર્થવૃત્તિ કે આ બે વિદ્વજ્જનોના પત્રવ્યવહારમાં સંશોધન અને સાધના વિશે કાંઈ ને કાંઈ નવતર તો અથવા તો થોડાંક પણ સંકેત-છાંટણાં હશે જ; એ માણવાનો અવસર સામે ચાલીને આવે છે તો વધાવી લેવો જ ઘટે. મેં એ દરખાસ્તને કાચી ક્ષણમાં સ્વીકારી લીધી : વિષય અને કામનો પ્રકાર સાવ નવા હતા, ઝાઝી ગતાગમ પણ નહિ, છતાં “પડશે તેવા દેવાશે”ની બુદ્ધિથી જ તો. હવે કરીએ આ પત્રવ્યવહારની પૂર્વભૂમિકાની વાત : મળે તો આ બન્ને શબ્દસ્વામીઓ છે. બન્નેની એકમાત્ર નિસબત શબ્દની સાથે છે. એકે જીવનભર શબ્દને સેવ્યો છે, તો એક પળે પળે ને પદે પદે શબ્દ જીવ્યો છે. આપણે ભાગે શબ્દ જીવવાના આવે છે ને તે જેટલા જીવી શકીએ એટલા આપણા શબ્દો જીવતા થાય છે (પત્ર ૭૩)”, આ મકરંદભાઈના શબ્દો, ઉપરના વિધાનના સમર્થનમાં, ટાંકી શકાય. ભાયાણી સાહેબ માટે શબ્દ એ “જ્ઞાન”નું કામદુ સાધન છે; એમના શબ્દસેવનનો આધાર, ‘: શબ્દ: સભ્ય જ્ઞાત: Bયુ: સ્વ તો ૩ વધુ મવતિ' એ સિદ્ધાંત હશે એમ કહી શકાય. તો મકરંદભાઈ માટે શબ્દ એ બ્રહ્મ છે, પરમ બ્રહ્મની નિર્કાન્ત સંપ્રાપ્તિ કરાવી દેનારું. એમના માટે શબ્દસાધનાનો પાયો “શત્રે બ્રહ્મા નિષ્ણાત: પરં બ્રહ્માધિચ્છતિ’ એ “શબદ' હોવાનું માની શકાય. ભાયાણી સાહેબ ભાષાશાસ્ત્રના માણસ. ભાષાનું બંધારણ, શબ્દની વ્યુત્પત્તિ અને પ્રયોગ, તેમ જ પાઠની શુદ્ધિ એ એમના મુખ્ય વિષય. ગુજરાતી ભાષાનું ઐતિહાસિક વ્યાકરણ, વ્યુત્પત્તિવિચાર, શબ્દકથા તથા “પઉમચરિઉ' જેવાં અનેક સંપાદનો તથા સંશોધનો અવલોકીએ ત્યારે એમના વિષયનો તથા તેના વ્યાપનો અડસટ્ટો બાંધી શકાય. પોતાના વિષય પર પૂરી વૈજ્ઞાનિકતાથી કામ કરવું એ એમની નિષ્ઠા; એમાં ક્યાંય બાંધછોડ નહિ કે કાંઈ ઢીલું ઢાલું ચલાવી લેવાની વૃત્તિ નહિ. આ નિષ્ઠાએ જ Page #10 -------------------------------------------------------------------------- ________________ તેમને શબ્દજગતમાં સર્વમાન્ય બનાવીને સમકાલીનોમાં સર્વોચ્ચ આસને બેસાડ્યા, એમ કહીએ તો તેમાં અત્યુક્તિ નથી લાગતી. સંશોધન તેમનો પ્રિય રસ. પ્રાકૃત-પાલિ, અપભ્રંશ, જૂની-મધ્યકાલીન ગુજરાતી કે સંસ્કૃત-આમાંની કોઈ પણ ભાષાની રચના હોય તો તેની વિવિધ હાથપોથીઓ તથા વાચનાઓ ભેગી કરવી, તેના આધારે શુદ્ધ પાઠનિર્ણય કરવો, તેમાં ભ્રષ્ટ લાગતા પાઠને અન્યાન્ય પ્રમાણોના આધારે સુગ્રથિત કરવા, કેટલીકવાર કોઈ અન્ય આધાર ન જડે તો કલ્પનાના બળે, અર્થબોધની દૃષ્ટિએ વધુમાં વધુ બંધબેસતા જણાય તેવા પાઠ મુક૨૨ ક૨વા- આ એમની શબ્દઉપાસના કે શબ્દસેવન, જે આજીવન અવિરત ચાલતું જ રહ્યું. એમની આ વિજ્ઞાનપૂત શબ્દોપાસનાએ શબ્દાતીતના ઉપાસક કવિ મકરંદ દવેને પણ આકર્ષ્યા. પોતાની સાધના અને તજ્જનિત વિલક્ષણ-અંતરંગ તથા સ્વાનુભવસંવેદ્ય-અનુભૂતિઓને ‘સિદ્ધો’ના વચન-પ્રમાણનો આધાર મળે તો તે મેળવવાને તેઓ સદા ઝંખતા રહે. અંગત અનુભૂતિઓને બિનંગત બનાવવાનું મન કોઈવાર કોઈ વાતે તીવ્ર હોય, પણ સાધકની અનુભૂતિ ગમે તેટલી પ્રમાણિક અને અભ્રાંત સત્યાત્મક હોય તો પણ, જ્યાં લગી તેને સિદ્ધોની અનુભૂતિના ગર્ભમાંથી નીકળેલા શબ્દપ્રમાણનો આધાર ન મળે ત્યાં લગી તે ‘અંગત’ને ‘બિનંગત’ કેમ બનાવાય ? આ વાત તેમના જ શબ્દોમાં વાંચીએ : “મારી પાસે અભ્યાસનું ઝાઝું ભંડોળ નથી પણ મહાઅજ્ઞાતના અણચિંતવ્યા ધક્કાથી જાણે સમુદ્રમાં ફેંકાઈ ગયો હતો ત્યારે કેટલીક અનુભૂતિના ઝબકારા થઈ ગયા. વ્યક્તિગત અનુભવોને જ્યાં સુધી વૈશ્વિક-સર્વદેશીય, સર્વકાલીન-મર્મીજનોનો ટેકો ન મળે ત્યાં સુધી એને સ્વીકારવાનું મારું મન ના પાડે છે. અને આપણા વ્યક્તિપૂજક દેશ માટે તો સવિશેષ” (પત્ર-૫). આવી ટેક ધરાવનાર કવિવર ચાતક નજરે તેવા પ્રમાણ-આધારની ખોજ કર્યે રાખતા. વાચનાની શુદ્ધિ તથા શોધનના મહત્ત્વને તેઓ પૂરા હૃદયથી તથા બુદ્ધિથી પણ પ્રમાણતા. પરંતુ દીર્ઘકાલીન અભ્યાસ તથા અનુભવોને કારણે તેમના તે વિશેના વિચારો થોડાક જુદા પડતા. તેઓ માને છે કે હાથપોથીઓમાં કે ગ્રંથોમાં પાઠ અશુદ્ધ હોય કે ભ્રષ્ટ પણ હોય, તો તે માટે દરેક દાખલામાં, હરેક વખતે, માત્ર લેખકના કે લેખનના દોષને જ જવાબદાર ઠરાવવાની આપણે ત્યાં જે પ્રથા છે, તે બરાબર નથી લાગતી. ભલે ખાસ દાખલાઓમાં, પરંતુ કેટલીકવાર એવુંયે બની શકે કે ખુદ મૂળ રચનાકારે - પ્રણેતાએ જાતે જ જે તે રચનામાં ગ્રંથગરબડ ઊભી કરી દીધી હોય. તે રચનાકારના મનમાં એક ભય હોય કે આ લખાણ યથાવત્ રૂપમાં જેનાતેના હાથમાં જાય તો તેનો દુરુપયોગ થઈ શકે. આ કારણે, રચયિતા પોતે જ, કાં તો અમુક પાઠ કે અક્ષરો ટાળી દે, કાં તો તેમાં મૂળ-જરૂરી શબ્દોને સ્થાને બીજા જ શબ્દો કે પાઠ મૂકી આપે કે જે બીજાઓની નજરમાં ખંડિત, ભ્રષ્ટ કે અર્થ-હીન બની રહે. તો વળી ક્યારેક તેઓ એવું તો શબ્દાંતર કરી Page #11 -------------------------------------------------------------------------- ________________ આપે કે ચીલાચાલુ-સામાન્ય વાચક કે લેખકને કાંઈ સળ ન સૂઝે, પણ જે અઠંગ હોય, નિષ્ઠાવાન હોય, તેને તેનો ઉકેલ કે મર્મ અવશ્ય જડે. અને આ સમજણ આધારહીન કે તથ્યહીન પણ નથી. આપણે ત્યાં“વિદ્યયા સહ મર્ત્તવ્યં, ન ૨ તૈયા રુશિષ્ય", (8) (3) " नैतद्विदस्त्वयोग्येभ्यो ददत्येनं तथापि तु । हरिभद्र इदं प्राह नैतेभ्यो देय आदरात् ॥ अवज्ञेह कृताऽल्पापि यदनर्थाय जायते । अतस्तत्परिहारार्थं " આવું બધું પૂર્વસૂરિઓએ કહ્યું જ છે. વળી,શ્રીહર્ષે ‘નૈષધીયતિ’ મહાકાવ્યમાં સ્પષ્ટ નિર્દેશ્યું છે કે (યોગદૃષ્ટિસમુચ્ચય- ૨૨૬-૨૭) ग्रन्थग्रन्थिरिह क्वचित् क्वचिदपि न्यासि प्रयत्नान्मया प्राज्ञंमन्यमना हठेन पठिती माऽस्मिन् खलः खेलतु । श्रद्धाराद्धगुरुश्लथीकृतदृढग्रन्थिः समासादय त्वेतत्काव्यरसोर्मिमज्जनसुखव्यासञ्जनं सज्जनः ॥ ( २२ - १५२) આ બધા સંકેતો એક જ સૂચન આપે છે કે આ ‘વાણી’ અયોગ્યોના હાથમાં પડે તો દુરુપયોગ ને અનર્થ થયા વિના ન રહે; તે ટાળવા માટે આ અમારી જ નીતિરીતિ છે કે આમાં ગૂઢતા પ્રયોજવી. અને જે ‘યોગ્ય’ છે તે તો ગુરુ-આમ્નાય થકી જ, પાઠની, શબ્દની, અને તે રીતે અર્થાસ્નાયની તથા ઉપાસનાની પણ શુદ્ધિ સાધી જ લેશે. હજી ઊંડા ઊતરીએ. કેટલીક રચનાઓ એવી છે કે જેમાંથી અમુક ખાસ અંશ કે અંશો, જે તે રચનાકારે જ ગોપવી દીધા હોય. આમાં પાઠભ્રષ્ટતાની તો વાત જ નથી, સાક્ષાત્ પાઠલોપ જ હોય છે ! તો બીજી તરફ, કેટકેટલા મંત્રો વગેરે આજે પણ હાથપોથીઓમાં ઉપલબ્ધ છે, જે આખેઆખા પ્રાપ્ત થતા હોવા છતાં તેના પાઠોમાં વિપર્યય, ભ્રષ્ટતા, અશુદ્ધિ વગેરે ઠેર ઠેર જોવા મળે છે; એ તો ઠીક, પરંતુ કેટલાક મંત્રજ્ઞો(!) તેનું તેવા ને તેવા ગરડિયા રૂપમાં મુદ્રણ પણ કરાવતા હોય છે ! નાથ-સંપ્રદાયની ધારાના ‘જૌતજ્ઞાનનિય' નામે તંત્રગ્રંથમાં તો વળી અત્યંત સ્પષ્ટ શબ્દોમાં આ પદ્ધતિ પ્રયોજાયાનો નિર્દેશ મળે છે : "तेषां सुशब्दवादिनां सुशब्दग्रहविनाशाय अर्थशरणतामाश्रित्य क्वचिद् वृत्ते अपशब्दः । क्वचिद् वृत्ते यतिभङ्गः । क्वचिद् अविभाजकं पदम् । क्वचिद् वर्णस्वरलोपः । क्वचिद् वृत्ते दीर्घो ह्रस्वः, ह्रस्वोऽपि दीर्घः । क्वचित् पञ्चम्यर्थे सप्तमी, चतुर्थ्यर्थे षष्ठी । क्वचित् परस्मैपदिनि धातौ आत्मनेपदं, आत्मनेपदिनि परस्मैपदम् । क्वचिदेकवचने बहुवचनं, बहुवचने एकवचनम् । पुंलिङ्गे नपुंसकलिङ्गं, नपुंसके पुंलिङ्गम् । क्वचित् 10 Page #12 -------------------------------------------------------------------------- ________________ तालव्यशकारे दन्त्य-मूर्धन्यौ, क्वचित् मूर्धन्ये दन्त-तालव्यौ, क्वचिद् दन्त्ये तालव्यमूर्धन्या। एवमन्येऽपि अनुसर्तव्याः तन्त्रदेशिकोपदेशेनेति । इत्येवमादयोऽप्यपशब्दास्त-दन्येऽपि योगिनाऽवगन्तव्या आगमपाठादिति । एवं टीकायामपि सुशब्दाभिमाननाशाय लिखितव्यं मया अर्थशरणतामाश्रित्य इति ।" (કૌલજ્ઞાનનિર્ણય, સં. પ્રબોધચન્દ્ર બાગચી, કલકત્તા સંસ્કૃત સિરીઝ નં.૩, ઈ. ૧૯૩૪) કેટલો સ્પષ્ટ છે આ નિર્દેશ ! આવું હોય ત્યાં પાઠશોધન, પાઠનિર્ધારણ કરવાનું કેટલું વિકટ બની રહે ! અને જૈન ધારામાં પણ હેમચન્દ્રાચાર્યના શિષ્ય દેવચન્દ્રમુનિ-રચિત વન્દ્રત્તેવિનયકર નામક નાટકમાં અનેક મંત્રાક્ષરો ગૂઢ-રૂપે ગૂંથવામાં આવ્યા જ છે. લાગે લલિત સાહિત્ય-નાટક, પણ તેમાં આ રીતે અનેક યૌગિક-તાંત્રિક રહસ્યો છુપાવવામાં આવ્યાં હોય, એ પ્રાચીનોની આર્ષ પરંપરા રહી છે. અલબત્ત, આમાં અશુદ્ધતાનો કે ભ્રષ્ટ પાઠનો સવાલ, કદાચ નથી; પરંતુ અર્થઘટનનો અને અર્થઘટન સુધી લઈ જાય તેવા પાઠનો નિર્ણય કરવાનો પ્રશ્ન તો આવે જ. માત્ર વ્યાકરણ-કોશ આદિને આધારે થતા અર્થને વળગવા જઈએ, તો અનર્થ તો થાય જ, સાથે તત્ત્વથી વંચિત પણ રહી જઈએ. ભાસ્કરાચાર્ય જેવા વિદ્વાનોએ આ પ્રકારના પાઠોનાં કેટલાંક માર્ગદર્શક અર્થઘટનો સ્પષ્ટ કર્યા પણ છે. મકરંદભાઈની મૂંઝવણ કહો કે જિજ્ઞાસા – એટલી જ હોવાનું સમજાય છે કે વ્યાકરણ તથા શબ્દપ્રયોગની દૃષ્ટિએ દેખાતાં અલનો કે ભ્રષ્ટ પાઠો સુધારવાની પ્રક્રિયા ભલે થતી રહે. પરંતુ તે માટેની જેમ ચોક્કસ પદ્ધતિ પ્રાપ્ય છે તેવી, જાણીબૂઝીને કરવામાં આવેલી અશુદ્ધિ કે પાઠભ્રતાને પરખવાની તથા તેમાં સુધારો મેળવીને તેના યથાર્થ અર્થ પામવા માટેની કોઈ પ્રમાણભૂત કે આધારભૂત પદ્ધતિ, સંશોધનરત શબ્દશાસ્ત્રીઓ પાસે છે કે કેમ ? અને તે ન હોય, તો રચયિતાના આશયને, તથા સાધનાની દૃષ્ટિએ થતા સાચા પાઠ તથા તેના અર્થઘટનને ઉકેલવાની અણઆવડત ક્યારેક આપણને ઊંધે પાટે એટલે કે વધુ ખોટા પાઠ તથા અર્થની કલ્પના ભણી ઘસડી જાય એમ પણ ન બને ? આ વાતને મકરંદભાઈ આ રીતે વાચા આપે છે : “આપણે માટે સંશોધનને પગલે પગલે બોધન જાગતું આવે તો જ એમાં પ્રાણનો પ્રવેશ કે જીવનનો સંચાર. તમે તો આવી ઉપાસના કરો જ છો એટલે એ વિષે વધુ નથી લખતો. માત્ર એટલું કહીશ કે ભાષાવિજ્ઞાન ભાષાનું ગોમુખ ઉઘાડવાની દિશામાં આપણને લઈ જાય તો ઉત્તરવાહિની ગંગાનું ત્યાં જ કાશીધામ (પત્ર-૫).” પોતાની આ મૂંઝવણ-મથામણને ઉકેલવાની દિશામાં મકરંદભાઈએ આદરેલો એક સબળ પ્રયત્ન એટલે ભાયાણી સાહેબ સાથે થયેલો તેમનો આ પત્રવ્યવહાર. 11 Page #13 -------------------------------------------------------------------------- ________________ ભાયાણી સાહેબની વૈજ્ઞાનિકતા, તર્કનિષ્ઠા, અને પ્રમાણિકતા પ્રત્યે તેમને નિઃસંદેહ વિશ્વાસ હતો. તેથી તેમણે વિચાર્યું કે મારી મૂંઝવણ હું એકલો - એકલો વેઠું, તે કરતાં ભાયાણી સાહેબને પણ તેમાં જોડું, તો કદાચ કાંઈ ઉકેલ કદીક જડી પણ જાય. આખરે તો વાદે વાદે જાયતે તત્ત્વબોધઃ - એમાં જ મજા છે ને ! ★ આ પત્ર-વ્યવહારનો પહેલો પત્રસંપુટ ‘ચુનરી-ચુંદડી' શબ્દના મુદ્દે થયો છે. ચુંદડી એટલે મંગલ-ઓઢણું. ચુંદડી શબ્દ સ્વયં પણ મંગલ શબ્દ. એટલે શુકનમાં આરંભે જ સવળા ગણેશ એવા બેઠા કે પત્રવ્યવહાર ઘણો લાંબો પણ ચાલ્યો, અને સંપૂર્ણ ઔપચારિક સંબોધન ‘પ્રિય ભાયાણી સાહેબ'થી શરૂ થયેલો આ વ્યવહાર, પછી અત્યંત ત્વરિત ગતિએ ઘનિષ્ઠ આત્મીયતાભર્યા સખ્યમાં ફેરવાઈ ગયો, અને સંબોધનમાં એ સખ્ય ‘આત્મીય ભાઈ એ શબ્દોમાં ડોકાવા માંડ્યું. પત્રોનો સૂક્ષ્મતાથી અભ્યાસ કરનારને જણાઈ આવશે કે બન્ને સુજ્ઞ જનો ક્યાં, ક્યારે, કેટલી હદે એક મંતવ્યવાળા થયા; કયા મુદ્દાઓ પરત્વે બન્નેના મતો ભિન્ન જ રહ્યા કે ભિન્ન પડ્યા; અને એ રીતની મતભિન્નતા છતાંયે બન્ને વચ્ચે પારસ્પરિક સ્નેહ અને સૌહાર્દનો ઝરો કેવો વહેતો-વિકસતો જ રહ્યો ! વિતંડાની શાસ્ત્રીય કડવાશનો છાંટોય ક્યાંય જોવા ન મળે ! ભાયાણી સાહેબને નજીકથી જાણનારાને બરોબર ખ્યાલ હોય કે તેઓ ઈશ્વર, પુનર્જન્મ, પરલોક, આત્મા, પુણ્ય, પાપ જેવી બાબતોમાં લગભગ નાસ્તિકતાનું વલણ ધરાવનારા માણસ હતા. તેમનો મદાર તર્ક ઉપર રહેતો, શાસ્ત્રો અને માન્યતાઓ ઉ૫૨ નહિ. ખુદ ભાયાણીજી આ મુદ્દે લખે છે તે વાંચીએ : “જન્માંતરની, પરલોકની મારી સમજ તદ્દન ધૂંધળી છે અને એ અંગે હું સંશયાત્મા છું (પત્ર-૧૦૨)”. પરંતુ, તેમનામાં માનવીય શુભ તત્ત્વો, અસત્ તત્ત્વો પ્રત્યેનો અલગાવ, જ્ઞાન તથા જીવનનો ઉલ્લાસ, પ્રમાણિક-મધુર વ્યવહાર- આ બધાં વાનાં એવાં હતાં કે તેમની નાસ્તિકતા ભાગ્યે જ કોઈને વાગતી કે નજરમાં આવતી. અથવા એમ પણ કહી શકાય કે ભીતર પડેલી આસ્થા અને આસ્તિકતાને તેઓ બાહ્ય નાસ્તિકતાના આભાસી કોચલા હેઠળ ઢબૂરી રાખનારા જણ હતા. આ પત્રો ઝીણવટથી વાંચનાર જોઈ શકશે કે આવા નાસ્તિકતાના આશક વિદ્વાનને પણ મકરંદભાઈએ આત્મીયતાના ઓઘમાં ન્હેવડાવતાં જઇને આસ્તિકતાનો પાસ કેવો લગાડી દીધો છે ! અથવા તો તેમણે ઢબૂરી રાખેલી આસ્તિકતાને કેવી નજાકતભરી સિફતથી અનાવૃત્ત કરી આપી છે ! તો એની સામે, ભાયાણી સાહેબ પણ કાંઈ કમ નહોતા. તેમણે પણ પોતાની ઉલ્લાસમઢી સક્રિયતાનો ચેપ કવિવર જેવા સાધકને લગાડી વાળ્યો છે અને તેમને અબોલા રાણીને બોલતી કરવાના જ્ઞાનયજ્ઞમાં તેઓ જોતરી શક્યા છે. કેવું મધુર છે આ બધું ! ★ 12 Page #14 -------------------------------------------------------------------------- ________________ આપણે ત્યાં પત્રવ્યવહારના વિવિધ સંચયો મુદ્રિત રૂપમાં ઉપલબ્ધ છે. એમાં મહાત્મા ગાંધી, સરદાર પટેલ જેવાના રાજકીય-ઐતિહાસિક દસ્તાવેજ જેવા પત્રસંગ્રહો મળે, તો રવીન્દ્રનાથ ઠાકુરના સાહિત્ય અને સૌંદર્યનો સૂર રેલાવતા સંગ્રહ પણ મળે. શ્રી અરવિંદના આધ્યાત્મિક ગૂઢવાદપરક પત્રસંગ્રહ પણ હોય, તો કવિ કલાપીનાં, પ્રેમતત્ત્વનું ગાન ગાતા. સંગ્રહ પણ છે. સ્વામી આનંદ અને ઝવેરચંદ મેઘાણી વગેરેના લોકસાહિત્ય, જીવનદર્શન અને સમાજચિંતનને વણી લેતા સંચયો પણ હોય. અને આધુનિક સાહિત્યસેવીઓને સાહિત્યલક્ષી તથા સંશોધનલક્ષી પત્રસંગ્રહો પણ મળે જ. એ રીતે જોઈએ તો આપણું પત્રસાહિત્ય કાંઈ ઓછું સમૃદ્ધ નથી. આ સમૃદ્ધિમાં ઉમેરો કરતા અને પોતાની આગવી ભાત ઉપસાવતા, મકરંદ દવે સાથે સંબંધિત બે પત્રસંગ્રહો ગુજરાતી સાહિત્યને સાંપડ્યા છે : ૧. સ્વામી અને સાંઈ, ૨. સેતુબંધ; એ પણ એક સંતૃપ્ત કરનારી ઘટના છે. “સ્વામી અને સાંઈમાં મકરંદ દવેનો સ્વામી આનંદ સાથેનો “આધ્યાત્મિક પત્રવ્યવહાર આપણને મળ્યો છે. તો “સેતુબંધ'માં મકરંદ દવેનો હરિવલ્લભ ભાયાણી સાથેનો પત્રસંપર્ક આપણી સમક્ષ પ્રગટ કરવામાં આવ્યો છે. આ પત્રવ્યવહારને અધ્યાત્મનો પુટ પામેલ સંશોધનલક્ષી પત્રવ્યવહાર” કહી શકાય. વસ્તુતઃ આ પિત્રવ્યવહારનો ઉદ્ભવ જ સંશોધનની ચોક્કસ આવશ્યકતામાંથી થયો છે. અને સમગ્ર પત્રવ્યવહારનો પ્રધાન સૂર પણ સંશોધનતરફી જ વર્તાયા કરે છે. પરંતુ સાથે સાથે એમ પણ કહેવું ઉચિત ગણાશે કે સંશોધનતરફી એ મુખ્ય સૂરને આધ્યાત્મિકતાનો સુવર્ણઢોળ ચઢાવવાની એક પણ તક મકરંદભાઈ ચૂક્યા નથી જ. બીજી રીતે એમ કહી શકાય કે શબ્દ અને અધ્યાત્મનો સુભગ સંગમ એટલે “સેતુબંધ'. - “સ્વામી અને સાંઈમાં એ બન્ને વચ્ચે ૨૦ વર્ષ (૧૯૫૫-૧૯૭૫) સુધી થયેલા પત્રવ્યવહારનું સંકલન-સંપાદન થયું છે, તો “સેતુબંધમાં મકરંદભાઈ અને ભાયાણી સાહેબ વચ્ચે ૧૯૮૮ થી ૨૦૦૦ એમ ૧૨ વર્ષમાં થયેલ પત્રાચારનું સંકલન મળે છે. પ્રથમ પત્રવ્યવહાર સ્વામીની પહેલથી પ્રારંભાયો છે, તો બીજામાં મકરંદભાઈ તરફથી પહેલ થઈ છે. મકરંદભાઈનું હાડબંધારણ કે કુળગોત્ર મૂળે એક સાધકનું : અગોચર પરમતત્ત્વના આરાધકનું. બહુ વહેલી વયે જ, જેને “સાક્ષાત્કાર' કહી શકાય તેવી અનુભૂતિની ભઠ્ઠીમાં તેઓ ગુજર્યા છે, શેકાયા છે ને પરિપક્વ પણ બન્યા છે. આ વાતના ઇશારા, “સ્વામી અને સાંઈમાં વારંવાર અને સ્પષ્ટ રૂપમાં, તો “સેતુબંધ'માં ક્વચિત્ અને તે પણ મોઘમ કે માર્મિક રીતે, પામી શકાય તેમ છે. એમની સનાતન મૂંઝવણ એ રહી છે કે આ નિતાંત નિજી અથવા અંગત અનુભવની વાત કોઈને કરવી હોય તો કોને કરવી ? બધું મળે દુનિયામાં; પણ વાતવિસામો' મળવો દોહ્યલો. એક અનુભવી વૃદ્ધે કહેલું એકવાર કે “દાગીના મૂકવા 18 Page #15 -------------------------------------------------------------------------- ________________ લૉકર મળી રહે, પૈસા મૂકવા માટે બેન્ક પણ મળે છે; પણ હૈયાની વાત મૂકવા માટે લાયક જગ્યા મળવી બહુ મુશ્કેલ છે.' જેને તેને વાત કરાય નહિ. કોઈ અનર્થ કરે, કોઈ હસી કાઢે, કોઈ દુરુપયોગ પણ કરે; અને એવાને વાત કરવાથી સાધકને પ્રત્યવાયહાનિ થાય તે તો નફામાં. વળી, વાત એવાને કરાય, જે આવી વાતોમાં આંધળી શ્રદ્ધા કરવાને બદલે બુદ્ધિ અને હૃદયનાં ઓજારોનો ઉપયોગ કરી જાણતો હોય, વાતનું હાર્દ પ્રીછી-પકડી શકતો હોય, અને કાંઈ ગૂંચ કે મૂંઝવણ આવી પડે તો તેનો ઉકેલ લાવવામાં મદદરૂપ થઈ શકે તેવો હોય. કવિ-સાધક મકરંદભાઈને આવા વાતવિસામાની અછત કેટલી વસમી બનીને કનડતી રહે છે, તે તેમના જ શબ્દોમાં જોઈએ ઃ (૧) “સ્વામીજી, મારા જીવનને ઘેરી એક અજબ વસ્તુ કામ કરી રહી છે તે કોને જઈને કહું ? ‘ગૂઢારથ જી બોલિયું' સંત ડાડો મેકરણ કહે છે તેની ગઠરી ખોલવાનું કોઈ ઠેકાણું નથી ને હું ભીતર બચકી બાંધીને બેઠો છું.' (સ્વામી અને સાંઈ, પત્ર-૨૩, પૃ. ૨૨) (૨) “મારું દુઃખ એ છે કે મારી સામે વિપુલ ભંડાર પડ્યો છે. તેમાં અત્યંત સત્ત્વશીલ ને સ્વાદુ પદાર્થો છે. પણ આજનો માણસ આરોગવા ઇચ્છે ને પચાવી શકે એટલું જ પીરસવું રહ્યું.” (સેતુબંધ, પત્ર - ૪૬) ગમતાંનો ગુલાલ કરવાની આદત, પડ્યા પછી, ગુલાલ ઉડાડી શકાય તેવું પાત્ર ન મળે ત્યારે, કેવી અકારી વેદના જન્માવતી હશે ! કવિને ગરજ છે ‘મનેર માનુષ'ની (સ્વા.સાં.પૃ.૮૬). એને શોધવામાં તેમણે સન્ન પરિશ્રમ વહોર્યો હશે, અને આ ‘જણ’માં એ ‘મનેર માનુષ’ જડી જશે એવો ભરોસો બેસતાંવાર તેઓ હરખભેર, કશા જ કારણ કે પ્રસંગ વિના પણ, પોતાની અનુભવગઠરિયાં તેની આગે ખોલી બેઠા હશે- તેવું, આ બન્ને પત્ર-ગ્રંથોના અવગાહનથી આપણે કળી શકીએ તેમ છીએ. આપણે જાણવા પામીએ કે પામ્યા છીએ ત્યાં સુધી કવિને આવા ‘મનેર માનુષ’ની ઉપલબ્ધિ બે જણમાં થઈ : સ્વામી આનંદમાં અને હરિવલ્લભ ભાયાણીમાં અલબત્ત, ઝવેરચંદ મેઘાણીમાં પણ તેમને ‘મનેર માનુષ’ સાંપડ્યો હશે તેમ, આ ગ્રંથના પરિશિષ્ટમાં મૂકેલા, મેઘાણી-સન્માન-વેળાએ કવિવરે કરેલ પ્રવચન ઉપરથી માની શકાય તેમ છે, પરંતુ તે અંગેની અધિકૃત વિશેષ સામગ્રી, મારી જાણ-સમજ મુજબ, કવિવર પાસેથી આપણને મળવાની હજી બાકી છે. ભાયાણી સાહેબમાં કવિવરને ‘મને૨ માનુષ' જડી આવ્યાના વિધાનના સમર્થનમાં પત્ર ક્ર. ૧૦૧નો હવાલો આપી શકાય. કશા જ પૂર્વાપર સંબંધ વિના કે કોઈ પ્રયોજન વિના કવિવરે પોતાની અનુભવ-ઘટના તે પત્રમાં જે રીતે ટાંકી છે, તે 14 Page #16 -------------------------------------------------------------------------- ________________ આત્મીયતાના ઊંડા કે સઘન ભાવ બંધાયા વિના શી રીતે શક્ય બને ? ભાયાણી સાહેબ જેવા પ્રખર બુદ્ધિવાદી અને પોતાને “સંશયાત્મા’ ગણાવનાર માણસ પણ આ આત્મીયતાના સંસ્પર્શે હલી ઊઠ્યા છે અને જવાબ વાળતાં લખે છે કે “તમારા હમણાંના અનુભવને લગતી અને તેને નિમિત્તે કેટલીક વિગ્રંભવાર્તા કરવા માટે તમે મને પાત્ર ગણ્યો તેથી તમારા “આત્મીય ભાઈ એ સંબોધનને અર્થનો નવો પુટ મળ્યો છે (પત્ર-૧૦૨)”. અને, એક સાધકને, એક નીતર્યા બૌદ્ધિકમાં “મનેર માનુષ” જડી ગયા પછી, આત્મીયભાવ કેવો હૃદયસ્પર્શી બને છે તે પણ અહીં જ જોઈ લઈએ. પત્ર ક્ર. ૧૦૧માં મકરંદભાઈ લખે છે : “આધ્યાત્મિ-ક-ના કોઈ જ વાઘા વિના આપણી જે મૈત્રી થઈ છે, તમે જે મારી કાળજી લીધી છે, મને ભાષાકીય અને ભાવગત વિષયોમાં જે સ્નેહથી સદાય તત્પર રહી સહાય કરી છે, તેનું મારે મન બહુ મૂલ્ય છે. સદ્દગુરુમાં અને સંપ્રદાયોમાં હૃદય ઠર્યું નથી એ આવા પ્રીતિસંબંધોમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે.” (પત્ર-૧૦૧) “તમારા આગ્રહને તો અનુગ્રહ માનું, આજ્ઞાથે માનું. ભાઈ, તમે માત્ર ભાષાના પંડિત હોત તો વિનયથી માથું નમાવી ચાલતી પકડત. પણ મારી, કેટલાક શબ્દની પ્રથમ પૃચ્છાથી જ તમે વરસ્યા છો ને “ભાવગ્રાહી આત્મીય ભાઈ બની રહ્યા છો. અધ્યાત્મ-અધ્યાત્મ તો ઠીક, પણ આ જ માનવ-હૃદયની મોટી મૂડી છે. God Speaks through whisper of a Friend, And all his love and light descend.” (પત્ર-૧૦૪) મનેર માનુષ'ને શોધી લીધા પછી તેને નિતાંત “નિજનો જણ' બનાવવાની આ કેવી મથામણ ! ભાવાર્દ્રતાનો આ કેવો હૃદયંગમ વળાંક !. આ આત્મીયતાનાં પગરણ પ્રથમ પત્રથી જ મંડાયાં હતાં, અને તેની પહેલ ભાયાણી સાહેબ તરફથી થઈ હતી, એ પણ, ભારે મજાની બાબત છે. ભાયાણી સાહેબ શુદ્ધ બુદ્ધિનિષ્ઠ માણસ; એ કદી ભાવુક કે લાગણીવશ બનવાનું વિચારે પણ નહિ. એમાંયે નવોસવો પત્ર-પરિચય હોય તેવી વ્યક્તિ સાથેના પ્રારંભિક-ઔપચારિક તબક્કાના વ્યવહારમાં પહેલે જ ધડાકે લાગણીનો સંસ્પર્શ અનુભવે- અનુભવાવે તે તો, તેમની અસલી તાસીરનો વિચાર કરીએ તો, કલ્પી પણ ન શકાય. પણ મને લાગે છે કે મકરંદભાઈ સાધક તરીકે જેટલા સરળ, તેટલા જ કવિ તરીકે નટખટ હશે. સામી વ્યક્તિને કે તેની લાગણીને કેમ-કેવી રીતે અને ક્યારેછેડવી તે કળામાં તેઓ પાકા માહેર હોવા જોઈએ. લાગણી-હીણાનેય લાગણીભીના બનાવવાની કળાના એ સ-કળ-પુરુષ હશે એમ હું તો અટકળ કરું. એમણે પહેલા જ 15 Page #17 -------------------------------------------------------------------------- ________________ પત્રમાં “ચુંદડી' વિશે પૂછાવ્યું, અને તેનો જવાબ મળે, ને વળી ઝટ મળે, ને વળી જવાબ આપનારને જરા પણ ખર્ચ-કષ્ટ વેઠવું ન પડે તેવી અહિંસક ગણતરીપૂર્વક, જવાબી અન્તર્દેશીય પત્ર બીડી દીધો ! એ જવાબી પત્ર બની ગયો ઉદ્દીપન વિભાગ : ભાયાણી સાહેબની સદૂભાવસભર લાગણીના તારને છેડી આપનારો વિભાવ. અને એ છેડાયેલા તારનો પહેલો સૂર આમ પ્રગટ્યો : “જવાબી અન્તર્દેશીય બીડ્યો એ ઠીક ન કર્યું. એટલોય હક્ક તમારો મારા પર નહિ?” (પત્ર - ૧) એક વાત નોંધવી પડે : આ પ્રશ્નમાંથી આત્મીયતાનો જે સૂર નીતરે છે તે બે ચિરપરિચિત, સમાનશીલ-વ્યસન મિત્રોની દીર્ઘકાલીન આપ-લે પછી જ નીતરી શકે તેવો સૂર છે. બાકી પ્રથમ પત્રવ્યવહારમાં જ આવી હક-દાવાની વાત-રજૂઆત કોઈ બે જણ વચ્ચે થાય તે તો અસંભવ જ ! આનું રહસ્ય એક જ : આ બન્ને મહાનુભાવોના મનમાં પરસ્પરના ચિરકાલીન પરોક્ષ પરિચય-જન્ય સૌમનસ્ય ને સદૂભાવ કેવવાયેલાં-ધરબાયેલાં જ હશે, ને તે તક મળતાં જ આમ ઉબુદ્ધ થઈ ગયાં ! આ પછીની પત્રાવલીમાં તો ઠેરઠેર એકમેક માટેની ચિંતા, કાળજી, શરીર અને તબિયત સંભાળવાની વડીલશાઈ સલાહ-શિખામણો- આ બધાંનો અવિરત પ્રવાહ વહેતો જોવા મળે છે, જે સુવિકસિત થયે જતી આત્મીયતાનું આનુષંગિક ફળ હોવાનું લાગે છે. પરંતુ, આત્મીયતાની સાચુકલી અને અંતરંગ ગરવાઈ તો પત્ર ક્ર. ૧૩૬ તથા ૧૩૮માં પ્રગટ થતી જોવા મળે છે. પત્ર ૧૩૬માં ભાયાણી સાહેબ પોતાના ચિત્તમાં પ્રગટેલા- પ્રવર્તેલા વિષાદનું, અને તેના નિદાન પરત્વે પોતે કરેલા પૃથક્કરણનું વિગતે બયાન આપે છે. અંતઃપુરની અંગત જણસ જેવો, જેનેતેને કે જ્યાં ત્યાં ન કહી શકાય તેવો, અને જેની સાથે વૈચારિક અભિન્નતા સધાઈ હોય તેને જ – ગુફતગૂરૂપે કહેવાય, તેવો આ આખો મુદ્દો છે. આવો મુદ્દો ભાયાણી સાહેબ, પત્ર દ્વારા, કવિવર ઉપર સંપ્રેષિત કરે છે, તે સ્વયં એક ઘટના છે- આત્મીયતાને આપ્તતામાં બદલી નાખનારી ઘટના. વિસ્તારનો ભય અને દોષ વહોરીને પણ તે પત્ર અહીં ઉતારું: ..... મન અસ્વસ્થ રહે છે. ઊંડે ઊંડે વ્યાપક વિષાદ, આવા વિષાદનું આક્રમણ પહેલી જ વાર થયું છે.... “બહારથી કશો ફરક પડ્યો નથી. પણ બધાની વ્યર્થતા સતત ડોકાય છે. રાજકારણ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, મધ્યમવર્ગીય ભોગવિલાસમાં રચીપચી રહેણીકરણી, “આસુરી” બળોની વધતી જતી બોલબાલા – આવું બધું અત્યારે તો થોડીક પણ આસપાસ નજર ફેરવનારને વગર પ્રયાસે આંખમાં અથડાય. તો બીજી બાજુ, સ્વાર્થની કશી ચિંતા કર્યા વિના, પીડ પરાઈ જાણનાર પણ નાનાં નાનાં જૂથોમાં સર્વત્ર છે જ. અને માનવીય-આધ્યાત્મિક આચારવિચાર સેવનારાની 16. Page #18 -------------------------------------------------------------------------- ________________ ખોટ નથી—એમ બુદ્ધિથી હું સમજું છું. પણ રોજબરોજ જે બધું અથડાયા કરે છે. તેથી આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? કઈ દિશા ? એવો અવાજ ઊઠ્યા કરે છે. સ્વાથ્ય ઢીલું પડ્યું, આવજા અટકી ગઈ, માત્ર તેના જ પરિણામ લેખે આ ઘટાવી શકાય તેમ નથી. હું બધી વસ્તુમાં ઓછોવધતો રસ લઈ શકતો, તેની જગ્યાએ Withdrawal ની મનોદશા પ્રભાવક બનવા લાગી છે. આ વિષના મારણ તરીકે તમારી પાસે જે નોળવેલ છે, તે મારી પાસે નથી. “નાભિનંદતિ ન લેષ્ટિ ન શોચતિ ન કાંતિ', “દુઃખેડૂબુદ્વિગ્નમનઃ સુખેષ વિગતસ્પૃહદ' - એ બધું કંઠસ્થ છે, પણ “શા માટે' એવો અવાજ સંભળાતો રહે છે. ....બધા દાર્શનિકોને - ભક્તોને નહીં- જે દુરિતના, અનિષ્ટના તત્ત્વ પજવ્યા છે, તેનું સમાધાન તો જાતે જ ટૂંઢવું રહ્યું.” (પત્ર - ૧૩૬). આ શબ્દોમાંથી ટપકતો વિષાદ એ “ઉગકે “ડિપ્રેશન' નથી. એ તો છે યાતના, એક આખા ને આખા યુગની અને સમાજની બદલાઈ ગયેલી કે બદલાતી તાસીર અને તસ્વીરના સૂક્ષ્મ અને સ્વાનુભવાત્મક નિરીક્ષણની ફલશ્રુતિરૂપે યુગચિંતક-માનસમાં વ્યાપેલી યાતના. એને ‘વિષાદયોગ” એવું નામ અવશ્ય આપી શકાય. અને આવી સાત્ત્વિક યાતનાને કારણે મિત્રનું હૃદય ભાંગી પડે એ, સર્વ સ્થિતિમાં “પરમ'નો અનુગ્રહ અનુભવનારા કવિવર શું બરદાસ્ત કરી લે ? એ તો અંગારા પર વળવા માંડેલી રાખને ફૂંક મારીને ઉડાડી મૂકતા હોય અને અંગારાને પાછો ચેતવતા- વધુ પ્રજ્વલિત બનાવતા હોય તેવી અદાથી, મિત્ર પર પેલી “નોળવેલ” મોકલી આપે છે : પહેલી જ વાર તમારા પત્રમાં વિષાદ અને નિરર્થકતાની છાયા પડી.... આપણે એવા વાતાવરણમાં જીવવાનું આવ્યું છે કે વિષાદ ન થાય અને નિરર્થકતા ન લાગે તો જ નવાઈ. સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ વિઘાતક બળોનું જ ચડી વાગે છે. આપણા મનમાં ઊઠતા પ્રશ્નો : આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? આપણને Withdrawal તરફ લઈ જાય, એ શક્તિનો હ્રાસ કરતી ઉદાસીનતા નહીં પણ વધુ શક્તિસંપન્ન થવાની શોધ બની જાય તો ? આપણે શરીરથી જીર્ણ થતાં જઈએ ને સાથે મન પણ ઢીલું પડવા લાગે ત્યારે જ અંદરના પાતાળઝરાને પ્રગટ કરવાની વેળા આવે છે. કાળી રાતમાં ખળખળ વહેતું જીવનદાયી ઝરણું. મારી તો પ્રાર્થના છે કે આ વિષાદ, આ નિરર્થકતાની લાગણી આશીર્વાદ બની રહો. મને ઘણીવાર લાગ્યું છે કે મનથી સમજીએ, બુદ્ધિથી સ્વીકારીએ, દુનિયાની રીત આવી જ છે ને રહેશે તેવું સમાધાન કરી લઈએ, પણ તેથી કાંટો જતો નથી. “યહ દુનિયા કાંટોકા ખેત, જવ લગે જીર્વે તબ લગ ચેત” - એ ગોરખવાણી ચેતવણી આપે પણ ચેતના જગાડતી નથી. એ ચેતના આપણે જાતે જ જગાડવી રહી. “જૈસી ધૂણી અતીત કી, જબ દેખો તબ આગ'. અંગારા ઓલવાય નહીં ને રાખ ન વળી જાય 17 Page #19 -------------------------------------------------------------------------- ________________ આપણા પ્રાણાગ્નિ પર.... મારા મનમાં તો એક જ પ્રાર્થના રમ્યા કરે છે કે તમારો સ્વાભાવિક આનંદરસ છલકતો રહે. તમારી સૌન્દર્યદષ્ટિ આ ધૂળ-રાખ-પાપના ઢગલાને ભેદી નવાં, તાજાં કિરણો વીણી લાવે. એક ભજન : દીસે છે ! ધૂળકા ઢગામાં યે જ્યોત જલત હૈ મિટ્યો અંધિયારો અંત૨ કો-(રવિ)” (પત્ર-૧૩૮) આત્મીયતાનો આ આક્ષતાભીનો, સાત્ત્વિક વળાંક ભારે સંતર્પક ને સોહામણો જેમને પોતાની મર્યાદાઓનું ભાન હોય તેમની ઊંચાઈ અમર્યાદ હોય- આ એક વિલક્ષણ છતાં અનુભૂત સત્ય છે. જે બે સુજ્ઞ જનોનો આ પત્ર-સંવાદ છે, તે બન્ને આવી ઊંચાઈ ધરાવતા સુજ્ઞો છે, અને તેના અણસાર આ સંવાદમાં ઠેરઠેર જડી આવે છે. પોતાની મર્યાદાનું ભાન; પોતાનો ન હોય તે વિષયનું જ્ઞાન ધરાવનાર માટે સ્નેહાદ૨; પોતાને જ્યાં-જે ન સમજાય તે અંગે અન્યને જિજ્ઞાસાભાવે પૂછવામાં લેશ પણ છોછ નહિ, બલ્કે આનંદ જ; આ બધાં છે ઊંચાઈ વધારી આપનારાં પરિબળો. આ તમામ પરિબળો આ બન્ને સુજ્ઞ જનોમાં સુપેરે હોવાનું આ પત્રોનો અભ્યાસ કરનારને જણાઈ આવશે. એક-બે દાખલા જોઈએ. ભાયાણી સાહેબ મકરંદભાઈને ‘તારા' દેવીનો ફોટો મોકલે છે અને સિદ્ધ યોગીઓ વિશે પણ લખે છે, તે અંગે મકરંદભાઈએ જરાક ગમ્મત કરતાં લખ્યું કે “કહેવાનું એટલું જ કે ભાષાની ઉપાસના કરતાં કરતાં દેવીની ઉપાસના કરવાનું મન તો નથી થયું ને ?” (પત્ર-૯૬); ત્યારે એ ગમ્મતનો જવાબ આપતી વેળા ગંભીર થવાનું જરા પણ જરૂરી ન હોવા છતાં, પોતાની ક્ષમતાઓ તથા મર્યાદાઓ વિશે પૂરેપૂરા સભાન ભાયાણી સાહેબ પૂરી ગંભીરતા સાથે લખે છે : “તમે દેવી-ઉપાસનાની વાત કરી. મારી દૂરાસના જ રહી છે. મુનિદત્તે ટાંક્યું છે : સ્થૂલં શબ્દમયં પ્રાહુઃ સૂક્ષ્મ ચિન્તયા રહિત યત્ તત્ ચિન્તામયં તથા । યોગિનાં પદમવ્યયમ્ અમે બધા સ્થૂલમાં.' તો આવી જ સભાનતા મકરંદભાઈમાં પણ છે જ. દા.ત. “એમાંના પાઠના અમુક શબ્દો વિશે પ્રશ્ન થાય છે. ‘ગોરી તારે ત્રાજુડે રે...' એ પદની બીજી કડીમાં ‘ગોફણે ઘુઘરી ઘમકે રે....’ છે - ‘ગોફણે' બરાબર છે ? ભરતભાઈ કહે છે કે કદાચ 18 11 (પત્ર-૯૭) Page #20 -------------------------------------------------------------------------- ________________ બઘુંટણે' તો નહીં હોય?” (પત્ર-૯૬) ' અર્થાતુ, પોતાનો વિષય ન હોય તો બારોબાર જાતે જ ફેરફાર કે નિર્ણય ન કરી લેતાં તેના અધિકારી જ્ઞાતાને પૂછવું અને તે કહે તે જ માન્ય રાખવું- આ જ છે પોતાની મર્યાદાનું ભાન અને સામાના જ્ઞાન પ્રત્યેનો આદર. આવાં તો આ પત્રાચારમાંથી અનેક ઉદાહરણો ટાંકી શકાય તેમ છે, જેને લીધે આ બેય સુજ્ઞજનોની ઊંચાઈનો આપણને અંદાજ મળી શકે છે. ભજનો, ધોળ અને ગરબીની ચર્ચા, શોધખોળ, પાઠનિર્ણય અને તેનું તેની પરંપરાનું જતન તથા તે માટેનાં અનેક આયોજનો - આ મુદ્દે આરંભાયેલો આ પત્રવ્યવહાર, અનેકવિધ નાના મોટા મુકામોમાંથી પસાર થતો થતો, અબોલા રાણીની કથા, શાકુંતલ અને મૃચ્છકટિકના યૌગિક અર્થો સુધી લઈ જાય છે. આ મુકામોનું વૈવિધ્ય તો જુઓ ! એમાં શબ્દોનાં મૂળ અને કુળની, દેશ-વિદેશના વિદ્વાનોની અને તેમના સંશોધનકાર્યની, બૌદ્ધ સિદ્ધો, જૈન મુનિઓ તેમજ વિવિધ ધારાઓના સિદ્ધસાધકોની, તેમની સાધના અને રચનાઓની અને તેમનાં મૂળ શોધવાની, અને આવા આવા તો કેટકેટલા વિષયોની જિકર થઈ જોવા મળે છે ! બન્ને વિદ્વાનો, ક્યારેક કાવ્ય-શાસ્ત્ર-વિનોદ કરાવે છે; ક્યારેક મર્મભર્યાં હાસ્યની છોળો ઉછાળે છે; ક્યારેક “આત્મપુરાણવર્ણવે છે; ક્યારેક રસિકતાનીતરતી સૌંદર્યદૃષ્ટિનાં દર્શન કરાવે છે; ક્યારેક વળી સમાજ, શિક્ષણ, સાહિત્ય, રાજકારણ, ધર્મ વગેરે તમામ ક્ષેત્રોમાં આજે પ્રવર્તતી પ્રદૂષિત પરિસ્થિતિ પરત્વે વિષાદરંગી પણ નિદાન અને ઉપચાર સૂચવતી મર્મવેધી વિચારણા આપે છે; અને અધ્યાત્મના તથા સાહિત્યના ગહન પદાર્થોની તાત્ત્વિક ચર્ચા તો ઠેકઠેકાણે પથરાયેલી મળે છે. એકબે મુદ્દા પ્રત્યે ધ્યાન ખેંચવું છે. પત્ર ક્ર. ૧૨૧માં મકરંદભાઈએ “બોદાનો નેસ' નામે જગ્યા છે એ બૌદ્ધોનો વિહાર હશે.” એમ લખ્યું છે. તે અંગે સ્પષ્ટતા કરું કે “બોદો' નામનો માણસ હતો, તેણે વસાવેલો કે તેના નામે વસેલો નેસ (થોડાં ખોરડાંવાળો કો) તે બોદાનો નેસ છે. તેને “બૌદ્ધ સાથે કશી નિસબત નથી. બીજું, તે જ પત્રમાં તેમણે લોકોક્તિ ટાંકી છે : “ચાંચડ માકડ જૂને જતી, એને મારવામાં પાપ જ નથી.” આ પ્રકારની ઉક્તિઓ, કહેવતો કે રૂઢિપ્રયોગો, લગભગ દરેક ધર્મ-સંપ્રદાય અને તેના દેવ તથા સાધુઓ વિશે લોકપ્રવાહમાંથી સાંપડતી હોય છે. જેમકે “હસ્તિના તાદ્યમાનોડપિ, ન ગચ્છજ્જૈનમંદિર” એ પ્રસિદ્ધ ઉક્તિ જૈનોએ યાજ્ઞિક હિંસાનો નિષેધ કર્યો તેથી બ્રાહ્મણોએ પ્રચલિત કરી છે, ને તે ઘણી પુરાણી પણ છે. 19 Page #21 -------------------------------------------------------------------------- ________________ મકરંદભાઈએ ટાંકેલી ઉપરોક્ત લોકોક્તિ, ગુજરાતમાં હેમચન્દ્રાચાર્યની પ્રેરણાથી રાજા કુમારપાલ સોલંકીએ અમારિ-પ્રવર્તન કર્યું, એ અરસામાં માંકડ કે જૂને મારનારો પણ કઠોર દંડને પાત્ર બનતો હતો, તેની પ્રતિક્રિયામાંથી ઉદ્ભવેલી લોકોક્તિ હોવાની પાકી સંભાવના છે. આ પ્રકારની ઉક્તિઓ તથા પ્રયોગો જૈન સિવાયના સંપ્રદાયો-સાંપ્રદાયિકો માટે પણ પ્રયોજાયા કરી જ છે. અને સહદ્મશઃ મતવૈવિધ્યમાં વહેંચાયેલા વિશાળ સમાજમાં આવું બધું તો હોવાનું જ. અને છેલ્લે થોડીક ઔપચારિકતાઓનો પણ નિર્વાહ થવો ઘટે. સેતુબંધ'ના પત્રવ્યવહારના પ્રકાશનનો સૌ પહેલો વિચાર મકરંદભાઈને સ્ફરેલો. તેમણે જ આ વાત ભાયાણી સાહેબને લખી જણાવી (પત્ર-૧૧૪). ભાયાણી સાહેબે પણ વળતા પત્રમાં આ વાતમાં સંમતિ દર્શાવી (પત્ર ૧૧૫), અને આવો સંગ્રહ થાય તો તેનું નામ “સેતુબંધ' રાખવાનું પણ તેમણે જ સૂચવ્યું (પત્ર-૧૧૬). આવું કોઈ પુસ્તક થાય તો તેનું સંપાદન – પ્રકાશન કોણ કરે તે મુદ્દાઓનો વિમર્શ પણ આ પત્રોમાં જ થયેલો છે. પરંતુ ગમે તે કારણે તે કાર્ય ઠેલાયું હશે, તે આજે આ રીતે- આ સ્વરૂપે થઈ રહ્યું છે, તેનો સૌને આનંદ છે. ભાયાણી સાહેબ હવે નથી, તે વાતે ઊંડી ખિન્નતા જરૂર છે, પરંતુ તેમની સંમતિ-સ્વીકૃતિના રૂપમાં તેઓ ઉપસ્થિત છે જ તેમ માનીને નિર્વાહ કરવો જ રહ્યો. હું પદયાત્રી જૈન મુનિ છું. આ કાર્ય હાથ પર લીધું ત્યારે અમે ગુજરાતથી કર્ણાટક પ્રદેશની વિહારયાત્રામાં છીએ. આ કારણે રૂબરૂ મળવાનું, કાંઈ પડપૂછ કરવાનું કે કોઈ શબ્દ-અક્ષર ન ઊકલે તો તેનો ઉકેલ મેળવવાનું નિતાંત અશક્ય હતું. પત્ર દ્વારા જેટલું પૂછાય ને જવાબ મળે તેમાં જ સંતોષ ધરવાનો. એટલે આ સંપાદનમાં ક્યાંક કશીક શાબ્દિક ક્ષતિ રહી ગઈ હોય તો તેનો ઇન્કાર નહિ કરું. જાણકારો તે ક્ષતિ સુધારી લે તેટલો અનુરોધ જ કરીશ. આ સંપાદનના કામમાં વધુમાં વધુ સહાયક બન્યા છે ડૉ. નિરંજન રાજ્યગુરુ. મને અપેક્ષિત બાબતોના ખુલાસા મેળવવા માટે તેઓ મારા અરધા વેણે ગોંડલથી નંદિગ્રામ ગયા, બધા ખુલાસા મેળવ્યા, નોંધ્યા; ખૂટતી સામગ્રી શોધી કાઢી, અને તે બધું જ મને “તાર'ની ઝડપે પહોચતું કર્યું. વળી, આ કાર્ય-અન્વયે જ મારી સૂચના મળતાં તેઓ, તેમના મિત્ર પ્રા. રવજીભાઈ રોકડ (જેતપુર) સાથે ઠેઠ બેંગલોર આવ્યા ને ચાર દિવસ રહીને ઘણી સહાય પૂરી પાડી. તેમનો ઋણ સ્વીકાર કરવો જ જોઈએ. આ સમગ્ર પત્રવ્યવહારમાં કેટલાક પત્રો નથી, ખૂટે છે, તે જોઈ શકાશે. તેમાં ભાયાણી સાહેબના અમુક પત્રો નંદિગ્રામથી મળવા જોઈતા હતા, તે હાથવગા નથી 20. Page #22 -------------------------------------------------------------------------- ________________ થયા. તો મકરંદભાઈના પણ પૂરા ચૌદ પત્રો મારી સામેની સામગ્રીમાં ગેરહાજર હતા. એ પત્રો વિના જ, ૧૪૬ પત્રોના સંચય રૂપે આ પુસ્તક પ્રકાશિત કરવાની અમારી ગણતરી હતી. ફાઇનલ પ્રૂફ ઓર્ડરમાં જવાની તૈયારીમાં હતું, અને તે જ વખતે એક ઘટના બની. ‘ઇમેજ’ પ્રકાશન તરફથી, અપ્રત્યાશિત રૂપે, એક પેકેટ મને મળ્યું. તે ખોલ્યું તો તેમાં મકરંદભાઈના જે ચૌદ પત્રો ખૂટતા હતા તે ચૌદે ચૌદ પત્રોની ઝેરોક્સ નકલ ! અતિપતિાનિ પતિ તે આનું જ નામ ? એ પત્રો આ સંચયમાં ઉમેરતાં હવે આ પ્રકાશન ૧૬૦ પત્રોનું થાય છે. આ ચૌદ પત્રો સંપ્રાપ્ત કરાવી આપવા બદલ ‘ઇમેજ' પ્રકાશનના સહુ કોઈનો ઋણસ્વીકાર ધન્યવાદની લાગણી સાથે કરવો ઉચિત સમજું છું. સામાન્ય રીતે પ્રેસનું કામ તૈયાર પ્રેસકોપીને કંપોઝ ફરી છાપી આપવાનું ગણાય. પરંતુ ક્રિષ્ના ગ્રાફિક્સવાળા હરજીભાઈ તથા કિરીટભાઈને મેં આ વખતે જરા કપરી કામગીરી સોંપી : બેય પત્રલેખકોના વિલક્ષણ મરોડ તથા અક્ષરોને ઉકેલીને પત્રો પરથી જ મેટર કંપોઝ કરવાની કામગીરી. આ કામગીરી તેમણે રૂડી પેરે નિભાવી છે, અને પછી પણ મહિનાઓ સુધી વારંવાર પ્રૂફ કાઢવા- સુધારવાનું કામ ચાલ્યા જ કર્યું, તે પણ તેમણે કંટાળ્યા વિના કરી આપ્યું છે, તે બદલ તેમને પણ ધન્યવાદ ઘટે છે. આમ છતાં, આ સંપાદનમાં દૃષ્ટિકોણ કે મુદ્રણદોષ નહિ જ રહ્યા હોય તેવો દાવો ન જ કરી શકાય. એટલે આવા કોઈ દોષ નજરે ચડે તો તે સુધારીને વાંચવા સૌને અનુરોધ છે. ૩-૧૦-૨૦૦૨ 21 -શીલચન્દ્રવિજય Page #23 -------------------------------------------------------------------------- ________________ અનુસંધાન’નું એક પગલું ભાયાણી સાહેબના અને મારા પત્રોનો આ સંચય પ્રગટ થાય છે ત્યારે મારા મનમાં એક ખટકો રહી જાય છે. આ પત્રો ભાયાણી સાહેબની હાજરીમાં પ્રગટ કરવાનો ઇરાદો હતો. એમણે નામ સૂચવેલું “સેતુબંધ'. પણ આપણી વચ્ચેથી અચાનક એ અનંતની યાત્રાએ ઊપડી ગયા. મારા પહેલા પત્રથી જ એમણે જવાબી ઈન્વેન્ડ ન બીડવાનું અને જુદાઈ ન રાખવાનું જણાવ્યું ત્યારથી જ અમારી વચ્ચે સ્નેહનો તંતુ વણાઈ ગયો. અમારે મળવાનું ઓછું બન્યું અને મળ્યા ત્યારે સાંજ ઢળવા આવી હતી. ભજન-શિબિર વખતે અહીં નંદિગ્રામમાં, ભાવનગરમાં અને ફરી એકવાર નંદિગ્રામમાં મેળાપ થયો. આરામ માટે થોડો સમય અહીં આવે એવા ઘાટ ઘડ્યા પણ અધૂરા રહ્યા. ભાયાણી સાહેબનું ઉલ્લ હાસ્ય આ ભૂમિમાં આજે પણ એવું જ તાજું વિલસી રહ્યું છે. મારા માટે આનંદની વાત તો એ છે કે મુનિશ્રી વિજયશીલચન્દ્રસૂરિજીએ આ પત્રોનું સંપાદન કરવાનું સ્વીકાર્યું. ભાયાણી સાહેબ અને મારી સાથે મુનિશ્રીનો નાતો એવો આત્મીય રહ્યો છે કે એમને હાથે સંપાદન થાય એથી વધુ રૂડું મને ભાસતું નથી. મને ઓછામાં ઓછી તકલીફ પડે એનું ધ્યાન રાખી મુનિશ્રીએ ઝીણી ઝીણી પૃચ્છાઓનો વિગતવાર જવાબ આપવાનું કાર્ય ભાઈ નિરંજન રાજ્યગુરુને સોંપ્યું. નિરંજન તથા તેના જોડીદારોએ સત્વર અને સવિસ્તૃત માહિતી મોકલી આપી. ઘણી ઝીણવટ અને ચીવટથી આ મિત્રોએ કાર્ય પાર પાડ્યું. આભાર માનવાનું મન થઈ આવે છે પણ એનોયે ભાર શા માટે રાખું ? એટલે આપણા રામ તો હળવાફૂલ. “સ્વામી અને સાંઈ પછી જુદા પ્રકારની આ પત્રગોષ્ઠી પુસ્તકરૂપે પ્રગટ થાય છે. તમને તેમાંથી વિચારવા અને જીવવા જેવી વાનગી મળશે તો તે આપણો સહિયારો આનંદ હશે. મકરન્દ દવે ૨૦-૮-૨૦૦૨ નંદિગ્રામ 22 Page #24 -------------------------------------------------------------------------- ________________ 23 સેતુબંધ Page #25 -------------------------------------------------------------------------- ________________ द्वा सुपर्णा सयुजा सखाया समानं वृक्षं अभिषस्वजाते । तयोरन्य: पिप्पलं स्वादु अत्ति अनश्नन् अन्यः अभिचाकषीति ॥ (आथर्वणोपनिषत्) 24 Page #26 -------------------------------------------------------------------------- ________________ (૧) મકરન્દ્રભાઈ, પૂછપરછ નિમિત્તે તમારો અણધાર્યો પત્ર મળતાં ખરેખર આનંદ થયો. અવારનવાર કશાક નિમિત્તે તમને યાદ કરવાનું હમણાં કેટલીક વાર થયું છે. બીજો પત્ર વિગતે અલગ પત્ર લખું છું. પહેલાં તો તમે પૂછાવ્યું તે બાબત તમારી ધારણા સાચી છે. શાસ્ત્રીજીએ ‘ચૂંદડી’ને ‘ચંદ્ર’ સાથે જોડવાનો તુક્કો વગર વિચાર્યે લગાવ્યો હશે એમ કહેવું પડે છે. પણ ‘બૃહદ્ ગુજરાતી કોશ'માં તેમણે એ ભૂલનું પુનરાવર્તન નથી કર્યું. ત્યાં માત્ર હિન્દી ‘ચૂંદરી, ચૂનરી' સરખામણી માટે આપ્યા છે. ‘ચૂંદડી’નું જૂનું રૂપ ‘ચૂનડી’ (જેમ ‘પર્ણ’ પ્રાકૃત ‘પન્ન’, જૂની ગુજ. ‘પાન’ + ડું =‘પાનડું’, પછી પાંદડું). અમદાવાદ ૨૫ મે ૧૯૮૮ લેટિન tenur જૂ—ફ્રેંચ tendre =tender જૂ.અંગ્રે. thonar > thunder પંચદશ > પન્નરસ, પન્નરહ > પંદર, (વૈદિક) સૂનર > સુન્દર; હિન્દી બોલીઓમાં ‘ડ'નો ઉચ્ચાર ‘૨’ તેથી ‘ચૂનરી’. આ ‘ચૂનરી’ ‘ચૂનડી’ એ ‘ચૂની’નું લઘુતાવાચક રૂપ છે. ‘ચૂની’, ‘ચુની’ (ઉચ્ચારભેદે‘ચુન્ની’)નો એક અર્થ હિન્દી કોશોમાં માણેક કે એવા બીજા રત્નનો ઝીણો ટુકડો' એમ નોંધેલો છે. આ ઉપરથી જ નાકની ‘ચુન્ની’ કે ‘ચૂક’. ‘ચુનરી’નો પણ એક અર્થ ‘ચુન્ન’ કે ‘લાલ રંગ કા નગીના' આપેલ છે. હવે ‘ચૂનરી’ કે ‘ચૂંદડી’ એટલે ‘રંગીન વસ્ત્ર, જેની વચ્ચે વચ્ચે સફેદ ટીપકી હોય', કે ‘ચૂંદડી પાડવી’ એટલે ‘ઝીણાં ઝીણાં ટપકાં કે કાણાં પાડવાં' એવા અર્થો અને એ પ્રયોગોને ધ્યાનમાં લેતાં સહેજે સમજાશે કે જે વસ્ત્ર ૫૨ હીરાકણી કે એવી ટીપકીઓની ભાત હોય તે ‘ચૂની’– ‘ચૂનડી’– ‘ચૂંદડી’– પછી તો બાંધણી ભાતના સાળુ માટે કે તેને મળતી સાડી વગેરે માટે સમયભેદે અને પ્રદેશભેદે તે વપરાતો થયો હોય. અંદર ચાંદલા જેવા ટપકાં હોય તોયે શબ્દસ્વરૂપને ‘ચંદ્ર’ કે ‘ચાંદ' સાથે કશો સંબંધ નથી. જવાબ માટે અંતર્દેશીય બીડ્યો એ ઠીક ન કર્યું. એટલો ય હક્ક તમારો મારા પર નહીં ? કુંદનિકાબહેન મજામાં હશે. સેતુબંધ હ. ભાયાણીના નમસ્કાર ૧ Page #27 -------------------------------------------------------------------------- ________________ (૨) મકરન્દ્રભાઈ,. વચ્ચે તમારી તબિયત ઘણી નરમ થઈ ગયાનું જાણ્યું હતું, પણ હવે સારું છે, અને તમે લોકો કેટલોક સમય મુંબઈ તો કેટલોક સમય નંદિગ્રામ હો છો એમ ભાઈ ઘનશ્યામ, સુરેશ વગેરે સાથે અવારનવાર વાતચીતમાં જાણેલું. છેલ્લાં થોડાક વરસથી ‘લોકસાહિત્ય’ને સંશોધનદષ્ટિએ જોવાનું મારે થાય છે, અને એ જીવંત ભારતીય પરંપરા વિશે વાંચવાલખવાનું અવારનવાર બને છે. મારો ઘણો સમય પ્રાકૃત—અપભ્રંશ સાહિત્યની અપ્રકાશિત કૃતિઓને સંપાદિત કરી પ્રકાશમાં મૂકવા પાછળ આપવાનો રહે છે, અને ત્રણેક વરસ ગુજરાતી ભાષાના ઐતિહાસિક વ્યાકરણને તૈયાર કરવામાં, તો હમણાં એકાદ વરસથી મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં મળતી કથા-વાર્તાઓનો કોશ તૈયાર કરવામાં સમય ખરચાય છે, એટલે મધ્યકાલીન ભક્તિસાહિત્ય, પદો, ભજનો વગેરેના સંશોધન-વિવેચન માટે ભાગ્યે જ સમય બચે છે. ‘નવનીત–સમર્પણ'માં અને અન્યત્ર તમારું ભજનોનું માર્ગદર્શન અને આસ્વાદ કરાવતું લખાણ વચ્ચે વચ્ચે જોઉં છું, પણ પુસ્તકાકારે જે પ્રકાશિત થયું છે તે જોઈ શક્યો નથી. મારાં દાદીમાને ઘણાં વૈષ્ણવ અને સંતપરંપરાનાં ધોળ, ભજન, પદ, કંઠસ્થ હતાં અને નાનપણમાં મેં વારંવાર તેમની પાસેથી સાંભળેલાં. તેઓ તો ૧૯૫૭માં ગુજરી ગયાં, પણ ઠેઠ હમણાં મને થયું કે એ બધું તો હવે લુપ્ત થઈ રહ્યું છે તો જે કાંઈ મને થોડુંક યાદ છે તે ટપકાવી લઉં. આથી મેં ત્રીશેક જેટલાં ધોળ, ગરબી, ભજન વગેરે થોડાંક અધૂરાં, થોડાંક પૂરાં— નો પાઠ અને તેમના ઢાળ જે રીતે મને યાદ હતા તેના સ્વરાંકન સાથે (એક મિત્રની મદદથી) પ્રકાશન માટે તૈયાર કરી છપાવા મોકલી આપ્યાં છે, અને મહીનામાસમાં તે બહાર ૧પડશે. આનો નિર્દેશ હું એટલા માટે કરું છું કે પરદેશમાં હમણાં હમણાં આપણા સંત—ભક્તોના મધ્યકાલીન સાહિત્ય અંગે ખૂબ ઊંડાણ અને લગનથી સંશોધન થઈ રહ્યું છે— તે કદાચ તમે પણ જાણતા હશો. ચોથી આંતરરાષ્ટ્રીય ભારતીય ૨ અમદાવાદ તા. ૨૫-૫-૮૮ ૧. હિર વેણ થાય છે રે હો વંનમાં' સં. હરિવલ્લભ ભાયાણી, પ્રકા. ગુ.સા. અકાદમી, ઈ. ૧૯૮૮ સેતુબંધ Page #28 -------------------------------------------------------------------------- ________________ પરંપરાગત ભક્તિસાહિત્યને લગતી પરિષદ સપ્ટેમ્બર ૧ થી ૪ કેમ્બ્રિજ ખાતે મળી રહી છે, અને એ વિષયમાં કામ કરતા થોડાક અંગ્રેજ, ફ્રેન્ચ અને જર્મન વિદ્વાનો સાથે મારો સંપર્ક છે. એમના કામ ઉપરથી મને હમણાં વિચાર આવ્યો કે ગુજરાતના મધ્યકાલીન પદસાહિત્યનો જે વિપુલ રાશિ છે તેની નોંધણી, સર્વેક્ષણ અને જરૂરી પ્રકાશન માટે આપણે પ્રયાસ કરવા જોઈએ. એ દિશામાં કશીક વ્યવસ્થિત યોજના કરવા હું વિચારી રહ્યો છું – પ્રયાસ કરતાં, કામ કરનારાઓની અને ધનની વ્યવસ્થા કરવી એવી મુશ્કેલ નથી. એ જ રીતની બીજી એક યોજના અત્યારે ગ્રામીણ ગુજરાતમાં જે ભજન ગાવાની અને ભજનમંડળીની પરંપરા છે તે દસવીશ વરસમાં લુપ્ત થાય તે પહેલાં તે વિશેની માહિતી– ક્યાં, કયા કયા ભજન, કેવા ઢાળમાં, જ્યારે કોનાથી ગવાય છે, તેની ગામવાર, કોમવાર, પ્રદેશવાર, નોંધણી સંગ્રહીત કરી લેવી જોઈએ. નિરંજન રાજયગુરુ જેવાને કામ સોંપવું જોઈએ. મારે વરસમાં બેત્રણવાર મુંબઈ જવાનું થાય છે. તમે ત્યાં હો એ અરસામાં જોગ થશે તો નિરાંતે મળવાનું મન છે. ભાઈ નિરંજન રાજયગુરુ હમણાં થોડાક સમય પહેલાં તમારી પાસે રહી ગયા અને ઘણા રાજી રાજી હતા. તેમની “ઊર્મિ–નવરચના'માં પ્રકાશિત થતી હરિજન અને અન્ય ભજનિકોને લગતી નોંધો મેં હમણાં પેરિસ યુનિવર્સિટીની અધ્યાપિકા ડો. માલિઝ (એમણે નરસિંહ મહેતાના પદોનો ફેંચ અનુવાદ પ્રકાશિત કર્યો છે, અને પુષ્ટિમાર્ગીય પરંપરામાં ગવાતાં ધોળ વિશે એક મોટો સંશોધનલેખ હમણાં પ્રકાશિત કર્યો છે)- એમને પહોંચાડી. તેઓ હમણાં ગુજરાતના મુસ્લિમ ભજનસાહિત્ય (ગિનાનના સાહિત્ય) પર સંશોધન કરી રહ્યાં છે. તમારું લેખનકાર્ય તો સતત ચાલતું હોય છે. નંદિગ્રામની યોજનાની કેવીક પ્રગતિ છે? અહીંના પ્રમાણમાં ત્યાં ગરમી ઓછી અને શાંતિ ઘણી હશે. અનુકૂળતાએ લખશો. હ.ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #29 -------------------------------------------------------------------------- ________________ ૪ (૩) મકરન્દભાઈ, ‘રામસભામાં અમે રમવાને ગ્યાંતાં’ એ પદનું વિવેચન તમે કશેક કર્યાનો મારો ખ્યાલ છે– જો એ લેખ સંગ્રહમાં આવી ગયો હોય તો સંગ્રહનું નામ જણાવશો— મેં તેને મારા ધોળ—ગરબી—સંગ્રહમાં લીધું છે અને તેના પાઠ ઉપ૨ જે નોંધ લખી છે તેમાં નિર્દેશ કરવો છે. --- અમદાવાદ તા. ૨૭-૫-૮૮ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #30 -------------------------------------------------------------------------- ________________ (૪) નંદિગ્રામ ૩૧ મે, ૮૮ પ્રિય ભાયાણી સાહેબ, તમારું કવર મળી ગયું ને આજે પો. કા. મળ્યું. તમે તો મને સ્નેહથી ભીંજવી દીધો. “ચૂંદડી'ની વ્યુત્પત્તિ વિષેનું તમારું મંતવ્ય મેઘાણીના પત્રોની પ્રસ્તાવનામાં લઉં ને ? જવાબી ઈન્ફન્ડ માટે કાન પકડું છું. અને હવે વધુ તકલીફ આપવા માટે ક્યાંક પરવાનો મળી ગયો હોય એમ માનું છું. “રામસભામાં..’ વિવેચન ભજનરસ’ નામના સંગ્રહમાં પ્રગટ થયું છે, ‘નવભારત પ્રકાશન તરફથી છપાયું છે. મારી પાસે અહીં નકલ નથી, નહીં તો મોકલી આપત. દાદીમા જે ધોળ, ભજન, પદ ગાતાં તે તમે સ્વરાંકન સાથે પ્રગટ કરો છો જાણી ઘણો આનંદ. અહીં “નંદિગ્રામમાં ધામા નાખી આ હણાઈ–તણાઈ જતી દોલતને સંઘરી રાખી સવાઈ જીવતી કરવાના મનોરથ છે એ અંગે વિગતે પછી. મકરન્દના વંદન સેતુબંધ Page #31 -------------------------------------------------------------------------- ________________ (૫). નદિગ્રામ ૧ જૂન ૧૯૮૮ પ્રિય ભાયાણીસાહેબ, તમારા પત્રનો જવાબ લખવા બેસું ત્યાં પાંચ પુસ્તકો-પાંચ દીવા ચેતાવી ગયા. થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે. “ઋચામાધુરી', “કાલિદાસ–વંદના', “કૃષ્ણ—કાવ્ય”, “ભારતીય સંસ્કારપરંપરા અને આપણે', તથા “ભાષાસાહિત્યનું પ્રાણસંકટ' આ બધાં પુસ્તકોમાં ચેતનની ઉપાસના અને જ્યાં જ્યાં ચેતન હણાય છે ત્યાં ઉપજતી ચિંતા જોઈ શકું છું. ભાઈ, તમે એક નવી કેડી કંડારી આપી છે. હવે તેના પર યાત્રીઓ પગલાં માંડતા થાય એ જોવા હું ઝંખું છું. ભૂતકાળને ગૌરવમાં આપણે ખેંચી જવા નથી માગતા પણ પથિકૃત્, દ્રષ્ટાઓ પાસેથી ભાતું બાંધી વધુ ઊજળા ભવિષ્યનું નિર્માણ કરવા મથીએ છીએ. ‘નંદિગ્રામ' પાછળ આવો જ એક નાનકડો પથદીપ પ્રગટાવવાની ઇચ્છા છે. - તમારાં ઘણાબધાં મહત્ત્વનાં રોકાણોમાંથી સમય ફાળવી અહીં થોડા દિવસ આવો એમ કહેવાનું મન થઈ જાય છે. મારી પાસે અભ્યાસનું ઝાઝું ભંડોળ નથી પણ મહાઅજ્ઞાતના અણચિંતવ્યા ધક્કાથી જાણે સમુદ્રમાં ફેંકાઈ ગયો હતો ત્યારે કેટલીક અનુભૂતિના ઝબકારા થઈ ગયા. વ્યક્તિગત અનુભવોને જયાં સુધી વૈશ્વિક– સર્વદેશીય, સર્વકાલીન– મર્સીજનોનો ટેકો ન મળે ત્યાં સુધી એને સ્વીકારવાનું મારું મન ના પાડે છે. અને આપણા વ્યક્તિપૂજક દેશ માટે તો સવિશેષ. સિદ્ધોની વાણીમાં, સંતોનાં ભજનોમાં અને પૂર્વ તેમ જ પશ્ચિમના સ્વસ્થ ચિંતકોની સમતોલ જીવનદૃષ્ટિમાં મને અણસારા મળતા ગયા. કાર્લ જંગે, તેની આત્મકથા “Memories, Dreams, Reflections' માં “Confrontation with the Unconscious' એ પ્રકરણમાં જે વૈજ્ઞાનિક દ્રષ્ટિ ને આત્મશોધકને ભાગે આવતી “સીમોલંઘન' પછીની સૃષ્ટિ આલેખી છે તે મારે મન અર્જુનના મત્સ્યવેધ સમી છે. આ બંને પલ્લાં સમાન નથી રાખી શકતા તેને ભાગે કોઈ ' ને કોઈ રૂપે વિકલાંગ થવાનું ને નિશાન ચૂકી જવાનું આવે છે. આપણે માટે સંશોધનને પગલે પગલે બોધન જાગતું આવે તો જ એમાં પ્રાણનો પ્રવેશ કે જીવનનો સંચાર. તમે તો આવી ઉપાસના કરો જ છો એટલે સેતુબંધ Page #32 -------------------------------------------------------------------------- ________________ એ વિષે વધુ નથી લખતો. માત્ર એટલું કહીશ કે ભાષાવિજ્ઞાન ભાષાનું ગોમુખ ઉઘાડવાની દિશામાં આપણને લઈ જાય તો ઉત્તરવાહિની ગંગાનું ત્યાં જ કાશીધામ. આપણે ભાષા, શિલ્પ, ચિત્ર, સંગીત દ્વારા અમૂર્ત તત્ત્વને કેવી રીતે મૂર્ત કરતા આવ્યા છીએ તેની રસમય યાત્રા આપણામાં જ ઊંડે પડેલા અમૂર્તને પ્રગટ કરે ત્યારે તેની સાર્થકતા. આ માટે આપણી પોતાની ચેતનાની સપાટી બદલ્યા વિના કામ સરતું નથી. દાદીમા જે ધોળ, કીર્તન, પદ ગાતાં તેનાં અસલ ઢાળ ને સાચી વાચના આપણે પ્રકાશમાં લાવીએ. પણ આ પદો ગાતાં તેમના મોં પર જે ઉજાસ ને ઉલ્લાસ પથરાઈ જતો એ ક્યાંથી લાવીશું ? ભાઈ, એ ધબકાર ઝીલવાની અને સમાજમાં જીવતા કરવાની મનીષા છે. આ સાથે બૂક–પોસ્ટથી એક યોજનાની રૂપરેખા મોકલું છું. એ અંગે શું થઈ એ સૂચવશો. આપણે ત્યાં નિદાન, સંકેત, કૂટવાણી, સભ્યાભાષા કે “ઉલટ સાધના'ની કૂંચી હાથ લાગતી નથી. વાકુની સમ્યફ ઉપાસનામાં એ તો વીજળીના ચમકારા જેવી ગાઢ અંધકાર ભેદતી જાય છે. પણ “સબદ વિદો રે અવધૂ, સબદ વિદો’ એ ગોરખવાણી સાંભળવા કોણ તૈયાર છે ? મારાં ત્રણ પુસ્તકો ‘ગર્ભદીપ’, ‘તપોવનની વાટે' અને “ભજનરસ’ તમને મોકલવા માટે પ્રકાશકને લખું છું. ‘ત.વા.'માં છાપભૂલ ઘણી રહી ગઈ છે. એનાં પ્રફ નહોતો જોઈ શક્યો. ચાલો ત્યારે, અવકાશે લખશો. કુન્દનિકા વંદન પાઠવે છે. મકરન્દના વંદન ૧. પરિશિષ્ટમાં જુઓ. સેતુબંધ Page #33 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ તા. ૪-૬-૮૮ મકરન્દભાઈ, તમને મોકલેલાં મારાં લખાણોના તમે કરેલા સ્વાગતથી ખુશી થઈ. સાંસારિક વિનાશને ખાળવા, પૂરને પાછું વાળવા તમે તો વરસોથી તમારી રીતે કામ કરો જ છો. આચાર/વ્યવહાર, વિચાર/પ્રચાર અને શિક્ષણની કક્ષાએ વિવિધ જૂથો, સંસ્થાઓ, વ્યક્તિઓ વડે આસ્થા નિષ્ઠાથી પ્રવૃત્તિ થતી રહેશે તેનું નક્કર પરિણામ આવશે જ. સંત–ઋષિ–સદનનો પાઠ્યક્રમ તમે બરાબર વિચારીને ગોઠવ્યો છે : ભજનિક અને આખ્યાનકારની તાલીમ વેદ-ઉપનિષદ-પુરાણનું મર્મદર્શન અને ઉપાસના, તુલનાત્મક, ધર્મદર્શન- એ દ્વારા સમગ્ર ભારતમાં સંસ્કારપરંપરાની જાળવણી, વિકાસ, પોષણની દિશામાં આગળ વધી શકાશે. આ માટે જરૂરી અધ્યાપકો, વિદ્યાર્થીઓ અને પ્રબંધકોનું આયોજન એ અનેકોનો સંયુક્ત પ્રયાસ અને સહકાર માગી લે છે. તમે અને તમારા સહયોગીઓ આ બાબતમાં કેટલાક સમયથી કાર્યશીલ હોવાનો મારો ઝાંખો ખ્યાલ છે. આપણા આ પત્રવ્યવહારની પહેલાં જ મને એવો વિચાર આવેલો કે વરસાદ પછી બેચાર દિવસ તીથલ જવું – મારે કોઈ વાર ત્યાં જવાનું બન્યું નથી. તો અનુકૂળ સમયે, તમે નંદિગ્રામ હો ત્યારે એ ગોઠવીશ. મુંબઈ હિમ્મત ઝવેરી, કરશનદાસ માણેકની સ્મૃતિમાં માણકલાકેન્દ્રની યોજનાએ હવે કશુંક નક્કર સ્વરૂપ આપવા સક્રિય બન્યા છે. મારી દષ્ટિએ આવી પ્રવૃત્તિ માટે મુંબઈ યોગ્ય સ્થળ નથી. પણ તેમનો પણ તમારી યોજના સાથે સહયોગ ફળપ્રદ નીવડે. ઉમાશંકરભાઈ સાથે વાત થઈ કે હમણાં તીથલ હતા ત્યારે તમને મળ્યા હતા. “ચૂંદડી'ની વ્યુત્પત્તિ વિશેની નોંધને તમે જરૂર પ્રમાણે ઉપયોગમાં લેશો– કશો જ વાંધો ન હોય. યુગના મનોવિજ્ઞાન પરત્વે તેના Shadow ના ખ્યાલની વર્તમાન હિંસાવૃત્તિના સંદર્ભે પ્રસ્તુતતા ચર્ચતો એક અભ્યાસલેખ હમણાં જોવાનું થયું. તેની નકલ તમને મોકલીશ- કદાચ તમને રસ પડશે. કુશળ હશો. - હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #34 -------------------------------------------------------------------------- ________________ (6) મકરન્દ્રભાઈ, ભજન વગેરેને લગતાં તમારાં હમણાંનાં પુસ્તકો જોવાનું મનમાં તો કેટલાક સમયથી હતું જ, પણ તેનું મૂરત જ્યારે આવત ત્યારે. તમારા પત્રે એ મુરત સાધી આપ્યું. આજે ‘ભજનરસ’, ‘તપોવનની વાટે’ અને ‘ગર્ભદીપ' મળ્યાં. તરત તો ‘ભજનરસ’નું તમારું પ્રાસ્તાવિક, ‘કોળીબાપા’ અને ‘રામસભા'નું ‘ઉદ્ઘાટન’— એટલું જ વાંચીને આ લખું છું. ‘ભજનરસ’માં તમે મોટું કામ કર્યું છે. ભજનનો ‘અસલી ઢાળ’ અને ‘અંદરની આરત' ને તમે કહ્યા પ્રમાણે પાયાની વાત ગણી હોત તો ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય' (સંપા. રઘુવીર ચૌધરી)માં જે કૃતક આસ્વાદ–મૂલ્યાંકન થયાં છે તેમાંથી બચી શકાત. અમુક ભજનના પ્રવેશદ્વારથી તેના લગોલગના, માલખજાના ભરેલા ઓરડાઓમાં તમે ડોકિયું કરાવ્યું છે— અક્ષય ભંડાર ખોલી આપ્યો છે. આ દિશાનાં દર્શન કરવાની મારી વૃત્તિ જાગી, તે હમણાં જ કેમ જાગી ? એવા પ્રશ્નનો કશો સીધો ખુલાસો ન મળે તો ધાર્મિક પરંપરા પ્રમાણે સત્કર્મના ઉદયને જશ આપવામાં એવો કશો ‘બુદ્ધિદ્રોહ’ થતો લાગતો નથી ! અમદાવાદ તા. ૯-૬૫૮૮ ‘નવનીત–સમર્પણ’માં નવા અંકમાં અનિલ જોશીનાં સંસ્મરણ વાંચ્યાં. ડૂબી ગયેલી (કે આપણે સૌએ ડુબાડેલી) સોનાની દ્વારકાની સ્મૃતિ તો વાગોળીએ ! ‘ભજનરસ’ તથા બાકીનાં પુસ્તક વહેલી અનુકૂળતાએ વાંચી જઈશ. આતુરતા છે. કુશળ હશો. ૧. ‘ગ્રીષ્મમાં મકરન્દનું ફળિયું' લે. અનિલ જોશી, ‘નવનીત-સમર્પણ', જૂન, ૧૯૮૮ સેતુબંધ હ. ભાયાણી ૯ Page #35 -------------------------------------------------------------------------- ________________ (૮) નંદિગ્રામ ૨૦ જૂન ૮૮ પ્રિય ભાયાણી સાહેબ, તમને ‘ભજનરસ'માં રસ પડ્યો તેથી આનંદ. “તપોવનની વાટેમાં અનર્થ કરતી એટલી છાપભૂલો કે હાથમાં લેતાં શરમ ઊપજે છે. મારાથી માંદગીને કારણે પ્રૂફ ન જોવાયાં ને પ્રેસ-મૂફરીડરે જ કર્યું તે સ્વીકારી લેવું પડ્યું. આવે એક પ્રસંગે સ્વામી આનંદે પત્રમાં લખેલું મુક્તક યાદ આવે છે. કહું : “The world will never adjust itself to suit your whim to the letter, something must go wrong, your whole life long and sooner you know it the better.' આમ જગત સમતાના બોધપાઠ આપતું રહે છે. ભજનો અસલ ઢાળમાં ને બને તેટલી શુદ્ધ વાચનામાં વહેતાં થાય એને માટે ભૂમિકા બંધાઈ ગઈ છે. આર્થિક રીતે પણ વાંધો નહીં આવે એવું લાગે છે. પછી એ વિષે વિગતે લખીશ. હમણાં મહેમાનો મુલાકાતીઓનો મેળો જામેલો એટલે આ ટહુકો જરા મોડો. કુશળતા ચાહું છું. મકરંદના વંદન ૧૦ સેતુબંધ Page #36 -------------------------------------------------------------------------- ________________ (૯) ૭ જુલાઈ ૧૯૮૮ પ્રિય ભાયાણીસાહેબ, આપણાં ધોળ—પદ-ભજનના ધૂળ ખાતા ભંડારની ભાળ લેવાનું અને તેની નોંધણી—જાળવણી કરવાનું ગુજ. અકાદમીને સૂઝ્યું તેથી આનંદ. લિખિત પરંપરાને અગ્રિમતા આપી મૌખિકને બીજે તબક્કે હાથે ધરવાનું કેમ રાખ્યું ? મુદ્રિત–હસ્તલિખિત પ્રતો થોડાં વરસોમાં નાશ નહીં પામે, પણ જેના કંઠમાં પાંચસો—સાતસો ધોળ—પદો-ભજનો હશે એ તો હવે વિદાય લેવાને આરે બેઠા હશે. અને વળી મૂળ ઢાળને પછી ક્યાં ગોતવા જઈશું ? માટે મારું નમ્ર સૂચન તો એટલું જ કે, વહેલામાં વહેલી તકે જ્યાંથી ભાળ મળે ત્યાંથી આ વાણી ધ્વનિમુદ્રિત કરી લેવી જોઈએ. મારી સામે જ કેટલાક કંઠ શાંત પડી ગયા, જેની હલક ને અસલિયત હવે ગોતી નહીં જડે. સંદર્ભસૂચિ તો બરાબર છે. પહેલી પંક્તિ—મુખડે ને નામાચરણથી પૂછડે ભજન ઝલાઈ જશે. પણ આની સાથે સાથે ભજન—વાણીમાં આવતા વિશિષ્ટ શબ્દપ્રયોગો, સાધનાલક્ષી સંકેતો તથા તે સમયમાં પ્રચલિત રૂઢિપ્રયોગો દર્શાવતી પંક્તિઓની, રચિયતાના નામ સાથે સૂચિ તૈયાર કરી લીધી હોય તો સારું. ભવિષ્યના સંશોધકને આવી સૂચિથી અર્થ સમજવામાં ને ભજન—વહેણના પરસ્પર પ્રભાવને પારખવામાં ઘણી મદદ મળશે. અત્યારે મારા હાથ પરની વાત કરું. અખાના છપ્પાની નવી વાચના શિવલાલ જેસલપુરાએ તૈયાર કરી છે. પુસ્તક પ્રેસમાં છે ને ફર્મા જોઈ જવા મોકલ્યા છે. છપ્પો–૨૪૦ ધ્યાન માગે છે. અખો કહે છે : ‘જ્યમ, વેરું માર્યું ન ભૂલે ભોંય.’ જેસલપુરાએ વેસું એટલે ઘોરખોદિયું ને તેને મારીને કાઢી મૂકવામાં આવે તો પણ જમીન(માં દાટેલા બાળકના મુડદાને ખોદી કાઢી ખાવાની ટેવ) ભૂલતું નથી, એવો અર્થ કાઢ્યો છે. ઉ.જો. ‘વેસું' બાણનું ફળ (સં. વેધ્ય, મ.વેજે.) અર્થ કરે છે. પણ વેધ્ય બાણનું ફળું કેવી રીતે હોઈ શકે ? એ તો વીંધે, વેધ્યલક્ષ્ય– એ તો વિંધાઈ જનારું. હવે આવી અર્થની ખેંચતાણને બાજુએ મૂકી બીજા કોઈ સંતે આવો વાક્યપ્રયોગ કર્યો હોય તે જોવા મળે તો સરખું સૂઝી આવે. નિષ્કુળાનંદનું એક પદ છે કે પૃથ્વી જેવું વેડું હોય તો તે સહેલાઈથી વિંધાઈ શકે. મેં એ પદ નોંધપોથીમાં ઉતાર્યું છે પણ અત્યારે હાથવગું નથી. પછી શોધી મોકલીશ. વેડું એટલે નિશાન. અખો તો ‘ભાષાને શું વળગે ભૂર' કહી સેતુબંધ ૧૧ Page #37 -------------------------------------------------------------------------- ________________ વ્યાકરણ, નામ—વિશેષણ- ક્રિયાપદને પોતાની રીતે ફાવ્યું તેમ રમાડે છે. મારા મતે તો એમ ભાસે છે કે જેમ (તીર) માર્યું હોય ને ભોંય જેવું વેડું હોય તો તે નિશાન ન ભૂલે'. એમ વ્યાપક બ્રહ્મની પ્રાપ્તિ સહજ છે. વેડું માર્યું એટલે નિશાન પાડ્યું એવો અર્થ પણ થઈ શકે છે. કબીરની એક સાખી છે (‘કબીર’, હજારીપ્રસાદ, પાનું ૩૪૬): ‘તત તકાવત તિકે રહે, સકે ન વેઝા મારિ, સૌ તીર ખાલી પરે, ચલે કમાની ડારિ.' આ પ્રકારની પંક્તિઓ જુદા જુદા સંતોની વાણીમાં મળી આવતી હોય તો તેની યાદી બનાવવા જેવી. જ્યારે આટલું મોટું કામ ઉપાડીએ ત્યારે સાથે પ્રથમ અને છેલ્લી પંક્તિ ઉપરાંત આવી પંક્તિઓ તારવી લેવી જોઈએ. ભજનોનો જેનો અભ્યાસ છે તેની આંખે તો આવી પંક્તિ તરત ઊડીને વળગશે. આવું જ બીજું ભજનોમાં આવતા દૃષ્ટાંતોનું છે. ‘સત કેરી વાણી’ની પ્રસ્તાવનામાં (પાનું પ૬-૫૮)આ અંગે મેં લખ્યું છે. આવા Literary allusions પણ તારવી લેવાં ને બને તો એની કથા પણ આપવી જોઈએ. એને જાણ્યા—નાણ્યા વિના ભજનો અસ્પષ્ટ રહી જશે. ઘણીવાર એક જ પદ, ભજન કે ધોળ વિવિધ રીતે મળી આવે છે. માત્ર ઢાળ બદલાય છે. થોડા દિવસ પહેલાં એક મિત્ર, નાગજીભાઈ આવેલા. તેમણે એક ધોળ ગાયો, તરત જ એ જ ધોળને ગરબાના ઢાળમાં ગાઈ સંભળાવ્યો. આ બંને પ્રચલિત છે. મેં એની કેસેટ ઉતારી લીધી છે. આ સાથે જરા ચખણી મોકલું છું. તમને આનંદ થશે કે ‘નંદિગ્રામ’માં બેસી ઝીણી સરવાણી તો વહેતી કરી દીધી છે. બે દિવસ પછી આસપાસનાં ગામોના થોડા ભજનિકોનું મિલન રાખ્યું છે. આવતા ઑગસ્ટની ૧૫-૧૬-૧૭ એક શિબિર જેવું ગોઠવ્યું છે. ભજનના જાણકા૨, ભજનના ગાયક અને સ્વરનિયોજક સંગીતકાર એમ ત્રણ પ્રકારના મિત્રોને બોલાવ્યા છે તે સાથે સ્થાનિક ભજનિકો પણ ભાગ લેશે. આ ત્રણ દિવસોમાં ભજન–પ્રવૃત્તિનું એક ડોળિયું તૈયાર કરી કાઢીશું. દ.ગુજ. યુનિ.નાં, ‘નિરંતર અભ્યાસ'ના નિયામક નાનુભાઈ જોશીએ વ્યવસ્થા ને ખર્ચનો ભાર ઉપાડી લીધો તેથી રાહત થઈ. આ વખતે તમે અહીં હો તો મને ખૂબ ગમે. પણ આ તો બધું અત્યારે પ્રારંભિક અવસ્થામાં છે. ભજનના અભ્યાસ અને તેના પ્રાયોગિક સ્વરૂપનું કાંઈક માળખું બંધાશે ત્યારે તો તમને સાદ પાડ્યા વિના નહીં રહી શકું. ૧. પરિશિષ્ટમાં જુઓ. ૧૨ સેતુબંધ Page #38 -------------------------------------------------------------------------- ________________ ગુજ. સા. અકા.ની યોજના ક્યારે અમલમાં આવે છે ? અવકાશે લખશો. ભાઈ, આ નવો ફણગો, આ સમયે કેમ ફૂટ્યો તે સમજાતું નથી. એ કદાચ શિવને મસ્તકે શોભતી બીજનો ફણગો હશે. કાવ્યરસથી ભર્યો ભરપૂર તમારો આષાઢી મેઘ હવે પેલા કલ્યાણકરને ચરણે નમવા ને શમવા માટે ઉત્તરાભિમુખી કૈલાસયાત્રાએ ઊમટી પડ્યો લાગે છે. અંતે તો વીતરાગની રસમયતા વિના અમૃતનું પાત્ર ભરાતું નથી. આ બીજલેખા આપણા સમગ્ર અસ્તિત્વને ઉજાસ ને ઉલ્લાસથી ભરી દો. એક કાવ્યકડી યાદ આવે છે. ‘દિગંબરે૨ જટાય લુકાય શિશુ ચાંદેર કર, આલો તાર ભરબે આમાર ઘર, તોરા સબ જયધ્વનિ કર !' ધોળ : ગરબો રામે તે ગરબો કોરિયો સીતાજી રમવાને જાય રે, રમતાં ને રહ્યું લાગિયું મન કાંચળિયે જાય રે, કોણ સીવડાવે મુજને કાંચળી કોણ લડાવે લાડ રે, નથી સાસરિયે નથી સાસરા નથી માડીજાયો વીર રે રામ સીવડાવે મુજને કાંચળી લખમણ લડાવે લાડ રે– (આમ આગળ વધે છે. હવે એનું ગરબામાં રૂપાંત૨) રામે તે ગરબો કોરિયો રે બહુચરા, સીતાજી રમવા જાય. રમતાં તે રઢયું લાગિયું રે બહુચરા, મન કાંચળિયે જાય. (ધોળની પંક્તિઓ જ બહુચરા શબ્દ ઉમેરીને ઢાળ બદલાવી ગરબા રૂપે વહેતી કરી છે. આવું બીજા ધોળ, ગરબામાં થયું હશે ?) સેતુબંધ તમારો મકરન્દ મ. ૧૩ Page #39 -------------------------------------------------------------------------- ________________ (૧૦) અમદાવાદ તા. ૧૨-૭-૮૮ મકરન્દ્રભાઈ તમારા સ્નેહભાવભર્યા પત્રથી આનંદ થયો. ઉચ્ચ શિક્ષણની જે પરંપરામાં મારું ઘડતર થયું તેથી આપણા અતીતનાં ભાષા-સાહિત્યની અપ્રકાશિત સાધનસામગ્રીને પ્રકાશમાં લાવવાના કામમાં જ અત્યાર સુધી લાગી રહેવાનું મારે બન્યું. ભારતની પોતીકી આજે પણ જીવતી-શ્વસતી સાંસ્કૃતિક પરંપરાને ચિકિત્સક દૃષ્ટિએ જોવા જાણવા તરફ ધ્યાન ન ગયું. છેલ્લાં ત્રણચાર વરસથી આધુનિક પશ્ચિમનો રાક્ષસ બધું જ હડપી રહ્યો છે. ગાંધી, ટાગોર જેવા નામશેષ જાણે કે બની રહ્યા છે, આપણે આપણે બે ત્રણ પેઢીમાં જ કદાચ મટી જશું એવું સ્પષ્ટપણે વર્તાવા લાગ્યું. એટલે તમારા જેવા વરસોથી જે કરી રહ્યા છે તે કાર્યમાં મોડેમોડે પણ થોડુંક થઈ શકે તો કરવાના “શુભકર્મ'નો ઉદય થયો ! ગુજ.સા.અકાદમીના મહામાત્ર ડૉ. હસુ યાજ્ઞિકને મેં પદ-ધોળ-ભજન વ.ની પરંપરાની નોંધણી-મેળવણી અંગે એક પ્રાથમિક કામચલાઉ દરખાસ્ત મોકલી. ડૉ. યાજ્ઞિકે તેમાં ઊંડો રસ લીધો અને અકાદમીની સ્થાયી સમિતિએ એ યોજનાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. “શબ્દસૃષ્ટિ'ના જુલાઈ-અંકમાં આ વિશે નોંધ તમારું કહેવું અમારા ધ્યાનમાં જ છે – ભજન-સાહિત્યની સર્વાગીણ નોંધણીને અગ્રતા આપવી, પરંતુ વિશ્વસનીય, વ્યવસ્થિત અને સમયસર કામ કરી આપનાર કયાં શોધવા ? મુદ્રિત પદસાહિત્યની સૂચિ ઘરબેઠાં કરાય – અને કશુંક નક્કર પરિણામ તરત બતાવી શકાય. તંત્રો આવા સંશોધનમાં આજ રસ લે, કાલે વહીવટ બદલાય તો ખરચનો પ્રબંધ ન કરે. એટલે કામ થાય તેટલું કરવા માંડવું એ દષ્ટિએ જ લિખિત સાહિત્યની સૂચિ કરવાનું શરૂ કર્યું છે – એ માટે પણ ચોક્સાઈ અને નિષ્ઠાવાળા કાર્યકરો મેળવવાની સમસ્યા છે. જીવંત ભજનપરંપરાની નોંધણી જાણકાર દ્વારા વિશાળ અને લાંબાગાળાનું ક્ષેત્રકાર્ય માગી લે છે અને એનું આયોજન બરાબર થાય તો જ નક્કર અને સમયસર પરિણામ આવે. આ અંગે તમારી સાથે વિચારવિમર્શ કરવો અનિવાર્ય છે. ૧૪ સેતુબંધ Page #40 -------------------------------------------------------------------------- ________________ તમે ઑગસ્ટ ૧૫-૧૬-૧૭ ભજનવિષયક શિબિરનું આયોજન કરી રહ્યા છો જાણી અમે ઘણા ઉત્સાહિત થયા. મારી ભજનો અને ભજિનકોની જાણકારી શૂન્યવત્. એ વ્યાપક પરંપરાનાં સર્વેક્ષણ-નોંધણી ક્યાંથી, કઈ રીતે શરૂ કરવાં એનો પહેલો નિર્ણય કરવો પડે. અનેક સ્થાનો, સંપ્રદાયો, ભજનિકો : ઘણું સમાન હોય, કેટલુંક આગવું હોય; કંઠ, ઢાળ અને હલકની ગુણવત્તા ઊંચી હોય તેને નોંધણી માટે અગ્રતા આપવી જોઈએ. અને એ તમારા જેવા જાણકાર જ બતાવી શકે. અમે – ડૉ. યાજ્ઞિક અને હું તમારા ભજનિશિબર માટે આવવાનું વિચારી રહ્યા છીએ. તે વેળા ગવાતાં ભજન ટેઈપ પર ધ્વનિમુદ્રિત કરવાનો પ્રબંધ થઈ શકે ખરો ? ગુજ. સાહિત્ય અકાદમીની આવો કેસેટ-સંગ્રહ કરવાની યોજના છે. આ સંબંધમાં ડૉ. યાજ્ઞિક તમને ત્રણચાર દિવસમાં પત્ર લખશે. આ સમયે તમારી સાથે આ સંબંધમાં ચર્ચા કરી સલાહસૂચન રૂબરૂ મેળવી શકાશે. ‘વેજું'નું તમારું અર્થઘટન પ્રતીતિકર છે. વિશેષ તો ભજનપરંપરામાં રૂઢ પદાવલિ અને પ્રયોગોની જરૂરી જાણકારી વિના ફૂટ લાગતા શબ્દાદિનું અર્થઘટન અટકળિયું અને અધ્ધરતાલ રહેવાનું. દાદૂ દયાળ પર સંશોધન કરી રહેલી જર્મન વિદુષી મોનિકા ટિલ-હોર્રમાને પદોમાં મળતી રૂઢ પદાવલિનો Coneordonel બનાવવો અત્યંત જરૂર હોવાનું કહ્યું છે, અને પોતે દાદૂની કૃતિઓ પરથી એવો કોશ બનાવી રહી છે. આ બાબતની નોંધ મેં ‘કૃષ્ણકાવ્ય'ના ૮૩મા પૃષ્ઠ પર આપી છે તે જોવા વીનતી છે. તમે ધોળ, ગરબી, ભજનની અંદરોઅંદરની પરંપરાગત આપલેનું એક સૂચક ઉદાહરણ તમારા પત્રમાં ટાંક્યું છે. એ મુદ્દો આ વિષયની તરતપાસમાં સતત ધ્યાનમાં રાખવાનો રહેશે. (૧) સૂચીકરણ (૨) સમગ્ર પાઠનું સંપાદન (૩) સ્વરાંકન, (૪) પ્રાણવાન રચનાઓના સંચય તેમના પાઠ્ય અને શ્રાવ્ય-ગેય સ્વરૂપમાં (૫) ઇતિહાસ અને તુલના પર આધારિત અધ્યયન, (૬) ભારતીય અન્ય પ્રાદેશિક પરંપરાના સંદર્ભમાં તુલના અને મૂલ્યાંકન, (૭) પરંપરાને આધુનિક જીવન પ્રણાલી સાથે સંલગ્ન કરવાના ઉપાયો – કાંઈ આવા ક્રમે આ કામમાં આગળ વધવાનું રહેશે એમ લાગે છે. તમારી નિર્ધારિત ભજન-શિબિર માળાનો પહેલો મણકો બને એમ આપણે ઇચ્છીએ. કુશળ હશો. સેતુબંધ - હ.ભાયાણીના નમસ્કાર ૧૫ Page #41 -------------------------------------------------------------------------- ________________ (૧૧) આત્મીય ભાઈ, તમે આવવાનું વિચારી રહ્યા છો એને સંભવ હોય તો આચરણે જ ગતિ આપજો. હસુભાઈ યાજ્ઞિક આવી શકે તો ઘણું જ સારું. આ પત્ર વળતી ટપાલે એ માટે કે ૧૫મી ઑગસ્ટ બદલી ૧૩–૧૪-૧૫ તારીખ શિબિરની રાખી છે. સ્થાનિક ભજનિકોને એ દિવસોમાં રજાની સગવડ રહે એટલા માટે તારીખો બદલાવી. ગઈ ૯મી તારીખે અહીંના ભજનિકોનું મિલન ગોઠવ્યું હતું. અત્યંત પ્રાથમિક સ્થિતિમાં ઉગાવો છે પણ ખેડુને તો બે લીલાં તરણાં દેખાય તોય મનમાં ટાઢું વરતાય. તમે ૧૨મી સાંજ પહેલાં આવી પહોંચો એવું ગોઠવી શકો તો સારું. ૧૬ અહીં મળનારા મિત્રોમાં અરુણ ભટ્ટ (ભૂદાનસેવક ને ભજનિક—ગાયક) અમુભાઈ દોશી (સંગીતકાર, સ્વરકાર)જયેન્દ્ર ત્રિવેદી (ભજન- રસિક) નિરંજન રાજ્યગુરુ (તમને પરિચિત, ખરો ભજનિયો) તખતદાન રોડિયા (ભજનના જાણકાર ને ગાયક ચારણમિત્ર) અને દ.ગુજ.યુનિ.ના નાનુભાઈ જોશી છે. ભજનને ચાળવા, જાળવવા ને ફરી લોકજીભે ચડાવવા માટે શું થઈ શકે તેની પ્રાથમિક વિચારણા કરીશું ને કાર્યક્રમ ઘડી કાઢીશું. તમે સર્વાંગી વિચારણા લખી છે તે આપણે સાથે બેસી ચર્ચીશું. થોડીવાર પહેલાં પન્નાબહેન અધ્વર્યુ આવી ગયાં. તેમણે કહ્યું કે તેમના દાદાએ તેમની જ્ઞાતિમાં લગ્નપ્રસંગે ગવાતાં ગીતોનું પુસ્તક આજથી લગભગ સો વરસ પહેલાં પ્રગટ કરેલું ને જ્ઞાતિમાં ઘેર ઘેર પહોંચાડેલું વિના મૂલ્યે. એ જર્જર પુસ્તક તેમની પાસે છે. પણ એના ઢાળ હવે કોઈને ઘરમાં આવડતા નથી. એક દૂરના કાકી છે તે ગાય છે એવું સાંભળ્યું છે. મેં કહ્યું કે ભગવાન કાકીમાને તંદુરસ્ત દીર્ઘાયુષ આપે પણ ટેઇપરેકોર્ડર લઈને સવેળા તેમની પાસે પહોંચી જાઓ તો સારું. ‘Trust in God and keep your powder dry.’- પેલી ચોપડી તો કાલ મળશે, પેલો કંઠ ક્યારે ? મારી આ જ ચિંતા છે. આપણે તો ભાઈ, મોડો મોડો પ૨ (પણ) ઘટાટોપ મેઘ મંડાણો ! કંટાળો નથી આવતો ને આ મારા પત્તરથી ? એક દૂહો : ‘વ્યાસ પણ વાંચી ન શક્યા, પ્રેમ હૂંદા પુરાણ, ઇ લોહીનાં લખાણ, કોઈ ભેદુ જ વાંચે ભૂધરા. .. નંદિગ્રામ ૧૪ જૂલાઈ ’૮૮ મકરન્દ સેતુબંધ Page #42 -------------------------------------------------------------------------- ________________ (૧૨) ૧૬ જુલાઈ '૮૮ અમદાવાદ મકરન્દભાઈ પત્ર, કાર્યક્રમની માહિતી, ભાવભીનું નોતરું મળી ગયાં. ભારે વરસાદથી રસ્તા ધોવાઈ ગયા છે, છતાં વાહન માટે કોઈ ભારે મુશ્કેલી જો નહીં હોય અને નીકળીએ ત્યારે જોરદાર વરસાદ નહીં હોય તો અમે અહીંથી ૧૨મી તારીખે બપોરે નીકળીશું. હસુભાઈ પણ તમને લખવાના છે. સારાં કામ આડે વિનો હોય છે. તોયે આમાં એ નહીં નડે એવી શ્રદ્ધા છે, અને ભજનોત્સવના ભાવકવૃંદમાં અમે પણ ભળશું. કુંદનિકાબહેન અને તમે સૌ તૈયારીમાં વ્યસ્ત હશો. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #43 -------------------------------------------------------------------------- ________________ (૧૩) આત્મીય ભાઈ, તમે અને હસુભાઈ યાજ્ઞિક આવો છો તેની વધામણી. હસુભાઈનો પત્ર ‘શબ્દસૃષ્ટિ’માંથી સૂચિકરણની યોજનાનું કતરણ બંને મળ્યાં. અહીં આપણે જે મુદ્દાઓ ચર્ચવાના છે તેનો પરિપત્ર મળી ગયો હશે. મળીશું ત્યારે વધુ. તમે મોટ૨૨સ્તે આવવાના છો એ માટે થોડું દિશાસૂચન. અમદાવાદ– વલસાડ નેશનલ હાઈવે પર વલસાડ–ધરમપુર જતો સ્ટેટ હાઈવે આવે ત્યાં ડાબી તરફ વળવાનું. બરાબર ૨૦ કિ.મી.ની નિશાની પર સ્ટેટ હાઈવેને અડીને જ ‘નંદિગ્રામ‘ આવેલું છે. સ્વા ગ ત મ્. નંદિગ્રામ તા. ૨૫૭−૮૮ આપણા ભજન—શિબિરમાં પચાસેક ભજનો ગાવા માટે ચૂંટી કાઢ્યાં છે. તેમાં નરસિંહમીરાં—મૂળદાસ—અખો તથા બીજા સંતોની ભક્તિની વાણી, નાથપરંપરા ને ભાણ—રવિ—મો૨ા૨ તથા અનુગામીઓની વાણી તેમજ મારગી, મુસ્લિમ સંતો ને ખોજાકોમના ‘ગિનાન’ની વાણીમાંથી પસંદગી કરી છે. તેનું ધ્વનિમુદ્રણ જરૂર કરી શકાય. આ નાનકડા મિલનમાં તો બેચાર ગાયકો આવશે. આ ભજનો બીજા કેળવાયેલા કંઠેથી પણ સાંભળવા મળે એટલા માટે એક ભાઈને મેં તેને ટેઈપ કરી લેવા માટે સૌરાષ્ટ્ર મોકલ્યા છે. આજકાલ આવી પણ જશે. ‘રામસભામાં—’ આપણે બેઠક જમાવી શકીશું. અગાઉથી સીટ ‘રીજવડ’ કરાવી રાખી. ૧. પરિશિષ્ટમાં જુઓ. ૧૮ હા, ‘કૃષ્ણ—કાવ્ય’માં તીલ હોર્રમાને કરેલાં સંશોધન વિષે વાંચી ગયો. આપણે જેને સાવ સ્થાનિક ને દેશી તળપદી છોડવાં માનીએ છીએ એનાં મૂળ છેક ઉત્તર ભારત ને બંગાળને છેડે અડતાં જોઈ શકીશું. ભાષાની નજરે કબીર ગોરખ—સરહપાદને ખભે ચડીને બેઠો હશે તો સરહપાદ વેદ—ઉપનિષદના ઋષિનો પડઘો પાડતો હશે. એ જ શબ્દો, એ જ ભાવ— માત્ર સમયના પ્રવાહ સાથે નવતર ઘાટ પામેલા. ગંગાનો પ્રવાહ અંતે શિવની જટામાં સમાય એવો મામલો છે. સેતુબંધ Page #44 -------------------------------------------------------------------------- ________________ મને એક વાતનો ઘણો આનંદ છે કે તમારું પ્રાકૃત–અપભ્રંશનું પરિશીલન સિદ્ધોનાં અમૃતફળ ચાખશે ને ચખાડશે. “સ્વયંભૂનો રસાસ્વાદ “સરહપા'ના મહાસુખ'માં ઓળઘોળ થઈ જશે : અલિઓ, ધમ્મ–મહાસુખ પઈસઈ, લવણી જિમિ પાણીતિ વિલિજ્જઈ'. મળીશું ત્યારે. કુન્દનિકા વંદન પાઠવે છે. મકરન્દ સેતુબંધ Page #45 -------------------------------------------------------------------------- ________________ (૧૪) આત્મીય ભાઈ, ભજન-મિલન પછી બેચાર દિવસે જ મારી તબિયત બગડી. હૃદયના ધબકારા અનિયમિત થઈ ગયા. પછી તો દવા, સંપૂર્ણ આરામ ને લખવાવાંચવાનું બંધ—આવી નોબત વાગી ને તમને, તમે આવ્યા તેનો આનંદ વ્યક્ત કરવાનું યે મારાથી બની ન શક્યું. હવે ગાડી રાગે ચડવા માંડી છે એટલે આટલા દિવસો પછી તમને અને હસુભાઈને આ લખી શકું છું. તમે બંનેએ મારી નાની ક્ષિતિજોને વિસ્તરતી કરી તેમાં મારા મનનું પંખી પાંખો ફેલાવે છે ને ગાન ગાતું જાય છે. આવા એકાદ મિલનની ફળશ્રુતિ તો શું ગણાય ? પણ સરવાણી વહેતી થઈ છે. આ મિલન—પ્રસંગે આવેલા નટુભાઈ જોષી થોડી કેસેટ ઊતારી આપી ગયા. જે પચાસ ભજનો—જુદી જુદી પરંપરાનાં મેં ચૂંટી કાઢેલા તેને કેસેટમાં ઊતારી લેવા માટે તે પ્રયત્નશીલ. અમરેલી પાસેના ગામના એક સાધુ ભીખાદાસ પાસે જૂની વાણીનો ભંડાર છે તેની થોડી પ્રસાદી નટુભાઈ લાવેલા. બીજું કાનજી ભુટા બારોટ લોકકથાકાર છે પણ સાથે ભજનો મૂળ ઢાળમાં સારાં ગાય છે. તેમને કંઠે બસો ભજનો રમે છે. તેમણે એક કેસેટમાં જ થોડાં ભજનો ને સંદેશો પાઠવ્યાં. એક તો સાચા મોતી જેવું ભજન આપ્યું. ઇસરદાનનો ‘હિરરસ’ જાણીતો છે ને તેમની રણછોડરાયની ભક્તિ પણ જાણીતી છે. આ ચારણ કવિ માર્ગી— સંપ્રદાયની આરતી રચે તે નવી વસ્તુ. કાનજીભાઈએ આ આરતી કેસેટમાં ગાઈ સંભળાવી, આપણને ભળાવી. એક નવું પગેરું નીકળ્યું. આવી ‘આરતી’ઓનો જ ખાસ જુદો સંગ્રહ કરવો જોઈએ. તેમાં ઉપાસનાના વિવિધ પ્રકારો જાણવા મળશે ને આદાનપ્રદાનના કેડા પારખી શકાશે. ૨૦ નંદિગ્રામ તા. ૨૩–૯–૮૮ મારી પાસે જૂનાં નાણાંનો ખે૨ીચો પડ્યો છે. પાંચ–છ અભ્યાસનિષ્ઠ જુવાનો મળે તો પાયાનું કામ થાય. નિરુ, ગોહિલ ને મૅનોજને થોડું સોંપ્યું છે. કેટલુંક ઊગી નીકળે તો જોવાનું રહ્યું. પણ અહીં ઝાઝો સમય કોઈ રહી શકે એવું મળે તો કાંઈક નીપજે એમ લાગે છે. સ્થાનિક ભજનિકો મળવા આવે છે. નાતો બંધાયો. તમને અને હસુભાઈને આ યાત્રામાં સાથે અનુભવું છું. કુશળતા ચાહું છું. અવકાશે લખશો. મકરન્દનાં વંદન સેતુબંધ Page #46 -------------------------------------------------------------------------- ________________ (૧૫) મકરન્દભાઈ, તમારો સ્નેહભાવ-ભર્યો પત્ર મળ્યો. ત્રણ દિવસના ભજન-શિબિરમાં તમારો ઘણો પરિશ્રમ સહેવો પડ્યો જેની તમારી નાજુક તબિયત ઉપર પ્રતિકૂળ અસર થઈ. તમારો જીવંત રસ અને જેને એક જીવનકાર્ય માનેલું છે તેને સાકાર કરવાની મથામણ—એ કારણે આવા પરિણામનો તમને અને કુંદનિકાબહેનને સહેજ ડર પણ હશે જ - ચાલો, તં ન શોષયેત્ પણ ઘટતી બધી જ સંભાળ લેશો. સેતુબંધ મારે માટે તો નંદિગ્રામના ત્રણ દિવસ અવિસ્મરણીય બની ગયા. જો દસેક વરસ પહેલાં આ દિશામાં નજર ગઈ હોત, તો તમારા કામને – ભજન, પદ વ.ના પરંપરાગત, વારસાનું જતન અને પુનરુજ્જીવન – મેં મારું કામ કર્યું હોત. અત્યારે હાથ પર લીધેલી સંશોધન-યોજનાઓ પૂરી કરવા હું બંધાયેલો છું. પણ જો એક બે અંદરનો રસ ધરાવતા, સમજદાર અને નિષ્ઠાવાન કાર્યકર મળી જાય, તો ત્રણચાર માસમાં કશોક સમયબદ્ધ અને તબક્કાવાર કાર્યક્રમ ઘડી કાઢવાનું મનમાં છે.હમણાં એક બાજુ ‘બૃહત્ કાવ્યદોહન' વગેરેમાંથી પદોનું અને ‘જૈન ગૂર્જર કવિઓ' અને અન્ય જૈન ગ્રંથોમાંથી દેશીઓનું સૂચીકરણ ચાલુ કર્યું છે. મીરાંના પદોની સૂચી પણ બનાવવાનું સોંપ્યું છે. જૈન સઝાઈ જે જૂની ઢબે ગવાતી તેનું ધ્વનિમુદ્રણ કરવાનું વિચાર્યું છે. રાજકોટથી ભાઈ નિરંજન રાજ્યગુરુ અને અમુભાઈ દોશીને વહેલી અનુકૂળતાએ અહીં આવી, મળીને ભજન વગેરેના ધ્વનિમુદ્રણનો કાર્યક્રમ વિચારી, કટકે કટકે અમલમાં મૂકવાની ચર્ચા કરવા લખ્યું છે. તા. ૧૧-૧૨-૧૩ ભાવનગર જઈ ખોડીદાસ પરમાર પાસેથી કેટલાંક ધોળ, ગરબી વગેરે ધ્વનિમુદ્રિત કરવાનું નક્કી કર્યું છે. એમ કટકેબટકે કામ ચાલુ તો રાખીએ છીએ. જો કોઈ એક જણ સમગ્ર યોજનાનું માળખું તૈયાર કરી તેને વ્યવસ્થિત અમલમાં મૂકવાનું માથે લે તો જ આ કામ ઝડપથી આગળ વધે. અમદાવાદ તા. ૨૮-૯-૮૮ તમારા આ બાબતના ત્યાંના કામમાં હસુભાઈ યાજ્ઞિક, હું તથા ગુજ. ૨૧ Page #47 -------------------------------------------------------------------------- ________________ સાહિત્ય અકાદમી જે રીતે સહાયક થઈ શકીએ તે જરૂરી સૂચવશો. તાલુકાવાર અને ગામવાર જૂની પરંપરા જાળવી રાખનાર ભજનિકોની સૂચિ તૈયાર કરીને, પછી એક એક વિસ્તારને આવરી લેવો જોઈએ. કશોક આરંભ તો તરત જ કરવો જોઈએ. હું નંદિગ્રામથી આવ્યા પછી ત્રણચાર પુસ્તકો પૂરાં કરવામાં અને બીજાં થોડાંક કામોમાં અટવાયો તેથી, તમને લખી ન શક્યો તો ક્ષમા કરશો. જલદી પૂરો સ્વાથ્યલાભ પ્રાપ્ત કરશો. હ ભાયાણીના નમસ્કાર ૨૨ સેતુબંધ Page #48 -------------------------------------------------------------------------- ________________ અમદાવાદ તા. ૧૭-૧૧-૮૮ મકરન્દભાઈ તથા કુન્દનિકાબહેન, કુશળ હશો. આજે હસુ યાજ્ઞિક સાથે વાતચીત થઈ તે સંદર્ભે પત્ર લખું છું. ભજનકેન્દ્રને લગતા ટ્રસ્ટનો મુસદ્દો તમને હસુભાઈ હજી મોકલી શક્યા નથી. અકાદમીની મિટિંગો, કાર્યક્રમો વગેરે આડે મુસદ્દો તૈયાર કરી મોકલવામાં ઢીલ થઈ છે. હવે બેચાર દિવસમાં મોકલશે. ભજનોના રેકર્ડિંગ વગેરેનું કામ પણ હજી જોરથી ચલાવ્યું નથી, કેમકે તે માટે એક ખાસ સંપાદકની નીમણૂક કરીએ તો જ એકઠી થતી સામગ્રીનું સંકલન વગેરે વ્યવસ્થિત ચલે. મેં લુણાવાડા પ્રા. કાનજી પટેલને વાત કરેલી. તેમણે જણાવ્યું છે કે તેમના વિસ્તારમાંથી બેત્રણ સાચા ભજનિક અને લોકગીત-ગાયકનો તેમને પરિચય છે અને તેઓ પણ ગાય છે. એટલે તેમની સાથે થોડાક સમયમાં થોડુંક રેકર્ડ કરવાની ગોઠવણ કરીશું. તમે પણ આગલા પત્રમાં એક વિસ્તારની સમૃદ્ધ પરંપરા બાબત લખ્યું છે. હમણાં ટુકડેટુકડે ચલાવશું. મકરન્દભાઈનું સ્વાચ્ય ઠીક જળવાતું હશે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૨૩ Page #49 -------------------------------------------------------------------------- ________________ (૧૭) તા. ૨૯-૧૨-૮૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, પત્ર મળ્યો છે. ભજન-કેન્દ્રનું માળખું ગોઠવાતું જાય છે. મેં તો મારા સ્વપ્નાની ભજન–વિદ્યાપીઠ તરીકે જ તેનો પાયો નાખવાનું નક્કી કર્યું છે. એક સરસ જાણકાર મિત્ર મળી ગયા એટલે હિંમત કરી. શ્રી નટુભાઈ જોષી અમરેલી પાસે ચલાલા ગામના છે. ત્રણેક માસમાં સ્વૈચ્છિક નિવૃત્તિ લઈ ભજનોનું તંત્ર ઉપાડી લેશે. ઘણા ભજનિકોના પરિચયમાં છે. થોડા દિવસ પહેલાં જ પત્ર છે કે રામાયણી ને ભજનિક અમરદાસ ખારાવાળા મહા મહિનામાં આવવાના છે તેમણે કહ્યું છે : “૧૦૦૦ ભજન મારી પાસે છે. દરેકના રાગ શુદ્ધ, પાઠ શુદ્ધ તૈયાર છે અને હું નંદિગ્રામ રોકાઈ ચર્ચા કરી બધું જ આપી દઈશ.' આવા બીજા ભજનોના ભંડારીની વાતો લખીશ તો આ પત્ર એનાથી જ ભરાઈ જશે. આદિવાસી વચ્ચે કામ કરનારા અશ્વિન રાવળ પણ એવા જ સોનાની ખાણ જેવા મળી આવ્યા. હવે મૂળ મુઠ્ઠી ચોખાની વાત. હસુભાઈએ નવા ટ્રસ્ટનો મુસદ્દો મોકલ્યો પણ નવું ટ્રસ્ટ ન કરવાની સલાહ મળે છે. નંદિગ્રામના પેટા વિભાગ નીચે જ આ પ્રવૃત્તિ શરૂ થાય એવો મિત્રોનો આગ્રહ છે. મારી પણ એવી જ ઇચ્છા છે. શ્રી હરિભાઈ પંચાલ આવેલા. તેમણે આર્થિક બાબતની ચિંતા ન કરવાનો સધિયારો આપ્યો. હસુભાઈને આ પ્રવૃત્તિ માટે મદદ મળી શકે તો લખવા સૂચવ્યું ને પત્ર તેમની સાથે જ રવાના કર્યો. ઑફિસિયલ ને ઔપચારિક લખતાં ન આવડે પણ મહામાત્રશ્રીને સંબોધી લખ્યું છે. અધ્યાપક માટે નિવાસ અને કેસેટ સંરક્ષણ જેટલી જોગવાઈ હાલ પૂરતી થઈ જાય તો કેન્દ્રની સ્વતંત્ર માંડણી કરી શકાય. તમે આ દિશામાં કેમ આગળ વધી શકાય એ જરા જોશો. કુશળ સંચાલક મળ્યા છે, ભજન-ગાયકો અસલવારાના વારસદાર જેવા છે ને કાચો માલ સારો એવો તૈયાર છે. આપણે તેમને માથે છાપરું ને મુઠ્ઠી ચોખા આપી શકીએ તો એક જ જગ્યાએ ભર્યો ભંડાર એકઠો થઈ શકે. રેકોર્ડિંગ માટે પણ અદ્યતન સાધનો વસાવ્યાં હોય તો મૂળને વફાદાર મસાલો જાળવી શકાય. ૨૪ સેતુબંધ Page #50 -------------------------------------------------------------------------- ________________ સંરક્ષણ ને સંશોધન બે ઉપર ભાર, સાથે તાલીમ આપવાનું પણ સગવડ કરતાં આગળ ધપાવીશું. મેઘાણીના પત્રોનું પુસ્તક લગભગ તૈયાર છે. સાતસો પાનાં ઉપર થશે. પ્રસ્તાવનામાં તમારા પત્રનો ઉપયોગ કર્યો છે. ચાલીસ વર્ષો પહેલાં તેણે જે બૂમો પાડેલી, ચીસો નાખેલી– આ લોકધનને ઉગારી લેવાની – તે આજે પણ આપણે છાતી ફાડીને નાખવી પડે છે. આજે તો ‘નંદિગ્રામ' જેવું એક પડ જાગતું થતું આવે છે, ત્યારે યે આ હાકલ વાયરે વેરાઈ જશે ? મારી તબિયત જાળવું છું. કુન્દનિકા કામના ઢગલા નીચે. તમને ઘણીવાર યાદ કરીએ છીએ. ઉમાશંકરભાઈ આવી ગયા ત્યારે નિરુએ, “કોઈ દેખંદા, નીરખંદા, પરખંદા, આ ઘટમાંઈના લલકાર કરેલા. આપણે તો આ ઘટમાં જ અમૃત ભરી બેઠા છીએ. જય હરિ ! મકરન્દ સેતુબંધ ૨૫ Page #51 -------------------------------------------------------------------------- ________________ (૧૮) મકરંદભાઈ, ઉમાશંકરભાઈના જવાથી આપણા સંસ્કારજીવનનો એક મોટો ખંડ ઉજ્જડ થઈ ગયાની લાગણી થાય છે. તમે, કુંદનિકાબહેન, તમારા સહયોગીઓ અને ચાહકો જે રીતે અને સ્વરૂપે ભજન-વિદ્યાપીઠ કે ભજન કેન્દ્ર ઊભું કરવાનું ઇષ્ટ માનો તે જ રીતે અને સ્વરૂપે તે ઊભું કરવું. આર્થિક સહાય-ટેકો તો અનેક સ્રોતોમાંથી સહજપણે કે થોડાક પ્રયાસથી મળી રહેશે. આપણે ભાઈ અમરદાસ ખારાવાળાનું દૃષ્ટાંત લઈને, પ્રાથમિક કાર્ય અને તેના વ્યાવહારિક સ્વરૂપ અને અમલ માટે જરૂરી માળખાની વાત કરીએ. (એ તો સ્પષ્ટ છે કે પ્રથમ તબક્કામાં મૌખિક પરંપરાને નોંધવા, જાળવવા અને વહેતી રાખવાના કામને અગ્રતા આપવાની છે. જે લિખિત છે મુદ્રિત કે હસ્તપ્રતગત તે સામગ્રી બીજે તબક્કે સંચિત કરી શકાશે આપોઆપ તે બાબત કશુંક થતું રહે તો તેમાં કશો વાંધો નથી.) ૨૬ અમદાવાદ તા. ૩-૧-૮૯ ૧. તો ખારાવાળા પાસેની ભજનસામગ્રી સંગ્રહીત કરવી તે પહેલું કામ. તેમાં (૧) તે હજાર ભજનોનો પાઠસંગ્રહ (૨) તેમનું ધ્વનિમુદ્રણ અને (૩) તેમનું સ્વરાંકન- એમ ત્રણ પાસાં છે. ટાઈપિસ્ટ ભજનકૃતિઓના પાઠની ટાઈપ કરેલી નકલ તૈયાર કરશે, પરંપરાગત ગાન કેસેટો પર ઊતારી લેવાશે અને સંગીતજ્ઞ તેના સ્વર અને તાલનું અંકન તૈયાર કરશે. પુસ્તકાલયમાં પાઠસંગ્રહ, કેસેટ-સંગ્રહ અને સ્વરાંકન-સંગ્રહના વિભાગ રહેશે. અને તે ઉપરાંત લિખિત પરંપરાના મુદ્રિત ભજનસંગ્રહો-પદસંગ્રહો અને હસ્તપ્રતસંગ્રહોના વિભાગ હશે. આ માટે એક ટાઈપિસ્ટ, એક રેકર્ડિંગ સ્ટુડિયો, એક સંગીતજ્ઞ અને એક ગ્રંથપાલની જરૂર રહેશે. ગ્રંથપાલની યોગ્યતામાં થોડીક સંશોધનકાર્યની સમજ અને પદ્ધતિની જાણનો સમાવેશ કરવો પડશે. જેમ ખારાવાળા પાસેની સામગ્રી, તેમ બીજા ભજનિકો પાસેની સામગ્રીની આ રીતે નોંધણી કરી શકાશે. પણ પ્રશ્નો તે સાથે જ ઉપસ્થિત થાય છે. - સેતુબંધ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨. બીજા ભજનિક પાસેની સામગ્રીમાં ઘણાં એવાં ભજન હોવાનાં જે ખારાવાળાના સંગ્રહમાં હોય તેના તે જ હોય- થોડોક શબ્દફેર કે પંક્તિફેર હોય ખરો, પણ એનું આ તબક્કે કશું મહત્ત્વ નથી. બીજું, કેટલાંક ભજનની બાબતમાં એમ પણ બને કે એમનો પાઠ તો બંને પાસે સરખો હોય, પણ તે જુદા જુદા સ્વરોથી કે તાલથી ગવાતાં હોય. એટલે જયારે અનેક ભજનિકો પાસેથી સામગ્રી એકઠી કરશો, ત્યારે તેમાં જે મોટા પાયાના પુનરાવર્તનનો સંભવ છે તેના ઉપાય પહેલેથી વિચારવા પડશે. નહીં તો સામગ્રીના ઢગલા થતા જશે અને પછી તેમાં વ્યવસ્થા લાવવાનું કાર્ય અત્યંત દુર્ઘટ બનશે. આથી એક ભજનિક પાસેથી પ્રાપ્ત સામગ્રીને પહેલાં વ્યવસ્થિત કરી લેવી પડશે. તેના પાઠોની પહેલી પંક્તિઓની અકારાદિક્રમે સૂચિ તૈયાર કરાવી લેવાની રહે અને તે ક્રમે તેમનાં સ્વરાંકનો અને કેસેટોની પણ સૂચિ તૈયાર કરવાની રહે. કદાચ પહેલેથી એ નક્કી કરવું પડશે કે કયા ક્રમે ભજનો કેસેટ પર ઊતારવાં. જો ભજનપાઠોની પહેલી પંક્તિઓના અકારાદિક્રમે ભજનો રેકર્ડ કરવાનું અનુકૂળ ન જ રહે તો પછી અક્ષરાનુક્રમિક સૂચિ પ્રમાણે તેમની સૂચિમાં ક્રોસ-રેફરંસ મૂકવાના રહેશે આ ઝંઝટ એટલા માટે અનિવાર્ય છે કે નવા નવા ભજનિકો પાસેની સામગ્રીમાં જેટલું નવું કે વધારાનું હોય તેની તારવણી આ પ્રથમ સૂચિઓ ને આધારે કરી શકાશે. એટલે નિરંજન કે નાથાલાલ જેવા, સંશોધનની તાલીમ પામેલા એકાદ જણની જરૂર પડે. જો ગ્રંથપાલ પાસે એવી યોગ્યતા હોય તો પહેલે તબક્કે બીજા માણસની જરૂર ન રહે. ૩. તાલીમ-કેન્દ્રનું કામ આ સંગ્રહાલયના કામની સાથોસાથ ચાલી શકે. તે માટે નિરંજન જેવો એક પરંપરાનો જાણકાર ગાયક, થોડાક શિષ્યવૃત્તિ આપીને બોલાવેલા વિદ્યાર્થીઓ અને પાઠ્યક્રમ એટલાની જ જરૂર રહે. મકાનમાં ગ્રંથાલય, ટુડિયો, અધ્યાપનખંડ, વ્યાખ્યાન કે સભાખંડ, કાર્યકરોના આવાસ, છાત્રાલય અને ભોજનાલયની વ્યવસ્થા દેખીતી જ કરવાની રહે. પહેલા તબક્કાનું કેટલુંક કામ પૂરું થાય તે પછી સંશોધન કાર્યની દિશામાં જઈ શકાય. ભજન-સંગ્રહોનો બીજો એક પ્રશ્ન પ્રાદેશિક અને જ્ઞાતિ-જાતિને લગતી ભિન્ન ભિન્ન પરંપરાઓનો પણ છે. સૌરાષ્ટ્રના વિવિધ ભાગો અને વર્ષોમાં સેતુબંધ ૨૭ Page #53 -------------------------------------------------------------------------- ________________ જળવાયેલી પરંપરા, તે જ પ્રમાણે ઉત્તર ગુજરાત, ચરોતર, દક્ષિણ ગુજરાત અને આદિવાસીઓની પરંપરા : એટલે નોંધણીનું કાર્ય શરૂ કરતાં પહેલાં એક નકશોએક કામચલાઉ વિભાગીકરણ વિચારી લેવું પડશે, જે અનુસાર વિવિધ ભજનિકો પાસેની સામગ્રીને ગોઠવવાની રહેશે. તમે મકાનની સગવડો, સાધનસામગ્રી અને કાર્યકરો વગેરેનું જે ચોકઠું ગોઠવી રહ્યાં છો, તેની વિચારણામાં અને તે માટે શરૂમાં પાયાનો ખર્ચ અને ચાલુ ખર્ચ કરવા માટે કેટલું ભંડોળ જરૂરી બનશે- તેની વિચારણામાં મદદરૂપ થવાની દષ્ટિએ આ સૂચનો કર્યા છે. સૌ કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર ૨૮ સેતુબંધ Page #54 -------------------------------------------------------------------------- ________________ (૧૯) નંદિગ્રામ, તા. ૧૫-૧-૮૯ આત્મીય ભાઈ, પત્ર મળ્યો છે. વિગતવાર જવાબ પછી લખીશ. આ પત્ર તો ખાસ અશ્વિનભાઈ રાવળનો પરિચય કરાવવા માટે. આદિવાસી વિસ્તારનાં લોકગીતો અને ભજનોના ખજાનાની તેમને ભાળ છે. એ ખજાનો સુલભ કરી આપવાની સગવડ છે. વધુ એ રૂબરૂ કહેશે. આપણા “ભજન-વિદ્યા-કેન્દ્ર માટે સેવા આપવા એ તૈયાર થયા એને હું સાચી પ્રાપ્તિ માનું છું. થોડા દિવસમાં નટુભાઈ જોશી પણ તમને આવી મળી જશે. વધુ પછી. કુશળતા ચાહું છું. ઉમાશંકરભાઈનો અવાજ અહીંની હવામાં ગુંજે છે : “હું આવી ગયો - છું'. એ સ્નેહનું જ કેન્દ્ર ને ! તમારો મકરન્દ સેતુબંધ ૨૯ Page #55 -------------------------------------------------------------------------- ________________ (૨૦) નદિગ્રામ તા. ૧૫-૧-૮૯ આત્મીય ભાઈ, તમારી વિગતવાર પત્ર મળ્યો. ભજન કેન્દ્રનું કાર્ય વ્યવસ્થિત રીતે થાય એ માટે તમારાં સૂચનો ઘણા ઉપયોગી થશે. આપણને ગામડાગામમાં છેક ઊંડાણે જઈને ભજનસામગ્રી એકઠી કરનાર મિત્રો મળ્યા છે કે જેમની પાસે બહારનાં આક્રમણોથી આબાદ બચી ગયેલાં ભજનો છે એવા ભજનિકોની પણ ભાળ મળી છે. અમરદાસ ખારાવાળા કે કરસન પઢિયાર કે કરસન જાદવ જેવા મિત્રો અહીં આવી ભજનો ધ્વનિમુદ્રણ કરાવશે તે સાથે આપણા સંગ્રાહકને ધૂળિયા સંતોના વારસદારો પાસે પહોંચી જવું પડશે. આ વિષે નટુભાઈ વાત કરશે. એક બીજા મિત્ર અશ્વિન રાવળને આદિવાસી પરંપરાનો ગાઢ પરિચય છે. તમને મળવા માટે મેં કહ્યું છે ને તમારા પર એક પત્ર પણ લખી આપ્યો છે. હવે મુખ્ય પ્રશ્ન આ સંરક્ષણ અને સંશોધનના કાર્ય માટે અહીંની જરૂરિયાતોનો છે. અમુભાઈ દોશી આવ્યા છે. તેમની સાથે બેસીને એનું કાચું ડોળિયું લખી મોકલું છું. ભજન–કેન્દ્રની યોજના તેમ જ એ અંગેની અપીલ છપાવીને રસ ધરાવનારી વ્યક્તિને મોકલવાનું નક્કી કર્યું છે. તેની નકલ પણ આ સાથે મોકલું છું. ભંડોળ માટે સવિચાર પરિવારના હરિભાઈ પંચાલે સધિયારો આપ્યો હતો તેમને પણ પત્ર લખું છું. નટુભાઈ આ કાર્યને વરેલા છે એટલે તેમને જરૂરી માર્ગદર્શન આપશો. મારી તબિયત સારી છે. એક સાચો ને સારો પાયો નાખી શકીએ તો ભયો ભયો. કુશળતા ચાહું છું. કુન્દનિકા વંદન પાઠવે છે. મકરન્દના વંદન સેતુબંધ Page #56 -------------------------------------------------------------------------- ________________ (૨૧) મકરંદભાઈ, “તમારા પત્ર સાથે અશ્વિન રાવળ મળવા આવ્યા હતા. નટુભાઈ મળવા આવી નથી શક્યા. તેમણે તમારો પત્ર તથા ભજન કેન્દ્રની યોજનાનો મુસદ્દો ચલાલાથી મને ટપાલ દ્વારા મોકલી આપ્યો છે. યોજનાના વ્યવહારિક સ્વરૂપ અને વ્યવસ્થા વિશે તમે જે નક્કી કર્યું છે તે બરાબર છે. કાર્યવશાત્ હસુ યાજ્ઞિક બે દિવસ પહેલા મળ્યા હતા. તેમને પણ તમારી યોજના અને અપિલનો મુસદ્દો બતાવ્યો. તેમને પણ તે બધી દૃષ્ટિએ યોગ્ય લાગ્યો. કેન્દ્ર વ્યવસ્થિત શરૂ થાય ત્યારે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી વિશિષ્ટ હેતુઓ અને સંશોધનની કે સંગ્રહ-સંચયની પરિયોજનાઓ માટે ઘટતી સહાયનું ગોઠવી શકાશે. અહીં તો સૂચીકરણ કે સંગ્રહનું કામ હું ઘરે બેઠાં બેઠાં, આંગળી ચીંધીને, અહીં તહીં થોડોક ધક્કો મારીને જે કાંઈ થોડુંક કરું તેટલું જ થાય- અને હું બીજાં અનેક કામનો બોજો વહોરીને બેઠો છું, અને મારું ક્ષેત્ર પણ જુદું. પણ આપણી ભજનપદ-પરંપરાના જતન માટે પ્રત્યક્ષ-પરોક્ષ જો કાંઈક થોડુંક પણ મારાથી થાય તો તેનો ઘણો આનંદ અનુભવાય. અમદાવાદ ૧૧-૨-૮૯ ભજન કેન્દ્રનો મુખ્ય પ્રશ્ન ભંડોળનો નથી. તમારી જીવલગ લગન અને જીવનકાર્યને કારણે થોડાક પ્રયત્ને તે માટે આવશ્યક પ્રબંધ જરૂર થઈ જાય. પ્રશ્ન ભાવનાવાળા, જાણકાર અને કાર્યનિષ્ઠ માણસો મેળવવાનો છે. શરૂઆત ગ્રંથપાલ અને ગાયક-અધ્યાપકની નિમણૂકથી કરવી. અભ્યાસક્રમ શરૂમાં બહુ વિગતી અને ચોકઠાબદ્ધ ન રાખવો, જેથી અનુભવે તેમાં ઘટતો ફે૨ફા૨ ક૨વાનો અવકાશ રહે. તમે, અધ્યાપક અને કુંદનિકાબહેનની પસંદગી સમિતિને જે વિદ્યાર્થી આ માટેના વલણવાળો અને ભાવનાશીલ જણાય તેને આપેલી તાલીમ ઊગી સરશે. શહેર કરતાં ગામડામાંથી અને જૂની પરંપરા જાળવનાર કુટુંબમાંથી મળતા વિદ્યાર્થીઓ પરંપરા પચાવવાનું અને બીજે ચેતવવાનું કામ કરશે. જેમ જલદી ભજનકેન્દ્રનું કામ ચાલુ થઈ જાય તેમ વધુ સારું- પણ તમે સાવચેતી અને સાવધાનીથી, કામનો થાક નડે નહીં તે રીતે જ શ્રમ લેશો. સેતુબંધ ૩૧ Page #57 -------------------------------------------------------------------------- ________________ નટુભાઈના મળવાની હું વાટ જોતો હતો તેથી તમને પત્ર મોડો લખ્યો છે. તેમનો પત્ર ત્રણેક દિવસ પહેલાં મળ્યો. હું હમણાં એક ઉપાધિ વહોરી બેઠો છું : સિત્તેર વરસ વહી ગયાં તો યે વિવેકબુદ્ધિનો અવાજ ન ગણકારવાની ભૂલ વારંવાર થતી રહે છે. પૂણેના ‘લિંગ્વિસ્ટિક સોસાયટી ઑવ ઇન્ડિયા'ને આશ્રયે ત્રણ વ્યાખ્યાન આપવાની હા પાડી બેઠો છું. ત્યાંના આ વિષયના બડેખાંઓ આગળ વાત કરવાની, એટલે થયેલાં કામોના અનેક હવાલાઓ આપીને જ વાત કરવી પડે – એનો પરિશ્રમ હવે આકરો લાગે છે : પણ પલાળ્યું એટલે... ૨૩, ૨૪, ૨૫ તારીખો વ્યાખ્યાન માટે નક્કી થઈ છે. હેમચંદ્રની ‘દેશીનામમાલા’નો વિષય રાખ્યો છે. ૧૯મીએ મુંબઈ જવા નીકળીશું, પહેલી માર્ચે પાછાં. ભજનકેન્દ્ર સંબંધે જ્યારે જે કાંઈ મને જણાવવું જરૂરી લાગે ત્યારે જણાવવા વિનંતી છે. સ્વાસ્થ્ય જાળવશો. હું ત્રણેક અઠવાડિયા કફથી પીડાયો. હવે સ્વસ્થ હ. ભાયાણીના નમસ્કાર ૩૨ સેતુબંધ Page #58 -------------------------------------------------------------------------- ________________ (૨૨) આત્મીય ભાઈ, ઘણું બધું લખવાનું ભેળું થયું હોવા છતાં લખી નથી શક્યો. અમારો માર્ગ નાનાંમોટાં વિઘ્નો વચ્ચેથી પસાર થાય છે. અને જેને પલાંઠી વાળીને કામે લાગી જવું છે, ધૂણો ચેતાવવો છે એને ભાગે જ સંઘર્ષ ને અણસમજુ સાથે માથાંફોડ કરવાના પ્રસંગો આવ્યા કરે છે. કેટલાક રાજકારણીઓને અમારું પડ જાગતું રાખવાના પ્રયત્નો ખૂંચે છે ને અમને અહીંથી હાંકી કાઢવાના જ પેંતરા તેઓ ભરે છે. આ બધાનો જવાબ આપવામાં સમય ને શક્તિ વેડફવાં પડે છે. ગાંધીનગર સુધી કાગળિયાં ગયાં છે, સરકારી તપાસ આવ્યા કરે છે. અમે કાર્યનો ચોક્ખો ચોપડો ને હેવાલ રજૂ કરીએ છીએ. જોઈએ શું થાય છે. ભજનોનું ભૂત તો જીવ લઈને જાય ને જીવતે ગત્યે પોંચાડે એવું છે. વનવાસીઓનાં ભજનો ને ગીતકથાઓનો ભંડાર ભર્યો પડ્યો છે તેની ભાળ મળી છે. આમાં લગનીથી લાગી ગયેલા ભાઈ મળ્યા છે. હરિ આશ્રમ તરફથી સહાય મળી છે. આ જૂનના પહેલા અઠવાડિયામાં એક વૃદ્ધ સજ્જન આવવાના છે. તેમને કંઠે જળવાઈ રહેલું સ્વર-ધન કેસેટમાં ઉતારીશું. બીજા ભજનિકો પણ આવતા થયા છે. હસુભાઈનો પત્ર હતો, સ્નેહ અને સહાનુભૂતિ નીતરતો. પણ તેમને યોજના તૈયા૨ કરી મોકલી શક્યો નથી. આસુરી બળોના ચકરાવામાંથી જરા ફૂરસદ મળે કે સત્વર મોકલી આપીશ. અત્યારે તો વહાણ હાલકડોલક છે, પણ છેવટે સંભાળનારો મોટો છે ને ! સેતુબંધ ૮-૫-૮૯ નંદિગ્રામ ચન્દ્રભાલભાઈ મળી ગયા. તમને થોડાક દિવસમાં મળશે. આવા મિત્રો થોડો સમય પણ સાથે રહે તો ભજનવાણીના મર્મ સાથે સાથે વહી આવતું ભાષાકર્મ પણ તપાસી—ચકાસી શકાય. ગોરખ પુકારી પુકારીને કહી ગયો છે : ‘સબદ વિંદો રે અવધૂ, સબદ વિંદો.' આમાં વેદવું ને વેધવું બંને આવી જાય છે. અત્યારે સખત તાપ છે. પણ વરસાદ થાય ને વાતાવરણ ભીનું થાય ત્યારે તમે એકાદવાર આવો એવી ઇચ્છા રહ્યા કરે છે. આ સાથે બુક–પોસ્ટથી ભજનકેન્દ્ર પરિચય બીડું છું. , મકરન્દનાં વંદન ૩૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ (૨૩). અમદાવાદ ૧૬-૫-૮૯ મકરન્દ્રભાઈ તમારો પત્ર, “ભજન વિદ્યાતીર્થ’ અને ‘વનવાસી કંઠસ્થ સાહિત્ય : સંકલન અને સંરક્ષણને લગતી માહિતી પત્રિકાઓ બધું મળ્યું. પ્રયોજન, દૃષ્ટિબિંદુ, પદ્ધતિ, આયોજન વગેરે સ્પષ્ટ, યોગ્ય રીતે વ્યક્ત થયું છે. અને બાબતમાં મારું એક સૂચન છે : બંને પત્રિકાઓના અંગ્રેજી અનુવાદ કરાવીને પત્રિકાઓ તૈયાર કરવી : વનવાસી કંઠસ્થ સાહિત્યની ટુંકાવીને. આ માટે એમ.ટી.બી. કોલેજના અંગ્રેજીના અધ્યાપક ડૉ. રમેશ ઓઝાને કે અન્ય કોઈ રસ લેતી વ્યક્તિને વિનંતી કરી શકાય. પરદેશમાં આપણા લોક તેમજ પરદેશી વિદ્વાનોમાં મધ્યકાલીન ભક્તિ-સંત-સાહિત્યમાં વર્ષો વરસથી ઘણો ઊંડો રસ લેવાઈ રહ્યો છે. સંશોધનકાર્ય માટે ત્યાંના ઘણા અભ્યાસીઓ સતત ભારત આવ્યા કરે છે. મારી પાસે વિશેષ રસ ધરાવતી વ્યક્તિઓનાં સરનામાં છે, અને થોડાકની સાથે મારો ચાલુ સંપર્ક છે. આથી આપણા કાર્યમાં પ્રત્યક્ષ-પરોક્ષ સહાય અને સમર્થન પણ પ્રાપ્ત થશે. - તમારા ટ્રસ્ટને કશાક સરકારી વાંધાવચકાનું નડતર ઊભું થયું છે તે દુર્ભાગ્ય’ - આપણા સૌનું દુર્ભાગ્ય છે. આ બાબત જો કોઈ પ્રધાનને કહેવરાવવાથી રસ્તો નીકળે તેમ હોય તો એકબે મિત્ર દ્વારા પ્રયત્ન કરી શકાય. હું થોડા દિવસ પહેલા એક દિવસ માટે કેશોદ ગયો હતો, ત્યાં ભાઈ રાજેન્દ્રસિંહ રાયજાદાએ ગામડામાંથી બેત્રણ ભજનિકને બોલાવીને કાર્યક્રમ રાખ્યો હતો. બેત્રણ ભજનો-એક તો આરતિ હતી. તેમનાં ઢાળ અને રચના-ભાવની દષ્ટિએ ઘણાં પ્રભાવક હતાં. મેં ભાઈ રાયજાદાને લખ્યું છે કે ઘડપંથકના જૂની પરંપરા જાળવતા થોડાક ભજનિકોનાં ભજનો ધ્વનિમુદ્રિત કરવાનું તેઓ માથે લે તો તે અંગેના આવશ્યક ખર્ચની ગુજરાત સાહિત્ય અકાદમી જોગવાઈ કરશે. ગયે રવિવારે રાત્રે આકાશવાણી પરથી પ્રસારિત શાસ્ત્રીય સંગીતના કાર્યક્રમમાં કોઈ બહેને (રૂપાંદે શાહ ?) ગોરખ કલ્યાણ ગાયો જેમાં “સુરત ચુનરિયા રંગ દે મેરે પીર રંગરેજવા” એવા બોલથી શરૂ થતી ચીજ ગાઈ હતી. જ નાથપંથી કે નિર્ગુણ-પરંપરા ભજન પ્રવાહમાં છે, તેવા ભાવવાળી ચીજ ૩૪ સેતુબંધ Page #60 -------------------------------------------------------------------------- ________________ શાસ્ત્રીય સંગીતમાં પણ હોવાનું હું જાણતો ન હતો. કદાચ ગોરખ કલ્યાણ રાગને ગોરખનાથ સાથે સંબંધ હોય એવો વિચાર મનમાં આવ્યો... ભાતખંડેએ કે બીજા કોઈ સંગીત-ઇતિહાસકારે આ બાબત નોંધી છે કે નહીં તેની તપાસ અવકાશે કરીશ. તમે જાણતા હો તો લખશો. એક વાર તમારી સાથે બેચાર દિવસ ગાળવાનું જરૂર ગોઠવી શકાશે. હમણાં થોડોક દાક્તરી ઉપચાર ચાલે છે- કફની તકલીફ માટે. ૧૯મીએ દસેક દિવસ માટે મુંબઈ જવાના છીએ. તમારી પરદેશયાત્રા ક્યારે નિશ્ચિત થઈ છે ? સૌ. કુંદનિકા બહેન તથા તમે કુશળ હશો. સેતુબંધ હ. ભાયાણીના નમસ્કાર ૩૫ Page #61 -------------------------------------------------------------------------- ________________ (૨૪) આત્મીય ભાઈ, તમને જાણીને આનંદ થશે કે ભજનનું કામ આગળ વધી રહ્યું છે. ભાઈ નિરંજન રાજ્યગુરુ દશ—બાર દિવસ આવી ગયા. તેમને ઓછા જાણીતા અને અસલ માર્કાના ભજન કેસેટમાં ઉતારવાનું સોંપ્યું. અમુભાઈ દોશી અહીં બે–ત્રણ માસ માટે આવતા રહેશે. એ રીતે ભજન અભ્યાસમાં મૂળ ઢાળને જાળવી રાખવાનું પણ બનશે. અત્યારે કરસન જાદવ નામના ભજનિક આવ્યા છે. જૂની હસ્તલિખિત ભજનપોથીઓ લાવ્યા છે. તેમને કંઠે રહેલાં ભજનો પણ ઉતારી આપે છે. ભજનની સાથે લોકગીતો ગાનારો પણ સારો એવો વર્ગ છે, એટલે કેસેટનું કાર્ય માત્ર ભજનો પૂરતું મર્યાદિત ન રાખતાં પાણીદાર મોતી જેવાં લોકગીતો પણ સંઘરી લેવાની લાલચ રોકી શક્યો નથી. ભાઈ ભગવાનદાસ પટેલ પાસે સાબરકાંઠાના આદિવાસી લોકસાહિત્યનો સારો એવો ભંડાર છે ને તેમને કામની સૂઝ પણ છે. તેમને પણ આદિવાસી ભજન અને કથાગીતો ઉતારી લેવાનું સોંપ્યું. આમ ખેપિયા વહેતા કર્યા છે. એમાં વળી હિરજનોમાં જુદે જુદે પ્રસંગે બોલાતા મંત્રો મળ્યા. મરેલી ગાય ચીરવાનો મંત્ર તો વાધેનુને માટે જ વપરાતો હોય એમ લાગ્યું. એનો અર્થ પણ કશી ખેંચ—તાણ કે કલ્પનાના ઘોડા દોડાવ્યા વિના ગોરખવાણીને અજવાળે સૂઝ્યો. કોઈ સહાયક સંશોધકો મળે તો ઘણી ખોવાયેલી કેડીઓ મળે એમ છે. અહીં થોડો સમય રહી આવું કામ ઉપાડી શકે એવા કોઈ ધ્યાનમાં ખરા ? ૩૬ ‘ગોરખ—કલ્યાણ’ની ચીજ ‘સુરત ચુનરિયા' વિષે વાંચ્યું. અમુભાઈએ કહ્યું કે ‘ગોરખ’ નામનો રાગ છે. ઉત્તર ભારતીય સંતોની વાણીને આપણે ત્યાં પદ પરંપરામાં ‘રાગ’ દર્શાવવામાં આવે છે. ભજન–પ્રવાહમાં શાસ્ત્રીય રાગ ને લોકઢાળનો ક્યાંક સંગમ થયો છે. રાંગ’ વિષે સાખીઓ પણ મળે છે. ‘કલ્યાણ રાગ'ની સાખીઓ સાંભળવામાં રસ પડશે. આ સાથે થોડી ઉતારી આપું : ૧૪ જૂન ૧૯૮૯ નંદિગ્રામ ગોડી તો અબ મીટ ગઈ, જબ અસ્ત ભયો કે ભાણ, રાત ઘટીકા દો ગઈ, તબ પ્રગટ્યો રાગ કલ્યાણ.' સેતુબંધ Page #62 -------------------------------------------------------------------------- ________________ કલ્યાણ કલ્યાણ સબ કહે, મૈં ક્યા કરૂં કલ્યાણ, જા ઘર સેવા શ્યામ કી, તા ઘર સદા કલ્યાણ. કલ્યાણ રાગ સો મહાબળી, સબ રાગ કો રાખત માન, સિંહલ* દેસકી પદમની, જપતી રાગ કલ્યાણ સુખ ઉપન્યો દુઃખ મીટ ગયો, ચૌદશ ભયો ઉજિયા૨, અંગો અંગથી ઉલટ્યો, જલ પ્રગટ્યો રાગ કલ્યાણ આપણા નરસિંહનો ‘કેદારો’ તો જાણીતો છે. ‘વાગ્યેયકાર’ સંતો પાસે શબ્દ, પ્રાણ અને સૂરનો ત્રિવેણી સંગમ સાધવાની કળા હતી. તંત્રમાં તત્ત્વ (પૃથ્વી વ.), તેની સાથે પ્રગાઢ સંબંધ ધરાવતા બીજાક્ષર, બીજમંત્ર, આકાર, રંગ, છંદ, રાગ, વાઘ તથા ઉપાસ્ય દેવતા અંગેની સાધના પદ્ધતિ છે. આ વિષે કેટલુંક પ્રયોગાત્મક પાયાનું કામ થઈ શકે એમ છે. ‘નંદિગ્રામ‘માં એને ક્રિયાત્મક સ્વરૂપ આપવા માટે મેં જે ડોળિયું તૈયાર કર્યું છે તેની વાત વળી કોઈવાર. કુશળતા ચાહું છું. કુન્દનિકા વંદન પાઠવે છે. ભજન—વિદ્યાતીર્થનો ‘પ્રોજેક્ટ’ મેં હસુભાઈને મોકલ્યો છે તે સહજ. * કુંડલિની + ઉલટ પ્રાણ-પ્રક્રિયા સેતુબંધ મકરન્દનાં વંદન ૩૭ Page #63 -------------------------------------------------------------------------- ________________ (૨૫) તા. ૨–૩–૯૦ નંદિગ્રામ આત્મીય ભાઈ, પનું મળ્યું. પરદેશથી આવ્યા પછી બરાબર હળે જૂતી ગયો છું. નિરાંતે પત્ર લખવાનો સમય નથી મળતો. ત્યાંની યાત્રા સારી ગઈ. ખાસ તો મારી તબિયતે રંગ રાખ્યો ને બધા જ કાર્યક્રમો પાર પાડ્યા. નવી ભૂમિએ પાતાળઝરો ફૂટ્યો હોય એમ કાવ્યો આપ્યાં. “કવિતામાં આવતાં જશે.' “ગોકુળમાં ટહુક્યા મોર’ મળ્યું પણ ત્યારે અમુભાઈ અહીં હતા તે તેમણે ઝડપી લીધું. વળી થોડા દિવસમાં આવવાના છે ત્યારે લેતા આવશે. ખૂટતી કડીઓ મેળવવા માટે બહેનો “નોટો' રાખતી એ અંગે લખ્યું છે, મારી પાસે એવી પેન્સિલથી લખેલી નોટ છે. એમાંથી એવી કડીઓ મળશે તો લખી મોકલીશ. ખાસ તો અમેરિકામાં પ્રવીણભાઈ ભટ્ટ (નાનાભાઈ ભટ્ટના દીકરા)ને ત્યાં તમે યાદ આપ્યા. તેમનાં પત્ની ઇન્દુબહેન (કવિ હસમુખ પાઠકનાં બહેનોને ઘણાં ધોળ-કીર્તન–પદ કંઠે છે. તેમને ‘હરિ વેણ'ને ‘ટહુક્યા મોર'ની નકલ મોકલી શકાય ? તેમની પાસેથી ખૂટતી કડીઓ મળે ને નવાં પદ મળે એવું લાગે છે. ઇન્દુબહેનને આ માટે બને તો લખશો. “ભજન વિઘાતીર્થને મજબૂત પાયા પર ઊભું કરવાના મનોરથ છે. પણ એ માટે સારી એવી આર્થિક સહાય જોઈએ. મારામાં ને કુન્દનિકામાં એ મેળવવાની આવડત ઓછી છે. ડોલરિયા દેશમાંથી પણ ભારોભાર સ્નેહ ને સભાવથી કાળજું ભરી લાવ્યા પણ કોથળી તો ખાલી રહી. અત્યારે તો એક પગ મશાનમાં રાખી ચૂકેલા ભજનિકો પાસેથી સાચાં મોતી પડાવી લેવાનો ધંધો ચાલુ છે. સાબરકાંઠા પાસેથી “જેસલ-તોરલ'ને “માલદે-રૂપાંદે'ની સળંગ કથા મળે એ તો અસ્સલ ખજાનો. એક મિત્ર પુંજાભાઈ બડવા અહીં આવ્યા છે, માધવપુર ને માંગરોળની સાગરપટ્ટી પાસેથી મબલખ ઝવેરાત મેળવી આપવાનું કહે છે. એ પણ વાણીના જાણકાર છે. મનમાં થાય છે કે ત્યાં ખેપ મારી આવું. ૧. ૧૯૮૯-૯૦માં મકરંદ દવે તથા કુન્દનિકા કાપડિયા અમેરિકાની યાત્રાએ ગયેલાં. ત્યાં રચાયેલાં કાવ્યોનો સંગ્રહ “અમેરિકાનો ચિરંતન ચહેરો', પ્રકા. ધરા પ્રકાશન, મુંબઈ, ઈ. ૧૯૯૯. ૩૮ સેતુબંધ Page #64 -------------------------------------------------------------------------- ________________ ગાયત્રીના મંત્ર, ચાર ચક્કરનાં ભજન વ.માં વાકુની ઉપાસના બહુ ખૂબીથી વણી લીધી છે, લોક–ભજનકારે. આ વિષે લખવા માટે આંગળાં સળવળે છે પણ “નંદિગ્રામ “ના બાર ચક્કરમાંથી બહાર આવી શકતો નથી. રાજકારણી જીવોના ઉત્પાત ચાલુ છે ને એમની વચ્ચે જ આવા અલખના આરાધ માંડવાના છે. અગાઉના ભગતને ય ગાવું પડ્યું છે : “અસુરોને મત દયા આણો, એમ ભણે લુવાણો ભાણો.” એ પછી ભાણસાહેબ થાય ત્યારે અસુરો જ સાકરનો પડો ને નાળિયેર લઈ એની જગ્યાએ આવવા માંડે. અજબ તમાસો છે. “રામનવમી' પર ભજન-સંમેલન કરવું છે. તમે ત્યારે આવી શકશો ? અમુભાઈ આવે પછી કાર્યક્રમ ઘડી કાઢીશું. હસુભાઈને પણ આમંત્રણ પાઠવીશ. તેમને ભજનતીર્થ વિષે લખેલું પણ અકાદમીની મર્યાદાને લીધે એ વધુ કાંઈ કરી શકે એમ નથી લાગતું. છતાં કોઈ સંયુક્ત પ્રોજેક્ટ હાથ ધરી શકાય. એ અંગે લખીશ. તમારી તબિયત સારી હશે. અવકાશે લખશો. કુન્દનિકા વંદન પાઠવે છે. મકરન્દના વંદન ફરી વાર આવો- એવું સ્નેહભીનું આમંત્રણ છે. -કુન્દનિકાના વંદન સેતુબંધ ૩૯ Page #65 -------------------------------------------------------------------------- ________________ (૨૬) મકરન્દભાઈ કેટલીક વ્યવહારિક બાબતોમાં અને પુસ્તકોના પ્રકાશનમાં હું અટવાયેલો હતો અને જરા નિરાંતે લખું એમ હતું, એટલે તમારા પત્રનો ઉત્તર એક માસ પછી લખી રહ્યો છું. રામનવમીએ નંદિગ્રામમાં ભજનશિબિર રાખવા તમે વિચારતા હતા, તેની ધાર્યા પ્રમાણે ગોઠવણ નહીં થઈ શકી હોય એમ માનું છું, નહીં તો તમે લખ્યું જ હોત. ‘અમેરિકાવાળા’ મણિભાઈ જોશી મુંબઈમાં મળ્યા હતા એ મારા ઘણા જૂના પરિચિત છે. બધા અર્થમાં વ્યવહારકુશળ છે. મેં તેમને સહેજ પૂછ્યું હતું કે મકરન્દભાઈની ભજનવિદ્યાપીઠ અર્થે કશુંક નક્કર તમે લોકોએ કરી આપ્યું ? ત્યારે તેમનો સ્પષ્ટ જવાબ ન હતો – તેમને એમાં શું રસ હોય ? પણ વિક્રમ કામદાર સાચો માણસ છે, સાહિત્યપ્રેમી છે. તેના પિતા મારા નિકટના મિત્ર હતા. ચંદ્રિકાબહેનને કુંદનિકાબહેન જાણે છે. વિક્રમ હમણાં થોડા દિવસ મુંબઈ-અમદાવાદ આવ્યો હતો. તેને આ બાબતમાં કશુંક નક્કર કરવા જણાવી શકાય. રઘુવીરને જૂનમાં (કે મેમાં) ત્યાં બોલાવે છે. તેને હું વાત કરીશ. અમદાવાદ રામનવમી ૩-૪-૯૦ ૪૦ નરોત્તમ પલાણને હું એક વરસથી કહ્યા કરું છું કે પોરબંદરની બાજુના એક ગામમાં (તમે પુંજાભાઈ બડવા પાસેથી માધવપુરી ને માંગરોળના પંથકમાંથી ભજનોનો ભંડાર મળી શકે તેમ જાણ્યું તેવું જ) એક વૃદ્ઘ પાસેથી ઘણા ભજનો મળે તેમ છે, એમ કહો છો તો રેકર્ડ કરી આપો. છેવટે આ વખતે પલાણ મળ્યા ત્યારે એકાદ માસમાં એ કામ કરી આપવાની હા તો ભણી છે - જોઈએ. ગુજરાત યુનિ.ના ઇતિહાસ વિભાગે તેમના દૃષ્ટિકોણથી (સામાજિકસાંસ્કૃતિક) ૧૦/૪ના રોજ સંત-ભક્ત-સાહિત્ય વિશે એક દિવસનો પરિસંવાદ રાખ્યો છે. તમારો સંદેશો તેમને મળ્યો હોવાનું પ્રો. રાવળે મને જણાવ્યું. આ રીતે જુદા જુદા વર્ગ આ પરંપરામાં રસ લેતા થાય અને તેનું અસાધારણ સાંસ્કૃતિક મૂલ્ય પ્રીછે તો એક વાતાવરણ તો તૈયાર થાય જ. ‘ઊર્મિ-નવરચના’ના નવા અંકમાં તમારો અને કુંદનિકાબહેનનો લેખ સેતુબંધ — Page #66 -------------------------------------------------------------------------- ________________ જોયા. આ રીતે થોડું થોડું ચાલતું રહેવું જ જોઈએ. હમણાં ગોહિલનું “સૌરાષ્ટ્રના હરિજન ભક્ત કવિઓ' જોતો હતો. એક શબ્દ પર નોંધ તૈયાર કરીને “ઊનવ.માં મોકલવી છે. તમારા ધ્યાનમાં કોઈ ભજનોમાં એ પ્રયોગ આવ્યો હોય તો જણાવશો. અખામાંથી એવો એક પ્રયોગ મારા ધ્યાનમાં આવ્યો છે. ગોહિલે કોળી-પાવળ મુખમાં મૂકતાં પહેલાં બોલવાના મંત્રમાં શરૂઆતમાં જે “ઓ ગુરુજી અરબત-નરબત ધંધુકારા' (પૃ. ૬૩) એવા શબ્દો આપેલા છે, તેમાં અરબતનરબત વિશે નોંધ આપેલ છે. તમારો કવિતાનો નવો ફાલ, ભૌતિક સિદ્ધિને શિખરે રહેલી સંસ્કૃતિના તાજા ધક્કાના નિમિત્તકારણે પ્રગટેલો હોઈ, અને આપણે અહીં એ દિશામાં હવે ઊંધું ઘાલીને ધસી રહેલા હોઈને, ઘણોજ અર્થપૂર્ણ અને રસપ્રદ હશે. તમે સ્વાથ્યને આંચ આવવા દીધા વિના પ્રવાસ પૂરો કર્યો એ એક “સિદ્ધિ જ ગણાય.” ઇન્દુબહેનને “હરિવેણ૦' અને “ગોકુળમાંવ' પહોંચાડવાની કશીક વ્યવસ્થા કરીશ-ઘણા અમેરિકા આવતાજતા હોય છે. હમણાં મને મારા ગામ મહુવામાંથી એક મિત્રના પ્રયત્નથી, “હરિવેણ૦’ અને ‘ગોકુળમાં'ના પાંચેક અધૂરા પાઠ વાળાં પદોનો પૂરો પાઠ મળ્યો. આ માટે ગામડે-ગામડાંમાં જઈ પ્રવાસ કરી, સંપર્ક સાધીને જ સામગ્રી પ્રાપ્ત કરી શકાય. પણ તેવું કરી આપનારના અભાવે, માત્ર બે ચાર કાગળ લખીને પણ થોડું થોડું મળી રહે છે. ત્રીજો સંગ્રહ ‘ઝરમર મેહ, ઝબૂકે વીજ બેએક માસમાં છાપવા મોકલવા વિચાર છે. તેમાં મેં નાનપણમાં સાંભળેલું એક રાધા-કાના'ની વડચડનું ધોળ આપવું છે. તેની બેચાર પંક્તિ જ મને યાદ હતી. મહુવામાંથી એક બહેને તે આખું મોકલી આપ્યું. એટલું જ નહીં, ચાલીશેક વરસ પહેલાં છપાયેલી સાત-આઠ વડચડ-રચના આપતી એક નાની ચોપડી પણ મોકલી આપી ! વળી જાણવા મળ્યું કે ચારણી-રાજસ્થાન લોકસાહિત્યમાં એ પરંપરા છે અને એક ભવાઈના વેશમાં પણ તે આવે છે. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી “ગુજરાતી-લોકસાહિત્યમાળા' ભાગ૧-૧૪માં આપેલાં લોકગીતોની પ્રથમ પંક્તિની વર્ણાનુક્રમી સૂચિ (“લોકસાહિત્યસૂચિ') તથા “બૃહત્કાવ્યદોહન'ના ભાગોમાં, નરસિંહ અને મીરાના પ્રકાશિત પદસંગ્રહોમાં અને “પ્રાચીન કાવ્યસુ0'માં આપેલાં પદો–એમની પહેલી-છેલ્લી કડીઓ અને કવિનામ સહિત વર્ણાનુક્રમી સૂચિ (‘પદ-સૂચિ) હમણાં જ પ્રકાશિત થયાં છે. તમને મોકલવા સૂચના તો કેટલાક દિવસ પહેલાં જ આપેલી, પણ તંત્ર સેતુબંધ ૪૧ Page #67 -------------------------------------------------------------------------- ________________ શિથિલ હોઈ, હજી સુધી પુસ્તકો નહીં મોકલાયાં હોય. તેની યાદ આપીશ. એ જ રીતની જૈન રાસાઓમાં આપેલી તત્કાલીન લોકપ્રિય દેશી ગીતોની પંક્તિઓની સૂચિ (‘દેશીઓની સૂચિ') છપાવી શરૂ થઈ છે. લોકસાહિત્યના સંશોધનને લગતાં મારા લેખો એકત્ર મૂકી ‘લોકસાહિત્યનાં મૂળ અને કુળ' નામે હમણાં જ પ્રકાશિત કર્યા છે. તેની નકલ પણ ટૂંકમાં તમને મોકલી આપીશ. કુંદનિકાબહેને નોતરું આપ્યું, પણ એ વિનાયે તમારે ત્યાં આવી બેચાર દિવસ ગપગોષ્ઠી કરવાનું મન કેમ ન થાય ? પણ જ્ઞાનગુમાનની ગાંસડી હજી પણ નીચે મુકાતી નથી, પ્રવાસ માટે શારીરિક ર્તિ કે હોશ ઘટી રહ્યાં છે- છતાં ઉનાળા પછી મુંબઈ આવતાં જતાં કશીક ગોઠવણી કરવાનું મનમાં છે. તમારા બંનેનું સ્વાથ્ય સારું હશે. હ, ભાયાણીના નમસ્કાર X સેતુબંધ Page #68 -------------------------------------------------------------------------- ________________ (૨૭) ૩૦ ઑગસ્ટ ૧૯૯૦ નંદિગ્રામ આત્મીય ભાઈ પત્ર મળ્યો. મારી તબિયત હવે સારી છે. કિડની અને બ્લેડરમાં પથરી હતી ને કીડની કામ કરતી બંધ પડી ગઈ હતી. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું. ‘સિસ્ટોસ્કોપી’ને ‘લિથોટ્રિીપ્સી જેવાં આધુનિક ઉપચારને લીધે વાઢકાપમાંથી મુક્તિ મળી. આવી સર્જરીને લીધે દરદીને કેટકેટલાં કષ્ટમાંથી મુક્તિ મળી એ વિચાર કરું છું ત્યારે આવાં સાધનોના શોધકોને માથું નમે છે. આપણા યુગની સર્વોત્તમ પ્રાપ્તિ અંગે કોઈએ એ. એન, વ્હાઈટહેડને પૂછ્યું ત્યારે તેણે કહ્યું ed : Discovery of anaesthesia and decline of christian theology.' આ બંનેએ મળીને આપણને આ દુનિયાના ને પરલોકમાં દોઝખમાંથી બચાવી લીધા. શસ્ત્રકિયા ને શાસ્ત્રકિયા બંને જોખમી છે ને સતત સુધાર માગી લે છે. ઇસ્પિતાલમાં સોળ દિવસ ગાળ્યા. કાંઈ ગરબડ ન થઈ ને પાછો ખેતરે આવી ઝૂકી ગયો છું. તમે ખબર ન પુછાવી શક્યા તેનો વસવસો ન કરશો. વર્ણપૂછ્યું આ પત્રમાંથી જે લાગણી નીતરે છે એ મારી મોટી કમાણી છે. ને મારા મનમાં એક અફસોસ રહી ગયો તેની મનમાં ખૂંચતી કાંકરી યે કાઢી નાખ્યું. મારે માટે નવી નવાઈ ગણાય એમ હું અમદાવાદ આવી ગયો. તમને મળવાનું ઘણું મન હતું પણ મળવા આવી ન શક્યો. મારાં એક કુટુંબીજન જેવા માજીએ રઢ લીધી કે મળવા આવો કે તેડી જાઓ”. એ તો પથારીવશ હતાં. મારે જ આવવું રહ્યું. તેમની પાસે પાંચ દિવસ ગાળ્યા ને એ તો હરતાં–ફરતાં થઈ ગયાં. કોઈ સાહિત્યકાર મિત્રો કે સંબંધીઓને સમાચાર નહોતા આપ્યા. કાનોકાન સાંભળ્યું તે મળી ગયા. મારે જ કહેવાનું રહ્યું : “અ–મિલન ચિત્ત ન ધરો.' પરંતુ આ ચિત્ત–મિલનની મહદ્ કૃપા, એના માટે ભગવાનનો પાડ માનું છું. આ પત્ર મનમાં ઘોળાતો હતો ત્યાં બીજું નિમિત્ત પણ આવી ચડ્યું. નંદિગ્રામને બિચારાને કંસના રાજમાં જ ઉછરવાનું આવ્યું છે. પણ આજ સુધી તો એક પછી એક ઘાતમાંથી ઊગરતું આવ્યું છે. અહીંના રાજકારણીઓ ને તેના મળતિયા અમલદારોના ત્રાસ વિષે ન લખું એટલું જ સારું. તેમનો ડોળો આ સેતુબંધ ૪૩ Page #69 -------------------------------------------------------------------------- ________________ જમીન પર છે. તે એટલે સુધી કે “નંદિગ્રામ વાસીઓને હાંકી કાઢી, જમીન ખાલસા કરવા સુધી વાત પહોંચી છે. આની વિગતમાં અહીં નથી ઊતરતો પણ આ પ્રકારના હુકમને અત્યારે તો ચીમનભાઈ પટેલે અટકાવ્યો છે. હવે શું કરવું એ અંગે વલસાડના મિત્રોની મિટીંગ બોલાવી. તેમની સલાહ થઈ કે અહીંના M.L.A., M.P ની સહીથી મુખ્યમંત્રીને આ પ્રશ્નનો કાયમ ઉકેલ કરવા માટે આવેદન આપવું. એ ઉપરાંત ગુજરાતના અગ્રિમ સાહિત્યકારો પણ તેમાં સૂર પુરાવે એ ઇચ્છનીય છે. ગુણવંતભાઈ શાહ અહીં આવ્યા હતા. તેમણે લખાણ તૈયાર કરી આપ્યું. મુંબઈમાં ગુલાબદાસભાઈ, અમૃતલાલ યાજ્ઞિક, હરીન્દ્રભાઈ, સુરેશભાઈ તથા પત્રકારો હરકિશન મહેતા ને કાન્તિ ભટ્ટને સહી કરી આપવા માટે પત્રો મોકલ્યા. અમદાવાદમાં તમે, યશવંતભાઈ શુક્લ અને પુરુષોત્તમ માવલંકર, મનુભાઈ પંચોળીને પણ લખ્યું છે. આ તકલીફ આપતાં જીવ અચકાય છે પણ યજ્ઞમાં વરૂણનું કાંડું બાંધે એવી ક્રિયા છે એટલે સંકોચ ઓછો થાય છે. તમને યોગ્ય લાગે તો આ સાથે આવેદન–પત્ર બીડ્યો છે. તેમાં સહી કરી વહેલાસર મોકલી આપશો. અમુભાઈ દોશી ‘નંદિગ્રામ'ના સભ્ય થયા છે ને ‘ભજન–શિબિર' માટે અમે ફરી કમર કસીએ ત્યાં વચ્ચે આવા વંટોળમાં સપડાઈ ગયા છીએ. તમને એમ લાગે કે આ પ્રશ્ન વિના વિલંબે પતી જવો જોઈએ ને તેમાં વ્યક્તિગત રીતે તમે કાંઈ કરી શકો તો એટલું કરવા સાથે સાથે વિનતિ કરી લઉં છું. મારું તો નરસૈયાનું ગાડું છે પણ કુન્દનિકાબહેન જે-કમળ ખિલાવી શકે તે– કાદવકિચડમાં ગળાડૂબ રહે તે જોઉં છું ને કંપી ઊઠું છું. પણ શામળિયાની આવી જ લીલા હશે. મારા હૈયેથી ને હોઠેથી તો ઘંટી દળતાં માજી ગાતાં તે ગીત ઊઠે છે : “વારકાના વાસી રે અવસરે વેલા આવજો હો જી'. કુન્દનિકા વંદન પાઠવે છે. તમારો મકરન્દ ४४ સેતુબંધ Page #70 -------------------------------------------------------------------------- ________________ મકરન્દભાઈ, ઇચ્છીએ કે આ વિઘ્ન હંમેશનું દૂર થાય અને તમે લોકો ઇષ્ટ પ્રવૃત્તિઓને ચિન્તામુક્ત બની આગળ ધપાવો. તમે અમદાવાદ આવ્યા ત્યારે જાણ થઈ હોત તો સહેજે મળાત. વચ્ચે ‘લોકગીતોની સૂચિ’, ‘પદ-સૂચિ’ એ બે એમ ગુજ. સા. અકાદમી તરફથી પ્રકાશિત કર્યાં. ગુજ. લોકસાહિત્ય માળા'ના ભાગોમાંથી કૃષ્ણવિષયક ગીતો જુદાં તારવી ડૉ. હસુ યાજ્ઞિકે સંપાદિત કર્યાં. તે પણ પ્રકાશિત થઈ ગયું. ‘દેશીઓની સૂચિ' આ માસના અંતમાં બહાર પડશે. તમારા મંગળ હસ્તે જેનું ભજન શિબિરમાં વિમોચન સરસ રીતે થયેલું, તે જૂના ધોળસંગ્રહની સ્વરાંકનવાળી પુસ્તિકાઓમાં ત્રીજી, ‘ઝરમર મેહ ઝબૂકે વીજ' (૨૫-૩૦ ધોળોની) છાપવા મોકલી આપી છે. ઉપર્યુક્ત પ્રકાશનોમાંથી જે તમને ન મોકલાયાં હોય તે જણાવશો, એટલે મોકલવાનું ફરી જણાવું. (૨૮) બીજા એક સારા સમાચાર એ છે કે મુંબઈની ફાર્બસ ગુજરાતી સભાને પરામાં ખસેડી, તેનું નવનિર્માણ કરવાની મથામણ ચાલતી હતી તેનું સારું પરિણામ આવી રહ્યું છે અને મધ્યકાલીન કે પરંપરાગત સાહિત્યને લગતા સંશોધનનું કામ તેની એક શાખા અમદાવાદમાં રાખી કરાવવાના વિચારને અમલમાં મૂકી શકાશે એમ લાગે છે. તે અનુસાર પદભજનની જીવંત મૌખિક પરંપરાની દિશામાં પણ કેટલુંક કામ,ત્યાંના તમારા કામને પૂરક બને તે રીતે હાથ ધરી શકાશે. માર્ચ ૯૧ થી તેને વધુ નક્કર સ્વરૂપ આપી શકાશે. અનુકૂળતાએ આ વિશે સલાહસૂચન મોકલશો. સેતુબંધ તમે ઓછા કરે અને સફળતા સાથે સ્વાસ્થ્યની ભારે કટોકટી પાર કરીએ ઘણું મોટું સદ્ભાગ્ય. સ્વાસ્થ્ય બરાબર સચવાય તેટલા જ પ્રવૃત્ત રહેશો. હું પણ વધુપડતા માનસિક શ્રમની કિસ્મત અવારનવાર ચૂકવું છું. પ્રજ્ઞાપરાધનો પોતે જ પ્રતિકાર કરવો રહ્યો. કુંદનિકાબહેનને યાદ. અમદાવાદ ૧-૯-૯૦ :. હ.ફૂ. ભાયાણીના નમસ્કાર ૪૫ Page #71 -------------------------------------------------------------------------- ________________ મકરન્દભાઈ, ‘ઉદ્દેશ’માં તમારી ઉમાશંકરને આપેલી પ્રેમાંજલિ ઉમાશંકરને સજીવ કરી જાય છે, અને તેમની સાથેના અનેક પ્રસંગોની મારી સ્મૃતિઓને તેણે જગાડી. શરીર કેમ ચાલે છે ? ‘ફાર્બસ ત્રૈમાસિક'માં મંજુબહેનનું કેમ્પબેલના પુસ્તક વિશેનું વિવરણ વાંચીને મારી પાસે ઘણા વખતથી કેમ્પબેલ–સંપાદિત હાસ્રીખ સિમર (Heinrich Zimmer) નું Myths & Symbols in Indian Art and Civilization એ પુસ્તક હતું, તેના પર પહેલી વાર થોડી નજર નાખી. આપણી શિવ, વિષ્ણુ, બ્રહ્મા વ. ને લગતી પૌરાણિક કથાઓનાં તેમનાં અર્થઘટનો ઘણાં ઘોતક છે. તમે તો એ જોયું જ હશે. આવી. (૨૯) નાનપણમાં ગામમાં ખીસરને દિવસે ગોરમહારાજ રાખડી બાંધતાં ‘રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે બાખડી’ (અમે ‘કાકડી’ બોલતા) તે યાદ આવ્યું – આ કદાચ મેં તમને પહેલાં કહ્યું પણ હોય. અને ― ૪૬ ૧૪-૧-’૯૧ અમદાવાદ ખીસર/મકરસંક્રાંતિ યેન બધ્ધો બલિરાજા, દાનવેંદ્રો મહાબલી | તેન બંધુન બધ્વામિ, રક્ષયેત્ (કે જીવ ં) શરદાં શતમ્ । એ કથા (પુરાણ કે સ્મૃતિમાં છે તે ખબર નથી) એ આશિષ પણ યાદ હ.ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #72 -------------------------------------------------------------------------- ________________ હશે. મકરન્દભાઈ, ઘણા વખતે લખું છું. તમારું સ્વાસ્થ્ય કેમ રહે છે ? અવારનવાર સામયિકોમાં કાવ્યો વાંચું છું. ભાઈ નિરંજન રાજ્યગુરુએ સૌરાષ્ટ્રના છ કેંદ્રોમાંથી પરંપરાગત ભજનિકો પાસેની પરંપરાની નોંધણી કરવાની જે એક યોજના તૈયા૨ કરી, તેને મુંબઈના એક સાંસ્કૃતિક ટ્રસ્ટ તરફથી આર્થિક સહાય છ માસ માટે મળે તેવો પ્રબંધ થઈ શક્યો છે અને તેમણે કામ શરૂ કરી દીધું છે. મહારાષ્ટ્ર સરકારની, સંતવિદ્યાપીઠ સ્થાપવાની યોજનાને લગતા ‘જન્મભૂમિ–પ્રવાસી'માં આવેલ સમાચારનું કતરણ અને તે સંબંધમાં મેં ગુજરાત રાજ્યના શિક્ષણપ્રધાનને લખેલ પત્રની નકલ આ સાથે બીડી છે. અત્યારની અંધાધૂંધ અને અસ્થિર પરિસ્થિતિમાં સરકાર કશું કરે એવી આશા ઘણી ઓછી છે, પરંતુ આપણે બને તે પ્રયાસ કરતા રહેવું એ દૃષ્ટિએ પત્ર લખ્યો છે. સૌ. કુંદનિકા બહેન કુશળ હશે. ટ્રસ્ટને લગતી હરકતો ઓછી થઈ (૩૦) સેતુબંધ હ. ભાયાણીના નમસ્કાર ઠીક લાગે તો તમારી ભજનવિદ્યાપીઠની યોજનાની રૂપરેખાની નકલ, શિક્ષણપ્રધાન પર મોકલશો– જો પહેલાં ન મોકલી હોય તો. અમદાવાદ તા. ૨૪-૨-૯૧ ૪૭ Page #73 -------------------------------------------------------------------------- ________________ (૩૧) અમદાવાદ તા. ૨૭–૭–૯૧ મકરંદભાઈ, તમને વચનસિદ્ધ કે સિદ્ધસારસ્વત કહેવા પડે એવો યોગ થયો ! ઘણાં કામોની જંજાળ વહોરીને હું બેઠો હતો, પણ એલ.ડી.ઇન્સ્ટિટ્યુટના સંશોધનસામયિકના છેલ્લા અંકમાં મારા સહયોગી ડૉ. રમણીક શાહે જૈન “અગમવાદી પરંપરાની એક અપભ્રંશ રચના “દોહાપાહુડ' ગુજરાતી અનુવાદ સાથે તમારી આગળની સૂચના સ્વીકારીને) આપેલું, તે વાંચતાં, મને પંદરેક વરસ પહેલાં સરહ અને કાન્ડના દોહાકોશો વગેરેમાં થોડુંક સંશોધન કરવાનો ઉપક્રમ કરેલો તે યાદ આવ્યો, અને બેએક અઠવાડિયાથી રાહુલ સાંકૃત્યાયન સંપાદિત “દોહાકોશ” (તે પહેલાંનું હરપ્રસાદ શાસ્ત્રી અને પ્રબોધચંદ્ર બાગચીનું કામ), પરશુરામ ચતુર્વેદીનું ‘બૌદ્ધ સિદ્ધાં કે ચર્યાપદ', અતીંદ્ર મોજમુદારનું The Caryāpadas વગેરે લઈને બેઠો છું. અપભ્રંશ ભાષા અને છંદોની પર્યાપ્ત જાણકારીને અભાવે, અને પ્રાપ્ત હસ્તપ્રતો ભ્રષ્ટ અને ભારે પાઠપરિવર્તનવાળી હોવાને કારણે, દોહાકોશોના મૂળ પાઠમાં સારી એવી ગરબડ થયેલી છે. એટલે પ્રાપ્ત સામગ્રીને આધારે મૂળ પાઠની કાંઈક “પુનર્ઘટના' કરવાનું હું વિચારી રહ્યો છું, કેમકે પાઠ ઘણે સ્થળે અનિશ્ચિત કે ભ્રષ્ટ હોવાને લીધે દોહાના અર્થઘટનો ઠીક ઠીક ખામીવાળાં થયાં છે. આ પરિસ્થિતિમાં તમારો પત્ર ગઈકાલે મળ્યો.તમે પામી ગયા કે હું સિદ્ધ પરંપરાના સાહિત્ય સાથે કુસ્તી કરી રહ્યો છું. એને ચમત્કાર જ ગણીએ ! એ ઉપરાંત રહી અનુવાદની વાત. એના પણ મેં શ્રીગણેશ કરેલા ૧૯૭૬ લગભગ વીસેક કડીઓનો અનુવાદ કરેલો (નકલ આ સાથે બીડું છું). પાઠ અને સ્થૂળ અર્થઘટન નક્કી કરવાની જાળમાં આ જીવ જકડાયેલો છે– સૂક્ષ્મ અર્થ અને તેથી આગળ અનુભવ : એ તો હવે પછીને ખપે. તમે જે ચાવીએ ઉકેલો છો, તેને માટે નક્કર ભૂમિકા પૂરી પાડવી એ અમારું કામ. મુંબઈના મારા મિત્ર બળવંતભાઈ પારેખે તેમના ટ્રસ્ટ તરફથી ભાઈ નિરંજન રાજયગુરુને સૌરાષ્ટ્રના પસંદ કરેલાં કેન્દ્રોમાંથી જૂની પરંપરાવાળા ભજનિકો પાસે ભજનો ટેપ કરી આપવા છ માસ માટે ખર્ચનો પ્રબંધ કરી દીધો, તેથી કેટલુંક– કરવાના કામના ઢગની દૃષ્ટિએ તો થોડુંક જ – કામ થયું. નિરંજન ४८ સેતુબંધ Page #74 -------------------------------------------------------------------------- ________________ નોંધેલાં ભજનોની (પ્રથમ પંક્તિ, કવિ વગેરે વિગતો સાથે) સૂચિ કરી આપશે તે યથાસંભવ વહેલી પ્રકાશિત કરીશું. એ કેસેટો જો બળવંતભાઈ સંમત થાય, તો તમારી સંસ્થાને આપવાનું વિચારીએ. ભાઈ ભગવાનદાસે ડુંગરી ભીલોનાં કથાગીતો, ભજનો વગેરે ઘણું સાહિત્ય રેકર્ડ કરી રાખ્યું છે. પ્રયાસ કરતાં એકાદ વરસમાં તે ક્રમેક્રમે પ્રકાશિત કરી શકાશે એવી આશા રાખીએ. પછી તો હરિઇચ્છા – આપણે ગુજરાતી રીઢા સંસ્કારશત્રુ બની રહ્યા છીએ, ત્યાં હરિ પણ હાથ ધોઈ નાખે એવું લાગે છે ! તમે સ્વાથ્ય જાળવીને પરિશ્રમ વધારે ન પડે તેમ, “જેસલતોરલની કથાના તાંત્રિક, યૌગિક સંકેતો ઉઘાડી આપતું અર્થઘટન તૈયાર કરો. પ્રકાશનનું ગોઠવી લેશું. પોરબંદર પંથકની સામગ્રી રેકર્ડ કરી આપવા મેં અનેક વાર નરોત્તમ પલાણને વીનવ્યા. પરિણામ શૂન્ય, ચાલો, જશ મુરલીબહેનને કપાળે લખાયેલો હશે. યંત કોઠારીના લેખે લખવા તમને ધક્કો દીધો– એ તો એનો rich fall-out. આખી સંત-ભક્ત–સિદ્ધનાથયોગી પરંપરાનો પરિચય રચનાઓના ગર્ભિતાર્થ સુધી પહોંચવા માટે અનિવાર્ય છે. પરંપરાગત પસંદગીની-મહત્ત્વની રચનાઓની ચર્ચા વિચારણા માટે મળવાનું તમારું સૂચન અમલમાં મૂકવાનું જરૂર વિચારીએ. મુશ્કેલી હોય તો જેઓને સંત-ભક્તોની રચનાઓનો – તેમની રચનાશૈલીની “ગાણિતિક તપાસમાં કે તેમના પર આરોપિત કૃતક સાહિત્યિકતા'માં ફસાયા વિના– હૃદયસ્પર્શ, તેમની અનુભૂતિ સાથે કશુંક અનુસંધાન હોય તેવા ભાવકો, વિવેચકોની છે : પણ કશુંક ગોઠવાય તો જરૂર ગોઠવીએ – પણ નંદિગ્રામમાં તમને કશી તકલીફ ન પડે તે રીતે : તમારું સ્વાથ્ય ઠીક ચાલે છે, જાણી આનંદ થયો. એક બે વરસ પહેલાં સારનાથની “તિબેટન ઇન્સ્ટિટ્યુટ ઓવ હાયર સ્ટડીઝના ઉપનિયામક પ્રો. વ્રજવલ્લભજી દ્વિવેદી સાથે સંપર્ક થયો. તેઓ તેમની સંસ્થા તરફથી કેટલાક અપ્રકાશિત તંત્રગ્રંથ સંપાદિત કરવાનું કામ સંભાળે છે. અભિનવગુપ્ત વગેરે આચાર્યોની અપ્રગટ કૃતિઓ મૂળ હસ્તપ્રતોને આધારે તૈયાર કરે છે. એમાં કેટલાક અત્યંત ભ્રષ્ટ પાઠાંશો (પદ્યાત્મક) પ્રાકૃત–અપભ્રંશ ભાષામાં ૧. “અનસૂયા પ્રીતિ અને દર્શન સુખ’, લે. જયંત કોઠારી, ફાર્બસ ત્રૈમાસિક- જાન્યુ. માર્ચ, ૧૯૯૧ સેતુબંધ ૪૯ Page #75 -------------------------------------------------------------------------- ________________ મળે છે. તેમનું કશું મોંમાથે બેસતું નથી. મેં કેટલાંક વરસ પહેલાં અભિનવગુપ્તના ‘તંત્રસાર’ અને ‘પરાત્રિશિકાવૃત્તિ' એ સંસ્કૃત ગ્રંથોમાં સંગ્રહશ્લોકો તરીકે આપેલા આવાં ચાલીશેક પદ્યો- જેનો અર્થ કોઈ કરી શકતું ન હતું – તેમના પાઠ ઉપર કામ કરીને મોટા ભાગનાનો પાઠ અને અર્થ નિશ્ચિત કરી આપ્યો – તે એક સંશોધનલેખ રૂપે પ્રસિદ્ધ કરેલો. પ્રો. દ્વિવેદીને એની માહિતી મળતાં તેમણે મને એવાં જ કેટલાંક ભ્રષ્ટ પદ્યો બેસારવા માટે મોકલી આપ્યા અને મને તેમાં સાઠસિત્તેર ટકા સફળતા મળી. તે પછી હમણાં પણ તેવાં થોડાંક પદ્યો બીજા તંત્રગ્રંથ (“સંપુટોભવતંત્ર' – આગલા ગ્રંથ “કૃષ્ણયમારિતંત્ર' અને એક બીજો હતા)નાં મોકલી આપ્યાં. હમણાં મારા ધ્યાનમાં આવ્યું કે તેમાંથી એક ઉદ્ધરણ તો તિબેટના તંજુર–સંગ્રહમાં મળતી કાન્ડની એક ગીતિનું-ચર્યાનું જ છે– રાહુલ સાંકૃત્યાયને દોહાકોશ'ની ભૂમિકામાં તે ઉદ્ધત કરી તેના નેપાળમાં પ્રસિદ્ધ ભ્રષ્ટ રૂપો ટાંક્યાં છે. જુવાન સંશોધક પણ આ કામમાં ઉત્સાહ ને જિજ્ઞાસા દાખવે, એ માટે તો સરહપાદ અને કાન્હપાદની આશીર્વષની પ્રતીક્ષા કરવી રહી ! *તમે પત્રની સમાપ્તિ પાલિ કવિતા પ્રસાદીથી કરી પણ તેથી તો આ ભીંજી રહેલા દિનરાત વચ્ચે મનમાં વર્તુળો ને વમળો ઊઠ્યા. મેં પણ પત્રની લંબાઈમાં તમારાથી ચડિયાતા બનવાનું નક્કી કરેલું. હાલ આટલું. થોડા દિવસ પછી ફરી પત્રાચાર. કુંદનિકાબહેનને અને તમને નમસ્કાર. હ. ભાયાણીના નમસ્કાર ૧. મકરન્દ દવેએ લખેલ આ પત્ર, ડૉ. ભાયાણીની ફાઈલમાંથી પ્રાપ્ત થયો ન હોવાથી અત્રે આપી શકાયો નથી. ૫૦ સેતુબંધ Page #76 -------------------------------------------------------------------------- ________________ (૩૨) અમદાવાદ તા. ૧૮-૧-૯૨ મકરન્દભાઈ, હવે તમારું સ્વાથ્ય સારી રીતે સુધર્યું હશે અને પહેલાંની જેમ લેખનવાચન વ.ની ઈષ્ટ પ્રવૃત્તિ ચાલતી થઈ હશે. આ પત્ર લખવાનું વિશેષ પ્રયોજન એ છે કે એક મિત્રે ફાર્બસ ગુ.સભાને આપણા પરંપરાગત સાહિત્યની જાળવણીના કામમાં ઉપયોગ કરવા માટે એક નાની રકમ આપવા ઇચ્છા બતાવી છે. મને એવો વિચાર આવ્યો કે તમે જે બેત્રણ વૃદ્ધ ભજનિકો પાસેથી ભજનો ધ્વનિમુદ્રિત કરેલાં છે, તેમાંથી ૩૦ કેસેટને ડુપ્લિકેટ કરવાનો પ્રબંધ થઈ શકે ખરો – તમારી પસંદગીની. તે અંગે જે ખર્ચ થાય તે અમે ઉઠાવીએ જ. તમારે ત્યાં આ કામ કરી આપે એવી સગવડ ન હોય તો સૂરતથી કોઈ અધ્યાપક–મિત્રને તમારે ત્યાં આવી આ કામ કરી આપવાની હું વિનંતી કરી જોઉં. એ પછી એ ભજનોનો પાઠ તૈયાર કરી પુસ્તિકારૂપે છપાવી શકાય. તમારા ભજનકેન્દ્ર અને ફ.ગુ.સભા તરફથી સંયુક્તપણે ખર્ચ સભા ઉઠાવી શકે. આ બાબતમાં બીજી કોઈ તમારી સલાહસૂચના હોય તો તે પણ અવશ્ય જણાવશો. ભાઈ રાજયગુરુએ પારેખ ટ્રસ્ટની સહાયથી સૌરાષ્ટ્રમાંથી જે ભજનોની નોંધણી કરી, તેનો અહેવાલ ફા.ગુ.સભા સૈમાસિકના હમણાં પ્રકાશિત થયેલા અંકમાં આપ્યો છે. તેની એક નકલ તમને અલગ ટપાલથી મોકલું છું. કુંદનિકા બહેન કુશળ હશે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૫૧ Page #77 -------------------------------------------------------------------------- ________________ (૩૩) તા. ૨૯–૧–૯૨ મકરન્દભાઈ તથા કુન્દનિકાબહેન, મારી ધારણા પ્રમાણે એકાદ માસમાં દાનની રકમ ફાર્બસ સભાને મળી જશે. એ અપેક્ષાએ આપણે દસ હજારના ખર્ચની મર્યાદામાં હાલ પૂરતી એક નાની યોજના નીચે પ્રમાણે કરીએ : ૧. (૧) તમે મોકલેલી સૂચિવાળાં પચાસેક ભજનો અને બીજાં તમે જે પસંદ કરો તે પચાસ- એમ સો ભજનોની (આંકડાનું એવું કશું મહત્ત્વ નથી, થોડાંક ઓછાં હશે તો પણ વાંધો નહીં) કેસેટ (બે સેટ) તથા (૨) એ ભજનોનો પાઠ, ભજનકારના પરિચય અને બીજી જે યોગ્ય લાગે તે માહિતી કે મર્મદર્શન આપતી પ્રસ્તાવના સાથે તૈયાર કરાવવો. મારા ખ્યાલ પ્રમાણે એક કેસેટ પર સાતેક ભજનો (સાધારણ કડી પ્રમાણમાં) ઉતરે તો ૧૪–૧૫ કેસેટ જોઈએ. (૧) કેસેટનો ખર્ચ, (૨) ગાનારને આપવાના પરિશ્રમિકનો ખર્ચ (૩) રેકર્ડિંગનો ખર્ચ (૪) પુસ્તિકા (છ–સાત ફોર્મ)નો ખર્ચ– એટલું ૧૦ હજારમાં સમાઈ શકશે. ભજનના ગાનાર તરીકે ભાઈ નિરંજનને અથવા તમારા ધ્યાનમાં કોઈ અન્ય હોય તો તેને (કે બે-ત્રણ જણને) કહી શકાય. ખર્ચ ફાર્બસ સભા આપે. એક સેટ તમારે ત્યાં, એક ફા. સભામાં. પુસ્તિકાના બંને સંયુક્ત પ્રકાશક, વેચાણનો અર્થો હિસ્સો તમારા ટ્રસ્ટને મળે. આ રીતનું આયોજન અને વ્યવહારુ લાગે છે. પણ આમાં જે કોઈ ફેરફાર કરવા, સૂચનો કરવા કે વિકલ્પો સૂચવવા યોગ્ય લાગે તે કરવાની પૂરી સ્વતંત્રતા તમને હોય જ. આ થોડુંક કામ પણ નક્કર રૂપે સમક્ષ આવશે, તો આગળના કામ માટે આર્થિક સહાય મળવાની સારી સંભાવના. એટલે આપણે અત્યારથી પહેલો, બીજો એમ તબક્કા વાર આયોજન કરવું ઠીક રહેશે. એટલે બીજા ભાગમાં લેવાનાં ભજનો અને આ ભાગમાં લેવાનાં ભજનો પરત્વે કશી ગોઠવણી (ભજનકાર, પ્રકાર, વિષય પ્રમાણે- કે તેમના વૈવિધ્ય પ્રમાણે) વિચારવી ઠીક લાગે તો જોશો. આમાં તમે (મકરન્દભાઈ) સહજભાવે જેટલો પરિશ્રમ લઈ શકો તેટલો જ લેશો. નરસિંહ વિશેની લેખમાળા તૈયાર કરવામાં વિક્ષેપ ન પડે ૫૨ સેતુબંધ ૩. Page #78 -------------------------------------------------------------------------- ________________ તે રીતે. ભાઈ નિરંજનને ગુજ.સા. અકા.ની ફેલોશીપ મળી છે. તેમને મેં સૂચવ્યું છે કે તેમના શોધનિબંધમાં કરેલું કાર્ય, લેખોમાં જે માહિતી રજૂ કરી હોય તે અને ફાર્બસ સભા તરફથી જે યોજના તેમણે પૂરી કરી તેમાં થયેલું કાર્ય— એમાં જેટલી સામગ્રીનો સમાવેશ તેમણે કર્યો હોય, તે સિવાયની સંપાદિત— સંગૃહીત કરવાનું લક્ષ્ય રાખવું. ભગવાનદાસ પટેલની ‘રાઠોડ વારતા' ધીમી ગતિએ છપાય છે. તેની પાછળ લાગશે તો જ તે વેળાસર પ્રકાશિત થશે. તેમણે આદિવાસીની રામાયણકથા અને ભારતકથાની પ્રાપ્ત કરેલી સામગ્રી અકાદમીએ જોવા મગાવી લીધી છે. એનો પણ ઉદ્ઘાર થાય એ ઇષ્ટ છે. કેમ્બ્રીજના જોન સ્મિથનું રાજસ્થાનના મૌખિક પરંપરાગત મહાકાવ્ય પાબુજી ઉપરનું પુસ્તક થોડાક સમય પહેલાં પ્રકાશિત થયું છે. ૩૫ પાઉંડની કિંમત છે. અકાદમીને સૂચવીશ કે તેના પુસ્તકાલયમાં વસાવી લે. તમે, આગળના પત્રમાં નિર્દિષ્ટ કરેલા ભારતીય ધાર્મિક પરંપરાઓમાં મંત્ર વિશેના પુસ્તકનું અવલોકન અડ્યારથી પ્રકાશિત ‘બ્રહ્મવિદ્યા’નાં અંકમાં હમણાં મેં જોયું. તમારી પાસે તે હશે તો જોવા માટે આવતા—જતા પાસે મગાવી લઈશ. ફેબ્રુઆરી ૧૦ આસપાસ સારનાથની તિબ્બતી સંશોધન સંસ્થામાં તંત્ર ઉપર એક કાર્યશિબિર રખાયો છે. વ્રજવલ્લભ દ્વિવેદી તમે જેમનો આગળ ઉલ્લેખ કરેલો તે જ છે. સેતુબંધ હ. ભાયાણીના નમસ્કાર ૫૩ Page #79 -------------------------------------------------------------------------- ________________ (૩૪) ૨૯ જૂન, ૧૯૯૨ અમદાવાદ પ્રિય ભાઈ મકરન્દભાઈ, આપને રૂબરૂ વાતચીત થઈ એ પ્રમાણે લંડનથી ભાઈ હરિતભાઈ ત્રિવેદીએ પરંપરાગત સાહિત્યની જાળવણી માટે ઉપયોગમાં લેવા રૂ.૧૦,૦૦૦/- ફાર્બસ ગુજરાતી સભાને દાન તરીકે આપ્યા છે અને એનો ઉપયોગ આપણે નંદીગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટ અને ફાર્બસ ગુજરાતી સભાના સહયોગથી કેટલાંક પરંપરાગત ભજનોની કેસેટ તૈયાર કરાવવા માટે અને આવશ્યક હોય ત્યાં તેમનો પાઠ પ્રકાશિત કરાવવા માટે કરવા વિચાર્યું છે. આ માટે રૂ. ૧૦,૦૦૦)નો ખર્ચ કરવાની મર્યાદા છે. પછી એકાદ હજાર વધારે થાય તો તેનો પ્રબંધ થઈ શકશે. આ રકમ ફાર્બસ ગુજરાતી સભા આપશે. આપે આ માટે રેકર્ડ કરવાની પરંપરાગત ભજનોની પસંદગી કરી આપના ધ્યાનમાં એ ભજનો જૂની ઢબે જે ગાનારાં હોય તેની પાસે ગવડાવીને રેકર્ડ કરાવવાની જવાબદારી સંભાળવાની છે. આ માટે જરૂરી કેસેટનો ખર્ચ, ગાયકને આપવાનું વળતર અને ભજનોના પૂરા કે નમૂનારૂપ પાઠો (તમે જે રીતે પસંદ કરો તે રીતે)નું મુદ્રણ–એટલો ખર્ચ કરવાનો રહેશે. આ યોજના સમગ્ર રીતે તમારી સલાહસૂચના, માર્ગદર્શન પ્રમાણે જ પાર પાડવાની છે. તે માટે કોઈ સમયનું પણ બંધન નથી. પણ અનુકૂળતા પ્રમાણે આ કામ વહેલી તકે પાર પડે તો સારું. ભજનોની કેસેટના બે સેટ તૈયાર કરાવવાના છે. જેમાંથી એક આપના ટ્રસ્ટ માટે અને એક ફાર્બસ માટે. ખર્ચ માટેનો રૂા. ૧૦,૦૦૦/–નો ચેક નંદીગ્રામ ચેરિટેબલ ટ્રસ્ટને નામે આ સાથે મોકલી આપીએ છીએ. અવકાશે પહોંચ લખી આભારી કરશો. હ.ચૂં. ભાયાણી પ્રમુખ ફાર્બસ ગુજરાતી સભા ૫૪ સેતુબંધ Page #80 -------------------------------------------------------------------------- ________________ (૩૫) મુંબઈ તા. ૧૪–૭–૯૨ મકરન્દભાઈ, જન્મભૂમિ-પ્રવાસી'માં તમે અમારા પર જે પ્રેમવર્ષા કરી તે માણી. ચિ. ઋચાને પણ તમારી નોંધ વાંચી સંભળાવી (એ અંગ્રેજી માધ્યમવાળી અને ગુજરાતી તો એની ગૌણ ભાષા !– શાળામાં) ભજનોનું ધ્વનિમુદ્રણ અનુકૂળતા પ્રમાણે અને સ્વાથ્ય જાળવીને ગોઠવશો. કુન્દનિકાબહેનના પાપડ ખાતાં યાદ કરીએ છીએ. ભગવાનદાસ પટેલ દ્વારા ડુંગરી ભીલોના ધાર્મિક લોક–મહાકાવ્યોનાં કેટલાક અંશોનો પ્રયોગ મુંબઈના પ્રેક્ષકો પાસે રજૂ કરવાનું (નવેંબરમાં) આઈએનટી. ગોઠવવા વિચારી રહી છે. ભગવાનદાસે વાત કરી હશે. આ રીતે આદિવાસી પરંપરાની જાળવણી અને કદર થોડી થોડી પણ થતી રહે છે એ સુચિહ્ન ગણવાનું છે. હરિતભાઈને મેં આભારનો પત્ર લખી નાખ્યો છે. અમે ૨૮મી તારીખે અમદાવાદ જવા નીકળીશું. તમારાં અગ્રંથસ્થ કાવ્યોના એકબે સંગ્રહનું ગોઠવવા વિચારશો. ભાઈ સુરેશ દલાલ સાથે વાત કરી જોઉં ? બંને જણ કુશળ હશો. હ.ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૫૫ Page #81 -------------------------------------------------------------------------- ________________ (૩૬) અમદાવાદ તા. ૨૭–૮–૯૨ મકરન્દભાઈ, અમારા મહુવાગામમાં નાનપણમાં બળેવને તહેવારે રાખડી બાંધતાં અમે અને રાખડી બાંધનાર અરધો અભણ ગોર બોલતાં : રક્ષે રક્ષે રાખડી, બે ગોધા બે કાકડી'. પછીથી જાણ્યું કે “કાકડી' નહીં પણ “બાખડી'– (દુધાળી ભેંશ કે ગાય : સં. “બષ્કયણીની') આ જે બીજમાવડી પાસેથી જે વરદાન–આશીર્વાદ રૂપે મગાતું તે જ છે. કુશળ ? સામયિકોમાં આવતાં કાવ્યો જોઉં છું. વર્તમાનની વેદના તેમ અધ્યાત્મના અણસાર (કશું અલગ ક્યાં છે? એ તો બુદ્ધિનો ખેલ છે) અને ભાવોનો સ્પર્શ થતો રહે છે. હ. ભાયાણીના નમસ્કાર પ૬ સેતુબંધ Page #82 -------------------------------------------------------------------------- ________________ (૩૭) અમદાવાદ તા. ૨–૧૨–૯૨ મકરંદભાઈ, ગઈ કાલે ભાઈ નિરંજન તમારો પત્ર, કેસેટો અને સૂચિ આપી ગયા. આ ભજનોનો પાઠ ત્યાં તમારી પાસે છે, તે અનુકૂળતાએ ઝેરોક્ષ કરાવી મોકલશો, જેથી જે કાંઈ પ્રકાશનયોગ્ય હોય તે ફા.સ.નૈમા.માં અનુકૂળતાએ પ્રકાશિત કરાય. તમે સમય અને શ્રમ લઈને આ કામ પાર પાડ્યું તેથી ઈષ્ટ દિશામાં એક વધુ પગલું મંડાયું. નિરંજને જણાવ્યું કે તેણે પોરબંદર વગેરે સ્થળેથી પ્રાપ્ત ભજનોની ઘણી કેસેટ તૈયાર કરી છે. ક્યાંક મેળ બેસશે ત્યારે તે માટે પણ ઘટતું કરવા પ્રયાસ કરીશું. ૭૦મું સરસ રીતે ઉજવાયું– અજિત શેઠનો કાર્યક્રમ, મુંબઈનાં અખબારોમાં તમારા વિશે, ત્યાંના કાર્ય વિશે આદરભાવ અને સહૃદયતાના ભાવ વાળા લેખો (“નવનીત સમર્પણ'માં પણ) એ જોઈને ઘણી પ્રસન્નતા થઈ. તમે તો આ બાબતમાં તદ્દન નિઃસ્પૃહ હોવાનું જાણું જ છું. પણ લોકોના સંસ્કારઘડતરની અને સાહિત્યની અભિરુચિની દષ્ટિએ આનું ઘણું મહત્ત્વ છે. જાતજાતની અરાજકતા અનેક ક્ષેત્રે વધી રહી છે, ત્યારે જે કેટલુંક સાચું થતું–કહેવાતું હોય તેનું ઘણું મૂલ્ય છે. તમે, કુંદનિકાબહેન કુશળ હશો. નિરંજન સાથે આવેલ તમારા ભક્ત', ભાઈ હર્ષદ પુજારાનો પણ પરિચય થયો. લિ. હ. ભાયાણીના નમસ્કાર - અનુકૂળતાએ કેસેટો, નિરંજનને પ્રવાસ, મહેનતાણા વગેરે પેટે જે આપવું ઘટે, તે સિવાય પરચૂરણ બાબતો વગેરે માટે જે ખર્ચ થયો હોય અને થાય તે જણાવવા વિનંતી. દસ હજાર ઉપરાંત થોડોક વધુ થયો હશે તો તેનો પણ પ્રબંધ થશે. હ. ભા. સેતુબંધ પ૭ WWW.jainelibrary.org Page #83 -------------------------------------------------------------------------- ________________ (૩૮) ૮ જૂન ૧૯૯૩ નંદિગ્રામ આત્મીય ભાઈ, ઘણા વખતે લખું છું. નંદિગ્રામનું વધતું કારભારું અને કાયાનું ઘટતું કૌવત એનાં કારણ. વાતું તો ઢગલાબંધ ભેળી થઈ છે. કેટલુંક જીવ જેવું થતું જાય છે તેનો આનંદ પણ ઊભરાય છે. આ સાથે ભગવાનદાસે ધ્વનિમુદ્રણ કરેલી અને તેની સ્ક્રિપ્ટ તૈયાર કરી આપેલી “તોળી રાણીની વારતા'ની પ્રસ્તાવનાની ઝેરોક્ષ બીડું છું. ઘણા ઝાંખા અક્ષર ઊઠ્યા છે પણ વાંચી શકાય એમ છે. તકલીફ નહીં પડે એમ ધારું છું. પ્રસ્તાવનામાં તમારા પત્રમાંથી ઉતારો આપ્યો છે : સંશોધકના કાર્યક્ષેત્રની મર્યાદા અને તેની નક્કર ભૂમિકાનું મહત્ત્વ, ઉપરાંત આજની પરિસ્થિતિનું સચોટ બયાન આ ફકરામાં છે. તમારી અગાઉથી સંમતિ માગ્યા વિના મેં તો આ કથન સામેલ કરી દીધું છે. પણ તમને વાંધો હોય તો એટલું રદબાતલ કરી નાખશો. ભગવાનદાસનું પુસ્તક છાપવા માટે મેં નવભારત' વાળા ધનજીભાઈને ભલામણ કરી હતી. તેમણે એ હાથમાં લીધું ને હવે થોડા વખતમાં પ્રગટ થશે. “તોળીરાણીની વારતા” જેવી જ “રૂપાંદે-માલદે'ની વારતાનું ભાવી હજી ધ્વનિ માટે ને મુદ્રણ માટે તોળાય છે. પણ એક દોસ્ત કહેતા કે કોઈ હરિનો લાલ ને મારા જેવો હૈયાફૂટ્યો મળી આવશે. ભીલી રામાયણના સમુદ્રલંઘન માટે એક મિત્રને તૈયાર કર્યા છે. ભારે કામ છે પણ પવનપુત્ર સહાય કરશે એમ લાગે છે. આગે આગે ગોરખ તો છે જ. નિરંજને માર્ગી સંપ્રદાયવાળું કામ સારી રીતે પાર પાડ્યું. આપણે તૈયાર કરાવેલાં ભજનોમાં ૭૨ ભજનો અને ૮ કેસેટ્સ તેમણે તૈયાર કરી આપી. તેની નકલ તમને મોકલી છે એમ નિરંજને વાત કરી હતી. સંશોધકના પુરસ્કાર સાથે પાંચેક હજારનું ખર્ચ થયું. તેનો હિસાબ ને વાઉચર તમને તેણે આપ્યાં છે ? અહીંના કાગળ ઓડિટર પાસે છે, નહીં તો ચોક્કસ આંકડો લખત. હવે વધેલી રકમનું શું કરવું છે? પ્રકાશન માટે તો વધુ રકમ જોઈએ. પેલી કેસેટ્સમાંથી પસંદ કરી, સારા ગાયક પાસે ભજનો ગવડાવી, બજારમાં મૂકીએ તો સારું. વળતર મળે. પણ એ કારભાર વળી કોણ ઉપાડે? કાચો માલ સારો એવો તૈયાર છે પણ એનો લોકોમાં ઉપાડ ને ઉપયોગ થાય એવું પાકું કામ કરનારા મળતા ૫૮ સેતુબંધ Page #84 -------------------------------------------------------------------------- ________________ નથી. ખળું તો પાક્યું પણ પોઠ ભરીને હાટે—બજારે લઈ જનારા ક્યાં ? એ ય આવશે એવી ધરપત રાખી ગોદામ ભરવામાં પડ્યો છું. એકાદ મહિનાથી ‘સમકાલીન'માં લેખમાળા શરૂ કરી. આજની પરિસ્થિતિનાં ડહોળાં પાણી અને મૂળની સાચી, ચોખ્ખી સરવાણી બતાવવા માગું છું. રવિવારે છપાય છે. કેટલેક અવાજ પહોંચશે કે કાને જ નહીં પડે, આ હોકારા-પડકારા ને ઢોલ-ત્રંબાળની ગાજવીજમાં. પણ આપણે તો જીવતાં લગી ‘ઝૂલણ મોરલી’ વગાડયે રાખવાની. ‘We are the music, while the music lasts.' હમણાં બાળકોનો ‘ગ્રીષ્મ શિબિર' બહુ આનંદે ઊછળ્યો. જનક દવે,સૂરજ રામાવત વ. મિત્રો આવેલા. થોડાં ફૂલો ખીલે, ઝૂલે, મહેંકે તેનો આનંદ છે, બાકી ગીધડાં ને ગંદવાડનો પાર નથી. ‘કાલાય તસ્મૈ નમઃ'. તમે પ્રસ્તાવના વાંચી લો પછી રમણલાલ જોશીને મોકલી આપશો ? તેમને ઘણા સમયથી કાંઈ મોકલી શક્યો નથી. ‘ઉદ્દેશ'ના છેલ્લા અંકમાં રસકસવાળાં ફળોને બદલે કાવ્યોનાં ફૂદડાં વધુ જોયા. આજે વાડી ઉછેરવી મુશ્કેલ છે. ચાલો, હિરવંદના કરી રજા લઉં. અવકાશે લખતા રહેશો. કુન્દનિકા પ્રણામ પાઠવે છે. ૧. પાછળથી ‘વિશ્વચેતનાના વણઝારા' એ પુસ્તકરૂપે પ્રકાશિત. સેતુબંધ મકરન્દ ૫૯ Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૦ (૩૯) મકરન્દભાઈ, સાન્તાક્રુઝ ઉત્પલ, કલ્યાણી, ઋચા સાથે ત્રણ અઠવાડિયાં રહીને અમે બે દિવસ પહેલાં અહીં પાછાં આવી ગયાં. ત્યાં ‘સમકાલીન’માં અને ‘પ્રવાસી'માં તમારા લેખો જોતો ત્યારે તમારો ભાવવાહી, અર્થવાહી સૂર હમણાં કેટલાક સમયથી મને ન સાંભળવા મળ્યાની ખોટ અનુભવતો. ત્યાં રહ્યો તે દરમિયાન મિત્રો—સ્નેહીઓને મળવાનું, ફાર્બસ સભાનું અને લખવાવાંચવાનું તો ધાર્યા પ્રમાણે થયું જ, પણ છેલ્લા ચાર છ દિવસ કશીક ઉદાસીની, આછી ખિન્નતાની ભાવછાયા, એમ જ, મન પર છવાતી રહી– સામાન્ય રીતે સ્વસ્થ રહેતા મારા ચિત્ત માટે આ કાંઈક અસહજ હતું. ‘ધર્મ’ની ગ્લાનિ અને ‘અધર્મ’નું ઉત્થાન એ આમ તો શ્રીકૃષ્ણનો ‘ચિન્તા’વિષય, પણ આપણી અંદરના શ્રીકૃષ્ણને પણ સળવળાટ કર્યા વિના ન રહે એવી અત્યારની પરિસ્થિતિમાં મેં ખુલાસો શોધ્યો. અહીં આવ્યા પછી ૪૨-૪૪ના તાપમાને અંદરના તાપમાનને પુષ્ટ કર્યું. ઢીલમાં પડેલાં કામો હાથ પર તો લીધાં, પણ વચ્ચે વચ્ચે મન સૂનું પડી જતું, નિષ્ક્રિય પડ્યા રહેવાનું થતું. એમાં આજ ચારેક વાગ્યે અપભ્રંશ વ્યાકરણનાં પ્રૂફ સુધારી રહ્યો હતો, ત્યારે ‘ટપાલ આવી છે કે નહીં તે જોવાનું રહી જ ગયું' કહેતી ચંદ્રકળાએ દરવાજો ઉઘાડ્યો અને તેમાં તમારો પત્ર મળ્યો. આજની મારી બપોર સુધરી ગઈ ! શીતળ લહેરખીએ ત્રિવિધ તાપને કાંઈક ખાળ્યો. મારાં દાદીમા જે કહેવત કહેતાં ‘નૈ સંદેસો (વિસર્ગ જેવો સકાર), નૈ સાંઈ, તમે ન્યા ને અમે આંઈ' એવી સ્થિતિ આપણી વચ્ચે હમણાં હતી, તેમાં તમારી સ્ફુર્તિ હમણાં ઓછી રહેતી હોય એમ ધારી તમને લખવાનું મારા મનમાં હતું જ. પત્ર સાથે ભગવાનદાસ પટેલના પુસ્તકની તમારી સરસ પ્રસ્તાવના પણ મળી; એ વાંચીને ૨મણભાઈને ફોન પર ખબર આપી દીધી છે. મારા પત્રમાંથી તમે કશુંક ટાંકો એ પૂરા હકથી અને સાર્થક જ હોય— એમાં તમારે પૂછવાકરવાનું ન જ હોય. તમારા સ્નેહપૂર્ણ સંબોધન ‘આત્મીય ભાઈ’માં એ સહેજે ગૃહીત થઈ જાય છે. સદ્ભાગ્યે ભગવાનદાસે નિષ્ઠાથી કરેલા કામને વિવિધ દિશામાંથી અનુમોદન મળી રહ્યું છે. અકાદમીએ રામાયણવિષયક ભીલી કાવ્ય પ્રકાશિત કરવાનું સ્વીકાર્યું સેતુબંધ અમદાવાદ તા. ૯-૬૯૩ Page #86 -------------------------------------------------------------------------- ________________ છે. આઈએનટીના દામુભાઈ ઝવેરીએ કેટલાંક કેન્દ્રમાંથી સાહિત્યસામગ્રીની નોંધણી કરવાનું ભગવાનદાસને સોંપ્યું છે. હું મુંબઈ હતો ત્યારે ભગવાનદાસને લઈને માલતીબહેન ઝવેરી મને મળવા આવેલા, અને નોંધણીનું કામ ઠીક ચાલે છે કે કેમ તે બતાવ્યું, આ રીતે ઘણી લુપ્ત થવા માંડેલી સાંસ્કૃતિક સામગ્રી જાળવી લેવાનું થશે. તમે નિરંજને નોંધેલાં ભજનો વિશે બેચાર પૃષ્ઠ (જેટલાં વધારે તેટલી વધુ કમાણી !) લખી મોકલો તો ફાર્બસ ત્રૈમાસિકમાં નોંધાયેલ ભજનોની સૂચિ વગેરે સાથે તે પ્રસિદ્ધ કરી દઈએ. ભાઈ નિરંજનને અને નોંધાવનાર ભજનિકોને જે આપવાનું થયું હોય તથા કેસેટ વગેરેનો જે ખર્ચ થયો હોય તેનો કશો હિસાબકિતાબ મોકલવાની જરૂર ન હોય. જે કાંઈ બચ્યું હોય તેનો ઉપયોગ, હવે ફાર્બસ સભાનું માત્ર છઆઠ માસમાં નવેસરથી ગોઠવાઈ જાય તો તેમાં જરૂરી રકમ ઉમેરી કેટલાંક (આખાં ભજનો)ની કેસેટ તૈયાર કરાવી લેવાનું વિચારશું– વેપારી દૃષ્ટિએ નહીં, જાળવણી માટે, તમારી ત્યાંની પ્રવૃત્તિઓ રસપ્રદ રીતે ચાલતી રહે છે, તે શુભ સમાચાર ગણાય. મેં પ્રકાશિત કરેલ ત્રણ ધોળસંગ્રહમાંથી આઠદસ ધોળ મુંબઈના ભાઈ ઉદય મજમુદાર અને સુરેશ જોશીને કંઠે ગવરાવી કેસેટ તૈયાર કરવાની દિશામાં કેટલાક પ્રયાસ કર્યો છે. તૈયાર થયે તમને મોકલી આપીશ. તમે, કુંદનિકાબહેન કુશળ હશો. હ, ભાયાણીના નમસ્કાર ૧. આવી કોઈ કેસેટ તૈયાર થયાનું જાણવા મળ્યું નથી. સેતુબંધ ૬૧ Page #87 -------------------------------------------------------------------------- ________________ (૪૦) ૨૮ ડિસેમ્બર ૧૯૯૩ અમદાવાદ મકરન્દભાઈ, તમે, કુન્દનિકાબહેન મજામાં હશો. ભજનોમાં છે તેમ હમણાં ચિત્રકલામાં પણ એક કલાકારે “લોક” અને “તંત્ર'નો યોગ સાધ્યાનું આજના ટાઈમ્સમાં વાંચ્યું તે તમારા ધ્યાન પર સહેજ લાવવા માટે. હ. ભાયાણીના નમસ્કાર ૬૨ સેતુબંધ Page #88 -------------------------------------------------------------------------- ________________ (૪૧) ૧-૨-૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, મારા ઘોડાને અવસ્થા વરતાય છે. વહેલો થાકી જાય છે ને વધારે બોજો ઊંચકી શકતો નથી. પણ નવી ક્ષિતિજ ઊઘડતી દેખાય એટલે એને પાંખો ફૂટે છે. આવું જ હમણાં થયું. જયંત કોઠારી સંપાદિત “મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્ય' પ્રદ્યુમ્નવિજયજી તરફથી મળ્યું. અને આ કથાઓમાં પડેલાં ઇંગિતો ચમકી ઊઠ્યાં. ઉદયભાનુ રચિત “વિક્રમચરિત્ર રાસ' મારી પાસે નથી પણ વિક્રમ અને બત્રીસપૂતળીની વારતા હું વાંચી ગયો છું. તેમાંથી કથાના બાહ્ય ક્લેવરમાંથી જે અંદરનો પ્રાણ ધબકે છે તેની કાંઈક ઝાંખી થઈ છે. મારાથી આ વિશે કેટલુંક થઈ શકશે તેની ખબર નથી. પણ સુભાષ દવેને મેં પત્ર લખ્યો છે. ને કથાના મૂળમાં જવા માટે સહભાગી થવા નોતરું આપ્યું છે. આ મધ્યકાલીન કથાઓ મધ્યકાલીન વાવ જેવી લાગે છે. તેના દરેક સ્તર ને વિસામા પર ઘણાં શિલ્પ કંડારેલાં મળે પણ ત્યાં જ થોભી ગયા તો ઊંડરાં જળ સુધી પહોંચી ન શકાય. અને વાવમાં ઊતરીને ખાલી ઘડે પાછું ફરવું એ તો આપણી જ હાણ ને હસી. શું કરી શકાય ? મારું મન લોકકથામાંથી પણ અધ્યાત્મનું જ ગાણું ગાય છે ને મનમાન્યા અર્થો તારવે છે એવું નથી. વિક્રમની કથામાં આવે છે એવી જ કથા મેં સૂફીઓની કથામાંયે વાંચી છે બરાબર એ જ કથાનો નમૂનો. આવા croos references અને તાળા મેળવીએ તો જ મર્મ પકડાય. તમે જૈન સાહિત્યની પ્રસ્તાવનામાં આ કથાઓના પ્રયોજનમાં વ્યાવહારિક તેમ ઉચ્ચતર સાધવાની દૃષ્ટિ રહી છે તે યોગ્ય દિશા ભણી આગળી ચીંધી છે. આ ઉચ્ચતર શું ? કેવી રીતે કથામાં પ્રગટે છે ? જૈન મુનિઓ લખે ત્યારે તો તેમની સાધનાના ભાગરૂપે ઉચ્ચતર પ્રવેશ્ય હોય તે આપણને પુરાણી વાવના જળભંડાર સુધી લઈ જાય છે. “ઉદયભાનું વિશે થોડું કામ કરવાની ઇચ્છા થાય છે. બ.ક.ઠા. સંપાદિત અને “અનામી'ની પ્રસ્તાવના તથા નોંધવાળું પુસ્તક મેં મંગાવ્યું છે. મારો ઘોડો તો અત્યારથી જ હણહણે છે. પણ કોઈ જોડીદારની સહાય મળે તો ખેંચવું ઓછું પડે એમ લાગે છે.... -મકરન્દ સેતુબંધ ૬૩ Page #89 -------------------------------------------------------------------------- ________________ મકરંદભાઈ, લાંબે વખતે પત્રપ્રસાદી મળી, અક્ષરો જોયા. શરીરનો અસહકાર હોવા છતાં તમારું પ્રાણબળ તમને જંપવા દે તેમ નથી. તોપણ બનતી બધી સંભાળ લેશો. વર્ષોનાં સેવન, સાધના, અનુભવ પછી કાર્યનાં નવનવાં ક્ષેત્રો હાથવગાં થતાં હોય છે, પણ ત્યારે શારીરિક શક્તિનાં વળતાં પાણી થયાં હોય છે. હું સલાહ તો આપવા બેસું છું, પણ હુંયે બાથમાં સમાવી શકું તેના કરતાં ચારપાંચ ગણું પકડી બેઠો છું – દરરોજ થોડુંક ઓછું કરવાનો સંકલ્પ રાતે કરું છું અને દિવસે તોડું છું. કોઈક માણેકબાવો પાછળ પડ્યો છે ! (૪૨) તમે પરંપરાગત કથાઓના, લોકકથાઓના ગૂઢ અર્થઘટનની વાત છેડીને મારી પંડિતાઈને ઉશ્કેરી ! નીચેનું કેટલુંક તો તમે સારી રીતે જાણતા હશો જ, પણ વિચારને વક્તવ્યને કડીબદ્ધ કરવાની દૃષ્ટિએ મૂકું છું તો સહી—ચલાવી લેશો. - ૬૪ અમદાવાદ તા. ૫ ૨૯૪ (૧) ૧. વૈદિક સૂક્તો, દેવો વગેરેનો ગૂઢાર્થ દર્શાવતા શ્રી અરવિંદ, વાસુદેવ શરણ અગ્રવાલ વ.એ પ્રયાસો કર્યા છે. ૨. વૈદિક બ્રાહ્મણ ગ્રંથોનું વચન : ‘પરોક્ષપ્રિયા વૈ દેવાઃ.’ ૩. ‘મહાભારત’ એ દૈવી—આસુરી બળોના સંઘર્ષનું રૂપક હોવાનું કેટલાકે ઘટાવ્યું છે. ૪. ‘ગીતગોવિંદ'નું ઉત્કટ શૃંગારિક નિરૂપણ (વિદ્યાપતિ વગેરેમાં પણ) ગૂઢાર્થને અનિવાર્ય બનાવે એવા સંકેતવાળું નથી. ‘ભાગવત’- રાસલીલા પણ શૃંગારપ્રધાન (તેની ઉત્તરકાલીન પરંપરામાં પણ) છે, તો પણ ગોપી—ગીતમાં ‘ન ખલુ ગોપિકાનંદનો ભવાન્ અખિલ–દેહિનામન્તરાત્મટ્ઠક્' એમાં ગૂઢાર્થનો સંકેત સ્પષ્ટ છે. તેવું જ વૈદિક સૂક્ત ‘દ્વા સુપર્ણા’નું પણ. ૫. જૈન આગમગ્રંથ ‘નાયાધમ્મકહા’ની કથાઓ સ્પષ્ટપણે લૌકિક–સાંસારિક છે, પરંતુ અંતભાગે તેમને ‘દૃષ્ટાન્ત' ગણી, ‘દૃષ્ટાન્ત’ અને ‘દાર્ણાન્તિક'નો સંબંધ જોડેલો છે. (‘ઉપનય’), અને સાધુજીવનપરક અર્થ કરેલ છે. ૬. સૂફી પ્રેમાખ્યાનક કાવ્ય (‘પદ્માવત’ વગેરેમાં) સમગ્ર નિરૂપણ ઐહિક છે, પણ અંતે રૂપકાત્મક અર્થઘટન આપેલું છે. જો કે જે સ્પષ્ટપણે રૂપકાત્મક સેતુબંધ Page #90 -------------------------------------------------------------------------- ________________ alliyorical રચનાઓ છે (ઉપમિતિભવ–પ્રપંચા કથા’, ‘પ્રબોધચંદ્રોદય’, વગેરે સેંકડો– Pilgrim's Proyren) તેમનાથી ઉપરોક્ત કથા–કાવ્યોની રચનાનું સ્વરૂપ આમ તો સ્પષ્ટપણે ભિન્ન હોય છે. ૭. પશ્ચિમમાં બાઈબલના અર્થઘટનની પરંપરામાં શબ્દાર્થ, રૂપકાત્મક અર્થ અને નૈતિક અર્થ ઉપરાંત અંતિમ ‘આધ્યાત્મિક' અર્થ anagogic interpretation કરવાની એક પરંપરા છે. (૨) એક છેડે એવો પક્ષ કે કૃતિનો એક અને અનન્ય અર્થ હોય છે તો બીજી તરફ સામે છેડે text is open – દેશકાળ અને વ્યક્તિ અનુસાર વિવિધ અર્થો માટે અવકાશ હોય છે – ‘વ્યંજના’નું ક્ષેત્ર અબાધિત અને અંતે તો અનિર્વચનીય હોય છે – એવો પક્ષ. અત્યારે તો પશ્ચિમના કાવ્યવિચારમાં પણ reader's text ની બોલબાલા છે. તમને મધ્યકાલીન પદોની જેમ કથા—લોકકથામાં ગૂઢાર્થ કળાય તો તે જરૂર અધિકારથી બતાવી શકાય. તેનાથી તેના ભાવનમાં એક પરિમાણ એક ‘આયામ’ ઉમેરાય છે. છતાં પણ એ તદ્દન યાદૈચ્છિક, આત્મલક્ષી ન લાગે અને કેટલોક આધાર કૃતિની રચનામાંથી મળે— બતાવી શકાય તો તે પ્રતીતિકર બને. creative writing જેમ Creative reading – વિવિધ અર્થમાં હોય. ન (3) આમ તો ઉદયભાનુ પાસે ‘વિક્રમચરિત્ર’ની કથાની પૂર્વપરંપરા હતી જ. એ કથામાં મળતા tale-motifs (કથાઘટકો) પણ પૂર્વવર્તી સંખ્યાબંધ કથાઓમાં (અને ઉત્તરકાલીન ભારતીય તેમજ વિદેશી કથાસાહિત્યમાં) મળી આવે. પણ પશ્ચિમમાં જગતની લોકકથાઓના અધ્યયનની અર્વાચીન પરંપરામાં પણ અર્થઘટનના વિવિધ અભિગમો છે. (જેમકે મનોવૈજ્ઞાનિક કે મનોવૈશ્લેષણિક— ઇડિપસ—ગ્રંથિ પર આધારિત, સંરચનાવાદી વગેરે). એટલે અભિધા, લક્ષણા અને વ્યંજના ઉપરાંત (કે છેલ્લીના જ એક ભાગરૂપે) અર્થ કરવાની સાર્વત્રિક પરંપરા છે. આ સાથે જુદા સંદર્ભમાં વર્ણમાળાના વર્ણોનો પ્રતીકાત્મક અર્થ (‘પ્રત્યભિજ્ઞાદર્શન' વગેરેમાં)– એટલે કે મંત્ર-યંત્ર સાહિત્યની પરંપરા જોડાઈ જાય છે એમ કહી શકાય— તિબત્તી બૌદ્ધ સાહિત્યમાં પણ તે વિકસી છે. અમે પ્રકાશિત કરેલા મધ્યકાલીન ગુજરાતી ‘કથાકોશ’માં ઉદયભાનુની તથા શામળની ‘વિક્રમચરિત્ર' વાર્તાનો સાર આપેલ છે. સેતુબંધ ૬૫ Page #91 -------------------------------------------------------------------------- ________________ તમે આ રીતની નવી દિશાનો ઉઘાડ કરો તેમાં કેટલાક પરિશ્રમ અનિવાર્ય બને – ભરતભાઈ જેવાની સહાય લો તો પણ અમારાં દાદીમા કહેતાં એમ “ભાઈ, દેય(હ)- રખતો ધરમ કરવો; પણ હવે બસ–આગળ મેં કદાચ કહ્યું હશે તેમ, ઘણું લખ્યું ઓછું કરી વાંચજો !તમારી કાવ્યરચનાઓનો, લેખોનો પ્રવાહ તો વહે જ છે, તેમાં આ ખણખોદનો ભાર ન વધે એટલું સંભાળશો. હું ઉતાવળે લખું છું ત્યારે મારા અક્ષરો પાછળ, હસ્તપ્રતો વાંચવાના લાંબા મહાવરાથી, કાંઈક અણઘડ લહિયો ડોકાતો હોય છે. નભાવી લેશો. કુંદનિકાબહેન મજામાં હશે. નંદિગ્રામની ઇતર પ્રવૃત્તિઓ યથાવત્ ચાલતી હશે. ભાઈ લાભશંકર ઠાકરે “રંગતરંગ'ના ૧ ફેબ્રુઆરીના અંકમાં ભગવાનદાસ પટેલના ભીલી સાહિત્યસંસ્કૃતિને લગતા પ્રકાશનોનો ઉમંગ સાથે પરિચય કરાવ્યો છે, તેમાં તમારી પ્રસ્તાવનાને પણ યથોચિત ઉપયોગમાં લીધી છે. વિશેષ : અહીં એલ.ડી. ઇન્સ્ટિટ્યૂટ (લા.દ.ભારતીય સંસ્કૃતિ વિદ્યામંદિર)ના કાર્યવાહક પ્રા. ઉજમશી કાપડિયા સાથે થોડા દિવસ પહેલાં વાત થતાં તેમણે જણાવ્યું કે સગત કસ્તુરભાઈની જન્મશતાબ્દી નિમિત્તે આ વર્ષ દરમિયાન જે પાંચ વ્યાખ્યાન રાખવા માગે છે તે સંદર્ભે એક વ્યાખ્યાન માટે તમને નિમંત્રવા વિચાર્યું છે. જો સ્વાથ્ય હા પાડે તો અનુકૂળતાએ આ જ વિષય- ઉપરથી સાંસારિક–સાહિત્યિક અર્થ ધરાવતી કથાઓ-કાવ્યોમાં ગૂઢાર્થ પણ સાધાર જોઈ શકાય છે – ન રાખો ? હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #92 -------------------------------------------------------------------------- ________________ (૪૩) ૨૪-૨-૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, કોઈ ઘરડોખખ ખલાસી સાત સમંદરની ખેપ કરીને હજી ઘર આંગણે, બારામાં વહાણ નાંગરે ત્યાં જ એને કોઈ “રત્નાકર સાગરભર્યો રતન તણાતાં જાય'ની વારતા કહે ત્યાં મણિનો બેટ અને નવલખ મોતી જાણે તારામંડળ ઊતરી આવ્યું હોય એનાં વર્ણન માંડે તો એની દશા કેવી થાય? આ જૈન મુનિઓની કથાઓ આવું જ કાંઈક કામણ કરી ગઈ ને મારામાં રહેલો ખલાસી ઘરમાં નિરાંતે નીંદર માણવાને બદલે સાગર વાટે નીકળી પડ્યો છે. તમને તો માણેક જોગી રાતે સૂવા દે છે, મને બાબરો ભૂત વળગ્યો છે. પણ દાદીમા કહેતાં તેમ ‘ભાઈ, દેઈ રખતો ધરમ કરવો' એ મંત્ર જપતો રહું છું ને ધપતો રહું છું. અત્યારે (૧) જયવંતસૂરિની શૃંગારમંજરી - શીલવતી ચરિત્ર (૨) ઉદયભાનુની ‘વિક્રમચરિત્ર' (૩) “માધવાનળ કામકંડલા કથા- આમ ત્રણ કથાઓ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. પહેલી બે કથાઓ મળી શકે એમ છે. ત્રીજી માટે તપાસ કરું છું. તમે આ ત્રણેની ખરી વાચના ક્યાંથી મળે તે વિશે સૂચવી શકો? ભરત પાઠક અને સુભાષ દવે મદદ કરવા આવશે. માધવાનળ-કથા વિશે તો મોતીચંદ્ર + ઉમાકાન્ત પી. શાહ સંપાદિત "New Documents of Jain Artની પ્રસ્તાવનામાં ઉલ્લેખ જ વાંચ્યો છે. પણ આ કથા બત્રીસ પૂતળીની વાર્તામાં આવે છે ને મનમાં વસી ગઈ છે. તેના પરથી ઉત્પલ તો નાટક રચી શકે. આપણો એક pygmaition જીવતો થાય એવી કથાવસ્તુ છે. સમગ્ર જીવનથી અધ્યાત્મને વિખૂટું પાડી આપણે જીવનનો રસ તો ગુમાવ્યો પણ એથીયે વધુ જીવતું મોત નોતર્યું. ખેર, ધીમે ધીમે ફરી પ્રાણસંચાર થશે. તમે પ્રાકૃત અપભ્રંશમાંથી જે “કાવ્યદોહન' કરો છો તેનું પઠન થવું જોઈએ. આવડી મોટી સાહિત્ય પરિષદ અને બીજી સાંસ્કૃતિક સંસ્થાઓ, પણ દૈવતને નામે મોટું ૦. જવા દો, મેં તો અંગત રાગદ્વેષ ને સાઠમારી જઈ, સાંભળી, ત્યારથી જ રામરામ કરી આઘો ખસી ગયો. વિદ્યારસ અને સાથે ઉપાસનાનું અમૃત મળ્યું. એનો આનંદ છે.... - હવે પેલી કથાઓનો કોથળો તમારા માથે. કુશળ ? – મકરન્દ સેતુબંધ ૬૭ Page #93 -------------------------------------------------------------------------- ________________ મકરન્દભાઈ, (૪૪) દરવખતની જેમ તમા૨ો ૨૪-૨નો હર્યોભર્યો પત્ર મળ્યો – મુખોમુખ થતા વાર્તાલાપ જેવો ! અમે ૧૭–૨ થી ૧૧–૩ મુંબઈ ઉત્પલ સાથે રહેવા ગયેલા. ટપાલ અહીં જ એકઠી થયેલી. મુંબઈથી ૧૨મીએ આવ્યો ત્યારે એકબે દિવસ પછી મને જાણ થઈ કે હું સાથે કફનો કોથળો ભરતો આવ્યો છું ! એન્ટિ બાયોટિકને બળે નેવું ટકાનો તો નિકાલ કર્યો છે. હવે ખાવાપીવા અને કામકાજમાં, કુદરતની ચેતવણીનો આદર કરી, બનતી સાવચેતી રાખીશ— સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ તાલીમ વગર સંયમ જાળવવો અઘરો હોય છે, એ વાત સતત અનુભવું છું. તમારી આગળ પરંપરાગત કથાઓનો ઊંડો ‘આધ્યાત્મિક’– મર્મ જોવા પ્રીછવાની જે નવી દિશા ઊઘડી છે, (તે માટે તમે જે ત્રણ કથાઓનો નિર્દેશ કર્યો છે તેને ધ્યાનમાં રાખીને વાત કરું) તેના શરૂઆતનાં પગથિયાં તરીકે તમે પ્રથમ એ કથાઓનો પ્રમાણભૂત સા૨ અને પછી મૂળ કથા જુઓ એવું મારું સૂચન છે— તેમના સંપાદકોએ એ કથાઓનું જે ‘રસદર્શન', ‘સાહિત્યિક મૂલ્યાંકન', ‘ઐતિહાસિક પરંપરા’, ‘સાંસ્કૃતિક અધ્યયન’ વગેરે જે કાંઈક કર્યું હોય તેને હમણાં અણદેખ્યું જ કરશો. જો કે તમે એમ જ કરશો, તો પણ ડિલશાહી ઉપદેશ આપ્યા વિના કેમ રહું ? ૬૮ શામળની ‘સિંહાસનબત્રીશી'ની બારમી વાર્તા પણ વિક્રમચરિત્રની જ છે. ઉદયભાનુ-કૃત ‘વિક્રમચરિત્ર–રાસ' (સં.બ.ક.ઠા.) અને ગણપતિકૃત ‘માધવાનલ-કામકંદલા—પ્રબંધ' (તેમાં પરિશિષ્ટ રૂપે (૧) સંસ્કૃત આનંદધકૃત માધવાનલાખ્યાન | ‘કથા' | ‘નાટક' ), (૨) કુશલલાભકૃત ‘મા કામ ચઉપઇ’, દામોદરકૃત ‘માધવાનલકથા’ આપેલ છે; શામળની ‘સિંહા બત્રી’ની ૨૬મી વાર્તા પણ આ જ છે; હિંદીમાં આલમકૃત માધવાનલ કથા અને શાલિગ્રામ વૈશ્યકૃત માધ૰ કામ૰ નાટક (૧૮૬૮માં મુદ્રિત) નોંધાયાં છે. ઇટેલિયન વિદ્વાન E. Pavolini 3- International Congress of Orientalist l પહેલા ગ્રંથમાં ૬ હસ્તપ્રતોના આધારે સંપાદિત ‘માધવાનલકથા’ (સંસ્કૃત—એ આનંદધર વાળી જ હશે એમ અટકળ કરું છું) પ્રકાશિત કરેલી. અમદાવાદ તા. ૨૧–૩–૯૪ સેતુબંધ Page #94 -------------------------------------------------------------------------- ________________ આ બંને વડોદરા યુનિ.નાં પ્રકાશન હોવાથી ભાઈ સુભાષ દવે તમને મેળવી આપશે. ‘શૃંગારમંજરી' લા.દ. ભાર. સં.વિદ્યા.ભ.નું પ્રકાશન છે, તે ત્યાંથી મેળવી શકાશે. કોઠારીનો લેખ તમે જોયો છે. ગુજ.સા.અકા. દ્વારા મેં સંપાદિત કરેલ ‘મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માં ઉપર્યુક્ત કથાઓ અને તેમનાં રૂપાંતરોનો સાર આપેલ છે. ટિપ્પણીમાં ઐતિહાસિક-તુલનાત્મક ટૂંકી નોંધ છે. ચાલાક ચોરના ઘટક વિશે ટોની—પેન્ઝરના ‘કથાસરિત્સાગર’ના અનુવાદ (The Ocean of Story)ના પાંચમા ગ્રંથમાં ઇતર દેશોની લોકકથાઓમાં મળતા આ કથાઘટક વિશે વિસ્તૃત નોંધ આપેલ છે. ‘મધ્યકાલીન ગુજ. કથાકોશ’ની નકલ, ‘શૃંગારમંજરી’ વગેરે ભરતભાઈ મને મળશે ત્યારે તેમને સુલભ કરી આપીશ. આમાંથી તમને જે રૂપાંતર બંધબેસતું લાગે તેને લઈને વિચારશો. બધું જોવાની જરૂર નથી. રૂપાંતરે—રૂપાંતરે પ્રસંગો, આશયો, પાત્રો પણ વધતાંઓછાં બદલાય છે અને સંકોચવિસ્તાર યથેચ્છ કરાય છે. ગણપતિની કૃતિ કાવ્યદૃષ્ટિએ તો મધ્યકાલીન ગુજરાતીમાં એક અને અનન્ય મહાકાવ્ય છે. સમગ્ર મધ્યકાલીન (અને પ્રાચીન સંસ્કૃતપ્રાકૃત—અપભ્રંશમાંથી પણ) શૃંગારિક કથા અને રસનો વારસો કવિ આત્મસાત્ કરીને બેઠો હોય અને ‘જીભે શારદા’ બેઠી હોય' (તેણે પોતે જ કહ્યું છે) એવી આપણને પ્રતીતિ થાય. હિંદી પ્રેમાખ્યાનક કાવ્યો કરતાં પણ કેટલુંક ઊંચું કાવ્યમય તેમાંથી માણી શકાય. પણ આ તો માત્ર કથાકૃતિ તરીકે, કાવ્યકૃતિ તરીકે. તમારો હેતુ જુદો જ છે. હાલ આટલું. આગળ જતાં જે કોઈ સંદર્ભોની જરૂર હોય તે માટે લખશો, અથવા ભરતભાઈને મળી જવા કહેશો. અત્યારે સાહિત્યક્ષેત્રે ૨જોગુણ અને તમોગુણની બોલબાલા છે. હું મુંબઈ હતો અને રમેશ પારેખનો અને તેની કવિતાનો વપરાશી માલ તરીકે ઉપયોગ કરીને સાહિત્યના વેપારીઓએ હોબાળો કર્યો તેનાથી - તેવાથી જેટલા દૂર કે અલિપ્ત રહીએ તેટલા ઓછા ખરડાઈએ. તમે જે અલિપ્તતા સહજપણે સાધી— જાળવી છે તેથી મનભાવન કાર્યપ્રવૃત્તિમાં વિક્ષેપ પડી શકતો નથી. પણ જે કચરો કળણ અત્યારે ઉપર તરી આવ્યાં છે – બધાં જ ક્ષેત્રોમાં– તે સમય જતાં ઓછાં થશે, શમશે એવી આપણી સાધાર શ્રદ્ધા છે. સૌ કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૬૯ Page #95 -------------------------------------------------------------------------- ________________ (૪૫) અમદાવાદ તા. ૧૩-૪-૯૪ મકરન્દભાઈ, બંને પત્ર મળ્યા. તમારું ગત જન્મનું કોઈ દુષ્કર્મ તમને નડ્યું ને તમારી સાથે ........ ભટકાયા ! .......... ઘણાં વરસથી સાહિત્યિક અપ્રામાણિકતા' કરતા આવ્યા છે. ઘણાને તેનો અનુભવ છે જેમાં છેલ્લા (કમ કહી શકાય ? હજી બીજાઓ પણ ઝડપાય !) એમની ઝપટમાં તમે આવ્યા. પણ એ લાંબા ઇતિહાસથી અને નિંદારસથી અલમ્. આપણા કામની વાત : ફાર્બસ ગુ.સભા તરફથી પ્રકાશિત (૧૯૨૭), અંબાલાલ જાની વડે સંપાદિત શામળભટ્ટની ‘સિંબ.' (સિંહાસનબત્રીસી)માં “અબોલારાણી'નો ક્રમાંક છઠ્ઠો છે. જાનીવાળી આવૃત્તિ અપ્રાપ્ય છે. તે ફરી છપાવવા ગુજ. સાહિ. અકા. પાસે આર્થિક સહાય માગી છે. એ તો થાય ત્યારે. ફાર્બસના પુસ્તકાલય વાળી નકલ હાલ મારી પાસે છે. મેં ૧૯૮૮માં ‘ઝગમગ'માં “અબોલારાણીનું (એ “ચઉબોલા' પણ કહેવાય છે) મૂળાનુસારી ગદ્ય રૂપાંતર પ્રકાશિત કરેલું, તેની ટાઇપ-કોપી મારી પાસે છે. તેનો પ્રમાણભૂત સાર મેં સંપાદિત કરેલ “મધ્યકાલીન ગુજરાતી કથાકોશ'માં (પૃ. ૫–૭) અને તેમાં જ તેની સમાંતર કથાઓનો નિર્દેશ કરેલ છે. (પૃ. ૩પ૨). “સિંહાસનબત્રીશી'ની ૧૬મી ‘કાષ્ઠનો ઘોડો’ એ વાર્તામાં પણ ત્રીયારાજયની પુરુષ-ષિણી ઇંદુમતીને ચાર પ્રહર સુધી કાઇના ઘોડાની કથા કહીને ચાર પરદા છોડાવે છે. મેં કરેલા રૂપાંતરની નકલ અને “મધ્યકાલીન કથાકોશ'ની ભેટ નકલ, જો ભરતભાઈ હમણાં અહીં આવવાના હોય તો તેમની સાથે કે બીજા કોઈ સાથે, નહીં તો પછી ટપાલ દ્વારા તમને મોકલું. જણાવશો. બીજું, હમણાં “મધ્યમા' સુધી જ અર્થઘટન રાખવું, “પશ્યતી’ ‘પરાવાળું આગે આગે નહીં તો શ્રમ ઘણો પહોંચશે. જે કરો તે હળવે હૈયે, હળવે હાથે, સ્વાથ્ય જાળવીને જ કરશો. સંદર્ભો પણ આવશ્યક હોય તેટલા જ જોશો. કથાકોશ'માં શામળની સિંહાસન બત્રીશી મુખ્ય કથાની રૂપરેખા અને ૩૨ કથાઓનાં નામો અને ક્રમ પૃ. ૩૩૦-૩૩ર ઉપર આપેલ છે. “સ્ત્રીચરિત્ર' ૨૯મી જ છે. • હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૭૦ Page #96 -------------------------------------------------------------------------- ________________ (૪૬) ૫ મે ૧૯૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, પત્રો અનુમતિ વિના પ્રગટ થયા તેનો વસવસો ન કરશો. મારી અનુમતિ સંમતિ–સહગતિ–સ્થિતિ–મતિ તમારી સાથે હોય જ. માત્ર એટલું થાય કે અંગત પત્રોમાં તો લખનાર ને મેળવનાર સાથે ભાવનો નાતો હોય છે અને હૃદય હૃદયને સમજે એવો તાર સંધાયો હોય છે. એ પત્રો સામાન્ય વાચકને એમાં યે જેને માટે ટકોર કરી હોય તેને એ ખંચે ય ખરા. સાહિત્ય પરિષદ ને બીજી એવી સંસ્થાઓમાં “દૈવતને નામે મોટું ૦' ચીતર્યું એનો ખુલાસો કરવાની જરૂર લાગી એટલે મેં રમણભાઈને' ખુલાસો લખી મોકલ્યો છે. દૈવત એટલે શું એ, મને જે વસ્તુ અભિપ્રેત છે એ ભણી ધ્યાન દોર્યું છે. મને તો આ “દૈવત’ વાકુની ઉપાસનામાં કેટલે ઊંડે લઈ જાય છે એ કોને કહું ? તમે એકવાર ‘સિદ્ધ સારસ્વત'નો ઉલ્લેખ કર્યો હતો. મારી દૃષ્ટિ સામે વાકુના ચાર સ્વરૂપને પામતું દૈવત રમે છે. તમે તો જાણો જ કે માત્ર શબ્દશાસ્ત્ર અને અલંકારશાસ્ત્રથી શબ્દમાં રહેલાં ધ્વનિ, જ્યોતિ, અને તત્ત્વને પામી શકાતાં નથી. તેની સાથે દૈવજ્ઞ શાસ્ત્ર અને તર્કશાસ્ત્રને જોડવા જોઈએ. આ દૈવજ્ઞ જ્યોતિષ નથી અને તર્ક વિચારપ્રક્રિયા, ન્યાય કે “લોજિક' પૂરતો મર્યાદિત નથી. તર્કના મૂળમાં જતાં એ સામાન્ય હાઈપોથેસિસ' નથી, જે વિરુદ્ધની સચોટ દલીલો આવતાં તૂટી પડે. એ દૈવજ્ઞ– તા પછી પ્રગટતું ઋષિ-દર્શન છે. ભૂતસૃષ્ટિ, દેવસૃષ્ટિ, બ્રહ્મ(જ્ઞાન) સૃષ્ટિ–એવા ત્રિજગતની આજે વાતો કરીએ તો ગાંડામાં ખપીએ. મારું દુઃખ એ છે કે મારી સામે વિપુલ ભંડાર પડ્યો છે. તેમાં અત્યંત સત્ત્વશીલ ને સ્વાદુ પદાર્થો છે પણ આજનો માણસ આરોગવા ઇચ્છે ને પચાવી શકે એટલું જ પીરસવું રહ્યું. અત્યારે સિંહાસનબત્રીસીમાં “અબોલા રાણીની વાર્તા” ને બરાબર એને મળતી સૂફી વાર્તા વિષે લખવા બેઠો છું. વાકના ચાર સ્વરૂપની આ કથા છે. વિક્રમ અને ભોજની વાર્તામાં સરસ્વતીનું કંઠાભરણ ન હોય તો જ આશ્ચર્ય. પણ લોકકથામાં મનોરંજનનો ખેલ જોતા વિવેચક મહાશયને આ કેવી રીતે સમજાવું ? ૧. પરિશિષ્ટ જુઓ. સેતુબંધ ૭૧ Page #97 -------------------------------------------------------------------------- ________________ ચાલો, તમારી પાસે હૈયું ઠાલવું છું. ભરત પાઠક અહીં છે, એટલે મને ‘ભરત-ગૂંથણ’નો સારો લાભ મળે છે. પેલી સૂફી કથાનો અનુવાદ તે કરી આપશે. આપણે ત્યાં જપ—અને તેના પ્રકાર છે, તેમ સૂફીઓમાં પણ જિદ્ર અને વાતને પ્રકાશિત કરવાની સાધના રહી છે. મને ખબર નથી પડતી કે ભજનવાણી અને સૂફી પરંપરાના આધાર પૂરતું જ આ વાર્તાઓ માટે લખું કે તેને વૈદિક, ઋષિપરંપરા સુધી લઈ જાઉં ? કારણ કે રેફરન્સના તો ઢગલા પડ્યા છે. બે— ચાર જણ પાવડા—કોદાળી લઈ મદદમાં હોય તો ખળું ભરાઈ શકે. જૈન મુનિઓની કથા આમ ઊંડા કૂવામાં ઊતારતી જાય છે. હેમચન્દ્રે ‘કાશ્મીરવાસિની’ની ઉપાસના કરી હતી તે સહાય ન કરે તો કૂવામાં ડૂબી મરવાનું જ આવે. તે અત્યંત દયાળુ છે અને તેના કૃપાપ્રસાદથી આ ‘અંધકૂપ’માં અમૃતજળ મળશે, અંધારું ટળશે– વિન્દેમ દેવતાં વાચમ્ અમૃતમ્ આત્મનઃ કલામ્ – તમારો મકરન્દ ૭૨ સેતુબંધ Page #98 -------------------------------------------------------------------------- ________________ (૪૭) અમદાવાદ તા. ૩–૫–૯૪ મકરન્દભાઈ, - રમણભાઈએ તમે તેમને લખેલા પત્રની મને જાણ કરી.જો પહેલેથી તમારી સંમતિ માગી હોત તો તમારા ખુલાસામાં જે સરસ વિચાર રજૂ થયો છે– મહાકાવ્યો વગેરેના વાચન-સત્રોનો તે ક્યારે મળત ? તમારી ટીકા અને તેની પાછળના આશય વિશે થોડોક સમજદાર હોય તે પણ ગેરસમજ ન કરે. ને કોઈ બાળકબુદ્ધિ કરે તો “નંદો, વંદો, ભજો, તજો' તેમાં કવિતાને શું ? તમે અલિપ્ત જ છો. જેને હોહા કરી પ્રસિદ્ધિ મેળવવી છે એને બહાનું શોધવા ક્યાં જવું પડે છે? મારો અને રમણભાઈનો આશય વિદ્યાવ્યાસંગીને પ્રેરે એવું તમારા પત્રોમાં જે છે તે વાચકના ધ્યાન પર લાવવાનો જ હતો. જાણ્યે-અજાણ્યે તમને દુભવ્યા હોય તો “મિથ્યા મે દુષ્કૃતમ્”– આમ તો હું જૈન પણ છું ! હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૭૩ Page #99 -------------------------------------------------------------------------- ________________ (૪૮) આત્મીય ભાઈ, આ જૈન મુનિઓના કુંડાળામાં પગ પડી ગયો ત્યારથી મારે જ વારંવાર ‘મિથ્યા મે દુષ્કૃતમ્’ કરવાનો વારો આવ્યો છે. પહેલે પગલે જ વિઘ્ન એ કોણ ટાળે ? ‘અબોલા રાણી'ને બોલતી કરવા બેઠો : મારી પાસે સંપાદિત ‘બત્રીસ પૂતળીની વારતા.’ મને એમ કે અભ્યાસી જણ છે એટલે શામળની વારતા સાંગોપાંગ ઉતારી હશે. પણ મૂળ જોઈ જવાની ટેવ. પાસે મૂળ નહીં પણ ફાર્બસ સભાએ હસ્તલિખિત પુસ્તકોની સૂચી તૈયાર કરી છે તેમાં નજર કરી. આરંભ ને અંતની મૂળ થોડી પંક્તિઓ ને કથાસાર. સને ૧૯૨૯નું કામ પણ કેવું પાયાનું ! નક્કર, નમૂનેદાર. તેમાં તો અબોલા રાણી ને પૂતળી ચિત્રાંગદાનો નંબર છઠ્ઠો. ૭મો નંબર આપે છે. આમ કેમ ? પહેલી હરણની વારતા બીજે નંબરે, છેલ્લે ૩૨મી વારતા સૂચીમાં ‘મડા પચીશી’ની તો ની વારતા ‘સ્ત્રી` ચિરત્રની' એ સૂચીમાં ૨૯મી છે. આમ મૂળની વારતામાં ફેરફાર કરાય કે શામળને બદલે બીજા કોઈની વારતા માંડી ? હવે મૂળ પાસે ને મૂળ સાથે સંપાદન મેળ ખાય તેને પકડવાનું પોલીસ દફતરે રહ્યું. શું કરવું ? તમારું પોસ્ટકાર્ડ આજે મળ્યું. તેમાં ‘વિદ્યાવ્યાસંગીને પ્રેરે' એવું કાંઈક તમને લાગ્યું ત્યારે એ અંગે જ મારું દુઃખ ગાઈ લઉં. ..........ભાઈને અભ્યાસી તરીકે માનીને ચાલું. અને તમને, શરીર કામ ન કરતું હોય તો ય હાથ આપવા મનને મનાવું. તેમણે ‘અખાના છપ્પા’નું સંપાદન કર્યું છે. મને સૂચના માટે ફર્મા મોકલ્યા. મેં ફર્માનાં પાનાં પર જ હાંસિયામાં, ઉપરનીચે જગ્યા મળી ત્યાં સૂચનો લખી મોક્લ્યાં. આ અર્થઘટનમાં સહાય કરવા માટે તેમણે પ્રસ્તાવનામાં ઉલ્લેખ કર્યો છે પણ જે સૂચનો કર્યાં તેનો કેવોક ઉપયોગ કર્યો કે ન કર્યો, સૂચનો કયા છપ્પા માટે હતા, કયા શબ્દો માટે, કશું એ અંગે સ્પષ્ટીકરણ નહીં. પોતાને સ્વીકાર્ય ન હોય તે સૂચનો જરૂર ન સ્વીકારાય પણ અભ્યાસી કે વિદ્યાર્થી માટે તે નોંધવાં તો જોઈએ જ્યારે સામેથી માગ્યાં છે ત્યારે. એક સૂચન અત્યારે યાદ આવે છે. છપ્પો ૨૪૦, પંક્તિ : ‘યમ વેસું માર્યું ન ભૂલે ભોંય’– મેં લખેલું કે વેજું કે વેજું એટલે નિશાન. તેમણે ઘોરખોદિયું અર્થ આપ્યો છે તે ૭૪ સેતુબંધ - ૧૦ મે ૧૯૯૪ નંદિગ્રામ Page #100 -------------------------------------------------------------------------- ________________ બરાબર નથી ને ખેંચી તાણીને બેસાડ્યો છે. આ સુચન માટે મેં, આ અર્થ મનમાન્યો નથી, પણ બીજાં ભજનોમાં સ્પષ્ટપણે આ અર્થ નીકળે છે તેના દાખલા પણ સાથે આપેલા. દા.ત. વેજું વસુધાનું જેવું કોઈ કરે, તેની ચોટ ખાલી કેમ ઠરે ? (નિષ્કુળાનંદ, ભક્ત ચિંતામણી પ્ર. ૧૦૫, કડી ૪૬–૪૭) જેમ વેજું કરે કોઈ વ્યોમનું, તેની ખાલી ન જાયે ચોટ. (હરિબળગીતા- કડવું ૪) અરે, કબીરનો એક દોહરો પણ ટાંકેલો. તકત તકાવત તકિ રહે,સકે ન બેઝા મારી, સર્બ તીર ખાલી પરે, ચલે કમાની ડારી. આથી વધુ સ્પષ્ટતા શી જોઈએ ? પણ તેમણે, આ વસ્તુનો ક્યાંયે ઉલ્લેખ ન કર્યો ને પેલું “ઘોરખોદિયું જ રાખ્યું. નવીનતા કે મૌલિકતા દર્શાવવા માટે હશે? પણ આ માટે તો બિચારા વિદ્યાર્થીની જ ઘોર ખોદાય. વિદ્યાવ્યાસંગની કોની પાસેથી આશા રાખીશું? મારી પોતાની ભૂલ ન થાય એમ નહીં. ક્યાંક વાસીદામાં સાંબેલું યે જાય. પણ એ કબૂલ કરવા માટે માત્ર તૈયાર જ નહીં, ખુશખુશ થવું જોઈએ. એ બતાવનારને “જિયો જિયો' કહી બિરદાવવા જ જોઈએ ને? પણ ભાઈ, જેને વિદ્યા, શુદ્ધ વિદ્યાનો જ વ્યાસંગ ને જરાક આઘીપાછી થાય તો “અસંગરો' લાગે, એવા કેટલા ? મરાઠી વિદ્વાનોનાં પુસ્તકો જોઉં છું, તો તેમની અભ્યાસનિષ્ઠા અને અભ્યાસક્રુષ્ટિ જોઈ ચરણવંદના કરવાનું મન થાય છે. ગુજરાતી માટે ક્યાંક તમ સમાં અપવાદને જોઈ આનંદું ને બાકી હૈયું રડે છે. આ મારી પીડાની પોઠ પણ તમારે આંગણે ઠાલવું છું. અબોલા રાણીને બોલાવવા બેઠો ત્યાં મારે ભાગે જ આટલું બોલવાનું આવ્યું. મારા મનમાં પડેલી સામગ્રીથી મહેલ ચણવા માંડ્યો ત્યાં પાયો જ કાચો નીકળ્યો. પણ નવો પાયો નાખનારા આવશે. ભારત પાઠક અહીં છે, સુભાષ દવેનો પત્ર છે કે તે ૨૫મી મે આસપાસ આવશે. આ જૈન મુનિઓનું વૃન્દ કથાનાં ફ્લેવરોનો સવેળા ઉદ્ધાર થાય અને મારો એમાંથી મોક્ષ થાય એવા આશીર્વાદ વરસાવે તો સારું. કુશળ હશો. મકરન્દના વંદન સેતુબંધ ૭૫ Page #101 -------------------------------------------------------------------------- ________________ (૪૯) આત્મીય ભાઈ, મારે ભાગે તો ‘ડેવિલ’ અને ‘ડીપ સી’ આવ્યા. જેસલપુરા સાહેબમાં ડૂબકાં ખાધાં ત્યાં ચન્દ્રકાન્ત અમીનની ચોપડીએ વારો કાઢ્યો. બંને મૂળ કથાને આધારે, પણ મૂળમાં જ વાંધા. હવે શામળને શરણે ગયા વિના છૂટકો નથી. શામળની મૂળ બત્રીસી ને તેનો અસલ—અદલ ગદ્ય અવતાર મોકલી શકો ? આ પત્ર લાવનાર ભાઈ ભરતભાઈના પુત્રના મિત્ર છે. મને પુસ્તકો સત્વર પહોંચાડશે અને કામ પૂરું થયે હું પહોંચાડીશ. ૭૬ આમ હજી પહોંચનો દાવ ચાલે છે. પકડનો દાવ તો હર- (+ ?) હાથ દે ત્યારે. મજામાં ? ૨૮ મે ૧૯૯૪ નંદિગ્રામ મકરન્દ સેતુબંધ Page #102 -------------------------------------------------------------------------- ________________ (૫૦) અમદાવાદ તા. ૨૯-૫-૯૪ મકરન્દભાઈ, ગઈ કાલે સાંજે એક લગ્નસમારંભમાં ભોળાભાઈ પટેલ સાથે જવાનું ગોઠવેલું, એટલે અમે_હું અને ચંદ્રકળા– એમને ત્યાં ગયાં. જન્મ પ્રવાડમાં “સંત સ્વામી) અને સાંઈ” વિશે નોંધ આગલે દિવસે વાંચી હતી, તેનો વાતવાતમાં મેં ઉલ્લેખ કર્યો. ભોળાભાઈએ કહ્યું કે મને હિમાંશી શેલત તરફથી નકલ મળી છે અને “સંદેશ'માં એ વિશે મેં નોંધ લખી છે (હું ગુજરાતી છાપાં મગાવતો નથી). એટલે મેં પુસ્તક તેમની પાસેથી વાંચવા માગી લીધું. લગ્નમાં ભોજન લઈ (જે કાંઈ થોડુંક મારે માટે ખાદ્ય હતું તે), ઘરે આવી, થોડુંક ગરમ પીવાની ઇચ્છા હતી એટલે ચંદ્રકળાને કોફી કરી આપવા કહી, રાતે નવ વાગે પુસ્તક હાથમાં લીધું. એક વાગે પૂરું કરીને સૂતો. હમણાં કેટલાય વખતથી સાંજે–રાતે વાંચવાનું નથી રાખ્યું, અને રાતે દસે પથારીભેળાં થઈ જઈએ છીએ– ઊંઘ તો જયારે આવે ત્યારે. વળી ઘણા વખતથી કશું જ સર્જનાત્મક કાવ્ય, વાર્તા, નવલ, નાટક ગુજરાતી કે અંગ્રેજી–હિંદી વાંચવા પરથી મન ઊઠી ગયું છે. એટલે જોઈ શકશો કે કેવી મિજબાનીથી હું તૃપ્ત-તર થઈ ગયો. અને તેમાં વેરાયેલી ગુજ, હિંદી, ઊર્દૂ, અંગ્રેજી વ.ની – કાવ્યસંપતુ તો સોનામાં સુગંધ સમી, અથવા તો સુગંધકણો સાથે સુવર્ણકણોના મિશ્રણ સમી. ચાલો, બે ઉન્નત ચેતનાઓ સાથે અને તેમની દ્વારા બીજી ઘણી ઉન્નત ચેતનાઓ સાથે થોડોક સમય મારી ચેતનાએ અક્ષરોના માધ્યમ દ્વારા અનુસંધાન સાધ્યું. એ અણધાર્યા સુયોગ માટે લગ્નસમારંભને ધન્યવાદ ! મારી અંદરની મૂડીમાં, ખરીદેલા શેરના ભાવોમાં મોટા ઉછાળો આવે, કે ક્યાંક મોટું ફાંફળ પાડ્યું હોય તેમ, ભારે વધારો થઈ ગયો. કુશળ હશો. હ.ભાયાણીના નમસ્કાર ૧. “સ્વામી અને સાંઈ', સં. હિમાંશી શેલત, નવભારત, ઈ. ૧૯૯૩ સેતુબંધ Page #103 -------------------------------------------------------------------------- ________________ (૫૧) ૪ જૂન ૧૯૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, | વિક્રમ રાજાએ રાત્રીના પહેલા પહોરે માંડેલી વાર્તા પૂરી કરી. અબોલા રાણીએ પ્રત્યુત્તર આપ્યો. પહેલો પડદો હટાવ્યો. અને આ તમને લખવા બેસી ગયો. ભરતીનું પહેલું મોજું માથું તરબોળ કરી પસાર થયું. બીજું અંદર ઘૂઘવે છે તે ઉછાળો મારે તે પહેલાં જરૂરી વિગત લખી નાખું. શામળની ‘સિંહાસન બત્રીસી', મધ્યકાલીન ગુજરાતી કથાકોશ અને અને તમે લખેલી કથાની ટાઈપ-નકલ–બધું મળ્યું. મને ઘણો ટેકો મળ્યો. મેં મધ્યકાલીન કથામાં પગપેસારો કર્યો છે તે જાણી બળવંત જાનીએ પણ કથાકોશ મોકલ્યો. (ઉદ્દેશ–પત્રનો પ્રભાવ ?) તમારો પત્ર પણ મળ્યો. “સ્વામી અને સાંઈ એ એક વાગ્યા સુધી ઉજાગરો કરાવ્યો ! કવિજીવ તો ચિંતા કરવાને બદલે કહી ઊઠે ‘લો, આનું નામ આત્માનું એકત્વ યાને અભિન્ન હૃદયનો આવિષ્કાર.” વેદાંતના જ્ઞાની પંડિત એને અદ્યતનો સાક્ષાત્કાર ગણાવે. પણ સવારે શરીર ઊઠવાની ના પાડે ત્યારે આવા આવિષ્કાર, સાક્ષાત્કાર કેવા મોઘા છે તેની ખબર પડે. ફિકર નહીં. આનંદ આવ્યો તો ઉજાગરાનો ધજાગરો માથે. મને થાય, ઉજાગરાને બિચારાને એકલું લાગતું હશે તો “ઉજાગરીને તમ પાસે મોકલી આપું. નાનકી મુક્તકની માળા છે. બૂક-પોસ્ટ કરું છું. નજર નાખી જશો. - ભરતભાઈ ત્યાં આવ્યા છે મળશે. અહીંની દાસ્તાન કહેશે. મારી તબિયત અફીણી દરબાર જેવી છે. ડેલીએ બેસી ઝોલાં ખાય પણ બુંગિયો વાગે કે સન્ કરતી તલવાર કાઢી તૈયાર થઈ જાય. આમ તમારે ધીંગાણાનો મારા પર ભાર વધશે તેનો ભાર રાખ્યા વિના આવી કથાઓના કારભાર કરતાં રહેવા. મને તો રાણકીવાવનું પાતાળ–જળ પીવા મળ્યું હોય એવી કોઠે ટાઢક થઈ. લ્યો તારે. મારે તો ચોગઠું છે પણ શામળની બત્રીસી છે એવી સાબૂત રાખી સવેળા મોકલી આપીશ. સહુને સ્નેહ. ઇશા સ્નેહ-વંદન પાઠવે છે. મકરન્દ ૭૮ સેતુબંધ Page #104 -------------------------------------------------------------------------- ________________ (૫૨) મકરન્દભાઈ, ૧‘ઉજાગરી’ આજે મળ્યું. બાહ્યાકાર–ચહેરોમહોરો– પણ મુક્તકનો. મુક્તકો માણ્યાં, એમના સ્ફુરવાફૂટી ઊઠવાની દાસ્તાન પણ માણી અને માનવીય સંદર્ભ પણ. ‘પણ ક્યાંક એના હોઠની લાલી અડી ગઈ, ખરે, આ વાંસળીમાં એના લયનો સૂર લાગે છે !– એ પંક્તિઓ વાંચી, માત્ર સાહચર્યથી જ, એક પ્રાચીન ગેય રચનાનું સ્મરણ થયું. બારમી શતાબ્દીમાં કલ્યાણના રાજવી સોમેશ્વરે રચેલ ‘માનસોલ્લાસ’ (કે ‘અભિલષિતાર્થચિંતામણિ’)માં ‘સંગીતવિનોદ’ પરના પ્રકરણમાં કેટલાક સંગીત–પ્રબંધોનું નિરૂપણ કર્યું છે, અને તેનાં ઉદાહરણ સ્વરચિત છે. તેમાં એક ઉદાહરણ, મૂળે હસ્તપ્રતોમાં તદ્દન ભ્રષ્ટ રૂપે મળતું, અને સંપાદકને જેનું મોંમાથું બેઠું નથી, જેની મેં પુનર્ઘટના કરી છે તે નીચે પ્રમાણે છે (ભાષા પ્રારંભની ‘બ્રજ’ ઉત્તર પ્રદેશીય કે અપભ્રંશોત્તર છે) : અવ્યો ! ડોગર—કણિએ (મેખલા) વાજિયા નાદુ સમ્મઇ । (સંભળાય છે) દીસઇ કાલા હિરેણું || વેલેં ઘૂવિ (?) સીંગ-નાદુ । છંદે બહુરિ વાજઇ । ગોવર્ધનગિરિ-કંદરુ ગાજઇ || અમદાવાદ તા. ૧૧-૬૯૪ દેવઇનંદણ (દેવકીનંદન) કન્હડઉ રૂપે સલોણા સાંવલિયા ગોઉલિ (ગોકુળમાં) બાલિયાં પડિહેં નયણાં રન્નિહિં (અરણ્યમાં) કરેઇ વાઉલિયાં (બાવરી). ૧. એ નામનો મુક્તકસંગ્રહ - મકરંદ દવે, પ્રકા. નવભારત, ઇ. ૧૯૯૩. સેતુબંધ ૭૯ Page #105 -------------------------------------------------------------------------- ________________ તમને તો આનો અંદરનો મર્મ તરત સૂઝશે. ચઉબોલા/અબોલાને તમે બોલતી કરવા લાગ્યા છો તમારી આગળ બોલતી થવા લાગી છે તો ચલને દો. કુંદનિકાબહેન, તમે મજામાં હશો. ભરતભાઈનો ટેલિફોન હતો. હ. ભાયાણીના નમસ્કાર [કોઈ વાર આંખમાં તીણી શૂળ, હૈયે હળવી ફૂલપરી, તો કોઈવાર આંખમાં હળવી ફૂલપરી, હૈયે તીણી શૂળ. (‘કીકી’, ‘કનીનિકા’, ‘પૂતળી’ – એ શબ્દો, શબ્દનાં મૂળ અને કુળની ખણખોદ કરવાની આદતે, તરત મનમાં આવ્યા.)] ८० - સેતુબંધ Page #106 -------------------------------------------------------------------------- ________________ (૫૩) અમદાવાદ તા. ૨૪-૬-૯૪ મકરન્દભાઈ, ભરતભાઈ, રૂબરૂ મળીને જ ખુલાસો પૂછી ગયા. એ બહાને “સત્સંગ થયો. “ચલ/ચો' ના મૂળ વિશે, ઇતિહાસ વિશે થોડીક માહિતી મેં આની પાછળ આપી છે – ખાલી જાણ માટે. જે ચાર વાર બોલાવે તેને વરે માટે “ચઉબોલા'. કોઈ પુરુષ સાથે ન બોલવાના પણને લીધે “અબોલા”. મેં ગયા બેએક વરસમાં બેત્રણ ચાળા કરેલા. તેમાંથી એક આ સાથે બીડું છું. આમ તો ગદ્યને બદલે પદ્ય યોજયું છે. નભશે કે નહીં– લાખના બાર હજાર કર્યા જેવું નથી ને ?– કહેશો. પ્રકાશિત નહોતું કર્યું, પણ હવે થોડાક મુક્તક–અનુવાદો, થોડાંક કટાક્ષાત્મક જોડકણાં એની સાથે આ બેત્રણ “રચના' મૂકી દીધી છે– શંભુમેળો કર્યો છે. (સંગ્રહ છપાઈ રહ્યો છે). એકવાર લાજ ખોવા-બચાવવાનો ડર મૂક્યો પછી તો આપણી કહેવતની જેમ “જેણે મૂકી લાજ, એને નાનું સરખું રાજ ! જે કોઈ સંદર્ભની જરૂર લાગે, પૂછગાછ કરવા જેવું લાગે, તે અધિકારથી, ખચકાટ વિના તમે જણાવશો. મારાં પાંચસાત કામો મનમોજે સાથે ચાલતાં હોય છે, પણ હું તેમાંથી ગમે તે આઘુંપાછું વહેલું મોડું કરતો હોઉં છું. કોઈ એક જ કામ લઈ તેને આગળથી નિયત કરેલા સમયમાં પૂરું કરવાની મને ટેવ જ નથી. કામનો સમય અને કલાકો પણ રોજ બરોજના મિજાજ અને શરીરની મરજી પ્રમાણે બદલાતા રહે છે. એટલે પણ તમારી પૂછપરછથી કશી “અસુવિધાનો તો પ્રશ્ન જ નથી, એ નિમિત્તે તમારી સથે આદાનપ્રદાનનો લ્હાવો પણ લેવાતો રહે. હ. ભાયાણીના નમસ્કાર ચીચો સંસ્કૃત “ચતુર્ > પ્રાકૃત “ચઉ > જૂ-ગુજ. “ચલ’, ‘ચિહુ', “ચહુ. (સંસ્કૃત “ખલુ' > પ્રાકૃત “હુ) અનિયમિત) – ભારવાચક. પ્રાકૃત બિનહુ = બંને ત્રિ-હુ= ત્રણેય, તેને પ્રભાવે “ચિહુ', પછી અહુ). સેતુબંધ ૮૧ - Page #107 -------------------------------------------------------------------------- ________________ પછી હકારનો લોપ થતાં “ચઉ” અને “ચો”. જૂની ગુજરાતીમાં “ચિહું દિશિ”, “ચઉદિસિ', “ચોદશ” હિંદીમાં-બ્રજમાં ચહું ઓર છે જ. દાદીમાં એક વૈષ્ણવ પરંપરાનું ધોળ ગાતાં. તેમાં “ચયદશ' પણ વપરાયું છે : રંગના રસિયા શ્રીકૃષ્ણ ઘેર આવશે કેસરના ભીના શ્રીનાથજી પધારશે છડો દેવરાવો કુંકુમગારે ચોક પુરાવો મોતીહારે ચદશ પ્રગટાવોને દીવા મેં જાણ્યું જે મારે ઘેર વિવા'. ૧. પરિશિષ્ટમાં જોવા મળશે. ૮૨ સેતુબંધ Page #108 -------------------------------------------------------------------------- ________________ (૫૪) ૨૯ જૂન-'૯૪ નંદિગ્રામ આત્મીય બંધુ, પત્ર મળ્યો. મારો રહ્યો સહ્યો યે સંકોચ તમે એક ઝપાટે હટાવી દીધો. ચલબોલા વિષે અધિકૃત ઓફિસમાંથી મંજૂરી મળી એટલે દુબેજી ચોબેજી બની ગયા. સાથે “પૃચ્છક'નું “નિહિત ગુહાયામ્' કાવ્ય મળ્યું ને દરપણની નગરીમાં સહેલ કરી. બહુ હળવી રીતે ને હેતપ્રીતે તમે લૈલાને પોતાની અંદર ઊંડે ઊતરીને જોવાનું ભાન કરાવ્યું છે. એડગર એલન પોની વાર્તાનું પાત્ર, હું ભૂલી ગયો હતો પણ ઇશાએ કાવ્ય વાંચતાં તાજું કરાવ્યું. કટાવની ચાલ પણ આ કાવ્યને બોલચાલની નજીક લાવે છે ને વળી એથી યે નજીક આવી કાનમાં રૂપમાં છૂપેલું પ્રતિરૂપ બતાવી જાય છે. અમે અમથા તમને આત્મીય નહીં કહેતા હોઈએ હા–આ. બાપુ, આ સાથે “અબોલા પાણીની અંતર કથા' મોકલું છું. એ કેવીક બોલતી થાય છે તે રામ જાણે. છેવટે માનવની વાણી તો બોબડી રહેવાની. પણ દેવવાણીનો આછો-પાતળો પડઘો ઝીલી શકાયો હોય તો યે લેખે. તમે લેખ વાંચીને કેવુંક ગાડું ચાલ્યું તે લખશો. નરસીની વેલડી હોય તો “વેલ-કમ– ગમે તેટલી કમતી હોય તોયે. આ લેખ પ્રગટ કરવા જેવો લાગે તો કોને આપીશું? “ઉદ્દેશ'ની સાથે જોતરાયા છીએ એટલે પહેલું એનું જ નામ આવે. પણ લાંબો નહીં પડે ? ઉદ્દેશ'ના પાનાંનો પનો ટૂંકો ને વળી આ તો મારી પાશેરામાં પહેલી પૂણી. હજી ત્રણ વાર્તા બાકી છે ને ઝીણા વેલ બુટ્ટા ભરવાના વધારામાં. રમણભાઈને પૂછી લીધા પછી બીજો વિચાર કરી શકાય. તમારા પર છોડું છું. હવે પેલી મંજૂરીના જોર પર વધુ પડપૂછે. બીજી વાર્તામાં શિવપૂજન, કમળપૂજા આવે છે. કમળપૂજામાં મસ્તક કાપી આપવામાં મસ્તકનો મહિમા ગણી કુંવરી મસ્તકની અદલા–બદલીમાં રાજકુમારના મસ્તકવાળાને જ કુંવરી પરણે એવું કહે છે. આમાં શિવના નીલ-લોહિત સ્વરૂપનું દર્શન મને દેખાય છે. શિવના મુખ પર સ્નેહથી રુદ્રનેત્રને ઢાંકી તેને સ્નેહ–સ્નિગ્ધ બનાવતી ગૌરી વિષે સેતુબંધ ૮૩ Page #109 -------------------------------------------------------------------------- ________________ એક શ્લોક છે. હેમચન્દ્રે ‘કાવ્યાનુશાસન’માં તે ટાંક્યો છે એટલી ખબર છે. મારી પાસે રસિકલાલ પરીખે અંગ્રેજીમાં ‘કાવ્યાનુશાસન' પર લખેલું પુસ્તક છે. તેમણે શ્લોકનો ઉલ્લેખ કર્યો છે, શ્લોક નથી આપ્યો. શ્લોક કાંઈક આમ છે : શિવ પાર્વતીને નિર્વસન જુએ છે એટલે પાર્વતી બંને હથેળી વડે શિવનાં બે લોચન બંધ કરે છે અને ત્રીજા લોચનને ચુંબન વડે ઢાંકી દે છે. આ શ્લોક મળી શકે ? તમને શ્રમ ન પડે ને તમારો કોઈ હાથવાટકો એ શોધી આપે તો મને વધુ સુખ થશે. ભગવાન ‘નીલલોહિત' શિવ સહાય કરે એવી પ્રાર્થના કરું છું : ‘કંઠે— આત્મભાગે નીલઃ ઇતરાર્ધે દેવીભાગે લોહિતઃ’– આવા નીલકંઠને વરતી શક્તિની કથા મનમાં ગુંજે છે. ‘શાકુંતલ’ના ભરતવાક્યમાં મહાકવિએ કરેલી પ્રાર્થના હોઠ પર આવી જાય છે. છૂટકારો. ૮૪ “મમાપિ ચ ક્ષપયતુ નીલલોહિતઃ પુનર્ભવં પરિગતશક્તિઃ આત્મભૂઃ । મારા પુનર્ભવનો ક્ષય એટલે આ કથાઓની જનમપારાયણમાંથી કુશળ હશો. ‘પૃચ્છક’નું મોટેથી વાંચન કર્યું. અર્થ ને લયની સમૃદ્ધિ માણી. મકરન્દ (ઈશા) કુન્દનિકાનાં વંદન સેતુબંધ Page #110 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૫૫) મકરન્દભાઈ, ગઈ કાલે રાતે, અઠવાડિયું રહી વડોદરાથી અમે પાછાં આવ્યાં– ત્યાં શિરીષ પંચાલ વ. મિત્રોનો અને ભાઈ સુરેશ દલાલનો ઘણા વખતથી આવવાનો આગ્રહ હતો પણ મેળ ખાતો ન હતો– ત્યારે તમારો ૨૯મીનો પત્ર અને ધૂપો. બંને જોયાં. આ તો માત્ર પહોંચનો પત્ર છે. ‘અબોલા’ વાંચીને બેચાર દિવસમાં ફરી લખીશ અને રમણલાલ જોશી સાથે પછી વાત કરીશ. ‘નિહિત ગુહાયાં’ સાંઈની કસોટીમાંથી પસાર થયું તે માટે માટે ભયો ભયો ! કુંદનિકાબહેન જેવા ભાવક પણ તરત લાધ્યા એ અત્યારની અવદશામાં કઈ જેવું તેવું સદ્ભાગ્ય ન ગણાય. ભાઈ સુરેશ દલાલની પાસે વાંચ્યું, એટલે તેમણે ‘કવિતા' માટે રાખી લીધું છે. સુરેશે મને જણાવ્યું કે ‘સ્વામી એ સાંઈ'થી તેઓ એવા તૃપ્ત થઈ ગયેલા કે તેમણે તેની ૨૦૦ નકલ ધનજીભાઈ પાસેથી મગાવીને તેમના સાહિત્યરસિક સ્વજનમંડળમાં સૌને ભેટ મોકલી આપી, ભરતભાઈ સાથે પણ હમણાં સરસ ગોષ્ઠી થઈ. ‘કાવ્યાનુશાસન'માં ઉદાહૃત થયેલ પદ્ય મેં પણ બેત્રણ સંગ્રહોમાં— અલંકાર– ગ્રંથોમાં વાંચેલું છે. પણ તેના સગડ મેળવવા થોડુંક જોવું પડશે. આવું તમારે નચિંતભાવે પુછાવવું. એ બહાને મારું પણ કેટલુંક તાજું થાય અને નવું પણ નજર ચડે. કુશળતા ચાહતો અમદાવાદ તા. ૪-૭-૯૪ હ. ભાયાણી ૮૫ Page #111 -------------------------------------------------------------------------- ________________ મકરંદભાઈ, (૫૬) (૧) ‘હમણાં જે એક સંદર્ભ મારા જોવામાં આવ્યો તે તમારી જાણમાં કદાચ ન હોય એમ માની લઈને લખું છું – જેથી તમારા ચાલુ પ્રયાસમાં તે કશોક લેખે લાગે તો. અભિનવગુપ્તના ‘તન્ત્રાલોક’ના ત્રીજા આહ્નિકને અંતે (દ્વિવેદી–રસ્તોગી સંપાદિત, ૧૯૮૭, ગ્રંથ બીજો, પૃ. ૫૭૭-૫૮૪) પશ્યતી, મધ્યમા અને વૈખરી એ પ્રત્યેકના સ્થૂલ, સૂક્ષ્મ અને ૫૨ એવા ત્રણ પ્રકાર ગણાવ્યા છે અને તેમનું સ્વરૂપ વર્ણવ્યું છે. (૨) આ પત્ર બપોરે લખ્યા પછી તમારો લેખ વાંચી ગયો. દાદીમાની કહેવત : ‘કાનબાઈના કાંત્યામાં કાંઈ ફોદા હોય ?' માત્ર એટલું જ નહીં, યૌગિક–આધ્યાત્મિક પરંપરાનું તમે જે અંતઃસ્ફૂર્ત અનુસંધાન વ્યવહારની, સાહિત્યની, અંતરની વાણી સાથે કરી બતાવ્યું છે, તે, જેને કથાનો માત્ર સ્થૂળ સ્વાદ રુચતો હોય તેને માટે પણ એક અમૂલ્ય ખજાનો ખોલી આપે છે, અને અગમનિગમની અગમ્ય લાગતી પરિભાષા હસ્તામલકવત્ કરી આપે છે. પ્રસાદ અને અર્થવ્યક્તિ ગુણ પણ તમને તો હસ્તગત છે. અબોલા–રાણીની કથાનો મર્મ (પહેલી આંત૨ કથા) અમદાવાદ તા. ૪૭૮૪ એવું શીર્ષક રાખો તો ? અનેક વિવિધ સ્તરોના સમન્વય તમારી Forte છે. (integration, syntheses) . ૮૬ (૩) રાત્રે રમણભાઈ સાથે વાત થઈ. જરૂર ‘ઉદ્દેશ'માં પ્રકાશિત કરશે. મુંબઈથી ૧૦મીએ પાછા આવશે. ૧૨મીએ તેમને લેખ મોકલી આપીશ. હ. ભાયાણી સેતુબંધ Page #112 -------------------------------------------------------------------------- ________________ (૫૭) તા. ૮––૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, આ પત્ર જરા ઉતાવળે ને દાઢ વચ્ચે દબાઈને લખું છું. ખાસ તો તમે જે મથાળું બાંધ્યું એ જ રાખવા માટે અને રમણભાઈને સવેળા મળે એ માટે આ વળતી ટપાલ. “અબોલા-રાણીની કથાનો મર્મ (પહેલી આંતર કથા)” બરાબ્બર જાય છે. ક્યાંક “મરમ વિંધાણા જેનાં એ ભજનવાણીને જીવતી રાખનારા જડે તો સારું. મારે ઉપરની દાઢમાં કણી હતી તે કઢાવવા ગયા. ડેન્ટિસ્ટને કણી નહીં લીધી હોય તે ઉપરની દાઢ જ છોલી કાઢી ને વળી હાડકાં સરખાં કરવાં દાઢ ઘસી યે નાખી. મુંબઈના રસ્તાનું સમારકામ ચાલે છે. અત્યારે તો આપણા વડા ડેન્ટિસ્ટ હનુમાનજી (‘તારા દાંત પાડે...) તથા પીડાશામક દવાને શરણે છું. પેલા વર્ડઝ–વર્ષે કહેલું, તમે Kindred soul of heaven and home.” ચંડોળે આકાશમાં ઊડવું ને માળો પણ સંભાળવો- એ સમતોલિયું સારું છે. ક્રોમવેલનો dall Glee Hix: Trust in God and keep your powder dry.'- 241 જ વાત. જીવનનું જુદ્ધ આમ બે મોરચે સંભાળે તે કદાચ જીતે નહીં પણ અચ્છી રીતે જીવી જાય. ચાલો, દોઢ દાઢપણું બંધ કરું. તમારી વડોદરાની ખેપ સારી ગઈ તેથી આનંદ. હા, અબોલાની બીજી વાર્તા અરધી રફ લખાઈ ગઈ. સારી નકલ સાથે શરૂ જ કરી. ત્યાં દાઢ વળગી. પણ એ ક્યાં લગી ? - તમને લેખ પસંદ પડ્યો એટલે મને ઘણી જ નિર્ભયતા ને નિશ્ચિતતા. વળી એક મારા મનની કહેવત : Diffidence of knowledge is better than audcity of ignorance. સ્નેહધન્ય મકરન્દ સેતુબંધ Page #113 -------------------------------------------------------------------------- ________________ (૫૮) અમદાવાદ તા. ૧૧-૭–૯૪ મકરન્દભાઈ, મથાળું બદલ્યું છે. આજે રાતે રમણભાઈ મુંબઈથી આવશે એટલે આવતી કાલે તેમને લેખ પહોંચાડવાનું કરીશ. તમે જાણીતી ઉક્તિ Doctor, please Pull out the tooth, only the tooth and nothing but the tooth 7 41€ કરી તમારા ડોક્ટરને the Kani, only the Kani and nothing but the Kani કહેવાનું ચૂકી ગયા. અત્યારે દુખદબાવથી કેટલીક રાહત રહે છે. પણ પહેલાં તો એ દર્દ સહેવાનું જ રહેતું. દાદીમાની કહેવત : “આળો, વાળો ને બાબલાઈ, પૂછવા ન આવે સગો ભાઈ – એ ત્રણેનો દુખાવો ભારે, પણ રોગ'ની કક્ષામાં ન ગણાય, એટલે કોઈ ખબર ન પૂછે. “અનુસંધાન'ના અંક મળ્યા હશે. હ. ભાયાણીના નમસ્કાર ८८ સેતુબંધ Page #114 -------------------------------------------------------------------------- ________________ (પ૯) ૧૬–૭–૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, દંતવ્યથામાંથી લગભગ મુક્ત થઈ ગયો છું પણ દંતકથાએ બરાબર ભરડો લીધો છે. આ સાથે બીજી આંતર–કથામાંથી ઊગ્યું તે મોકલું છું; ત્રીજી કથા મનમાં ઘોળાય છે. એના જેવી જ સૂફી કથાની ઝેરોક્ષ નકલ આ સાથે. સુહરાવર્દી શાખાના સૂફીઓની મુખ્ય સાધના આવી કથાનું શ્રવણ-મનન તથા જિક અને રિયાઝનો રોજિદો અભ્યાસ. આ કથામાંથી જ સાધનાનું બીજ અંદર રોપવું ને જિક્રથી સીંચી સીંચી બે પાંદડે કરવાનું. કોઈ વાર આની આજે પણ જીવતી પરંપરા વિષે લખવું છે, પણ દાદીમાનાં વચન આંખે—માથે ચડાવી, દઈ રાખીને ધરમ' કરીશ. તમે કથાનું મથાળું બદલાવ્યું તે કથાના માયના મુજબ ફીટ થઈ જાય છે, વળી ફોરું છે. આમ સૂચવતા રહેશો. એકાદ પતાકડું વચ્ચે ઉડાડો ત્યારે દાદીમાએ કહેલી કહેવત પણ સૂઝે તે સાથે ભાતું બાંધશો. કાનબાઈની કહેવત મારાં મા આમ કહેતા : “કાની કાંતે એમાં ફોદો ના હોય પછી આ કહેવતનો ઉત્તરાર્ધ હસીને ઉમેરતાં : “હા, જાય તો આખી પૂણી જાય. – કાનીબાઈની ચકલી ફૂલેકે ન ચડે એટલે જ આ ટોણો માર્યો હશે. આ સાથે “સિંહાસન બત્રીસી'ની જૂની પ્રત રવાના કરું છું. ભાઈ હર્ષદ પોતે જ આપવા આવે છે એટલે આ ઘરેણું બરાબર પહોંચશે ને મારું મન નિશ્ચિત થશે. હા, પેલો “કાવ્યાનુશાસન' વાળો શ્લોક ન મળ્યો હોય તો હવે મહેનત ન લેશો. આ લેખમાં એનો ઉપયોગ નથી કર્યો. આવી કેટલીક વસ્તુઓ વ્યાપ વધી જાય અને મૂળને જ કેન્દ્રમાં રાખી કહેવા જેટલી ને કહેવા જેવી વસ્તુ પરની Pointedness (એકલતા ?) ઘટી જાય એ ભયે ઠીકઠીક “બાદબાકી કરી લાખી.” અનુસંધાનના બે અંકો મળી ગયા છે. અહીં તો મેઘનું સામ્રાજય જામ્યું છે અને હનુમાનજીના ઓટલા આસપાસ વાવેલા કદંબવૃક્ષો ફૂલોથી લચી પડ્યા છે. તમને છાબડી ભરીને ફૂલો મોકલવાનું મન થઈ જાય છે પણ એની કોમળ કેસર-રજ વચ્ચે જ ખરી પડે તેથી મન વાળી લઉં છું. દહેગામના વૈષ્ણવ સેતુબંધ ૮૯ Page #115 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય મુગટલાલજી અંતરંગ મિત્ર હતા. કહેતા : જ્યાં જમુના છે, ત્યાં જ કદંબ નથી, જ્યાં કદંબ છે ત્યાં જમુના વહ્યા કરે છે – કદંબફૂલો જમુના બની જાય છે. ‘ઇતનો ફૂલ બરસ્યો કદંબરો તા. ૧૭ સવાર ૪ છું. અત્યારે ઉમેરો સૂઝ્યો તે છપાય તેની સૂચના આપશો. ૯૦ સબ જમુના હૈ ગયો.’ આ ચતુર્વિધ વાણી માટે સવારના ૪ વાગ્યે લખું પાનું ૯ અને તેની પાછળ લખ્યો છે. તે બરાબર — મકરન્દ સેતુબંધ Page #116 -------------------------------------------------------------------------- ________________ (૬૦) અમદાવાદ તા. ૨૧-૭૯૪ મકરન્દભાઈ, “અબોલા’ની બીજી પેટાવાર્તા મળી ગઈ અને સિબ. પણ. તેની આ માત્ર રસીદ, હવે વાંચી જઈશ. શિવ-પાર્વતી વાળા મુક્તકની ભાળ મેળવી– એમ ભલે વાણિયો, પણ મૂછ નીચી થવા દઉં ખરો? મૂળ તો એ છે સાતવાહન -હાલના “ગાથા-સપ્તશતી’ કે ‘ગાહકોસ'માંની પ્રાકૃત ગાથા, ક્રમાંક : પાંચમું શતક, પંચાવનમી ગાથા. પાઠ નીચે પ્રમાણે : રઇ–કેલિ–હિઅણિએસણ-કર–કિસલઅ-રુદ્ધ–ણઅણ–જુઅલસ્સ | રુદ્દસ્ય તદઅણઅણું પવૅઈ–પરિચુંબિએ જઅઈ ||. રતિ-કેલિ–હત-નિવસન–કર—કિસલય-રુદ્ધ-નયન યુગલસ્ય ! રુદ્રસ્ય તૃતીય–નયને પાર્વતી-પરિચુંબિત જયતિ || હેમચંદ્રાચાર્યે “કાવ્યાનુશાસન'માં શબ્દની વક્રતા (રમ્યતા, ઘોતકતા)ના ઉદાહરણ તરીકે આ ગાથા ટાંકીને કહ્યું છે કે અહીં “જયતિ' શબ્દ ઘણો સૂચક છે, તેને સ્થાને કવિએ પ્રાકૃત ‘સહઈ – “શોભતે નથી મૂક્યો, નહીં તો ધ્વનિ નબળો પડત. તમે દાદીમાની કહેવત મોકલતા રહેવા લખ્યું છે. તો હમણાં જાણ્યું કે જે બોધ વ્યક્ત કરવા સંસ્કૃત કવિએ આખો અનુષ્ટ્રભુ વાપર્યોपुस्तके या स्थिता विद्या, परहस्तगतं धनम् । ................ / (શ્લોક નોંધ્યો છે, પણ તરત હાથવગો નથી), તે કહેવતકારે ચાર જ શબ્દોમાં ગૂંથી લીધો છે : ભાઈ, “ગરથ ગાંઠે, ને વદ્યા પાઠે' ! તમે સાંભળી જ હશે. દાંતે શાતા હશે. (આંતરદેશીય લખ્યું હોત તો ઠીક રહેત – પછીથી થયું.) હ. ભા. ના નમસ્કાર ૧. ઋાર્યાને સમુqને, ન સાં વિદ્યા ન ત ધનમ્ | સેતુબંધ ૧ Page #117 -------------------------------------------------------------------------- ________________ ૯૨ (૬૧) મકરન્દભાઈ, કૃષ્ણ–રાધા—ગોપીઓના સંદર્ભ ઉપરાંત, કદંબ તો સંસ્કૃત–પ્રાકૃત શૃંગારિક અને નિસર્ગવર્ણનના સાહિત્યમાં ભર્યો પડ્યો છે. બાપાલાલભાઈએ સંસ્કૃત સાહિત્યમાંથી ચાળીશ જેટલા કદંબ—નીપના નિર્દેશો અને ઉદાહરણ પદ્યો આપ્યાં છે, પણ આ સંખ્યા ત્રણચાર ગણી થાય તેમ છે. કદંબનું ફૂલ અને તેનાથી છવાયેલ વૃક્ષ જોવું એ પ્રત્યેક દર્શને લહાવો છે. મારે ભાગ્યે તો કેટલાંય વરસો પછી—માત્ર ત્રણ વરસ પહેલાં જ પહેલી વાર મેં એનાં દર્શન કર્યાં. તમે લખ્યું તે વાંચીને મનથી તો ત્યાં દોડી આવી એ પુષ્પિત તરુઓને જોવાનું કર્યું ! ‘ગાથા સપ્તશતી’ની એક ગાથામાં નાયિકા કહે છે કે – એને જોતાં હું મારાં નયન તો ઢાંકી દઉં છું, પણ અંગેઅંગ જ્યાં વર્ષાનું કદંબકુસુમ બની જાય ત્યાં ક્યાં ઢાંકું ? કેટલું ઢાંકું ? અમદાવાદ તા. ૨૩ ૭૯૪ હ. ભાયાણી સેતુબંધ Page #118 -------------------------------------------------------------------------- ________________ (૬૨) તા. ૨૩–૭–૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમારું પતું મળ્યું અને તરત જ સાથેનું લખાણ ઊછળી પડ્યું. યોગ્ય લાગે તો સૂચવ્યું છે તે જગ્યાએ ઉમેરો કરશો. અત્યારે હર્ષદ ત્યાં આવવા નીકળે છે એટલે તેની સાથે લખાણ મોકલું પછી નિરાંતે લખીશ. તમારી ચીવટ, ચોપ અને ચોક્સાઈ વિષે શું લખું? ક્યાંક ભૂલ રહી ગઈ હોય તો સુધારવા વિનતિ. – મકરન્દ સેતુબંધ ૯૩. Page #119 -------------------------------------------------------------------------- ________________ (૬૩) અમદાવાદ તા. ૨૪–૭–૯૪ મકરન્દભાઈ, હર્ષદભાઈએ પત્ર પહોંચાડ્યો. ઉમેરો આમેજ કરી લઈશ. મને સંદર્ભ મળી ગયો તેનો લાભ લેખને મળ્યો ! કદંબને લગતું એક પત્તે મેં લખી રાખેલું તે વરસાદને લીધે ટપાલમાં નાખવું રહી ગયું તે આજે મોકલ્યું છે. “અબોલા રાણી'નો પહેલો લેખ “ઉદેશ'ના ઓગસ્ટના અંકમાં પ્રકાશિત થશે. બીજો લેખ હું આજકાલ જોઈ જઈશ. જો રમણભાઈને ઉદ્દેશ'ના પછીના અંકમાં તે લેવાનું ન અનુકૂળ હોય તો પછી ફાર્બસ સ. રૈમાસિકના આગામી અંકમાં તે આપીએ. તમારો નિર્ણય જણાવશો. હાલ એટલું. હ ભાયાણીના નમસ્કાર ૯૪ સેતુબંધ Page #120 -------------------------------------------------------------------------- ________________ (૬૪) અમદાવાદ તા. ૧૧-૮-૯૪ મકરન્દભાઈ, “અબોલા'ની બીજી કથાવાળો લેખ–ઉમેરા સાથે – આજે રમણભાઈનો માણસ આવીને લઈ ગયો છે. બાકીના હફતા પણ “ઉદ્દેશ'માં પ્રકાશિત કરશે એમ તમને જણાવ્યું હોવાનું રમણભાઈએ મને કહ્યું છે. આ સાથે Way of the Sufi માંથી ગુજ.સા.અકાદમીના મહામાત્ર ડૉ. હસુ યાજ્ઞિકે બે પાનાંની નકલ કરાવી મને મોકલી છે તે, તમને રસ પડશે જાણી, બીડી છે. સૌ કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર “કવિતામાં તમારી રચના વાંચી, મેં તમને મોકલેલ “નિહિત ગુહાયા પણ તેમાં આવ્યું છે. ૧. પરિશિષ્ટમાં જુઓ. સેતુબંધ ૯૫ Page #121 -------------------------------------------------------------------------- ________________ (૬૫) અમદાવાદ તા. ૫–૯–૮૪ મકરન્દભાઈ, તમે અને કુન્દનિકાબહેન સ્વસ્થ હશો. વરસાદે આ વેળા લીલા લહેર કરી દીધી, પણ લાગે છે થોડી વધુ પડતી મહેર કરી છે ! “અબોલાચઉબોલા'ની બીજી કથા, ‘ઉદ્દેશ'ના આગામી અંકમાં રમણભાઈ લઈ શકે તેમ નથી, એમ, પૂછતાં એમણે મને જણાવ્યું છે. તો મેં તમને પહેલાં પુછાવ્યું હતું તેમ, ફા.ગુજ.સ.રૈમાસિકના આગામી અંકમાં પ્રકાશિત કરવા તમે સંમત હો તો જણાવશો. દાંતની પીડા ટળી ગઈ હશે. ભરતભાઈ અને ભાઈ સુભાષનો સહકાર મળતો રહેતો હશે. જો રમણભાઈને અનુકૂળ ન હોય તો બાકીની પણ સૈમાસિકમાં ક્રમશઃ આપી શકાશે. લિ. હ.ભાયાણીના પ્રણામ સેતુબંધ Page #122 -------------------------------------------------------------------------- ________________ (૬૬) ૬ સપ્ટેમ્બર ૧૯૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, - તમારાં બંને પતાકડાં મળ્યાં છે. એક ચતુર્માસી ભાગવતકથા'નું ઓફ પ્રિન્ટ પણ મળ્યું. અબોલારાણીની બીજી આંતરકથામાં તમે મોકલેલો શ્લોક રંગ રાખી ગયો. એ વિના લેખ પેલા ગૌરીશંકરની લીલા કેવી રીતે દર્શાવી શકત ? મહેનત પડી હશે પણ લેખે છે એટલે મને મહેનત કરાવ્યાનો વસવસો ઓછો થાય છે. ભાગવતકથાના ભટ્ટજી તાદૃશ્ય થઈ ગયા. એ જમાનાનું વાતાવરણ પણ આબેહૂબ જામ્યું. જૂની પેઢીના ઘણાએ આવા “દામોદર ભટ્ટ' કે “હરિરામ મહારાજને જોયા હશે. તેની ભોળી ને નિર્મળ છબી અંતરમાં સાચવી રાખી, હશે. પેલા બાવાજી પણ બે લસરકે જીવતા થઈ ગયા છે. એ જમાતના મેં જોયેલા જણ તરવરવા લાગ્યા. આવા જૂનાણાના વતનીને જગાડતા રહેશો. “ઉદ્દેશ મળ્યું. અબોલા સારી રીતે ગોઠવાઈ ગયાં. મેં રમણભાઈને લખ્યું છે. સળંગ કોશ જોડ્યો છે તે આગળ ચલાવી શકે તો સારું. હા ભણે તો બીજો હપ્તો પહોંચાડી દેશો. હવે મારું ગાડું યે વચ્ચે માંદગીના ગાળા પછી દોડતું થયું છે. પહેલાં તો દાઢકથા લાંબી ચાલી. ત્યાં “હેવી ઇન્ટેક્સન (કીડનીબ્લેડર); એમાં નિવારણ માટે હોસ્પિટલનો મહેમાન થઈ આવ્યો. ત્યાં કીડનીબ્લેડર- સોજો આવી ચડ્યો. હવે એણે ય રજા લીધી ને કલમ હાથે. ભરતભાઈ આવી ગયા તે દળવા બેસાડ્યા. સૂફી કથાનો અનુવાદ તેમણે કરી આપ્યો. મનમાં બધું તૈયાર છે. ચાકડો ચલાવું ને ઘાટ ઊતરે એટલી વાર; વળી વચ્ચે કોઈ “પંડનાં સગાં ન આવી ચડે તો. અહીં વરસાદ ૧૫૦ ઇંચ સુધી પહોંચી ગયો. વચ્ચે વરાપનું નામ નથી. વરસે ત્યારે ચોધાર ને નહીં ત્યારે ધાબડ. ક્યારેક સવારમાં ટેરો હટે છે ને સૂરજ મહારાજનાં સોનેરી દર્શન થાય છે. ચારે તરફ “લીલું લીલું છમ'– લશ ગ્રીન'. ચાલો એની લીલામાં આનંદ. તબિયત સાચવશો. અવકાશે જરૂર લખશો, દાદીમાની કોઈ કહેવત સાથે. -મકરન્દ સેતુબંધ Page #123 -------------------------------------------------------------------------- ________________ (૬૭) અમદાવાદ તા. ૧પ-૮-૯૪ (નોંધ : તા. ૩-૫-૧૯૯૪ના મકરંદ દવેના રમણલાલ જોશી (ઉદેશ) પરના પત્ર, પ-પ-૯૪ના મકરંદ દવેના હરિવલ્લભ ભાયાણી પરના પત્ર, તથા ૭-૫૯૪ના ભાયાણીના મકરંદ દવે પરના પત્ર – આ તમામ પત્રોના સંદર્ભમાં ભાયાણીએ આ અવતરણ-કંડિકાઓ પત્રરૂપે પાઠવી હોવાનું જણાય છે.) માઘ, કાળી, જયદેવ જશ, બોપદેવ બળવંત બેહદેવ જોડો કોકદેવ, એવા કવિ અનંત. કળિયુગમાં શિક્ષા કારણે, અવિદ્યા તજવા એણ શુકબહોંતેરી, સહેજે કરી, વિદ્યાવિલાસી વેણ. જેને જેવું સૂઝશે, તેનું દલ તે ઠામ નંદો, વંદો, તજો ભજો, કવિતાને શું કામ. (‘સૂડાબહોંતેરી', ૬૧મી કથામાં) ૯૮ સેતુબંધ Page #124 -------------------------------------------------------------------------- ________________ (૬૮) તા. ૧૯-૯-૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, ભરતભાઈ મારો પત્ર આપી ગયા હશે. પછી સત્સંગ અને આ અસત્ ખોળિયાના હાલની પૃચ્છા ને હવાલનો આંખે દેખ્યો અહેવાલ. આ વેળા સારો એવો માર પડ્યો. પણ મારા સ્નેહી ડૉ. શાંતિભાઈ (યુરોલોજિસ્ટ) અને તેમનાં પત્ની મંજુબહેન બરાબર ટાંકણે આવી પહોંચ્યાં ને વધારે હાલાકીમાંથી બચાવી લીધો. પાછું બધું થાળે પડતું જાય છે. અબોલા રાણીની સેવામાં મન પરોવાઈ ગયું. ત્રીજી આંતરકથા અરધી લખી આ પત્ર લખવા બેઠો છું. સૂફીકથાનો અનુવાદ ભરતભાઈ કરતા ગયા છે એટલે એટલું દળણું ઓછું. થોડા દિવસમાં ત્રીજો લેખ મોકલીશ. - રમણભાઈ બધા હપ્તા છાપશે એમ તેમનો યે પત્ર હતો. મેં લખેલું કે આપણે તો ગણેશ બેસાડ્યા તે મંગલ આરતી પછીજ વિદાય અપાય. અરધું અહીં અરધું ત્યાં એમાં વાચક–ગ્રાહક માટે પણ ક્યે ઘેર ભાણું જેવું થાય. સારું થયું. સૂફી કથાની જેવી, આપણે ત્યાંની કથાને મળતી ઝેન-કથાની નકલ આ સાથે બીડું છું. આપણે ત્યાં અબુધ કાણો ભરવાડ ને પંડિતની સંકેતો દ્વારા થયેલા શાસ્ત્રાર્થની વાત જાણીતી છે. એવી જ આ ઝેન સાધુઓની કથા કેટકેટલા દેશનાં પાણી પી, નવો કોઠો ધારણ કરતી આ કથાઓ વહેતી હશે ? હસુભાઈએ કરાવેલી નકલ તથા “સૂડા બહોતેરી'નું કવિત્ત મળ્યાં. “નંદો, વંદો, તજો, ભજો”– એ બ્રહ્મવાક્ય આપણે ત્યાં અનેક કંઠેથી સંભળાય છે. ગોરખ: કોઉ નિંદે, કોઉ વંદે, કોઉ કરે હમારી આસા, ગોરખ કરે સુનો રે અબધુ, યહ પદ બડા નિરાસા, મીરાં : કોઉ નિંદ, કોઉ બંદી, મોં તો ગુન ગોવિંદ કા ગાસ્યાં, ૧. પરિશિષ્ટ જુઓ. સેતુબંધ ૯૯ Page #125 -------------------------------------------------------------------------- ________________ જિણ મારગ મ્હારા સાધ સિધારૈ (પધારે) આવાં નિઃસ્પૃહ અને મારગડે ચાલી શકાતું નથી. કુશળતા ચાહું છું. ૧૦૦ મકરન્દના વંદન ભરવાડ અને પંડિતના શાસ્રાર્થની કથા સ્વામી પ્રકાશાનંદ (ગોડિયા સ્વામી) અને સ્વામી નિત્યાનંદ (પીઠડિયાવાસી) વચ્ચે સત્સંગ થતો તે બે ભાગમાં ‘વાર્તાલાપ’ અને ‘ધર્માલાપ’ નામે પ્રગટ થયા છે. તેમાં ‘વાર્તાલાપ'માં આ કથા છે એવો ખ્યાલ છે. ઉણ મારગ મ્હે જાસ્યાં.” નિજાનંદી ચરણ વિના કવિતાને કે કિરતારને સેતુબંધ Page #126 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, આ સાથે ત્રીજી આંતરકથા રજી. એ.ડી. પોસ્ટ (સલામતી દળની સૂચના) થી મોકલું છું. (૬૯) તેમાં કબીરની સાખીમાં ‘સાંકુરી' (પ્રેમગલી) લખાઈ ગયું છે ત્યાં ‘સાંકરી' કરી લેશો ? સેતુબંધ કાંઈ સુધારા, વધારા, સૂચના હોય તે જરૂર લખશો અને હા, દાદીમાના કહેવત ભંડારમાંથી કોઈ મોતી.. કુશળ હશો. પત્રો મળ્યા હશે. ઉતાવળે. તા. ૨૩૯૯૪ નંદિગ્રામ મકરન્દનાં વંદન ૧૦૧ Page #127 -------------------------------------------------------------------------- ________________ (૭૦) અમદાવાદ તા. ૨૯-૯-૯૪ મકરન્દભાઈ, થોડાંક કામોમાં અટવાયો હતો, અને જરા નિરાંતે લખું એમ હતું એટલે તમે ફરીથી ઉપાધિમાં આવી પડ્યા જાણીને પણ તરત પત્ર નથી લખી શક્યો. રોગદોગના ઉપદ્રવમાંથી સાજા નરવા થઈ ધખતી ધૂણીએ ફરી બેસી ગયા એ ભગવાનનો પહાડ જ તો. પણ તો યે શરીર જેટલો ખુશીથી સાથ આપે એટલું જ મનને હમણાં દોડાવશો. હમણાં વળી મહામારીનો ઉપદ્રવ પણ સૂરતના પંથકથી બીજે ફેલાઈ રહ્યો છે. તમારે ત્યાં પરિસ્થિતિ કેમ છે? તમે બંને તથા કૉલોનીના તમારા સ્વજનો સહુ મુક્ત રહ્યા હશો. આમાં “હાથનાં કર્યા હૈયે વાગે” (ગંદકી કરતા, સહેતા રહેવાની ટેવ) એની સાથે “જેનો રાજા વેપારી એની પ્રજા ભિખારી (કે બિચારી), એ અનુસાર પરિણામ ભોગવવામાં આવ્યાં છે. કુદરતી આફત તો ખરી જ. લાગે છે કે આ તો હજી શરૂઆત જ છે. ગોરખ અને મીરાંનાં વચન તમારી પાસેથી જાણ્યાં. હમણાં “જે ગમે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો આપણો ચીંતવ્યો અરથ કોઈ નવ સરે ઊગરે એક ઉદ્વેગ ધરવો’ એ જાણીતા, નરસિંહ મહેતાને નામે મળતા, પદનો એક જૂની પ્રતમાં વધુ સારો પાઠ મળ્યો; તેમાં તે ખરું ? ખરખરો ફોક કરવો”, “આપનું ચીંતવ્યું અરથ આવે નહીં” અને “હું કરું, હું જ ખરો, એજ અજ્ઞાનતા” એવા પાઠભેદથી અર્થ સુધરે છે – વણસગાઈથી સમર્થન પણ મળે છે. ભોજરાજા અને કાણા ઘાંચી વાળો ચકો અને તેવી જ વિદેશમાં મળતી કથાઓ વિશે, તથા જૈન પ્રબંધોમાં મળતા ભોજરાજાને લગતા બીજા થોડાક ટુચકાઓ વિશે મેં વરસો પહેલાં નોંધ લખેલી. એ નોંધ તથા ચઉબોલાની ત્રીજી કથા વિશે કશું કહેવા જેવું હશે તો તે આજકાલમાં મોકલી આપીશ. આ તો અકારણ–પ્રત્યવાય નિવારવા તરત લખી નાખ્યું છે. અમે મુંબઈ જવા ૬ઠ્ઠી તારીખે બપોરે શતાબ્દીમાં અહીંથી નીકળીશું. સૂરત સ્ટેશન પહોંચતા પહેલાં બુકાની બાંધી લઈશું, રામ રાખતો હોય તો પણ પ્લેગ ન ચાખે એમ મન મનાવા ! ૧૫મી નવેબર લગભગ અમદાવાદ પાછાં આવવા ધાર્યું છે. હ. ભાયાણીના નમસ્કાર ૧૦૨ સેતુબંધ Page #128 -------------------------------------------------------------------------- ________________ (૭૧) અમદાવાદ તા. ૩૦-૯૯૪ મકરન્દભાઈ, સાંકુરી'નું “સાંકરી” એમ સુધારી લીધું છે. તમે સંત, સૂફી, વેદોપનિષદ અને લોકકથાની વસ્તુ ને વાણીમાંથી જે પટોળાં વણી રહ્યા છો, જે અપાર ભેદોમાં રહેલ અભેદ ચીંધી બતાવો છો એ “એક સત્ વિપ્રા બહુધા વદંતિ’ નું ઉત્તમ નિદર્શન બને છે. તમારાં વરસોનાં શ્રવણ, મનન, નિદિધ્યાસનનાં સુફળ આપણા પાઠકને મળી રહ્યા છે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૦૩ Page #129 -------------------------------------------------------------------------- ________________ (૭૨) મુંબઈ તા. ૮–૧૧–૯૪ મકરન્દભાઈ, તમે સૌ સંકટમાંથી બચી ગયા તે “સમકાલીન' (૮–૧૧) દ્વારા જાણી રાજી થયા. સત્તાલાલસા અને ધનલાલસાનાં અંધ પરિબળો કેટલું ગ્રસી જશે, કેટલું બચવા દેશે? મતિ મૂંઝવી નાખે તેવું છે. જે પરમમાં શ્રદ્ધાળુ છે તે તો આ બધા પાછળ કશો ગૂઢ સંકેત જોઈ શકતું હશે. દૈવી સાત્ત્વિક બળોની હારજીત વિશ્વવ્યવસ્થાનો ક્રમ છે, અને હારજીત માનનારી દષ્ટિ જ કલુષિત છે એમ પણ તે કહી શકે. પણ મારા જેવા અને આખર વયે શું કરી શકે ?– એવી લાગણી અવારનવાર થઈ આવે છે. સમકાલીન'નો અહેવાલ પરિસ્થિતિનું સાચું ચિત્ર આંકે છે. અમે ૧૬મીએ અમદાવાદ પાછા ફરીશું. કુંદનિકાબહેન કુશળ હશે. હ. ભાયાણીના નમસ્કાર ૧૦૪ સેતુબંધ Page #130 -------------------------------------------------------------------------- ________________ (૭૩) તા. ૧૯-૧૧-૯૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમારું મુંબઈથી લખેલું પતું મળ્યું હતું. તમે બરાબર નાડ પારખી. સત્તાલાલસા અને ધનલાલસા ઉપરાંત કુટિલતાએ પણ માઝા મૂકી છે. મધુ મહેતા બે દિવસથી અહીં આવ્યા છે. તેમણે જુદા જુદા પ્રાંતમાં જાતે અનુભવેલા પ્રસંગો વર્ણવ્યા. આ દેશ જાણે નરકગારમાં ડૂબી ગયો લાગે છે : ઈશ્વર બચાવે તો જ જીવવા જેવું થશે. “રામ રાખે તેને કોણ ચાખે એ વસ્તુ નજરે જોઈ. વંટોળિયો માથેથી પસાર થઈ ગયો હવે શાંતિ છે ને વાત થાળે પડતી આવે છે. સારું જ થશે. ચિંતા ન કરશો. - રમણભાઈનો પત્ર હતો ને ફોન પર પણ વાત થઈ. તમે મુંબઈ હતા એટલે ચોથી આંતરકથા તેમને સીધી મોકલવાનું તેમણે જણાવેલું. પણ તમે હવે આવી ગયા હશો. ૧૬મીએ આવવાનો અંદાજ હતો ને ? ભાઈ હર્ષદ સાથે લેખ મોકલું છું. તમે નજર નાખી ને સુધારવા જેવું લાગે તે સુધારી રમણભાઈને મોકલી આપશો. આ લેખમાં મેં શામળની પંક્તિઓ ટાંકી છે તે ચન્દ્રકાન્ત અમીન સંપાદિત ‘બત્રીસ પૂતળીની વાર્તામાંથી છે. મારી પાસે મૂળ પુસ્તક નથી, એટલે એ પંક્તિઓ મૂળ પ્રમાણે બરાબર છે કે નહીં તે જરા ચકાસી જોશો ? હું આવતા સોમવારે- એટલે પરમ દિવસે મુંબઈ જાઉં છું. મારા ભાણેજ સાથે અઠવાડિયું રહેવા અને દાક્તરી તપાસ માટે. શરીરમાં ગરબડ થયા કરે છે તે કાંઈક ઠીકઠાક કરી આપે તો સારું. નહીં તો પડ્યું પાનું છે જ. ભજન થાય છે, ભોજન લેવાય છે ને જંતર બોદું બોદું યે વાગે છે એનો આનંદ છે. હવે અબોલા રાણીની વાર્તા પર સર્વાગી નજર નાખી જવાનું બાકી છે. તે પૂરું થાય એટલે ગંગા નાહ્યા. - તમારી તબિયત સારી હશે. મુ. બહેનને વંદન. કુન્દનિકા વંદન પાઠવે છે. અખંડ આનંદ'માં ગંગાધર શિવને જોયા હશે. આપણે ભાગે શબ્દ જીવવાના આવે છે ને તે જેટલા જીવી શકીએ એટલા આપણા શબ્દો જીવતા થાય છે. કુશળતા ચાહું છું. – મકરન્દ સેતુબંધ ૧૦પ Page #131 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, આજે ભાઈ નિરંજન અને હર્ષદ આવેલા. નિરંજનને લેખમાં ક્યાંય ભૂલ રહી ગઈ હોય તે જોઈ, સુધા૨વાનું સોંપેલું. હર્ષદ લેખ લઈને તમને આપી જશે. હમણાં વળી કીડની—બ્લેડરની અને બીજી તકલીફ ઊભી થઈ છે. એટલે વાંચવા લખવામાં યે કષ્ટ પડે છે. છતાં થયું કે લેખ પર નજર તો નાખી જોઉં. નિરંજને કદાચ સુધારો કર્યો હશે પણ આ કાર્બન કોપીમાં નથી. એટલે એ શબ્દો સુધારી લેવા વિનંતિ છે. હતી.' (૭૪) (૧) પહેલા પાના પર સંક્ષેપમાં મેઝર નાનું રાખવાની સૂચના રહી ગઈ છે, તે સુધારી લેવી. (૨) પાનું ૪, પંક્તિ ૨, ‘દેવભાવે’ ને બદલે ‘દેહભાવે’. પાનું ૪, પંક્તિ ૭, ‘કુરૂપ લાગતી નહોતી’, એને બદલે ‘કુરૂપ લાગતી લાંછન. તા. ૨૦-૧૧૯૪ નંદિગ્રામ ૧૦૬ (૩) પાનું ૪, પંક્તિ ૨૧ ‘સારા-ખરાબ'ને બદલે' ‘સારાનરસા’. (૪) પાનું ૫, પંક્તિ ૧૩ ‘ભૃગ—પદલાંછન’ ને બદલે ‘ભૃગુ—પદ (૫) શામળની પંક્તિઓ વિષે જણાવ્યું છે. ભાઈ, તકલીફ આપું છું. પણ તમે જ અધિકાર આપ્યો છે તે વણવાપર્યો કટાઈ ન જાય એ માટે સરાણિયાને આ સમર્પણ. મુંબઈ અઠવાડિયું તો થશે. પછી દાક્તર–ભગવાનની મરજી. મકરન્દ સેતુબંધ Page #132 -------------------------------------------------------------------------- ________________ (૭૫) અમદાવાદ તા. ૪-૧૨-૯૪ મકરન્દભાઈ, તમારું સ્વાથ્ય બગડ્યું, મુંબઈ સારવાર માટે અઠવાડિયું જવાનું થયું તેની તમારા પત્રથી જાણ થઈ. અબોલારાણીનો હફતો પણ મળ્યો. હું મુંબઈથી આવ્યો ત્યારે થોડોક કફ લઈને આવેલો. તે પછી પાંચ અઠવાડિયાની ટપાલના ઢગલાનો નિકાલ કરવામાં પડેલો. દરમિયાન રાજય સરકાર તરફથી ટૂંકી મુદતમાં જ (૨ ડિસેમ્બર) પુરસ્કાર પ્રદાનનો કાર્યક્રમ ગાંધીનગર રાખ્યો હોવાની અને તે સંબંધે પોતા વિશે માહિતી વગેરે મોકલવાની ઝંઝટમાં પડ્યો. આથી ઉપચાર પરિણામકારી રહ્યો. હવે કેમ છે – એ પુછાવી નથી શક્યો તો ક્ષમધ્વમ્. કુંદનિકા બહેનનો પત્ર, તથા હમણાં નંદિગ્રામનો અહેવાલ પણ મળ્યો. રમણભાઈને હફતો પહોંચી ગયો છે. તેઓ તમારા સ્વાથ્ય વિશે પુછાવવાના હતા. તમે નરમ તબિયતે પણ આ હફતો તૈયાર કર્યો તેથી પરિશ્રમ પડ્યો હશે. હવે સ્વસ્થ થાઓ પછી જ બાકીનો હફતો તૈયાર કરશો. એક—બે અંકનો વચ્ચે ગાળો પડે તેમાં કશો જ વાંધો નથી. હ. ભાયાણીના નમસ્કાર ગુજરાત રાજ્યનો ૧૯૯૪નો ગૌરવ પુરસ્કાર, સાહિત્ય ક્ષેત્ર માટે આપવામાં આવેલો “નરસિંહ મહેતા પુરસ્કાર' તા. ૨-૧૨-૯૪ના ડૉ. ભાયાણીને આપવામાં આવેલો. સેતુબંધ ૧૦૭ Page #133 -------------------------------------------------------------------------- ________________ (૭૬) તા. ૨૮–૧૨–૦૪ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમને જવાબ આપવામાં ઝોળો પડી ગયો. તમારા બંને પો.કા.મળ્યાં હતાં. અમદાવાદ પહોંચીને લખેલું ઇન્વેન્ડ પણ મળેલું, તમે બહારગામ જાઓ છો ત્યારે “કફ પરડ’ શરૂ થઈ જતી લાગે છે. આ વખતે કવાયત આકરી નહીં હોય ને બિના–એન્ટીબાયોટિક કફ રફફચકર થઈ ગયો હશે. “પુરસ્કાર પ્રદાન નો કાર્યક્રમ સરસ–રીતે ઉજવાઈ ગયો હશે. મારા મોડાં મોડાં યે- પણ લગીરેય થોડાં નહીં એવા અભિનંદન. એકાંત ખૂણે, આંખનાં રતન બાળીને કામ કર્યું હોય તે પુરસ્કૃત થાય તેનો આનંદ વિશેષ તો એ કારણે કે તેનાથી લોકો આવા કાર્યની મહત્તા સમજે, સત્કાર અને નવી પેઢીને પ્રોત્સાહન મળે. મારી તબિયત એકંદર સારી. પણ પેલી દંત-કણિકા નવી દંતકથા રચી જશે એમ લાગે છે. મુંબઈમાં ડેન્ટિસ્ટે નવું ડેન્ચર કરાવવું જરૂરી ગણ્યું. જૂનું ડેન્ચર ચડાવ્યું ત્યારે મારા મિત્રે લખ્યું હતું કે “આપણે કોઈ ચોકઠામાં આવી શકીએ એમ નથી પણ તમારા મોંમાં ચોકઠું આવ્યું છે તો તેને સાચવજો.' મારો વિચાર આવતી ૧૫મી લગભગ મુંબઈ જવાનો છે. પછી તો રામજીની ઇચ્છા. અબોલા રાણી’ ચોથી આંતર–કથા પછી વળી ચૂપ થઈ ગયાં. પણ હવે મૂળ કથાનો દોર મનમાં છે તે સંચે ચડાવીશ ને આવડે તેવું સીવી આપીશ. હજી ઉદેશ મળ્યું નથી એટલે એય ક્યાંક ઢીલમાં હશે કે ટપાલવાળાની બલિહારી. અહીં વાતાવરણ શાંત છે. હસવું કે રડવું તેની ખબર નથી પડતી. ખેપાની જુવાનનો બાપ આવી કહે, “મારા દીકરાને પોલીસ પાસે પકડાવી દો. મનેય મારે છે ને ખાવા નથી દેતો'. બાપાને ખવરાવી, સમજાવી શાંત પાડ્યા. અહીં દારૂ અને દળદરનું સામ્રાજ્ય છે. ક્યાંક જીવ બળે છે ને ખંધા રાજકારણીઓ તો હોળી ખડકવાનું જ જાણે છે. ઈશ્વર સારપને સહાય કરે જ છે, એ મોટો સધિયારો છે. એનો આનંદ. સૌરાષ્ટ્રના કેટલાક મિત્રો લોકગીતો ને ભજનોના ભંડાર જેવા છે. અહીં આઠેક દિવસ સાથે રહેવા આવવા માગે છે. તારીખ નક્કી નથી. પણ એ અગાઉ સમય મળે એ રીતે તમને આવવા માટે લખું તો આવી શકો ખરા ? ૧૦૮ સેતુબંધ Page #134 -------------------------------------------------------------------------- ________________ તમારો જરા નિરાંતવો ગાળો લખી શકો? હસુભાઈનો વાહનયોગ ને તમારી અનુકૂળતા ભળે તો મળવાનો જોગ થાય. લોકગાયક કરસન પઢિયાર પાસે ખજાનો છે તે કેસેટની તેજૂરીમાં સંઘરી લઈએ. આ મેળો ફેબ્રુ.માં થાય એવું વિચારું છું. ચાલો, ઝીણા અક્ષરે ઠીકઠીક કાઢ્યું. તમને વાંચતાં તકલીફ ન પડે તો સારું. હમણાં “ઓઘડનાથ” ને “ઓઘડપથ'નું પગેરું કાઢું છું, એટલે પણ આવા અક્ષરે દોડી આવ્યો હોઈશ. આ પંથના એક જીવતા જોગીની ભાળ મળી છે. આ પંથમાં સુખડ, રૂખડ, ગોદડ, ભૂખડ, હૂકડ એવા કૈક ફાંટા છે. ગોરખશિષ્ય માણેકનાથ એજ ઓઘડ એવી માન્યતા છે. તેની રમૂજી કથાઓ છે. જે કાંઈ કચરો-કાદવ-માણેક...મોતી હાથ ચડે એ ભેગું કરી ચાળવાની ધખના છે. ઓઘડને પંથે આવી મળે તે ખરું. બાકી “ખરખરો ફોક કરવો.” કુશળતા ચાહું છું.' – મકરન્દ સેતુબંધ ૧૦૯ Page #135 -------------------------------------------------------------------------- ________________ (૭૭) તા. ૯-૧-૯૫ નંદિગ્રામ આત્મીય ભાઈ, “સાહિત્યવિચાર અને વિવેચનવિચારમાં કટોકટીન મળી ને તરત રસપૂર્વક વાંચી ગયો. સામાન્ય રીતે દરેક ક્ષેત્રમાં જે કટોકટી પ્રસરી ગઈ છે તેના જ એક ભાગ તરીકે આ, રવીન્દ્રનાથના અંતિમ પ્રવચન પ્રમાણે “સભ્યતાર સંકટ' – Crisis of Civilization' છે. એ પ્રવચનમાં છેલ્લે “સંકટમોચન'નો પાઠ આશાને જીવતી રાખે છે. તમને તો રોગ પારખીને દરદીની હાલત જાહેર કરવા માટે ધન્યવાદ. આ કાગળ એટલા માટે જ ઉતાવળે, પહોંચ ને પ્રસન્નતા દર્શાવવા લખું છું. નિરાંતે ગોષ્ઠી કરવાનું મન થઈ જાય પણ સમય-સામર્થ્યની લગામ લાગી ગઈ છે. પાનું ૧૧ “બજારહાટનું તર્કશાસ્ત્ર' શબ્દો વાંચી ડો. ચેટરજી સાથે થયેલો • વાર્તાલાપ યાદ (આવ્યો). એ સારા કલાવિવેચક ને જહાંગીર આર્ટ ગેલેરીના વરસો સુધી મંત્રી હતા. તેમણે એક વ્યાખ્યાનમાં કહેલું કે, તેમણે જ મને આ વાત અહીં આવ્યા ત્યારે કરી હતી) અવનીન્દ્ર, નંદલાલ વ. “બંગાળ સ્કૂલના ગણાતા ચિત્રકારો કરતા રવિન્દ્રનાથના ચિત્રોમાં મૂડીરોકાણ કરવામાં આવે તો સારો ફાયદો થાય એમ છે. સભાગૃહમાંથી કોઈ આ સામે કાંઈ ન બોલ્યું. એક સજ્જને ઊભા થઈ માત્ર એટલું કહ્યું : “Sir, it is vulgar'. ‘ઘાયલ’ એક શે'ર સંભળાવ્યો હતો તે યાદ : આજ બોલબાલા છે બદબોની, આજ બદબો સુવાસ થઈ ગઈ છે' ચાલો, વાયરા ને વાવાઝોડાને આ દુર્ગધ-ગંજ સોંપી દઈએ. ઉત્પલે ચીમકી'નું કતરણ મોકલ્યું તે ચીમકી કઈ ને કેવી તે જાણમાં નથી. હમણાં તો છાપાવાળાની અઢળક કૃપા “નંદિગ્રામ પર વરસી છે. ચીમકી, સલાહ, ઉપદેશ આક્ષેપ વચ્ચે નરસૈયો કરતાલ બજાવતો કહી જાય છે : આપણે આપણો ધર્મ સંભાળવો, કર્મનો મર્મ લેવો વિચારી. – મકરન્દ ૧. ડૉ. ભાયાણીને “અનંતરાય રાવળ વિવેચન પુરસ્કાર (૧૯૯૪) પ્રાપ્ત થયો તેના સમારોહમાં તેમણે આપેલ વક્તવ્ય. ૧ ૧૦ સેતુબંધ Page #136 -------------------------------------------------------------------------- ________________ (૭૮) અમદાવાદ તા. ૧૭–૧–૯૫ મકરન્દ્રભાઈ ૨૮-૧૨, ૯-૧ના પત્ર મળ્યા. વીસેક દિવસ પછી તમને લખી રહ્યો છું. કારણો તો દરેક વસ્તુના હોય–આપી શકાય. પણ સમયસર અક્ષરોની આપલે ન કર્યાનો વસવસો તો રહે જ. તમે મુંબઈ ૧પમીએ જવાની ધારણા હોવાનું જણાવ્યું હતું. હવે દાંતનો સફળ ઉપચાર કરાવી પાછા સુખરૂપ આવી ગયા હશો. દરમિયાન તમારા હમણાં પ્રકાશિત કાવ્ય અને “પ્રવાસી'માંના લેખ દ્વારા “પરોક્ષ” સંપર્ક થઈ ગયો. વાદળ વિખેરાઈ ગયાં હશે. તમે અને કુંદનિકાબહેન વગેરે ત્યાંના સ્વજનો સ્વસ્થતા જાળવે જ – અતિશય પ્રતિકૂળતા વચ્ચે. સ્વાર્થોની એવડી જબર જાળગૂંથણી રચાઈ રહી છે કે ભોગ બનતાં અટકીએ એ ઈશ્વરકૃપા કે ચમત્કાર. તમે “ઓઘડપંથ' અને ભજનભંડાર સંઘરી લેવાની વાત કરી છે. થોડાક નિષ્ઠાવાન, આ વિષયના જીવોને તમને અવારનવાર સહાય કરવાની સન્મતિ ભગવાન દે તો કામ થતું રહે. મને પણ થોડા દિવસ તમારી સાથે ગાળવાનો લાભ ક્યારે લઉં એમ થતું જ હોય છે. ત્યાં પહોંચવાનો કોઈ પ્રશ્ન જ નથી. અરે, ટેક્સી પણ કરી લેવાય. એવાં બધાં બહાનાં આડે ન આવવાં જોઈએ. ફેબ્રુઆરીમાં ઠંડી તો ઘણી ઓછી થઈ ગઈ હોય છે. પણ હવે ઉજાગરો કરવાની શક્તિ રહી નથી. અને દિનચર્યામાં ફેરફાર હવે શરીર ચલવી નથી લેતું. એમાં મારો બેવડો દોષ છે : અત્યારના દવાદારૂ, ઉપચાર, ડોક્ટર, વૈદ્યોનો, પૂર્વગ્રહ કહી શકાય તેવો ડર અને તેથી રીતસર માંદો ન પડું ત્યાં સુધી ગમે તેમ ખેંચવાનું વલણ, અને બીજું, શોધકામનું ઘેલું–શરીર સાથ આપે કે ન આપે. પણ ફેબ્રુઆરીમાં ત્યાં આવવાનું ગોઠવીશ. ત્યાંથી જ મુંબઈ ગતિ કરીશું. તમારા ઉપરનો સલાહ, ઉપદેશ, આક્ષેપ, મનમાન્યા આશયોનું આરોપણ વગેરેનો પ્રવાહ હવે તો મોળો પડ્યો હશે. “શબદનો વેપાર' અત્યારે વિશ્વવ્યાપી બન્યો છે. સેતુબંધ ૧૧૧ Page #137 -------------------------------------------------------------------------- ________________ વિવેચન-પુરસ્કાર પ્રદાન પ્રસંગેનું વક્તવ્ય જો આપણા પાંચદસ અધ્યાપકોના ધ્યાન પર આવે તોયે ઘણું ! તેઓ અઈમૃત કે મૃતપ્રાય – વિદ્યાવ્યાસંગની બાબતમાં છે : આપણાં માનવીય આધ્યાત્મિક પરંપરા અને મૂલ્યોનાં સર્વવ્યાપી ધોવાણમાં અર્વાચીન પેઢીએ અજ્ઞાન કે સ્વાર્થવશે જે ફાળો આપ્યો છે અને હજી અપાય છે તેનું થોડુંક ભાન, થોડીક જાગૃતિ તેમનામાં ઉદય પામે તોય ઘણું. | મેં તો લગભગ અવાચ્ય લાગે તેવા ઝીણા અને કૂબડા અક્ષરે આ લખ્યું છે. પણ હજી થોડું ઉમેરું. તમે પૂરી શારીરિક સ્વસ્થતા લાગે ત્યારે જ “અબોલા'નું બાકીનું સર્વસામાન્ય અર્થઘટનનું કામ હાથમાં લેજો. વચ્ચે એક બે અંક ખાલી પડે તેમાં કશો વાંધો નથી. હમણાં બે–ત્રણ વિદેશી અભ્યાસીઓ અહીં પોતાનું સંશોધનકામ લઈને આવ્યા છે, તેમને મળવાનું થયું. તેમાં એક ઇટાલીના નેપલ્સ યુનિ.ના સંસ્કૃતનાં અધ્યાપિકા ક્ષેમેન્દ્રની તેજાબમાં બોળેલી કટાક્ષકૃતિ “નર્મમાલા” ઉપર કામ કરી રહ્યાં છે, અને તેનું સંસ્કૃત, પ્રાકૃત અને દેશ્ય- સ્થાનિક શબ્દપ્રયોગોથી પ્રચુર હોવાથી મારી સાથે વાંચે છે. પણ ક્ષેમેન્દ્ર સરકારી અધિકારી, તેમના સહાયકો, મહેસૂલ ઉઘરાવનારાઓ, વૈદ્યો, જયોતિષીઓ, ઉપાધ્યાયો, ગણિકાઓ, લાલચુ શ્રીમંતો, પુરોહિતો, વિટો અને લબાડોનાં કટાક્ષચિત્રો દોરવામાં જે ઘાતકતા દર્શાવી છે, જે સ્થૂળતા, અશ્લીલતાની લહાણી કરી છે – અને તેના જેવા ઉચ્ચ કવિત્વ ધરાવતા સંવેદનશીલ જીવે !– તે જોતાં તેના સમયના કાશ્મીરની સાર્વત્રિક સાંસ્કૃતિક અધોગતિ, અત્યારની આપણી અને વિશ્વના અનેક વિકસિત દેશોમાં પ્રવર્તે છે તે અધોગતિની યાદ આપે છે. છતાં એ સમયમાં જ અભિનવગુપ્ત, સોમદેવ, કુન્તક જેવા અનેક અસાધારણ પ્રતિભા ધરાવતા પંડિતો, સાધકો, તત્ત્વજ્ઞો પણ થયા છે. એટલે સ–અસહ્માં ક્યારે કોનો હાથ ઉપર હોય છે તેની આપણી સમજ કાચી–અધૂરી હોવાનું સતત યાદ રાખવું પડે તેમ છે. પણ ઘણું લખ્યું. સહેજે વંચાય તેટલું વાંચશો. –હ. ભાયાણીના નમસ્કાર ૧ ૧ ૨. સેતુબંધ Page #138 -------------------------------------------------------------------------- ________________ (૭૯) તા. ૨૮ માર્ચ ૧૯૯૫ નંદિગ્રામ આત્મીય ભાઈ, ઘણા વખતથી લખું લખું કરતાં લખી શક્યો નથી. લખવાની અને વાતું વાગોળવાની સામગરી ઢગલો એક. મહિને એક—બે વારે ય કેમ છો ? કેમનું ચાલે છે?' નો ટૌકો નથી થતો તો ક્યાંક ખૂટતું લાગે છે. પણ સમય રેતીની જેમ સરી જાય છે. તમારું ૧૭–૧નું કવર સામે છે. એમાંથી જ ફણગાં ફૂટે એવી વાતું મનોમન કરતો રહ્યો છું. પણ કલમી છોડ આજે ઊગે છે. પહેલાં તો મારી તબિયત સારી ને આસપાસ બધું શાંત. મુંબઈ જઈ આવ્યાને પણ મહિનો ઉપરાંત થયું. ત્યાં મિડ-ડે–ગુજરાતી દૈનિક શરૂ થયું તેમાં રોજ નાની વાનગી આપવાનું વચન દઈ આવ્યો. દોઢ મહિનો- કે બે લગોલગ થવામાં. આજ સુધી તો હતા બરાબર ભર્યા છે. વિચાર-કંડિકાઓ, પ્રસંગો, કલ્પનાકથાઓ– આવું ચીતરું છું મજા આવે છે. મન પર કશો ભાર નથી. ઓઘડપંથ' માં માત્ર મગજ ન ચાલે. હાથ-પગ ચાલવા જોઈએ. અને એ પણ અણઘડ માર્ગે. મેં જેમને આ કાર્ય ભળાવ્યું એમનાં પગલાં હજી એ પથે પડતાં નથી. ત્યાં તો ઘણું વહી ગયું હશે. થોડી ચોંપ ને ચીવટ વધારવા માટે ચેતવણી આપું, ચીમકી આપું પણ કોઈને પરાણે તો ખેંચી–ઢસડી શકાતા નથી. ફેબ્રુ.માં ભજનિકો લાવવાના હતા એ ભાઈ જ વાત વીસરી ગયા. આપણા મેળાપની ઇચ્છા મનમાં રહી. - “અબોલા રાણી'ની મૂળ કથા અંદર અકબંધ છે. કાગળ પર ઊતારી શક્યો નથી. ત્યાં “અનુસંધાનમાં “ભદ્રા ભામિની’ વિષે તમે લખ્યું એ વાંચીને સિંહાસનબત્રીસી' પર નજર ફેરવી. કસ્તુરચંદે પાઠવેલી સમસ્યા અને ભદ્રાના જવાબમાંથી મને તો યોગસંકેતો સૂઝયા. હવે આ દોહરા પ્રાકૃત કે અપભ્રંશમાં મળે છે ? સમય મળે અને તકલીફ ન પડે તો જડે ત્યારે મોકલશો. આ વાર્તાના ઘણા અંશોમાં નવું અજવાળું થાય એવું છે. કોઈ પ્રાચીન કથાઓના જાણકાર હોય તો જ મારી ખેપ આગળ વધે. મેં પ્રદ્યુમ્નવિજયજીને લખ્યું છે કે તે અહીં ચાતુર્માસ ગાળી શકે ? માત્ર વિદ્યાભ્યાસ કરતાં કાંઈક વધુ માગી લે એવું કામ ૧. પાછળથી “નવભારત દ્વારા “આભલાં' નામે પુસ્તકરૂપે પ્રકાશિત (૧૯૯૬). સેતુબંધ ૧૧૩ Page #139 -------------------------------------------------------------------------- ________________ છે. તર્કને બરાબર સજ્જ કરીને તર્કાતીતનો સ્વીકાર કરી શકે એવું ખુલ્લું મન જોઈએ. આપણે તો રીતના બેચાર દાખલા ગણી બતાવીએ તો યે બસ. એટલુંય થતું નથી એનો વસવસો થાય ન થાય ત્યાં ‘હરિ—ઇચ્છા’માં સઘળું જ મુક્તિ પામે છે. : તમે ‘ક્ષેમેન્દ્ર’ની તેજાબી કટાક્ષકૃતિ વિષે લખ્યું હતું. એની અભદ્ર કે. અશ્લીલ લહાણી વિષે વાંચી વરસો પહેલાં સાંભળેલી પંક્તિઓ યાદ આવી ગઈ. કાશ્મીરી કવિની ઉક્તિ છે એટલું યાદ છે પણ મૂળ શ્લોક અને કવિનું નામ ભૂલી ગયો છું. લાલચુ શ્રીમંતો પર પ્રહાર છે. કહે છે ઃ લક્ષ્મી આવે છે ત્યારે માણસને પાંચ ખીલા મારે છે. બે આંખ, બે કાન અને મોઢું. પણ તેથી માણસ સાચું જોતો નથી, સાચું સાંભળતો નથી અને સાચું બોલતો નથી. પણ લક્ષ્મી જાય છે, ત્યારે ‘અપાન વિવરે' એક ખીલો મારે છે, તેથી પેલા પાંચે પાંચ ખીલી નીકળી જાય છે. એ માણસ સાચું જોવા, સાંભળવા અને બોલવા લાગે છે. અભદ્ર છે પણ ભદ્ર ગણાતા વર્ગને ધડો લેવા જેવું છે. મારું મન વળી ‘ભદ્રાભામિની’ની કથામાં ગયું. આપણે પેલાં લોકથી તેને તારવવા સુભદ્રા કહીએ. ‘હંસદંપતી'નાં વચન વાંચી શંકરાચાર્યની ‘આનંદલહરી’ (૩૯)નો શ્લોક સાંભરી આવ્યો : ‘સમુન્નીલત્-સંવિત્-કમલ-મકરન્દેક-રસિકં ભજે હંસદ્વન્દુ કિમપિ મહતો માનસસર(૨:) I આ હંસમિથુન– જે મહાપુરુષોના માનસમાં વિહરતાં વિકસતા કમળના ‘સંવિ—પરાગરસનું પાન કરે છે, એનું ભજન કરવાનું, શા માટે ? આ મિથુન દ્વારા કાંઈ નવજન્મ પામે છે આપણામાં જેને વેદસૂક્ત ‘ચિત્રશિશુ' કહે છે. ભાઈ, ઘટમાં વલોણું ફરે છે પણ લખવા માટે સમય—શક્તિનો અભાવ. કુશળતા ચાહું છું. મોડું લખવા માટે માફ કરશો. ૧૧૪ મકરન્દનાં વંદન સેતુબંધ Page #140 -------------------------------------------------------------------------- ________________ (૮૦) અમદાવાદ તા. ૧૮-૪-૯૫ મકરંદભાઈ, તમે મોડું લખવા માટે માફ કરવા લખ્યું, તો મારે તો તમારી ત્રણચાર ગણી માફી માગવી પડશે. એક તો મેં પણ આજ લખું, કાલ લખીશ કરતાં ઘણા દિવસ કાઢી નાખ્યા. એથી મોટો ગુનો તો એ કર્યો કે હું – અમે મુંબઈ જઈ આવ્યા – ૭મી માર્ચ થી ૨૦ માર્ચ – પણ નંદિગ્રામનું ગોઠવાયું નહીં. પી.વી.કાણે સુવર્ણચંદ્રક (સંસ્કૃતના પીઢ વિદ્વાનને ત્રણ વરસે અપાય છે), તે મને આપવાનો કાર્યક્રમ ૯ માર્ચે મુંબઈમાં રાખ્યાનું જણાવતો ૨૦મી ફેબ્રુ.નો ત્યાંથી લખાયેલો પત્ર મને ૨૮મી એ મળ્યો ! રિઝર્વેશનનું તરત ગોઠવવું પડ્યું. મુંબઈ મે માસમાં, પૌત્રીને રજા હોય અને અહીં ગરમી હોય તેથી, જવાનું રાખ્યું હતું, પણ અચાનક જવાનું થયું, એટલે પછી દસ બાર દિવસ ત્યાં રોકાઈ ગયાં. હવે મુંબઈથી કલ્યાણી અને ઋચા અઠવાડિયા માટે અહીં આવે છે અને ૯મી–૧૦મી મે લગભગ અમે સાથે મુંબઈ જવાનું નક્કી કર્યું છે. ત્યાંથી મેના અંતમાં પાછા ફરવા વિચાર્યું છે. મુંબઈમાં મને સહેજ કફની તકલીફ હતી, તે અહીં આવ્યા પછી થોડીક વધી. એક દેશી દવા લેવી શરૂ કરી છે, પણ મારી કામ કરવાના પ્રમાણ અને સમયની ભારે અનિયમિતતા અને ચાલુ ગળ્યું તળ્યું થોડું થોડું પણ ખાધા કરું છું, તેથી “ગણ' ક્યાંથી થાય ? સંભાળ રાખવાના સંકલ્પને હવેથી વળગી રહેવા મથીશ. આ કારણે બહાર નીકળવાની છૂર્તિ નથી રહેતી. તમે તમારા પત્રમાં નવનવા તાર કાંત્યા છે ! કસ્તુરચંદનો “થાહો” અને ભદ્રાનો ઉત્તર (“મનઅંકુશ કુલહાથીયો રાખે આપોઆપ') એના જૂના સગડ મારા જોવામાં આવ્યા નથી. “ચઉબોલા” પૂરી થયા પછી, મનમોજે ભદ્રા વિશે નવા અક્ષર જરૂર માંડો : પણ સ્વાથ્યની જાળવણી પ્રથમ બુદ્ધિલક્ષણમ્. ફાર્બસ સભા તરફથી પુનર્મુદ્રિત સિં.બ.ના બે ભાગ તમને મોકલવા સૂચના આપેલી. ન મળ્યા હોય તો જણાવશો. હમણાં એક સાથે મારી પાંચસાત ઘોડાની અસવારી ચાલે છે. તમે જાણો છો તેમ કાંઈક નવું સૂઝે પછી રહી શકાતું નથી. આ વખતના ‘ઉદ્દેશ'ના સેતુબંધ ૧૧૫ - Page #141 -------------------------------------------------------------------------- ________________ અંકમાં મેં J. Honda ના Vedic Literature માંથી કાવ્યનિર્માણ, કવિતા અને કવિ વિશેની પ્રમાણભૂત માહિતી અનુવાદરૂપે રજૂ કરી છે. આજના સંસ્કૃત વિદ્વાનોનો અભિગમ મૂળને આધારે તથ્યો તારવી આપવાનો હોય છે. ઊંડો મર્મ કે રૂપકાત્મક અર્થ તેમના ગોચરની બહારનો. તો પણ અમુક સ્તરે એ ઉપયોગી છે, અને અતીતનું મિથ્યા ગૌરવ કરવાથી કે અર્વાચીન “સિદ્ધિઓ વેદોમાંથી ખોદી કાઢવાથી તે આપણને બચાવે છે. હરીન્દ્રના ગયાથી ખરે જ આપણા સાહિત્ય, પત્રકારત્વ અને સંસ્કાર ક્ષેત્રે–વિશેષે મુંબઈના–મોટી ખોટ પડી. ઘણા પ્રેમાળ, સજ્જન, નમ્ર. “મિ'માં પ્રકાશિત તમારી કંડિકાઓ મુંબઈમાંથી મેળવવા પ્રયાસ કરીશ. લખવાનું ચાલુ હશે. વચ્ચે ભાઈ જયંત તમારે ત્યાં ડોકિયું કરી ગયા. નિરંજને પણ લખ્યું હતું કે તે તમારી પાસે આવી ગયા. સ્વાથ્ય ઠીક રહે છે? વંટોળ હર્વે સાવ શમી ગયો હશે. સુરેશ તરફથી તમારી સમગ્ર કૃતિઓ પ્રકાશિત કરવાની યોજના આગળ વધી ? હમણાં ભાઈ સુરેશ અહીં મળ્યા હતા, પણ પૂછવાનું મને ન સૂઝયું. કુંદનિકાબહેન પણ મજામાં હશે. હ. ભાયાણીના નમસ્કાર ૧૧૬ સેતુબંધ Page #142 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, ત્રિપુટીને ત્રાગડે વેદના પીડતી અંગે, વ્યંગરૂપે રસી કાઢો । ડાઘાડૂઘી પડ્યા રંગે, મન ચંગે ઘસી કાઢો । ગટરો છો બની ગંગે, ધોધ થઈ ધસમસી, કાઢો । જાંગલાઓ ચડ્યા જંગે, દેખાડી આરસી, કાઢો । હોબાળા છે હર પ્રસંગે, હરિવલ્લભ, હસી કાઢો । ભાયાણી, એક ભૂભંગે કથીરાંને* કસી, કાઢો । કવિડાંને ? (૮૧) પાછળનું જોડકણું તો પુસ્તક મળતાં જ ટપકી પડેલું. આજે ‘ઉદ્દેશ’ મળતાં લેખ વાંચી ગયો. ભાઈ, કવિતાનું ગોમુખ કે તેની ગંગોત્રી કેવાં હોય તે આજના કવિજીવ કદી ભાળશે ? ૧. ‘ત્રિપુટી’ લે. ડૉ. ભાયાણી. સેતુબંધ તા. ૨૧-૬-૯૫ મકરન્દ ૧૧૭ Page #143 -------------------------------------------------------------------------- ________________ મકરંદભાઈ, ૯–૫ થી ૯૬ અમે મુંબઈ હતાં. ત્યાં મેં તો આવ જા કરવાનું રાખ્યું જ ન હતું. વાંચવાલખવાનું લઈ ગયો હતો. કામ થયું. કફની, વચ્ચે વચ્ચે થોડીક તકલીફ રહી– અહીં આવ્યા પછી પણ થોડીક ચાલુ છે. દેશી ઔષધ વચ્ચે લઉં છું. ખાવાપીવામાં થોડોક મર્યાદાભંગ કરી લઉં છું. પણ ચિંતા રહે તેવું નથી. (૮૨) ૩૦ મે '૯૫ના પત્રમાં તમારી પ્રસાદી મળી. હોન્ડાના પુસ્તકમાંથી બીજા ઉપયોગી અંશો પણ અવકાશે, ભાષાંતર રૂપે સુલભ કરવા ધારું છું. ૧. ૨. હમણાં નિમાડી મૃત્યુગીતો ‘મસાણ્યા ગીત' પરનો શ્યામ પરમારનો ૩૦–૩૫ વરસ પહેલાંનો લેખ', મારા ઓજિસાળામાંથી હાથ ચડ્યો. તેની નકલ આ સાથે બીડું છું. એ ગીતો નોંધ સાથે ક્યાંક ગુજરાતીમાં આપી દઈશ. તમારા ટીકા—ટિપ્પણ મોકલશો. સ્વસ્થ હશો. ૧૧૮ અમદાવાદ ૨૧૬૯૫ હ. ભાયાણીના નમસ્કાર . સમ્મેતનત્રિજા ગ્રંથ ૪૬, અં ૪ રૂં. ૬૬o માં પ્રકાશિત. ‘શબ્દસૃષ્ટિ’ જૂન ૧૯૯૬માં પ્રકાશિત. સેતુબંધ Page #144 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૮૩) મકરન્દભાઈ, ‘ઉદ્દેશ’ (જાન્યુ. ’૯૬)માં ઉમાશંકર પરની સ્મરણનોંધમાં આપેલ દાસી જીવણના ભજનની પંક્તિઓમાં ‘દેખંદા’, ‘નીરખંદા’, ‘પરખંદા’ એ શબ્દો મૂળે તો પંજાબી ભાષાના છે. સંતભક્તોની વાણીમાં વિવિધ ભાષાપ્રદેશની રચનાઓનો પરસ્પર પ્રભાવ પડતો રહેતો. સ્વાસ્થ્ય ઠીક છે ? ભાઈ હસમુખ પાઠકે ખબર આપી કે ભરતભાઈ સ્ટેઈટ્સ ગયેલા છે. તેમણે મારી પાસેથી હાર્ડીનું ‘Religious Cultures of India જોવા મગાવી લીધું છે. હ. ભાયાણીના નમસ્કાર અમદાવાદ તા. ૨૯-૧-૯૬ ૧૧૯ Page #145 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ (૮૪) મકરન્દભાઈ, પ્રતિકૂળતાઓ વચ્ચે પણ નિરાંતે લખેલ તમારા ૧૫–૨ અને ૧–૩ના પત્ર મળ્યા. તેમાં સંતસુધાસાગરમાંથી થોડીક આચમનીઓ કે મોતીઓની પણ તમે લહાણી કરી છે. હવે પહેલાં ટૂંકમાં મારી દાસ્તાન. નાનામોટા સમારંભોમાં ન જવા—ભાગ ન લેવાની મનથી પ્રતિજ્ઞા લીધી હોવા છતાં, સ્વાસ્થ્ય પણ કાંઈક ખખડ્યું હોવા છતાં, ભાવનગર તા. ૧-૨ના રોજ ગયો. ૨–૨ ના જૈન કથા સાહિત્ય વિશે સંગોષ્ઠી રાખી હતી : મુનિ શીલચંદ્રવિજયજીને આચાર્યપદ—પ્રદાન નિમિત્તે. ૩–૨ના એ સમારંભ હતો. મહારાજશ્રીની સાહિત્યસંશોધનમાં ઊંડી રુચિ અને આપણા પરંપરાગત સાહિત્યધનના સંરક્ષણ માટેની સક્રિયતા, તથા મારા પ્રત્યેની ઊંડી લાગણીને લીધે જવાનું મેં સ્વીકાર્યું હતું ‘અનુસંધાન’ એમની પ્રેરણાથી સ્થપાયેલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થાય છે તે તમે જાણો જ છો. ભાવનગરથી, કેટલીક સાહિત્યસંશોધનને લગતી બાબતો વિશે મહારાજશ્રી સાથે વાત કરીને, ૫–૨ના અમે મુંબઈ પહોંચ્યાં. ત્યાંથી ૨૩–૨ અમદાવાદ પાછાં. ત્યાં છેલ્લા આઠેક દિવસ કફનો પ્રકોપ થયો હતો તે અહીં આવ્યા પછી ઉગ્ર બનતાં, ઍલોપથી—એન્ટીબાયોટીકને આશરે જવું પડ્યું. પાંચ દિવસની દવાથી અત્યારે ઠીક ઠીક રાહત છે, પણ બધું– શરીરમન—પાટે ચડતાં હજી દસ—પંદ૨ દિવસ નીકળી જશે. દરમિયાન મુંબઈમાં, તા. ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી બિકાનેરમાં એલ.પી. તેસ્સિતોરી ઉપર ઇટાલીની યુનિવર્સિટીએ મળીને જે એક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી રાખી હતી તેને માટે નિબંધ તૈયાર કરી મોકલી આપ્યો. આપણાં અઢારેક હજાર જેટલાં ગામનામોનું ભાષિક, સાંસ્કૃતિક અધ્યયન મારા માર્ગદર્શન નીચે ડૉ. ચંદ્રકાન્ત શેઠે તૈયાર કર્યું હતું, તેનું પ્રાસ્તાવિક લખ્યું. ઉપલેટામાં સૌરાષ્ટ્ર યુનિ.ના બળવંત જાનીએ અખિલ ભારતીય લોકવિદ્યા પરિષદનું ૧૫મું અધિવેશન યોજેલું (૨૯—૨ થી ૨–૩) તેમાં ઉદ્ઘાટન—પ્રવચન આપવા જવાનું માંડી વાળવું પડ્યું, પણ તે લખી, છપાવીને મોકલી આપ્યું (નકલ તમને મોકલું છું). બિકાનેર—સંમેલનમાંથી પેરિસ યુનિ.ની બે અધ્યાપક બહેનો— કોલેત કૈય્યા અને નલિની બલબીર પાંચ દિવસ માટે અમદાવાદ આવેલ (જૈન સાહિત્ય અને સેતુબંધ અમદાવાદ તા. ૬~૩–૯૬ Page #146 -------------------------------------------------------------------------- ________________ પ્રાકૃત ભાષા ઉપર તેમણે ઘણું સંશોધનકાર્ય પ્રકાશિત કર્યું છે), તેમનો વાર્તાલાપ એલ.ડી. ઇન્સ્ટિટ્યુટમાં રાખેલ તેમાં હાજર રહેવું પડે તેમ હતું, એટલે તેમની સાથે મેં પણ ત્રણેક લુપ્ત સંસ્કૃત પ્રકરણ–પ્રકારના નાટકો વિશે મારો વાર્તાલાપ ગોઠવી દીધો ! હવે ચારેક સંશોધકોના પુસ્તકનું પુરોવચન કે તેમનું લખાણ તપાસી જવાની માગ માથા ઉપર તોળાઈ રહી છે. મારા ચાર છપાઈ રહેલાં પુસ્તકનું કામ અદ્ધર લટકે છે, અને આવી પડેલાં પત્રોનો ઢગ સામે આંખ કાઢી ઘૂરકે છે. તમને અતિથિવર્ષા ભીંજવી રહી છે, મને સંશોધકોની પત્રવર્ષા ડુબાડી રહી છે. પણ પૂછે તેને આપણે કશુંક જાણતા હોઈએ તો તે કહેવાની ના પણ કેમ પડાય ? વચ્ચે વળી વર્તમાન સાંસ્કૃતિક અસ્તવ્યસ્તતા અને અંધાધૂંધ અરાજકતા વિશે કશુંક વિચારપ્રેરક વાંચવાનું થાય તો તેનું તારણ ગુજરાતી વાચકો પાસે મૂકવાનો લોભ રહે. મુંબઈ હતો ત્યારે, કલકત્તાની અનામિકા કલાસંગમ સંસ્થાની રૌપ્યજયંતી ઉપર આપણી પ્રયોગલક્ષી કલાઓના છેલ્લા પંદર વર્ષનો પ્રમાણભૂત અને પ્રદેશવાર અહેવાલ આપવાની યોજના નીચે રંગભૂમિ અને સિનેમાને લગતો બીજો ગ્રંથ પ્રકાશિત થયો તે જોવા મળ્યો (ઉત્પલે તેમાં ગુજરાતની રંગભૂમિ વિશે લખ્યું છે). તેનો સારાંશ તૈયાર કર્યો તે ફા.ગુ.રૈમા.ના આગામી અંકમાં આવશે. મેં હકદાવે એક છૂટ પણ લીધી છે તે જણાવું : ભાઈ સુરેશ દલાલ સંચાલિત નવી પ્રકાશન સંસ્થા Image તરફથી મારા સંસ્કૃત-પ્રાકૃત મુક્તકોના અનુવાદોનો એક નાનો સંચય હમણાં જ પ્રકાશિત થયો, તે વગરપૂછ્યું તમને અર્પણ કર્યો છે. બેચાર દિવસમાં નકલ તમને ટપાલમાં મળી જશે. તમે અનુસંધાન', ઘણીબધી પળોજણ વચ્ચે પણ, ઝીણી નજરે જુઓ છો (અને કુલિંગ' પર તમે જે લખ્યું છે તે તો આગામી અંકમાં આપવાનું નક્કી છે) તેની પ્રશંસા કરું તો અહોભાવમાં સરી પડાય ! પાઠ અને અર્થની બનતી ચોક્સાઈ કરવી એ, પ્રથમ સોપાન. તાત્પર્ય બરાબર સમજવું એ બીજું, અને સાંસ્કૃતિક પરંપરામાં તે તે સમયના આચાર-વિચાર પરત્વે એ લખાણની પ્રભાવકતા કે મૂલ્યવત્તા આંકવી તે ત્રીજું, આમાં જે કાંઈ થોડુંક થઈ શકે તે કરતા રહેવાનો આનંદ છે. | Alternative ના નવા અંકમાં આપણી (એટલે કે વિશ્વની) સાંસ્કૃતિક દશાના વર્તમાન પર એક આંખ ઉઘાડતો લેખ છે. તમને પરિશ્રમ ન પહોંચાડવા હું તેની ઝેરોક્સ કરાવી નથી મોકલતો, પણ તેનો સારાંશ તૈયાર કરી ક્યાંક પ્રકાશિત કરવા ધારું છું. એક વાક્યમાં કહેવું હોય તો કહેવાય કે હવે આપણે સેતુબંધ ૧ ૨૧ Page #147 -------------------------------------------------------------------------- ________________ મનુષ્યવ્યક્તિ નથી રહ્યા, પણ વીજાણુ-યંત્ર નિયંત્રિત પ્રાણીઓ છીએ : Cibernetic Organism છીએ. આપણે ઓજારો નથી વાપરતા, પણ આપણે જ ઓજાર તરીકે વપરાઈએ છીએ. આ જાણ્યે અજાણ્યે યંત્રનિયંત્રિત પ્રાણી તરીકેની આપણી હાલની હસ્તી વિશે એવી પણ એક આગાહી છે કે એ સંકરમાંથી મનુષ્ય વ્યક્તિ વાળો અંશ નામશેષ પણ બની જાય ! પણ વધુ પછીના પત્રમાં. સ્વાસ્થ્ય બને તેટલું જાળવશો. ૧૨૨ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #148 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૮૫) હિર ! હિર ! શું કહું ભૈ, ફરી ફરી મુક્તક—અંજલિ મલી, ત્યાં નામની ને વળી સાવ ખાલી તમેય તે પ્રીત તણી પિયાલી ભરી ભરી ? હિર ! હિર. બંને અંતરદેશીયો મળી ગયા હશે. નંદિગ્રામ તા. ૭–૩–૯૬ –મકરન્દ ૧૨૩ Page #149 -------------------------------------------------------------------------- ________________ (૮૬) નન્ટિગ્રામ ૩૧-૩-૯૬ “But Ye, true sons of Heaven, it is your duty To take your joy in the living wealth of beauty The changing Essence which ever works and lives Walk you around with love, serene, secure And that which floats in flickering appearance Fix ye it firm in thoughts that must endure પછી ચાલતી કલમે કાવ્ય ઊતારી આપ્યા વિના રહેવાયું નથી. આ કિંડિકા છે Proloque in Heaven foethes Faust માંથી. મોઝાર્ટ અને બીથોવનના જીવનમાંથી રસેલ વાંચતા હતા ત્યારે : enstein બોલી ઉઠેલા. *These are the aelhal sons of God" મુક્તક ઊડતું–આવે છે : મથતાં મથતાં મથી રહ્યા, એ તો બંધનમાં નથી રહ્યા, પદની સહુ ધૂળ ખેરવી સતના નિત્ય નવા પથી રહ્યા. -સ્ક ર ૧ ૨૪ સેતુબંધ Page #150 -------------------------------------------------------------------------- ________________ (૮૭) આત્મીય ભાઈ, ભરતભાઈનો પત્ર હતો કે એ તમારે ત્યાંથી મુઠ્ઠો ભરીને જૂનું નાણું ઉઠાવી લાવ્યા છે. તમે પણ ખજાનો ખુલ્લો જ મૂક્યો'તો એમ લખ્યું છે. મને ય ધાડ પાડવાનું મન થાય છે. પણ હમણાં આ અશ્વમેધનું ટ્રુ દોડાવ્યું છે એ ઠરીઠામ થાય પછી વાત. ‘શબ્દપ્રયોગોની પગદંડી પર' વધુ પગલાં નથી મૂક્યાં. નજર પસાર કરી ને થયું કે આમાં પડ્યા તો પછી બહાર નીકળવું મુશ્કેલ થઈ પડશે. રજકામાં ગાય પડી હોય તો એને કાઢવી પડે, એની મેળે ન જાય. કેટલાક શબ્દોની વાત કરવાનું મન છે, પણ એ હવે આવતે અંકે. સેતુબંધ ‘અબોલા રાણી’ની મૂળ કથાનો મર્મ પણ લખાઈ ગયો ને વારતા થઈ પૂરી– હાશ છૂટ્યા. હમણાં લખવાનું મન થતું નથી ને બોલીને લખાવવાનું ફાવતું નથી. ‘વિષ્ણુસહસ્રનામ‘ વિષે કાન્તિલાલ કાલાણી પાસે લખાવ્યું પણ એનો સંતોષ નથી. માથું નમાવી કલમ ચલાવીએ ત્યારે થાય કે પ્રજ્ઞા (જો હોય તો) અને પાણિને ગાઢ સંબંધ છે. કેટલીકવાર ધાર્યા શબ્દો ન અવતરે ત્યારે ખાલી જગ્યા રાખી આવતા શબ્દોને આવકારવાની મજા છે. હવે બોલકા થવું પડે ત્યારે આંગળાને ટેરવે રમતી આવતી વાણીને જીભને ટેરવે બેસવા માટે પ્રાર્થના કરવાની રહી. હા, હમણાં પ્રદ્યુમ્નવિજય ત્રણેક દિવસ રહી ગયા. સત્સંગ- સ્વાધ્યાયનો રંગ જામ્યો. પ્ર.વિ.ને સંસ્કૃત ભણાવનાર બ્રાહ્મણ પંડિત દુર્ગાના ઉપાસક હતા. પ્ર.વિ.ને તેમણે માંગિનીનો એક શ્લોક ધ્યાન ધરવા માટે આપેલો. માતંગિનીની એક સુંદર પ્રતિમા નેપાળથી આવી છે. ધ્યાન કરવું ન પડે, ધ્યાન થઈ જાય ને પછી બહાર નીકળવું ભારે થઈ પડે એવી આ પ્રતિમા. પેલા શ્લોકમાં રહેલાં કાવ્યતત્ત્વ અને ભાવોપાસનાએ મન હરી લીધું. તમને ગમશે માની ઊતારી આપું છું : ૧૬ મે '૯૬ નંદિગ્રામ ‘તવ કરકમલસ્થાં, સ્ફાટિકીમક્ષમાલાં નખકિરણવિભિન્નાં દાડમીબીજબુદ્ધયા, અનુલવમકર્ષન્ યેન કીરો નિષિદ્ધઃ સ ભવતુ મમ ભૂયૈ વાણિ, તે મન્દ્રહાસઃ’ – ૧૨૫ Page #151 -------------------------------------------------------------------------- ________________ ‘ઇષત- હસિત- વયન- ચંદ– આવું બંગાળી વૈષ્ણવો ગાય છે. રાધા કૃષ્ણની ઉપાસનાના મૂળમાં સિદ્ધોની શાબરી– વિદ્યા રહી છે. તેનાં ઇંગિતો મળે છે. ચાલો, અત્યારે તો “કદમ્બવન ચારિણી, કૃષ્ણારાધિતા' ને વંદન કરી આગળ ચાલીએ. નહીં તો કાગળને આંગણે કાગડા ઉડશે. (કળેળશે). આ સાથે ઝેરોક્સ નકલ મોકલું છું. એમાં અબોલાની બીજી આંતર– કથાને મળતી વાત છે. આધુનિક મહાશય આ આત્મવિલોપનની કથામાં Frend ક્યાંથી લાવ્યા? ટોમસ માનની નવલકથા વાંચવી પડશે. કથાઓ દેશ—વિદેશને ભાષાના સીમાડા વટાવતી કેટકેટલી સફર ખેડે છે ! અક્ષરો ઉકેલતાં તકલીફ પડશે. કલમી આંબામાં કસ નથી, રસ જાળવજો. – મકરન્દ ૧ ૨૬ સેતુબંધ Page #152 -------------------------------------------------------------------------- ________________ (૮૮) અમદાવાદ તા. ૮-૬૯૬ મકરન્દભાઈ, પ્રત્યુત્તર ઠેઠ આજે લખાય છે. ક્ષમā'. ગઈ કાલે મુંબઈથી આવ્યો. ભેગી થયેલી ટપાલમાં તમારો પત્ર–નિરાંતે લખેલો ૧૬મી મે નો પત્ર – વાંચ્યો. સાંજે જ પ્રદ્યુમ્નસૂરિજીનો શ્રાવક ભક્ત તેમનો ગણદેવીથી લખેલ પત્ર આપી ગયો. તમે ટાંકેલ ધ્યાનમંત્ર, માતંગી દેવીનો, સૂરિજીએ પણ મોકલ્યો છે– તેમના અનુવાદ સાથે. સહેજ ફેરફાર કરી તે નીચે આપું છું : તુજ કરકમલે જે સ્ફાટિકી જાપમાલા નખકિરણથી રાતી, માની દાડિમી બીજ, પ્રતિપળ શુક ખેંચેજેથી તેં એ નિવાર્યો, વિભવ વિતરજો, હે વાણિ, ઓ મંદહાસ. તમારો પત્ર આવે તેમાં અનેક અર્થસભર પગદંડીઓ તમે ચીંધી હોય. એના પરના વિચરણની વાત, તમારા નાજુક સ્વાથ્યનું નડતર બને– તમને ન “સંડોવે' એવી રીતે થોડીક કરું– મારી પ્રકૃતિ પ્રમાણે “બહિરંગને લગતી. “માતંગી સ્તોત્ર'માંનાં ઉપર્યુક્ત પઘમાં ભ્રાંતિમાન્ અલંકાર છે : “અન્ય– સંવિત તત—તુલ્ય-દર્શને' (મમ્મટ) તથા “સદશ–દર્શનાર્દૂ વિપર્યય-જ્ઞાનમ્” (હેમચંદ્ર) એવી તેની વ્યાખ્યા છે. “કાવ્યપ્રકાશમાં આપેલ તેનું ઉદાહરણ સુંદર છે : “કપાલે માર્જર: પય ઇતિ કરાનું લેઢિ શશિનઃ' વગેરે (મારો અનુવાદ “મુક્તકમંજરીમાં, પૃ. ૨૯ ઉપર). હેમચંદ્રનું ઉદાહરણ છે : “નીલેંદીવરશંક્યા નયનયોર્ બંધૂક–બુદ્ધયાડધરે” વગેરે (મારો અનુવાદ “મુક્તક માધુરીમાં, પૃ. ૭૩, ૭૪ ઉપ૨). ગણપતિ કૃત “માધવાનલ-કામકંદલા–પ્રબંધ'માં આપેલી એક સમસ્યા : ચોરઈ કો ચતુરા–તણાં, આમરણાં સહૂ લીધ, માધવ ! મોતી નાકનું, એક ઊખી દીધી તસ્કરિ લૂટી તાણી, આપા પ્રાણ-પ્રમાણિ, મુત્તાહલ અધરઈં અડિઉં, તે ગુંજાહલ જાણિ” (રાતા હોઠને અડતું મોતી ચણોઠીના ભ્રમે ન લીધું). ૧૨૭ સેતુબંધ Page #153 -------------------------------------------------------------------------- ________________ માતંગીદેવી વિશે – એ સ્તોત્ર વિશે પણ હું કશું જાણતો નથી. કોશમાં દસ મહાવિદ્યા—એટલે કે શિવની શક્તિઓમાંની એક હોવાનું નોંધ્યું છે. ‘વસુદેવહિંડી’ (ગુણાઢયની લુપ્ત ‘બૃહત્કથા’નું જૈન, પ્રાકૃત રૂપાંતર)માં વિદ્યાધરો વિવિધ વિદ્યાઓ (રોહિણી, પ્રજ્ઞપ્તી, ગૌરી વગેરે) સાધીને આકાશગમન, રૂપપરાવર્તન વગેરે શક્તિઓ પ્રાપ્ત કરતા હોવાની ઘણી કથાઓ છે, તેમાં એક માતંગી વિદ્યા છે (અમુક સમય ચાંડાલવેશે રહી સાધવાની) અને એક પરંપરાનું નામ માતંગી—નિકાય છે. સિદ્ધનાથ પરંપરામાં અને તંત્રોમાં માતંગી, સાધનાનું એક અંગ હોય છે, અને ‘ડોંબી', ‘ચાંડાલી'ના અધ્યાત્મપરક અર્થ છે. સ્તોત્રોમાં ‘મહિમ્નઃ સ્તોત્ર’, ભાગવત પુરાણની થોડીક સ્તુતિઓ – એનો મને સહેજસાજ પરિચય છે, પણ ‘સૌંદર્ય લહરી’ વાંચ્યું નથી. તમે જે ઝેરોક્સ–કરેલું લખાણ મોકલ્યું છે, તેમાં શિવદાસની વેતાલપચીશી (વૈતાલ—પંચવિંશતિકા)ની જે કથા આપી છે તેમાં ગરબડ છે. મૂળ કથામાં નાયક પોતાના મિત્રને લઈને પત્નીને પિયરથી લાવવા જતાં વચ્ચે આવેલા શિવાલયમાં દર્શને જાય છે, અને કમળતળાવડી જોઈને, પાછા વળતાં શિવની કમળપૂજા કરવાની પ્રતિજ્ઞા લે છે. પત્નીને લઈ પાછા ફરતાં, એ શિવાલયની કમળતળાવડી સુકાઈ ગઈ તેથી, પોતાની પ્રતિજ્ઞા પૂર્ણ કરવા મસ્તકને કમળ તરીકે વાઢીને ધરે છે. મિત્ર પોતા પર આળ આવશે, જાણી માથું વાઢે છે, અને પત્નીને પછી આત્મહત્યા કરતાં અટકાવી, તેના સતીત્વથી પ્રભાવિત શિવ માથાં ધડને લગાડવાથી બંને સજીવન થશે એવું વરદાન દે છે. પછી ઉતાવળમાં માથાની અદલાબદલી થઈ જાય છે. ટોમસ માનની નવલકથા Transfered Heads' મેં વાંચી છે. તેણે Head (બૌદ્ધિકતા) અને Lady (ભાવસંવેદન, દૈહિકતા) ના વિરોધનું નિરૂપણ કરવા, ઉપર્યુક્ત કથાવસ્તુનો ઉપયોગ કર્યો છે. આપણા એક નાટકકારે (ગિરિશ કર્નાડ) પણ એ વસ્તુનો ઉપયોગ કરી નાટક ‘હયવદન’ નાટક રચ્યું છે. ‘અબોલા'ની તમારી બોલીની પૂર્ણાહૂતિ થઈ તેથી એક ઉપક્રમ પૂરો થયો. — ‘શબ્દપ્રયોગોની પગદંડી'ને હમણાં ન જ અડશો. તમારા મનમાં અનેક શબ્દો—સંદર્ભો ઉભરાય અને માનસિક પરિશ્રમ વધે. તમારે લખાવવાની ટેવ પાડવી જ રહી ઘણો શ્રમ બચી જાય. થોડુંક પછી મઠારી લેવાય : સર્વનાશે સમુત્પન્ને અર્ધ ત્યજવાનું સમાધાન પણ હાથવગું છે. ૧૨૮ સેતુબંધ Page #154 -------------------------------------------------------------------------- ________________ મંડલ'ના એ લખાણમાં કથાનું જે ફ્રોડ_અનુસારી અર્થઘટન છે, તે પશ્ચિમમાં પ્રવર્તતા એક સાહિત્યવિચારના પ્રબળ પ્રવાહનું સૂચક છે. આપણી પુરાણકથાઓ, લોકકથાઓ, પૌરાણિક પાત્રો વગેરેનું ત્યાંના ઘણા વિદગ્ધ વિવેચકો-સંશોધકો ફ્રોડ_અનુસારી મનોવિશ્લેષણીય અર્થઘટન કરતા રહ્યા છે. મારા વાવ્યાપાર' (૧૯૫૪)માં સંગૃહીત કરેલા એક લેખનું ઝેરોક્સ આ સાથે મોકલું છું તેથી “મંડલ'ના લેખકનું વલણ સમજાશે. મેં પણ ઊંધું ઘાલીને લખ્યું રાખ્યું. સ્વાથ્યની ઘટતી સંભાળ રાખશો. - લિ. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૨૯ Page #155 -------------------------------------------------------------------------- ________________ (૮૯) તા. ૨૮ જૂન, '૯૬ નંદિગ્રામ આત્મીય ભાઈ, મુંબઈથી આવીને તરત લખેલો તમારો સ્નેહસભર અને સવિસ્તર પત્ર મળ્યો. આ વખતે મહાનગરે કફની કોથળી નથી બંધાવી એ માટે મોટો પાડ. મારું શરીર જરા ઘવાયું છે. બાથરૂમમાં લપસી જતાં નાનો અકસ્માત થયો, પણ બચી ગયો. તમે “બોલચાલની ભાષાનાં સ્કૂલનો” તથા “નિમાડી મસાણ-ગીતો'ની નકલ મોકલી તે જોઈ ગયો છું. વલસાડ આસપાસ કબીરપંથીઓ મૃત્યુ પ્રસંગે જે ભજનો ગાય છે તેની ઝેરોક્ષ એક ભાઈ આપી ગયા છે. મોકલવી રહી ગઈ તે મારા ગંજેરીના ખલતામાંથી શોધી મોકલીશ. મુનિજીએ મુક્તકનો અનુવાદ કર્યો તેમાં જરાક ફેરફારથી પહેલ પડ્યો છે. મને “સ્ફાટિકી શબ્દ નહોતો ગમ્યો. “સ્ફટિક મણિ તણી તે હાથ માળા ગ્રહેલી’ એમ આરંભ કરી અનુવાદ કર્યો છે. પણ બરાબર જામતું નથી. શબ્દોની અર્થછાયાઓ કયાંય સુધી પથરાતી આવે છે ને પ્રકાશવતી બનતી જાય છે. હમણાં “ગુહ્ય સમાજ તંત્ર લઈને બેઠો છું. તંત્રમાં આવતા આ અર્થો. minted meaning (Mયાર્થ) evident meaning (diel) twilight language (Hot4184191) Nontiwilight language (નસાધ્યભાષા)– આ સંધિપળ પછી પ્રભાસ્વરપ્રકાશ-કોલિક'– Ultimate jense clarifying the clear light’– આમ ભાષા સ્વચ્છ, દીપી બની પ્રકાશ પાથરે ત્યારે અર્થ સરે. આ વિષે, મંત્રોચ્ચાર વિષે કહેવાનું મન થાય છે પણ મનને રોકું છું. wittgenstein ના જીવનચરિત્રમાં ઉલ્લેખ છે કે C.K.Ogden એ I.A.Richards સાથે લખેલું પુસ્તક : The Meaning of Meaning' ભાષાનાં મનોવૈજ્ઞાનિક અને સામાજિક સંદર્ભ પર સારો પ્રકાશ પાથરે છે– તમારા જોવામાં આ પુસ્તક આવ્યું છે ? ત્યાં ક્યાંયથી મળે ? ભ. ભાઈને ફોન કરશો તો તપાસ કરી ગોતી કાઢશે. કદાચ તમારી નજર તળે પસાર થઈ ગયું હશે. અવકાશે લખશો. આપણે વળી પેલા પ્રભાસ્વર તણી નજર નાખીએ. મને લાગે છે એ ભાષા ઇંગિતોની છે. સ્વપ્નમાં આપણે કેટલુંક અનુભવીએ છીએ પણ એ કાં તો બરાબર સમજાતું નથી કે સ્મરણમાં રહેતું નથી. આ હિરેકિલટસનું કથન : “The ૧૩૦ સેતુબંધ Page #156 -------------------------------------------------------------------------- ________________ Lord whose olacle is in Delphimeither Spreaks out nor comcess but gives sign- આ મુદ્રા– Sealed by four seels- ચતુર્મુદ્રયા મુદ્રિતઃ'ની ઓળખ ગુહ્યસમાજ તંત્રમાં સુપેરે આપી છે. પત્ર પૂરો થવા આવ્યો ને વાર્તા અધૂરી રહી. શબ્દો પાછળ ન પડવાની તમારી સલાહ સાચી હતી. પણ બળ્યો જીવ હાથ ન રહ્યો. મૂળે તો આ ચતુર્વિધ વાફ અને પંચ પ્રાણનો ખેલ છે. જુદી જુદી સાધનાપદ્ધતિઓમાં તેના અંકોડા મળે છે. કબીરની વાણીના મૂળિયાં ગુહ્ય–સમાજ સુધી પહોંચે છે. સુનો, પૃથ્વી કા ગુન પાની સોસ્યા પાની અગનિ મિલાવિહિંગે અગનિ પવન મિલિ, પવન ગગન મિલિ, સહજ સમાધિ લગાવિહિંગે પ્રાણ મહીં સલિલ ગચ્છત્ જલ ગચ્છતિ પાવર્ક, પાવકો વાયુમન્વેતિ, વાયુ વિજ્ઞાનમાવિષેતુ વિજ્ઞાન ધોરણાન્વિતાં પ્રભાસ્વરમપ્યાવિ. (ભૂલ ? ભ્રષ્ટ પાઠ ?) અક્ષર માટે માફ. -મકરન્દ સેતુબંધ ૧૩૧ Page #157 -------------------------------------------------------------------------- ________________ મકરન્દભાઈ ૧૩૨ (૯૦) ‘પૃથિવીં સલિલ ગચ્છેત્... આવિશેત્' – એ પ્રમાણે પાઠ હશે. અનુવાદ હંમેશાં ઊણો જ ઊતરે—વધતો કે ઓછો. મૂળ ભાષાના અજાણ માટે થોડુંક ભાતું. તંત્રો ઉપર ઘણું કામ થયું છે – વુડરોફ, ભટ્ટાચાર્ય, Tuci, સ્નેલગ્રોવ, Gnoli વગેરેએ મૂળ પાઠ અને શબ્દાર્થઘટન માટે, ગોપીનાથ કવિરાજ, અગેહાનંદ ભારતી (ક્રોપ્ડ–પ્રભાવિત) વગેરે ઊંડા તાત્પર્ય માટે, વગેરે તમે તો જાણતા જ હો. ‘સંધાભાષા’ વિશે ઊહાપોહ્ થયેલ છે. મતભેદો છે, પણ વિધુશેખર ભટ્ટાચાર્ય અને પ્રબોધચંદ્ર બાગચીનો મત મને સાચો લાગે છે – ગૂઢાર્થ, દ્વિઅર્થી ભાષા. પછીથી ‘સંધા'નો અર્થ ન સમજાતા ‘સંધ્યા—ભાષા’ પ્રયોગ પ્રચલિત થયા. ચર્યા– સાહિત્યના સંદર્ભની નકલ જાણ માટે મોકલી આપીશ. પણ તેમાં હમણાં ન પડશો. બે પુસ્તકનાં નામો પણ ધ્યાનમાં આવ્યાં મેં જોયાં નથી. (૧) Trends of Lingvistic Analysis in Indian Philosophy (રિમોહન ઝા, ૧૯૮૧), (૨) Significance of the Tantric Tradition (કમલાકર મિશ્ર, ૧૯૮૧). આય. એ. રિચર્ડઝનું Meaning of Meaning આપણે માટે કામનું નથી. તેમાં Behaviorsit પરંપરા અનુસાર સ્થૂળ અર્થ વિચાર જ છે. તમે વખત ન વેડફશો. તમે ‘પૃથિવીં સલિલ ગચ્છે' ને કબીર સાથે સાંધી દીધું એ આપણી અતૂટ પરંપરા અને તમારી સમન્વય દૃષ્ટિ વ્યક્ત કરે છે. હવે સ્વાસ્થ્ય કેમ છે ? મને થોડીક કફની અસર રહે છે, પણ દવા—દાકતરની જરૂર નથી પડતી, અને કામકાજ થતું રહે છે. અમદાવાદ તા. ૧૫-૭-૯૬ લિ. હ.ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #158 -------------------------------------------------------------------------- ________________ (૯૧) તા. ૧૯-૭–૯૬ નંદિગ્રામ આત્મીય ભાઈ, “બોલચાલની ભાષાનાં અલનો'ની xerox નકલ મળી. આવાં કેટલાંક સ્મલનો કાને પડ્યાં તે સાંભળ્યાં. એક વાર મારા નાના ભાણેજ અખિલે મને પૂછ્યું કે “મ.મામા, તમે કુદકુંદાચાર્યનું કાંઈ વાંચ્યું છે ?” મેં એટલું જ કહ્યું કે “અનુસ્વારને જરા આગળ લઈ જા તો મને ગમશે.” બીજું સ્મરણ તો હાસ્યાસ્પદ છે એટલું જ કરુણ છે. એક મહાત્માને મળવાનું મને મિત્રો વારંવાર કહેતા. એ મહાત્માને બધાં બાપુજી કહેતાં. બાપુજી મહાજ્ઞાની છે અને તેમની પાસેથી ઘણું નવું જાણવાનું મળે છે એમ તે સૌ કહેતાં. એક દિવસ મને બાપુજી પાસે લઈ ગયા. બાપુજીએ પૂછયું : “કંઈ જાણો છો ? કાંઈ અનુભવ ?” મેં કહ્યું : આપની પાસેથી જાણવા આવ્યો છું. ” બાપુજી કહે : “શંકુતલા કેવી રીતે પ્રગટી હતી? બોલો !” હું વિચારમાં પડી ગયો. મેં કહ્યું : “બાપુજી, શંકુતલા નહીં, શકુંતલા.” બાપુજી કહે : “ખોટું. એ....એ..... વિશ્વામિત્રે શંકુ માર્યું અને તલ ફાડીને નીકળ્યું તે જ શંકુતલા, કુંડલિની.” મારે શું વધારે કહેવાનું હોય ? પગે લાગીને ચાલ્યો આવ્યો. બોલચાલમાં શબ્દો-અક્ષરો આડા અવળા થઈ જાય તે સ્વાભાવિક છે પણ ગુરુમહારાજો આવા અનર્થો કરે છે એથી ગ્લાનિ થાય છે. આ સાથે “ડો. પૂનર કટિંગ મોકલું છું. આ પૂરિઝમ્સ વાંચીને તમને મજા પડશે. આજે તમારો ૧૫–૭–૯૬નો પત્ર મળ્યો. ગુહ્યસમાજતંત્રમાં સાધના વિશે કેટલીક માહિતી છે. તે છેક લોકસંતોની વાણી સાથે મળતી આવે છે. એનાં મૂળ વળી વેદ સુધી જાય છે. થોડા દિવસ પછી ભરતભાઈ આવશે ત્યારે એની ખેડ કરીશું. કફની અસરમાંથી તદ્દન મુક્ત થઈ જશો. શરદીના હુમલામાંથી હું બહાર આવી રહ્યો છું. કુશળતા ચાહું છું. સેતુબંધ ૧૩૩ Page #159 -------------------------------------------------------------------------- ________________ થોડી ચખણી : ન્યાય-નિષ્ફર, તર્ક-કર્કશ, કાવ્ય-કોમલ હે સખા ! યમ–નિયામક, દૃષ્ટિદાયક, પ્રિય રસોઈલ હે સખા ! વીજ–ઘાતક, વજ–ઘોષક, પ્રાણ-પોષક હે સખા ! અજિત બલધર, અમિત જલધર, તૃષિત તોષક હે સખા ! અઘટ ઘાટ, અફાટ રણ સમ, કુંજવન મમ હે સખા ! અગ્નિ–ચંદન, કૌંચ—કંદન, વિષમ સંગમ હે સખા ! ક્ષણ ક્ષણ મરણ, અમૃત–વરણ, તવ કર નિરંતર હે સખા ! અતિ વિકટ પથમાં નિકટ મુજ, સહજ સુંદર હે સખા ! સુભગ સ્મરણે, વિમલ ચરણે, જન્મ-મરણે હે સખા ! આનંદમય, મકરંદ લય, તવ જય પ્રસરણે હે સખા ! આ પત્ર વિનોદભાઈ મેઘાણી આવ્યા તેમની પાસે લખાવ્યો છે. એ મારે મન પુત્રવત્ છે. એટલે મહેનતથી બચવાનો આનંદ અને મહેનત કરાવ્યાની ગ્લાનિ વ. થી મુક્ત. તમે પણ મુક્ત મને વાંચજો. મારા અક્ષરો ખરાબથી ખરાબ થવા ભણી દોડે છે. -મકરન્દ્ર ૧૩૪ સેતુબંધ Page #160 -------------------------------------------------------------------------- ________________ (૯૨) મકરંદભાઈ, ‘શંકુતલા’ને મળતું, ‘પ્રિયવંદા’ : રસિકલાલ પરીખે, મારી સ્મૃતિ ઠીક હોય તો, ‘કડવો વંદો' નામે વાર્તા આ ઉચ્ચારદોષનો ઉપયોગ કરીને લખેલી. પહેલા અક્ષ૨માં અકાર હોય અને બીજો અક્ષર અનુસ્વારવાળો હોય તેવા ચારપાંચ અક્ષરના દીર્ધાંત શબ્દો ચાલુ ગુજરાતી ઉચ્ચારણ—ટેવોને કાંઈક પ્રતિકૂળ હોઈને સંસ્કૃતમાંથી લીધેલા તેવા શબ્દોમાં ‘પ્રાકૃત’ જન અનુસ્વારને પહેલા કે પછીના અક્ષર પર ખસેડે છે. ડો. સ્પૂનર વિશે તે વેળા મેં લેખ વાંચ્યો હતો અને થોડાક સ્પૂનરિઝમ નોંધી રાખ્યાં હતાં. તમે જે કાતરણ મોકલ્યું છે, તેમાં ‘You have deliberately tasted a worm' ની પછીનું વાક્ય છે ‘You should live the city by the town drain(< down train). સરદારજીને નામે ટૂચકા ચડતા હોય છે, તેમ ડૉ. સ્પૂનરનો નામે પણ નવનવા ટૂચકા ચડેલા છે. તમે ‘ગુરુમહારાજો’ વિશે લખ્યું તે તો આપણે જાણીએ છીએ તેમ ‘અજ્ઞાનેનાવૃતં જ્ઞાનમ્' (આત્મજ્ઞાનની વાત તો દૂર રહી, સ્થૂળ જ્ઞાન પણ). તમે પ્રસાદિત કરેલી રચનાઓમાં લયરચના અને પ્રાસરચના રમણીય છે. રચનાઓમાં ભાવ અને ભાવાવસ્થા અનુસાર કોઈ એકબે તત્ત્વ રાજાપાઠ ભજવતાં હોય છે. સેતુબંધ મારા અક્ષરો ગરબડયા હતા અને હજીય છે, તેમાંથી જો નિરાંતે લખું તો, સુધરવા તરફ વળ્યા છે પણ લંકા લૂંટાઈ જાય છે એવી તોળાતી ઉતાવળમાંથી ક્વચિત જ છુટાય છે. તમને વિનોદભાઈ મેઘાણી હવે સહાયમાં છે, તેથી લેખન શ્રમમાંથી રાહત ખરી, પણ આ સગવડથી માનસિક શ્રમ લક્ષ્મણરેખા ન ઓળંગે તે જોશો. પ્રદ્યુમ્નસૂરિજીના પત્રમાં છે કે તમે ‘ચંદ્રલેખાવિજય’નું ગુજરાતી કરવા કે કરાવવા એમને સૂચવ્યું છે. પણ માંડ ૨૦–૨૫ નકલ ખપે. થોડાક વધારે એ વાંચે. મેં તેમને વિકલ્પ સૂચવ્યો છે : પસંદ કરેલા અંશોનો અનુવાદ ભજવવાનો પ્રબંધ કરવો. સોલંકીકાળ અને પછી પણ આપણે ત્યાં લખાયેલાં સંસ્કૃત નાટકો તે વેળા ભજવાયાં હતાં. ત્યારે અનુવાદ કરીને તો ભજવીએ. મૂળે તો ભજવાય તો જ નાટક. અમદાવાદ તા. ૪-૮–૯૬ ૧૩૫ Page #161 -------------------------------------------------------------------------- ________________ મુંબઈના દેવાંગના દેસાઈનું પુસ્તક The Religious Imagery of Khajuraho હમણાં આવ્યું. સારો વિદ્યાકીય પરિશ્રમ કર્યો છે. શૃંગારિક શિલ્પોને વર્તમાન રુચિ અનુસાર, જે ચગાવવામાં આવ્યાં છે, તે એકાંગિતાને સુધારીને, ત્રણચાર દેવાલયોની ધાર્મિક પ્રતિમાઓનું સવિસ્તર અધ્યયન રજૂ કર્યું છે. આશીત દેસાઈ અને તેમના સાથીદારો વડે નરસિંહ મહેતાને નામે કેટલાંક લોકપ્રચલિત પદોની ત્રણ કેસેટ પ્રકાશિત કરાઈ છે. પરંપરા જાળવતા ઢાળો, શબ્દશુદ્ધિ અને ઉચ્ચારશુદ્ધિની ખેવના રાખી મધુરકંઠે અને અનુરૂપ વાદ્યસંગીત સાથે રજૂ થયાં હોઈને, આથી નરસૈયાને શ્રોતાસુલભ કરવાનો એક સરસ પ્રયાસ થયો છે. અહીં ભાઈ યજ્ઞેશ દવે મળ્યા હતા– ગઈ કાલે. તમારી વાતચીતનું ધ્વનિમુદ્રણ કરવાના એક અકસ્માત્ નિષ્ફળ પ્રયાસની વાત કરી. ફરીથી, જો મકરંદભાઈ સંમત થાય તો બને તે નોંધી લેવાની ઈચ્છા રાખે છે, કુંદનિકાબહેન, વિનોદભાઈ અને તમારી સમિતિ જો, જ્યારે અને જેટલી મંજૂરી આપે તે પ્રમાણે કરવા મેં સલાહ આપી છે. કુશળતા ચાહું છું. હ. ભાયાણીના નમસ્કાર ૧૩૬ સેતુબંધ Page #162 -------------------------------------------------------------------------- ________________ (૯૩) અમદાવાદ તા. ૧૭–૮–૯૬ મકન્દભાઈ, “કર્ણિકા'માં તમારા આશીર્વચનમાં જે કબીરની પંક્તિઓ ઉતારી છે– નયનન કી ઝાંઈ બને' તે તો અદ્ભુત ! ભલે એ ગેબી શબદ હોય, પણ કાવ્યનાં શબદમાં પણ એનો સ્પર્શ હોય જ. એક જૈન પ્રાકૃત ચરિતકાવ્યમાં નીચેની ગાથા વાંચી – ઉ—ક્ષા નવીન જલનિહિ–જલ–દ્રોણીએ, સૂરો અસ્થમણ–સમય–સંપત્તો જીવાણમાઉ–મિણણી, ઘડિયા મુક્કા વ પડિહાઇ” અસ્તકાળે જળનિધિની જળ–દ્રણીમાં ઊતરતો સૂરજ પ્રાણીઓના આયુષ્યને માપતી શીરા–ઘડી જેવો દીસે છે. કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર ૧. પીયૂષ પંડ્યાનો કાવ્યસંગ્રહ. સેતુબંધ ૧૩૭ Page #163 -------------------------------------------------------------------------- ________________ (૯૪) મકરન્દ્રભાઈ, “નયનન કી ઝાંય બને’ એ કબીરની નહીં પણ ‘કબીરિયા' રચના છે~ કબીરની ચેતનાનો તમારામાં થયેલો ચમકારો છે જાણી, બેવડો આનંદ થયો. નોર્વેના એક વિદ્વાને સિદ્ધનાથ પરંપરાનાં ‘ચર્ચાપદો' ચર્યાગીતિ ઉપર ઘણા પરિશ્રમથી કામ કર્યું છે— મૂળ પાઠ, તેની મુનિદત્તની સંસ્કૃત ટીકા, તેનો તિબ્બત્તી ભાષામાં અનુવાદ, ‘ચર્ચાપદોનો અંગ્રેજી અનુવાદ– તે સાથે મુનિદત્તનું સવિસ્તર અધ્યાત્મ—પક અર્થઘટન, અત્યાર સુધી ૮૮ વર્ષમાં જે જે બંગાળી, વિદેશી ૫૦ વિદ્વાનોએ ચર્યાપદો પર કામ કર્યું, તેનો નામનિર્દેશ સાથે ઉપયોગ— આ બધું રોમન લિપિમાં. પેરિસના એક અધ્યાપક–મિત્રની સ્નેહકૃપાથી પુસ્તક મળ્યું– બેંગકોકથી પ્રકાશિત, હાથમાં ક્યાંથી આવે ? ‘હું વચ્ચે વચ્ચે તેના ૫૨ થોડુંક કામ કરું છું. ૪૬મી ચર્યાગીતિ જયનંદી—પાદના નામાંકન વાળી છે. તેમાં મોહ—વિમુક્કા જઈ મણા તબે તુżઈ અવણા—ગમણા ૧૩૮ ― નઉ દાઝઈ, નઉ તિમ્મઇ, ન છિજ્જઇ પેખુ માયા—મોહે વિંલ વિલ બઝ઼ઈ આમાં ‘નૈનં છિંદતિ શસ્ત્રાણિ, નૈનં દહિત— ન ક્લેયિત'. એ ‘ભગવદ્ગીતાનાં વચનોનો જ પડઘો છે. ‘તિમ્મઈ’ = ‘ભીંજાય’. ‘બજઈ’== બંધાય. સૌ કુશળ હશો. અમદાવાદ તા. ૩૧-૮-૯૬ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #164 -------------------------------------------------------------------------- ________________ મકરન્દભાઈ, તંત્રમાંથી ઉત્કૃતઃ (૯૫) સહજયાની બૌદ્ધ ‘ચર્યાગીતિ'ની મુનિદત્તની સંસ્કૃત ટીકામાં કોઈક સ્થૂલ શબ્દમયં પ્રાણુઃ સૂક્ષ્મ ચિન્તામયં તથા । ચિન્તયા રહિત યત્ ત ્ યોગિનાં પદમવ્યયમ્ ॥ ૧‘પ્રતિરૂપ’ વિશે રમણભાઈએ ‘ફોન ઉપર સમાચાર આપ્યા. કુશળ ? હ. ૧. મકરન્દ દવેના કાવ્યાનુવાદોનો સંગ્રહ. સેતુબંધ અમદાવાદ તા. ૧૦-૯-૯૬ ૧૩૯ Page #165 -------------------------------------------------------------------------- ________________ (૯૬) આત્મીય ભાઈ, આ પત્રને ભરતભાઈના સ્વચ્છ, સુઘડ અક્ષરોનો લાભ મળે છે એટલે આપણે બેય કોઢે સુખ. મારે લંગડાતી કલમે બગડતા જતા અક્ષરો પાડવા મટ્યા, અને તમારે વાંચવાની તકલીફ નહીં. તમારાં બંને પોસ્ટકાર્ડ મળ્યાં. તે પહેલાં તારાની શિલ્પકૃતિની ઝેરોક્સ નકલ પણ મળી હતી. આજે અનુસંધાન મળ્યું. તમે ચર્યાગીતિમાંથી સિદ્ધયોગીના શબ્દની વાત કરી છે. પ્રબોધચંદ્ર બાગચી અને શાંતિભિક્ષુ શાસ્રીએ સંપાદન કરેલ “ચર્યાગીતિ-કોશ” મારી પાસે છે. એમાં મુનિદત્તની સંસ્કૃત ટીકા પણ છે. એમાં કેટલાંક પદોની સંસ્કૃત છાયા અને ટીકા મારા મનમાં બેસતાં નથી. ખાસ કરીને કાન્હપાદનાં પદો વિશે મારે લખવું છે. કોઈવાર નિરાંતે વાત. કાન્હાપાદ વિશે વધારે જાણવું છે. બૌદ્ધ ગણાતા ચર્યાપદમાં પણ એ પોતાને “કાપાલિ જોઈ લાગ’” કહે છે. (ચર્યાપદ નં. ૧૦) એક જગ્યાએ એ પોતાને જાલંધ૨પાદના શિષ્ય પણ કહે છે. તો કાન્હપા અને કાનીફનાથ બન્ને એક ? ૧૪૦ તા. ૨૦૯૯૬ નંદિગ્રામ ** તમે સિદ્ધયોગીની વાત કરી, વળી તારાનું ચિત્ર મોકલ્યું એટલે અમારાં કંકુમા, લાધીમા ને પુરીમાં કહેતાં : “મેં કું છેં ભૈ, ઑણી કોર્ય જાતાંજાતાં આણીકોર્ય શ્યું હાલ્યા ?'' કહેવાનું એટલું જ કે ભાષાની ઉપાસના કરતાં કરતાં દેવીની ઉપાસના કરવાનું મન તો નથી થયું ને ? એવું હોય તો બેફિકર લખજો. આપણી પાસે એની હોલસોલ એજન્સી છે. તમારે બામણિયા, બૌદ્ધા, જૈનિયા, તિબેટી કે ચીની જેવી જોઈતી હોય એનો ઓડર કરજો. હમણાં મંજુશ્રી બોધિસત્ત્વ આવી પહોંચ્યા છે. એક મિત્રે તેની મૂર્તિ આપી છે. વડોદરા મ્યુઝિયમમાં ૮મા-૯મા સૈકાની મૂર્તિની આ પ્રતિકૃતિ છે. એમના આગમન પછી મંજુશ્રી વિષે અભ્યાસ અને ઉપાસનાનું ચક્ર ચાલ્યું. મંજુશ્રીની એક મૂર્તિમાં ગણપતિ અને વિષ્ણુ પણ સાથે દર્શાવ્યા છે. બૌદ્ધ પરંપરામાં મંજુશ્રી ‘મંજુઘોષ બોધિસત્ત્વ' કહેવાય છે, અને શૈવ પરંપરામાં ‘મંજુઘોષ ભૈરવ’ સેતુબંધ Page #166 -------------------------------------------------------------------------- ________________ પણ છે. આની ઉપાસના વખતે એક જોગાનુજોગ એવો બન્યો કે મંજુશ્રીના એક અનન્ય ઉપાસક સાધકનો પરિચય થયો. આવા આગમનની સૂચના મને અગાઉથી મળી હતી. એ સાધક જાતે મુસ્લિમ છે, ઉપાસનાએ બૌદ્ધ છે. તેમના ગુરુ તિબેટન લામા છે; જે તુલ્ક એટલે કે જાતિસ્મર ગણાય છે. બહુશ્રુત વિદ્વાન તેમ જ સાધક છે. અત્યારે જર્મનીમાં છે. મને મળ્યા તે સાધક ભાઈ અબ્દુલ અઝીઝે કહ્યું કે એ તેમને અહીં તેડી લાવશે. એ અહીં આવે ત્યારે તમે આવી શકો ખરા ? હું આગળથી જણાવીશ. રેડિયોવાળા રેકોર્ડિંગ કરી ગયા. કટકે કટકે કરીને પાંચેક ક્લાકની ટેપ થઈ. યજ્ઞેશ દવે તમને યાદ કરતા હતા. મુલાકાત જવાહર બક્ષીએ લીધી. જવાહરે કહ્યું કે તેણે તમને નરસિંહ મહેતાનાં પદોની કેસેટો આપી છે. એમાંના (એમાંના એટલે કે કેસેટો સાથે આપેલી ટચુકડી પુસ્તિકાઓમાંના) પાઠના અમુક શબ્દો વિશે પ્રશ્ન થાય છે. “ગોરી તારે ત્રાજુડે રે....' એ પદની બીજી કડીમાં “ગોફણે ઘૂઘરી ઘમકે રે...' છે ‘ગોફણે’ બરાબર છે ? ભરતભાઈ કહે છે કે કદાચ ‘ઘૂંટણે’ તો નહીં હોય ? મારાં ઘૂંટણ હજુ ડૂબતાં નથી; તમને શું કળાય છે ? આવું જ ‘વારી જાઉં રે સુંદર શ્યામ તમારા લટકાને... ...” પદમાં ત્રીજી કડીમાં ‘ઉઠ કદંબ અવની માગી' લખ્યું છે– ત્યાં ‘ઊંઠ કદમ’ કહેતાં ઊંઠ=સાડાત્રણ પગલાં— એમ હશે ? વિષ્ણુએ સાડાત્રણ પગલાં ધરતી માગી ત્રણ પગલામાં ત્રણે લોક માપી લીધા અને અર્ધો બલિરાજને માથે મૂક્યો, એને પાતાળ ચાંપ્યો એવી કથા છે. આપણે ત્યાં ‘ઊંઠાં ભણાવવાં' એવી કહેવત છે તેનું મૂળ વિષ્ણુએ બલિને છેતર્યો એમાં તો નહીં હોય ને ! અવકાશે લખશો. અનુસંધાન માં કુલિંગ વિશેની નોંધ વાંચી. મારે વિશે તો તમારો ઢાઈ અચ્છરનો પ્રેમ જ વાંચું છું. “બાકી કે સબ બાદ.” ચંદ્રભાલ ત્રિપાઠી વિશેની અવસાન નોંધ પણ વાંચી. એ એકવાર અહીં આવ્યા હતા. ગાયત્રી ઉપાસનામાં ડૂબી જવાની વાત કરતા હતા. પછી મળવાનું થયું નહીં. ભરતભાઈની લેખણનો સહારો છે એટલે મારી લૂલી અટકવાનું નામ લેતી નથી. ભરતભાઈ કહે છે કે તમતમારે લખાવો. પણ અત્યારે થોડોક પોરો ખાઉં. સેતુબંધ પોરો ખાઈને ૨૧મીએ સવારે પછી કાન્હપ્પા વિશે વાંચી ગયો. એક પદમાં તે કહે છે : સાવિ રિવ ૧૪૧ Page #167 -------------------------------------------------------------------------- ________________ નાનં—િપાઈ | પgિ 7 હે મf ઑડિમાવા રૂદ્દા (હિન્દી કાવ્યધારારાહુલ સાંકૃત્યાયન, પા.૧પર) એટલે કાન્હપ્પા અને કાનીફના ગુરુ એક લાગે છે. એક ગોરખનાથ સિવાય મત્યેન્દ્ર અને કાનીફનું નામ શૈવ તેમ જ બૌદ્ધ સિદ્ધોમાં સ્થાન પામ્યું છે. “ચર્યાગીતિકોશ” (પાનું ૩૦) પદ સંખ્યા ૯ માં કડી (૨) નીચે મુજબ છે : जिम जिम करिणा करिणिरे रिसअ । तिम तिम तथता मअगल वरिसअ ॥२॥ આની સંસ્કૃત છાયા મુનિદત્તે નીચે મુજબ આપી છે : यथा यथा करी करिणी करिण्यै वा ईर्ध्यति । तथा तथा तथतां मदकलः वर्षति ॥२॥ અને તેની ટીકામાં વિખ્યામીષ્યમવું વતિ લખ્યું છે– આ ‘ઈર્ષામદ એટલે શું એવો સવાલ મનમાં થાય છે. એ જ પદમાં કડી ૩ આમ છે : छढगइ सअल सहावे सूध । भावाभाव वलाग न छुध ।।३।। જેની સંસ્કૃત છાયા નીચે મુજબ આપી છે : षड्गतयः सकलाः स्वभावे शुद्धाः । भावाभावौ वालाग्रं नाशुद्धौ ॥३॥ - અહીં સૂધ એટલે Purity શુદ્ધ = નિર્મળ, શુચિતા એટલું જ કહેવાનું હોય તેમ લાગતું નથી – નિર્મળતા, શુચિતા તો સાધનાની પ્રાથમિક તબક્કાની પાયારૂપ ભૂમિકા છે. અહીં મૂધ એ Awareness ના અર્થમાં લેવાથી કડીનો અર્થ વધારે ખૂલતો જણાય છે. સૂધબુધ, સાનભાન, એમ લઈએ તો અહીં Complete awareness નો નિર્દેશ જોઈ શકાય છે. યોગી જ્યારે સરાવે – સ્વભાવમાં રમમાણ હોય છે ત્યારે પગતિએ – ટીકામાં આપ્યું છે તેમ અંડજા, જરાયા વગેરે યોનિઓમાં ગતિ એમ નહીં પણ જેને ષડરિપુ તરીકે ઓળખીએ છીએ તેવી મનની છ નિમ્નગતિઓ– તેને સ્પર્શી શકતી નથી. ઉપરાંત આ ૧૪૨ સેતુબંધ Page #168 -------------------------------------------------------------------------- ________________ પદમાં નલિનીવનનો ઉલ્લેખ ધ્રુવપદ કડીમાં આવે છે તેમાં પર્યક્રભેદન પણ જોઈ શકાય. ન છૂધ માં સ્પર્શતીત કે અસ્પૃશ્ય-યોગનો નિર્દેશ જણાય છે. મનને ખ–મન કરવું, અ-મન કરવું એવી સિદ્ધોની અસ્પર્ય યોગની સાધનાનું આ પદમાં નિરૂપણ થયું લાગે છે. સરહપાની વાણી યાદ આવે છે : सर्व रूप तहें ख-सम करीजै । ख-सम स्वभावे मनहँ करीजै । सो भी मन तहँ अ-मन करीजै । सहज स्वभावे सो पर कीजै । (હિન્દી વ્યધારા–ાદુલ સત્યાયન પાનું ૨૩) કાન્હપ્પા અને કાપાલિક સંપ્રદાય તેમ જ મંજુશ્રી અને તેના મહાન ઉપાસક તિબેટન યોગી સાંખપા વિશે વધુ જાણવાની ઇચ્છા છે. “મંજુશ્રી મૂલકલ્પ” મેં મગાવ્યું છે. અભ્યાસની સાથે સાથે મન સાધનામાં ડૂબકી નથી મારતું તો મજા નથી આવતી. આ પત્ર પત્રિકા તો થઈ ગયો છે પણ નિગ્રંથની વાતો કરતાં કરતાં ગ્રંથ બની જાય એવી ભીતિ છે. એટલે બસ કરું. ટપાલ કે આંગડિયું નથી કરતા – એક મિત્ર અમદાવાદથી આવવાના છે થોડા દિવસમાં તેમની સાથે મોકલાવીશ. આ સાથે “પ્રતિરૂપ”ની નકલ મોકલું છું. મારું ગાડું ઠીકઠીક ચાલે છે. તમારી તબિયત સારી હશે. છેલ્લે ભરતભાઈનો ટહુકો સાંભળી લો. સ્નેહ, -મકરન્દ્ર ઘૂંટે ઘૂંટ પીને રાજી રે'જો જી, ટહુકે ટહુકે પ્રણામ મારા લેજો જી ! લિ. પ્યાલા-રકાબી ખખડાવતો કીટલીનો છોકરો સેતુબંધ ૧૪૩ Page #169 -------------------------------------------------------------------------- ________________ (૯૭) મકરન્દભાઈ, ભરતભાઈએ જ્ઞાનગંગા વહેતી કરવાનું મારે માટે ‘ભગીરથ’ કાર્ય કર્યું છે – કરે છે. અમદાવાદ તા. ૨૮–૯૮૬ તારાનાથને આધારે શરશ્ચંદ્ર દાસે સિદ્ધચરિત્રો (તિબ્બત્તીમાં) પ્રસિદ્ધ કર્યાં હતાં. ગ્રેંડપેડેલે તેનો જર્મન અનુવાદ ૧૯૧૪માં તન્નુરને આધારે ૮૪ સિદ્ધોનાં ચરિત્ર ઝુંડપાડેલે ૧૯૧૬માં. સાંકૃત્યાયને તે ઉપરાંત બીજા એક તિબ્બત્તી મૂળ સ્રોતને આધારે, અને નામાનુસ્મળ ને આધારે સિદ્ધોની સૂચિ ‘દોહાકોશ’માં આપી છે. સ્પિડે ૮૫ સિદ્ધોના મૂર્તિવિધાનની ચર્ચા ૧૯૫૮માં પ્રકાશિત એક ગ્રંથમાં કરી છે. ‘વર્ણરત્નાકર’માં ૭૬ સિદ્ધોની સૂચિ છે. નાથપંથીઓ અને સિદ્ધોની સૂચિઓમાં કેટલાંક સમાન નામો છે. મĂદ્રનાથ વગેરે સિદ્ધોની પૂર્વાપરતા, સમય, વગેરે અંગે ઘણો મતભેદ છે. ચર્યાગીતિની મુનિદત્તની સંસ્કૃત ટીકાનો તથા તેના તિબ્બત્તી અનુવાદનો મોંગોલિયાઈ ભાષામાં પણ અનુવાદ થયાનું Per Knaernl એ નોંધ્યું છે. તમે દેવી—ઉપાસનાની વાત કરી. મારી દૂરાસના જ રહી છે. મુનિદત્તે ટાંક્યું છે : સ્થૂલં શબ્દમયં પ્રાણુઃ સૂક્ષ્મ ચિન્તામાં તથા ચિન્તયા રહિત યત્તત્ યોગિનાં પદમવ્યયમ્ ॥ અમે બધા સ્કૂલમાં. નેપલ્સથી ફેબ્રિઝિડયા બાલ્ડિટસેરા નવરાત્રમાં રાજઘરાણામાં થતી ચામુંડાપૂજા (જોધપુરમાં અને જયપુરમાં) જોવા આવવાનું જણાવે છે. ‘ગણગોર'નો રાજસ્થાનનો ઉત્સવ જોવા એ બહેન આવ્યાં હતાં. ભારતીય દેવીપૂજા પર સંશોધન–પ્રોજેક્ટ લીધો છે. ભાઈ અબ્દુલ અઝીઝ તેમના ગુરુને નંદિગ્રામ લઈ આવે ત્યારે તમે આગળથી જણાવશો તો બનતાં સુધી હું ત્યાં આવવાનું ગોઠવીશ. ગોફણો ગોફણી વગેરે =(૧) સ્રીઓનું માથાનું એક ઘરેણું, શીસફૂલ, (૨) અંબોડે લટકતું એક ઘરેણું. (ભૃગુકો.) ૧૪૪ સેતુબંધ Page #170 -------------------------------------------------------------------------- ________________ ઊઠ કદમ” જ જોઈએ. “ઊઠ હાથનો હું જે ઘડ્યો (અખો), “ઊઠ હાથનું દેવળ' વગેરે. પછીથી સાનુનાસિક “ઊંડું–‘ઊંઠાં'ન્યું. અર્ધચતુર્થ”, “પ્રા. અદ્ધક', “આહુઢ' વગેરે. તમે “કુલિંગ' વિશે જે લખ્યું હતું, તેનો પ્રતીકાત્મક અર્થ ઘટાવવાની શક્યતાની જાણ વાચકોને થાય એ જરૂરી છે. દુલિ દુહિ પિટા ધરણ ન જાઈ” એ બીજી ચર્યાગીતિની પહેલી પંક્તિમાં કાચબાનું પ્રતીક મુક્યુરિપાકે યોર્યું છે. મારી કલ્પના પ્રમાણે ચર્યાગીતિ ૯, કડી ૨ નું મૂળ સ્વરૂપ : જિવૅ જિર્વે કરિણી કરિણિયે રીસાઈ | તિવૅ તિવૅ તથતા–મઅગલુ વરિસાઈ // રીસઈ રિસાય છે. સં.માં “રુષ્યતિ' (આપણું ‘રૂસણું') અને “રિષ્યતિ' બને છે. મુનિદત્તની પાસે ફુલ એવો પાઠ હોય તો જ ર્થતિ એવી છાયા થાય. ત્રીજી કડી : छग्गइ सअल सहावें सुद्धा । भावाभाव वालग्गु ण छुद्धा ॥ બીજા ચરણમાં પાઠાંતર ફૂધ (8છુદ્ધ =ક્ષુબ્ધ) છે. મુનિદત્તની પાસે દૂધ એવો પાઠ હોય. તમે જે અર્થઘટન (મુનિદાને અનુસરીને) કર્યું છે તે યોગીને અનુલક્ષીને છે. શબ્દરચના ઉપરથી એવું લાગે છે કે “યોગદષ્ટિએ જોતાં ષડગતિ પણ સ્વભાવે શુદ્ધ છે. ભાવ-અભાવથી (યોગી) વાલાગ્ર–માત્ર ક્ષુબ્ધ થતો નથી– કાંઈક એવો ભાવ હોય. - શહિદુલ્લાનું કૃષ્ણપાદના દોહાકોશનું સંપાદન તમારી પાસે હોય તો વિનોદભાઈ કે ભરતભાઈને કહીં ઝેરોક્સ કરાવીને મને મોકલજો. ચર્યાગીતિના મૂળ પાઠનું મારી ધારણા પ્રમાણે પુનર્ઘટન હું વચ્ચે વચ્ચે કરું છું. કેટલીક શબ્દ અને અર્થની ગૂંચો ઊકલે છે. આધુનિક વિદ્વાનોએ છંદને અવગણ્યો છે, અને મૌખિક તેમજ લિખિત પાઠપરંપરા, લોકપ્રિયતાને કારણે ગરબડવાળી, ભ્રષ્ટ કેઉત્તરકાલીન (બંગાળી, મૈથિલી આદિ) ભાષા-પ્રભાવ વાળી છે, (મીરાં-નરસિંહ વ. સંતોની રચનાઓની જેમ). સેતુબંધ ૧ ૪૫ Page #171 -------------------------------------------------------------------------- ________________ ‘પ્રતિરૂપ’ મળતાં પહેલાં પહોંચ અને પછી જે આસ્વાદીશ તે વિશે. થોડાંક કફશરદી રહે છે, પણ એ વ્યાધિ ઉપાધિ થાય તેટલો હાલ નથી. તમારી રચનાઓનો પ્રવાહ હમણાં વેગે વહેતો થયો જોઉં છું. ચા પીતાં ક્વચિત્ ભરતભાઈને યાદ કરું છું. હ. ભાયાણીના નમસ્કાર ૧૪૬ સેતુબંધ Page #172 -------------------------------------------------------------------------- ________________ (૯૮) અમદાવાદ તા. ૧૦–૧–૯૬ મકરન્દભાઈ, આ તો માત્ર “પ્રતિરૂપની પહોંચનો અને ભરતભાઈ પાસેથી જે “વાચિક તમારા વિશે જાણી લીધું તેનો પુત્ર છે. હવે આસ્વાદ લીધા પછી પાછું લખીશ. હવે “અનુરૂપ' ક્યારે આવે છે ? હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૪૭ Page #173 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, ૧૪૮ (૯૯) આ આવ્યું ‘અનુરૂપ’ મુક્તક : અપરૂપ એણે પાત્ર માટીનું ધર્યું અનુરૂપ એમાં ભાવથી ગોરસ ભર્યું પણ હાય, મેં પીધું ન અમૃત પિંડનું ને સહજ સુખરૂપને કુરૂપ કર્યું. નંદિગ્રામ તા. ૧૪-૧૦૯૬ -મકરન્દ સેતુબંધ Page #174 -------------------------------------------------------------------------- ________________ (૧૦૦) મકરન્દ્રભાઈ, એક મુક્તક તો appetizer જ થાય. અમારે તો ‘પ્રતિરૂપ’ જેવો બીજો સંગ્રહ ‘અનુરૂપ’ જોઈએ. સેતુબંધ સરહના ‘દોહાકોશ'ની અને સિદ્ધોની ‘ચર્યાગીતિ'ની મારી ધારણા પ્રમાણેની પાઠશુદ્ધિ લગભગ પૂરી કરી છે. છપાવવાનો પ્રબંધ પણ કરી રહ્યો છું. હ. ભાયાણીના નમસ્કાર અમદાવાદ તા. ૧૯–૧૦૯૬ ૧૪૯ Page #175 -------------------------------------------------------------------------- ________________ (૧૦૧) આત્મીય ભાઈ, મારું કાર્ડ મળી ગયું હશે. મેં લખ્યું હતું કે મારે એક ઘટના વિષે તમને લખવું છે. ખાસ તો એ ભાષા અને દૃશ્ય વિષે સંબંધ ધરાવે છે એટલે લખવાનું મન. ઘણી વસ્તુઓ પીડાદાયક હોય છે પણ એ માત્ર પીડા આપીને જ ચાલી જતી નથી. એ દૃષ્ટિદાયક પણ હોય છે. અને સજાગપણે દાન સ્વીકારીએ તો નવા દરવાજા ખોલી આપે છે. સીધી વાત જ કરું. મારી પથરીનું ઓપરેશન કરનાર સર્જ્ડન મિત્ર. તેમની જ હોસ્પિટલ એટલે સઘળી સુવિધા. મનમાં ચિંતાનો કશા પ્રકારની નહોતી. એવો નિરધાર કરેલો કે બરાબર જાગૃત રહીને આ પ્રક્રિયામાંથી પસાર થવું છે. એનેસ્થેસિયા કેવીક અસર કરે છે એ પણ બેભાન થતાં સુધીની પળ સુધી જોવું- ચકાસવું છે. એટલે મને સ્ટ્રેચરમાં લઈ ગયા ત્યારથી ખુલ્લી આંખે બધું જોતો હતો. ઓપરેશન થિયેટરના ટેબલ પર સુવાડ્યો, કપડાં કાઢ્યાં, લીલી મો—પટી ને માથા-બંધણું બાંધેલા ડોક્ટરોને નીરખીને જોયા, બંને હાથ પહોળા કરી બાંધ્યા. વચ્ચે ડોક્ટર અને એનેસ્થેટિકની વાતચીત સાંભળી. મને નળી સુંઘાડી ત્યારે વધુ સજાગ બની અસર તપાસવા માંડી. એકબે ત્રણ કાઉન્ટ વિષે વાત થતી હતી. કદાચ ધાર્યા કરતા મને વધારે પ્રમાણમાં એને આપવાનું થયું હશે. પછી ? ૧. આ કાર્ડ ઉપલબ્ધ થયું નથી. ૧૫૦ પછી પાંપણો ભારે થવા માંડી. આંખો ખુલ્લી રાખવા પ્રયત્ન કરું પણ મીંચાઈ જવા લાગી. બધું જ અસ્પષ્ટ, ઝાંખું થવા લાગ્યું. અને મારી આસપાસ અંધકાર છવાઈ ગયો. મને થયું, કશું જ સૂઝતું નથી પણ હું તો ભાનમાં છું. આ કશું જ ન સૂઝે એને બેભાન અવસ્થા કહેતા હશે ? ત્યાં વિચિત્ર ઘટના બની. એક લીફ્ટ જેવું કાંઈક ઊતરી આવ્યું ને તેમાં હું દાખલ થઈ ગયો. આ બધું અત્યંત ઝડપથી બનતું હતું. લિફ્ટ પણ સીધી નીચે ઊતરવાને બદલે કાટખૂણે જરા અટકી નીચે જવા લાગી. મને થયું, આમ ચારે તરફ ફરી, જરા અટકી ને સાંકડા વિસ્તારમાં ક્યાં લઈ જશે ? આવો વિચાર સ્ફુરે ત્યાં લિફ્ટ અટકી ગઈ. ગાઢ અંધકાર, કશું જ સૂઝે નહીં. આ પળે દૃશ્ય સાવ બદલાઈ ગયું. મેં જોયું તો હું ઓપરેશન થિયેટરમાં હતો. ડોક્ટર શાંતિભાઈ ઓપરેશન કરતા હતા. બાજુમાં તેમના પુત્ર ડૉ. રૂપીન નંદિગ્રામ તા. ૧૫-૧૨-૯૬ સેતુબંધ Page #176 -------------------------------------------------------------------------- ________________ અને મારો ભાણેજ ડૉ. અશોક બંને હતા. મેં ડૉ. શાંતિભાઈને ઓપરેશન કેવી રીતે થાય છે તે વિષે પ્રશ્નો પૂછ્યા. રૂપીન, અશોક સાથે પણ વાતચીત કરી. તેમણે મારા પ્રશ્નોના જવાબ આપ્યા. અમારી વાતચીત વખતે કશું નવું ને અપરિચિત નહોતું લાગતું. પણ બધું જ વધુ પ્રકાશિત હતું. મારી નજર ઓપરેશનટેબલ પરના શરીર પર ગઈ અને ધક્કો લાગ્યો. આ હું વાત કરું છું એ જ હું છું કે ટેબલ પરનું શરીર ? આ વિચાર સાથે જ દેશ્ય બદલાઈ ગયું. એક જુદી જ ભૂમિકામાં હું સરી પડ્યો. ત્યાં મને ત્રણ અત્યંત તેજસ્વી, જ્ઞાનદીપ્ત અને કરુણામય વ્યક્તિઓ મળી. તેમણે સત્યપ્રતિષ્ઠા અને યુગાંતરનો સમય નજીક આવી રહ્યો છે તેની વાતો કરી. હું ભાનમાં આવ્યો (કે પૃથ્વીના વાતાવરણમાં પ્રવેશી અંતર્દષ્ટિથી બેભાન થયો !) ત્યારે મારી રૂમમાં હતો. હોસ્પિટલના વાતાવરણમાં ગોઠવાતાં માત્ર બે–એક દિવસ લાગ્યા. માની જ ન શકાય કે ઓપરેશન થયું છે. પણ હોસ્પિટલ, ડોક્ટર, વ. પ્રત્યક્ષ એટલે કાંઈક સારું તો છે એની પ્રતીતિ થઈ. પછી પાછા ઠેરના ઠેર. મારા જીવનમાં ઘણા અસાધારણ બનાવો બન્યા છે અને તેમાં ડૂળ્યા વિના કે તણાયા વિના સ્થિર, સજાગ અને સતર્ક દૃષ્ટિથી એને અનુભવ્યા ને મૂલવ્યા છે.આ કોઈ વિશિષ્ટ વ્યક્તિની નહીં પણ સર્વ માનવની સંપત્તિ છે. કોઈ ખાસ અધિકારને નામે અવતારી પુરુષ, સિદ્ધપુરુષ કે પછી જગદંબા, માતાજીને નામે જે દાવા ચાલે છે એ જરા પણ સ્વીકાર્ય નથી. આ માટે કોઈ કંઠી બાંધે તે કે કોઈને કંઠી બાંધવા મન તૈયાર નથી. પંડિત સુખલાલજીએ એક મિત્ર મારફત પુછાવ્યું હતું કે હું શેમાં માનું છું ? ત્યારે એટલું જ જણાવેલું કે હું Nonconflictછું; ગુજરાતીમાં શું કહીશું ?- રૂઢિમુક્ત ? રૂઢિભંજક ? ચીલો ચાતરનાર ? જે કહો તે. સામાન્ય માનવી અને સામાન્ય જીવન, માનવસંબંધો અને માનવ સ્નેહનું જે ગૌરવ નથી કરી શકતા તેમની હાથ જોડીને વિદાય લીધી છે. આ બધું એટલા માટે લખું છું કે આન્ધ્યાત્મિ–કના કોઈ જ વાધા વિના આપણી જે મૈત્રી થઈ છે, તમે જે મારી કાળજી લીધી છે, મને ભાષાકીય ને ભાવગત વિષયોમાં જે સ્નેહથી સદાય તત્પર રહી સહાય કરી છે. તેનું મારે મન બહુ જ મૂલ્ય છે. સદ્ગમાં અને સંપ્રદાયોમાં હૃદય ઠર્યું નથી એ આવા પ્રીતિસંબંધોમાં ફૂલની જેમ ખીલી ઊઠે છે. ચાલો, શરીર, અવચેતન, અ-શરીરી ચેતન એમાં ચાલતા વાણીવહેવાર અને – ખાસ તો ભાષાનો ઉગમ અને એના જુદા જુદા સ્તર વિષે કોઈ સેતુબંધ ૧૫૧ Page #177 -------------------------------------------------------------------------- ________________ વા૨ નિરાંતે વાતો કરવી છે. જન્મ અને મૃત્યુ– આ બંને છેડાને હટાવતું કોઈ અસ્તિત્વ ખરું ? પરલોક જેવું કશું છે ? એની સાથે સંપર્ક થઈ શકે ? અને થાય તો એ સંપર્કને જોડનારી કડી કઈ ? આપણે તો વાણીનાં માછલાં. એ જીવી શકે એવું વાણી—માનવવાણીથી જુદું અને છતાં માનવને સ્વીકાર્ય અસ્તિત્વ ખરું ? શુદ્ધ અસ્તિત્વ બ્રહ્મનો અનુભવ અને ભાષા—માનવની અભિવ્યક્તિનો મેળ ક્યાં સુધી ? મહાશૂન્ય અને વેદવાણીનો નાતો ક્યાં સુધી ? મારું મન આવાં અનેક ક્ષેત્રોમાં રમતું રહ્યું છે. અને દરેક ક્ષેત્રને માપી—ચકાસી જોયા પછી જ સ્વીકારવા તૈયાર રહ્યું છે. તમારો ‘ભાષા અને સત્’ – શંકર અને દેરિદાના મંતવ્ય વિષેનો લેખ રસથી વાંચી ગયો છું. રામસ્વરૂપનું The word as reselation મારું પ્રિય પુસ્તક છે. શબ્દ, શબ્દ મધ્ય ધ્વનિ અને ઉચ્ચારમાં રહેલું સત્ય, અને શબ્દથી પર લઈ જતા સત્યની ઝાંખી ત્રિવિધ રીતે થાય. એ છે ત્રયી. આવા સળંગ સૂત્રનાં ખાનાં પાડીએ ત્યારે ભેદ-વિભેદ ઊભા થાય છે. આજે આ કાળમાં એક નામ–રૂપમાં હું છું એ મારા નામ–રૂપનો શબ્દ મકરન્દ એ નામ અને રૂપની મધ્યમાં જ મારું એક અસ્તિત્વ છે જે આ મકરન્દમાં હોવા છતાં તેને ઉત્ક્રમી જાય છે અને જે ઉત્ક્રમે છે તે સ્થળ અને કાળથી પર છે’– શું લખું ? - ‘અકાર ઉકારે, ઉકારો મકારે, મકાર ૐકારેડહમેવ’ ઘણું લખ્યું. આવતી કાલે મુંબઈ જાઉં છું. મારા ભણેજ અશોકની દીકરી વિદિતાનાં લગ્ન છે. થોડા દિવસો પહેલા મારી ભાણી, અશોકની મોટી બહેન અરુણા ગુજરી ગઈ. શોકની છાયા વચ્ચે જ ઉત્સવ ઉજવવો રહ્યો. અશોક, તેની પત્ની રમા તમને ઓળખે છે. ડૉ. વાડીભાઈના સમારંભમાં તમારો ફોટો તેમણે બતાવ્યો હતો. દીકરીના લગ્ન પ્રસંગે નાની પુસ્તિકા છપાવી છે. સાસરા પક્ષવાળા તમિલભાષી છે, અંગ્રેજી અનુવાદ સાથે આપ્યો છે. પુસ્તિકા મોકલીશ. આજે લગ્નવિચ્છેદ, લગ્નબાહ્ય સંબંધોમાં વા વાયો છે ને ચિંતકો, વળી તેને અનુમોદે છે ત્યારે લગ્નના ખરા સ્વરૂપ વિષે થોડું ઘસડયું છે. ખબર નથી, તમને ‘વૈચિત્ર્ય—ચિત્રીકૃતમ્’ એવા પ્રદેશમાં આજે ખેંચી ગયો. આ બધી ‘માયાકલ્પિત દેશકાલ-કલના’ સાથે સાથે ‘ચિત્શક્તિઃ પરમેશ્વરસ્ય વિમલા ચૈતન્યમેવોચ્યતે’– એ સંમોહિની અને સંજીવની પણ છે. આપણે તો ભાઈ, બ્રહ્મ અને બ્રહ્મનાં લટકાં બંને મંજૂર. તમારી તબિયત સારી હશે. ઇશા વંદન પાઠવે છે. ૧૫૨ તમારો મકરન્દ સેતુબંધ Page #178 -------------------------------------------------------------------------- ________________ (૧૦૨) મકરન્દભાઈ, તમારા ૧૫-૧૨-૯૬ના પત્રનો એક મહીને ઉત્તર લખવા બેઠો છું. એ માર્મિક, આત્મનિરીક્ષણમાં મને સહભાગી બનાવતા પત્રનો ઉત્તર આપવા માટે વિચારો ગોઠવવાની જરા નિરાંતની મનોદશા હોય એ માટે મેળ પડતો ન હતો : વચ્ચે થોડોક, ઠંડીને કારણે કફનો ઉપદ્રવ, તે પછી પ્રૂફોનો નિકાલ કરવાની તાકીદ, અહીંના અને વિદેશી વિદ્વાનોની મુલાકાતો, સ્વજનોનું આગમન વગેરે વગેરે વ્યાવહારિક આડશો નડતી હતી. હવે તમે જે વાતો કરી છે તે સંદર્ભે ખુલ્લા મને મારા વિચાર, માન્યતા આદિની વાત હું પણ કરું. આમાંનું ઘણું તો આપણી આ બાબત એકસરખી સમજ દર્શાવતું હોવાનું જ. આપણા ચિત્તના સચેતન સ્તરે ભાવમુક્ત રહીને, તટસ્થતાથી, આપણે જે અનુભવતા હોઈએ તેનું આપણે નિરીક્ષણ કરી શકીએ છીએ, અને આ બુદ્ઘિનિષ્ઠતા વ્યવહારજીવન સાથે કામ પાડવાની આપણને ક્ષમતા પૂરી પાડે છે. આત્મનિરીક્ષણ આપણી મોંઘી મૂડી છે— ગમા—અણગમા, પૂર્વગ્રહો—અભિગ્રહો, આસ્થા—માન્યતાથી ઠીકઠીક અલિપ્ત રહીને, જે વીતે છે તેને જોવાસમજવાની, તેનું આકલન કરવાની આપણું ચિત્ત વધતીઓછી સજ્જતા ધરાવે છે – અનુકૂળ સંજોગો હોય ત્યારે તે એ રીતે પ્રવૃત્ત થતું હોય છે. અમદાવાદ તા. ૧૫-૧-૯૭ બીજી બાજુ છે આપણા ચિત્તના અવચેતન સ્તરની સામાન્ય વ્યવહારજીવનના બુદ્ધિગોચર, સામાન્ય ભાવગોચર અનુભવોથી જુદા જ અનુભવોની. સ્વપ્રાવસ્થામાં, જાગ્રત માનસ અને બુદ્ધિ—વિવેકના અંકુશોથી મુક્ત, વિચાર–વાસનાની જટાજાળ પ્રવૃત્ત બને છે. આમાં અતૃપ્ત ઇચ્છાઓની તૃપ્તિ, વગેરે તામસિક અને રાજસિક બળોની લીલા હોય છે. પણ માત્ર એટલું જ હોય છે ? અસાધારણ, અનન્ય, ઉન્નત, સાત્ત્વિક અનુભવોની પણ એ ભૂમિ હોવાના પુરાવાઓ અપાર છે. Pryelhedelic ઔષધો લેનારને આપણા સોમરસ, ભાંગ વગેરેના સેવન દરમિયાન— સ્થળકાળ સાથે તથા અન્ય ચેતનાઓ સાથે અભિન્નતા અનુભવાતી હોવાનું જાણીતું છે. સમાધિ અવસ્થાને– વિવેકાનંદ, રામકૃષ્ણ આદિ અનેકાનેક સંતમહંતોની અનુભૂતિને– ભ્રાંતિ કે સ્વ–સંમોહન સેતુબંધ — ૧૫૩ Page #179 -------------------------------------------------------------------------- ________________ તરીકે, સમજના દ્વાર બંધ હોય તો જ ઘટાવી શકાય. ટૂંકમાં પોતાને કશી ‘પેલે પાર’ની અનુભૂતિ ન થઈ હોય તો પણ, એવી અનુભૂતિ હોય છે અને અનેકને થઈ હોય છે કે થતી હોય છે.એ ખુલ્લા મન વાળો સહેજે જોઈ શકે. અંધશ્રદ્ધા, શ્રદ્ધા, આસ્થા, માન્યતા, ભ્રાંતિ, અંગત અનુભૂતિ, અન્ય સાથે ‘અપર' કે પરમના અનુભવની સહભાગિતાએ પ્રત્યેક પરસ્પરથી અલગ એવી વાસ્તવિકતાઓ છે. તેમની ભેળસેળ થઈ જવી—કરવી સહેલ છે, પણ હકીકતે એ દરેકનું અલગ અલગ ક્ષેત્ર છે. બધા શક્ય ઊહાપોહ પછી, આપણને થયેલા કોઈ અસાધારણ, બુદ્ધિ માટે અગોચર, એવા અનુભવની વાસ્તવિકતા નકારી શકાય તેમ નથી. આપણા યુગનાં પરિબળો, બચપણથી જે વિચારો—માન્યતાઓના પ્રભાવ નીચે આપણું મન ઘડાતું આવ્યું છે તેમાં બદ્ધતા, રજસ, તમસની બોલબાલા— આ બધું આપણા ચૈતન્યને માટે સ્વ-રૂપના સંસ્પર્શની આડેના અંતરાયો છે. એ અંતરાયોથી મુક્ત હોય એવી ક્ષણો સામાન્ય માણસને માટે પણ લભ્ય હોય છે. આ તો અનન્ય અનુભૂતિની ‘૫૨મ’ સમીપે હોવાના અનુભવની વાત થઈ. પરંતુ નિત્યના વ્યવહારના અનુભવોમાં પણ અન્યની સાથે સચેતન તેમજ અચેતન સાથે ભાવનું તાદાત્મ્ય Empathy અનુભવવું એ પ્રત્યેક માટે સર્વસામાન્ય ઘટના છે – જે હકીકત ચૈતન્યની, દેહરૂપે આશ્રયની ભિન્નતા હોવા છતાં, એકતા હોવાનો પુરાવો છે— ચેતન—અચેતનના ભેદના કોઈક કક્ષાએ થતા વિગલનનો. જન્માંતરની, પરલોકની મારી સમજ તદ્દન ધૂંધળી છે અને એ અંગે હું સંશયાત્મા છું. 1 છેવટે ભાષાની વાત. વાણી વ્યવહારજીવનનું, સમાજજીવનનું, જીવન ટકાવી રાખવા માટેનું સાધન છે – એ રીતે એ વિકસી છે. તેમ છતાં નિત્યના સામાન્ય અનુભવની બહારના અનુભવો, સાહિત્યનો-કલાનો અનુભવ, આધ્યાત્મિક અનુભવ–યૌગિક—અનુભવ એને પણ વ્યક્ત કરવા—અવગત કરવાની તેમાં ક્ષમતા છે. જો કે પરાત્પર અનુભવ માટે જાણકારોએ કહ્યું છે— ‘યતો વાચો નિવર્તન્ને અપ્રાપ્ય મનસા સહ' (અભિનવગુપ્તે સવિસ્તર દર્શાવ્યું છે.) ‘બાવનબાહરો’, અક્ષરથી મુક્ત બનતાં નિરક્ષરને પહોંચાય વગેરે વારંવાર કહેવાયું છે. વૈખરી, મધ્યમા ઉપરાંત પશ્યતી અને પરા એવા વાણીના પ્રકારોમાં, છેલ્લા બેને ‘વાણી’ ગણવા કે કેમ એ પણ પ્રશ્ન છે : એ ‘અર્થ’નો સંકેત કરે કે એને વ્યક્ત કરે ? જો કે આ પણ શબ્દોની લીલા થઈ, જે આપણને ગૂંચવ્યા જ કરે છે. સેતુબંધ ૧૫૪ Page #180 -------------------------------------------------------------------------- ________________ પણ આમ આડેધડ, અડંગ—ધડંગ, સંગત—અસંગત—વિસંગત વિચારો ટપકાવવાનું તમારા તરફથી ધક્કો વાગ્યો એટલે થયું. આ તો બેચાર રૂબરૂ ગોષ્ઠીઓનો વિષય છે. વળી, મારું સ્વભાવઘડતર અને આસ્થાઓ, અને તમારું ઘડતર, આસ્થાઓ અને અનુભવો એમની વચ્ચે જે કેટલુંક અંતર સહેજે છે તે પણ અલગઅલગ ભોંય પર ઊભા રહીને આપણને વાત કરવા પ્રેરે. તેમ છતાંયે આપણે જાણીએ જ છીએ કે મનનું ખુલ્લાપણું કેટલેક અંશે આપણી સમજ વધારવામાં કે તેને ચોખ્ખી કરવામાં સહાયક થતું જ હોય છે. તમારા હમણાંના અનુભવને લગતી અને તેને નિમિત્તે કેટલીક વિશ્રંભવાર્તા કરવા માટે તમે મને પાત્ર ગણ્યો તેથી તમારા ‘આત્મીય ભાઈ' એ સંબોધનને અર્થનો નવો પુટ મળ્યો છે ! કુશળ હશો. સેતુબંધ હ. ભાયાણીના નમસ્કાર ૧૫૫ Page #181 -------------------------------------------------------------------------- ________________ (૧૦૩) મુંબઈ તા. ૨૦–૨–૯૭ મકરન્દભાઈ, અમે ૮-૨ ના રોજ અહીં આવ્યા છીએ. માર્ચ ૮મી સુધી રહીશું. ભાઈ સુરેશ દલાલ સાથે હમણાં જ વાત થઈ. તમારા પ્રતિરૂપ' ઉપર એ વારી ગયા છે. બીજું, બહેન હિમાંશી શેલતને કહી, આ કામને અગ્રતા આપીને તમારો રચનાઓનો પ૦૦ પાનાંથી વધે નહીં એટલો સંગ્રહ તરત તૈયાર કરી આપે. “ઇમેજ' તરફથી તરત જ તે પ્રકાશન માટે હાથ ધરાશે. તો મારી ખાસ આગ્રહભરી વિનંતી છે કે આ કામ વહેલી તકે પાર પડે તે માટે ઘટતું કરશો. સ્વાથ્ય કેમ રહે છે ? મને અમદાવાદની ઠંડીને કારણે કફની તકલીફ વધી ગઈ હતી. ઓછી થઈ છે, પણ વચ્ચે વચ્ચે તે ઊંઘ બગાડે છે. દેશી દવા ક્વચિત લઉં છું. હવે થોડીક પ્રોસ્ટેટની તકલીફ પણ શરૂ થઈ હોય એમ લાગે છે. તપાસ કરાવી લઈશ. લિ. હ, ભાયાણીના નમસ્કાર ૧૫૬ સેતુબંધ WWW.jainelibrary.org Page #182 -------------------------------------------------------------------------- ________________ (૧૦૪) તા. ૨૭–૨–૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમે નિરાંતવા જીવે લખેલો પત્ર મળ્યો હતો અને તમને વિગતે લખવા માટે મારા આંગળાં સળવળતાં હતાં, ત્યાં મહેમાનોનાં મોજાં-પર-મોજાં આવી ચડ્યાં ને મારું કાગળનું નાવડું દૂર જઈ પડ્યું. હમણાં તબિયત સારી છે ને તમારી સાથે મનગમતી બારી ઊઘડી એટલે એ દિશાનાં નક્ષત્રો નિહાળવા મન આતુર, ત્યાં જ વાવાઝોડું. યા નસીબ ! “બહર ગર બહર ન હોતે તો બયાંબાં હોતા– દરિયો દરિયો ન હોત તો વેરાન હોત, બીજું શું ? હવે આ શિવરાત્રી નજીક આવી ગઈ ને ત્યારે સાધક મિત્રો સામટાં આવશે, એ પહેલાં આટલું લખી નાખું. તમારું પતું આજે સવારે મળ્યું. અહીં તો ઉનાળો એક છલાંગે આવી પહોંચ્યો છે. મુંબઈમાં પણ તેણે ભેજ ઉડાડી મૂક્યો હશે તો તમારે કફની તકલીફ નહીં રહે. પ્રોસ્ટેટ પણ ઉંમર વધતાં પ્રોટેસ્ટ કરવા લાગે છે. આ બધા સહવાસીઓને સહન કરી લઈ, કાબૂમાં રાખી કે પછી છરીની ધારે ઉતારી વિદાય આપવાની રહે છે. મેં તો એટલી વાર છરી મૂકાવી છે કે કોઈવાર એના પ્રેમમાં પડી જવાય છે. પેલા પ્રસંગ પછી વિશેષ. આપણા અજાગ્રત મન કે પછી યુગમહાશય કહે છે તેમ આપણામાં રહેલા “સામૂહિક અચેતન' કરતાં તદ્દન સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતી સૂક્ષ્મ હસ્તીઓ કે ચેતનાઓ હોય છે. એનો પરિચય માનવેતર, માનવોત્તર ભૂમિમાં થાય છે. આશ્ચર્ય તો એ કે તે આપણાથી જરાયે દૂર નથી. એટલું જ નહીં આપણી અંતર્વાસિની છે. પણ એનો પરિચય શબ્દથલ છેદીને, વર્ણમાલા વિખેરીને તથા અંતે માતૃકાચક્ર ભેદીને જ થાય છે. આમ તો અમારા જ પ્રદેશની વાત છે પણ અત્યારે ઊંડા પાણીમાં નહીં ઊતરીએ. મને કોઈ વાર થતું કે આપણે ગોઠડી માંડી છે પણ મારે ભાગે આવેલી કેટલીક અંતરંગ વાતો રહી જાય છે. ઇસ્પિતાલનો નાનકડો પ્રસંગ એટલે કહી નાખ્યો. આ સ્થૂળ જગત અધ્યાસનું રહેણાક–સ્થાન છે તો પેલી સૂક્ષ્મ આભાસની નગરી છે. એનું વિશેષ મહત્ત્વ નથી. સાચું તો નિરાભાસ ચિ–ગગન છે. આ સેતુબંધ ૧૫૭ Page #183 -------------------------------------------------------------------------- ________________ ચિત્તના કે ધૂળ ઇન્દ્રિયોના ચાળા એના આધાર વિના ચાલતા નથી. માયા કહો કે ચૈતન્ય- વિલાસ કહો એ પેલી એક અદ્વિતીય અચિંત્ય ગહન શક્તિના ઇશારે ચાલે છે. એ વળી આપણી પોતાની જ મૂલ પ્રકૃતિ કે મૂલ વિદ્યા છે. મારું મન તો આ અંતર્ગુઢ રહસ્યને ઉંબરે આવી થંભી જાય છે. એના મહાભીષણ અને છતાં સૌન્દર્યમંડિત મહાભવ્ય રૂપને, નૃત્યને, ગાનને કોણ, કેટલું પિછાણી શકે ? ‘દાક્ષાયણીતિ, કુટિલેતિ, કુહારિણીતિ કાત્યાયનીતિ, કમલેતિ સરસ્વતીતિ એકા સતી ભગવતી પરમાર્થતોડપિ સંદશ્યતે બહુવિધા નનુ નર્તકીવ | (અંબાસ્તુતિ, કદાચ કાલીદાસ, લઘુ આચાર્ય પણ) હમણાં Erwin Schrodinger – ની જીવનકથા હાથમાં હાવી. “વેવમિકેનિક્સ'નો શોધક. તેણે Paradigm Shift' ની વાત કરી છે. Normal Science and Revolutionary science. વચ્ચે આ ભેદ છે. આપણે જેને કુદરતી નિયમો કહીએ છીએ તે આપણે માની લીધેલા કે બાંધી રાખેલા પરિઘથી બહાર જઈએ તો તૂટી પડે છે. વળી એ કુદરતી લાગવા માંડે ત્યાં બીજો ધક્કો ને માન્યતા કડડભૂસ. આવું જ ભૌતિક, ચૈતસિક અને દૈવિક ભૂમિકા પર થતું આવે છે. ક્યાંક, કોઈ જગ્યાએ અટકી પડ્યા તો એ જ આપણી મૃત્યુશૈય્યા. એક મુક્તકમાં આ વાત કરી હતી : જે પળે મેં આંગળી મૂકી કહ્યું, મુજને ખબર એ સ્થળેથી જિન્દગી ચાલી ગઈ, રહી ગઈ કબર' હમણાં સાંજે ફરવા જાઉં છું. ઘઉં વાવ્યાં ત્યારથી જોતો આવ્યો છું. લીલી બિછાત, લીલી અંકુરિત લહરી, લીલવરણાં છોડની કતાર, હવે સોનેરી હૂંડીઓ ઝૂલવા લાગી છે. ક્યાંયે સુધી મનમાં આ લીલા અને સુવર્ણા રંગો રમવા લાગ્યા ને પછી એક સોનેટ પડાવી ગયા. આ નવું સૉનેટ અવતર્યું ત્યારથી થતું હતું કે મારાં સોનેટોનો સંગ્રહ થઈ જાય તો સારું. હિમાંશીએ આ કાર્ય માથે લીધું છે ને “પ્રતિરૂપ” પછી એ પ્રગટ કરવાનું ધાર્યું હતું. પણ હમણાં હિમાંશીવિનોદ, મેઘાણીની રચનાઓમાંથી આત્મકથન તારવવાના કાર્યમાં ગળાડૂબ છે. સુરેશભાઈનું સૂચન વાંચી થાય છે કે સોનેટનો જુદો સંગ્રહ કરવા કરતાં લય બદ્ધ- છંદોબદ્ધ કાવ્યો, ગીતો, સોનેટ, ગઝલ, પદ, ભજન, મુક્તક એવું સંકલન ૧૫૮ સેતુબંધ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૫૦૦ પાનાંની મર્યાદામાં રહી કરી શકાય. આ માટે ઈશા ને હું આજથી જ બેસી જવાનાં છીએ. વચ્ચે અમારામાંથી કોઈનાં અંતરાય કર્મો નહીં નડે તો આ સંકલન એકાદ મહિનામાં તો પૂરું થઈ જાય ને સુરેશકુમાર છાપણીમાં ઝડપ કરે તો આ વરસની વચાળે જ મને-તમને ગમતો ‘મધ્યમ સૂર’ લાગી જાય. તમારા આગ્રહને તો હું અનુગ્રહ માનું, આજ્ઞાયે માનું. ભાઈ, તમે માત્ર ભાષાના પંડિત હોત તો વિનયથી માથું નમાવી ચાલતી પકડત, પણ મારી, કેટલાક શબ્દની પ્રથમ પૃચ્છાથી જ તમે વરસ્યા છો ને ‘ભાવગ્રાહી આત્મીય ભાઈ' બની રહ્યા છો. અધ્યાત્મ બધ્યાત્મ તો ઠીક, પણ આ જ માનવહૃદયની મોટી મૂડી છે. God speaks through whisper of a friend, And all his love and light descend. એક શુભ સમાચાર. મારા સાહિત્યકીય લેખોનું સંકલન વિનોદે કરી આપ્યું. એમાં સ્વતંત્ર લેખો સાથે અન્ય લેખકોની રચનાઓ પર આલોચના છે. નામ સૂઝ્યું ઃ ‘ધુમ્મસને પેલે પાર'. એમાં આલ્બેર કામૂના ‘મિથ ઓફ સિસીફસ’ માં દર્શાવેલા એબ્સર્ડટીના વિચારોની બીજી બાજુ બતાવવા પ્રયત્ન કર્યો છે. આ સાથે તાજું સોનેટ રવાના કરું છું. એ સુરેશભાઈને મોકલી આપશો ? સાથે સાથે સંગ્રહની તૈયારી કરું છું એવા વાવડ પહોંચાડશો. ચાલો ત્યારે, જય રામજીકી. ઉત્પલનો માળો કલશોર કરતો હશે અને દાદાજીની લાડકીને સેવાના લાભ સાથે પપ્પા મમ્મી પર ન કરી શકાય એવી દાદાગીરીનો મોકો પણ મળ્યો હશે. સેતુબંધ ઇશા વંદન પાઠવે છે. તમારો મકરન્દ ૧૫૯ Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ (૧૦૫) મકરન્દભાઈ, ગઈ કાલે તમને ‘પ્રત્યક્ષ’ મળ્યો. સુરેશ દલાલની પુસ્તિકા ‘મ.દ. : એક મુલાકાત’ વાંચી. તેમાં વિવિધ પાસાં, નિખાલસપણે, વિશદતાથી, સહજભાવે પ્રકટ થયાં છે. આપણને સહજતાથી મળેલ અતિ સમૃદ્ધ સંસ્કારવારસો, જેણે આગળ વધતાં આપણને, દૃષ્ટિ, દિશા, ગતિ અને અર્થ આપ્યો, તેની વર્તમાન ગતિવિધિ આપણને ભારે ચિંતિત કરી મૂકે છે : ‘અધર્મ'નું આ અભ્યુત્થાન ક્યારે આપણી ભીતરના શ્રીકૃષ્ણને સર્જશે ? અમે ૮મીએ અમદાવાદ પાછાં ફરીશું. કુશળ ? મુંબઈ તા. ૨-૩–૯૭ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #186 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, આ પત્તું જરા ઉતાવળે ઉડાડું છું. તમારું કવર તથા પત્તું મળી ગયાં. તમે તારકપાદનું ચર્યાગીત મોકલ્યું તેણે મને ઊંડા જળમાં બેચાર સેલા૨ા મારવા ધક્કો માર્યો છે. તમને અનુકૂળ હોય ત્યારે મને નીચેની પંક્તિઓના ભાષાકીય તેમજ પરંપરાગત કે રૂઢ અર્થ લખી મોકલો તો સીધાં ‘કલકલિયો' જ મારી શકાય. વળી. (૧૦૬) (૧) મહામુદ્રાયાઃ ત્રુટિતા કાંક્ષા (૨) બડ઼ાન રુણ્ડાન્ સંતા૨ક : જાનાતિ મહામુદ્રા— (યોગિની શક્તિ) The Great Seal– દેશી ભાષામાં ‘મોછાપ’– મહોરની છાપ ધરાવતું બાદશાહી હુકમનામું જરા ખુલ્લું કરવું છે. મૂળ ચર્યાગીત સંસ્કૃત છાયા તથા ટીકા વાંચી ગયો છું. ‘સોધરી’ નથી ૧૫ માર્ચ ૯૭ નંદિગ્રામ તબિયત સારી હશે. આવતીકાલે ચામડીનાં દરદીઓ માટે મેડીકલ કેમ્પ. આજથી મહેમાનોથી ‘હાઉસ ફુલ્લ' આપણા રામ પ્રફુલ્લ. -મકરન્દ મૂળ ચર્યાપદમાં નામાચરણ ‘તાડક' છે. સંસ્કૃત છાયા તેમજ ટીકામાં પણ તાડક નામ છે. ત્યારે ‘ભતિ તારકઃ' બરાબર લાગે છે ? ૧. આ પત્ર ઉપલબ્ધ થયો નથી: સેતુબંધ આ નામ વિષે, કોઈ કહે છે કે તે છદ્મનામ છે. કોઈ ‘તાડક’ તાટંકનું અપભ્રંશ બતાવે છે. રાહુલ સાંકૃત્યાયન તો ‘તાડક’ ને બદલે ‘નાડક’ કહે છે ને નારોપા સાથે સામ્ય દર્શાવે છે. તિબ્બતી અનુવાદમાં TA-DA-KA છે. આમાં મારા જેવા તો તાડકને કહે કે ‘બાપા, હમ તો તાડન કે અધિકારી' છૈયેજી. ફોડ પાડવાનું કામ તમારું. મૌજ. ૧૬૧ Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ (૧૦૭) મકરન્દ્રભાઈ, ૮–૩ના અમે અમદાવાદ પાછાં ફર્યા પછી, પહેલાં ચંદ્રકળા અને પછી હું ઉગ્ર ખાંસીનો ભોગ બન્યાં. ચંદ્રકળાને ૧૦ દિવસના એન્ટીબાયોટિક્સ કોર્સ પછી સુવાણ થઈ ગઈ. મને તેનો ચેપ લાગ્યો. દસ દિવસના કોર્સ પછી પણ મારું સાવ ઠેકાણે નથી આવ્યું. પાચન બગાડી નાખ્યું છે; પણ હવે સાદું ખાવાનું, ફળોનો રસ લઈને અશક્તિ ઓછી કરવા લાગ્યો છું. અઠવાડિયામાં સાજો થઈ જઈશ એમ લાગે છે. આ કારણે તમારા બંને પત્ર અને તેની પૃચ્છાનો ઉત્તર લખી નથી શક્યો. સિદ્ધોનાં નામો ઉપર નોંધ તૈયાર કરવાનો મારો ખ્યાલ છે. ઘણાં નામો લોકભાષામાંથી કે તેમની જે લાક્ષણિકતા હોવાનું સમજાતું તે પરથી પડ્યા લાગે છે. પણ નિરાંતે લખીશ. આ સાથે નવ. સમ.માં મારાં બે મુક્તક— અનુવાદ આપ્યા છે તેની નકલ બીડું છું. તમે જોયા તો હશે જ. પણ ચૈતન્ય વાળી ઉક્તિ—જે તમારા ધ્યાન બહાર ન જ હોય—તેનો ભાવ અનુવાદમાં ઊતર્યો છે કે કેમ- તે જાણવા માટે. હજી ‘પ્રતિરૂપ’ અને ‘વિશ્વના (વિશ્વચેતનાના) વણજારા' નિરાંતે જોઈ નથી શક્યો. અઠવાડિયા પછી વાંચી જઈ લખીશ. તમે સારી રીતે સ્વસ્થ હશો. અમદાવાદ તા. ૪–૪૭૯ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #188 -------------------------------------------------------------------------- ________________ (૧૦૮) અમદાવાદ તા. ૮-પ-૯૭ મકરન્દ્રભાઈ ગઈ કાલે ભાઈ કૃષ્ણ દવે મળવા આવ્યા હતા. તમારી સાથે નિરાંતે વાતો કરી, તમે તેમનાં કાવ્ય સાંભળ્યાં તેથી ઘણા રાજી હતા. મારાં પુસ્તકોના કબાટ કરવા આવ્યા– બંને ભાઈઓ– ત્યારથી સ્નેહસંબંધ થઈ ગયો છે... હજી મને નબળાઈ છે. ધીમે ધીમે ઠીક થતું જાય છે. હવે વાંચવા લખવાની ફુર્તિ રહે છે, બહાર જવા આવવાની કે છૂટથી હાલવા ચાલવાની હજી નથી. ૧૭મીએ મુંબઈ જઈએ છીએ, ૧૫ જૂન લગભગ પાછાં આવી જઈશું. તમે સ્વસ્થ છો જાણી પ્રસન્નતા થઈ... ગઈ કાલે “વિશ્વચેતનાના વણજારા” વાંચવા લીધું. હજી પચીસેક પાનાં વાચ્યાં છે. તમારી ભેદમાં અભેદ પરખવાની દષ્ટિ, વેદોથી લઈ સંતમહંતના સાહિત્ય સુધી અને વૈદિક, ઇસાઈ, ઇસ્લામી વ. પરંપરાઓની આરપાર, આગવો અર્થ ઘટાવી તાત્પર્યની એકતા દર્શાવે છે – એ અત્યારની દુર્દશામાંથી બહાર આવવા વાચક માટે નોળવેલનું કામ કરે... વૈદિક તેમ જ સંસ્કૃત સાહિત્યના અત્યારે તો સર્વોત્કૃષ્ટ વિદ્વાન યાન હોન્ડાના ‘વેદિક લિટરેચર'માંથી મેં થોડાક અંશનો “ઉદેશ” (મે, ૧૯૯૫)માં પરિચય આપ્યો હતો તે જોયો હશે.. ઈટાલીની વેનિસની યુનિવર્સિટીમાં અધ્યાપન કરતાં Mariola Offredi એ ગોરખનાથને નામે મળતી “ગોરખબોધ', “ગ્યાનતિલક' અને શબ્દી'ના સંપાદન, અનુવાદ અને ગોરખયોગની ચર્ચા પ્રસ્તુત કરતો એમનો પીએચ.ડી.નો શોધપ્રબંધ Lo Yoga Di Gorakh ઇટાલિઇનમાં પ્રકાશિત કરેલ છે. તેને આધારે અંગ્રેજીમાં Some Concepts of Gorakh yoga through the Analysis of three Nathpanthi Manuscripts એ લેખ સાતમી આંતરરાષ્ટ્રીય સંત ભક્ત પરિષદના અહેવાલમાં પ્રકાશિત થઈ રહ્યો છે. મધ્યકાલીન ભારતીય પ્રાદેશિક સાહિત્ય પરની આઠમી આંતરરાષ્ટ્રીય પરિષદ આ ઓગસ્ટમાં વેનિસમાં મળી રહી છે એ નિમિત્તે મારો મેં, ઓદી સાથે સંપર્ક થયો... બડગ્વાલની “ગોરખવાણી'માં આપેલી ગોરખનાથને નામે મળતી જૂની હિન્દી રચનાઓની ભાષા પર જૂની રાજસ્થાની–ગુજરાતીનો ઘણો પ્રભાવ છે. એ રચનાઓની હસ્તપ્રતો પણ ઘણુંખરું રાજસ્થાનમાં મળે છે. બડગ્વાલ રાજસ્થાની–ગુજરાતી જાણતા ન હોવાથી, ઘણી જગ્યાએ સાચો અર્થ કર્યો નથી. સેતુબંધ ૧૬૩ Page #189 -------------------------------------------------------------------------- ________________ અવકાશે એવાં કેટલાંક સ્થાનોની ચર્ચા કરવાનો મારો વિચાર છે પણ પહેલાં તો બડથ્થાલના એ પુસ્તકની ભાળ અહીંનાં પુસ્તકાલયોમાંથી મેળવવી પડશે. હમણાં ગોરખનાથનો અમનયોગ પણ જોવાનું થયું. કોઈક ધાર્મિક ટ્રસ્ટે પ્રકાશિત કરેલ આ આવૃત્તિમાં પાઠની ગરબડ છે, અને ક્યાંથી પાઠ લીધો છે તે પણ કહ્યું નથી !..... ‘વિ.ચે.વ.’ વાંચી લીધા પછી ‘પ્રતિરૂપ' વાંચી જઈશ... ૮૪ સિદ્ધોનાં નામોમાંથી કેટલાંકનો અર્થ થઈ શકે તેવું નથી. પ્રાદેશિક નામો છે. કેટલાંક તેમના વિશેની દંતકથા ઉપરથી લોકપ્રચલિત થયાં લાગે છે. પૂરો સાજો થયા પછી જૂનમાં આવીશ ત્યારે એ વિશે થોડુંક ‘ઉત્ખનન’ કરવા ધારું છું. જ્યારે પત્ર લખો, ત્યારે ઉત્પલને સરનામે જ મોકલશો. કુંદનિકાબહેન મજામાં હશે. ૧૬૪ — લિ. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #190 -------------------------------------------------------------------------- ________________ (૧૦૯) મકરન્દભાઈ, અમે ૧૭મીએ મુંબઈ આવ્યા. ઉત્પલ સાથે ૧૫મી જૂન સુધી રહીશું. મારો આગળનો પત્ર મળ્યો હશે. અહીં મને હમણાં જાણવા મળ્યું કે ભાઈ દામુ ઝવેરી તમારાં ૭૫ વરસ પૂરાં થયાં તે નિમિત્તે એક સમારંભ યોજવા સક્રિય રીતે વિચારી રહ્યા છે. તમારું સમ્માન જેટલું થાય તેને હું અંગત રીતે તો ઓછું જ ગણું, અને કરનાર વ્યક્તિ કે સંસ્થા માટે તે ગૌરવપ્રદ છે. પણ મુંબઈના આવા સમારંભો ઘણા થકવી નાખે તેવા હોય છે. આ બાબતમાં તમે તથા કુંદનિકાબહેન જાગ્રત છો જ અને તમારી હાલની શારીરિક તથા માનસિક પરિસ્થિતિને અને પ્રકૃતિને અનુરૂપ જે કાંઈ નિર્ણય લેવો ઠીક લાગે તે લેશો, તો પણ મારા જેવાને આ અંગે ચિંતા રહે. જો આ પ્રકા૨નો સમારંભ દામુભાઈ નંદિગ્રામમાં ગોઠવી શકે, તો તમને ઓછો પરિશ્રમ પડે અને મુંબઈ જેવા મહાનગરની ભારે જંજાળધમાલથી બચી જવાય. આ તો, સાંભળતાં મને જે મનમાં લાગ્યું તે તમને જણાવું છું. સેતુબંધ અમદાવાદથી હું નીકળ્યો તે પહેલાં ભાઈ હસમુખ પાઠક તેમણે કરેલ ‘કૃષ્ણકર્ણામૃત’નો અનુવાદ બતાવવા આવ્યા હતા. તે નિરાંતે જોઈ શકાય તે માટે મેં જૂન ૧૫ પછી મોકલવા તેમને કહ્યું છે. મારા ‘દોહાકોશ’ અને ‘ચર્યાગીતિ’નાં પાઠ સુધારણા અને અનુવાદની પુસ્તિકાનાં પ્રૂફ તપાસવાનું કામ ચાલે છે. શબ્દાર્થ પૂરતો જ પ્રયાસ મર્યાદિત છે. આધ્યાત્મિક અર્થ મુનિદત્તે સવિસ્તર આપેલ છે, અને નોર્વેના વિદ્વાન KnaernI એ તેમના સંપાદનમાં તેનો સમાવેશ કરેલ છે. કુશળ હશો. મારી નબળાઈ ઘણી ઓછી થઈ ગઈ છે, પણ હજી થોડુંક ચાલતાં પગ થાકે છે. મુંબઈ તા. ૨૬-૫-૯૭ હ. ભાયાણીના નમસ્કાર ૧૬૫ Page #191 -------------------------------------------------------------------------- ________________ આત્મીય ભાઈ, તમને નિરાંતે લખવાની લાલચમાં બે લીટી પહોંચની યે લખી શક્યો નથી. અમદાવાદથી નીકળતાં પહેલાં તા. ૮–૫, પછી મુંબઈ પહોંચીને લખેલો તા. ૨૬-૫ નો પત્ર એમ બન્ને મળી ગયા છે. એ પહેલાં તા. ૪–૪ના પત્રમાં માંદગીની છાયા સાથે બે વિરહ–કાવ્યોની વેદના ભળી ગઈ છે મારી તબિયત સારી છે તો (મારા જ લાભમાં) મહેમાનો અને મુલાકાતીઓનો દોર સતત ચાલુ રહ્યો છે. આ ચરખા વચ્ચે તમારી સાથે સિદ્ધોના સાહિત્યની વાતો કરું છું. હમણાં નાનકડા ભજનમિલનમાં માછીમાર (ટંડેલ) ભજનિકોએ ‘મસાણિયા ભજનો’ સંભળાવ્યાં ત્યારે તમે હોત તો પેલા મધ્યપ્રદેશના પ્રવાહ સાથે આનો વહેતા પારખી લેવાનો લ્હાવો મળત. આ ભજનો પખવાજ અને ઝાંઝ સાથે ગવાય છે. જે વૃદ્ધ સજ્જને ભજનો ગાયાં તેમનો અવાજ જરા તરડાતો હતો પણ લય ચૂકતા નહોતા. તેમણે ‘ચોસર’ ચાર ભજન ગાયાં ને ધ્વનિમાં ઉનાળો. આ ભજનિકો નજીકના મિત્રો છે એટલે ઘણી સામગ્રી સહેલાઈથી મળે એમ છે. પણ એને માટે સમય-શક્તિ ખર્ચી શકે એવા જણ ક્યાં ગોતવા ? નિરંજન રાજ્યગુરુ આવ્યા હતા તેણે મહંતના પટારામાંથી ૪૦ હસ્તપ્રત કઢાવી ને તેમાં ભીમ સાહેબનાં અપ્રાપ્ય ભજનો મળી આવ્યાં. દાસી જીવણની રચનાઓ પણ મળી. આનું મૂલ્ય કોને સમજાય ? ક્યારેક જીવ બળે છે. નજર સામે જ સોનું ધૂળમાં મળી જતું હોય અને પથ્થરામાં પૈસાનું પાણી થતું હોય ત્યારે ગ્લાનિ થઈ આવે. પણ પાછો જીવ ધૂળ ખંખેરીને ચાલતો થાય છે. (૧૧૦) ૧૬૬ મારા અક્ષર ગોબરા ને ગરબડયા થવા માંડ્યા છે એટલે તમને વાંચતાં તકલીફ પડશે એવી ફિકર થાય છે. ભ.ભાઈ આવી ગયા પણ તબિયત બગડી ને અમદાવાદ જવું પડ્યું. નહીં તો ઊડીને આંખે વળગે એવી અક્ષરોની ભાત તમને જોવા મળત અને મને સંતોષ થાત. www - ૩ જૂન ૧૯૯૭ નંદિગ્રામ હા, મેઘાણી—શતાબ્દી નિમિત્તે અહીં નાનકડો સમારંભ થઈ ગયો એના સમાચાર વાંચ્યા હશે. આપણે ત્યાં છાપાનું રિપોર્ટિંગ એટલું કંગાળ છે કે મુખ્ય વાતને કોઈ સમજતું નથી અને મહત્ત્વ આપતું નથી. મેઘાણીના સર્જન વિષે, સેતુબંધ Page #192 -------------------------------------------------------------------------- ________________ કેટલીક સર્જક–પ્રતિભા અને સર્જન-પ્રક્રિયા વિષે મેં વાતો કરી હતી. ખાસ તો પોતાની અંગત પીડા અને પરેશાનીને દૂર રાખી, અત્યંત કરુણ પરિસ્થિતિને પચાવી જે સર્જન કરી શકે એનું પોત બતાવવા- દૃષ્ટાંત સાથે– પ્રયત્ન કર્યો હતો. અને આજે સામાન્ય સર્જકોમાં જે અન્ય મહત્તા (Self-importance) અને આત્મ-મૌધ્ધ (Self indulgence) જોવા મળે છે તેની સામે લાલ બત્તી ધરી હતી. જે રકમ મને મળી એ એજ વખતે નિરંજનને એના કાર્ય માટે મેં આપી. દીધી. એક સ્થળે ટહેલ નાખીને વધુ રકમ જોગવી છે. મોટા અક્ષર કર્યા છે. વળી ઉતાવળે લખ્યું છે એટલે અક્ષરની સાથે લેખન પણ ઢંગધડા વગરનું લાગશે. મારે માટે નંદિગ્રામ છોડીને ક્યાંયે જવાનો સવાલ નથી એટલે નચિંત રહેશો. ચન્દ્રકળાબહેનને વંદન. ઉત્પલનો માળો કલ્લોલતો હશે. દાદાજી પર દીકરીની દાદાગીરી ચાલતી હશે. મકરન્દ્ર ૧. પરિશિષ્ટમાં જુઓ. સેતુબંધ ૧૬૭ Page #193 -------------------------------------------------------------------------- ________________ (૧૧૧) ૧૧ જુલાઈ ૧૯૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, મારું એક ગરબડિયું ઇન્વેન્ડ તમને મુંબઈ મળ્યું હશે. મગજની દોડ સાથે હાથની ગતિ નથી જળવાતી ત્યારે અક્ષરો સીધા ચાલતા નથી. મંદમંથર–અલસ–મૂદુપદ એવું પદ ચાલે ત્યારે બંને કોઠે સુખ થાય એવું છે. અહીં મુંબઈનાં છાપાં ટપાલમાં મોડાં આવે છે એટલે તમારા જન્મ દિનની ઉજવણીના સમચાર મોડા મળ્યા. મોડાં મોડાં કે અમારા અભિનંદન સ્વીકારશો. હવે તો તંદુરસ્ત, નિર્વિઘ્ન દીઘયુષ અને સંતૃપ્ત પ્રશાંત વિદાય એટલી જ પ્રાર્થના કરવાની રહી. હવે તમારા પત્રની સાથે સાથે યાત્રા. ચૈતન્યનો શ્લોક અમે આ રીતે બોલીએ : “શૂન્યાયિત જગત્સર્વ ગોવિંદ વિરહેણ મે.” આ પ્રચલિત પાઠ કરતાં ‘ત્વદુ–માં “નિજ’ અને ‘તવનો સંબંધ જોડાય છે એ સ્પર્શી જાય એવો છે. સીધો, સોંસરવો, ઉદ્ગાર, અનુવાદ પણ યુગ, વર્ષા, શૂન્યનો ભાવકને “સમ' અનુભવ કરાવતો હોય એમ આગળ વધે છે. કૃષ્ણના અવસાન પછી અર્જુન હસ્તિનાપુર જાય છે ત્યારે આવી જ વિરહદશા અનુભવે છે : ‘તમપશ્યન્ વિષીદામિ ચૂર્ણામીવ ચ સત્તમ પરિનિર્વિષ્ણતાથ શાન્તિ નોપલભડપિ ચા વિના જનાર્દન વીર નાહ જીવિતુમુત્સહે. આવું બધું વાંચું છું ને યાદ કરું છું ત્યારે ભયંકર પીડા ભોગવી હતી એવા વિરહકાર દિવસો નજર સામે પસાર થાય છે. પણ એ પછી જે પ્રાપ્તિ થઈ એ તો જનમઅંધને આંખો મળવા જેવી છે. પણ એ વાતો જવા દઈએ. ખરું તો આ રોજિંદા જીવનમાં, રોજબરોજની ઘટનામાં સાંગોપાંગ પરોવાઈ જવું અને છતાં એનાથી બીજી જ પળે પર ઊઠવામાં છે. તમે તમારા બીજા પત્રમાં ગોરખને યાદ કર્યા છે. ગોરખની પરંપરાના જોગીઓ કહે છે : ‘ઢક પરદા, રખ બાજી, ગુરુ ગોરખ દોનોં રાજી. સેતુબંધ Page #194 -------------------------------------------------------------------------- ________________ તમારે ગોરખવાણી પર કામ કરવું છે એ જાણી આનંદ. બડગ્વાલે સંપાદન કરેલું પુસ્તક મળ્યું? મારી પાસે એક નકલ છે. ભાઈ નિરંજન રાજયગુરુ આવ્યા છે. આજે તે “ગોરખબાની'ની ઝેરોક્સ કરાવવા વલસાડ ગયા છે. તમને જરૂર લાગે તો એ મોકલી આપું. બડગ્વાલ હિમાચલ પ્રદેશના એટલે રાજસ્થાનીગુજરાતી છાંટ ધરાવતી વાણીનો અર્થ કરવામાં ભૂલ ખાઈ ગયા છે. ગોરખનું “અમનસ્કયોગ” નેપાળના ગ્રંથાલયમાંથી મેળવી સ્વામી દત્તયોગેશ્વરતીર્થે ભાષ્ય સાથે મરાઠી તથા ગુજરાતીમાં પ્રગટ કર્યું છે. તમે જોયું એ આ જ સંપાદન હતું ? મેં “અમનસ્કયોગના એક શ્લોક “ઊર્ધ્વ મુષ્ટિ, અધો દષ્ટિ– વિષે લખ્યું છે. ‘ચિદાનંદા'માં એ લેખ છે. (એમ ધારું છું.) મારી તકલીફ એ છે કે મૂળ પરંપરાનો આધાર ટાંકીને જ મારે “અનુભૂતિ' કહેવાતા પ્રદેશમાં પગ મૂકવાનો છે. વ્યક્તિગત કલ્પનો, માન્યતા કે અનુમાનમાં પડવાનો ભારે ભય છે. બને તેટલું બિનંગત અને પૂર્વસૂરિઓ સાથે સંગત આવે એ ગાળીચાળીને લેવાની વૃત્તિ છે. શ્રુતિ-યુક્તિ અને અનુભૂતિ ત્રણે એક્તાર નથી થતાં ત્યાં અંદરથી બરાબર અજવાળું થતું હોય તો પણ કલમ થંભી જાય છે. મને આ બાબતમાં કાર્લ ફંગ ગમે છે. તેણે પોતાનાં માનસ–શાસ્ત્રીય પુસ્તકોની છણાવટ તટસ્થ રીતે કરી છે. પોતે જે તારણ પર આવ્યા એના મૂળમાં જે અનુભવો હતા એનું જુદું જ પુસ્તક : Memories, Dreams, Reflections' નામે પ્રગટ કર્યું. આ પશ્ચિમનો અભિગમ તંદુરસ્ત છે. અહીં તો બાબાજી, માતાજી, મહાયોગી, પૂર્ણયોગી સિદ્ધયોગીને નામે ગમે તે ચાલે. આમાંથી અરવિંદ જેવા પણ બાકાત ન રહ્યા એ ભારતની ભારે કમનસીબી છે. એમના શિષ્યમંડળમાંથી કોઈ આવે છે ત્યારે ક્યાંક ગ્લાનિ થઈ આવે છે. સુંદરમ્ નાં પુત્રી સુધાબહેન આવ્યાં, ત્યારે મેં આ વાત કરી હતી. અરવિંદનું લખાણ, માતાજીનાં મંતવ્યો પોતાની જ પ્રદક્ષિણા શા માટે કર્યા કરે છે તે સમજાતું નથી. હેનરી બર્નસાંના ઉત્ક્રાન્તિ વિષેના વિચારોની ગાઢ અસર વરતાય છે. અરે, શૉ જેવા ચિંતક-હાસ્યકારે તો ‘Back to Methuselah ની વિસ્તૃત પ્રસ્તાવના અને તેના પાંચ ભાગમાં ચાલતા નાટકોમાં આ વસ્તુ ગંભીરપણે તથા ફટકા મારીને દર્શાવી છે. કોઈ વાર ભારતના મહાન આચાર્યો અને અવતારોથી કંટાળું છું, ત્યારે શો લઈને બેસું છું. હા, મારા પર હસમુખ પાઠકનો પત્ર છે. કૃષ્ણ-કર્ણામૃત'નો અનુવાદ જોઈ જવા લખ્યું છે. મન તો થઈ જાય પણ ઘણું દળણું પડ્યું છે એ પહેલાં પૂરું કરવાનું માથે છે. વળી ઈશા જેવા બડકમદાર ચાકીદાર છે. એટલે મારે છટકવાની સેતુબંધ ૧૬૯ Page #195 -------------------------------------------------------------------------- ________________ બારી યે નથી. ભાઈ, જૂનાં કાવ્યો પર નજર નાખવાનું મન થતું નથી. તો પણ દશ કે બાર પોથીઓ આ દિવસોમાં જોઈ વળ્યો. કાવ્યો પર પસંદગીની ટીક મારી. એમ લાગે છે કે હવે એ ગાડું આગળ ચાલશે. આવતા બુધવારે મુંબઈ જવાનું છે. ઇશા યુરોપના પ્રવાસે જાય છે, હું મુંબઈ સુધી વળાવવા. અઠવાડિયું તો ત્યાં થઈ જશે. મારી તબિયત સારી છે. તમે તથા ચન્દ્રકળાબહેન હવે માંદગીની છાયામાંથી મુક્ત થઈ ગયાં હશો. અવકાશે લખશો. કુશળતા ચાહું છું. ૧૭૦ -મકરન્દ સેતુબંધ Page #196 -------------------------------------------------------------------------- ________________ (૧૧૨) અમદાવાદ તા. ૨૨–૭–૯૭ મકરન્દભાઈ, ૧. ૧૧ જુલાઈના પત્રમાં તમે આ વર્ષાઋતુને અનુરૂપ મુક્તપણે વરસ્યા છો– અથવા તો કોઈ વાર મોટા મોટા ફોરાં પડે તેમ “એકલપણગી' છંટકાવ કર્યો છે. તે પહેલાંના ૩ જૂનના પત્રમાંની મસાણિયા ગીત અને નિરંજન મેળવેલ ભજનોની હસ્તપ્રતોની વાત પણ એ દિશામાં કાંઈક કરવા માટે વિચાર કરતા કરી મૂકે તેમ છે. મેઘાણી સ્મૃતિ નિમિત્તે આ માટે કોઈક - પાસેથી સહાય મળે તો મથામણ કરવા ધારું છું. હવે એક મુદ્દો આગળ પત્રમાંથી. સિદ્ધોનાં નામોમાં કૃષ્ણ, આર્યદેવ, જયનંદી, મહીધર, વીણા, શાન્તિ શિષ્ટ સંસ્કૃત મૂળનાં છે; ડોમ્બી, શબર, કક્કટી, ગુંડરી (=ગુરુરી-તંબુવાળા), કંબલામ્બર (કામળીવાળા), વિરુઆ (બુહા)- અંગત રહેણીકરણીની આદત કે નિંદાવાચક છે; ચાટિલ્લ, ઢેઢણ, ભુસુફ, લૂઈ, સરહ એ નામો સ્થાનિક, દેશ્ય, અજ્ઞાત મૂળનાં છે. ૩. પીતાંબરદાસ બડગ્વાલની ‘ગોરખવાણી'ની ઝેરોક્સ અનુકૂળતાએ મને મોકલાવવાનો પ્રબંધ જો થઈ શકે (તમારા પર કશો બોજો લાદવો ન જ જોઈએ), તો કેટલાંક સ્થાનોની શુદ્ધિ (અર્થઘટનની દષ્ટિએ) કરવા મારો વિચાર છે– નિશ્ચિત મુખાર્થની પીઠિકા માર્મિક અર્થની દિશા નક્કી કરી આપે. અમનયો ના મરાઠી–ગુજરાતી અનુવાદ સાથેનું મૂળ પાઠવાળું સંપાદન–અને “ચિદાનંદા'માંનો તમારો લેખ મેળવવા પ્રયાસ કરીશ. મારી પાસે તો '૯૨માં અહીંની સંસ્કૃત સેવા સમિતિએ જી.જી. ભાગવતના અંગ્રેજી અનુવાદ સાથે પ્રકાશિત કરેલ આવૃત્તિ છે – જેમાં પાઠ ક્યાંથી લીધો છે. તેનો કશો નિર્દેશ નથી ! ‘ઢક પરદા, રખ બાજી, ગુરુ ગોરખ દોનો રાજી' – એનો મુળ સ્રોત – તે પંક્તિ શેમાંથી છે તે સહેજે હાથવગું હોય તો જણાવશો. ભાઈ હસમુખ પાઠકનો “કૃષ્ણકર્ણામૃત'નો અનુવાદ અને વિવરણ હું જોઈ ગયો. વિવરણમાં તેમણે ભક્તિભાવે પદ્યોનો મર્મ ઉઘાડી બતાવ્યો છે– સેતુબંધ ૧૭૧ Page #197 -------------------------------------------------------------------------- ________________ કામની ભાષા હોવા છતાં, વાત પ્રેમની છે તે સ્થાને સ્થાને દર્શાવ્યું છે. ગુજરાતી પાઠકોને કૃષ્ણકર્ણામૃત'નું કવિત્વ અને ભક્તિભાવ માણવાની તેમણે ભક્તિભાવે અનુકૂળતા કરી આપી છે. ૬. તમારાં કાવ્યોનો સમગ્રતાથી સંગ્રહ કરવાના કામમાં તમે પ્રગતિ કરી છે તે જાણી રાજી થયો. મુંબઈ ભાઈ સુરેશને મળવાનું થયું હશે. જલદી તેનું પ્રકાશન થવું ઘટે. “શ્રુતિ, યુક્તિ, અનુભૂતિ- ત્રણે એકતાર નથી થતાં ત્યાં અંદરથી અજવાળું થતું હોય તો પણ કલમ થંભી જાય છે” એ કેટલી બધી મોટી વાત કહી ! જો કે તમારા સમગ્ર લખાણ અને વ્યવહારમાં એની પ્રતીતિ સહેજે થાય છે. ધાર્મિક-આધ્યાત્મિક પરંપરાઓના ચેતનનો ક્રમેક્રમે બ્રાસ થાય અને અનુયાયીઓ ગાદીપતિ કે અંધશ્રદ્ધાળુ પૂજકો બની રહે એ જાણીતો ઇતિહાસ છે. સુંદરમે આધ્યાત્મિક માર્ગદર્શકની પોતાની શોધને લગતો લેખ મહાત્માઓમાં મતભેદ– અરવિંદ આશ્રમમાં જોડાયા પહેલાં જે લખેલો તે મને યાદ છે. એટલે જ્યારે તેમના સ્મલન વિશે–પહેલાં બહેનની આપધાતની કરુણતા વિશે મેં જાણ્યું ત્યારે જેટલો આઘાત ન લાગ્યો તેટલો વિષાદ થયો. “કાંચન અને કામિની'થી સાધક કે આચાર્ય અલિપ્ત હોવાની, હૈયા ઉકલતથી લોકોએ સ્થાપેલી મર્યાદા ઘણી સંગીન છે : તે પછી પણ સુંદરમ્ શ્રદ્ધાળુ મળે ત્યારે તેની આંખમાં આંખ સ્થિર રાખી “શક્તિપાત’ કરતા હતા તે પણ જોતાં મારા જેવાને શલ્યની જેમ ખૂંચતું (આ સુંદરમ્ વિશે કશા વ્યક્તિગત ગમાઅણગમા કે નિંદાપ્રશંસાની વાત નથી કે તમે સહેજે જોશો). પણ “ગુરુવાદ'નું – ગુરુ સર્વાસર્વ હોવાની ભાવનાનું, તાત્પર્ય ઉપેક્ષિત થવાનું આ પરિણામ છે. બુદ્ધિવાદનો, તમે નિર્દિષ્ટ કર્યો તેવા વિચારકોનો ધર્મ-અધ્યાત્મના કૃતક આચારવિચારથી બચાવવામાં મોટો ફાળો છે. ૮. તમે કૃષ્ણના અવસાન પછી અર્જુનની વિરહદશાને લગતું ટાંચણ આપ્યું, તેથી મેં એ નિમિત્તે મૌસલપર્વનો ૯ મા અધ્યાયમાંનો એ સંદર્ભ જોયો. અર્જુન કૃષ્ણને મેધવપુ: કહે છે તેથી ભાગવતની બ્રહ્મસ્તુતિમાં (નૌમી તેડબ્રેવપુષે તડિતંવરીય) પ્રવપુષે નું સ્મરણ થયું ! વ્યાસ અર્જુનને જે આશ્વાસન આપે છે તેમાં ભવિતવ્યતા ઉપર અને વિશેષ કાલના સાર્વત્રિક ૧૭૨ સેતુબંધ Page #198 -------------------------------------------------------------------------- ________________ પ્રભાવ પર ભાર મુકાયો છે. ઉપનિષદ—ઉત્તરકાલીન દાર્શનિક પરંપરાઓમાં એક પ્રવાહ નિયતિવાદી હતો (આજીવિકો, અમુક મુદ્દા પૂરતી જૈન પરંપરા, ચતુર્ભુગ–વાદ વગેરે)- તેનો પ્રભાવ “મહાભારતમાં પણ અનેક સ્થળે જોવા મળે છે. કુંદનિકાબહેન યુરોપથી ક્યારે પાછા ફરશે? સ્વાથ્ય સંભાળશો. મારું ગાડું ચાલે છે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૭૩ Page #199 -------------------------------------------------------------------------- ________________ (૧૧૩) અમદાવાદ ૨૮–૭–૯૭ મકરન્દભાઈ, નંદિગ્રામ આવી ગયા હશો. જૈન પ્રબંધમાં હરિહર કવિની નીચેની ઉક્તિ તમારા આસ્વાદ માટે : आरुक्षाम नृप-प्रसाद-कणिकामद्राम लक्ष्मी-लवान् किञ्चिद् वाड्मयमध्यगीष्महि गुणैः कांश्चित् पराजेष्महि । इत्थं मोहमयीमकार्म कियती नानार्थ-कन्थां मनः स्वाधीनीकृतशुद्ध-बोधमधुना वाञ्छत्यमापगाम् । હરપ્રસાદ શાસ્ત્રીના ‘બૌદ્ધ ગાન અને દોહા'માં કૃષ્ણાચાર્યનો ‘દોહાકોશ' પણ આપેલ છે. તમારી પાસે એ પુસ્તક હશે ? હોય તો એનું ઝેરોક્સ કોઈ સહાયક દ્વારા ગમે ત્યારે કરાવી મને મોકલી શકો ? કુશળ હશો. હ. ભાયાણીના નમસ્કાર ૧૭૪ સેતુબંધ Page #200 -------------------------------------------------------------------------- ________________ (૧૧૪) ૩૧ જૂલાઈ ૧૯૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમારો પત્ર મુંબઈથી આવી વાંચ્યો. ઈશા યુરોપના પ્રવાસે. એને મુંબઈ સુધી સથવારો આપવા ગયો હતો. પરદેશની મુસાફરી આ પંડને હવે ફાવે એવી નથી. સુ.દ. સાથે ફોન પર વાત થઈ. ઈમેજ પ્રકાશન માટે એને કાંઈક તાત્કાલિક જોઈએ. મારી પાસે તૈયાર કાંઈ ન મળે ને ખલતા ખંખોળી કાઢે તો જૂનવાણી જણસ સાંપડે ને વળી કાંઈક રંધો-રોગાન કરવાં પડે. એક વિચાર ઝબકી ગયો. આપણા પત્રોમાં ઘણે ભાગે બિનંગત સામગ્રી છે. ક્યાંક સંગીતની જુગલબંદી જેવું જામે છે. એને પ્રકાશિત કરી શકાય? સમય પાક્યો છે કે નહીં, અથવા જુગતું—અજુગતું કહેવાય એની સૂઝ નથી. આવું છપાય કે છપાશે એની યે ખેવના નથી. સુ.દ. ને કહ્યું કે ભાયાણી સાહેબના પત્રો મેં સાચવી રાખ્યા છે, એમની અનુમતિ મળે તો પ્રગટ કરી શકાય. એ તૈયાર થયા છે. હવે સવાલ એને તમારી મંજૂરી ને મારે વ્યવસ્થિત ગોઠવી આપવાનો. ઈશા આવે ત્યારે એકત્રિત પત્રોને તારીખવાર ગોઠવી આપે. બીજી બાજુ મારા તરફથી જે તાક–ધીન થયું હોય એની યે તમારા સૂર સાથે સંગત, જોડ પણ મેળવીએ; જો એ જળવાયું હોય તો. આ નક્કી કરીયે તો હિમાંશીને સંપાદન સોંપી શકાય. હિમાંશી અને વિનોદ, મેઘાણીના આત્મકથનનો સંગ્રહ કરવામાં પડ્યાં છે. ગળાડૂબ છે. પણ હિમાંશી મારી પુત્રી સમાન. બાપનો બોજો વેઢારવાનું તો સારાં સંતાનો લલાટે લખાવીને જ આવ્યાં હોય છે. આમેય ભવિષ્યમાં તોળાતું રહે એનો–આજે જ નિકાલ આવી જતો હોય તો ગંગા નાહ્યા જેવું થાય. ‘ગોરખવાણી'ની ઝેરોક્સ આ સાથે રજી. બૂક–પોસ્ટથી મોકલું છું. વલસાડી ઝેરોક્સ છે એટલે મુંબઈના જેવું સફાઈદાર કામ નથી પણ વાચનમાં વાંધો નહીં આવે. “અમનચોગ, જરૂર હોય તો અહીંના પુસ્તકિયા ડુંગરમાંથી શોધી કઢાવી મોકલું. ‘ઢક પરદા' ક્યાંયે વાંચ્યું નથી. સાધુની ઉક્તિ સાંભળી છે. મારે ઘણા ગંજેરી–ભંગેરીને મળવાનું બન્યું છે. વચ્ચે તો આવી શંભુ-જમાતને સેતુબંધ ૧૭૫ Page #201 -------------------------------------------------------------------------- ________________ મળવાની ધૂન લાગી હતી. સાચના કટકા ને ઢોંગી–ધૂતારાને મન ભરી ભાળ્યા. આ વિષે લખવાનું મન થાય. પણ યોગીવર ગંભીરનાથનું વચન યાદ આવે છે : પ્રપંચ સે ક્યા ફાયદા ? હરિનામ લો.' ગઈ “ગુરુ–પૂર્ણિમાએ મુંબઈમાં મિત્રોનું મિલન થયું ત્યારે ગુરુવાદનાં ભયસ્થાનો, ને ખાસ તો ગુરુજન ગણાતા મનુષ્યની જવાબદારી તરફ વિશેષ ધ્યાન ગયું. મારે ભાગે અતીન્દ્રિય અને ઇન્દ્રિયગમ્ય બે પ્રદેશો વચ્ચે વિહરવાનું આવ્યું છે. એટલે તો Take off અને Landing Point– બંને પર પૂરું ધ્યાન આપવાનું ખાસ ખાસ જરૂરી બની જાય છે. જેમના પ્રત્યે મને ભક્તિભાવ ને આદર છે એવા સજ્જનને પણ મેં ક્યાંક નમતા ને નીચે ઊતરતા જોયા છે. ત્યારથી “મહામાયા'ને દંડવત કરવાનું મન રહ્યા જ કરે છે. “જ્યોં કી ત્યોં ધરી દીની ચદરિયાં'– કહી છેલ્લો શ્વાસ છૂટે એવી સતત પ્રાર્થના જલતી આગ જેવી ચાલે છે. “જૈસી ધૂની અતીત કી, જબ દેખો તબ આગ.' ચાલો ત્યારે, હમણાં વિનોદ આવશે. ઘણી ઝીણવટથી એ છપાતાં પુસ્તકોને તપાસી જુએ છે. મારા સાહિત્યિક લેખોનો સંગ્રહ “ધુમ્મસને પેલે પાર' પ્રેસમાં છે. વિનોદની આરબચોકી છે એટલું સારું છે. અચાનક મનમાં એક સવાલ : મત્સ્યદ્ર સુધી તો બૌદ્ધ અને શૈવ સિદ્ધો વચ્ચે સામ્ય લાગે છે. ગોરખે શૈવ–ધારા શરૂ કરી. ત્યારે કાન્હપા-કાનિફનું શું ? બૌદ્ધ ચર્યા–પદોમાં જ તે પોતાને જલંધર–શિષ્ય ને કપાળ કહે છે. એવી કોઈ ત્રીજી “કાપાલિક ધારા છે? મને આ વિષે અ–લૌકિક રીતે જાણવા મળ્યું છે. પણ એનો શાસ્ત્રીય પુરાવો, પ્રાચીન સાહિત્યમાંથી મળતો ટેકો શોધું છું. મળે ખરો ? મંજુઘોષ–બોધિસત્ત્વ ને મંજુઘોષ ભૈરવમાં થોડો ઉપાસના – ભેદ છે. કાન્ડપા-કૃષ્ણપાદ વિષે વધુ જાણવાની ઇચ્છા છે. એનું એક ગીત શિરીષ પંડિત અચ્છી રીતે ગાય છે. તમને સમય હશે ત્યારે સંભળાવી જશે. અમદાવાદમાં જ છે. પં. બેચરદાસભાઈનો પુત્ર છે. જે શ્રીકૃષ્ણ કે કૃષ્ણપાદ. ચન્દ્રકળાબહેન સ્વસ્થ હશે. તબિયત સંભાળશો. -મકરન્દ્ર ૧૭૬ સેતુબંધ Page #202 -------------------------------------------------------------------------- ________________ (૧૧૫) અમદાવાદ તા. ર–૮–૯૭ મકરન્દ્રભાઈ - ૩૧-૭નો પત્ર મળ્યો. તમારા “રામ”ને નામે હું પણ તરું તો તેનો કાંઈ ઓછો આનંદ થાય ? મારું ઘણુંબધું અવ્યવસ્થિત છે. તમારા પત્ર”૮૮થી આજ સુધીના જેટલા જળવાયા છે તે સમયાનુસાર ગોઠવી રાખ્યા છે – ઘણાખરા જળવાયા છે એમ માનું છું. તો તે તમને કઈ રીતે પહોંચતા કરું? રજિસ્ટર્ડ ટપાલનો પણ વિશ્વાસ રાખી શકાતો નથી. આંગડિયાનું પણ ઠેકાણું નથી. જણાવશો. હું ભાઈ સુરેશને પણ આ પત્રવ્યવહાર, યોગ્ય રીતે સંપાદિત થઈને પ્રકાશિત કરી શકાય તે સંબંધે વાત કરીશ. મારી પાસે ભાઈ પ્રબોધ પરીખના ઘણા વરસોથી લખાયેલા, રોજબરોજના જીવન, મુક્ત વિચાર–ઊહાપોહ કવિતા–ચિત્ર વ.થી સભર પત્રોનો ઢગ છે. વચ્ચે મેં વિચાર્યું કે પુસ્તિકા રૂપે એ પ્રકાશિત કરી દઉં. પણ સંપાદન સમય યા સરસ્વતીનું વરદાન મળ્યું જ મેળવી શકાય. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૭૭ Page #203 -------------------------------------------------------------------------- ________________ (૧૧૬) અમદાવાદ તા. ૫-૮-૯૭ મકરન્દભાઈ, તમને મેં અલગ બૂપોથી, વેનિસની ભારતીય મધ્યકાલીન પ્રાદેશિક સાહિત્યને લગતી આંતરરાષ્ટ્રીય પરિષદ (ઓગસ્ટ ૬-૮) માટે રજૂ કરાનારા નિબંધની એક નકલ (‘બારખડીને લગતી એક જૂની રચના પર) મોકલી છે.' આ પહેલાનો મારો પત્ર મળ્યો હશે. જો વિચાર્યા પ્રમાણે પત્રવ્યવહારની પુસ્તિકા તૈયાર કરવાનું નક્કી થાય તો તેનું “સેતુબંધ” નામ રાખી શકાય- આપલેનો સેતુ બંધાયો છે તેને અનુસરીને. અથવા તો કોઈ સંતની તમારે હૃદયગત પંક્તિવચનો બંધ બેસે તો. હ. ભાયાણીના નમસ્કાર 9. "Bārahakkhara-Kakka of Mahācandra Muni” ૧૭૮ સેતુબંધ Page #204 -------------------------------------------------------------------------- ________________ (૧૧૭) તા. ૮-૮–૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમારા બંને પો.કા.મળી ગયાં છે. હરિહર કવિની ઉક્તિ “સ્વાધીનીકૃત– શુદ્ધબોધ–' મનમાં વસતાં “સ્વાધીનકુશલા : સિદ્ધિમન્તઃ' યાદ આપી ગયું. પત્રપ્રકાશન માટે સંમત થયા, તેનો આનંદ. ટપાલમાં મોકલવાની જરૂર નથી. ભરતભાઈ કે હર્ષદ ત્યાંથી આવવાના છે, તેમને લખું છું. એ લેતા આવશે. ઇશા યુરોપના પ્રવાસથી ૧૬મી એ આવી જશે. પછી પસંદગી, પ્રેસકોપી વ.નું કામ ઉપાડીશું. હિમાંશીને કેવીક અનુકૂળતા છે એ પૂછી જોઈશ. હરપ્રસાદ શાસ્ત્રીનું પુસ્તક મારી પાસે નથી. રાહુલ સાંકૃત્યાયન સંપાદિત : દોહા-કોશ' છે. તમારી પાસે ન હોય તો મોકલી આપું. ખાસ સરહની કવિતા મૂલ, ભોઢનુવાદ ને હિન્દી છાયા છે. અપભ્રંશ ભાષા–પ્રયોગો વિષે પણ તારણ છે. મારે તો ખાસ કન્ડપા વિષે જાણવું છે. તેમનું “કપાલતંત્રને તેની સાધના–પદ્ધતિ વિષે મારે ક્યાંક લેખિત આધાર હોય તો જોઈએ છે. સિદ્ધો પાસેથી સોનું મળે છે, તેમની જ પ્રસિદ્ધ રચનાઓ સાથે મેળવી જોવું છે. વધુ પછી. ચન્દ્રકળા બહેનને વંદન. મકરન્દ સેતુબંધ ૧૭૯ Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ (૧૧૮) આત્મીય ભાઈ, તમે હરપ્રસાદ શાસ્ત્રીના ‘બૌદ્ધગાન ઓ દોહા' હોય તો મોકલવા લખ્યું ને હું રાહુલ સાંકૃત્યાયનનો ‘દોહાકોશ’ લઈને બેઠો. એક જોતાં આ સારું થયું. આ સંગ્રહમાં સરહ ઉપરાંત વિનયશ્રી સુમયિ અને કણ્ડપાનાં ગાન પરિશિષ્ટમાં આપ્યાં છે. એમાં ‘કાન્તિલ’નામ, જાલન્ધરિ ગુરુ અને શિવ— ઉપાસનાનો ચોક્ખો ઉલ્લેખ મળે છે. ‘હેરુઅરખ' ધરી કાન્તિલ નામઈ’ એ ઉક્તિમાં બૌદ્ધ વજસત્ત્વ, હેવજ, સાથે સાથે અહીં ખાંગધારી, મસાણવાસી, ભૈરવ પણ બિરાજમાન છે. આખું પદ ઊતારી આપું' : ‘બેંગ્નિ ભવ પાંજર તોડિય હેલે, સો કરુણ બેલમાઠઇ લીલે. ડમરુહિ હુંકારે બાજઈ, વજ્ર, યોગિનિ લેઈ હેરુઅ નાચઇ. (.) ફર્ડિઅ ગણ ચામ પસાહિઉ, ભૈરવ કાલરાતિતણે પાડિઉ. વામે ખટાઙગ દહિણ કરે ડમરું, નાચઈ હેરુઅ આલમ્બઈ કમલુ. ટરિય મેરુ તરન્તરુ મમ તાકિઉ, આઠ મસાણ પઅ ભે ચાપિઉં. યાસુ પયભાર મેદિનિ કાંપઈ, હેરુઅરઅ ધરિ કાન્ડિલ નાચઈ. સન બસિંહ રે તથતા પાહારી, બોહ ભારિ લઈ સજ રાઅ ફરી ધૂમઇ નાચઈ બઈસ પરવિભાગ, સહજે નિદાલૂ મોર કાન્તિલ લાગ ચેબઈ ન બેબઈ ભન નિંદા ગેલા, સબ ન મૂકલ કઉ સુહ સૂતલા ! સાંઅણે દેખિલહં ચૂ તિદુષણ સુનો, ઘોરિ પડઈ ખવાગમને વિહૂગિર, સાખિ કરહુ ગુરુ જાલન્ધરિ બાજ, મોહે ન બુઝઈ પણ્ડિય ખા (જ) સદ્ગુરુ વએણા, મૂલ સુન્ન બાપ્પ સ એલ વાસણા.’ તમારી પાસે આ દોહાકોશ હોય તો (પાનું ૩૬૯) પાઠ તપાસી જોશો. મારા અક્ષર ને વળી બેધ્યાનપણું અર્થને મારી ન નાખે પણ મરડી નાખે એવું બને ખરું. ૮ ઑગસ્ટ ૯૭ નંદિગ્રામ સેતુબંધ Page #206 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધ કાન્હા અને નાથયોગી કાનિફ એક જ વ્યક્તિ છે એવું અનુભવમાં આવ્યું હોવા છતાં એને મૂળ વાણીના આધાર વિના વ્યક્ત કરવાનું ટાળું છું. એ મારી અંગત લાગણી થઈ. સહુ કને એની માગણી કરી ન શકાય. ઉપરાંત કાન્ડપા એક સાધનાપથ પણ પ્રગટ કરે છે એ તો વાચન-મનન કરતાં નિરાળો પ્રદેશ છે. એને અનુસંધાને કપાલતંત્ર, “કપાલે કુંડલાકારા' ચિશક્તિ, એના દ્વારા ઊઘડતાં જ્ઞાન-વિજ્ઞાનનાં ક્ષેત્રો – આ બધું જ પ્રયોગશાળામાં સાવધાનીથી સાક્ષાત્કાર કરવાનું સાધન છે. જેને ભાષાની કે અનુભવની ભ્રમણામાં નથી રહેવું એને માટે તો કઠિન તપસ્યા જેવું જ આ કાર્ય છે. ઉપરના પદનો સાચો કે નિકટતમ સાચો પાઠ તમે કરી આપો એનાથી વિશેષ મારા અજવાળાને મહત્ત્વ નથી– એ મારે માટે અંગત યાત્રામાં ભલે અજવાળું રહ્યું. વિદ્યાના ક્ષેત્રમાં એનું મૂલ્ય તો સમગ્ર જીવનનું વિ– to know, સાથે વિદ્- to exist નો તાલ મળે ત્યારે જ આંકી શકાય. “Man is the measure of all things.” કાપા કે કૃષ્ણપાદ જેવું જ મારે મંજુશ્રી કે મંજુઘોષ વિષે બન્યું છે. મંજુઘોષ કુમારભૂત બોધિસત્ત્વ અને મંજુઘોષ ભૈરવ, થોડી ઉપાસનાની પદ્ધતિ બાદ કરતાં એક જ ઉપાસ્ય એવી મારી અનુભૂતિ છે. મંજુશ્રીની એક સુંદર મૂર્તિ મારા ધ્યાન અને મંત્રજપનું કેન્દ્ર બની હતી. એનાથી મને અબ્દુલ અઝીઝનો મેળાપ થયો. મંજુશ્રીના અનન્ય ઉપાસક દ્વારા કેટલુંક સાહિત્ય મળ્યું. મૂળ તિબેટી ભાષામાંથી અંગ્રેજી અનુવાદનાં પુસ્તકો વધુ ઊંડો અભ્યાસ કરવા પ્રેરે છે, સાથે પેલા ધ્યાનનો દોર છૂટતો નથી. એ ચિત્તને અત્યંત વિલક્ષણ સ્થિતિમાં લઈ જાય છે. પણ વળી, એના પર જ મદાર બાંધીને કશા નિર્ણય પર ભાર મૂકવાનું મન થતું નથી. ઊલટું વધુ ને વધુ નિર્ભર ને નિરાગ્રહી બનતું જાય છે. મનમાં થાય : ક્યાંક અંતઃસ્ફરસ અને બુદ્ધિયોગનું યુગનદ્ધ સ્વરૂપ જોવા મળે ? ક્યાં ? બુદ્ધિગમ્ય નહીં તો બુદ્ધિમાન્ય અંત:પ્રજ્ઞાનો દરવાજો ઊઘડી શકે? મારું આ મંથન બિનંગત અને મધ્યસ્થ, પક્ષપાત રહિત દર્શન પામવા માટે છે. એક મિત્ર આવ્યા છે. આ પત્ર, કાન્હપાના પદના ઝેરોક્સ સાથે એ સવેળા પોસ્ટ કરશે. તમને સત્વર મળે ને પેલા પદનો માયનો ખૂલે એવું કરજો . મકરન્દ્ર સેતુબંધ ૧૮૧ Page #207 -------------------------------------------------------------------------- ________________ (૧૧૯) અમદાવાદ તા. ૧૩–૮–૯૭ મકરન્દભાઈ, ભરતભાઈ પત્રો લઈ ગયા છે. કોઈક કદાચ ખૂટતો હોય. ઘટતું તમારે છેડે થશે. સિદ્ધનાથ બૌદ્ધ–સહજયાની પરંપરા અને શૈવ નાથ–યોગી પરંપરાએ બેને જોડતી કડીઓ શોધી કાઢવી એ સંશોધનને માટે આહ્વાનરૂપ છે. પણ એ સાહિત્ય અને એ ભાષાઓની જાણકારી મેળવવી પડે – વિચારધારાની કે સાધનારીતિની તો ખરી જ કૃષ્ણપાદની જે ગીતિ (તમે કષ્ટ લીધું, પણ મારી પાસે સાંકૃ૦નો દોહાકોશ' ઘણા સમયથી છે.) તમે મોકલી તેનો મારી દૃષ્ટિએ યથાશક્ય સુધારેલો પાઠ અને તેની સંસ્કૃત છાયા આ સાથે મોકલું છું; મેં સરહપાદનો ‘દોહાગીતિકોશ' અને સિદ્ધોનો “ચર્યાગીતિકોશ'' આ જ રીતે, અંગ્રેજી શાબ્દિક અનુવાદ સાથે, તૈયાર કર્યો, તે છપાઈ ગયો છે અને ત્રણચાર દિવસમાં એ પુસ્તક આવી જતાં એક નકલ તમને મોકલી આપીશ. ત્રણચાર વરસથી કટકે કટકે કામ ચાલતું હતું. છપાતાં પાંચેક મહિના થયા. કૃષ્ણપાદનો ‘દોહાકોશ' હું બીજેથી પ્રયાસ કરી મેળવી લઈશ. તમે કષ્ટ ન લેશો. અવકાશ અને કાર્યશક્તિની અનુકૂળતા હશે તો તે પણ ઉપર્યુક્ત પદ્ધતિએ તૈયાર કરવાનો વિચાર છે. તમે સ્વસ્થ હશો. મારી ચિંતા કામના લોભથી કેમ છૂટવું અને સ્વાથ્ય બગડતું અટકાવવું તે છે. સંશોધન–દષ્ટિએ દસ બાબત કે વિષયોમાં કાંઈક નવું કહી શકાય તેવું લાગે એટલે ફટ દઈને લેખણી હાથમાં લેવા દોડું છું – આ દરિયો કોઈ થોડોક પણ ઉલેચી શક્યું નથી એ બરાબર જાણવા છતાં. સંયમપાલનનો અભ્યાસ નાનપણથી કર્યો હોય તો જ મનને વશ રાખવાનું બને. હવે કુદરત અટકાવે તો જ અટકાય છે. પણ આટલું આત્મપુરાણ ઘણું. હ. ભાયાણીના નમસ્કાર ૧. પ્રકા. પ્રાકૃત ટેસ્ટ સોસાયટી, અમદાવાદ, ૧૯૯૭ ૧૮૨ સેતુબંધ Page #208 -------------------------------------------------------------------------- ________________ (૧૨૦) મકરન્દભાઈ, इंद्री का लडबडा (लडफडा ) जिभ्या का फूहडा, गोरख केहेते पर्तखि चूहडा । સેતુબંધ काछका जती, मुख का सती, सो सत पुरुख उतगो कथी ॥ (સવવી ૨) એ સંદર્ભ હાથ લાગી ગયો. હું સવીનું પહેલું વાચન ઉતાવળે કરી ગયો. કેટલીક નોંધો કરી છે. એકાદ લેખ અવકાશે ફટકારીશ. તમે મોકલેલી નકલમાં ક્યાંક તમારી નોંધ છે. અમદાવાદ ૧૪-૮-૯૭ હ. ભાયાણીના નમસ્કાર ૧૮૩ Page #209 -------------------------------------------------------------------------- ________________ (૧૨૧) ૨૧ ઑગસ્ટ-૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, ભરતભાઈ આવ્યા ને તેમની સાથે પત્રોના બે થોકડા ઝેરોક્સ માટે મોકલી આપ્યા. તેમનું જ સૂચન. એ પછી હિમાંશીને સંપાદન માટે “સેતુબંધ' આપી દઈશ. ભાભાઈ અહીં હતા ત્યારે જ તમારું પતું મળ્યું. ગોરખવાણી મળી ગઈ એ ટાંકેલી પંક્તિમાંથી જાણી લીધું. “લડબડા' શબ્દ નીચે તમે ‘લડફડા' લખ્યું છે તે આ પંક્તિ માટે બરાબર લાગે છે ? મારા મનમાં શંકા છે “ઇન્દ્રી કા લડબડા–એ લડબડવું, ઢીલું થવું એવા શિથિલાચાર માટે ન હોઈ શકે ? ઊંટનો હોઠ ‘લબડે ને શિયાળ ટાંપીને બેસે એ લડબડવામાંથી જ આવ્યું હશે. એ પરથી લબાડ. મને ખબર નથી. અને વળી આ તમારો પ્રદેશ એટલે એમાં મારી ચાંચ ન ચાલે. ‘કાછ કા જતી, મુખ કા સતી'—એ તો ‘વાચકાછ મન નિશ્ચલ રાખે’ એ નરસિંહ-ઉક્તિ સાથે સુ-યુક્ત. આમ ભાષામાં ભૂસકો મારતા વળી એક બીજો તુક્કો સૂઝે છે. અનુસંધાન' (૯)માં ‘ભદ્રમ્ તે અને ભદત' વિષે વાંચ્યું. વળી અનધિકારચેષ્ટા જેવું પણ “પ્રમાદેન, પ્રણયન–હાથ થંભી ગયો. કવિજીવના પ્રાસ-મોહને લીધે કલમ-ચૂક થઈ લાગે છે. ગીતામાં જોયું : પ્રમાદાત્ પ્રણયેન વાપિ” સમજશો. મારા મનમાં એ છે કે વિશ્વામિત્ર રામને દિવ્ય-આયુધો આપતાં આ કથન વારંવાર કરે છે. વાક્યની વચ્ચે વચ્ચે ‘ભદ્ર તે' એવું એ બોલી ઉઠે છે. તમે ટાંકેલા શ્લોકો ઉપરાંત દિવ્ય અસ્ત્ર આપતાં જ એ કહે છે : ‘તાનિ દિવ્યાનિ ભદ્ર તે દદામ્યસ્ત્રાણિ સર્વશઃ' – એ પછી અસ્ત્ર-શસ્ત્રની લાંબી યાદી આપે છે. મને થાય છે કે મુનિ તાટકા રાક્ષસી વ.ના ત્રાસથી ગળે આવી ગયા છે. તેમને રામલક્ષ્મણ મળતાં એટલો તો આનંદ થતો લાગે છે કે “ભદ્ર તે’ - “તારું ભલું થાય', ‘તારું સારું થાય,’ કહેતાં થાકતા નથી. એ શબ્દો પણ કોઈ વડીલ પોતાના વત્સને કહે તેવા છે. ત્યારે ભદંત તો આચાર્ય કે ગુરુજનને સંબોધન છે. ‘ભદ્ર તે’ જેવું વચન તેમને માટે વપરાય ? આચાર્યના વિશેષણ માટે પણ તે વપરાય છે. ખાસ કરીને બૌદ્ધ વિદ્વાનો માટે એ આજેય વાપરવામાં આવે છે. ભદત કૌસલ્યાયન, સાંકૃત્યાયન વ. ૧૮૪ સેતુબંધ Page #210 -------------------------------------------------------------------------- ________________ મારું મન કેડો છોડતું નથી કે ભદ્રાન્ત, ભદ્રત્ત જેવો કોઈ શબ્દ-સિક્કો પાડવામાં આવ્યો હશે ? જેમ મહાત્ત અને મહત્ત વપરાય છે તેમ ? રામાનંદ સંપ્રદાયનું એક સામયિક આવે છે તેમાં “મહન્ત' માટે મહાન્ત' લખેલું હોય છે. અહીં મહત્ત Excellent in Greatness છે, એ બ્રાહ્મણ પરંપરાનું મહત્તમ પદ. એવી જ રીતે ભદન્ત-એ Excellent in Greatness એ બૌદ્ધ પરંપરાનું વિશેષપદ સૂચવતું હોય. વિક્રમાદિત્ય અને શીલાદિત્યમાં તો એ સ્પષ્ટ જોઈ શકાય છે. પેલા Excellent, Great/and Goodમાં “આપણા રામને” “અરસપરસ' અભેદ જેવું થઈ ગયું. પણ મહાન્ત અને ભદ્રાન્ત જેવા બે ફાંટા પડ્યા હશે ? બૌદ્ધો પ્રત્યે સામાન્ય લોકોનો એટલો તો રોષ ભભૂકી ઉઠ્યો હશે કે એમાંથી “ભદ્દો” નીપજી આવ્યું લાગે છે. બૌદ્ધો ઉપરથી શું બોદો–એ રીતે આવ્યું હશે ? પાલીતાણા પાસે “બોદાનો નેસ” નામે જગ્યા છે એ બૌદ્ધોનો વિહાર હશે. બૌદ્ધ ધર્મ કેવી રીતે નાશ પામ્યો એ વિચારણા માગી લે. પણ એમના પ્રત્યેનો તિરસ્કાર સામાન્ય જનતામાં વ્યાપી ગયો હશે તે ભાષામાં ઊતરી આવ્યો છે. જૈનો પ્રત્યે આવો તિરસ્કાર નથી પણ જૈન યતિઓ સામે પૂરી નફરત છે. તમે એક કહેવત સાંભળી હશે : ચાંચડ માંકડ જૂ ને જતિ, એને મારવામાં પાપ જ નથી બૌદ્ધ સાધ્વીઓનો એક વર્ગ પોતાના પ્રત્યે કોઈને મોહ ન થાય એટલા માટે નાકનું છેદન કરી નાખતો. આ છિન્ન-નાસિકા'માંથી જ “છિનાળ’ આવ્યો હશે ? મારું ‘બુતું આમાં હાલતું નથી એ પણ બુદ્ધ બાબુની યાદ અપાવવા માટે ? તમે વધુ જાણો. “ઉદ્દેશમાં નિસિમ ઈઝેઅિલનું બયાન સહુ સર્જકોની આત્મવાણી જેવું છે. કાગળને કોરે મૂકી નંદિગ્રામની ધરતી ખેડવાનું માથે લીધું ત્યારથી આ હળ હાંકવું કેટલું કઠિન છે તેનો ખ્યાલ આવી ગયો. માલિકની મહેરબાની કે ટકી શક્યાં ને વળી કાંઈક જીવ જેવું ઉગાડી શક્યાં. એમાં મારા કરતાં ઇશાનો ફાળો ઘણોબધો વધારે. મારો તો વેરાગીનો જીવ એટલે જહન્નમમાં જાય આવી માયાજાળ કહી ધૂળ ખંખેરી ચાલતો થાઉં. પણ વળી જવાબદારીનું ભાન જગાડે એટલે બથોડાં લઉં. અંદર સાધુ ને સિપાઈ વચ્ચે જે સંગ્રામ ચાલુ છે એ કોને કહું? જવા દો. ઈઝકિઅલનું મનોમંથન આપણા બૌદ્ધકોને ગળે ઊતરશે ? મેઘાણીને આ જંગમાં પૂરા ઊતરતા મેં જોયા છે. સેતુબંધ ૧૮૫ Page #211 -------------------------------------------------------------------------- ________________ ચાલો, ‘ઉદ્દેશ’ના એ જ અંકમાં ‘લલિતા સહસ્રનામ' પર નજર ફેરવી હશે. ‘વિષ્ણુસહસ્ર નામ'નું થયું એટલું મોટું થોથું થાય એમ છે. ઘણું બધું પડ્યું છે. કોઈ હિરનો લાલ કે હૈયાફૂટ્યો આવશે એ ધૂળ ખંખેરી ધાન જેવું કરી આપશે. આમ તો વહેતી ગંગામાં નાહ્યા એટલું પુણ્ય છે. તમારી તબિયત સારી છે. (હમણાં). ‘સારી હશે’ ને બદલે ‘છે’ની જ છાપ પાડી દીધી. ખુદાતાલા એને મંજૂર કરે. ગાલિબની યાદ : ‘કિસ્મત બૂરી સહી પે તબીઅત બૂરી નહી, હૈ શુક્ર કી જગહ કે શિકાયત નહી મુઝે.' ચંદ્રકળાબહેનને વંદન. ૧૮૬ મકરન્દ સેતુબંધ Page #212 -------------------------------------------------------------------------- ________________ (૧૨૨) મકરન્દ્રભાઈ, ‘ઉદ્દેશ’માંનું લલિતા સ.ના. નું તમારું પુરોવચન' સરળ, સરસ રીતે મર્મ પ્રગટ કરી આપે છે. વાણીનો વિસ્તાર વૈખરીથી પરા સુધીનો છે એ વાત તેમાં સહેજે વણાઈ ગઈ છે. તો પણ, વિષ્ણુસહસ્રનામ, શિવસહસ્રનામ, દેવીસહસ્રનામ, જિનસહસ્રનામ એવી પરંપરા ચાલી છે. અને તેમાં સેંકડો શબ્દોના તાણીખેંચીને અર્થ કરાયા છે તેમાં ભારોભાર પ્રશસ્તિ અને ગતાનુગતિક શ્રદ્ધાનું તત્ત્વ, યાંત્રિકતા મૂળ ભાવનાને ભૂંસવાનું કરે છે. જો કે આ તો કાંઠે ઊભીને જોનારની છાપ છે, માંહી પડીને મહાસુખ માણનારની નહીં. સેતુબંધ હમણાં જ રાજેન્દ્ર શુક્લ તદ્દન અણધાર્યા ડોકાઈ ગયા- એક શેર સંભળાવ્યો તે કાંઈક આવા અર્થનો હતો : તું ભીતરના ગિરનારની ગુફા, ખીણો, કંદરા ઢૂંઢ્યા કર : ક્યાંક કોઈ ધૂણો ધખતો હશે. હ. ભાયાણીના નમસ્કાર ૨૫-૮-૯૭ ૧૮૭ Page #213 -------------------------------------------------------------------------- ________________ (૧૨૩) ૩૧-૯-૯૭ નંદિગ્રામ આત્મીય ભાઈ, ભરતભાઈએ આપણા પત્રોની ઝેરોક્સ કરાવી મોકલી આપી છે. ક્યાંક શબ્દો ઊઠ્યા નથી તે મૂળ સાથે સરખાવી જોવા પડશે એમ લખે છે. હિમાંશીબહેન સાથે વાત થઈ, એણે સંપાદન કરવાનું સ્વીકાર્યું છે. હવે આપણે ભાગે ત્યારે સેતુબંધ'નો કોન્ટેક્ટ આપવાનું જ રહ્યું. મારે તો નફો હરિના નામનો. હમણાં સારા એવા દિવસો કામકાજમાં ગયા, તમને સમાચાર મળ્યા હશે કે ગુજરાત સાહિત્ય અકાદમીએ મારું સન્માન કરવાનું નક્કી કર્યું છે, મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે. આપણે તો આવે તેનો આદર કરવાનું અને આઘની આશા નહીં, એવું રાખ્યું છે. સન્માનની હા લખી નાખી. પણ સભા-સમારંભ મારે માટે શક્ય નથી એ જણાવ્યું છે. મૂર્ધન્ય એટલે શું? આ વિચારણા ચાલી અને એ વિષે એક લાંબો લેખ લખ્યો. તમને વંચાવવાનું અને સલાહ-સૂચન મેળવવાનું મન છે. મને થાય છે કે સન્માન પ્રસંગે આ લેખ પ્રત્યુત્તર તરીકે પ્રગટ કરું. અગાઉથી પાંચ સો નકલ છપાવવા ધારું છું. લેખનું મથાળું બાંધ્યું : “સિદ્ધ સારસ્વતોને પગલે', પેટા-મથાળુ અર્જુન ભગતની પંક્તિ : “શબદ મેં જિનકું ખબર પડી.' મહાદેવભાઈએ અર્જુન ભગતની વાણી'નું સંપાદન કર્યું છે. એ રણછોડના શિષ્ય, નિરાંત પરંપરાના. ઘણા વખત પહેલાં વાંચેલી એની ભજન પંક્તિઓ યાદ છે. ‘નંદિગ્રામમાં એક નવો પ્રવાહ વહી આવ્યો. ગાયને કેન્દ્રમાં રાખી ગોપુરની યોજના અમલમાં મૂકી. એ વિષે છાપામાં કદાચ વાંચ્યું હશે. પેલી બીજ માવડી' વાળી કહેવત બધાને બહુ જ ગમી. સર્વોદય કાર્યકર્તાઓએ જવાબદારી ઉપાડી છે એટલે અમારા પર ખાસ ભાર નથી. બે શિબિરોમાં પંદરેક મિત્રોએ ભાગ લીધો. મેં ‘ગોવિદ્યા' વિષે ગદ્ય-પદ્યમાં વિદ્યા પાઠે એવું લખી આપ્યું. એકસેલ ઇન્ડ.વાળા કાન્તિસેનભાઈ પાસે વૈજ્ઞાનિક તેમજ આર્થિક પાસાંને આવરી લેતી દષ્ટિ છે : યોજક પણ એવા જ કુશળ. અહીં પ્રયોગ સફળ થાય તો ખેડૂને જમીન પર સ્થિર કરે ને સમૃદ્ધ પણ કરે એવી દિશા ખૂલે એવું છે. ૧૮૮ સેતુબંધ Page #214 -------------------------------------------------------------------------- ________________ ગ્રામપ્રદેશમાં કાર્ય કરતા મિત્રોના અનુભવો અને ચિંતન-મનન જાણવા મળ્યાં. આમાં પણ “આગે આગે ગોરખ જાગે' એવું રાખ્યું છે. તમને “ગોરખવાણી” ઉપયોગી થઈ હશે. પેલા “ભદંત’ વિષે પછી શબ્દ કલ્પદ્રુમ'માં જોયું. એમાં “ભદંત' શબ્દ જ અપનાવ્યો છે ને અર્થ આપ્યો છે : “ભન્દતે ઇતિ, ભદિ કલ્યાણ-સૌગતાદિબુદ્ધ વગેરે. મારી ક્યાંક ભૂલ થતી હોય તો એ પર છેકો મૂકી દેશો ને ડહાપણ દરગુજર કરશો. હા, વચ્ચે જરા ઇન્વેક્શનડું થઈ આવેલું પણ હવે સારું છે. તમારી તબિયત સારી જ હશે. ચન્દ્રકળાબહેનને વંદન. ઇશા સ્નેહ-વંદના પાઠવે છે. અવકાશે લખશો. તમારો મકરન્દ મારા સાહિત્યિક લેખોનો સંગ્રહ “ધુમ્મસને પેલે પાર' પૂફ-વાચન માટે આવી ગયો. વિનોદ પૂફ જુએ છે. સેતુબંધ ૧૮૯ Page #215 -------------------------------------------------------------------------- ________________ (૧૨૪) તા. ૪-૧૦-૯૭ મકરન્દભાઈ, તમારો ૩૧/૯નો પત્ર આજે મળ્યો. ટપાલખાતામાં સુધારો થતો લાગે છે, મુંબઈનો પત્ર હમણાં મને સાત દિવસે મળ્યો હતો ! તમારા ૩૧/૮ના પત્રનો હજી પણ ઉત્તર ન આપ્યાનું મનમાં ખટક્યા કરતું હતું, ત્યાં તો બીજો પત્ર મળ્યો. આજે ઘણો અવકાશ મળ્યો છે એટલે તેથી જ લખવા બેઠો છું. તમારા આ પત્રમાં બે ત્રણ બડી ખુશીના સમાચાર છે. ખિન્નકર ઘટનાઓ અને સમાચારોની વચ્ચે પ્રસન્નકર પણ બનતી – હોય છે, હોય છે, પણ કેટલીક વાર આપણી જાણબહાર રહે છે. ગુજરાત સાહિત્ય અકાદમીએ તમારું સંમાન કરવાનું ઠરાવ્યું તેથી મારો પણ “અહં સ્વલ્પ પોષાયો : હું બે ત્રણ વરસથી ભલામણ કરતો હતો. તમે સ્વીકાર કર્યો તેથી રાજી થયો. આવી બાબતમાં તમારી નિઃસ્પૃહતા અને વિવેકદષ્ટિ સ્વભાવસહજ હોઈને તમારો પ્રત્યુત્તર બધી રીતે ઉચિત જ હોવાનો. મારે એમાં કશું જોવાનું-કહેવાનું ન હોય- હા, જાણવાનું, સંતો-ભક્તોનાં વચનોના ઉત્તર-પૂંભડાના લસરકા, આસ્વાદવાનું જરૂર થાય. બીજા આનંદના સમાચાર તમે ત્યાંના લોકકાર્યમાં “ગોપુરની યોજના અમલમાં મૂકી છે. ભાષા, સાહિત્ય, કલા, આચાર-સંસ્કાર – આ બધામાં લોકપ્રવાહમાંથી આપણા- “ઉચ્ચ', “ભદ્ર' જે કહીએ તે- વર્ગને પોષણ મળતું રહે તો જ તેનું ચૈતન્ય સતેજ રહે – આવી આપલેની આપણી યુગો જૂની પરંપરા છે, અને જયારે જયારે એ સંબંધ ખખડી ગયો છે, ત્યારે ત્યારે સંસ્કારપરંપરામાં હાસનો-કળિયુગ'નો ઓછાયો પડ્યો છે. તમને, કુંદનિકાબહેનને અભિનંદન. ઘટતી જાણકારીનો લાભ મળ્યાથી તે પ્રવૃત્તિ જરૂર ફૂલશેફાલશે. તમે બંને પત્રોમાં શબ્દપ્રયોગના મર્મ વિશે તમને વિચાર આવ્યા તે ટપકાવ્યા છે. તે વિશે ટૂંકમાં : “ભદ્ર તે' રામાયણમાં અનેક સંદર્ભોમાં વક્તાના વાક્યને તોડીને વચ્ચે આવે છે, એટલે તે એક “ખમ્મા તને, તમને' એ પ્રકારની શુભાશિષવાચી રૂઢોક્તિ હોવા બાબત કશી શંકા નથી. હા, કોઈ સંદર્ભમાં તે ૧૯૦ સેતુબંધ Page #216 -------------------------------------------------------------------------- ________________ ઉપરાંત વિશેષ સંકેત પ્રસંગાનુસાર હોય પણ. લોકોમાં જે “લૌકિક વ્યુત્પત્તિઓ', અજ્ઞાનથી, વિનોદ કે રમત ખાતર પ્રચલિત બને છે – “ટપ દઈને આલી જાય તે ટપાલી', “ભય ત્રીજો તે ભત્રીજો”, “માશી-મા જેવી તે માશી”, “બાને પાળે તે બાપા' તેની તો ઠેઠ ઉપનિષદો, યાસ્ક અને પુરાણો વગેરેમાં અઢળક સામગ્રી પડી છે. “બૌદ્ધો ને ઉતારી પાડવા તે ઉપરથી “બુદ્ધ, જૈનોને ઉતારી પાડવા - કેશલોચ' કરાવે તે ઉપરથી ‘લુચ્ચો વગેરે folk-elymology ના પ્રદેશમાં આવે. ઉપરટપકેના ઉચ્ચારસામ્ય અને લોકપ્રચલિત માન્યતાને આધારે શબ્દના મૂળનો તેમાં ભળતો ખુલાસો આપી દેવાય. ધ્વનિપરિવર્તન અને અર્થપરિવર્તનની ઐતિહાસિક સામગ્રી અને દૃષ્ટિથી તે સમર્થિત ન હોય. હા, તમે જેમ કથાઓમાં અંગત રીતે ઊંડો મર્મ હોવાનું જુઓ છો – બતાવો છો, તેથી આજના વાચકભાવક-જિજ્ઞાસુને નવી રીતે જોવાનો લાભ થાય ખરો. ઈન્વેક્શનની અસર તમને થઈ અને હવે મુક્ત થયા છે તેથી સલાહ આપવાનું મન થાય છે કે ઘટતી સાવચેતી રાખશો - A grade security ! લેખસંગ્રહ છપાઈ રહેવા આવ્યો છે તે પણ સારા સમાચાર છે. તમારાં લખાણો સંગ્રહસ્થ થતાં રહેવા જોઈએ. તેમાંથી અંગત અનુભવના સ્પર્શવાળો ઘણો માલમસાલો મળતો રહે. હવે મારું પુરાણ. તમે પહેલેથી મને “આત્મીય સંબોધને નવાજયો છે, મારાથી પાછા કેમ પડાય ? પત્ર લખવાનું મુલતવી રાખતો હતો, કેમ કે ઘણું તરતમાં પાર પાડવાનું હતું, અને તે પછી નિરાંતે પત્ર લખવાનો આનંદ માણી શકાય, કહેવાનું સરખી રીતે કહેવાય. અત્યારે હું ગોળનો મસમોટો ગાંગડો ઊંચકી ચાલવાનું કરનાર મકોડાની હારમાં છું. એક સાથે સાતઆઠ પુસ્તકો – છપાય-કેટલાંકમાં “ઇટેલિક્સ', “ડાયાક્રિટિક’ ચિહ્નો, બોલ્ડ, રોમનની સાથે નાગરી, બધું એક જ પંક્તિમાં આવે એવી ટેકનિકલ સામગ્રી એટલે છાપનારનું તેલ નીકળે અને સતત પાછળ ન પડીએ તો ભૂલો ઘણી રહી, અર્થનો અનર્થ થાય અને બેદરકારીનો અપજશ કપાળે ચોટે. છેવટે ત્રણ પાર પડ્યાં, ચોથું અઠવાડિયામાં અને “અનુસંધાન'નો ૧૦મો અંક પણ આજે પ્રકાશિત થઈ ગયો. ત્રણ સંશોધકોના મહત્ત્વના પુસ્તકના પ્રકાશનમાં, સંશોધનમાં સહાયની દૃષ્ટિએ અને આર્થિક પ્રબંધ કરવામાં મેં રસ લીધો તેથી તે પણ અઠવાડિયામાં પ્રકાશિત સેતુબંધ ૧૯૧ Page #217 -------------------------------------------------------------------------- ________________ ― થઈ જશે. ૧૦મીએ ચારપાંચ પુસ્તકનું ‘વિમોચન’ રાખ્યું છે – સૌની સાથે વહુ પણ જોડાઈ ગઈ એવો આક્ષેપ વહોરીને પણ. ચાલુ વિદ્યાકાર્યનો વિદ્યારસિકોને એ બહાને પરિચય મળે. લોભને થોભ નથી. બાકી કેટલુંક કામ હજી અધૂરું છે– અરધું છપાય છે, અરધું તૈયાર કરીને આપવાનું છે. તે માટે એકાદ વરસ તો આપવું જ પડશે; અત્યારે આરોગ્યના ગ્રહો અવળા ચાલે છે. તમારાં સત્કર્મોએ - જીવનકાર્ય અને સ્નેહપૂર્ણ સ્વભાવને પ્રભાવે તો ખરું જ સન્નિષ્ઠ અને ભક્તિભાવી સહાયકો તમારો બોજો હળવો કરે જ એવા છે કે ‘એકલા ચાલો'નું રટણ જ કરવું પડે. જોર કર્યું એટલે છે. મારા વિષયો ‘દોહગીતિકોશ-ચર્યાગીતિકોશ'ની નકલ ભરતભાઈને કહીને તમને પહોંચાડવાનું ગોઠવું છું. ‘બારખરકક્ક' ટપાલથી મોકલીશ- ‘અનુસંધાન’ - ૧૦ પણ. કુંદનિકાબહેનને નમસ્કાર. ચંદ્રકળાનું ઉમર પ્રમાણે ઠીક ચાલે છે. ઘરનો બધો ભાર એ સંભાળે છે. મુંબઈથી ઉત્પલ સપરિવાર દિવાળીમાં અઠવાડિયું સાથે રહેવા આવનાર છે. ભાઈ સુરેશ દલાલે પ્રોસ્ટેટનું ઑપરેશન કરાવ્યું અને હવે થોડા દિવસમાં હરતાફરતા થશે. ૧૯૨ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #218 -------------------------------------------------------------------------- ________________ (૧૫) અમદાવાદ તા. ૧૩–૧૧–૯૭ મકરન્દભાઈ, કુંદનિકાબહેને સમાચાર આપ્યા હતા કે વચ્ચે તમારું સ્વાથ્ય નરમ થઈ ગયું હતું, પણ હવે ઠીક છે. સંમાન પ્રસંગેનું તમારું વક્તવ્ય સમુચિત જ હોવાનું– મારે એમાં શું જોવાનું હોય? સમયસર તૈયાર થઈ ગયું એ ઠીક થયું. સાચા કવિ જીવનું, ભજનના જીવનું, અલરના આરાધકનું, સાધકનું, પ્રેમનો પ્યાલો પીનાર ને પાનારનું સંમાન થઈ રહ્યું છે એનો અનેરો આનંદ છે. આ બધી ધમાલ વચ્ચે સ્વાચ્ય ન બગડે એની ઘટતી સંભાળ રાખશો. . હ. ભાયાણીના નમસ્કાર ૧. ગુજરાત સાહિત્ય અકાદમી દ્વારા ૧૯૯૭નો “સાહિત્ય ગૌરવ પુરસ્કાર મકરંદ દવેને અર્પણ થયેલો, તે પ્રસંગનો નિર્દેશ છે. વક્તવ્ય માટે જુઓ પરિશિષ્ટ. સેતુબંધ ૧૯૩ Page #219 -------------------------------------------------------------------------- ________________ (૧૨૬) આત્મીય ભાઈ, તમારા ૧૩-૧૧-૯૭ના પત્રનો જવાબ છેક આજે લખવા બેઠો છું. ૭૫મું નિર્વિઘ્ને પતી ગયું એનો સંતોષ. પેલું વક્તવ્ય વાંચવામાં આવ્યું હશે. આપણે ત્યાં છાપભૂલો ન હોય તો જ નવાઇ. ઉતાવળે થયું પણ સમય સચવાઈ ગયો. મિત્રોના પ્રેમનું મોજું મનને ભીંજવી ગયું. આ દૃશ્ય, મર્ત્ય જગતમાં બીજી કોઈ કમાણી હશે કે નહીં પણ પ્રેમ-પદારથ તો મહા મૂલ્યવાન છે; અમૃતે ય ક્યાંક ઓછું અંકાય એમ લાગે છે. હમણાં જ વાંચ્યું કે મફત ઓઝાનું અવસાન થયું. અને થોડા સમય પહેલાં જ આપણા ઘરની ઓસરીમાં અમે બેઠક જમાવી હતી. ‘કવિલોક'માં એમણે લખેલું સ્મરણ વાંચ્યું. એક સાધુરામ કહેતા : ૧૯૪ ‘ચલાચલી કે ખેલ મેં ૫-૧-'૯૮ નંદિગ્રામ ભલાભલી કર લે !' આટલી સાદી વાત સમજાઈ જાય તો એટલી ‘મારા મારી' અટકે. પણ મોટા ભાગના માણસો પ્રકૃતિના માર્યા પરવશ બનીને ખેંચાઈ જતા હોય ત્યાં મારફાડ અટકે શી રીતે ? આપણે ભાગે આવ્યું એટલું વહેંચી-કારવી રવના થઈ જવું. અવાર-નવાર તમારા ‘ચર્ચાપદો'ના ચંક્રમણ પર આંટા-ફેરા મારું છું. સંસ્કૃતહોવાથી અર્થ સમજવામાં સહેલું પડે છે. ‘યઃ ભાવયતિ મનઃ ભાવનાભિઃ સઃ પરં સાધતિ કાર્યમ્' ઇતિ અલમ્. મારા મિત્ર ઇન્દુભાઈ શાહ હમણાં કાશી જઈ આવ્યા. શ્રી વ્રજવલ્લભ દ્વિવેદીને મળ્યા હતા. એ ગુજરાતમાં આવવાના છે ને નંદિગ્રામ આવશે એવી વાત થઈ હતી. મૂળ એ ગુજરાતી પણ શ્રી ગોપીનાથ કવિરાજે તેમને રોકી પાડ્યા. કવિરાજ મહાવિદ્વાન પણ ગુરુ ગંધબાબાના ‘વિજ્ઞાન’માં ક્યાંક થાપ ખાઈ ગયા લાગે છે. આવું કેમ બનતું હશે ? આ પૃથ્વીની ધૂળ અને ધૂળના મહિમાને બહુ આદરથી જાળવવાં જેવાં છે. ભાઈ, આની અવગણના થતી ક્યાંક જોઉં છું ત્યારે અધ્યાત્મના માર્ક કપાઈ જાય છે. ચાલો, હિર ઇચ્છા. સેતુબંધ Page #220 -------------------------------------------------------------------------- ________________ તમારી તબિયત સારી જ હશે. કફની તકલીફ નહીં જ હોય. બાકી કામનો બોજો તો દરિયાનાં મોજાં જેવો, શ્વાસ-સમંદર સાથે. અવકાશે લખશો. ઇશા વંદન પાઠવે છે. ચન્દ્રકળા બહેનને પ્રણામ. તમારો મકરન્દ સેતુબંધ ૧૯૫ Page #221 -------------------------------------------------------------------------- ________________ (૧૨૭) મુંબઈ તા. ૧ -૨-૯૮ મહાનુભાવ મકરન્દભાઈ, (“સમકાલીન'ના સૌજન્યથી) આપણી વાતચીતમાં મેં જે કાલીને લગતા, Comic image વાળા મુક્તકનો નિર્દેશ કર્યો હતો, તે નીચે પ્રમાણે છે : શિખંડે ખંડેદુ: શશિ—દિનકરી કર્ણયુગલે ગલે હારસ્તારાસ્તરલમુડચદં ચ કુચયોઃ | તડિતુ–કાંચી–સંધ્યા–સિચય-રુચિરા કાલિ તદય તવાકલ્પઃ કલ્પ–વ્યુપરમ–વિધેયો વિજયતે || શિખંડે લસે ઇંદુનો ખંડ, ને કર્ણયુગલે શશીસૂર્ય, કંઠે સ્લરે હાર તારક તણો, સ્તન પરે તરલ પ્રહમાળ, વિદ્યુતની કાંચી, સંધ્યા કસુંબોઅહો ! કાલી ! કલ્પાંતકાળે ગ્રહી તે કશી નવ્ય ને ભવ્ય નેપથ્થસજ્જા ! (‘ત્રિપુટી'માં પ્રકાશિત) તમને દંતયજ્ઞ પછી સ્વર્ગસુખ મળ્યું હશે- સ્વાનો યત | કણીના વિપ્રયોગથી હવે સુખનો સંયોગ થયો હશે. કવિએ કહ્યું છે કે લોકો જેને સુખ માને છે તે તો છે માત્ર દુઃખનો અભાવ. બીજા બે મ.ભા.મજામાં છે. મ.ભા. હ. ભાયાણીના નમસ્કાર ૧૯૬, સેતુબંધ Page #222 -------------------------------------------------------------------------- ________________ (૧૨૮) અમદાવાદ તા. ૧ –૩–૯૮ મકરન્દભાઈ, મુંબઈમાં મળ્યાનો “ચમત્કાર' યાદ રહી જશે. “સમકાલીન'માં તમારી મુલાકાતમાં તમને થયેલી વારંવાર કોઈ “અદશ્ય તત્ત્વની કૃપા અને “ચમત્કાર'ના અનુભવોની અને તમારા વિકાસ–ઘડતરની મુક્તપણે તમે વાત કરી છે. આપણી વચ્ચે પણ એ વિશે કેટલીક વાત થયેલી. એક બાજુ એ વાસ્તવિક હોવાનું પ્રમાણ સંશયાત્મા અવગણી શકે તેમ નથી, તો બીજી બાજુ અજ્ઞાન અને અંધશ્રદ્ધા વગર વિવેકે ચમત્કાર પર આસ્થા રાખતી રહે અને વિચારપૂર્વકના સ્વપુરુષાર્થથી પરિસ્થિતિ બદલવા સક્રિય ન બને – આમાં પરંપરાનો પણ ઘણો મોટો ફાળો છે. અને અત્યારે અનેક કારણે સંકુચિત સંપ્રદાયિતા અને બાહ્યાચાર ઉપર જ આધાર રાખતા કર્મકાંડ ઘણા પ્રબળ બન્યા છે ત્યારે આ ચિંતાનો વિષય છે. “સમકાલીન' વાળા પણ ધર્મ, શ્રદ્ધા, આધ્યાત્મિક આસ્થા, યોગમાર્ગ, ભક્તિભાવના એ બધું તૂત છે, એવી સંકુચિત બુદ્ધિવાદીઓની ચર્ચાને ચગાવે છે – મિથ્યા વાદવિવાદમાં રસ ધરાવતા વાચકોની રુચિને વશ થઈને અને વેચાણ વધારવા પર મીટ માંડીને. જો કે તે સાથે તમારા જેવાની મુલાકાત અને કેટલુંક વિચારપ્રેરક, સાહિત્યનિષ્ઠાવાળું લખાણ પણ પ્રકાશિત કરે છે. પ્રશ્ન હંમેશની જેમ કેટલું, ક્યાં અલિપ્ત રહેવું, ક્યાં સંડોવાવું (મનથી પણ) એ સતત રહેતો હોય છે. મુંબઈમાં છેલ્લા દસબાર દિવસ અણધાર્યું મારું લોહીનું દબાણ ઘણું ઊંચું થઈ ગયું. ચક્કર આવ્યા. તરત ડૉક્ટરને બતાવી ઉપચાર શરૂ કર્યા. હવે સુધારો છે. એ કારણે તેમ જ બીજા કારણે હજી અશક્તિ છે – પગ ઊછીના લીધા હોય એવું લાગે છે. પણ હુર્તિ વધતી જાય છે બહાર નથી નીકળતો. પણ હવે લેખનવાચન પહેલાંની જેમ કરી શકું છું. ત્રણચાર પુસ્તકો થોડા સમયમાં, છપાઈ રહ્યાં છે તે પ્રકાશિત થશે. સંશોધકોને મળવાનું અને તેમના કામમાં સહાયભૂત થવાનું પણ ચાલે છે. તમારું સ્વાથ્ય જળવાતું હશે, અને ચાલુ કશી તકલીફ નહીં હોય. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૧૯૭ Page #223 -------------------------------------------------------------------------- ________________ એક અપભ્રંશ મુક્તક (મારા સંગ્રહમાં અનુવાદ આપેલ છે) (દોહાછંદ છે) : મહુ મહુ ઇત્તિ ભણંતયો, વચ્ચઈ કાલુ જણસ્સ તો–વિ ન દેઉ જણદણઉ, ગોપરિ હોઈ મણસ્સ It મદુ મધુ ( મારું મારું) કરતાં લોકોનો સમય વીતે છે. તો પણ (મદુમ) જનાર્દન–દેવ મન સમક્ષ પ્રત્યક્ષ થતા નથી. આમાં મદુ મટ્ટુ ઉપર શ્લેષ છે : (૧) મહું મહું =મારું મારું, (૨) મદુ મદુ = મધુમથ, મધુમથન, વિષ્ણુ ભગવાન. ૧૯૮ સેતુબંધ Page #224 -------------------------------------------------------------------------- ________________ (૧૨૯) ૩૧-૩-૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, ભાઈ પીયૂષ પંડ્યાએ સમાચાર આપ્યા કે તમારી તબીઅત સારી નથી. ભરતભાઈ અને હેમંત દેસાઈ દ્વારા ખબર મેળવવા ફોન કર્યો. હવે સારું છે ને ઘરમાં હરોફરો છો એ જાણી નચિંત થયો. પ્રાર્થના કરું છું કે જલદી સાજા-તાજા થઈ પૂર-બહાર વિહરો. મારી દંતકથામાં હજી થોડું દંત-શૂળ બાકી છે. એનો ઉપાય ચાલે છે. આપણે મુંબઈ મળ્યા એનો આનંદ વાગોળું છું, મારું પુસ્તક “ધુમ્મસને પેલે પાર' તમને થોડા દિવસોમાં મળશે. વખત મળે ત્યારે નજર નાખી જશો. તમારાથી આજ લગણ છાનું રાખેલું અર્પણ ખૂલું પડશે. ચન્દ્રકળાબહેનને વંદન. ઇશા સ્નેહવંદન પાઠવે છે. તબીઅત જાળવશો. મકરન્દ સેતુબંધ ૧૯૯ Page #225 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ (૧૩૦) મકરન્દભાઈ, તમારી પ્રસાદી મને મળી રહી છે એ ખુશીસમાચાર મળ્યા. તમારો દંતયજ્ઞ હજી પૂરો નથી થયો. જૈનો કહે છે તેમ હજી એને લગતાં થોડાંક કર્મ ‘ખપાવવાં’ બાકી હશે ! મારી ઘણીખરી દાઢો અને મોટા ભાગનાં દાંત અરધા અરધાં તૂટી ગયાં છે, પણ દંતમેધ કરાવવા તેના ઋત્વિજથી હજી તો હું બચ્યો છું – દુખાવો થતો નથી, અને કઠણ ન હોય એવું ચવાય છે. આ સદ્ભાગ્ય જેટલું ટકે તેટલું ખરું. તબિયત સુધરી રહી છે. બી.પી.ની ટીકડી રોજ ગળું છું તેથી અંકુશમાં છે. ચાલુ ખોરાક લેવાય છે. હાલતાંચાલતાં ગબડવાનો ડર ઓછો થયો છે. હજી ખાડાટેકરા જોખમી છે, પણ અહીં આવ્યા પછી સંશોધનકામ ચારેક કલાક ચાલે છે. થાક નથી લાગતો. ગઈ કાલે અહીં પ્રદ્યુમ્નસૂરિજી છે તેમને મળવા જવા પહેલીવાર બહાર નીકળ્યો, અને થોડોક આત્મવિશ્વાસ વધ્યો. ટેકો કે લાકડી રાખવી પડશે એવો ડર મનમાં હતો, તે રાખવા નહીં પડે એમ લાગે છે. ૧૧મી મેએ મુંબઈ જઈએ છીએ–ત્રણેક અઠવાડિયા માટે. ચંદ્રકળા મજામાં છે. કુંદનિકાબહેનને યાદ. અમદાવાદ તા. ૪-૪૮ હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #226 -------------------------------------------------------------------------- ________________ (૧૩૧) અમદાવાદ તા. ૨૯-૪-૯૮ મકરન્દભાઈ, ગઈ કાલે ભરતભાઈ ધુમ્મસ....” આપી ગયા. તમારી ચિંતાજનક બની ગયેલી તબિયતની વિગતો આપી અને તે સાથે તમે હવે બોલવામાં સંયમ જાળવો છો- લગભગ મૌનવ્રત પાળો છો- તેથી સ્વાથ્ય સુધર્યું હોવાની પણ વાત કરી. તમે કોઈની પણ સાથે સાવ સામાન્ય વાત કરો ત્યારે પણ વૈખરી માત્ર વૈખરી ન રહે અને મનમાં પ્રગટતાં વિવિધ સાહચર્યો તેની સાથે વણાતાં રોકી ન શકો તેથી માનસિક પરિશ્રમ જાયે-અજાણ્યે અનિવાર્ય બને. એટલે બોલવા પૂરતો વાક્સયમ હવે હિતકર છે – પરંતુ મેં તબિયત હજી પૂરતી બગાડી ન હોવાથી, મારું બોલવાનું – સંશોધનની વાત હોય ત્યારે તો વિશેષપહેલાં જેવું અને જેટલું હજી ધારાવાહિક હોય છે અને તેમાં હજી સુધારો કરી શકાયો નથી. પુસ્તક વાંચવું શરૂ કર્યું છે, “આમંડ બ્લૉસઝ' વિશે તમે પ્રાસ્તાવિક વક્તવ્યમાં જે વર્ણન આપ્યું છે– બદામની મંજરીનું– તેની સાથે મેં મોકલેલી ‘તરંગવતી'માં પાદલિપ્ત કરેલું સપ્તપર્ણનાં પુષ્પોનું વર્ણન સરખાવવા જેવું છેતેમાં પણ કવિદષ્ટિનો સ્પર્શ છે- તમે જોઈ જજો. હું પ્રમાણમાં સાજો સારો થતો જાઉં છું. શીલચંદ્રસૂરિજી નવસારી પહોંચી ગયાના સમાચાર મળ્યા. તમને મળવાના છે જ. કુંદનિકાબહેન કુશળ હશે. હ. ભાયાણીના નમસ્કાર તમારી અર્પણની કાવ્યપંક્તિઓએ અને હાથે લખેલ પંક્તિઓએ મારી મૂડીની સમૃદ્ધિ વધારી છે. ૧. ધુમ્મસને પેલે પાર' - મકરંદ દવેનો લેખસંગ્રહ. પ્રકા, નવભારત, ૧૯૯૮ ૨. “તેજસ્વિની તપઃપૂતા, રસથી યે ભરી ભરી ગુર્જરી કુંજમાં સોહે, વલ્લભી ગરવી ગિરા આત્મીય ભાઈ હરિવલ્લભ ભાયાણીને. સેતુબંધ ૨૦૧ Page #227 -------------------------------------------------------------------------- ________________ (૧૩૨) અમદાવાદ તા. ૧-૫–૯૮ મકરન્દભાઈ, ધુમ્મસને પેલે પાર'ના લેખોમાં તમે કવિતાના દેશમાં રમણભ્રમણ કરતાં કરતાં ઘણા કવિઓની કવિતાનું નવનીત વાચકોને હાથવગું કરી આપ્યું છે અથવા તો કવિ-સાહિત્યકારો સાથે વાચકની મુલાકાત ગોઠવી આપી છે – તેમાં સિદ્ધસંત–ભક્તો, ગઝલકારો ને ઉર્દૂ શાયરો, દુહાગિરો, રવીંદ્રનાથથી માંડીને દેશી વિદેશી કવિઓ, મનીષીઓ અને વિચારકો – બધા ઉપસ્થિત છે. તમારી સમન્વયદષ્ટિ–એકવાક્યતા, સંવાદિતા, ભેદમાં અભેદ જોવાબતાવવાની પ્રજ્ઞા કશા બોજા વિના એકસૂત્રતા, સાધે છે – જો કે છએક દસકાથી હું વિશિષ્ટ'ને જોવા-પકડવાના ચીલે ચાલતો રહ્યો હોવાથી વેદઉપનિષદથી માંડીને રવિસાહેબ, દાસી જીવણ કે કબીરને ભંગીભેદે એક જ કહેવાનું છે, અથવા તો યૌગિક આધ્યાત્મિક/સાહિત્યિક અનુભૂતિની સીમાઓ ભેળસેળ છે. “એક સત્ વિમા બહુધા વદંતિ' અથવા તો “રુચીનાં વૈચિત્ર્યાદ્.” ભેદ–અભેદનો વિરોધ બુદ્ધિની નીપજ છે એવો વિચારપક્ષ કે વલણ ઘણી બાબતમાં મને સ્વીકાર્ય બનતું નથી. પણ વિશાળ વાચકવર્ગ અનેક વિરોધી સૂરોના કોલાહલમાં એક જ સંવાદી સૂર રહ્યો હોવાનું જાણતા–સમજતા ગૂંચવણમાંથી નીકળી જાય છે. અને વારંવાર તમે સંસ્કૃતિના આખા પટ પર ફરી વળો છો. એ પણ, લેખોની મોટી (ધોરી?) નસ છે. વાંચતાં જે બે ચાર સમાન સંદર્ભો યાદ આવ્યા તે નોંધું છું : ૧. “રવિ રવિ કરતાં રે રજની નહીં મટે રે’ (અખો) “મહ મહું કરતાં ( મારું મારું કરતાં) જીવન વીતે પણ “મહુમહુ (મધુમથન, ભગવાન) અનુભવ ગોચર ન થાય. (આનંદવર્ધનમાં ઉદ્ધત). “રસ સ્વશબ્દસાધ્ય નથી' (આનંદવર્ધન). ૨. “માઢુ હતાં તે હલી વિયાં, પાણા જ વિયા રિયા' ઇહ રમિયાં, ઈહ ભમિયા' એ પ્રાકૃત મુક્તક. (મારો અનુવાદ : “અહીં ભમ્યાં, અહીં રમ્યાં સંગમાં, અહીં ખીજયાં, અહીં રીઝયાં– માત્ર પ્રદેશો રહ્યા, જનો સૌ વહ્યા'). સેતુબંધ ૨૦૨ Page #228 -------------------------------------------------------------------------- ________________ ૩. કાનૂનું દર્શન. Yoga Freedom and immortality (મિરચા એલિયાડ ‘ન હન્યતે' વાળા જો ભૂલતો ન હોઉં તો)ના પ્રાસ્તાવિકમાં જ લેખકે કહ્યું છે કે જીવન પ્રયોજનહીન, અર્થહીન અનુભવાય છે તેવી Iscentialists ની દૃષ્ટિ સીમિત છે : ભારતીય દાર્શનિકો એથી આગળ ગયા છે અને અર્થહીનની પેલે પાર રહેલો સ્થાયી અર્થ એમણે ચીંધ્યો છે— ‘ધુમ્મસને પેલે પાર’. છેવટે ભાષાશાસ્ત્રનો ટહુકો : આપણી ઉચ્ચારણીતમાં મકારને બેવડાવવાનું વલણ છે – ભાર કે ઉત્કટતા બતાવવી ન હોય ત્યાં પણ : ગમ્મત, હિમ્મત, કિમ્મત, ખમ્માં, ધુમ્મસ, તમ્મર, ઝુમ્મર, કમ્મર, ચમ્મર. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૨૦૩ Page #229 -------------------------------------------------------------------------- ________________ (૧૩૩) મુંબઈ ૧૭૫–૯૮ મકરન્દભાઈ, હાલ શરીરે-મને સ્વસ્થતા છે ? મુલાકાતો, વાચન-લેખન ઉપર, શરીર-મનની આચારની મર્યાદામાં, અંકુશ બરાબર રખાય છે ? અમે ૧૧/૫ થી અહીં રહેવા આવી ગયાં છીએ. મારું સ્વાથ્ય પહેલાં કરતાં ઘણું સુધર્યું છે. ભાઈ સુરેશે “પત્ર પુષ્પ” ની નકલ તમને ન મોકલી હોય તો મને જણાવશો. જો મળી હોય તો મોજમાં હો ત્યારે તેના પર નજર નાખી જજો, અને ભાગવતના કૃષ્ણ ચરિત અને સ્તોત્રો વિશે તમારાં માર્મિક ટીકા ટિપ્પણ મોકલશો. કુંદનિકાબહેન કુશળ હશે. હ. ભાયાણીના નમસ્કાર ૧. “પત્ર પુષ્પ લે. હરિવલ્લભ ભાયાણી, ઈમેજ, કૃષ્ણભક્તિપરક સ્તોત્રો વગેરે. ૨૦૪ સેતુબંધ Page #230 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૧૩૪) મકરન્દ્રભાઈ, શાસ્ત્રીય રાગો, ભજનો, લોકગીતો વ. ની ઘણી કેસેટ ભેગી થયેલી, પણ કેટલાય વખતથી નિરાંતે સાંભળવાનો મનોયોગ ગોઠવાતો ન હતો. અહીં એ લાગ મળ્યો છે. આ લખું છું તે તો તમારું ધ્યાન વનરાજ ભાટિયાએ ભગવદ્ગીતાના પસંદ કરેલા શ્લોક સંગીતબદ્ધ રીતે રજૂ કર્યા છે તેની એક કલાકની બે કેસેટ તરફ ખેંચવા માટે. જો તમે તે સાંભળી ન હોય તો હું અહીંથી મોકલાવું. Music Today વડે પ્રકાશિત થઈ છે. મને એક મિત્રે એંશીમું અહીં ઊજવ્યું ત્યારે ભેટ આપી હતી, પણ છેક આજે તે સાંભળવાનો યોગ આવ્યો. સંગીત અને કંઠ મૂળના ભાવને અનુરૂપ છે, અને શ્લોકોના મર્મને ઉઠાવ આપે છે. મુંબઈ તા. ૨૦૫૯૮ હ. ભાયાણીના નમસ્કાર ૨૦૫ Page #231 -------------------------------------------------------------------------- ________________ (૧૩૫) ૨૭ મે '૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, મુંબઈ પહોંચી ગયા ? ત્યારે તો તબિયત ચંગી. આ કાળઝાળ ગરમી લોઢાનેય ગાળી નાખે ત્યારે બિચારું કફડું શી વિસાતમાં? તમતમારે “ગોકુલનો આઈસ્ક્રીમ ઝાપટજો. મારું આ પતાકડું જ મારી તબિયતના વા-વડ ફરકાવશે. મહેમાનો-મુલાકાતીઓનો પ્રવાહ વધતી માયાએ, સાચવીને ચાલું છું. એક મુક્તક (જોડકણું) આજે સવારમાં.... કાંઈ ના ખોતો આવી મળે તો એ વળી પાછું જીવતો હો તો. પત્ર-પુષ્પ નથી મળ્યું. આપણા પત્રોનું હિમાંશીના હાથમાં. તમને એ લખશે. નિરંજન રાજયગુરુ આવી ગયા. શીલચન્દ્રસૂરિ આવતી ૧૦મીએ અહીં આવશે. “ગોપુરમ્ના મિત્રો ભેળા થયા છે, વચ્ચે યાદ રાખવા જેવી વાતો થાય છે. પણ એ બધું વહેતી હવાને હવાલે. મકરન્દ્ર ૨૦૬ સેતુબંધ Page #232 -------------------------------------------------------------------------- ________________ (૧૩૬) અમદાવાદ તા. ૩-૬-૯૮ મકરન્દભાઈ, પત્રની પ્રતીક્ષા હતી. સ્વસ્થ છો, જાણી નિશ્ચિત. હું શરીરથી તો સારો થઈ રહ્યો છું – અશક્તિ ઘટી છે. પણ મન અસ્વસ્થ રહે છે. ઊંડે ઊંડે વ્યાપક વિષાદ. આવા વિષાદનું આક્રમણ પહેલી જ વાર થયું છે. પ્રવૃત્તિઓ એટલે કે લેખન-સંશોધન-વાચન તો ચાલ્યા જ કરે છે. હળવાભળવાનું, ચર્ચાઓ કરવાનું એમ જ ચાલે છે. બહારથી કશો ફરક પડ્યો નથી. પણ બધાની વ્યર્થતા સતત ડોકાય છે. રાજકારણ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, મધ્યમવર્ગીય ભોગવિલાસમાં રચીપચી રહેણીકરણી, “આસુરી બળોની વધતી જતી બોલબાલા– આવું બધું અત્યારે તો થોડીક પણ આસપાસ નજર ફેરવનારને વગર પ્રયાસે આંખમાં અથડાય. તો બીજી બાજુ, સ્વાર્થની કશી ચિંતા કર્યા વિના, પીડ પરાઈ જાણનાર પણ નાનાં નાનાં જૂથોમાં સર્વત્ર છે જ. અને માનવીય–આધ્યાત્મિક આચારવિચાર સેવનારાની ખોટ નથી– એમ બુદ્ધિથી હું સમજું છું. પણ રોજબરોજ જે બધું અથડાયા કરે છે, તેથી “આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? કઈ દિશા?' એવો અવાજ ઊડ્યા કરે છે. સ્વાથ્ય ઢીલું પડ્યું, આવજા અટકી ગઈ, માત્ર તેના જ પરિણામલેખે આ ઘટાવી શકાય તેમ નથી. હું બધી વસ્તુમાં ઓછોવધતો રસ લઈ શકતો, તેની જગ્યાએ Withdrawal ની મનોદશા પ્રભાવક બનવા લાગી છે. આ વિષના મારણ તરીકે તમારી પાસે જે નોળવેલ છે, તે મારી પાસે નથી. નાભિનંદતિ ન દ્રષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ– દુઃખેડૂબુદ્ધિગ્નમના સુખેષ વિગતસ્પૃહ – એ બધું કંઠસ્થ છે, પણ “શા માટે એવો અવાજ સંભળાતો રહે છે. એવે વખતે, કહોને કે “દિવ્ય પ્રેરણાથી, તમે તમારું મુક્તક મોકલ્યું : સઘન છે – ઓછામાં ઓછા શબ્દોમાં દાબી દાબીને અર્થ ભર્યો છે : એક મુક્તકકવિએ કહ્યું છે : આ સુંદરીમાં વિધાતાએ દાબીદાબીને સૌંદર્ય ભર્યું છે, તેથી તેના, આ કુરુલ, જાણે કે ઓકળી પડી હોય એવો ભાસ કરાવે છે – જીવતા હોઈએ તો આવી મળે તે કશું પણ ન ખોવું : પણ બધા દાર્શનિકોને – ભક્તોને નહીં– જે દુરિતના, અનિષ્ટના તત્ત્વ પજવ્યા છે, તેનું સમાધાન તો જાતે જ ટૂંઢવું રહ્યું. ૧. કુલ = વાળની લટ. સેતુબંધ ૨૦૭ Page #233 -------------------------------------------------------------------------- ________________ ગોકુળનું આસ્ક્રીમ અને હાફુસ રોજના ખાણાનો અહીં ભાગ બની ગયો છે. “પત્ર પુષ્પ' મોકલાવું છું. મુંબઈથી ૭મીએ નીકળીએ છીએ. તે પછી શીલચંદ્રજીને પત્ર લખીશ. “કૃષ્ણકર્ણામૃત” હવે બહાર પડવું જોઈએ. મનોજ રાજયગુરુ, પ્રમેશ ગાંધી તમારી પાસેથી ભાતું લેવા આવે છે તેની વાત તેમની સાથે થઈ. ઉત્પલપરિવાર મજામાં. હ. ભાયાણીના નમસ્કાર ૨૦૮ સેતુબંધ Page #234 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૧૩૭) મકરન્દ્રભાઈ, તમે મારા પર મોકલેલું મુક્તક, જો તમે બીજે કશે પ્રકાશિત કરવા માટે ન મોકલ્યું હોય તો હું ‘કવિલોક’ પર મોકલી આપું ? હ. ભાયાણીના નમસ્કાર અમદાવાદ તા. ૪-૬Page #235 -------------------------------------------------------------------------- ________________ (૧૩૮) આત્મીય ભાઈ, પહેલી જ વાર તમારા પત્રમાં વિષાદ અને નિરર્થકતાની છાયા પડી. તમને સવેળા લખવાનો હતો પણ મારે ભાગે માંદગી નહીં તો મહેમાનોનાં મોજાં ઊછળતાં આવે છે. અત્યારે પોરો છે Full between two stormsએટલે હાથ ચડ્યું ટપાલિયું લઈ લખવા બેસી ગયો છું. આપણે એવા વાતાવરણમાં જીવવાનું આવ્યું છે કે વિષાદ ન થાય અને નિરર્થકતા ન લાગે તો જ નવાઈ. સાત્ત્વિક પ્રવૃત્તિમાં પણ વિઘાતક બળોનું જ ચડી વાગે છે. આપણા મનમાં ઊઠતા પ્રશ્નો : આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? આપણને with drawal તરફ લઈ જાય. એ શક્તિનો હ્રાસ કરતી ઉદાસીનતા નહીં પણ વધુ શક્તિસંપન્ન થવાની શોધ બની જાય તો ? આપણે શરીરથી જીર્ણ થતાં જઇએ એ સાથે મન પણ ઢીલું પડવા લાગે ત્યારે જ અંદરના પાતાળ-ઝરાને પ્રગટ કરવાની વેળા આવે છે. કાળી રાતમાં ખળખળ વહેતું જીવનદાયી ઝરણું. મારી તો પ્રાર્થના છે કે આ વિષાદ, નિરર્થકતાની લાગણી આશીર્વાદ બની રહો. ૨૧૦ મને ઘણીવાર લાગ્યું છે કે મનથી સમજીએ, બુદ્ધિથી સ્વીકારીએ, દુનિયાની રીત આવી જ છે ને રહેશે તેવું સમાધાન કરી લઈએ પણ તેથી કાંટો જતો નથી. ‘યહ દુનિયા કાંટોકા ખેત, જવ લગ જીવૈ તબ લગ ચેત’ એ ગોરખવાણી ચેતવણી સાથે પણ ચેતના જગાડતી નથી. એ ચેતના આપણે જાતે જ જગાડવી રહી. જૈસી ધૂણી અતીત કી, જબ દેખો તબ આગ.’ અંગારા ઓલવાય નહીં ને રાખ ન વળી જાય આપણા પ્રાણાગ્નિ પર. પેલું મુક્તક જરા ચકમક ચેતાવી ગયું તેથી આનંદ. એ મેં ક્યાંય મોકલ્યું નથી. ચાલતી કલમે તમને લખી મોકલ્યું. ‘કવિલોક' કે તમને ગમે ત્યાં મોકલી આપશો. મારા મનમાં તો એક જ પ્રાર્થના રમ્યા કરે છે કે તમારો સ્વાભાવિક આનંદરસ છલકતો રહે. તમારી સૌન્દર્ય-દૃષ્ટિ આ ધૂળ-રાખ-પાપના ઢગલાને ભેદી નવાં, તાજાં કિરણો વીણી લાવે. એક ભજન : ૧૭-જૂન-’૯૮ નંદિગ્રામ ધૂળ કા ઢગામાં યે જ્યોત જલત રૈ મિટ્યો અંધિયારો અંતર કો.' (રિવ) સેતુબંધ Page #236 -------------------------------------------------------------------------- ________________ આ પત્ર મળશે ત્યારે તમે એકદમ તાજા થઈ ગયા હશો, બળબળતા વૈશાખમાં ખીલતા ગુલમહોરી ફૂલ જેવા : “સબે ભલ્લા માસડા, પણ વૈસાહ ન તુલ્લ જો દવિ દીધાં રૂખડાં, તીણ માથઈ ફુલ્લ.' હા, મુનિશ્રી શીલચન્દ્રવિજય શિષ્યો સાથે આવી ગયા. બે દિવસ ગોઠડિયું માણી–ગાલડિયું ગૂઢારથ જર્યું.' કોઈ વાર તમે આવી ચડશો એવી આશા ઊંડે ઊંડે રાખી બેઠો છું. આવવા માટે આ જરા કોરી જગ્યા એટલે કહેતાં સંકોચ થાય. પણ આવ્યા પછી આણંદ પરમાણંદ. વનરાજ ભાટિયાની કેસેટ અહીં હતી. ઇશાએ એક મિત્રને ભેટ આપી. ચાલો ત્યારે. શાકુન્તલના છઠ્ઠા અંકનું મેટર રમણભાઈને મોકલી આપ્યું. કુશળતા ઇચ્છું છું. મકરન્દ્ર સેતુબંધ ૨ ૧૧ Page #237 -------------------------------------------------------------------------- ________________ (૧૩૯) મકરંદભાઈ, નિરંજનાની અમીવર્ષા હમણાં તમારા પર અવારનવાર થતી લાગે છે. ‘ઉદ્દેશ’માંની રચના નખશિખ સુંદર છે – જૈન પ્રબંધોમાં પ્રયોગ છે ઞામૂતપૂત. પતરાની ડાબલી સમુચિત પ્રતીક-ઉદ્દીપન વિભાવ બની છે. હું હમણાં કૃષ્ણપાદ, તેલ્લોપાદ વ. ના દોહાની પાઠશુદ્ધિમાં પડ્યો છું. સારનાથની સંસ્થા પાસેથી શહિદુલ્લાહ અને બાગચીનાં સંપાદનોની નકલ મેળવી છે. પ્રાથમિક અર્થ બેસારવામાં પણ ઘણીવાર મુશ્કેલી લાગે છે– સહજ, સ્વસંવેદન, સમરસ, સમસુખ, પરમાર્થ, પરમ—વિરમ, અમનવિકાર, ચિત્ત વગેરેના પરસ્પર સંબંધ બાબત ઘણી ધૂંધળાશ લાગ્યા કરે છે. ગૂઢાર્થ કે આધ્યાત્મિક અર્થને તો અડકી શકું તેમ નથી. ટીકાકારની પાસે પણ ભ્રષ્ટ પાઠ હોવાથી તે મનમાન્યો અર્થ કરતો લાગે છે, અને અમે કૉલેજકાળમાં જે slang વાપરતા તે વાપરીને કહું તો ઘણીવાર તે ‘ફેંકોલોજી’ કરતો હોવાની છાપ પડે છે. તો પણ અત્યાર સુધી સંપાદકોએ જે ભ્રષ્ટ પાઠનો અર્થ બેસારવાની ગડમથલ કરી છે, તેમાંથી કેટલીક પાઠશુદ્ધિને કારણે બચી શકાય તેમ છે. ૨૧૨ અમદાવાદ તા. ૧૯-૬૯૮ મારું સ્વાસ્થ્ય સુધરતું જાય છે. સ્ફૂર્તિ વધી છે, પણ હજી થોડુંક ચાલતાં શ્વાસ ચડે છે. એકાદ માસમાં સ્વાભાવિક ગતિસ્થિતિ થશે એવી આશા છે. શીલચંદ્રસૂરિજી મળ્યા હશે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ Page #238 -------------------------------------------------------------------------- ________________ (૧૪૦) ૨૫-જૂન-૯૮ નન્ટિગ્રામ આત્મીય ભાઈ, તમને “નિરંજના' ગમી તેથી આનંદ. કોઈવાર થાય : આનો શુદ્ધ કવિતા તરીકે જ આસ્વાદ લીધો હોય તો ખોટું શું? ત્યાં જ ગોરખની પંક્તિઓ યાદ આવે : 'અંજનમાંહી નિરંજન દેખ્યા, તિલ મુખ ભેટ્યા તેલ, મૂરતિ માંહી અમૂરતિ પરસ્યા, ભયા નિરંતરિ ખેલ. . આ અંજના-નિરંજના અને લખ-અલખ પુરુષ પછી પિંડે તેમજ બ્રહ્માંડે રમતો થઈ જાય, ચેતવિસ્તાર ને આનંદમાત્રા બે-હદ વધી જાય, તો ઊંડી ડૂબકી મારવામાં ખોટ નથી. ખોટ એ જ ખોટુંને? મર્યમાં જ અમર્ય. તમે કૃષ્ણપાદ સંગાથે વિહરો છો, જાણી અતિ-આનંદ. રાહુલ સાંકૃત્યાયને તેના મૂળ પદો ને હિન્દી છાયા આપી છે તે જોઈ? બાગચી ને શાહિદુલ્લા સાથે તે જોઈ જવા જેવી છે. તમારી પાસે ન હોય તો ઝેરોક્સ મોકલું. મુનિજી મળી ગયા. કૃષ્ણપાદ વિષે મેં એક ગીત લખ્યું છે. ત્યાં શિરીષ પંડિત ગાય છે. એને લખું છું. ફોન કરી, તમારી અનુકૂળતાએ સંભળાવવા આવશે. મકરન્દ્ર સેતુબંધ ૨૧૩ Page #239 -------------------------------------------------------------------------- ________________ (૧૪૧) અમદાવાદ તા. ૨૫-૬-૯૮ મકરન્દભાઈ, દસ પંદર દિવસમાં, વરસાદ મોળો પડે પછી, જોગ થાય તો મને પણ છે જ કે તમારી સાથે અને શીલચંદ્રસૂરિજી સાથે એક બે દિવસનું ઉપનિષદ ગોઠવું. હમણાં, સારનાથથી કૃષ્ણપાદના શહિદુલ્લાહ અને બાગચીનાં સંપાદનોની ઝેરોક્સ મગાવી તેને આધારે તેની, તેલ્લોપાદ અને વિનયશ્રીની ગીતરચનાઓની પાઠશુદ્ધિ પાછળ લાગ્યો છું. કેટલીક ગૂંચો ઉકલી જાય છે. “ઉદ્દેશ'માં પ્રકાશિત તમારી કવિતા સંબંધે : જૈન પરંપરાગત મહાવીરચરિત્ર અનુસાર મહાવીરે આગળનો ભાગ ઢાંકવા ખભે લટકાવેલ કપડું પણ અંતે ત્યજી દીધું હતું. હ, ભાયાણીના નમસ્કાર ૧. “ઉદેશ' (માસિક), જૂન ૧૯૯૮, તંત્રી : રમણલાલ જોશી. ૨૧૪ " (અગિ, ૪ હદ, સાચી જવા પામી છે સેતુબંધ Page #240 -------------------------------------------------------------------------- ________________ (૧૪૨) ૨-૧૦-૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, ઘણા દિવસોથી મેં તમને લખ્યું નથી પણ મારા કાન તો તમારા સમાચાર જાણવા માટે તમ ભણી મંડાયેલા જ હોય છે. મુનિશ્રી તરફથી ખબર મળ્યા કરે છે ને ચિંતા મટતી નથી. હમણાં ભાઈ મનોજે ખબર આપ્યા કે નબળાઈ વધી છે ને ખોરાક પણ પ્રવાહી જ લઈ શકાય છે. ધીરજ અને સહનશીલતાની કસોટીના દિવસો છે પણ તમે પાર કરી જશો એવો વિશ્વાસ છે. આપણું મળવાનું રહી ગયું. વધુમાં મુનિશ્રી સાથેનો મેળાપ પણ ખોરંભે પડ્યો. તેમના શિષ્યો બીમાર છે. એ પણ માંદગીની પકડમાંથી હમણાં જરા મુક્ત થયા છે. “અનુસંધાનમાં આવેલું તમ બંને દ્વારા સંપાદિત “માતૃકાપ્રકરણ” વાંચી તમારી સાથે ગોઠડી માંડવાનું મન છે. જલદી સાજા-તાજા, હરતા-ફરતા થઈ જાઓ ને પછી આરામસળંગ ને પૂરો આરામ કરવા માટે નંદિગ્રામ' આવો એવી આશા રાખી બેઠો છું. મને મનોજે વાત કરી કે હમણાં તો ભાઈ ઉત્પલ મહિનામાં થોડા દિવસો આવી જાય છે. લાંબી બિમારી વેળાએ કુટુંબીજનોની પણ કસોટી થતી રહે છે. આવા કપરા અનુભવોમાંથી પસાર થયો છું અને પ્રાર્થના તેમજ મનોબળના આધારે બહાર નીકળી શક્યો છું. તમારી માટે પણ એ દવા-સારવાર ઉપરાંતનું અનુપાન બની રહો. ચન્દ્રકળાબહેનના મન પર સારો એવો ભાર રહેતો હશે. આપણે અહીં સાથે મળી ઉત્સવ ઊજવીએ ને સવેળા આ ભારને હળવા ફૂલ દિવસોમાં પલટાવી નાખીએ. મારાથી કાંઈ પણ થઈ શકે એવું હોય તો જરૂર લખાવશો. ઇશા વંદન પાઠવે છે. ચન્દ્રકળાબહેનને વંદન. તમારો મકરન્દ સેતુબંધ ૨ ૧૫ WWW.jainelibrary.org Page #241 -------------------------------------------------------------------------- ________________ (૧૪૩) આત્મીય ભાઈ, તમે મુનિશ્રી પર લખેલો પત્ર એક ભાઈ વંચાવી ગયા. તમારી તબીઅત સારી છે, ને વધુ સારી થતી જાય છે એ જાણી આનંદ. તમે હમણાં પત્ર લખવાની ઉતાવળ ન કરશો. પૂરેપૂરો આરામ કરજો. ‘અનુસંધાન’નો ૧૨મો અંક મળ્યો. સરહના કક્કા વાંચી ગયો. એમાં સહજ્યાની પરિભાષા છે. પણ આ કક્કા પાછળ એની કોઈ સંયોજના, કોઈ અનુસંધાન કે સાધનાક્રમ છે કે માત્ર વર્ણ પ્રમાણે આવ્યું તે લખ્યું છે ? આ વસ્તુ સરહના દોહા અને પદોના જ અભ્યાસમાંથી તારવી હોય તો એનો કક્કો ખરો પડે. અહીં કલ્પનાના ઘોડા કામ ન આપે. મારું મન આ દિશામાં જાય છે. પણ આ શરીરનો ઘોડો અડિયલ છે. જોઈએ, ‘હરિ-ઇચ્છા’ ૨૧૬ ૭-૧૦-૯૮ નંદિગ્રામ મુનિશ્રી તો ‘સૂરિ’ પદ પછીની સાધના માટે એકાંત મૌનમાં ઊતરી ગયા છે. આપણી ‘બાંસૂરી’ સાધના ચાલ્યા કરે છે. ચાલો, ચ.બહેનને વંદન. તબિયત જાળવજો. મકરન્દ સેતુબંધ Page #242 -------------------------------------------------------------------------- ________________ (૧૪૪) અમદાવાદ તા. ૧૨-૧૦૯૮ મકરન્દભાઈ, પત્ર મળ્યો. શુભેચ્છાનું ભારે બળ હોવાનું જાણું છું. સ્વાથ્યમાં સુધારો થઈ રહ્યો છે. મારા હૃદયમાં પણ છે કે એક દિવસ પૂરી ફુર્તિ સાથે નંદિગ્રામ આવીને રહી શકે. સાચી ભાવના હશે તો સિદ્ધિ કેમ નહીં મળે. મુનિશ્રીને પણ આ સાથે લખું છું. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૨૧૭ Page #243 -------------------------------------------------------------------------- ________________ (૧૪૫) અમદાવાદ તા. ૬–૧૧–૯૮ મકરંદભાઈ, ગઈ કાલે રાજકોટ વાળા નરહર ગઢવી મળવા આવ્યા હતા ડિસેમ્બરમાં એના પિતા નિમિત્તે આયોજિત સંગોષ્ઠીમાં ભાગ લેવાનું કહેવા, તમને મળીને, પછી અહીં હસુ યાજ્ઞિકને મળીને, આવ્યા હતા. તમારે ત્યાં ભરતભાઈને મળ્યાનું અને તમે મને યાદ કર્યો હોવાનું પણ એણે કહ્યું. એટલે થયું, તમને આજે લખું. મારી તબિયત સુધરતી આવે છે. ઘરમાં હજું ફરું છું. પણ પગ નબળા છે. બહાર જઈ શકાય તેટલી શક્તિ હજી નથી. ખોરાકની રુચિ રહે છે, પણ પ્રમાણ ઓછું હોય છે. થોડીક દવા હજી ચાલુ છે. લેખનવાચન સારી રીતે ચાલે છે. ચાર-પાંચ પુસ્તકો પૂરાં કરીને છપાવાનું કામ ચાલે છે– મુખ્યત્વે પ્રાકૃત, અપભ્રંશ અને સંસ્કૃતના સંશોધન વિષયક, આ પૂરું કરું, પછી પેલું પૂરું કરું એવી લાલસા છે– કેટલાંક વરસથી એકઠી કરેલી સામગ્રી, માત્ર લોટ કે લુવો ન રહે અને રોટલી બને એવા લોભે, ઉપયોગી બને એવો પ્રયાસ છે. જો કે વધુ પડતો પરિશ્રમ ન પડે તેની ઘટતી સંભાળ રાખું છું. તમને કેમ રહે છે ? મુલાકાતીઓ તો આવતા જ રહે. લેખનમાં શું ચાલે છે? કુંદનિકાબહેન મજામાં હશે. મુનિજીએ પોતે વલસાડથી વિહાર કરી ગયાનું લખ્યું છે. એમને સત્સંગનો જોગ થયો. મારું નાની વયનાં સંસ્મરણોનું પુસ્તક – “તે હિ નો દિવસઃ.' થોડા દિવસમાં આવી જશે. મેં તમને પહેલાં મુદ્રિત “એ ચાતુર્માસી ભાગવતકથા–વાળો લેખ મોકલ્યો હતો તરત જ તમને મોકલાવી આપીશ. હ. ભાયાણીના નમસ્કાર ૨૧૮ સેતુબંધ Page #244 -------------------------------------------------------------------------- ________________ (૧૪૬) ૨૫-૧૧-'૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, ઘણા દિવસોથી તમને લખવાનું ઘોળાયા કરે છે. આજે વહેલી સવારે બેસી જ ગયો છું, નહીં તો વળી ઝોલો પડી જવાની બીક છે. મહેમાનો અને મુલાકાતી મિત્રોની આવન-જાવન સારી વધી ગઈ છે. તબિયત સારીએમના પુણ્યપ્રતાપે. તમારી ગાડી પાટે ચઢી ગઈ તેથી આનંદ. હમણાં ઈ-સ્પીડ પકડતા નહીં. આપણે હજી ઘણાં તીરથ જાગતા કરવાનાં છે ને મુસાફરી લાંબી છે. એક તીરથની વારતા માંડું. પ્રમેશભાઈ પાટણ જવાના હતા. મેં તેમને હેમચન્દ્રને અગ્નિદાહ કે સમાધિ આપવામાં આવી હોય તે સ્થળ ખાસ જોઈ આવવાનું કહેલું. ઘણી મહેનત પછી તેમને પીર મખદૂમની દરગાહ પાસે જ આ સ્થાન છે એમ જાણવા મળ્યું. દરગાહના મુજાવરે તો એક કાળી શિલા બતાવી, જે મકબરાની અંદર જ હતી. ફારસીથી ભરપુર ઉર્દૂમાં આ જગ્યાનો ઇતિહાસ આપવામાં આવ્યો છે. તેમાં ક્યાંક ઘટનાનાં બીજ સાથે દંતકથાઓ કેવી રીતે વણાઈ જાય છે તેનો નમૂનો જોવા મળે છે. આ સાથે હેમચંદ્ર સાથે વણાયેલી દંતકથા–અથવા મુસ્લિમ માન્યતા જેટલો ભાગ ઝેરોક્સ કરી મોકલું છું. પીર મખદૂમ અને હેમચન્દ્રના સમયને ક્યાંય મેળ નથી પણ આ જગ્યાનો કબજો મેળવવા પ્રયત્ન થયો હોય એવું લાગે છે. બીજી બાબરી થાય એવો સ્ફોટક પદાર્થ છે. કોઈ જોગી-જતિ, પીર-ઓલિયા કે સંત-મહંત આસપાસ મંત્ર-તંત્રની જાળ કેવી રીતે વણાય છે તેના દાખલા પણ આ પુસ્તિકામાં છે. તમને રસ પડે તો આની ઝેરોક્સ મોકલું. એક વિચિત્ર ઘટના તો એ છે કે એક જુવાનમાં, નામ ઉત્તમ, પીર મખદૂમનો આવેશ આવે છે. એને બે-એક વાર મળર્વાનું થયું છે. આ અભણ હિન્દુ છોકરો, જે રીતે ફારસી મંત્ર ભણે છે ને બોલે છે તે આશ્ચર્યકારક છે. પણ તમે પોતે આ જુઓ, સાંભળો, તપાસો ને પોતાનો નિર્ણય બાંધો એ જ મારે માટે મહત્ત્વનું છે. એ છોકરો અહીં નજીક વ્યારામાં જ છે. આવો જોગ ખાય તો નવું ખાતું ખૂલે. સેતુબંધ ૨૧૯ Page #245 -------------------------------------------------------------------------- ________________ એક પ્રોગ્રામ વિચાર્યો છે. તમે વૈદ્ય પ્રાગજીભાઈનું નામ સાંભળ્યું હશે. અનુભવી, વૃદ્ધ અને વળી અતિરેકથી મુક્ત વૈદ્યરાજ છે. તે થોડા દિવસો નંદિગ્રામ આવવાના છે. ત્યારે કેટલાક મિત્રો માટે ઉપચાર ગોઠવવાનું નક્કી કર્યું છે. આવતી ૫ ડિસે. અત્યારે તો ધારી રાખી છે. આ ‘સ્વાસ્થ્ય-આનંદ-સત્ર'માં તમારાથી ભાગ લેવાનું બની શકે ? સુરેન્દ્રભાઈ દવે, અજિત-નિરુપમા, જયંત પંડ્યા આવવાના છે. શક્ય હોય તો આવો. અત્યારે ઋતુ પણ અનુકૂળ છે. મ. ૨૨૦ સેતુબંધ Page #246 -------------------------------------------------------------------------- ________________ (૧૪૭) ૮-૧૨-૯૮ નંદિગ્રામ આત્મીય ભાઈ, મારો પત્ર મળ્યો હશે, હેમચંદ્ર વિષેની ઝેરોક્સ પણ. દંતકથાઓ દૈવત જગાડે અને દાટ વાળે એવું યે બને છે. આ પત્ર તો ખાસ, વહેલી સવારે “તે હિ નો દિવસઃ વાંચીને લખવા બેસી ગયો છું. એક જાતનો Nostalgia-શું કહેશું ? ભાવ-ઝૂરણા, ઝુરાપો ઘેરી વળે છે. આ તો આપણી જ ખોવાયેલા ખજાનાની દુનિયા, સોનાની દ્વારકા. તમારી કલમને જીભ ફૂટી લાગે છે. બોલીના લહેકા આબાદ સંભળાય છે. “હું કે, તમે તે શું, અમ શું બો...લિયા જો હમણાં જયન્ત પંડ્યા આવ્યા છે. આવતી દશમીએ પ્રાગજીભાઈ વૈદ્ય અને બીજા મિત્રો આવશે. “સ્વાથ્ય-આનંદ-સત્ર' ઉજવવું છે. અમદાવાદથી મારા મિત્ર પદુભાઈ વિશ્રામ આવે એવો સંભવ છે. અજિત-નિરુપમાએ હા કહી છે. (ના આવી.) તમે ? હવે તબિયત વધુ ને વધુ સારી થવાની ગતિમાં હશે. ચન્દ્રકળાબહેનને વંદન. તમારો મકરન્દ સેતુબંધ ૨ ૨૧ Page #247 -------------------------------------------------------------------------- ________________ (૧૪૮) મુંબઈ ૧૭-૧૨-૯૮ મકરન્દભાઈ, તે હિ નો દિવસા-થી તમે ખુશ છો – કવિતાની પંક્તિ પણ મને મળી- તેથી રાજીપો થયો. સહજભાવે ટૂંકાં વ્યક્તિચિત્રો અને પ્રસંગચિત્રો અંદર ભંડારેલાં હતાં, તે ધાર્યા પ્રમાણે વ્યક્ત થઈ શક્યા એ “વાઝેવી'ની કૃપા. ભરતભાઈએ મખદૂમ શાહને લગતી પુસ્તિકામાંથી જે નકલ કરાવીને મને આપી તે હું વાંચી ગયો. વચગાળામાં હિંદુ-મુસ્લિમ આચાર-વિચારની ગણનાપાત્ર આપ લે થઈ છે – સ્વાર્થીઓ, સાંપ્રદાયિકો અને રાજકારણીઓએ વાતાવરણ દૂષિત કરી વિષનાં બીજ પોષવાનું કર્યું છે તે આપણું દુર્ભાગ્ય છે. પણ વાદળ વીખરાશે જ એવી શ્રદ્ધા રાખવી અસ્થાને નથી. જાન્યુઆરી-અંતમાં કે ફેબ્રુ.આરંભે મુંબઈ જઈશું. જો સ્કૂર્તિ હશે તો જતાં, નહીં તો માર્ચ શરૂમાં મુંબઈથી પાછાં ફરતાં બેત્રણ દિવસ નંદિગ્રામ રહી જવાનું મનમાં છે. પણ કેટલીક અંગત સગવડોને કારણે કઈ રીતે ત્યાં પહોંચવું અને ત્યાંથી કઈ રીતે પાછાં નીકળવુંરેલગાડી કે ટેક્સી- એની મુશ્કેલીઓમાંથી રસ્તો કરવાનું વિચારી રહ્યો છું. કશુંક નક્કી થયે આગળથી જણાવીશ. મજામાં હશો. હ. ભાયાણી ( ૨ ૨ ૨ સેતુબંધ Page #248 -------------------------------------------------------------------------- ________________ (૧૪૯) તા. ૧૨-૨-૯૯ મુંબઈ મકરન્દભાઈ, મેં કદાચ લખ્યું હતું તેમ અમારી ભાવના અહીંથી પાછા ફરતાં નંદિગ્રામ થઈને અમદાવાદ જવાની હતી. પણ છેલ્લાં ત્રણ ચાર દિવસથી ઠંડીને કારણે કે બીજા કોઈ કારણે (હવે કોઈ કારણ શોધવા નથી જવું પડતું) મારા લોહીના દબાણમાં થોડીક વધઘટ થઈ રહી છે – કશું ચિંતાજનક નથી, પણ હવે અશક્તિ થોડીક વધુ લાગતા ઉત્સાહ-મંદ પડી ગયો છે, અને અમે ૨૮/૧ના રોજ અહીંથી સીધા જ અમદાવાદ જવાનું રાખ્યું છે. મને પૂરી આશા છે કે એકાદ માસમાં તબિયત બરાબર થઈ જશે, અને તો તમારો સત્સંગ કરવાનું જરૂર ગોઠવીશ. મુખોમુખ વાત કરવાનો આનંદ અનન્ય હોય છે. તમારી તબિયત કેમ છે ? મારી ખોરાક લેવાની રુચિ વધી છે, અને અહીં બહાર નથી નીકળતો, તો પણ સ્કૂર્તિ પહેલાં કરતાં વધી છે. હ ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૨ ૨૩ Page #249 -------------------------------------------------------------------------- ________________ (૧૫૦) ૧૮-૨-૯૯ મુંબઈ મકરન્દભાઈ, મારાં દાદીમાને અને અમારે ત્યાં જ ગરબી ગવાતી હતી તેમાં “હે કે ઓધા જાણે એને તો અમે જાણીએ' એવો પાઠ મેં સાંભળ્યો હતો. ઓધવજી ગોપીઓને શ્રીકૃષ્ણ વિશે કહે છે ત્યારે ગોપીઓ એને કહે છે “હે ઓધવજી તમે જેને જાણો છો એને તો અમે બરાબર જાણીએ છીએ. તમે નોંધ્યું છે તેમ કંઠસ્થ પરંપરામાં પાઠની હેરફેર અનિવાર્યપણે થયેલી છે. તમારાં બંને ગીતો સરસ બન્યાં છે- પરંપરાગત અને તમારી સ્વકીય ભાષા-શૈલીના સ્પર્શે એ ઘણાં આસ્વાદ્ય બન્યાં છે. પ્રાસો અને રૂપકો રમતા આવે છે. મારી તબિયતની તકલીફ ગેસ થવાને કારણે છે, અને બેચાર દિવસમાં તેમાંથી મુક્ત થઈશ એમ લાગે છે. તમારું સ્વાથ્ય જળવાતું હશે. હ. ભાયાણીના નમસ્કાર ૨ ૨૪ સેતુબંધ Page #250 -------------------------------------------------------------------------- ________________ (૧૫૧) ૨૦-૨-'૯૯ નંદિગ્રામ આત્મીય ભાઈ, તમારા પત્રની હું રાહ જોતો હતો. તમારા પત્રમાં હતું અને ભરતભાઈએ પણ કહેલું કે તમે મુંબઈથી વળતાં નંદિગ્રામ આવશો. હવે તબિયત સાથ આપે એમ નથી એવો વાયરો આવ્યો. મારા મનમાં હતું કે તમે તથા ચન્દ્રકળાબહેન થોડા દિવસો અહીં રહો. અહીંના શાંત વાતાવરણ, ચોખ્ખાં હવા-પાણી, તાજાં શાક-ભાજી અને વળી ગવરી ગાયના દૂધ-માખણથી તબિયતમાં તેજ પૂરો. સીધા અમદાવાદ જશો તો વળી દયણું ચડ્યું હશે, તે તમને જંપવા નહીં દે અને દળવા બેસી જશો. થોડું વજન વધારવા માટે અહીંનો ટપ્પો ખાઓ તો સારું. પણ તબિયત ના પાડતી હોય તો આગ્રહને સ્થાન નથી. તમે કશું ચિંતાજનક નથી એ લખ્યું તેથી મન હળવું થયું. મારું ગાડું યે રગડ-ધગડ પણ ઊથલી ન પડે એમ ચાલે છે. યજુર્વેદની “સાવિત્રી વિદ્યા' વિષે લખ્યું. “અશ્વમેધ' તો પૂરું થઈ ગયું. ભરતભાઈએ સારી મદદ કરી. હવે તો હાથ-વાટકો હોય તો જ ચોપડા ઉપાડવા ને ચોપડા ચીતરવાનું બને છે. કાવ્ય તો ઊડતાં પંખીની જેમ આવે ને જાય. “ઉદેશમાં તમારા સંભારણાંએ જગાડેલું ગીત જોયું હશે. ચાલો ત્યારે, શક્ય હોય તો ઊતરી પડશો. સામે લેવા આવવાની વ્યવસ્થા થઈ શકશે. પછી તો હરિ-ઇચ્છા. કે પછી હરિના વલ્લભની યે ઇચ્છા. બહેનને વંદન. ઉત્પલનો માળો કલ્લોલતો હશે. -મકર સેતુબંધ ૨ ૨૫ Page #251 -------------------------------------------------------------------------- ________________ (૧૫૨) મુંબઈ ૨૧-૨-૯૯ મકરન્દભાઈ, આજના જન્મ. પ્ર.ની પૂર્તિમાં “જાંગલા નાચે' વાચ્યું. હું પણ કેટલાક વખતથી આપણી આજની “સંસ્કૃતિને the culture of downs કહું જ છું. જો કે આપણે પ્રજાના લોકો પણ એમને લાભે લોભે સાથ સમર્થન આપીને આ જ સંસ્કૃતિના ભાગીદાર છીએ. તમારી રચનામાં “દેશ-નવાજેશ-ઠેસમ ઠેસ' એ પ્રાસો બરાબર બંધબેસતા આવ્યા છે. “ગબરગંડની ટોળકીએ... ગંધવી માર્યો, પોઢેલો પરમેશનો અનુપ્રાસ પણ... રૂપાળી રચનાએ તમારી કલમમાંથી ઝરતી રહે છે. “ગબરગંડ' એ ખૂબ ગંદું એવા અર્થમાં “ગોબરગંદુ' (=ગોબરુંગંદું) એ જ મૂળે હોવાનું લાગે છે. હ. ભાયાણી ૨૨૬ સેતુબંધ Page #252 -------------------------------------------------------------------------- ________________ સેતુબંધ (૧૫૩) મકરન્દ્રભાઈ કોઈ કોઈ વાર થોડીક ગેસની તકલીફ. લોહીના દબાણની થોડીક વધઘટ- ૧૦૦ થી ૧૯૦ વચ્ચે આવ જા. રાત્રે ૧૧ પછી કટકે કટકે ઊંઘ. આથી નિરાંતવે જીવે તમારી સાથે ગપસપ કરવાની મજા ન રહે. અમદાવાદ જઈને ચેક-અપ કરાવી લઈશ. સ્ફૂર્તિ વધી છે. ખાવાની રુચિ વધી છે. સુધારો થતો રહે છે. અહીં પણ થોડુંક દળણું દળવાનું લેતો આવ્યો હતો. પણ એ કામ દળણા કરતાં, વધુ તો મનને વીટામિન-પ્રજીવક પૂરું પાડવાનું કામ કરે છે. સપરિવાર ઉત્પલ યુરોપ-લંડન ડોકિયું કરવા ૨૦મી એપ્રિલ પછીથી જઈને પંદર દિવસમાં પાછો ફરે, તે પછી અમારો ફરી અહીં આવવા વિચાર છે. ત્યાર સુધીમાં સારી રીતે સ્વસ્થ થઈ જવાની અને પાછા વળતાં નંદિગ્રામના મહેમાન થવાની આશા રાખું છું. માણસનું મન કનકને પાંજરે બેસી આશાના બિસતંતુ લટકાવતું રહે છે. ‘અશ્વમેધ’ અને ‘સાવિત્રીવિદ્યા’ની જેમ બીજું કશું સહેજે વહી આવે તો આવવા દેજો - માનસિક બોજ ન નડે એ રીતે. આ વરસમાં મેં દાદીમાની રહેણી કરણીની ઓથે - કે એને ઓઠે – પરંપરાથી આપણે ત્યાં ચાલતા રહેલા મધ્યમ વર્ગના બૈરાના ‘કર્મયજ્ઞ'ની વિગતે વાત કરવા વિચાર્યું છે. લિ. હ. ભાયાણી મુંબઈ ૨૬-૨-૯૯ ૨૨૭ Page #253 -------------------------------------------------------------------------- ________________ (૧૫૪) માર્ચ '૯૯ અમદાવાદ મકરન્દભાઈ, મોજમાં છો ? મારું ગાડું પણ અટક્યું હતું, હવે રગશિયું ચાલવા માંડ્યું છે – થોડીક અનિદ્રાની, થોડીક કફની તકલીફ રહે છે, પણ હરિકૃપાથી અને મનોબળથી એમાંથી છૂટવા કરીશ. ભાઈ વિજય પંડ્યા એક સેમિનાર નિમિત્તે નંદિગ્રામ આવવાના છે. સંસ્કૃત, ગુજરાતી વગેરે સાહિત્યમાં જીવંત રસ ધરાવે છે. તમારા ઘણા પ્રશંસક છે. દસેક મિનિટ પણ એમને લખવા માટે તમે આપો એવી મારી ભલામણ છે. કુંદનિકાબહેન મજામાં હશે. ભાઈ વિજયે સંસ્કૃત સાહિત્યની કૃતિઓનો વ્યાપક વર્ગનો પરિચય મળે એ મુખ્ય હેતુથી એક સામયિક સૈમાસિક “અન્વય” સંપાદિત કરવાનું માથે લીધું છે- તમે સંસ્કૃત-પ્રાકૃતની એકાદ કૃતિનું તમારું આગવું અર્થઘટન તે માટે આપો એવી મારી સાગ્રહ વિનંતી છે. હ. ભાયાણીના નમસ્કાર ૨ ૨૮ સેતુબંધ Page #254 -------------------------------------------------------------------------- ________________ (૧૫૫) ૨૩ માર્ચ ૯૯ નંદિગ્રામ આત્મીય ભાઈ, ભાઈ વિજય સાથે મોકલેલ પત્ર મળ્યો. હજી માંદગીના ઓળા પરેશાન કરે છે પણ તમે લખો છો તેમ હરિકૃપા અને મનોબળથી એ દૂર થશે. ભરતી કે ઓટ, આપણો તરાપો તરતો રહે છે. હમણાં “સાવિત્રી-વિદ્યા’ વિષે શુક્લ યજુર્વેદના કેટલાક મંત્રોને કેન્દ્રમાં રાખી લખ્યું. મેં આ અંગે તમને લખ્યું છે. વિજય જેવા મિત્રો મળે તો આ પ્રકારનું કામ જરા વેગથી થઈ શકે. સોનાની ખાણો પડી છે ને ખોદકામ કરનારા મજૂરો નથી મળતા. એનો યે સમય પાકશે ત્યારે બોલાવવા નહીં પડે. આજે સવારે સેમિનારનો પ્રારંભ થયો. થોડું કહ્યું તેમાં એક સાખી યાદ આવી તે તમને સંભળાવું ? સુરતિ શબદ બિચ અંતરા એની ઘર મેં હાણ ધોરી બિચ બુંબિ પડે તો ક્યારી સૂકી જાણ ?' શબ્દ અને શબ્દ સાથે જોડાયેલી તલ્લીનતા, એકાગ્રતા વચ્ચે છેટું પડી જાય તો વાણી નિષ્ફળ જાય. દાખલો આપે છે કે કોશ ગમે તેટલો ચાલતો હોય પણ વચ્ચે ધોરિયામાં રાફડી પડી હોય તો તે પાણીને શોષી લે છે, પાણી ક્યારા સુધી પહોંચતું નથી અને મોલ ઊગતો નથી. પોતાના કર્તવ્ય પરત્વેની નિષ્ઠા અને જાગૃતિ વિના ખળું પાકતું નથી અને ઘર અભરે ભરાતું નથી. પ્રમાદ એ જ ઊંઘ છે. હમણાં વળી કવિતા પ્રસન્ન છે. સવાર અને સાંજ ખુશનુમા. તમને ત્યારે યાદ કરું છું. વળી બપોરે તાપ આકરો થાય ત્યારે ન આવ્યા તે સારું કર્યું, એમ થઈ આવે અને એ પણ યાદનો જ પ્રકાર. મારા અક્ષરો બગડતા જાય છે. મોતીના દાણા, હવે મોરપગલાં થવા લાગ્યાં, યૂ બી સહી. પણ વાચનારને તકલીફ પડે એ વિચારે સહી કરવાનું મન થતું નથી. તબિયત જલદી સારી થાય એ માટે પ્રાર્થના. ચન્દ્રકળાબહેનને વંદન. – મકરન્દ સેતુબંધ ૨૨૯ Page #255 -------------------------------------------------------------------------- ________________ (૧૫૬) અમદાવાદ ૨૮-૩-૯૯ મકરન્દભાઈ, હમણાં કેટલાક દિવસથી લગભગ રાતે ૧૨ થી ૪ ઉંઘ ઊડી જાય છેકાના, તમને તે નીંદરા નવ આવે, કાના, સૂઈ જાવને બાઘડ આવે' (દાદીમાનું ધોળ) એવું હાલરડું ગાનાર જશોદા ન જ હોય (તમારી રીતે જોતાં, બાઘડો આવે એનું પૂરું જાણ-ભાન હોય, તોયે કશું ન વળે) અને “તારા પંડમાં પ્રાણ છે, તું રામકૃષ્ણ કહે' (દાદીમા ગાતાં તે ધોળમાં) એ બોધ કારગત નીવડતો નથી – શબ્દ છે, પણ તલ્લીનતા ક્યાં ? વળી ખુજલી પણ ત્યારે કનડે - એની દવા લેવા માંડી છે, સુધારો થશે એમ લાગે છે. તો પણ સ્કૂર્તિ વધી છે. તાપ, તાઢ હવે કેટલાં નડે ? “કશી વાતનો ખરખરો મન નાણો, સુખદુઃખ તે દેહના ધરમ જાણો' એ ભુજંગીની ધોળની પંક્તિઓ મનમાં ઘૂટું છુંપણ દાદીમાનો ભક્તિભાવ, અંદરની આસ્થા માગ્યાં ન મળે. કાવ્યનું ઝરણું હમણાં તમને ફૂટતું રહે છે, એ વાગીશ્વરીના કૃપા જ. સાવિત્રી વિદ્યાનું પણ ચલાવજો . વચલો માર્ગ પણ છે : પત્ર લખાવી છેલ્લી પાંચ સાત પંક્તિ સ્વહસ્તે લખવાનું રાખશો. | મારું અપભ્રંશ ભાષાની કૃતિઓને લગતું શોધકર્ય હમણાં સારું ચાલે છે. ત્રણ અધૂરાં કામ પૂરાં કર્યા, ચોથું ચાલુ છે. વિજય રૂબરૂ મળવા આવશે ત્યારે આંખો દેખ્યો હેવાલ આપશે. સ્વાથ્યની ઘટતી સંભાળ તમે અને કુંદનિકાબહેન રાખતા જ હશો. ચંદ્રકળા સેવારત છે. હ. ભાયાણીના નમસ્કાર ૨૩૦ સેતુબંધ Page #256 -------------------------------------------------------------------------- ________________ (૧૫૭) અમદાવાદ ૨૩-૯-૯૯ મકરન્દભાઈ, તરુ કજારિયાનો તમારા અમેરિકાના પ્રવાસનો અહેવાલ વાંચ્યો. ત્યાં કાર્યક્રમ, મિલનો સરસ રહ્યાં હશે. સ્વાથ્ય જળવાયું હશે. અહીં આવી ગયા પછી પણ તબિયત ઠીક રહેતી હશે. જણાવશો. કુંદનિકાબહેનને પણ પ્રવાસમાં બધી અનુકૂળતા રહી હશે. મારી તબિયત સુધરી હતી, પણ પંદરેક દિવસથી શરદી અને પછી કફના ઉપદ્રવથી ખોરાક ઘણો ઘટી જતાં અશક્તિથી ઘરમાં જ નિત્યકર્મ પૂરતી થોડીક હરફર કરી શકું છું. દેશી દવાથી થોડોક ફાયદો લાગે છે. પંદરેક દિવસમાં સારું થશે એવી આશા છે. બહાર નીકળવાનું તદ્દન બંધ છે. લખશો. ચંદ્રકળાને ઠીક છે. હ. ભાયાણીના નમસ્કાર સેતુબંધ ૨૩૧ Page #257 -------------------------------------------------------------------------- ________________ (૧૫૮) અમદાવાદ પ-૧૨-૯૯ મકરન્દભાઈ, અયિ પરિચિનુ ચેત: પ્રાતરંભોજનેત્ર કબરકલિતચંચપિચ્છદામાભિરામ... ! બલભદુપલનીલ વલ્લવીભાગધેય નિખિલનિગમવલ્લીમૂલકંદ મુકુંદમ્ | (લીલાશુક-બિલ્વમંગલકૃત “કૃષ્ણકર્ણામૃત', ૨/૧૦) સમગ્ર કુ.ક.નાં પઘોમાં આવી જ અનુપ્રાસ, યમક, છંદ, તાદશ ચિત્રાંકન કે ભાવાંકનના સંગમ વડે સંસ્કૃતની રમણીયતા પ્રગટતી (પ્રગટ કરતી ?) આસ્વાદ્યતા છે. હ. ભા.ના નમસ્કાર ૨૩૨ સેતુબંધ Page #258 -------------------------------------------------------------------------- ________________ (૧૫૯) આત્મીય ભાઈ, તમે મોકલેલું મોતી મેં સાચવી રાખ્યું છે. ‘કબર કલિત ચંચત્', ભરતભાઈ પાઠક આવ્યા ત્યારે ફરી સાથે માણ્યું. ઘણા વખતથી લખવાનું મન છતાં લખી શક્યો નથી. તબિયત સારી છે. થોડી લિખાપટ્ટી પણ કરી. રાધાકૃષ્ણ બજાજ સાથેની ગોષ્ઠી ‘જ.પ્ર.'માં વાંચવા મળી હશે. એક-બે નવાં પ્રકાશનો પણ પ્રેસમાં ગયાં. ૧૧-૪-૨૦૦૦ નંદિગ્રામ ‘શબ્દનો ભાર’ વાંચી થયું, બિચારો શ્વાન તો જ્ઞાતિબંધુઓથી બચવા માટે શક્ટ નીચે ચાલતો હશે પણ માણસે તેના પર જ પોતાના અહમ્નો પથ્થર ફેંક્યો. કદાચ ‘શક્ય’ એટલે જુદો અર્થ પણ થતો હોય. કૃષ્ણે ‘શક્કાસુર’નો વધ કર્યો શકટ કાંઈ અસુર હોય ? અને બાળક રમકડાના ગાડાને ઊંધું પાડી નાખે એમાં વળી પરાક્રમ ક્યાં રહ્યું ? અથર્વવેદમાં પ્રાણને ‘અનાન’ છકડાવાળો કહ્યો છે. વળી પાંચ ઇન્દ્રિયો ને છઠ્ઠું મન- એટલે આ શરીરનો છકડો. એ છકડો માથે ચડી બેઠો છે. એનો જ ભાર ઉતારી નાખવાની વાત તો આ શ્વાન અને શક્યના દૃષ્ટાંતમાં નહીં હોય ને ? આ તો મનમાં પ્રશ્ન ઊઠ્યો તે લખી નાખ્યો. શૂદ્રકના ‘મૃચ્છકટિક’માં નવું જોવાનું મળે. થોડી નોંધ કરી છે. શ્વા-યુવા-મઘવાને આ લાગુ પડે. સેતુબંધ ગઈ કાલે કૃષ્ણનાથ મળવા આવ્યા. વારાણસીમાં કાર્ય કરતા ભાષાશાસ્ત્રીઓના પરિચયમાં છે. તેમણે પણ ચર્યાપદો ને સહજયાન વિષે કાર્ય કર્યું છે. તમે દોહા-ગીતિ-કોશ અને ચર્યા વિષે પુસ્તક લખ્યું છે એ વિષે તેમણે સાંભળ્યું હતું. તમે મને મોકલેલી નકલ બતાવી. એ અમદાવાદ આવવાના છે ત્યારે તમને મળવા આવશે. સરનામું લઈ ગયા. ચાલો, તબિયત કૈસી ? કે ઐસી હી ઔંસી, ઔર ઐસી કી તૈસી ? શીલ મુનિજી હમણાં આબાદ છે ? પત્ર છે. જવાબ લખવામાં મારાથી ઢીલ થઈ જાય છે. પણ મિત્રો ઢાલ સરીખા છે તેનો આનંદ છે. કાંઈક આવો દૂહો છે. સાજણ ઐસા કીજીયેં, ઢાલ સરિખા હોય સુખ મેં તો પીછે રહે, રણ મેં આગે હોય. મકરન્દ ૨૩૩ Page #259 -------------------------------------------------------------------------- ________________ (૧૬૦) અમદાવાદ તા. ૧૫-૪-૨OOO મકરન્દભાઈ, શકટ'ના અર્થસંકેતો માટે તમે અથર્વવેદનાં “અનડ્યાને, ભાગવતના શકટાસુરને, પાણિનિના–વિચારવાન પાણિનિનું “શ્વાન યુવાને મઘવાનમ્'નું એકસૂત્રીકરણ, મૃચ્છકટિકની “શકટિકા' લઈ આવ્યા પણ તેમાં ગાડા નીચે બેસી ખરજવા ખંજવાળતો, આત્મા-પરમાત્માની ખોજમાં લાગેલા યુવા રને સિંહાસને બેસાડવો પડશે. સ્કૃર્તિ કાંઈક વધી છે, પણ ઇજિનને કોલસા ઓછા મળે છે, એટલે ગાડી હજી ઘરમાં જ ફરે છે, બહાર નીકળી શકતી નથી. પણ લખવાનું ચાલ્યા કરે છે, થોડું થોડું. “શકટ'વાળું અને એવું રમણભાઈ જે છાપે છે તે, વચ્ચે વચ્ચે અધોલોકમાં ડોકિયું કરું છું તેને લીધે. બાકી રોજના ત્રણેક કલાક કામ થાય છે તે અમારા “ઊર્ધ્વલોક'ને લગતું. અપભ્રંશ ભાષાના મૂર્ધન્ય કવિ સ્વયંભૂદેવના જૈન રામાયણ વિષયક “પઉમચરિઉ (પદ્મચરિત =જૈન પરંપરામાં રામનું નામ પદ્મ પણ છે) એ પૌરાણિક મહાકાવ્યનું મેં ચારેક દસકા પહેલા સંપાદન-અધ્યયન કર્યું હતું. તે જ કવિના બીજા, કૃષ્ણ પાંડવો અને નેમિનાથને લગતા, અપભ્રંશ મહાકાવ્ય “અરિષ્ટનેમિચરિત’ કે ‘હરિવંશપુરાણ'નું સંપાદન શાંતિનિકેતનના એક હિંદીના અધ્યાપક રામસિંહ તોમરે કરેલું, તેનું પ્રકાશન પ્રાકૃત ટેક્સ્ટ સોસાયટી (જનો હું અધ્યક્ષ છું) દ્વારા, કટકે કટકે સાતેક વરસથી થઈ રહ્યું છે. ૧૧૨ સંધિ (એટલે કે “સર્ગ')ના એ મહાકાવ્યનો છેલ્લો ભાગ અત્યારે માથા પર મૂકીને બેઠો છું. બિચારો શ્વાન ! સાપે છછુંદર ગળ્યાનો ખેલ છે. રાધેશ્યામે તમે મોકલેલી કવિતા મને પહોંચાડી. સરસ રચના થઈ છે. શીલચંદ્રસૂરિજીને મળવા ગયો ત્યારે મુંબઈથી આવ્યા પછી મેં પહેલીવાર ઘરની બહાર પગ મૂક્યો. ગાડીમાં જવા આવવાનું હતું. અભિનવગુપ્તના “તંત્રાલોક'માં (અને અન્યત્રા પણ) સંસ્કૃતની વર્ણમાલાના વર્ષોનો ગૂઢ, આધ્યાત્મિક અર્થ દર્શાવેલો છે મારી પહેલાંની છાપને આધારે આ કહું છું.) આમાંથી એવો પ્રશ્ન ઉપસ્થિત થાય કે પાણિનિએ દર્શાવેલ વર્ણસમા—ાય તો સંસ્કૃત ભાષા પૂરતો જ છે. વિશ્વની બીજી સેંકડો ભાષાઓના વર્ણો–ધ્વનિઓ સ્વરૂપે ઠીકઠીક જુદા છે. તો એનું શું ? ચાલો, ઘણું લખ્યું. હ: ભાયાણીના નમસ્કાર ૨૩૪ સેતુબંધ Page #260 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ () (પત્ર-૫-ના સંદર્ભમાં) વલસાડ ધરમપુર માર્ગ પો. વાંકલ, ૩૯૬૦૦૧ તા. ૧૩ જાન્યુઆરી, ૮૯ ભજન ભરોસે રે, નર નિરભે હુવા રે એને કાંઈ કરમ ન લાગે કાળ, અનભે હુવા રે, આપુ ને ઓળખી રે નૂરી જન નજરો નજરે નિહાળ - મોરાર પ્રિય આપ્તજન, આપણી ભજનવાણી લોકજીવનમાં નિજાનંદ અને નિર્ભયતાનું તેજ સીંચતી આવી છે. પણ આજે પરિસ્થિતિ એવી છે કે તમને મૂળ અસલી ઢાળમાં ગાનારા ભજનિકો ભાગ્યે જ મળે છે અને ભજનના શુદ્ધ પાઠનું સંશોધન અત્યંત જરૂરી બની ગયું છે. જે ભજન-સમારંભો થાય છે તેમાં ભજનનું ગૌરવ જળવાતું નથી. શ્રોતાના આંતરિક ઉઘાડને બદલે ભજન મનોરંજનનું સાધન બની ગયું છે. આપણે સત્વર નહીં જાગીએ તો રહીસહી ભજન-વાણી પણ ભુંસાઈ જશે. આપણી સંસ્કૃતિ અને લોકપ્રાણ માટે આથી વધારે હાનિ બીજી હોઈ શકે નહીં. મેલી બનેલી ભજન-ગંગાને ફરીથી શુદ્ધ કરવાની તાતી જરૂર છે. ભજનવાણીનાં સંરક્ષણ, સંશોધન અને સંવર્ધન માટે અમે “નંદિગ્રામમાં એક “ભજનવિદ્યાતીર્થ' ઊભું કરી રહ્યા છીએ. ભજનનો સર્વાગી અભ્યાસ કરવા તેમ જ નવા ભજનિકો તૈયાર કરવા માટે આ ભજનવિદ્યા કેન્દ્રને એક ભજન વિદ્યાપીઠ વિકસિત કરવાની અમારી નેમ છે. આ યોજનાની વિગતો આ સાથે સામેલ કરી છે. ભજનવાણીની પુનઃ પ્રાણપ્રતિષ્ઠા કરવાના અમારા આ પ્રયત્નમાં આપ પૂરેપૂરો સહયોગ આપશો એવી શ્રદ્ધા છે. સ્નેહ ધન્ય મકરન્દ દવે સેતુબંધ ૨૩પ Page #261 -------------------------------------------------------------------------- ________________ ૧. ૨. ૩. ૪. ૫. ૬. ભજનવિદ્યાતીર્થ અભ્યાસગૃહ, ગ્રંથાલય, અધ્યાપક-નિવાસ, વિદ્યાર્થીગૃહ, સંગીત-સાધનો. ભાષાવિદ્ તેમજ સંકેતોના મર્મજ્ઞ અધ્યાપક. કાર્ય : અભ્યાસની સામગ્રી એકત્રિત કરી સાચી વાચના તૈયાર કરવી તથા વાણીમાં રહેલા વાચ્યાર્થથી માંડી રહસ્ય-દર્શન સુધી વિદ્યાર્થીને અભ્યાસ કરાવવો. ૨૩૬ મંત્ર, છંદ, પદ તથા ભજનના શુદ્ધ ઉચ્ચાર અને અસલ ઢાળના જાણકાર ગાયક અધ્યાપક. કાર્ય : મંત્રોચ્ચાર, છંદગાન તેમજ ભજનને પદ્ધતિસર ને પ્રાણવાન રીતે રજૂ કરવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવી. સંગીતજ્ઞ સ્વરનિયોજક અધ્યાપક. કાર્ય : નિયત કરેલી અભ્યાસની સામગ્રીને સ્વરબદ્ધ કરી આપવી તથા વાણીમાં રહેલા સંગીત-તત્ત્વનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું. અભ્યાસક્રમ : ઉપરના અભ્યાસક્રમમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ અધ્યાપકો દ્વારા ઋષિવાણી, સંતવાણીના અભ્યાસની જોગવાઈ કરવી. અધ્યાપક તથા વિદ્યાર્થીઓના નિવાસ તેમજ ભોજનના ખર્ચનો પ્રબંધ કરવો. જાહેર કાર્યક્રમો : અભ્યાસક્રમ પૂરો થયા પછી ગુરુ-શિષ્યો દ્વારા આ સંકલિત ઋષિ-સંતવાણીના જાહેર કાર્યક્રમો યોજવા. સ્વરાંકન સહિત પુસ્તિકાઓ પ્રગટ કરવી. આ કાર્યક્રમો પાછળ રહેલી જીવનદૃષ્ટિનો પરિચય કરાવવો. આ માત્ર મનોરંજન નથી પણ સંસ્કાર-ઘડતર અને સંસ્કૃતિ-નિર્માણ માટે વાઙમયી ઉપાસના છે તેની જનતાને સમજ આપવી. ૭. આચારનિષ્ઠા : ગુરુશિષ્યોએ આ માટે વાણીનાં મર્મદ્વાર ખોલતા નવી હવા ઊભી કરવી. એકાંતમાં ચાલતાં ઊંડા અભ્યાસ અને લોકસમુદાય વચ્ચે યોજાતા સેતુબંધ Page #262 -------------------------------------------------------------------------- ________________ કાર્યક્રમોમાં સત્યપૂત અને આનંદવર્ધક સ૨વાણી વહેતી રાખવાની તેમના ૫૨ જવાબદારી છે. વ્યક્તિગત આત્મચૈતન્યની જાગૃતિ વિના સામાજિક ઉત્થાન શક્ય નથી. આ પવિત્ર કાર્ય પાછળ પોતાનું જીવન સમર્પે એવા અનુગામીઓ તૈયા૨ કરી દીવે દીવો ચેતાવતા રહેવાની આ એક દીક્ષા છે. તે અધ્યાપકે ‘દીપ્ત દીપ’ દીક્ષા છે. નવાં સંગમતીર્થો સંત-ઋષિ-સદન પ્રાચીન, મધ્યકાલીન તથા અર્વાચીન પદભજનવાણીનાં યથાતથ સ્વરૂપો જાળવતાં ‘મ્યુઝિયમો’ ઊભાં કરવા નથી માગતું પણ તેમાંથી જીવંત પ્રેરણા મેળવી નવાં સંગમ-તીર્થો રચવા માગે છે. આપણી અન્ય પ્રાન્તીય ભાષાઓમાં પણ આ પ્રવાહ શરૂ થાય, તેમની વચ્ચે આદાનપ્રદાનનો સેતુ બંધાય અને વિવિધતામાં ઐક્યનો અનુભવ કરાવતો ભારત-પ્રાણ ફરી જાગે એ જોવાની પણ તેની ઝંખના છે. ભજન - સાધના આપણે ત્યાં અનેક ભજન-ગાયકો છે, ગામે ગામ ભજન-મંડળીઓ ચાલે છે. ત્યારે નંદિગ્રામની ભજન-પ્રવૃત્તિ પાછળ કઈ ષ્ટિ રહી છે ? તેની વિશિષ્ટતા શામાં છે ? આજે ભજનો જે રીતે ગવાય છે તેમાં ભજનના અસલી ઢાળની કે શબ્દોની શુદ્ધિ જળવાતી નથી અને ભજનોનું સાત્ત્વિક વાતાવરણ બંધાતું નથી. મોટે ભાગે તે સસ્તા મનોરંજનનું સાધન થઈ પડ્યું છે. ત્યારે સાચા અર્થમાં ભજનિકોની પરંપરા તૈયાર કરવા માટે ‘નંદિગ્રામ’ આટલું કરવા માગે છે. નવા ભજનિકો માટે સંત સાહિત્યનો ઊંડો અને તુલનાત્મક અભ્યાસ. ભજનને અસલી ઢાળમાં ગાવાની તાલીમ. ભજનમાં આવતા શબ્દે શબ્દની પરખ અને તેના મર્મનું જ્ઞાન. જે સંતનું ભજન ગવાતું હોય તેના જીવન વિષે માહિતી. આપણું ભજન-સાહિત્ય વિશાળ છે, પણ તે બધું જ સાચું સોનું નથી, તેમાં મૂળ સંતને નામે પાછળથી રચનાઓ ચડી ગઈ છે અને જીવનનાં મૂલ્યોમાં પણ ઘણી ભેળસેળ થઈ ગઈ છે. ભજન-વાણી સાંભળી માણસ નમ્ર બને, સેતુબંધ ૨૩૭ Page #263 -------------------------------------------------------------------------- ________________ સહિષ્ણુ બને, શાંત બને, પણ તે દીનહીન કંગાલ તો ન જ બનાવો જોઈએ. સંતોની નમ્રતા તેમના આંતરિક પ્રતાપથી ઓછી નહોતી. સાચો સંત ભગવાનને ચરણે માથું નમાવે છે પણ સત્તા કે ધનની પાસે નમી પડતો નથી. એટલે નમ્રતા સાથે નિર્ભયતા અને સરળતા સાથે નિઃસ્પૃહતા તે ભજન દ્વારા પીવામાં આવતું જીવન રસાયણ છે. જેણે આ પ્યાલો પીધો તે પછી પામર રહેતો નથી. ‘સંદીપન' ભજન દ્વારા સમાજમાં આવું બળ ઊભું કરવા માગે છે. ભજનોમાં સદ્ગુરુનો મોટો મહિમા ગાવામાં આવ્યો છે. પણ આ મહિમાને લીધે અનેક નામધારી ગુરુઓ ભોળા માનવીઓને ભરમાવતા હોય છે. તેથી સદ્ગુરુ કેવો હોય તે પહેલાં નાણી, પ્રમાણીને જ તેનાં વચનો ૫૨ વિશ્વાસ રાખવો જોઈએ. ‘વરતન જોઈ વસ્તુ વોરીએ'એ ભજનવાણીનો પહેલો પાઠ છે. દેવને, ગુરુને, અતિથિને આપણું સર્વસ્વ આપવાનું ભજનો કહે છે, ત્યારે ત્યાં વિવેકને દેશવટો આપવાનો નથી. દેવ-દેવીને કોઈ પ્રાણીનો ભોગ ન જ અપાય. ગુરુની આજ્ઞા માનવામાં ક્યાંયે ચારિત્ર્યનું ખંડન ન જ ચાલે. અતિથિનો આદર-સત્કાર કરવામાં કચાશ ન રખાય પણ પોતાની શક્તિ ને મર્યાદાનું ઉલ્લંઘન ન જ થવું જોઈએ. ભજન માણસને અભય, સત્યનિષ્ઠ, સંયમ શીખવે છે, તેમાં જ્યાં કાંઈ અતિરેક થાય ત્યાં અધર્મ છે. ભજનનાં બીજાં પણ ભયસ્થાનો છે. ભજનોને સાચી રીતે સમજવામાં ન આવે તો બ્રહ્મભાવને નામે અહમ્, ભગવાન પરના ભરોસાને સ્થાને અકર્મણ્ય, આળસ અને પરલોક સુધારવાને બહાને આ લોકનાં કર્તવ્યોમાંથી પલાયન-આવો સડો પેસી જવાનો ભય છે. એટલે જ ભજનિકોએ ભજનને રામરસાયન કહ્યું છે. એ બરાબર પીવામાં ન આવે તો કાચા પારાની જેમ ફૂટી નીકળે. લોકોને આ વિશે સજાગ કરવાની જરૂર છે. ભજનિક આ સત્યને નજર સામે રાખીને ભજનો વહેતાં રાખશે, ભજનોને જીવતાં કરવા પ્રયત્ન કરશે. ભજન એક મોટું બળ છે. પણ તેનાથી તત્કાળ કોઈ મોટું પરિણામ આવતું નથી. તે ધીરે ધીરે અને સતત ઝીલવાની જિરવવાની અને જાગતા રહેવાની સાધના માગી લે છે. એ માટે નંદિગ્રામ આ કાર્યને સમર્પિત થયેલા ભજનિકો તૈયાર કરશે અને જ્યાં જ્યાં તેમને સાથ આપતાં ભજનિકો કે ભજન-મંડળીઓ હશે ત્યાં પહોંચી જશે, સહાયરૂપ થશે, સેતુબંધ ૨૩૮ Page #264 -------------------------------------------------------------------------- ________________ અને સર્વને એકસૂત્રે પરોવશે. ભજન-વાણી દ્વારા આપણાં આંતરિક તેમજ બાહ્ય પરિવર્તન માટેનું આ એક પગલું છે. ભજન-વાણી જેને ‘ગત્ય-ગંગા' કહે છે, તેવી ગતિમય, નિર્મળ જીવન-ગંગા સમાજમાં વહેતી કરવાની નંદિગ્રામ'ની મહેચ્છા છે અને એ માટે સહુએ સાથે મળી ભગીરથ પ્રયત્ન કરવો જોઈએ. ભજનવાણીને સંતોએ સાચનું પાણી પાયું છે અને નિર્ભયતાનો મજીઠી રંગ ચડાવ્યો છે. તેને જીવનમાં વણીશું તો પછી સર્વત્ર અમૃતથી ભર્યા ભરપૂર આનંદનો પાર નહીં રહે. કબીરના શબ્દોમાં : ‘આઠહૂં પહર મતવાલ લાગી રહૈ આઠહૂં પહર કી છાક પીવૈ, આઠહૂં પહર મસ્તાન માતા રહે બ્રહ્મ કી છૌલ મેં સાધ જીવૈ સાંચ હી કહતુ ઔ સાંચ હી ગહતું હૈ કાંચ કો ત્યાગ કરિ સાચ લાગા કહૈ કબ્બીર યોં સાધ નિરભય હુઆ જનમ ઔર મરનકા ભર્મ ભાગી.’ અભ્યાસક્રમ આ સંસ્કૃતિ-કેન્દ્રમાં સમગ્ર અભ્યાસક્રમ ચાર મહિનાના ગાળામાં આવી લેવાશે. વિદ્યાર્થીઓ અને શિક્ષકોની અનુકૂળતા ધ્યાનમાં લઈ આ અભ્યાસક્રમ પહેલા વર્ષમાં બે મહિના અને બીજા વર્ષમાં બે મહિના એમ વિભાજિત કરવામાં આવ્યો છે. વર્ષ દરમિયાન રજાઓ મળી શકે એવા અનુકૂળ સમયે પહેલાં એક મહિનો અને ત્યાર બાદ બીજો એક મહિનો એ પ્રકારની સત્રવ્યવસ્થા રાખવામાં આવશે. આ વર્ગો નોકરી કરતી વ્યક્તિઓ, ખાસ કરીને શિક્ષકો કે અન્ય અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અનુલક્ષીને જન્માષ્ટમી કે દિવાળીની કે ઉનાળાની રજાઓ દરમિયાન યોજાશે. અભ્યાસક્રમ રોજના ૬ કલાકનો રહેશે. તેમાં ૪ કલાકની સેતુબંધ ૨૩૯ Page #265 -------------------------------------------------------------------------- ________________ તાલીમ અને ૨ કલાકની સાધના કે રિયાઝ હશે. આ અભ્યાસ માટે એક વૃન્દ(ગ્રુપ)માં ૨૫ વિદ્યાર્થીઓ લેવામાં આવશે. જેમણે સંગીતની પ્રાથમિક તાલીમ લીધી હોય કે લોકગીતો અથવા સુગમ સંગીતથી જેઓ પરિચિત હોય તેમને પ્રથમ પસંદગી આપવામાં આવશે. પ્રથમ વર્ષના બે મહિનામાં નીચે પ્રમાણે શિક્ષણ અપાશે. સૈદ્ધાંતિક : (૧) ભજન અને લોકગીતના વિવિધ પ્રકારોની સમજણ. (૨) ગુજરાતના આદિવાસી તેમજ લોકજીવનમાં ભજનો તથા લોકગીતોનું સ્થાન. (૩) અભ્યાસક્રમ માટે નક્કી કરેલાં ગીતો તથા ભજનોની સમજણ. ક્રિયાત્મક : (૧) હારમોનિયમના સાથ વગર સ્વરોને આરોહ-અવરોહમાં ગાવાનું શિક્ષણ. (૨) મંત્રગાન ૩ સ્વરોમાં અને ૪ સ્વરોમાં રજૂ કરવાની પદ્ધતિ. (૩) કેરવા, દાદરા, દીપચંદીનું તાલ જ્ઞાન (૪) ૧૦ ભજનો સારી રીતે, સમજપૂર્વક ગાવાની કળા. (૫) આદિવાસી ૫ ગીતો (૬) અન્ય ૫ લોકગીતો, જેમકે રાસ, ગરબા, ગરબી, દૂહા, લગ્નગીત. (૭) સરળ પ છંદોનો પરિચય. દ્વિતીય વર્ષના બે મહિનામાં અભ્યાસક્રમ આ પ્રમાણે રહેશે. સૈદ્ધાંતિક : (૧) ભારતીય લોકસંસ્કૃતિના વિવિધ પ્રવાહોની જાણકારી (૨) આદિવાસી સંસ્કૃતિના પાયામાં રહેલા સંગીત-નૃત્ય, દેવ-મંત્રોની જાણકારી. ક્રિયાત્મક : (૧) શુદ્ધ અને વિકૃત સ્વરોનો પરિચય (૨) નવા તાલો, જેમકે હીંચ, રૂપક, ઝપતાલ (૩) ૧૫ ભજનો, જેમાં ૫ ઉત્તર ભારતીય ૨૪૦ સેતુબંધ Page #266 -------------------------------------------------------------------------- ________________ (૪) આદિવાસી ૫ ગીતો (૫) ૧૦ લોકગીતો, જેમાં કથાગીતો, વિવિધ રસનાં ગીતો વગેરે. (૬) અઘરા ૫ છંદોનો પરિચય (૭) લોક શૈલીમાં ૫ છંદગાન. ખર્ચ : આ અભ્યાસક્રમો માટે વ્યક્તિદીઠ ખર્ચ (ભોજન, શિક્ષણ, નિવાસ) પહેલા વર્ષનું (બે માસ) રૂ. ૨,૦૦૦/બીજા વર્ષનું (બે માસ) રૂ. ૨,000/ કુલ રૂા. ૪૦૦૦/ સેતુબંધ ૨૪૧ Page #267 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧ () ભજનવિદ્યા કેન્દ્ર જરૂરિયાતો અને જીવનદષ્ટિ ૧. અભ્યાસ ગૃહ ગ્રંથાલય, અધ્યાપક-નિવાસ, વિદ્યાર્થીગૃહ, સંગીત-સાધનો. ૨. ભાષાવિદ્ તેમજ અધ્યાત્મ-સંકેતોના મર્મજ્ઞ અધ્યાપક કાર્ય : અભ્યાસની સામગ્રી એકત્રિત કરી સાચી વાચના તૈયાર કરવી તથા વાણીમાં વાચ્યાર્થથી માંડી રહસ્ય-દર્શન સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ કરાવવો. ૩. મંત્ર, છંદ, પદ તથા ભજનના શુદ્ધ ઉચ્ચાર અને અસલ ઢાળના જાણકાર, ગાયક અધ્યાપક : કાર્ય : મંત્રોચ્ચાર, છંદગાન તેમજ ભજનોને પદ્ધતિસર અને પ્રાણવાન રીતે રજૂ કરવાની વિદ્યાર્થીઓને તાલીમ આપવી. ૪. સંગીતજ્ઞ સ્વરનિયોજક અધ્યાપક : કાર્ય : નિયત કરેલી અભ્યાસ-સામગ્રીને સ્વરબદ્ધ કરી આપવી તથા વાણીમાં રહેલા સંગીત તત્ત્વનું વિદ્યાર્થીઓને શિક્ષણ આપવું. અભ્યાસક્રમ : ઉપરના અભ્યાસમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓ માટે આ ત્રણ અધ્યાપકો દ્વારા ઋષિવાણી, સંતવાણીના અભ્યાસની જોગવાઈ કરવી. અભ્યાસ માટે ત્રણ મહિનાનો સમય ફાળવવો તથા અધ્યાપકો અને વિદ્યાર્થીઓનાં નિવાસ તેમજ ભજનોના ખર્ચનો પ્રબંધ કરવો. ૬. જાહેર કાર્યક્રમો : અભ્યાસ પૂરો થયા પછી અધ્યાપકો-વિદ્યાર્થીઓ દ્વારા આ સંકલિત ને સ્વર-નિયોજિત વાણીના જાહેર કાર્યક્રમો યોજવા. સ્વરાંકન સહિત પુસ્તિકાઓ પ્રગટ કરવી. કાર્યક્રમો પાછળ રહેલી જીવનદષ્ટિનો પરિચય કરાવવો. આ માત્ર મનોરંજન નથી પણ સંસ્કારઘડતર અને સંસ્કૃતિ-નિર્માણ માટે વાયી ઉપાસના છે તેની જનતાને સમજ આપવી. ૭. આચારનિષ્ઠા : એકાંતમાં ચાલતા ઊંડા અભ્યાસ અને લોક સમુદાય વચ્ચે યોજાતા કાર્યક્રમોમાં સત્યપૂત અને આનંદવર્ધક સરવાણી વહેતી રાખવાની જવાબદારી આ કાર્યને વરેલા સહુ કોઈની છે. વાણીનાં મર્મદ્વાર ખોલતી ૨૪૨ સેતુબંધ Page #268 -------------------------------------------------------------------------- ________________ ૮. ૯. નવી હવા વ્યક્તિના પોતાના પ્રાણના સ્પર્શથી જ ઊભી થાય છે. દીવે દીવો ચેતાય એવી આ ‘દીપ્ત-દીપ દીક્ષા છે. એ માટે પોતાનું જીવન સમર્પે એવા અનુગામીઓ તૈયાર કરવાના રહે છે. નવાં સંગમતીર્થો : પ્રાચીન, મધ્યકાલીન કે અર્વાચીન વાણીનાં સ્વરૂપોને યથાતથ જાળવી રાખતાં ‘મ્યુઝિયમો' ઊભાં કરવાનો હેતુ નથી પણ તેમાંથી જીવંત પ્રેરણા મેળવી સંત-ઋષિ-સદન નવાં સંગમ તીર્થો રચવા માગે છે. એ માટે પડ જાગતું રાખવાના અને ગિની-સંસ્થાઓનો સહયોગ સાધવાના પ્રયત્નો સતત ચાલુ રહેવા જોઈએ. ભારતપ્રાણ : ગુજરાતી ઉપરાંત બીજી પ્રાન્તીય ભાષાઓમાં પણ આ પ્રવાહ શરૂ થાય, તેમની વચ્ચે આદાન પ્રદાનનો સેતુ રચાય અને વિવિધતામાં ઐક્યનો અનુભવ કરાવતો ભારતપ્રાણ ફરી જાગે એ જોવાની સંસ્થાની ઝંખના છે. : સદનમ્ ઋતસ્ય : પ્રાચીન મંત્રદ્રષ્ટા ઋષિઓની પરંપરા નાશ પામી નથી પણ સિદ્ધો અને સંતોની વાણી રૂપે વહેતી આવી છે. આપણા ભજનિક સંતો વૈદિક દ્રષ્ટાઓંના સીધા વારસદારો છે. ભાષા બદલી ગઈ, ઇષ્ટદેવતા કે તત્ત્વનાં નામ બદલી ગયાં પણ વિશ્વચૈતન્યને પામવાની યાત્રા અખંડ ચાલી આવી છે. આ માનવ પ્રાણની સનાતન યાત્રા છે. તેને સમજવા માટે વૈદિક સૂક્તો, ઉપનિષદના તથા ગીતાના સંવાદો, પૌરાણિક આખ્યાનો તેમજ સિદ્ધો અને સંતોની વાણીનો સમાન અભ્યાસ થવો જોઈએ. ઋષિવાણી અને સંતવાણીના એકી સાથે ઊંડા અધ્યયન વિના મંત્રરહસ્યની ચાવી મળી શકે તેમ નથી. નંદિગ્રામ સંચાલિત ભજન-વિધા કેન્દ્ર ભારતીય સંસ્કૃતિ અને સાધનાનું ગોમુખ વૈદિક સૂક્તો છે તો બ્રાહ્મણગ્રંથો અને ઉપનિષદો-ગીતા તેની ગંગોત્રી છે. આ ગંગોત્રીની યાત્રા માટે પુરાણો ઋષિકેશનું ગંગાદ્વાર ખોલી આપે છે. આ ગંગાદ્વારમાંથી જ લોકસમુદાય વચ્ચે વહેતી સંતવાણી જાણે કાશીક્ષેત્રની ઉત્તરવાહિની ગંગાલહરી છે. ભારતીય આત્મવિદ્યાના પરિચય માટે વાણીની આ ગંગાયાત્રા અનિવાર્ય છે. સેતુબંધ ૨૪૩ Page #269 -------------------------------------------------------------------------- ________________ આ સત્યને ધ્યાનમાં લઈ સંતવાણી, સિદ્ધવાણી, પુરાણો, ઉપનિષદો તથા વૈદિક સૂક્તોના ક્રમિક તેમજ પદ્ધતિસર અભ્યાસ માટે ‘ભજન-વિદ્યાકેન્દ્ર”ની સ્થાપના કરવામાં આવી છે. અભ્યાસક્રમની રૂપરેખા નીચે પ્રમાણે છે. સંતવાણી : (૧) ગુજરાતીમાં મહામાર્ગ, નાથયોગ તથા સગુણ-નિર્ગુણ સંતોની વાણી. (૨) કબીર, નાનક, દાદુ જેવા નિર્ગુણ સંતો તથા તુલસી-સૂર-મીરા જેવા સગુણ સંતોની વાણી. (૩) મત્સ્યેન્દ્ર-ગોરખ જેવા નાથયોગીઓ તથા સરહ-કાન્હપ્પા જેવા બૌદ્ધ સિદ્ધોની વાણી. સંતો વાગ્યેય કાર છે. શબ્દ અને સૂરનું તેમની વાણીમાં અપૂર્વ સંયોજન છે. શબ્દનો અર્થપ્રકાશ અને સૂરના આનંદધ્વનિનું બરાબર સંતુલિત જ્ઞાન થાય એ માટે ભજનો-પદોને યોગ્ય રીતે ગાવાની તાલીમ આપવામાં આવશે. આ રીતે શબ્દ તથા સૂરના પરખંદા ભજનિકો તૈયાર કરવાની પણ સંસ્થા નેમ છે. પૌરાણિક આખ્યાનો : વૈદિક મંત્રો અને લોકભજનોને જોડતી કડી હોય તો તે પુરાણો છે. ભારતીય સંસ્કૃતિના સર્વસંગ્રહનો અખૂટ ભંડાર પુરાણોમાં છે. તેમાં આવતા તત્ત્વવિચાર, આખ્યાનો અને સ્તોત્રોનો નવેસરથી અભ્યાસ કરવો જોઈએ. પુરાણોના સંકેતોને લોકે સમક્ષ સ્પષ્ટ કરી આપવા માટે નવા આખ્યાનકારો ઊભા થવા જોઈએ. ભજનિકોની જેમ આખ્યાનકારો માટેના તાલીમવર્ગો સંસ્થા ચલાવશે. ઉપનિષદ-ગીતા-તત્ત્વચિંતન : પ્રમુખ એકાદશ ઉપનિષદો, બીજા યોગઉપનિષદો તથા ગીતાના અભ્યાસ વિના ભારતીય આત્મદર્શનની પીઠિકા બંધાતી નથી. સંતવાણી અને પુરાણ કથાનો પાયો ઉપનિષદ વિચાર છે. ઉપનિષદોનો અભ્યાસ માત્ર ભાષ્યકારોને આધારે નહીં પણ સિદ્ધિમંત સંતોને અજવાળે થવો જોઈએ. રામકૃષ્ણ પરમહંસ કે રમણ મહર્ષિ જેવાનાં જીવન-કથન ઉપનિષદોના જ્ઞાનરાશિને જીવંત કરી આપે સેતુબંધ ૨૪૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ છે. ઉપનિષદોના આવા જીવનમુખી અભ્યાસ માટે સંસ્થા વિવિધ સાધનોનો વિનિયોગ કરશે. આમાં ધ્યાન, દેવપૂજન અને યજ્ઞક્રિયાનો સમાવેશ કરવામાં આવશે. વૈદિક મંત્ર દર્શન : વૈદિક મંત્રોનો યથાર્થ અભ્યાસ જ્ઞાનનાં અનેકવિધ ક્ષેત્રો ઉઘાડી આપે છે. ભારતીય તેમજ વિશ્વની સમસ્ત સાધનાનો અર્ક ઋષિઓની વાણીમાં ઝીલાઈ ગયો છે. વૈદિક સૂક્તોના અભ્યાસ માટે સંસ્થા ઉપાસના, પઠન અને રહસ્યદર્શન આ ત્રણ પગથિયાં પર ભાર મૂકે છે. એ વિના વૈદિક જ્ઞાનના ગર્ભગૃહમાં પ્રવેશ થઈ શકતો નથી. મંત્રયોગને જાગૃત કરવાની દૃષ્ટિ ધ્યાનમાં રાખીને વૈદિક અભ્યાસ ગોઠવવામાં આવશે. આ મુખ્ય અભ્યાસવિષયો ઉપરાંત વિશાળ અને તુલનાત્મક દૃષ્ટિ કેળવવા માટે જૈન, બૌદ્ધ પરંપરા તેમજ યહૂદી, ઈસાઈ, સૂફી પરંપરાનો અભ્યાસ પણ આનુષંગિક રીતે થશે. કોઈ વિદ્યાર્થીને ખાસ એક જ સંત સિદ્ધ, પુરાણ, ગીતા, ઉપનિષદ કે ઋષિનો વિશેષ અભ્યાસ કરવો હશે તો તે માટે વ્યવસ્થા કરવામાં આવશે. ‘‘ભજન-વિદ્યા-કેન્દ્ર” નો મુદ્રાલેખ છે : ‘‘સદનમ્ ઋતસ્ય’” સંસ્થા ઋતનું નિવાસસ્થાન બને તેની સાથે સાથે અભ્યાસાર્થીનું અંતઃકરણ પણ પરમ ઋતનું વાહન બને એ જોવાનું સંસ્થાનું એક માત્ર ધ્યેય અને ધ્રુવબિન્દુ છે. મકરન્દ દવે (નોંધ : જુદા જુદા મૂડમાં આલેખાયેલી બે સંકલ્પનાઓમાં રહેલી વિશેષતાઓને ધ્યાનમાં લઈને, કેટલાક પુનરાવર્તનનો ભાર વહોરીને પણ, તે બન્ને સંકલ્પનાઓ અહીં મૂકવી ઉચિત માની છે. સં.) સેતુબંધ ૨૪૫ Page #271 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૨ (સંદર્ભ : પત્ર ૯) નંદિગ્રામ ભજન-શિબિરનો કાર્યક્રમ (૧) તારીખ : ૧૩-૮-'૮૮, સમય : સવારે ૯ થી ૧૨ પહેલી બેઠક ચર્ચા-વિચારણા માટે મુદાઓ (૧) ભજન-સાહિત્યની આજની પરિસ્થિતિ પર ઊડતી નજર અને તેની સબળી નબળી બાજુઓનું તારણ. (૨) ભજનોમાં રહેલી અશુદ્ધિ અને અપૂર્ણતા દૂર કરવા માટે શું કરવું જોઈએ? (૩) આ પ્રવૃત્તિમાં વ્યક્તિગત તેમ જ સંસ્થાકીય રીતે સક્રિયપણે કોણ કેટલી મદદ કરી શકે એમ છે ? બીજી બેઠક તારીખ : ૧૩-૮-'૮૮, સમય બપોર ૪ થી ૭ ભજનગાન આમંત્રિત ભજનિકો દ્વારા નરસિંહ, મીરાં, મૂળદાસ, અખો તેમજ અન્ય સંતોની વાણીમાંથી જ્ઞાન, ભક્તિ, વૈરાગ્ય, માનવજીવનનો મહિમા ગાતાં ચૂંટી કાઢેલાં ભજનો. સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો. તારીખ : ૧૪-૮-૮૮, સમય સવારે ૯ થી ૧૨ પહેલી બેઠક ચર્ચા-વિચારણા માટે મુદ્દાઓ (૧) ભજનોની સ્વરાંકન સાથે શુદ્ધ વાચના તૈયાર કરી પુસ્તિકાઓનું પ્રકાશન. પ્રકાશન થાય તો તેના મુદ્રણ-પ્રકાશન-પ્રસારણની વ્યવસ્થા. ૨૪૬ સેતુબંધ Page #272 -------------------------------------------------------------------------- ________________ (૨) આ ભજનોને સુયોગ્ય રીતે ગાતી ભજન મંડળીની સ્થાપના. તેના જાહેર કાર્યક્રમો, કેસેટ વિતરણ. આ પ્રવૃત્તિનો પ્રારંભ ક્યારથી ? કેવી રીતે ? (૩) ભજનના અભ્યાસીઓ, ગાયકો અવાર-નવાર મળે તથા નવી વસ્તુ મળી હોય તેના પ્રકાશમાં સંશોધન મૂલવતા રહે તે માટે શું કરવું? બીજી બેઠક તારીખ ૧૪-૮-'૮૮, સમય બપોરે ૪ થી ૭. ભજનગાન - આમંત્રિત ભજનિકો દ્વારા નાથપરંપરાનાં યોગપરક ભજનો તથા નાથ બાવાઓનાં ભરથરી-ગોપીચંદ વિષે ગવાતાં ભજનોની વાનગી. કબીર, નિર્ગુણ સંતો તથા ભાણ-રવિ-મોરાર પરંપરાના સંતોની વાણીમાંથી વીણેલાં ભજનો. સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો. તારીખ ૧૫-૮-'૮૮, સમય સવારે ૯ થી ૧૨ પહેલી બેઠક ચર્ચા-વિચારણા માટે મુદ્દાઓ (૧) નંદિગ્રામે તૈયાર કરેલા ભજનના અભ્યાસક્રમ પર વિચારણા. (૨) “સંત-ઋષિ-સદનની સ્થાપના અંગે સલાહ સૂચના. (૩) ભજન-પ્રવૃત્તિમાં નવો પ્રાણ જગાડવા માટે સ્વતંત્રપણે જે કાંઈ સૂઝે તેની રજૂઆત તથા એના પર ગોષ્ઠી. બીજી બેઠક તારીખ : ૧૫-૮-૮૮, સમય બપોર ૪ થી ૭ ભજનગાન આમંત્રિત ભજનિકો દ્વારા મારગી પરંપરા, મુસ્લિમ સંતોની વાણી, ખોજા સંતોના ગિનાન'માંથી ચૂંટી કાઢેલાં ભજનો. જુદી જુદી પરંપરાના સંતોની વાણીમાંથી આરાધ, સાવળ, પરજ, રામગરી, પ્રભાતિયાંની પ્રસાદી. ભજનોમાં આવતા વિવિધ ઢાળોનો પરિચય. સ્થાનિક ભજનિકોની પસંદગીનાં ભજનો. સ માં ૫ ન સેતુબંધ ૨૪૭ Page #273 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૩ (સંદર્ભઃ પત્ર ૧૩) ગુજરાત સાહિત્ય અકાદમી દફતર ભંડાર ભવન, સેક્ટર-૧૭, ગાંધીનગર-૩૮૨૦૧૭ પ્રો. હસમુખ પટેલ ડૉ. સુરેશ દલાલ ડૉ. હસુ યાજ્ઞિક અધ્યક્ષ ઉપાધ્યક્ષ મહામાત્ર ક્રમાંકઃ ગસઅ/પદ સૂચીકરણ/૧૨૮૯૮૮ તા. ૧૬-૭-૮૮ સન્માનનીય શ્રીમકરંદભાઈ, સવિનય નિવેદન કે, પૂ. ભાયાણી સાહેબ પરના આપના બંને પત્રો મળ્યા. વિગત જાણી, ખૂબ આનંદ થયો. યોગાનુયોગ બન્યું એવું કે, પૂ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં અકાદમીએ પદના સૂચીકરણની ખાતાકીય યોજના હાથ ધરી તે જ સમયે આપના જેવા અધિકારીની નિશ્રામાં ભજનિકોનું મિલન ગોઠવાયું છે. આ નિમિત્તે હું તથા પૂ. ભાયાણીસાહેબ ૧૨ મી તારીખની સાંજ સુધીમાં આવવાનું ગોઠવીશું. નંદિગ્રામ આવવા માટે મોટર માર્ગે અમે નીકળીશું. આપને ત્યાં રહેવાની વ્યવસ્થા હશે. અન્યથા જો વલસાડ નજીક પડતું હોય તો ત્યાં સરકારી ગેસ્ટ હાઉસમાં અમારો રહેવાનો પ્રબંધ કરીશું. આપ જણાવશો તે પ્રમાણે ગોઠવીશું. આ સાથે શબ્દસૃષ્ટિમાં પ્રગટ કરેલી અકાદમીની પદ, ભજન સૂચીકરણની યોજનાની કામચલાઉ રૂપરેખા છાપી છે, તે આપની જાણ માટે મોકલું છું. સંમેલન દરમ્યાન આ વિશે રૂબરૂ ચર્ચા-વિચારણા કરીશું અને આ ગંજાવર કામને શક્ય તેટલા ટૂંકા ગાળામાં શાસ્ત્રીય સંપાદન રૂપે કેવી રીતે મૂકી શકાય, તે વિચારીશું. હાલ તો છપાયેલા પદ-સંગ્રહો, છપાયેલી હસ્તપ્રતોની યાદી, હસ્તપ્રતો, અને ભજનિકોની કેસેટને આધાર કાર્ડ-સૂચિ તૈયાર કરાવીએ છીએ અને પ્રારંભિક તબક્કે અકારાદિ ક્રમે સૂચીગ્રંથ પ્રગટ કરવાનું વિચારણામાં છે. તેમાં પદ-ભજનના આદિ અને અંત દર્શાવીશું. આ સાથે જ બીજા તબક્કાની કામગીરીનો પણ પ્રારંભ કરીશું અને સૌરાષ્ટ્ર, ગુજરાતના ગામેગામ વસતા સાંપ્રદાયિક અને સામાન્ય પ્રવાહના ભજનિકોની એક સંસ્થા તરીકેની માહિતી ૨૪૮ સેતુબંધ Page #274 -------------------------------------------------------------------------- ________________ આપતો સંદર્ભગ્રંથ પણ તૈયાર કરીને મૂકીશું. ત્રીજા તબક્કે પદ-ભજનનો એક બૃહદ સંચય ગ્રંથશ્રેણીના રૂપમાં પ્રગટ કરવા વિચાર્યું છે. અને પછીના છેલ્લા તબક્કે પરંપરાગત રીતે ગવાતાં પદનાં સ્વરાંકનો પણ આપીશું. અકાદમી આ ગંજાવર કાર્ય માટે શક્ય તે બધાં જ ગતિશીલ ક્રિયાત્મક પગલાં લેશે. પૂ. ભાયાણીસાહેબનો આ યોજનાના માનાર્ય સંપાદક તરીકે તથા માર્ગદર્શક તરીકે સંપૂર્ણ સાથ-સહકાર છે. અને આ ક્ષેત્રની અન્ય વ્યક્તિઓ પાસેથી પણ સૂચીકરણની સહાય લેવામાં આવે છે. અને આ કામ થોડું આગળ વધશે તે પછી સંસ્થા તરીકે વ્યક્તિગત ભજનિકો અને ભજનમંડળોનું સર્વેક્ષણ હાથ ધરી ધ્વનિમુદ્રણ કરાવીશું. અમદાવાદમાં રાજશ્રી ઈલેકટ્રોનિક્સ દ્વારા ભજનની બસો (૧૦૦) જેટલી કેસેટ્સ તૈયાર થયેલી છે તે છપાયેલા પદ સંગ્રહની જેમ સૂચીકરણના એક સાધન તરીકે ઉપયોગમાં લેવાનું પણ વિચાર્યું છે. વિવિધ પ્રવાસ અને કાર્યક્રમો નિમિત્તે મારે ક્યાંક જવાનું થાય છે ત્યારે, કે એવી કોઈ વ્યક્તિ અકાદમીની મુલાકાતે આવે છે ત્યારે, થાય તેવાં ધ્વનિમુદ્રણો તો હું કરી જ લઉં છું. આથી આ સંમેલનમાં પણ જો કેટલાંક ધ્વનિમુદ્રણો થઈ શકે તો ઉપયોગી બને. અમે આવીશું ત્યારે રેકોર્ડર તથા કેસેટસ લાવીશું અને આપની અનુમતિ તથા અનુકૂળતા હશે તો ધ્વનિમુદ્રણ પણ કરીશું. આ યોજનાના ફલક અને કાર્ય એટલાં વિશાળ છે કે, મળ્યાં તે સાધન, સમય, શક્તિ અને સંજોગ ઉપયોગમાં લઈએ તો હકીકતે ભગીરથ એવું આ કાર્ય એક દશકા સુધીમાં જરૂર પૂરું કરી શકીએ. આપનો તથા આપની સંસ્થાનો અમને ઉષ્માભર્યો સાથ-સહકાર મળશે જ. એવી અપેક્ષા જ નહીં શ્રદ્ધા સાથેઆપનો સહૃદયી, હસુ યાજ્ઞિક સેતુબંધ ૨૪૯ Page #275 -------------------------------------------------------------------------- ________________ (શબ્દસૃષ્ટિ, જુલાઈ '૮૮) ગુજરાત સાહિત્ય અકાદમી : કાર્યપ્રવૃત્તિનો અહેવાલ હસુ યાજ્ઞિક મહામાત્ર ગુજરાત સાહિત્ય અકાદમી ૧. પરંપરાગત પદ સમેત ભજન સાહિત્યનું સર્વેક્ષણ અને સૂચિકરણની ખાતાકીય યોજના ગુજરાત સાહિત્ય અકાદમીના બંધારણના ઉદેશપત્ર ક્રમાંક : ૩(૮) અનુસાર અકાદમીનો એક હેતુ ગુજરાત રાજયના જુદા જુદા ભાગોના પ્રાદેશિક સાહિત્યનાં વિવિધ સ્વરૂપોની સમીક્ષા કરી સુરક્ષિત રાખવાનો અને લોકસમૂહલક્ષી સાહિત્ય તથા મહત્ત્વપૂર્ણ સાહિત્યના વિકાસને ઉત્તેજન આપવાનો છે. આપણા જાણીતા વિદ્વાન માનનીય ડૉ. હરિવલ્લભ ભાયાણીએ લિખિત અને મૌખિક પરંપરાગત પદ અને ભજન સાહિત્યના સર્વેક્ષણ અને સૂચિકરણની ખાતાકીય યોજનાની રૂપરેખાનો પ્રસ્તાવ તૈયાર કરી આપ્યો હતો જે અકાદમીની તા.૧૧૬-૮૮ની સ્થાયી સમિતિમાં મંજૂર કરવામાં આવ્યો, અને તે અન્વયે આ ખાતાકીય યોજના ડૉ. ભાયાણી સાહેબના માર્ગદર્શનમાં હાથ ધરવામાં આવી છે. આ યોજનાનો હેતુ બારમી સદીથી ઓગણીસમી સદી સુધીનાં ૭૦૦ વર્ષના ગાળાને આવરી લઈને, ગુજરાત પ્રદેશના લોકોનો પરંપરાગત વારસો છે અને જે ગુજરાતના સંસ્કારજીવનની અમૂલ્ય અભિવ્યક્તિની દસ્તાવેજી નોંધ જેવો છે તે પદ-ભજન સાહિત્યનું સર્વેક્ષણ કરી તેનું શાસ્ત્રીય સંપાદન કરવું તે છે. લિખિત અને મૌખિક પરંપરાના પદ-ભજન સાહિત્યનું સર્વેક્ષણ કરાવી તેનું સૂચિકરણ કરવામાં આવશે અને તે દ્વારા મધ્યકાલીન ભક્તિસાહિત્યમાં જે મૂલ્યવાન ફાળો ગુજરાત પ્રદેશ આપ્યો છે તેનું પ્રમાણભૂત ચિત્ર ઉપલબ્ધ બનશે. આ પ્રકારના સાહિત્યમાં પદ, ભજન, ધોળ, ગરબી અર્થાતુ સમગ્ર પદસાહિત્યનું સર્વેક્ષણ કરવામાં આવશે. પ્રાથમિક તબક્કે પ્રકાશિત ગુજરાતી હસ્તપ્રત સંગ્રહોની સૂચિમાંથી પદસંગ્રહોની કાર્ડસૂચિ તથા હસ્તપ્રત ભંડાર પાસેની કાચી હસ્તપ્રત સૂચિ તેમજ પ્રકાશિત ભજનસંગ્રહ અને પદસંગ્રહમાંથી ભજન અને પદની કાર્યસૂચિ તૈયાર કરાવવામાં આવશે. પ્રત્યેક પદની પહેલી અને ૨૫૦ સેતુબંધ Page #276 -------------------------------------------------------------------------- ________________ છેલ્લી પંક્તિની નોંધ કાર્ડમાં લેવાશે અને પદના અંતે કવિનું નામ મળતું હોય તો તે પણ નોંધવામાં આવશે. મૌખિક પરંપરાના ચારણી સિવાયનાં મૌખિક (૧) ગેય અને (૨) અગેય સાહિત્યમાંથી ગેય સાહિત્યનાં ગીત-કથાઓ, આખ્યાનો, પ્રાસંગિક ગીતો (વિવાહ, રાંદલ, હાલરડું, વ્રતગીત, ધોળ, ગરબી, રાસ, ખાયણું વગેરે), ભજનો ઇત્યાદિ જે વિવિધ પ્રકારો છે તેમાંથી પદ-ભજનના જે વિવિધ પ્રકારો છે તેનું અર્થાત્ ભજનની પરંપરા અને તેના પ્રચારનું સર્વેક્ષણ પહેલે તબક્કે હાથ ધરવામાં આવશે. કેમ કે જે ઝડપે સાંસ્કૃતિક પરિવર્તન થઈ રહ્યું છે તે ધ્યાનમાં રાખતાં તો આ પ્રાણવાન, જીવંત સાંસ્કૃતિક “સંસ્થા” બે પેઢીમાં તો નામશેષ થઈ જાય એવો વાસ્તવિક ભય તેના પર તોળાઈ રહ્યો છે. આ સર્વેક્ષણનું કામ લાંબો સમય, શક્તિ અને સાધનસંપત્તિ માગી લે તેવો હોઈ શક્ય તમામ પ્રયત્ને તબક્કાવાર આ માટેની કામગીરી તજજ્ઞોની સહાયથી ડૉ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં સંપાદિત કરવામાં આવશે. એમાં પસંદ કરેલા ગામ અને તેની ભજનપરંપરા વિશેની પ્રાથમિક પરિચયાત્મક માહિતી પણ એકત્રિત કરવામાં આવશે. એકથી વધુ ભજનમંડળી હોય તો તેના (૧) મુખ્ય ગાયક (૨) સાથ આપનારની સંખ્યા અને વાદક (૩) ભજનનો સમય (નિયમિત રાત્રે, વ્રત ઉત્સવ જેવા ખાસ પ્રસંગે કે કોઈને ત્યાં અગિયારશની ઉજવણી કે મૃત્યુ ઇત્યાદિ પ્રસંગે ખાસ નિમંત્રણથી તેની માહિતી સાથે) અને સ્થળ વગેરેની માહિતી પણ એકત્રિત થશે. ગાયક કે મંડળી ભક્તિભાવે પદ-ભજન ગાય છે કે તેનું વ્યવસાયીકરણ થયેલું છે તેની વિગત પણ એકત્રિત થશે. કોઈ એક પરંપરાગત ભજનિક હોય તો તે કઈ પરંપરા કે સંપ્રદાયનો છે, કઈ કોમનો છે અને ક્યા પ્રસંગે કે નિમિત્તે ભજન ગાય છે તેની વિગતો પણ મેળવાશે અને ગવાતા ભજનની પહેલી અને છેલ્લી પંક્તિ તથા જ્યાં શક્ય હોય ત્યાં કવિના નામની છાપ નોંધવામાં આવશે. ભજનની આ પરંપરા વર્તમાન સમયસંદર્ભમાં કેવાં સ્થિત્યંતરોમાંથી પસાર થઈ રહી છે ? ગાનાર અને ગાવાના પ્રસંગો ઓછા થયા છે કે કેમ ? નવી પેઢી પરંપરાગત રીતે જોડાઈને તૈયાર થઈ રહી છે કે કેમ? તેની માહિતી પણ એકત્રિત કરવામાં આવશે અને એમાં જે વ્યક્તિ કે સંસ્થાઓ આ ક્ષેત્રમાં કામ કરતી હશે તેને ઉચિત પુરસ્કાર આપીને કાર્યસૂચિ તૈયાર કરવામાં આવશે. શક્ય હશે ત્યાં સંપ્રદાય, ભજનિક, કવિ અને ભજનના મહત્ત્વ અનુસાર ચુંબકપટ્ટી પર ધ્વનિમુદ્રણ કરવાનું પણ વિચારવામાં આવ્યું છે. કંઠપરંપરાનાં ભજનો કેસેટ રૂપે પણ ઉપલબ્ધ બને છે. આવી કેસેટોને આધારે સેતુબંધ ૨૫૧ Page #277 -------------------------------------------------------------------------- ________________ પણ કાર્યસૂચિ તૈયાર કરાવવામાં આવશે અને તે કેસેટની સામગ્રી અકાદમીના ઓડિયો યુનિટમાં રહેશે. આ ખાતાકીય યોજનાની કામગીરી ડૉ. ભાયાણીસાહેબના માર્ગદર્શનમાં વિવિધ તજ્ઞોને સોંપવામાં આવી છે. આ અંગેની કામગીરીનો વિશેષ અહેવાલ અને વિગત અકાદમીવૃત્તમાં પ્રગટ કરીશું. સર્વ સંબંધિત આ કાર્યક્ષેત્રમાં અભ્યાસ કરતા અભ્યાસીઓને વિનંતી કે આ અંગેનાં કોઈ વિશેષ માહિતી અને સૂચનો હોય તો તે અકાદમીને મોકલી આપે. ૨. ઓડિયો યુનિટ ‘શબ્દસૃષ્ટિ'ના ડિસેમ્બર '૮૭ અંકમાં અમે લોકસાહિત્યનું ક્ષેત્રકાર્ય કરનાર તજ્ઞોને તેમની પાસેની કેસેટ્સની પ્રત અકાદમીને આપવા વિનંતી કરેલી, તેના પ્રોત્સાહક પ્રતિભાવમાં શ્રી દુર્ગેશ ઉપાધ્યાય ‘મુક્ત’ દ્વારા અકાદમીને પત્ર મળતાં અકાદમીના ગ્રંથપાલ શ્રી કિરીટ શુક્લે શ્રી દુર્ગેશ ઉપાધ્યાયની તા. ૨૦-૬-૮૮ના રોજ વડોદરા રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેથી અકાદમીને ઓડિયો યુનિટમાં બે કેસેટ્સ સમાવિષ્ટ કરવાનો લાભ મળ્યો છે. પ્રથમ કેસેટમાં લોકમેળા, તરણેતરના મેળા અને રાસડા વિશેનું ધ્વનિમુદ્રણ છે. અને બીજી કેસેટમાં રાવટીનાં ભજનો, રાવણહથ્થો અને ઘેરૈયા નૃત્યના સંગીતનું ધ્વનિ મુદ્રણ છે. તા. ૨૦-૬-૮૮ના રોજ શ્રી જયંતીલાલ સોમનાથ દવેના સહકારથી લોકગાયક શ્રી ભગાજી સાંકળાજી ઠાકોર, મુ. મેરતા, તા. વાવ અને શ્રીમતી ભૂરીબહેન ભગાજી ઠાકોરની બે ઓડિયો કેસેટ્સ તૈયાર કરવામાં આવી છે. પ્રથમ કેસેટમાં ઠાકોર સમાજમાં પરંપરાગત રીતે ‘મહાભારત'માંથી જુદાં જુદાં આખ્યાનો ગવાય છે તેમાંથી પાંડવ અને કૌરવના દ્યૂતના પ્રસંગનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત ઠાકોરો તેમના ઉત્સવો વખતે ‘ડબલું’ નામનું ડફલી જેવું તાલવાદ્ય વગાડે છે તેનાં ધ્વનિમુદ્રણોમાં ઘોડદોડની શરત વખતે, ગામ ઉપર આવતી આપત્તિ વખતે અને ગીત સાથે એમ જુદે જુદે વખતે જે ડબલું વગાડવામાં આવે છે તેનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. સાઈન મોટિફની દૃષ્ટિએ આ કેસેટ મહત્ત્વની છે. વિવિધ ધ્વનિસંકેતો દ્વારા પ્રાચીન તેમજ મધ્યકાલીન કાળે લાંબા અંતર સુધી કમ્યુનિકેશન કરવામાં આવતું તેમાં આ પ્રકારનાં તાલવાદ્યોના ધ્વનિસંકેતો મહત્ત્વનું કાર્ય બજાવતા હતા. સેતુબંધ ૨૫૨ Page #278 -------------------------------------------------------------------------- ________________ બીજી કેસેટમાં ઠાકોર સમાજના વિવિધ પ્રસંગનાં પરંપરાગત ગીતોનું ધ્વનિમુદ્રણ કરવામાં આવ્યું છે. આમ બનાસકાંઠાના લોકસાહિત્ય અને લોકવાદ્યના અભ્યાસ માટેની પૂરક સામગ્રી ઓડિયો યુનિટમાં ઉપલબ્ધ બની શકી છે. સેતુબંધ ૨૫૩ Page #279 -------------------------------------------------------------------------- ________________ મધ્યકાલીન જૈન કથાઓ'ની પુરાતન વાવનું જળ પીતાં મેં ભાયાણીસાહેબ પર પત્રો લખ્યા એ ‘ઉદ્દેશ’માં પ્રગટ થયા. મારે એ વિશે એટલો જ ખુલાસો કરવાનો છે કે બીજા પત્રને અંતે મેં સાહિત્ય પરિષદ અને અન્ય સાંસ્કૃતિક સંસ્થાઓ વિશે જે લખ્યું છે તે ટીકા કરવાની કે ઉતારી પાડવાની દૃષ્ટિથી નથી લખ્યું. દૈવત એટલે જીવનના ધબકારથી નવો પ્રાણ સીંચતી પ્રવૃત્તિઓ. પરિશિષ્ટ-૪ (સંદર્ભ : પત્ર ૪૬) પ્રતિભાવ મને એમ થાય છે કે રામાયણ, ભાગવતની પારાયણો થાય છે તો આપણાં મહાકાવ્યોની કેમ ન થાય ? તાલુકા, જિલ્લા અને રાજ્ય કક્ષાએ નિયમિત રીતે વિશ્વનાં શ્રેષ્ઠ સર્જનોનો પરિચય કરાવતી ગોષ્ઠીઓ કેમ ન યોજી શકાય ? સામાન્ય પ્રજાને આવા ગંગાપ્રવાહનો લાભ કેવી રીતે મળે તેવી યોજના ઘડી કાઢવી જોઈએ. હમણાં ‘સુન્દરમ્ એટલે સુન્દરમ્' આપણા ઉત્તમ કવિની સૌન્દર્યસૃષ્ટિમાં લટાર મારતાં તેમનાં સ્વપ્રો નજર સામે તરવરી રહ્યાં. આ પત્ર સાથે- યોગ્ય લાગે તો પાનાં ૪૧-૪૨ પ૨ આવેલી સુન્દરમ્ વાણી ઉતારશો. મારું તો એટલું જ કહેવાનું છે કે આપણે પોતે એકડો નહિ ઘૂંટીએ તો સરવાળે મૂળગી ખોટ ભોગવવી પડશે. મારા પત્રમાં આ વ્યથા છે,ક્યાંયે આરોપઆક્ષેપ અભિપ્રેત નથી એની ચોખવટ કરવા વિનંતિ છે. હમણાં તો વર્તમાનપત્રો વાંચવામાંથી પણ મન ઊઠી જાય છે. આપણી વચ્ચે દૃષ્ટિભેદ-મતભેદ હોઈ શકે પણ ચર્ચાપત્રોમાં જે ગૌરવ હોવું જોઈએ તે જોવા નથી મળતું. જેને મેં સાચા જીવનનો ધબકાર કહ્યો તે થોડા સમય પહેલાં શૂદ્રકના ‘મૃચ્છકટિક’માં સંભળાયો. ‘નંદિગ્રામ‘માં એના વાચન પછી શૂદ્રક વિશે ઘણી માહિતી એક મિત્રે શોધી આપી. અંતમાં પેલો શ્લોક અને તેનો અનુવાદ આપી રજા લઉં. ૨૫૪ ‘દીનાનાં શ્વવૃક્ષ:, સ્વશુળતનત:, સપ્નનાનાં ટુવી, आदर्शः शिक्षितानां, सुचरितनिकषः शीलवेलासमुद्रः । સેતુબંધ Page #280 -------------------------------------------------------------------------- ________________ सत्कर्ता, नावमन्ता, पुरुषगुणनिधिः दक्षिणोदारसत्त्वो, एकः श्लाघ्य: स जीवत्यधिकगुणतया चोच्छसन्तीव चान्ये ॥' । દીનોનો કલ્પવૃક્ષ, સ્વગુણફળનમ્યો સજ્જનોનો કુટુંબી, આદર્શ શિક્ષિતોનો, નિકષ ચરિતનો શીકાંઠો સમુદ્ર સત્કર્તા, માનદાતા, પુરુષગુણનિધિ દક્ષ, ઔદાર્યવંત, લાખેણો એ જ જીવે અધિક ગુણ થકી અન્ય તો શ્વાસ લેતા. મકરન્દ દવે નંદિગ્રામ ૩-૫-૯૪ સેતુબંધ ૨૫૫ Page #281 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૫ (સંદર્ભ : પત્ર પ૩) નિહિત ગુહાયામ્ પૃચ્છક જે કોઈ પાઠક-ભાવક જયારે, જેવી કૃતિને પામ્યો . ત્યારે તેનો તે કૃતિપાઠ: ખરેખરું તો એ જ માત્ર વાસ્તવઇતર બધું તો કલ્પનજલ્પન. (કહોને, આપઆપણો અલગ, આગવો ચોકો)'. પરંતુ, ભઈલા ! એ હોબાળે ઊઠી રહ્યા વમળો, ઘૂમરીમાં ફસાઈ તું ચકરાતો (એ.એ.પો.ની કહાણીના નાયક શો) લગરીક ઠંડે પેટે, ઠરેલ ભેજે જોવા કરશે ?તો તો દીવા સમ દેખાશેઃ એ કાંઈ કલા-કવિતા કેરો કેવળ નહીં બાપીકો કોઈ ઇજારોજે કાંઈ, જ્યાં કાંઈ, જ્યારે, જેવું તું, હું, કોઈ પણ દરેક જણ (હા ! હરેક જણ તો) જાણે, માણે, સહે, ભોગવે - તે જ માત્ર તેનું વાસ્તવ. (નથી સાંભળ્યું ? તુંડે તુંડે અલગ મતિ' ને “દૃષ્ટિ તેવી સૃષ્ટિ'). ૨૫૬ સેતુબંધ Page #282 -------------------------------------------------------------------------- ________________ ભલે, ભલે ભઈ ! એમ ભલે હો તો પણ, તેમ છતાંયે માણસમાણસનો કદી જીવ મળે કભી મન હળે કદી ઈતર-ભીતરનું, હું, તું, તે-નું ભાન ગળે ને ત્યારે શું પોતાનામાં સામો, સામાની ભીતરમાં પોતે નથી ભળાતો, નથી કળાતો અમને, તમને ? અંગત-સહિયારાનો આ કેવો અદબદ અજબગજબનો ખેલા- * કેટકેટલા ભારે ભેજાબાજે રેલાવ્યા પરસેવા : પણ છે ક્યાંય કશોયે ભેદભેદ-ઉકેલ ? . ભાળું તુજ ભમ્મર ઊંચકાતી પ્રશ્નભાવમાંકેમ માંડ્યું આ તત્ત્વટૂંપણું ? ખૂટી ગયા શું નવે ય રસ ? શું છાઈ ગયો સૂનકાર ? બધું સૂમસામ ?' અરે ભઈ ! એવી પળો યે કદી કદી ક્યાં જીવતા જીવને હાલ, જૂને જુગ કે અધવચ્ચે (ને આજે તો દિન દૂનીને રાત ચૌગની) ના'વ્યા કરતી ? સતાવતી ના ?ના કશી અચરજ. પણ છે આ તો અકળવિકળ નિજમનની અળગી હલચલ. ડહોળે મનજળ વમળ ઊઠ્યાં એવઃ સેતુબંધ ૨૫૭ Page #283 -------------------------------------------------------------------------- ________________ પંચોતેર લગી ધરતીએ દેહભાર આ ધર્યો સહ્યોહા ! ભાવ કશો એ વાગોળું હું કટુમધુરો ને ખટમીઠો. રહી રહીને જવ જવ, કેવી ચિત્રવિચિત્ર, ડરામણી, લોભામણી, ગૂંચવણ-ગભરામણી, રળિયામણી, વળી દલિત-પીડિતને દમતીપડતી દાસસ્વામીની-કેટકેટલી ! નિજ મૂર્તિની ટોળીમંડળીઝાંખી ધૂંધળી, પ્રકટોકટ ને ભેળસેળિયા ચિત્રવીથી સમ ઊમડઘુમડ ઊમટતી ! સમયસમય અવિરત બદલાતી ચલચિત્રાવલિ ચિત્તચોપડે નોંધાતી કો ભૂંસાતી, કો ચીટકી રહેતી સાચી, મનઘડી, અરધપરધ વા (કઈ કઈ અસલી ? બનાવટી કઈ ?). વળી તુમેય ભઈ, ક્યાં નવ જાણે ? આ તો કેવળ એક જ ફાંટો, પ્રવાહ એક જ, એક અનેરું જૂથ નજર જરા ફેરવતાં ઊમટે બીજા ય આપણી મૂરતસુરતનાં કહે, કેટલા થોક ?ઇિતર, પરાયાં અને પોતીકાં દૂરનિકટનાં મળ્યાંહળ્યાં કે સુણ્યાંનિહાળ્યાંકેટકેટલાં પાસ આપણી ભાતભાતની કૈક મૂરત વરવી કે ગરવી ૨૫૮ સેતુબંધ Page #284 -------------------------------------------------------------------------- ________________ નિજનિજને રંગે રંગાઈ કદી સ્થાયી, કદી રંગ બદલતી વિસરાતી ને ફરી ડોકાતી ? (વેદવચન છે યાદ ? ‘રૂપ રૂપ પ્રતિરૂપો બભૂવ.') ભીતરનાં જળ ડહોળીડખોળી ઊડ્યા કરતો પ્રશ્ન એક : અણગણ એ છબીઓને થર પ્રોવાયા “હું”ને કેમ કરી હું ખોળું, પ્રીછું (ખોળનાર “હુયે વળી કોણ ?) સદા ‘રસિક' પણ સદા પજવતા, સદા અનુત્તર, અજરઅમર આ પ્રશ્ન ! કોણ ન જાણે ?ગંગા એ તો અવિરત વહેતો ક્ષણક્ષણનો નવતર જળઘ છતાંયે, તેમ છતાંયે ગંગા એ તો ગંગાઃ નહીં એ રેવા, જમના, તાપી, કાવેરી કે કૃષ્ણા. (માનવીનું મન વત્સ વિખૂટું સમાધાન-ધેનુનું શરણું શોધે !) ધ્રુવ-અધ્રુવ કે નિત્યાનિત્ય અનેક જ અથવા એક ? સ્મરું ઋષિની વાણીઃ કો અદ્ધા વેદ ક ઈહ પ્રવોચ” મનીષી, કવિ, આચાર્ય પ્રીછવેઃ ચિદ્વિલાસ કહો વા માયાલોક' ધન્ય કોઈ વિરલાને ફુરતો અટળ વસ્તુ-આલોક. સેતુબંધ ૨૫૯ www.jainelibráty.org Page #285 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૬ (સંદર્ભ : પત્ર ૬૪) The Girl who came back from the Dead In ancient times there was a beautiful girl, the daughter of a good man, a woman among women, rare in here loveliness and in the delicacy of her nature. When she was of marriageable age, three young men, each apparently of the highest capacities and of great promise, sought her hand. Having decided that they were of equal merit, the father left the final choice to her. But months passed and the girl did not seem to be making up her mind. And one day she suddenly fell ill. Within a few hours she was dead. The three young men, united in grief, took her body to a cemetery and buried it in the deepest of silent agony. The first youth made the graveyard his home, spending his nights there in sorrow and meditation, unable to understand the workings of the fate which had taken her away. The second youth took to the roads and wandered throughout the world in search of knowledge, as a fakir. The third young man spent his time in consoling the bereaved father. Now the youth who had become a fakir, in his journeyings came across a certain place where a man repute in uncanny arts resided. Continuing his search for knowledge, he presented himself at the door, and was admitted to the table of the master of the house. When the host invited him to eat, he was about to start the meal when a small child started to cry. It was the grandson of the wise man. ૨૬૦ સેતુબંધ Page #286 -------------------------------------------------------------------------- ________________ The sage picked up the boy and threw him into a fire. The fakir jumped up and started to leave the house, crying out : 'Infamous demons! I have had my share of the sorrows of the world already, but this crime surpasses those of all recorded history ! *Think nothing of it', said the master of the house, 'for simple things appear otherwise when there is an absence of knowledge.' So saying, he recited a formula and waved a strange emblem, and the boy walked out of the fire, unharmed. The fakir memorized the words and the design, and the next morning was on his way back to the cemetery where his beloved was buried. In less time than it takes to tell, the maiden stood before him, fully restored to life. She went back to her father, while the youths desputed as to which of them had earned her hand. The first said : 'I have been living in the graveyard, keeping, through my vigils, contact with her, guarding her spirit's needs for earthly support. The second said : 'You both ignore the fact that it was I who actually travelled the world in search of knowledge, and who ultimately brought her back to life.' The third said : 'I have grieved for her, and like a husband and son-in-low I have lived here, consoling the father, and helping with his upkeep.' They appealed to the girl herself. She said : "He who found the formula to restore me was a humanitarian; he who looked after my father acted as a son to him; he who lay beside my grave-he acted like a lover. I will marry him.' (From : The way of the Sufi, P. 136-37-38) સેતુબંધ ૨૬૧ Page #287 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૭ (સંદર્ભ : પત્ર ૬૮) The Most Serious Question of All Provided he makes and wins an argument about Buddhism with those who live there, any wandering monk can remain in a Zen temple. If he is defeated, he has to move on. In a temple in the northern part of Japan two brother monks were dwelling together. The elder one was learned, but the younger one was stupid and had but one eye. A wandering monk came and asked for lodging, properly challenging them to a debate about the sublime teaching. The elder brother, tired that day from much studying, told the younger one to take his place. "Go and request the dialogue in silence," he cautioned. So the young monk and the stranger went to the shrine and sat down. Shortly afterward the traveller rose and went in to the elder brother and said: "Your young brother is a wonderful fellow. He defeated me." "Relate the dialogue to me," said the elder one. "Well," explained the traveller, "first I held up one finger, representing Buddha, the enlightened one. So he held up two fingers, signifying Buddha and his teaching. I held up three fingers, representing Buddha, his teaching, and his followers, living the harmonious life. Then he shook his clenched fist in my face, indicating that all three come from one realization. Thus he won and so I have no right to remain here." With this, the traveller left. "Where is that fellow ?" asked the younger one, running in to his elder brother. "I understand you won the debate." ૨૬૨ સેતુબંધ Page #288 -------------------------------------------------------------------------- ________________ “Won nothing. I'm going to beat him up." "Tell me the subject of the debate,” asked the elder one. “Why, the minute he saw me he held up one finger, insulting me by insinuating that I have only one eye. Since he was a stranger I thought I would be polite to him, so I held up two fingers, congratulating him that he has two eyes. Then the impolite wretch held up three fingers, suggesting that between us we only have three eyes. So I got mad and started to punch him, but he ran out and that ended it !" Mumon's comment : The stranger is like the wise theologian who preaches the death of God. Although his words are most eloquent his degree of attainment is obvious. The one-eyed brother of attainment is obvious. The one-eyed brother is like the pious churchman who worships God and asks him to solve his problems. His motives are pure but his one eye is a handicap. Now suppose you were to decide the winner of this debate. If : your decision is correct the death of God will be a joke too funny to laugh at. On the other hand, if you cannot choose between the two no God will be powerful enough to save you from your fate. Is God dead or not? This is the most serious question of all. If you say yes or no, You lose your own Buddha-nature. “The Gospel nerording to Zen.' Edited By Robert Sohl And Audrey Carr સેતુબંધ ૨૬૩ Page #289 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૮ (સંદર્ભઃ પત્ર ૧૧૦) સંમાન વક્તવ્ય ૩૦-પ-૯૭ ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મેઘાણી શતાબ્દી નિમિત્તે સારસ્વત સન્માનના અનુક્રમે નંદિગ્રામ ખાતે તા. ૩૦-૫-૧૯૯૭ના રોજ થયેલ શ્રી મકરન્દ દવેના સન્માન પ્રસંગે મકરન્દભાઈનું વક્તવ્ય. * * * આપ્તજનો અને સહૃદયી મિત્રો, આજે અહીં જે આપ્તજનોનાં વચનો સાંભળ્યાં, મિત્રોની વાણી સાંભળી ત્યારે મને એક વિચાર આવે છે કે ઘણી બધી વસ્તુઓમાં એમ કહેવાય કે અતિશયોક્તિ કરવામાં આવી છે. આ અતિશયોક્તિ છે એમ મને લાગે, તો મને એમ પણ થયું કે પ્રેમનું જે ક્ષેત્ર છે તે અતિશયોક્તિથી પર છે, ને ભાવનું જે ક્ષેત્ર છે તેમાં અતિશયોક્તિ છે જ નહીં- હોય જ નહીં. આજે ભાવના જે ક્ષેત્રમાંપ્રેમના જે ક્ષેત્રમાં પ્રેમગુચ્છો મને મળ્યા છે તેને માથે ચડાવું છું અત્યંત પ્રેમથી... આદરથી... એની સાથે સાથે આજે જે વ્યક્તિનું નામ જોડાયું છે, મેઘાણીભાઈનું નામ, આ સમારંભ માટે, આ સન્માન માટે, એ નામ સાથે મને જે વસ્તુ મળે છે, એ તો મારે મન પ્રસાદી છે, અમૃતની પ્રસાદી; એને શિરે ચડાવું છું. આજે મારે તમને ચમત્કારની વાત કરવી છે. કહ્યું ને- આધ્યાત્મિક જગતનો માણસ છું, આધ્યાત્મિક છું. આત્માની વાતો કરું છું, લોક-પરલોકની વાતો કરું છું. આજે પરલોકમાં આ લોકની વાત કરવા માગું છું. અભુત ચમત્કાર... અસાધારણ ચમત્કાર... તમે સૌ માની શકો એવો ચમત્કાર... મને મેઘાણી રોજ મળે છે, અવારનવાર મળું છું. અને એ કેવી રીતે મળે છે એની પણ વાત કરું. ખુલાસો તો કરવો જોઈએ. કેમ મળે છે, કેમ વાત કરું છું.. એક વાર એક વ્યક્તિએ રામકૃષ્ણનો ફોટો જોયો, પછી વિવેકાનંદનો ફોટો જોયો. પહેલાં રામકૃષ્ણ સામે જોયું, પછી વિવેકાનંદ સામે જોયા કર્યું. પછી ૨૬૪ સેતુબંધ Page #290 -------------------------------------------------------------------------- ________________ કહે : ચિપ ઓફ ધી ઓલ્ડ બ્લૉક ? નો, “ઑલ્ડ બ્લેક ઈન ટોટો !! મને મળે છે. મેઘાણી રોજ યાદ આવે છે. એમ થાય છે કે એમની સાથે જે દિવસો ગાળ્યા, જે જોયા, જે જાણ્યા એ જીવનના “અમૃતનું ભાથું'ના દિવસો હતા. જીવનના બળનું ભાથું હતું એ. એટલે મેઘાણીભાઈની વાત આવે ત્યારે (આપને બધી વાત કરું) શું થાય મનમાં ? એક ઉછાળો આવે, એક ભરતી આવે, એક મેઘ ચડી આવ્યો હોય એવું લાગે. આજે વૈશાખનો તાપ છે ત્યારે પણ નામ લેજો અને વાદળાં બંધાતાં લાગશે, શીળી હવા રેલાશે, ઝરમર રસથી આપણે ભીંજાશું. મેઘાણીએ આપણને ભીંજવ્યા છે, તરબોળ કર્યા છે. એ મેઘે આપણને ભીંજવ્યા છે; અંતર હજી એવું જ ભીનું છે. સો વર્ષ પછી શતાબ્દી વખતે પણ કેટલા પ્રેમથી યાદ કરે છે લોકો ! મોટા સમારંભો થાય, રાજય તરફથી, સાહિત્ય સભા તરફથી, કલાસંસ્થાઓ તરફથી... પણ આમાંનો માણસ, ગામડા ગામનો માણસ આજે પણ મેઘાણી પોતાના સ્વજને હોય, પ્રિયજન હોય, એના નિત્યના સંગાથી હોય એવું વાતાવરણ રચે છે. મેઘાણી વિશે કહું છું ત્યારે મને થાય છે કે આ વ્યક્તિ કયા પ્રકારની? મેં જોયા છે, જાણ્યા છે એની તો હૃદયમાં છબી અંકિત થઈ ગઈ છે, પણ વાણી સાંભળી છે એમાંથી જીવતો માણસ ઊભો થાય છે. કોઈકે કહ્યું હતું “હેન યુ ટચ એ બૂક- યુ ટચ એ પર્સન...” (તમે પુસ્તકને સ્પર્શ કરો છો ત્યારે મનુષ્યને સ્પર્શ કરો છો.) એવો મનુષ્ય, એવો માનવ. એને શું કરાય ? એને કેવી રીતે ઓળખવો ? તો એક બાઉલના શબ્દો મને યાદ આવે છે. બાઉલ કહે છે : એ મનેર માનુષ મનેર માનુષ હય જે જના નયને તો જાગો જાના...' એ કોણ છે ? મારો મનનો માણસ છે, મનનો માનીતો, મનગમતો, મનનો માનેલો, અને એ મનમાં એવો વસ્યો કે મનમાંથી કદી યે ન જાય એવો મનેર માનુષ છે. એ મનેર માનુષ કેવો હોય ? બાઉલ કહે છે કે જે મનેર માનુષ છે એને કેમ ઓળખશો ? સેતુબંધ ૨૬૫ Page #291 -------------------------------------------------------------------------- ________________ એની આંખથી ઓળખશો, એના નયનથી ઓળખશો. વાત તો પછી કરશે, મીટ માંડશો ત્યાં જ મનનો માનેલો મળી જશે. પણ ભાગ્યે જ મળે છે આવા મનેર માનુષ. મોટા મેળાવડામાં મળીએ ત્યારે મનેર માનુષ તો ક્યાંક ભાગ્યે જ મળે સભાગ્ય હોય તો. “સે હુ એક જના ... રસેર માનુષ’ જે રસથી ભરપૂર છે, રસમય છે. અણુએ અણુ રસમય એ તો. અજાન પથે કરે આના-ગોના આવે છે- જાય છે એકલો એ માણસ. એ રાજપથે જતો નથી- ત્યાં નહીં મળે. એ તો એકલપંથે જાય છે... મનેર માનુષ... આપણી વચ્ચે આવો એક મનેર માનુષ આવી ગયો, આપણને તરબોળ કરી ગયો. અને એણે શું કર્યું ? મને ઈકબાલનો એક શેર યાદ આવે છે. ઇકબાલ કહે છે : હજારો સાલ નરગીસ અપની બેનૂરી પે રોતી હૈ, બડી મુશ્કીલ સે હોતા હૈ ચમનમેં દીદાવર પૈદા.” દૃષ્ટિવાળો માણસ ભાગ્યે જ મળે છે. દષ્ટિપૂત માનવી ભાગ્યે જ મળે છે. જેને આપણે રખડતા માન્યા, રઝળતા માન્યા, ધૂળિયા માન્યા, ગામડાના ગામડિયા માન્યા, અજાણ-અબોલ માન્યા એની માનવતા જગાડી એમાં દીવા બતાવ્યા આપણને મેઘાણીએ.. માણસાઈના દીવા. વિચાર તો કરો એ માણસની આંખ કેવી હતી ! એ માણસની આંખ કેવી હોય ? આંખમાં નશો હોય, નશો હતો છતાંય દૂર હતું. બીજા નશા મૂર્શિત કરે છે, આ નશો અજવાળું આપે છે. માગવાનું મન થાય કે નૂર હી નૂર પીલા દે સાકી, અરે ! મજૂર પીલા દે સાકી.” તું મજૂરનો મય પાઈ દે... એ માણસને મેં જોયો છે નજીકથી. નિકટથી. અનેક રીતે. ત્યારે મને એની ગતિમાં, એની ચાલમાં, એક છંદ, એક લય, એક નર્તન, એક સંગીત જોવા મળ્યાં છે. ધી હૉલ મેન ઓફ સિંગિંગ. માત્ર ગળું - માત્ર કંઠ - નહીં. ૨૬૬ સેતુબંધ Page #292 -------------------------------------------------------------------------- ________________ એની અસર આજે પણ છવાઈ ગઈ છે, અને બંગાળી ‘મનેર માનુષ’ વિશે આપણા ભજનમાં કીધું છે ‘એ જી જેને લાગ્યાં શબદુંના બાણ બાણ તો લાગ્યાં જેનાં અંગડાં વીંધાણા એનાં નેણામાં ઘૂરે રે નિશાણ...' એની આંખોમાં નિશાણ ઘૂરે છે- આ એક રીતે; બીજું - વધુ કહીએ આપણી ગામઠી વાણીમાં તો ‘વાગ્યા શબદુંના બાણ, કલેજાં વીંધાણા એના, મનડાં વીંધાણાં એનાં...' જે મનથી વીંધાયા હોય, હૃદયથી વીંધાયા હોય એનામાં જ વાણી પ્રગટ થાય, સત્યપૂત વાણી. પાતાળના પાણી જેમ ફૂટે ને ! એમ વાણી ફૂટે છે, ભાઈ ! જેમ પાણીની સરવાણી છે એમ જ વાણીની પણ સરવાણી છે. જ્યારે માણસ હૃદયને ભેદે છે ને ! ત્યારે હૃદયના ભેદમાંથી વાણી નીકળે છે; એ છે આદિકવિની જ વાણી. કવિવર ટાગોરે બહુ સુંદર શબ્દ વાપર્યો છે વાણી માટે : ક્રૌંચ પક્ષી વીંધાયું; વાલ્મીકિનું હૃદય ચીસ પાડી ઊઠ્યું : ‘છંદોબાણ વિદ્ધ વાલ્મીકિ’. વાલ્મીકિ છંદના બાણથી વિદ્ધ છે તો રામાયણ મળ્યું આપણને, રામની કથા મળી આપણને. જ્યારે માણસ વીંધાય છે ત્યારે એનો એક ઝરો પ્રગટ થાય છે વાણીનો. એ વાણી અસ્ખલિત વહેતી જાય, એ અટકતી નથી. આપણો એક દુહો કહે છે ને ‘જેની સરવાણી સાચી હોય ઇ દુકાળે ય ફૂંકે નહીં (પણ) જેનાં પેટ જ પાપી હોય, એની ભખ ન દૂઝે-ભેરિયા.’ ઘણીવાર મને થાય છે કે વાણી-સદાય વહેતી રહે, સદાય નવી-નવેલી રહે, એનો વિશાળ પ્રવાહ વહેતો થાય. પણ એમ કેમ નથી બનતું ? મારી એક વેદનાય વ્યક્ત કરું આપણા ગુજરાતના સમર્થ સાહિત્યકાર મિત્રો સામે, બે કથા થઈ, પાંચ થઈ, પછી આવર્તનો ચાલ્યા કરે, પુનરાવર્તનો ચાલ્યા કરે, નવું ન મળે, નવો પ્રાણ ન મળે. જેની એક ધારી બંધાઈ ગઈ, શિખરે પહોંચી ગયા એણે શિખરને જ જોયું... એ શિખરને જ જોયા કરે, પોતાને જ જોયા કરે. એક આપણી મોટામાં મોટી જો ઉણપ હોય તો તે સેલ્ફ ઇન્ડલ્સન્સ (આત્મ મૌગ્ય)... સેતુબંધ ૨૬૭ Page #293 -------------------------------------------------------------------------- ________________ મારી જ વાણીમાં જોયા કરું, મને જ વાંચ્યા કરું, આગળ જોવાનું ભૂલી જાઉં.... મેઘાણીમાં જોઉં છું કે તે આગળ વધતો જ ગયો. ‘અત્તરિયો રે વીરા ! એકલપંથી બેસે ન હાટ બજારજી...' ક્યાંય બેઠો નથી- છેવટ સુધી ક્યાંય થંભ્યો નથી અને અત્તર વહેંચતો રહ્યો છે. ક્યાંક સિદ્ધિ મળી ગઈ, ક્યાંક પ્રતિષ્ઠા મળી ગઈ, ક્યાંક માન-સન્માન મળી ગયું ત્યાં આપણે માન્યું કે ઓહોહો... કાંઈક મળી ગયું. અરે ! આ તો કાંઈ નથી ભાઈ ! આ તો આગળ જવા માટે પ્રેરવાનું સાધન છે... ચાલ્યો જા મુસાફર ! તને ભાતું બંધાવ્યું છે આગળ જવા માટે, બેસી રહેવા માટે નહીં. જે કંઈ પ્રેમ છે, આદર છે એ મને પ્રોત્સાહન આપે છે. મિત્રો ગયા છે તો મારે પણ જવું જોઈએ હો. અને તે કહે છે તે મારે થવું જોઈએ હો. મારા મિત્રોનો જે પ્રેમ છે તે હું સાર્થક કરું; અને હૃદયથી કરવો જ જોઈએ. તે નથી થતો ત્યારે અંતરમાં પીડા થાય છે. આ મેઘાણીમાં વારંવાર જોયું છે. જ્યારે મેઘાણીની વાત કરું ત્યારે ટાગોરની એક પંક્તિ યાદ આવે છે. એણે ‘શાજાહાં’ કાવ્યમાં લખ્યું છે કે માણસ પોતાના સર્જનથી મોટો હોવો જોઈએ, સર્જનથી માણસ વધવો જોઈએ, ડૂબવો- સર્જનમાં બૂડી જવો જોઈએ નહીં. વાટ ઉપર રહે તો જ દીપ પ્રગટે, જો વાટ તેલમાં ડૂબી જાય તો પ્રકાશ ચાલ્યો જાય. ‘સાજાહાં'માં ટાગોર કહે છે : ‘તોમાર કીર્તિર ચેયે તુમ જે મહત્ તાઈ તવ જીવનેર રથ તુમ્હીજ જીવનરથ પશ્ચાતે ફેલી જાય કીર્તિ રે તોમાર વારંવાર’ [તને જે કીર્તિ મળી એનાથી તો તું ઘણો મહાન છે, તારા જીવનનો રથ તો કીર્તિને પાછળ ઠેલતો જાય છે. અને કીર્તિ તો એ રથ પાછળ ઉડતી ધૂળરજકણ છે, એ તો તારાં પદચિહ્નો છે. પ્રવાસી તો ક્યાંય આગળ નીકળી ગયો છે.] આવું કેમ થાય ? એમાં આનંદ કેમ ન વધે ? તો એની એક વાત આવે છે, એક પાતાળ સરવાણી ફૂટે છે. દેવતાનું વરદાન મળે- અને ભાઈ ! આ બહુ ૨૬૮ સેતુબંધ Page #294 -------------------------------------------------------------------------- ________________ વસમું વરદાન છે – એની અનહદ વેદના છે. હું મેઘાણીની એ અનહદ વેદના ને મેઘાણીનો આનંદ જોઈ શકું છું. એમણે કહ્યું હતું મહાદેવભાઈ માટે કે ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ' બરાબર ! ‘અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ'. હું મેઘાણીભાઈ માટે કહ્યું કે ‘અગ્નિશિખા પર ઊડતું ચંડુલ', ‘અગ્નિશિખા પર ઊડતું... ને ગાતું...૧ ચંડુલ' ને આજે પણ એનાં ગીતો સંભળાય છે. બીજી એક મને વિચિત્ર કલ્પના આવે છે. ભાઈ ! કલ્પના જ છે. તમે મેઘાણીભાઈની રેકોર્ડ કદાચ સાંભળી હશે, એના ‘શેણી...શેણી...' શબ્દો. ‘શેણી વિજાણંદની વાર્તા કહી છે એમાં વાત મૂકે છે : ‘શેણી કોણ હતી શેણી ? કોણ હતો વિજાણંદ ?' પણ ભાઈ ! આ બોલ્યા છે ને ! એ ક્યાંક શેણીએ સાંભળ્યું તો હશે જ. ક્યાંક વિજાણંદને કાને વાત તો પહોંચી જ હશે. ‘કોક બોલાવે છે આપણને તારા જંતરને યાદ કરે છે. જંતર તૈયાર કર. તારા વાયુમાં વહેતા સૂરને એકઠા કર...' ને વિજાણંદે એ સૂર એકઠા કર્યા હશે. એનો પિંડ બંધાયો; એ થયા મેધાણી. વિજાણંદના સૂરમાં અનેક સૂરો વહે છે. કલશોર છે, કલનાદ છે, ગર્જના છે... કલ્લોલથી માંડીને છેક વિદાય સુધીના સૂરો સંભળાય પણ એની કિંમત બહુ ચૂકવવી પડે છે. ', એક પદ મેં લખ્યું'તું કે જેને આવી કીર્તિ મળે છે ને, એના હૃદયને વેદના પણ એટલી જ મળતી હોય છે. જેને ભાલે મેં મારું તિલક આંક્યું છે એને હૈયે પરોવ્યા છે સોયા દુનિયાના સગપણ તો સોંઘા છે ભાઈ ! એક મોંઘાં મીરાંના બલોયાં.’ એક મીરાંના બલોયાં મોંઘા છે પહેરવાં. અને જેણે મીરાંનાં બલોયાં ૧. વર્ડ્ઝવર્થે skyland કાવ્યમાં Kindred spirit to Heaven and home. ચંડુલ ગગનમાં ખૂબ દૂર દૂર સુધી ઊડે છે, પણ એની નજર સતત પોતાના માળા પર-ધરતી પર છે. સેતુબંધ ૨૬૯ Page #295 -------------------------------------------------------------------------- ________________ પહેર્યાં છે, જે મીરાંની વેદનાને ય વધાવે છે, એને જ ગિરધર મળે. હમણાં મેં એક આપણા રિલ્કેની ‘ટેન્થ એલેજી’ (દસમી કરુણાંતિકા)માં એક વાક્ય વાંચ્યું. એણે આપણા માટે કહ્યું છે કે ‘વી, વેઈસ્ટર્સ ઑફ સૉરૉઝ...' આપણે વેદનાને વેડફી નાંખનારા છીએ. વેદના જેવું ધન મળ્યું છે, આપણને જગાડવા માટે : એને વેડફી નાખીએ છીએ. વેદનાને તો જો ઘૂંટી ઘૂંટીને ધોળીએ તો વેદનામાંથી કમળ પેદા થાય છે. ફૂલ પ્રગટે છે, સુગંધ પ્રગટે છે, અગ્નિગુલાબ પ્રગટ થાય છે. આ લોકોએ તો વેદનાને સામેથી બોલાવી છે પણ આપણે ભાગીએ છીએ. ‘મ્હારી વ્હાલભરી વેદના આવો, આવો તો વ્હાલથી ભેટીએ.’ સુખ ઠીક છે, દુ:ખ ઠીક છે, પણ સુખ કે દુઃખ નિદ્રામાં જ કેદ છે. એક ભયસ્થાન છે : ‘સગાં બનીને સુખ સવારે આવ્યાં, સાંજ સુધી રોકાણાં રાત પડી ત્યાં રસ્તા લીધા પાછા નવ ડોકાણાં એવી જૂઠી સુખની યારી રે... સુખડાંએ તો દીધા દગા...' સુખડાં કદાચ દગો દેતા હશે, દુઃખ કદી દગો નહિ ઘે. એને આનંદથી વધાવે છે મહાકવિ ટાગોર : એય કરે છો ભાલો નિષ્ઠુર...' હે નિષ્ઠુર ! તેં સારું કર્યું. હે ભયાનક ! તેં બહુ દયા કરી. શું વાત છે ? એય કરે છો ભાલૌ નિષ્ઠુર એમની કરે હૃદયે મોર દારૂણદહન જવાલો નિષ્ઠુર...' તેં સારું કર્યું નિષ્ઠુર : તે ઘણું જ સારું કર્યું. આ જે ગાન ઊઠે છે; નિષ્ઠુરને જ્યારે વધાવે છે ત્યારે નિષ્ઠુર પોતાનામાં રહેલો પ્રેમ-આનંદ તે વ્યક્તિને આપે છે. રવીન્દ્રે જ ગાયું છે : ૨૭૦ વજે તોમાર બાજે બાંસી સે કી સહજ ગાન...' સેઈ સૂરે તે જાગબો આમી, દાવો સેઈ પોર કાન સેતુબંધ Page #296 -------------------------------------------------------------------------- ________________ વજ્રના ગડગડાટમાં, વીજળીના કડાકા-ભડાકામાં તારું મધુર ગાન છે. આપત્તિમાં, વિપત્તિમાં, રોગમાં, શોકમાં તું જ બંસી બજાવી રહ્યો છે, જો કોઈ સાંભળી શકે તો. નિઃશેષ બની જવાનું છે એક મીરાંની સાખી મને યાદ આવે છે ઃ એ આખી સાંભળીએ છીએ ત્યારે થાય છે કે એને કેવું, કેટલું થયું હશે ? લકડી જલ કોયલા ભઈ, કોયલા જલ ભઈ રાખ; મેં બિરહન એસી જલી ન કોયલા ભઈ ન રાખ.’ આમ જ્યારે નિઃશેષ સંગ થાય, સર્વાંગભાવે અગ્નિથી પીડવામાં આવે ત્યારે એનો કદી ક્ષય થતો નથી. ફરી એક ટાગોરની પંક્તિ કહ્યું : ‘ઉદયેર પથે સુનિકાર વાની, ભય નાહી ઓરે ભય નાંહી.. નિઃશેષ પ્રાન જે કોરીબે દાન ક્ષોય નાહીં તોર ક્ષોય નાહીં...' ઉદયના પથે આ કોની વાણી સાંભળું છું ? નિર્ભયતાની વાણી. જેનો કદી ક્ષય નથી, એ અક્ષયની વાણી વહ્યા જ કરે છે. એટલે મને એમ થાય છે કે ઘણું બોલું. હજી ઘણી વાતો કરું... હજી ઘણી વાતો મનમાં ઊગે છે. એક શેર મને યાદ આવે છે : સેતુબંધ પરસ્પરનો પ્રેમ બઢાવો. ‘જુલ્મ તો ગુલઝડી બની જાશે, જખ્મની પૂરી જાણકારી કર; દિલની વસ્તી હવે ન દુનિયાની, આવે છે, બંધ બારી કર...’ જ્યારે જ્યારે મેઘાણીભાઈને યાદ કરું છું ત્યારે ઘણાં સ્મરણો જાગે છે. સતત એક વાત યાદ આવે છે ઃ મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો, પણ સૂર્ય હજી તપે છે; અસ્ત થયા પછી પણ સૂર્ય અસ્ત પામ્યો નથી. અને મીર તકી મી૨નો એક શેર કહેતાં કહેતાં પૂરું કરું. કારણ કે શક્તિની મર્યાદા છે, સમયની મર્યાદા છે અને તમારી ધીરજની યે મર્યાદા છે. ‘દિલ જલી જિંદગીથી યારી કર આગથી આગ પર સવારી કર ગમગીની છે ગલીચ અંધારી હાથ દે વાત બેક પ્યારી કર.' ‘જમાના બડે શૌકસે સૂન રહા થા...' ‘મેઘાણીભાઈ ! બોલો’... ‘મેઘાણીભાઈ ! બોલો... હજુ બોલો' ૨૭૧ Page #297 -------------------------------------------------------------------------- ________________ ‘અમારે સાંભળવા છે...' એવા પોકાર ઉઠતા રહેતા. X X X હાં ભાઈ ! એક વાત કહેવાની રહી ગઈ. પ્લીઝ હો ! મેં કહ્યું ને કે મેં પ્રસાદ તરીકે આ સન્માનનો સ્વીકાર કર્યો છે. મેઘાણીભાઈના નામ સાથે જે વસ્તુ મને મળી છે, અકાદમીએ આપી છે તે ભાવપૂર્વક, આનંદપૂર્વક, કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારૂં છું ને મેઘાણીભાઈનું જ કામ આગળ વધારતો છોકરો... દીકરો છે એને હું આ પ્રસાદ આપું છું, પ્રસાદ તો વહેંચીને ખાવો જોઈએ ને ! જમાના બડે શૌકસે સૂન રહા થા હીં સો ગયે દાસતાં કહેતે કહેતે' નિરુભાઈ ! ક્યાં છો દીકરા ? નિરુ ! હાલ્ય બેટા ! ક્યાં છે પેલું કાગળિયું ? આવ દીકરા આવ... મેઘાણીના કામનો દીવો જલતો રાખવો છે... મારા વતી જો આ પ્રસાદ છે ઈ આપું છું... હા... પ્રસાદને વહેંચીને ખવાય હો દીકરા !... ૨૭૨ જય ભગવતી માતા (ધ્વનિમુદ્રણ-આલેખ) સેતુબંધ Page #298 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૯ (સંદર્ભ : પત્ર ૧૨૩) (ઉદ્દેશઃ ડિસેમ્બર ૧૯૯૭) સિદ્ધ સારસ્વતોને પગલે શબદમેં જિનકું ખબર પડી. – અર્જુનભગત એક શબ્દ મારા મનનો કબજો લઈ લીધો છે. એ શબ્દ છે “મૂર્ધન્ય'. ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી પત્ર આવ્યો કે “આ વર્ષે મૂર્ધન્ય સાહિત્યકાર તરીકે તમારું સન્માન કરવું નક્કી થયું છે', ત્યારથી આ મૂર્ધન્ય’ વિષે મનન ચાલે છે. સામાન્ય રીતે મૂર્ધન્ય એટલે અગ્રગણ્ય, શિરોમાન્ય. મૂર્ધન્યને આટલી ઊંચી પદવી આપતાં, કક્કાનો ચૌદમો અક્ષર પણ મૂર્ધન્ય છે તે યાદ આવી જાય છે. મૂર્ધન્ય ગણાતા જીવને જાગ્રત કરવા માટે જ આ કક્કો ઘૂંટવામાં આવ્યો હશે. આજે તો વેદ, ઉપનિષદ, ગીતા અને યોગશાસ્ત્રોમાં મૂર્ધન્યનો વિશેષ અર્થ થાય છે એ તરફ ધ્યાન દોરવા માંગુ છું. ઋગ્વદના બે જ મંત્રો લઈએ. પહેલા મંડલનોમૂર્ધા દિવો નાભિરગ્નિઃ પૃથિવ્યા અથાભવદરતી રોદસ્યો, તે ત્વા દેવાસોડજનયન્ત દેવે વૈશ્વાનર જ્યોતિરિદાર્યાય. (ઋગ્વદ, ૧-૫૯-૨) વૈશ્વાનર અગ્નિની સ્તુતિ કરતાં ઋષિ કહે છે કે આ અગ્નિ ઘુલોકનું મસ્તક છે અને પૃથ્વીની નાભિ છે. એ છે ઘુલોક અને પૃથ્વીનો સ્વામી. સર્વ દેવો તારા દેવસ્વરૂપને પ્રગટ કરે છે. તે વૈશ્વાનર, તે આર્યોને માટે જ્યોતિનો માર્ગ પ્રગટ કર્યો છે. ઋગ્વદના છઠ્ઠા મંડલનો એક મંત્ર આ જ વસ્તુને વધુ સ્પષ્ટ રીતે વ્યક્ત કરે છે : વસ્થા * તા. ૧૩ નવે. '૯૭ના રોજ નંદિગ્રામ ખાતે ગુજરાત સાહિત્ય અકાદમી તરફથી મૂર્ધન્ય સાહિત્યકાર તરીકેના સન્માન પ્રસંગે આર્વેલું વક્તવ્ય. સેતુબંધ ૨૭૩ Page #299 -------------------------------------------------------------------------- ________________ મૂર્ધાનં દિવો અરતિ પૃથિવ્યા વૈશ્વાનર મૃત આ જતમગ્નિમ્ કવિ સમ્રાજમતિથિં જનાનામ્ આસન્ના પાત્ર જનયન્ત દેવાઃ (ઋગ્વેદ ૬-૭-૧) (ઘુલોકના શિરસ્થાને રહેવાવાળા અને પૃથ્વી પર વિચરનારા વૈશ્વાનર અગ્નિ ઋતના પ્રચાર માટે જ ઉત્પન્ન થયા છે. કવિ, સમ્રાટ, મનુષ્યોના અતિથિ અને મુખ્ય રક્ષક તરીકે અગ્નિને દેવોએ ઉત્પન્ન કર્યા છે.) વૈદિક પરિભાષાને જાણનાર તરત જ સમજી જશે કે આ વૈશ્વાનર અગ્નિ નાભિમાં પ્રગટ થતો પ્રાણાગ્નિ અને મસ્તકમાં પ્રકાશતો મૂર્ધન્ય જ્ઞાનાગ્નિ છે. તેને કવિ, સમ્રાટ અને અતિથિ કહ્યો છે કારણ કે તે વાણીનો ઉદ્ગાતા છે. સુપ્રકાશિત રાજેશ્વર સમો છે અને અતિથિ છે.ક્યારે અંતરને આંગણે ઝળહળી ઊઠશે, પ્રેરણાના અગ્નિરથમાં આવી ચડશે એ કહેવાય નહીં. વડ્ઝવર્થના શબ્દોમાં કહીએ તો Intimations of Immortality- અમરત્વની અતરંગ ગોષ્ઠિ, વળી અગ્નિને ‘પાત્ર’ કહ્યો છે. ‘પાતિ રક્ષિત આધેયં', જે એને ધારણ કરે છે એની એ રક્ષા કરે છે. આ અગ્નિ પ્રજાળતો નથી. રક્ષે છે, પોષે છે. મસ્તકમાં આવેલા બ્રહ્મરન્ધ્રને ‘મૂર્ધજ્યોતિસ્’ કહેવામાં આવે છે. આ ઊર્ધ્વદ્વારે પરમવ્યોમમાં જે જ્યોતિર્મયી વાક્ પ્રગટ થાય છે તેને જ મૂર્ધન્ય સારસ્વતોએ ઉપાસી છે. આવા મૂર્ધન્યના ચરણે બેસવાનું આવે તોયે આપણા જેવાનાં મહા સદ્ભાગ્ય. વેદમાં જેનો મહિમા મુક્ત કંઠે ગાવામાં આવ્યો છે તેને પ્રાપ્ત કરવાની તેજ-રેખા ઉપનિષદે દોરી આપી છે. ‘છાંદોગ્ય’ (૮-૬-૬), ‘કઠોપનિષદ' (૨૬-૧૬) અને ‘પ્રશ્નોપનિષદ' (૩-૬)માં તેનો ઉલ્લેખ છે. ૨૭૪ શતઐકા ચ હૃદયસ્ય નાડ્યઃ તાસાં મૂર્ધનમ્ અભિનિઃસૃતા એકા તયા ઊર્ધ્વ આયન્ અમૃતત્વ એતિ વિશ્વક્ અન્યાઃ ઉત્ક્રમણે ભવન્તિ, ઉત્ક્રમણે ભવન્તિ. (છાંદોગ્ય, ૮-૬-૬) સેતુબંધ Page #300 -------------------------------------------------------------------------- ________________ (અંતઃકરણમાંથી નીકળતી એક સો ને એક નાડીઓ છે. એમાંથી એક મસ્તકમાં પ્રવેશ કરે છે. આ એક નાડી, જે ઊર્ધ્વગમન કરે છે તે, અમૃતત્ત્વને મેળવે છે; અન્ય નાડીઓ વિશ્વસંસાર પ્રતિ જાય છે.) મૂર્ધામાં સ્થાન પામતી આ નાડીને વિરજા કહેવામાં આવે છે. રજો ગુણના રાગ અને દ્વેષમાંથી મનુષ્યને મુક્ત કરી તે સત્યનું નિર્ભેળ દર્શન કરાવે છે. સિદ્ધ યોગીઓની કઠિન પરિભાષાને બદલે સિદ્ધ સારસ્વતોની રસાળ વાણીમાં કહીએ તો કાલિદાસે “શાકુંતલ'માં (અંક ૭, શ્લોક ૬) દિવ્ય વિમાની માતલિ દ્વારા વિરજા-નાડીને “વ્યપેતરજસઃ' - રજોગુણથી મુક્ત પ્રવાહ નામના વાયુમાર્ગ તરીકે નિરૂપી છે. આ વાયુમાર્ગને વળી કિસ્રોતમયી ગંગા અને ગગન-પ્રતિષ્ઠ જ્યોતિ સાથે સાંકળી વધુ સ્પષ્ટ કર્યો છે. મનુષ્યમાં રહેલો વામન અહીં પગલું મુકતાં કેવો વિરાટ બની જાય છે તેનોયે સંકેત કવિએ ત્રિવિક્રમ વિષ્ણુને યાદ કરીને આપ્યો છે. એ જાણે કે અમુક જાતિ, કુળ, દેશ, કાળના મર્યાદિત વંશમાં જીવતે જીવ મૃત્યુ પામવા જેવું છે. સંન્યાસી સંન્યાસ ગ્રહણ કરતી વખતે વિરજા હોમ કરે છે. પોતાના જૂના નામનો ત્યાગ કરે છે. એવું કાંઈક સારસ્વતની બાબતમાં બને છે. બોધિસત્વ કુળમાં જન્મતા સાધકની જેમ એ સરસ્વતી કુળમાં નવો જન્મ પામે છે. એટલે તો આવા સિદ્ધ સારસ્વતની કૃતિ સ્થળકાળના સીમાડા ભેદી સર્વત્ર વિહરે છે. કવિ કીટ્સના “Ode on a grecian Urn’માં આવું મૃત્યુંજય મંત્રગાન સંભળાય છે. Beauty is truth, truth beauty that is all . ye know on earth and all ye need to knwo. સુન્દરમ્ સત્યમ્, સત્યમ્ એ જ સુન્દરમ્ આ મંત્ર જગતના મહાન સારસ્વતો યુગો સુધી સંભળાવતા જ આવ્યા છે. માનવશરીરમાં આ મંત્રનો ગુંજાર કેવી રીતે થાય છે ? યોગીજનો પાસેથી એની કાંઈક ઝાંખી મળે છે. આપણી મુખ્ય નાડી ત્રણ : ઈડા, પિંગળા, સુષમ્યા. તેમાં મધ્ય નાડી સુષુમ્યા. તેને સરસ્વતી પણ કહે છે. એ સ્વયંસ્કૃર્ત જ્ઞાનની જનની છે. ગોરખવાણી છે : બિન પુસ્તક બોચિબા પુરાન, સરસતી ઉચરે બ્રહ્મગિયાન. સુષુણ્ણાનાં ત્રણ લક્ષણો ગણાવવામાં આવ્યાં છે : “સુષુમ્મા પરમા સેતુબંધ ૨૭૫ Page #301 -------------------------------------------------------------------------- ________________ શોભા, સુષુમ્મા કાલભક્ષિણી, સુષુમ્યા નાદરૂપિણી'. સુષુમ્હા પરમ સૌંદર્યની ઝાંખી કરાવે છે, કાલપાશનું છેદન કરે છે, અને સમસ્ત બ્રહ્માંડમાં વ્યાપ્ત તત્ત્વનો ઝંકાર સંભળાવે છે. એ છે સૌંદર્યમયી, કાલજયી, નાદમયી. કબીરે આ ધ્વનિને ‘તત્ત્વઝંકાર બ્રહ્માંડમાંહી' કહી એની અનંતતા દર્શાવી છે, તો ‘ચીંટી કે પાંવ મેં નેવર બાજે’ કહી એની અત્યંત સૂક્ષ્મતા ને સુંદરતાનોયે પરિચય કરાવ્યો છે. સુષુમ્લામાં પણ અત્યંત સૂક્ષ્મ ત્રણ નાડીઓ છે. વજ્રા, ચિત્રા અને વિરજા. વજા અને ચિત્રા ભૂમધ્ય પાસે અટકી જાય છે. વજ્રા તરફ વળેલો સાધક વિરક્ત, ઉદાસી, એકાંતસેવી બની જાય છે. ચિત્રા તરફ ઝૂકે છે તે સિદ્ધિઓ અને માયાભાસના ચક્કરમાં ઘૂમે છે. વજ્રામાં અચલાનું નિરુદ્ઘ આસન છે, ચિત્રામાં ચંચલાની અવિરત ગતિ છે, પણ ભ્રમૂલ્યને ભેદી મૂર્છા ભણી લઈ જતી વિરજાને વરે છે, તેને ‘વિરજ નિશ્ચલ બ્રહ્મ'નો અનુભવ થાય છે. વિરજામાં વહેતી ચેતનાને ‘બિસતત્તુતનીયસી' કહી છે. તે કમળમાં રહેતા અતિ સૂક્ષ્મ તંતુ સમી છે અને છેક કમળની કર્ણિકા સુધી જાય છે. કાલિદાસે ‘મેઘદૂત’માં તેનું સુંદર વર્ણન કર્યું છે. મનુષ્યના અંતરાકાશમાં પરમ આનંદ ભણી-કૈલાસ ભણી ઊડતા પ્રાણહંસનું એમાં નિરૂપણ છે : ૨૭૬ આકૈલાસાદ્ બિસકિસલયચ્છેદપાથેયવન્તઃ સંપત્સ્યન્તે નભસિ ભવતો રાજહંસાઃ સહાયાઃ ત્રિભુવન વ્યાસે એનો ઝૂલણા છંદમાં અનુવાદ કર્યો છે : કમલના તંતુનાં, ચંચુમાં ટીમણ લઈ ઠેઠ કૈલાસ પર્યંત તારા માર્ગસંગાથી એ ગગનપથમાં થશે ઊડતા રાજહંસો રૂપાળા. મહાકવિના સૂરમાં સૂર પુરાવતો હોય એમ એક બાઉલ ગાઈ ઊઠે છે ઃ : (મેઘદૂત. પૂર્વમેઘ, ૧૧) આમરા પાખિર જાત આમરા હાઈટ્યા ચલાર ભાઓ જાનિ ના આમાદેર ઊડ્યા ચલાર ધાત. સેતુબંધ Page #302 -------------------------------------------------------------------------- ________________ (અમે તો પંખીની જાતના રહ્યા. અમે પગ ઘસડીને ચાલવાનું ના જાણીએ, અમારો તો ઊડી નીકળવાનો સ્વભાવ.) રિલ્ક યાદ આવી જાય છે : There, where no path was ever made, We flew. અને આપણો અર્જુન ભગત : આડી નદીયાં નીર ભરી વહેતી પંખીને ક્યાં પડી ? એક પલકમેં પાર પહોંચે નહીં બેસે નાવડી, શબદમેં જિનકું ખબર પડી... કૈલાસ શિખરે તો કોઈક જ કમલહંસ પહોંચી શકે. આવી પાંખો વીંઝતી પંક્તિઓ થોડી વાર માટે તો આપણા પ્રાણને અધ્ધર ઊંચકી લે છે. બંધનમુક્ત પથે વિહરવા માગતા આપણા મૂળ સ્વભાવને તે ઝાપટ મારી જાય છે. કોઈ અજાણ્ય ખૂણેથી પુકારી ઊઠતા બાઉલ સાથે વૈદિક ઋષિનું સુપર્ણ આખ્યાન, મહાભારતની ગરુડકથા, વૈષ્ણવોનો લીલાશુક આપણને પાંખો ફફડાવવાનું નોતરું આપી જાય છે. આજની વાત કરીએ તો રવીન્દ્રનાથની “બલાકા’ કે રિચાર્ડ બાકનો “જનાથન લિવિંસ્ટન સીગલ' ઉડ્ડયનની નિરનિરાળી રીતિ બતાવી જાય છે. આપણે રોજ સૂર્યોદય જોઈએ છીએ. પણ આ સૂર્ય અમૃતમધુ ઝરતો મધપૂડો બની જાય છે ખરો ? કોઈ ચિર-આનંદનું મધ આપણને ચખાડી જાય છે? કદાચ કોઈ સિદ્ધસારસ્વતની દૃષ્ટિ સાંપડે તો આ ચમત્કાર સર્જાય ખરો. વિશ્વના છંદ સાથે જેણે છંદ મેળવ્યો છે, એવો છાંદોગ્યનો કવિ-ઋષિ પ્રભાતિયું સંભળાવે છે : ચ એવ મધુકૃત્ તા અમૃતા આપ. (છાંદોગ્ય, ૩-૧-૧) (આ સૂર્ય દિવ્ય મધપૂડો છે, ઋચાઓ છે મધુ-સર્જતી મધમાખીઓ. તેનો રસ છે અમૃત.) સેતુબંધ ૨૭૭ Page #303 -------------------------------------------------------------------------- ________________ રોજ આપણી સામે આમ તો લોહી-નીતરતો સૂર્ય ઊગે છે અને લોહીમાં લથબથ થતો ડૂબી જાય છે. માથે રહે છે કાળી ઝબાન કાળરાત્રી. એક પ્રશ્ન થાય : આ ઘોર તિમિરઘન મધરાતનાં ઊંડાં જળમાં આપણે ડૂબકી મારી છે ખરી? આપણાં આ મન, બુદ્ધિ, સંસ્કાર, અહંકારના કાળા પાણીને ભેદવા અને પાર કરવા આપણે કેટલો પ્રયત્ન કર્યો ? માનવ-સર્જક પેલા વિશ્વસર્જકના અંતઃપુરમાં પ્રવેશ કરે તો કોઈ નવી દષ્ટિની તેને દીક્ષા મળે. વિશ્વની સર્જનક્રિયાનું લઘુ સ્વરૂપ એક વૈદિક સૂક્તમાં જોવા મળે છે. એ છે “નાસદીય સૂક્ત'. મૅટરલિંકથી માંડી ઑક્ટવિયો પાઝ સુધીના સાહિત્યકારોને આ સૂક્ત હલાવી ગયું છે. અહીં તમામ અસ્તિત્વનો છેદ ઉડાડી મૂકતું રહસ્યઘન તિમિર છે અને તેના પર વધુ તિમિરઘેરું કાંઈક તોળાઈ રહ્યું છે. એ સ્વયમેવ ઉચ્છવસે છે. એને કોણ કળી શકે ? ઋષિના અંતરમાંથી હિંમતભર્યા સવાલો ઊઠે છે, જેનો જવાબ દેવા કોઈ વિશ્વસર્જક હોય તો એ સમર્થ લાગતો નથી. “નાસદીય'માં અજ્ઞેયવાદની છાંટ જોઈ આજના ચિંતકો એના પર વારી ગયા છે, પણ “નાસદીય સૂક્તમાં અજ્ઞેયવાદને સ્થાને મહાઅજ્ઞાતને પામવાની ગુરુચાવી દર્શાવવામાં આવી છે. નાસદીય' તો પ્રગાઢ અંધકારને ભેદી ગૂઢનિગૂઢ રહસ્યને પોતાના હૃદયમાં જ પામવાની ચાવી આપે છે. એ તો કવિ-મનીષીઓને સાદ પાડી કહે છે કે તમે જ સેતુ બાંધી શકો છો આ તિમિરધામના મહાસમુદ્ર પર. ઋષિદ્રષ્ટા આ સૂક્તના ચોથા મંત્રમાં કહે છે : સતો બન્ધમસતિ નિરવિન્દનું હદિ પ્રતીષ્યા કવયો મનીષા. (અસત્ માં સત્ નો સંબંધ કવિઓએ હૃદયમાં ધ્યાન ધરીને મનનશીલતા વડે શોધી કાઢ્યો છે.) હિરણ્યગર્ભ સૂક્ત'માં પૃથ્વી અને આકાશ ભરી દેતો સુવર્ણ-પ્રકાશ સર્વત્ર પથરાય છે ત્યારે પેલો કફ, ક, કઃ પુકારતો પ્રશ્ન તો ઊભો જ રહે છે. પણ હવે કવિના હૃદયમાં કશી પૃચ્છા નથી. એ મહામહિમાવાન ચિરવિસ્મયને ચરણે ભક્તિનમ્ર વંદન કરે છે. “કસ્મ દેવાય હવિષા વિધેમ' એ અકર્ય, અવ્યાખ્યય, સુવર્ણકાંતિમાન પ્રજાપતિનું અમે હવિથી પૂજન કરીએ છીએ. કઃ પ્રજાપતિ સમક્ષ કેવા ભાવથી ઉપસ્થિત થવું જોઈએ તેનું ચિત્ર ટી.એસ. એલિયટે દોરી બતાવ્યું છે : If you come this way ૨૭૮ સેતુબંધ Page #304 -------------------------------------------------------------------------- ________________ Taking any route, starting from anywhere At any time or at any season It would always be the same, you would have to put off Sense and notion. you are not here to verify, Instruct yourself, or inform curiosity Or carry report, you are here to kneel Where prayer has been valid. [Four Quartets, Little Gidding 1] (તમે આ બાજુ આવ્યા તો, ગમે તે મારગ પકડી, ગમે ત્યાંથી આરંભ કરી, ગમે તે સમયે કે ગમે તે મોસમમાં હંમેશાં તે એકસરખું જ હશે. તમારે છોડવાં જ પડશે. સમજણ અને ખ્યાલો, તમારે અહીં નથી ચકાસવાનું. નથી જાતને બોધ આપવાનો, નથી કુતૂહલ પોષવાનું કે અહેવાલો પહોંચાડવાના, તમારે ઘૂંટણિયે પડવાનું છે જ્યાં પ્રાર્થના સદા રહી છે પ્રમાણભૂત.) આ કાવ્યમાં બુદ્ધિને તાળું મારવાની, તર્કને તિલાંજલિ આપવાની કે જિજ્ઞાસાનું ગળું ઘોંટવાની તરફેણ કરી હોય એમ લાગશે, પણ જીવન અને જગતને સમજવા માગતા મનુષ્ય અંતે ગમે તે મારગે ગમે તે સમયે, એક અચિંત્ય ગહન તત્ત્વ સમક્ષ આવીને ઊભા રહેવું પડશે. તેની અનુભૂતિ આગળ અભિવ્યક્તિનાં સાધનો ખરી પડશે અને મીટ માંડનારો મનુષ્ય જ આ મહામહિમાવાનમાં લયલીન બની જશે. ત્યારે આ અનુભૂતિનું સાક્ષી કોણ ? માણસને છાતી પર હાથ મૂક્યા વિના છૂટકો નથી, અને પછી જે શબ્દો સ્લરે છે એ તો હૃદયગુહામાંથી ઊઠતા પડઘા જ હોય છે, પછી એ ઋષિની મંત્રવાણી હોય કે મહાકવિનાં માનસ સંતાનો હોય. જ્યાં પ્રાર્થના સદાય પ્રમાણભૂત હોય છે એવા એલિયટના શ્રદ્ધાન્વિત ઉગારમાં સંત જન ઑફ ધ ક્રૉસની સરવાણી વહી આવી છે. સંત જનનું સેતુબંધ ૨૭૯ Page #305 -------------------------------------------------------------------------- ________________ કાવ્ય છે : How well I know that Fountain's Rushing flow although by night. (કાળમકાળી રાત ઢળી તોય ઝરણું છાકમછોળ વધે જાય જાણું રે જાણું !). આનું નામ અજ્ઞાતના સામ્રાજયમાં ગુંજી ઊઠતી આતમસૂઝની શ્રદ્ધાપૂત વાણી. એલિયટ પર સંત જન ઓફ ધ ક્રૉસની કેટલી ઘેરી અસર છે તે સાધ્વી સિસ્ટર કોરોનાએ ‘Eliot's Four Quartets (પા. ૨૬-૨૭૭)માં દર્શાવી આપ્યું છે, અને સંત જોન ઑફ ધ ક્રૉસ તો માઉન્ટ કારમેલ કે કૈલાસ પર આરોહણ કરતો ‘મિડલ વે’ કે મધ્યમાં સુષષ્ણા પથનો યાત્રી છે. એને પગલે એલિયટની વાણીમાં પણ શાશ્વત શિખરોની પહાડી હવા વહી આવે છે. સ-અસત્ની જુગલબંદીનું બંધુત્વ શોધી કાઢવાનું ભગીરથ કાર્ય વિશ્વસર્જકે માનવપ્રતિભાને આપ્યું છે. વિશ્વભરના મહાકવિઓમાં આ જોડિયાંની ઝલક જોવા મળે છે. રામાયણ અને મહાભારત એના સુવિશાળ અને સમૃદ્ધ દાખલા છે. “સત્ય ઉગ્ર, ઋતે બૃહત' એ વૈદિક મંત્રને અહીં જીવતો જાગતો બતાવવામાં આવ્યો છે. વાલ્મીકિ રામાયણ અને મહાભારતના પ્રારંભે બંને મહાકવિઓએ ધ્યાન ધરી ધર્મવીર્યથી કથાનાં પાત્રો, તેમના અંતરંગ મનોભાવો અને પ્રસંગોને પારખી રચના કરી છે. જે વિશ્વ-બ્રહ્માંડનું સત્ય છે તે માનવવાણીનું સત્ય બની ગયું છે. આદિ કવિને તો સૃષ્ટિકર્તા બ્રહ્માનું વચન મળ્યું છે ને ફળ્યું ન તે વાગનૃતા કાવ્ય, કાચિદત્ર ભવિષ્યતિ.' (તારી વાણી કદી મિથ્યા નહીં થાય.) રામાયણ અને મહાભારતના સર્જકોએ એક શબ્દ વાપર્યો છે તે આકસ્મિક હોય કે સુયોજિત હોય પણ બંને કથાનું મૂળ એ દર્શાવે છે. ચિત્રા નાડી દ્વારા ચાલતી સંસારલીલાનું એ ચિત્રણ છે. માયા-મનુષ્ય રામની દક્ષિણયાત્રા ચિત્રકૂટથી શરૂ થાય છે અને પંચ ઇન્દ્રિયોની કુટીર પંચવટીમાં આવતાં જ તેમનાં અપાર કષ્ટો અને અતુલ પરાક્રમોની ગાથા સર્જાય છે. મહાભારતના ચિત્ર-વિચિત્ર ૨૮૦ સેતુબંધ Page #306 -------------------------------------------------------------------------- ________________ નિઃસંતાન મરી જાય છે. પણ એમનાં નામ નીચે જ મહાભારતના શાબ્દિક અને સાંસારિક જનક વ્યાસ આખો ઘટાટોપ રચે છે. એમાંયે માનુષી તનુધારી પુરુષોત્તમનો પ્રવેશ ન થયો હોત તો કથા નિઃસત્ત્વ જ રહી જાત. શંકરાચાર્ય દક્ષિણામૂર્તિ સ્તોત્રમાં કહ્યું છે તે વડના બીજમાંથી જ આ ચિત્ર-વિચિત્રનો વિશાળ વડલો પાંગર્યો છે. માયાકલ્પિત દેશકાલકલના વૈચિત્રચિત્રીકૃતમ્.... સ્થળ અને કાળના સીમિત ક્ષેત્રમાં માયાની સંકલના અને સંકલ્પનાથી આ બહરૂપી વાદળો ઊમટે છે અને અનંત આકાશમાં સમાઈ જાય છે. આ બધી ઐન્દ્રી-ઈન્દ્રની માયાજાળ-નો વણાટ વૈદિક સૂક્તો અને યૌગિક કથાઓમાં પડ્યો છે. ગંગાને કિનારે વસેલું ઇન્દ્રપ્રસ્થ અને જમુનાને કિનારે આવેલું હસ્તિનાપુર ઐન્દ્રિય અને યમપુરી વચ્ચેનો વૈશ્વિક સંગ્રમ દર્શાવે છે એ જ રીતે માનવપિંડમાં ઇડા-પિંગળા વચ્ચે ચાલતી ચડાસાચડસી દર્શાવે છે. એની સાથે પાંચ ઇન્દ્રિયો અને ચતુર્વિધ અંતઃકરણનું યુદ્ધ પણ સંકળાયેલું છે. જ્યાં અંતઃકરણમાં ચાંડાલ ચોકડી પડી હોય ત્યાં ગમે તેવી બલવાન પાંચ ઇંદ્રિયો હારી જાય એમ નવાઈ નથી. પાંડવો અને કૌરવો વચ્ચે જ્યાં ધૂત રમાય છે તે દુઃશાસનનો મહેલ વરુણના મહેલની પ્રતિકૃતિ છે. એફ બી.જે. કુઈપરે “એન્શિયન્ટ ઇન્ડિયન કૉસ્મોગોની'માં વૈદિક મંત્રો અને મહાભારતના શ્લોકો વચ્ચે રહેલું, ક્યાંક તો શબ્દશબ્દ, સામ્ય સુપેરે દર્શાવ્યું છે. એ વિષે લંબાણ કરવાની જરૂર નથી. એટલું જ કહેવાનું કે આ મંત્રો અને કથાઓને ભૂતકાળના અવશેષો તરીકે નહીં, પણ આપણાં વર્તમાન અને ભાવિને ઉજાળતા પથદર્શકો તરીકે જોવા જોઈએ. - રામાયણ અને મહાભારતમાં અત્યંત વિશાળ ફલક પર બંધુત્વના મિલનનો આનંદ, વિયોગની પીડા, અને વિચ્છેદથી થતા વિનાશનું ચિત્રણ છે. બંધુત્વની પિછાણ નથી એટલે જ ભાઈઓ-ભાઈઓ વચ્ચે ઘોર ઘમસાણ મચે છે. મહાભારતકારે આ વસ્તુ પાંડવો અને કર્ણના પાત્રો દ્વારા બતાવી આપી છે. કુંતીનું એક નામ પૃથા છે. પૃથા સમી આ પૃથ્વી કુંતીની જેમ મૂંગી મૂંગી રડી રહી છે. આજે તો જ્યાં જુઓ ત્યાં સોરાબ રુસ્તમી જામી પડી છે. વ્યક્તિઓ વચ્ચે જ નહીં, વિશાળ વર્ગો વચ્ચે. ત્યારે સારસ્વત વિના કોણ ઊંચા હાથ કરીને અવાજ ઉઠાવશે? લોહીના સંબંધોની સચ્ચાઈ અને સ્વાર્થોધતા તથા આત્માના સેતુબંધ ૨૮૧ Page #307 -------------------------------------------------------------------------- ________________ સંબંધોની અભિન્ન સુહૃદતા મહાકવિઓએ ઝીણી સૂઝથી નિરૂપી છે. અમૃતનો આનંદ અને હલાહલની વિષજવાલા દર્શાવતા આ સમુદ્રમંથનમાંથી આપણા અન્ય મહાકવિઓએ પોતાનાં પાત્રો ભર્યાં છે. વૈદિક અને પૌરાણિક કથાઓનાં પાત્રો પ્રાગ્ ઐતિહાસિક ભલે રહ્યાં, પણ તેનું નિરૂપણ તો પરાઐતિહાસિક રીતે કરવામાં આવ્યું છે. ભાષાનું પડ ભેદી જોઈએ તો આ પાત્રો આપણાં જ અંતર-મનમાં આજે રમતાં દેખાશે. પૌરાણિક કથાઓ દ્વારા જે સત્ય વાઘા પહેરાવીને કહેવામાં આવ્યું છે. તે વૈદિક મંત્રોમાં શુદ્ધ કવિતારૂપે વ્યક્ત થયું છે. એટલા માટે વેદને અપૌરુષેય અને ત્રિકાલાબાધિત ગણવામાં આવે છે. એ મંત્રોનો વ્યક્તિગત કર્તા વિશ્વચેતનાનો દ્રષ્ટા બની રહ્યો છે. આ દર્શન અમુક કાળે માનવની વાણીમાં ઊતરી આવ્યું છે, પણ એના પર કાલાતીત મુદ્રા અંકિત થઈ ગઈ છે. આજે પણ આપણા અંતરતમ ઊંડાણમાં ‘નાસદીય’નું ‘ગહન તિમિરજળ’ છે. સાથે સાથે ‘વિકિરણ સમુળ’ પ્રભાત છે એ આપણને ‘હિરણ્યગર્ભ સૂક્ત'માં ઊગતું દેખાય છે. ‘નાસદીય’ પૂર્વાલાપ છે તો ‘હિરણ્યગર્ભ’ ઉત્તરાલાપ છે. રામાયણે તથા મહાભારતે કાજળના પહાડ સમા રાવણ અને ધૃતરાષ્ટ્ર વચ્ચે હિરણ્યમય પુરુષોત્તમનાં દર્શન કરાવ્યાં છે. મહાભારતે અર્જુનને અને કૃષ્ણને, નરને અને નારાયણને, મર્ત્યને અને અમર્ત્યને એક જ રથમાં બેસાડી બંનેનું સનાતન સાયુજ્ય દર્શાવી આપ્યું છે. ‘નાસદીય’ અને ‘હિરણ્યગર્ભ’ને આપણી પોતાની વાણીમાં એકીસાથે જોવાં છે ? તો સર્જન પહેલાંના તિમિરજળને જમનાને કિનારે વહેવડાવવાં પડશે. આપણી નજરે શું ચડે છે ? જમનાનાં કાળાં નીર ઊછળે છે, તેમાં કાળો નાગ બેઠો છે, તેના પર વળી કાળો કિશોર નૃત્ય કરે છે. આ ગહન તિમિર એથીયે ગહનતમ તિમિરથી ઢંકાયેલું છે. પણ ચિંતા નહીં.પેલા શ્યામ કિશોરના અતિશ્યામ વાંકડિયા વાળ પર પીંછ ઝૂલે છે. એ પીંછાના નીલબિંદુમાંથી સુવર્ણના તંતુઓ ઝલમલ થાય છે. ‘મોરપિચ્છ’ એ બીજું કશું નહીં, પણ નિર્મલ ચિત્તની મૂર્ધન્ય સ્થિતિ છે. એના કિરણે કિરણે શ્યામ પરખાઈ આવે છે. એ સુવર્ણ રંગના તંતુઓ જ પ્રભાત કિરણો બની ક્ષિતિજને ઝળાંહળાં કરી આપે છે. નરસિંહના એક પદમાં આ ચિત્ર અંકિત થયું છે : નીરખ ને ગગનમાં કોણ ઘૂમી રહ્યો તે જ હું તે જ હું શબ્દ બોલે : ૨૮૨ સેતુબંધ Page #308 -------------------------------------------------------------------------- ________________ શ્યામનાં ચરણમાં ઇચ્છું છું મરણ રે અહીંયાં કોઈ નથી કૃષ્ણ તોલે. ‘તદેકં’, પેલો તો એક અહીં નિજ ગગનમાં ઘૂમી રહ્યો છે, પણ એ છે શ્યામઘન. નરસિંહ તેને ચરણે નામશેષ થઈ જવાનો સંકલ્પ કરે છે ને શો ચમત્કાર થાય છે ! આ રહ્યું તેનું ‘હિરણ્યગર્ભ સૂક્ત' : ઝળહળ જ્યોત ઉદ્યોત રવિકોટમાં હેમની કોર જ્યાં નીસરે તોલેઃ સચ્ચિદાનંદ આનંદક્રીડા કરે સોનાના પારણા માંહીં ઝૂલે. મહાશૂન્યના ઘરમાં પ્રવેશ કર્યા પછી જ મહાશ્યામની ઝળહળતી જ્યોતિ ઉદય પામે છે. શૂન્ય મહેલમાં દિવ્યના પેટાવ્યા વિના પિયાનું મિલન થતું નથી. સિદ્ધ સારસ્વતોની દૃષ્ટિમાં આ સત્યની ક્યાંક અત્યંત સ્વચ્છ દીપ્તિમંત તો ક્યાંક અસ્પષ્ટ ઝાંખી છબિ પ્રગટ થાય છે. આનું કારણ શું ? સિદ્ધત્વની બે અવસ્થા છે : એક છે આરૂઢ, બીજી છે મુંજાન. સિદ્ધારૂઢ સારસ્વત મૂર્ધાની જ્યોતિને શું જીવનમાં, શું કવનમાં જ્વલંત રાખે છે. મુંજાન સારસ્વતમાં એ ઝળકી ઊઠે છે, મ્લાન બને છે અને વળી અંધકારમાં ઢળી પડે છે. એક છે કવિ-ઋષિ, બીજો છે કલા-સ્વામી. આ બંનેથી જુદા સારસ્વતો પણ હોય છે; તેમની સાથે સરસ્વતીની પ્રતિમા તો હોય છે, પણ ઢોળ ચડાવેલી. એમની વીણાના તાર કાંચનના નહીં, કથીરના હોય છે. મનુષ્યના અંતરતમ ખૂણે એક સત્-ચિદ્-આનંદમયી ચેતના રહી છે. મનુષ્ય નૈસર્ગિક રીતે જ તેને ચાહે છે, પણ એ મૂળ સ્વરૂપને બદલે એના જેવાં જ મનોમય રૂપો ઊભાં કરી તેમાં રાચે છે. દાન્તેએ ‘ડિવાઈન કૉમેડી'ના શુદ્ધીકરણ સર્ગના અઢારમા અધ્યાયમાં આ વસ્તુ ઝીણી નજરે નિહાળી છે. તે કહે છે : જે પ્રેમને માટે મનુષ્યનું નિર્માણ થયું છે તેને બદલે તે પોતાની પ્રિય મનઘડન્ત મૂર્તિ ઊભી કરે છે અને તેના ભણી ખેંચાઈ જાય છે. મૂળભૂત, અસલ પ્રેમતત્ત્વને બદલે એ તેની બનાવટી, નકલી છબીમાં રાચે છે. મનુષ્યના હૃદયમાં પ્રજવલિત પ્રેમની અગ્નિશિખા, વચ્ચે ક્યાંય વિરામ ન લેતાં પરમપ્રિયની પ્રાપ્તિ સુધી જલતી રહેવી જોઈએ. મૂળને સ્થાને માનવ જે મૂર્તિ રચે છે તેને રાજેન્દ્ર શાહે અનુવાદમાં ‘પ્રતિકૃતિ’ કહી છે. અંગ્રેજીમાં (અનુવાદક : રેવ. ફ્રાન્સિસ સેતુબંધ ૨૮૩ Page #309 -------------------------------------------------------------------------- ________________ કેરી) : ‘Of substance true Your apprehension forms counterfeit.' (મૂળ વસ્તુ તણી રચતી તવ ધારણા વસ્તુ બનાવટી.) પ્રેમ, સત્ય, સિદ્ધાંતને નામે આપણે કેટલા બનાવટી સિક્કા પાડતા હોઈએ છીએ તેનો પાર નથી. સર્વકાલીન ઋત-છંદને અનુસરવાને બદલે આપણે સ્વછંદને પોષીએ છીએ. મનુષ્યમાં સ્વતંત્ર ઇચ્છાશક્તિ છે. મત્યે બિએટ્રિસનું અમર્ત્ય બિએટ્રિયમાં રૂપાંતર થાય છે, ત્યારે એ સ્વયં સ્વતંત્રતાની ઉદ્દગાતા બને છે. વ્યક્તિમાંથી વિશ્વરૂપ બનેલી ચેતનાની આ વાણી છે. અહીં “શ્રીવિદ્યા યાદ આવી જાય છે. વામકેશ્વર તંત્રના ‘નિત્યાષોડશિકાર્ણવ” પ્રમાણે : યથા સા પરમા શક્તિઃ સ્વચ્છયા વિશ્વરૂપિણી, ફુરણામાત્મનઃ પશ્યન્ તદા ચકચ્ચ સંભવઃ. (આ પરાશક્તિ, પરા વાકુ, જયારે સ્વેચ્છાથી વિશ્વરૂપ ધારણ કરે છે અને પોતાની સ્વનિષ્ઠ ફુરણાને નિહાળે છે ત્યારે જ આ વિશ્વચક્ર ચાલુ થાય છે.) સાહિત્ય-સર્જકને કદી એમ ખ્યાલ આવશે કે હું પોતે જ કોઈ અંતર્ગઢ સર્જકનું સર્જન છું અને એનો આછો અધૂરોયે પરિચય પામ્યા વિના મારું સર્જન માત્ર હવાના બાચકા જેવું જ છે ? હું પોતે પણ હવાનું પોટલું જ છું, ધુમ્મસનું પૂતળું છું. મારા આ નામ-રૂપની વેશભૂષા ધારણ કરી જે કાર્ય કરે છે એ તો કોઈ નિર્દેશકના ઇશારા પર નાચતું, એ પાર્શ્વભૂના પ્રોમ્પટરના બોલને અનુસરતું નકલી પાત્ર છે; મારે મારી અસલી જાતને પહેલી પિછાણવી રહી અને મારામાં રહેલા ખરા સર્જકને શોધી કાઢવો રહ્યો; એ શોધની માથામણ એ જ મારા પોતાના કહેવાય એવા મૌલિક સર્જનનો પાયો. આ “મૌલિક શબ્દ પણ મૂર્ધા ભણી આંગળી ચીંધે છે. આવી “ઊર્ધ્વમૂલ'ની શોધયાત્રા પછી શબ્દો, અર્થછાયાઓ, રસો, છંદો સુધી અટકી રહેતી નથી. એ કોઈ મંગલનું કર્તુત્વ નિહાળે છે અને એનું શુદ્ધ વાહન બનવાની અને વરદાન ઝીલવાની મનીષા સેવે છે. એનું સર્જન પછી દિશાઓ ગજાવી મૂકવા માગતા પોતીકા ઉદ્યોષથી નહીં, પણ મંગલ-વિધાયક વાણી અને ૨૮૪ સેતુબંધ Page #310 -------------------------------------------------------------------------- ________________ વિનાયકની ચરમ-વંદનાથી શરૂ થાય છે. તુલસીદાસે ભાવોર્મિથી ઊછળતા છંદમાં આ વંદના વ્યક્ત કરી છે.: વર્ષાનામ્ અર્થસન્ધાનામ્ રસાનામ્ છન્દસામ્ અપિ મંગલાનામ્ ચ કર્તારૌ વન્દ વાણીવિનાયકી. અહીં શબ્દો, અર્થધ્વનિ, રસો, છંદો અને માંગલ્યોની પણ અનેકાનેક રમણા વિસ્તાર પામતી જાય છે; એની શ્યામલ ઘટા, સોનેરી ને ધવલ વાદળો તથા મેઘધનુની છટા નિજ ગગનમાં નીરખવા જેવી છે. એના મૂળમાં છે સૂર્યરશ્મિ સમી આદિ સર્જનાત્મક શક્તિ. સર્જક સામે બે માર્ગ છે : કાં તો કાયસ્થ રહેવું કે પછી આત્મસ્વરૂપ બનવું. સર્વ સંબંધોના મૂળમાં જતી યાજ્ઞવક્યની વાણી સંભળાય છે : ન વા અરે જાયાયે કામાય જાયા પ્રિયા ભવતિ આત્મનડુ કામાય જાયા પ્રિયા ભવતિ. (અરે, પત્નીને ખાતર જ પત્ની પતિને પ્રિય હોતી નથી, પણ આત્માને અર્થે પત્ની પ્રિય હોય છે.) ઉપનિષદ કહે છે : જે આત્માને ઉપાસે છે તેનું પ્રિય મરણધર્મી થતું નથી. મૈત્રેયીએ પણ માગ્યું હતું : “જેનાથી હું અમૃત ન બને તે લઈને કરું શું?' મનુષ્ય જ્યારે અંતરતમ ચેતનાને સ્પર્શ કરે છે ત્યારે આ ચેતના જ તેની વાણીની વિધાયક બને છે. મર્ચ અને અમર્ય વચ્ચે, ક્ષણિક અને શાશ્વત વચ્ચે સેતુ બાંધનારા સારસ્વતોની વાણી અનેક દિશામાંથી સંભળાય છે. અહીં તેનાં અવતરણોની ભરમાર કરવાની ઇચ્છા નથી. એટલું મનમાં થાય : આજે ચારે તરફથી ચિત્કાર ઊઠે છે, કાળી વેદના અને વિફલ વિદ્રોહ માથાં પછાડે છે ત્યારે આ વાણીની ઉપયુક્તતા કેટલી ? મને તો લાગે છે કે વિશ્વના મહાન કવિઓ અને કથાસર્જકોને સમજવા તેમ જ તેમના સંદેશને જીવનમાં ઝીલવાનો સમય હવે જ આવી રહ્યો છે. વિજ્ઞાનની જુદી જુદી શાખાઓ આંતરિક તેમજ બાહ્ય વિશ્વમાં રહસ્યોનું ઉદ્ઘાટન કરે છે તેને સિદ્ધ સાહિત્યકારોએ કેવી પારગામી દૃષ્ટિથી નિહાળ્યું છે અને રસોશ્યલ વાણીથી નિરૂપ્યું છે તેનું ખરું મૂલ્ય હવે જ અંકાશે. મનુષ્યને વેરઝેર અને ધિક્કારના વાતાવરણમાંથી મુક્ત કરવા માટે આ અસલ “પ્રેમ-સજીવન-મૂળી' અકસીર નીવડશે. સમયના અંતહીન પથ પર પડતો-આખડતો, ફરી ઊભો થતો ને ચાલતો સેતુબંધ ૨૮૫ ૨૮૫ Page #311 -------------------------------------------------------------------------- ________________ મનુષ્ય મારી શ્રદ્ધાને પ્રેરે છે. સતત ગતિશીલ કવિદ્રષ્ટા ગાય છે : ચરર્વે મધુ વિન્દતિ. જે ચાલે છે તે મધુ પ્રાપ્ત કરે છે, સૂર્યના મધપૂડામાં મધુસિંચન કરતા, પેલા ઋષિની ઋચાનું અમૃતમધુ. ૨૮૬ સેતુબંધ Page #312 -------------------------------------------------------------------------- ________________ પરિશિષ્ટ-૧૦ નામ પત્રાંક નામ પત્રાંક અખિલ વૈદ્ય ૯૧ ૮૪, ૧૦૪, ૧૦૮, અખો ૯, ૧૩, ૪૮, ૯૮ ૧૦૯, ૧૩૫, ૧૪૨, અગેહાનંદ ૯૦ ૧૫૧, ૧૫૩ અજીત શેઠ ૩૭, ૧૪૬, ૧૪૭ ઉદયભાનું ૪૧, ૪૨, ૪૩, ૪૪ અનામી ૪૧ ઉત્તમ ૧૪૬ અનિલ જોશી ઉદય મજમુદાર ૩૯ અબ્દુલ અઝીઝ ૯૭, ૯૮ ઉમાકાન્ત પી. શાહ ૪૩ અભિનવ ગુપ્ત ૩૧, પ૬, ૭૮, ઉમાશંકર જોશી ૬, ૧૭, ૧૮, ૧૯, ૧૦૨, ૧૬૦ ર૯, ૮૩ અમરદાસ ખારાવાલા ૧૭, ૧૮, ૨૦ ઋચા ભાયાણી ૩૫, ૩૯, ૮૦ અમુભાઈ દોશી ૧૧, ૧૫, ૨૦, ૨૪, એ.એન.હાઇટ હેડ ૨૭ ૨૫, ૨૭ એડગર એલન ૫૪ અમૃત ઘાયલ ૭૭ એલ.પી.ટેસ્સીટોરી ૮૪ અમૃતલાલ યાજ્ઞિક ૨૭ ઓઘડનાથ શ્રીઅરવિંદ ૪૨, ૧૧૧, ૧૧૨ ઓફેદી ૧૦૮ અરુણ ભટ્ટ ૧૧ કબીર ૯, ૧૩, ૪૧, ૬૯, અરૂણા વૈદ્ય ૧૦૧ ૮૯, ૯૦, ૯૪, ૯૫ અવનીન્દ્ર કમલાકર મિશ્ર ૯૦ ડૉ. અશોક વૈદ્ય ૧૦૧ કરસનદાસ માણેક ૬ અર્જુન ભગત ૧૨૩ કરસનદાસ યાદવ ૨૦, ૨૪ અશ્વિન રાવળ ૧૭, ૧૯, ૨૦, ૨૧ | કરસન પઢિયાર ૨૦, ૭૬ * અંબાલાલ જાની ૪૫ કલ્યાણી ભાયાણી ૩૯, ૮૦ આનંદઘન ४४ કસ્તુરભાઈ લાલભાઈ ૪૨ આલય ૪૪ કાનજી પટેલ ૧૬ આમ્બેર કામૂ ૧૦૪, ૧૩૨ કાનજી ભુટા બારોટ ૧૪ આશીત દેસાઈ ૯૨ કાનીફનાથ ૯૭, ૧૧૮ ઇન્દુભાઈ શાહ ૧ ૨૬ કાન્તિ ભટ્ટ ૨૭ ઇન્દુબેન ભટ્ટ ૨૫, ૨૬ કાન્તિલાલ કાલાણી ૮૭ ઇશા ૧૨૧, ૧૨૩, ૧૨૬, કાન્તિસેનભાઈ ૧૨૩ ૧૨૯, ૧૩૮, ૧૪૨ કાર્લ જંગ ૫, ૬, ૧૦૪, ૧૧૧ ઈ.પા.વોલિનિ ४४ કાલીદાસ ૫૪, ૧૦૪ ઉજમશી કાપડિયા ૪૨ કુક્કરિયાદ ૯૮ ઉત્પલ ભાયાણી ૩૯, ૪૩, ૪૪, ૭૭, | કુન્તક સેતુબંધ ૨૮૭ ૭૮ Page #313 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક પ૭ ૧૧ નામ નામ પત્રાંક કુન્દનિકાબહેન ૧, ૫, ૧૨, ૧૩, ૧૨૧, ૧૨૩, ૧૨૬, ૧૫, ૧૭, ૧૮, ૨૧, ૧૨૯, ૧૪૩, ૧૪૭, ૨૫, ૨૬, ૨૭, ૩૫, ૧૫૧ ૫૪, ૫૫, ૭૫, ચન્દ્રકાન્ત અમીન ૪૯, ૭૩ ૧૦૯, ૧૧૧, ૧૧૨, | ચન્દ્રકાન્ત શેઠ ૮૪ ૧૧૪, ૧૫૭ ચન્દ્રભાલભાઈ ત્રિપાઠી ૨૨, ૯૭ કુશલલાભ ४४ ચન્દ્રિકાબેન કામદાર ૨૬ કૃષ્ણ દવે ૧૦૮ ચીમનભાઈ પટેલ ૨૭ કૃષ્ણનાથ ૧૫૯ ડૉ. ચેટરજી કૃષ્ણપાદ/કાજપા ૩૧, ૯૭, ૯૮, ૧૧૪, ચૈતન્ય ૧૦૭, ૧૧૧ ૧૧૭, ૧૧૮, ૧૧૯, જનક દવે ૩૮ ૧૩૯, ૧૪૭, ૧૪૧ જયનંદી પાદ ૯૫ કે.કા.શાસ્ત્રી જયન્ત પંડ્યા ૧૪૬, ૧૪૭ કેમ્પબેલ ૨૯ જયન્ત કોઠારી ૩૧, ૪૧, ૪૪ કોલેત કૈચ્યા જયવંતસૂરિ ૪૩ ક્રોમવેલ જયેન્દ્ર ત્રિવેદી ક્ષેમેન્દ્ર ૭૮, ૭૯ જવાહર બક્ષી ૯૭ ખોડીદાસ પરમાર ૧૫ જાલંધરનાથ ૧૧૪, ૧૧૮. ગંભીરનાથ ૧૧૪ જાલંધર પાદ ગણપતિ ૪૪, ૮૮ જી.જી.ભાગવત ૧૧ર ગાંધીજી ૧૦ જેસલ તોરલ ૩૧, ૩૮ ગિરિશ કર્નાડ જે. હોન્ડા ૭૯, ૮૨, ૧૦૮ ગુણાઢ્યા ૮૮ જોન સ્મિથ ૩૩ ગુણવંત શાહ ટોની પેન્જર ४४ ગુલાબદાસ બ્રોકર ૨૭ ટોમસ માન ગોપીનાથ કવિરાજ ૯૦, ૧૨૬ તખતદાન રોહડિયા ૧૧ ગોરખ ૧૩, ૨૨, ૨૩, ૨૪, તન્નાબહેન અધ્વર્યુ ૧૧ ૬૮, ૭૦, ૭૬, ૯૭, તરુ કજારિયા ૧પ૭ ૧૦૮, ૧૧૧, ૧૧૪, તારક્ષાદીતાડક/તાર્ટકનાડક ૧૦૬ ૧૪૦ તાડકા રાક્ષસી ૧૨૧ ગંધબાબા ૧૨૬ તારાનાથ ઝુંડ પાડેલ તેલોપાદ ૧૩૯ ઘનશ્યામ ૨ દાદુદયાળ ૧૦. ચન્દ્રકળા ભાયાણી ૩૯, ૫૦, ૧૦૭, દામુભાઈ ઝવેરી ૩૯, ૧૦૯ ૮૮ ૮૮ હ૮ ૯૮ ૨૮૮ સેતુબંધ Page #314 -------------------------------------------------------------------------- ________________ * * *I Mill , કે.જી Aળ બર્નાર્ડ શો નામ પત્રાંક નામ પત્રાંક દામોદર ४४ પાબુજી ૩૩ દાસી જીવણ ૮૩, ૧૧૦ પિતાંબરદાસ બડગ્વાલ ૧૦૮, ૧૧૧, ૧૧૨ દરિદા ૧૦૧ પીયૂષ પંડ્યા ૯૪, ૧૨૯ દેવાંગના દેસાઈ પુંજાભાઈ બડવા ૨૫, ૨૬ દ્વિવેદી-રસ્તોગી પ૬ પુરુષોત્તમ માવલંકર ૨૭ ધનજીભાઈ શાહ ૩૮, ૫૫ પ્રદ્યુમ્ન વિજયજી ૪૧, ૭૯, ૮૭, ૮૮, નટુભાઈ જોષી ૧૪, ૧૭, ૧૯, ૨૦, ૮૯, ૯૨ ૨૧ પ્રબોધચંદ્ર બાગચી ૩૧, ૯૦, ૯૭, નન્દલાલ બોઝ ૧૩૯, ૧૪૭, ૧૪૧ નરસિંહ મહેતા ૭, ૧૩, ૨૪, ૨૬, | પ્રબોધ પરીખ ૧૧૫ ૩૩, ૭૦, ૭૫, ૭૭, પ્રમેશ ગાંધી ૧૩૬, ૧૪૬ ૯૨, ૯૭, ૯૮ પ્રવિણભાઈ ભટ્ટ ૨૫ નરહર ગઢવી ૧૪૪ પ્રાગજીભાઈ વૈદ્ય ૧૪૬, ૧૪૭ નરોત્તમ પલાણ ૨૬, ૩૧ ફેબ્રિઝિયા બાલ્ટિટસેરા ૯૮ નલિની બલબીર ૮૪ ફોઇડ ૮૮, ૯૦ નાગજીભાઈ ૯ ૧૧૧ નાથાલાલ ગોહિલ ૧૪, ૧૮, ૨૬ બળવંત જાની ૫૧, ૮૪ નાનાભાઈ ભટ્ટ ૨૫ બળવંત પારેખ ૩૧ નાનુભાઈ જોષી ૯, ૧૧ બળવંતરાય ઠાકોર ૪૧ નારોપા ૧૦૬ બાપાલાલભાઈ નિરંજન રાજ્યગુરુ ૨, ૧૧, ૧૪, ૧૫, બાબરો ભૂત ૪૩ ૧૭, ૧૮, ૨૪, ૩૦, બીથોવન ૩૧, ૩૨, ૩૩, ૩૭, ભગવાનદાસ પટેલ ૨૪, ૩૧, ૩૩, ૩૫, ૩૮, ૩૯, ૭૪, ૭૯, ૩૮, ૩૯ ૧૧૦, ૧૧૧, ૧૧૨, ભટ્ટાચાર્ય . ૯૦ ૧૩૫ ભદંત કૌસત્યાયન ૧૨૧ નિરુપમાં ૧૪૬, ૧૪૭ ભરતભાઈ પાઠક ૪૨, ૪૩, ૪૪, ૪૫, નિષ્કુળાનંદ ४८ ૪૬, ૫૧, ૫૩, ૫૫, નિસિમ ઈઝેકિઅલ ૧૨૧ ૬૫, ૬૬, ૬૮, ૮૩, પં. બેચરદાસ ૧૧૪ ૮૭, ૮૯, ૯૭, ૯૮, પં. સુખલાલજી ૧૦૧ ૯૯, ૧૧૯, ૧૨૧, પદુભાઈ વિશ્રામ ૧૪૭ ૧૨૩, ૧૨૯, ૧૫૧, પાણિનિ ૧૬૦ ૧૫૯ પાદલિપ્તાચાર્ય ૧૩૧ ભાણસાહેબ ૧૩, ૨૫ આ સેતુબંધ ૨૮૯ Page #315 -------------------------------------------------------------------------- ________________ નામ ભાતખંડે ભીમસાહેબ ભોળાભાઈ પટેલ મંજુશ્રી મંજુધોષ મંજુબેન ઝવેરી મખદુમ શાહ મણીભાઈ જોષી મત્સ્યેન્દ્ર મનુભાઈ પંચોળી મનોજ રાજ્યગુરુ મનોજ મનોજ રાવલ મફત ઓઝા મમ્મટ મહાદેવભાઈ માતાજી માણેક બાવો માલતીબેન ઝવેરી ડૉ. માલિઝોં મિરચા એલિયાડ મીરાં મુગટલાલજી મહારાજ ૫૯ મુનિદત્ત મુરલીબેન મેઘાણી મૂળદાસ મેઘાણી ૨૯૦ પત્રાંક ૨૩ ૧૧૦ ૫૦ ૧૧૮ ૧૧૪, ૧૧૮ ૨૯ ૧૪૬, ૧૪૮ ૨૬ ૯૭, ૯૮, ૧૧૪ ૨૭ ૧૩૬ ૧૪૨ ૧૪ ૧૨૬ ૮૮ ૧૨૩ ૧૧૧ ૪૨, ૪૩, ૭૬ ૩૯ ર ૧૨૮ ૧૩, ૨૬, ૬૮, ૭૦, ૯૮ મોઝાર્ટ મોતીચન્દ્ર મોનિકા ટીલ- હોર્રમાન ૧૦, ૧૩ મોરારસાહેબ યજ્ઞેશ દવે ૯૫, ૯૬, ૯૮, ૧૦૯ ૩૧ ૧૩ ૪, ૧૭, ૧૦૪, ૧૧૦, ૧૧૨, ૧૨૧ ૮૬ ૪૩ ૧૩ ૯૨, ૯૭ નામ યશવંત શુક્લ રઘુવીર ચૌધરી રણછોડ રમણલાલ જોષી રમણિક શાહ ૨મા વૈદ્ય રમેશ ઓઝા રમેશ પારેખ રવિસાહેબ રવીન્દ્રનાથ ટાગોર રસિકલાલ પરીખ રામસ્વરૂપ રાહુલ સાંકૃત્યાયન રસેલ ૧૨૨ રાજેન્દ્ર શુક્લ રાજેન્દ્રસિંહ રાયજાદા ૨૩ ૧૫૯ રાધાકૃષ્ણ બજાજ રાધેશ્યામ શર્મા રામ રામકૃષ્ણ પરમહંસ રામસિંહ તોમર રૂપાંદે-માલદે રૂપાંદે શાહ ડૉ. રૂપીન વજસત્ત્વ પત્રાંક ૨૭ ૭, ૨૬ ૧૨૩ ૩૮, ૩૯, ૪૬, ૪૭, ૫૪, ૫૫, ૫૬, ૫૭, ૫૮, ૬૩, ૬૪, ૬૫, ૬૬, ૬૭, ૬૮, ૭૩, ૭૫, ૯૬, ૧૩૮, ૧૬૦ ૩૧ ૧૦૧ ૨૩ ૪૪ ૧૩ ૧૦, ૭૭, ૧૩૧ ૫૪, ૯૨ ૮૬ ૧૦૧ લક્ષ્મણ ૧૨૧ ૪૨ લાભશંકર ઠાકર લીલાશુક-બિલ્વમંગળ ૧૫૮ ૧૧૮ ૧૬૦ ૧૨૧ ૧૦૨ ૧૬૦ ૧૦૧ ૩૧, ૧૦૬, ૧૧૭, ૧૧૮, ૧૪૦ ૩૮ ૨૩ સેતુબંધ Page #316 -------------------------------------------------------------------------- ________________ ૬૦ 1. વર્ષ ૪૨. ૬૫ નામ પત્રાંક નામ પત્રાંક વનરાજ ભાટિયા ૧૩૪, ૧૩૮ ૧૬૦ વઝ-વર્થ પ૭ શીલાદિત્ય ૧૨૧ ડૉ.વાડીભાઈ ૧૦૧ શ્યામ પરમાર ૮૨ વાસુદેવશરણ અગ્રવાલ ૪૨ શૂદ્રક ૧૫૯ વિક્રમ કામદાર ૨૬ સરહપાદ ૧૩, ૩૧, ૯૨, વિક્રમાદિત્ય ૧૨૧ ૧૧૭, ૧૧૮, ૧૧૯, વિજય પંડ્યા ૧૪૨, ૧૫૪, ૧૫૫, ૧૪૩ ૧૫૬ સાતવાહન-હાલ વિદિતા વૈદ્ય ૧૦૧ સાધુ ભીખાદાસ ૧૪ વિદ્યાપતિ સિદ્ધોનાં નામ ૧૧૨ વિધુશેખર ભટ્ટાચાર્ય ૯૦ સુધાબહેન(સુંદરમના પુત્રી) ૧૧૧ વિનયશ્રી સુમયિ ૧૧૮ સુન્દરમ્ ૧૧૧, ૧૧૨ વિનોદ મેઘાણી ૯૧, ૯૨, ૧૦૪, સુભાષ દવે ૪૧, ૪૩, ૪૪, ૪૮, ૧૧૪, ૧૨૩ વિવેકાનંદ ૧૦૨ સુરેન્દ્રભાઈ દવે ૧૪૬ વિશ્વામિત્ર ૧૨૧ સુરેષ જોષી ૩૯ વુડરોફ સુરેશ દલાલ ૨, ૨૭, ૩૫, ૫૫, વ્રજવલ્લભ દ્વિવેદી ૩૧, ૩૩, ૧૨૬ ૭૦, ૮૪, ૧૦૩, શંકરાચાર્ય ૭૯, ૧૦૧ ૧૦૪, ૧૦૫, ૧૧૨, શરચ્ચન્દ્રદાસ ૯૮ ૧૧૪, ૧૨૪, ૧૩૩ શહિદુલ્લાહ ૯૮, ૧૩૯, ૧૪૦, | સૂરજ રામાવત ૩૮ ૧૪૧ સોમદેવ ડૉ. શાંતિભાઈ-મંજુલાબેન ૬૮ સોમેશ્વર પ૨ શાંતિભિક્ષુ શાસ્ત્રી ૯૭ નેલગ્રોવ ૯૦ શામળ ૪૨, ૪૪, ૪૫, ૪૮, ડૉ. પૂનરા ૯૧, ૯૨ ૫૧, ૭૩, ૭૪ સ્વયંભૂદેવ ૧૬૦ શાલિગ્રામ વૈશ્ય ४४ સ્વામી આનંદ શિરીષ પંચાલ પ૫, ૧૪૦ સ્વામી દત્તયોગેશ્વરતીર્થ ૧૧૧ શિરીષ પંડિત ૧૧૪ સ્વામી નિત્યાનંદ ૬૮ શિવદાસ સ્વામી પ્રકાશાનંદ ૬૮ શિવલાલ જેસલપુરા ૯, ૪૯ હરકિશન મહેતા ૨૭ શીલચન્દ્ર વિજયજી ૮૪, ૧૩૧, ૧૩૫, હરપ્રસાદ શાસ્ત્રી ૩૧, ૧૧૩, ૧૧૭, ૧૩૬, ૧૩૮, ૧૩૯, ૧૧૮ ૧૪૧, ૧૪૫, ૧૫૯, | હરિતભાઈ ત્રિવેદી ૩૪, ૩૫ ૭૮ ८८ સેતુબંધ ૨૯૧ Page #317 -------------------------------------------------------------------------- ________________ પત્રાંક હેવજ નામ પત્રાંક નામ હરિભાઈ પંચાલ ૧૭, ૨૦ હિરેક્લિટસ ૮૯ હરિમોહન ઝા ૯૦ હેનરી બર્ગમાં ૧૧૧ હરિહર કવુિં ૧૧૩, ૧૧૭ હેમચન્દ્ર ૨૧, ૪૬, ૫૪, ૬૦, હરીન્દ્ર દવે ૨૭, ૭૯ ૮૮, ૧૪૬, ૧૪૭ હર્ષદ પુજારા ૩૭, પ૯, ૬૨, ૬૩, | હેમંત દેસાઈ ૧૨૯ ૭૪ ૧૧૮ હસમુખ પાઠક ૨૫, ૮૩, ૧૦૯, | C.K.Ogden ce ૧૧૧, ૧૧૨ Erwin schrodinger ૧૦૪ હસુ યાજ્ઞિક ૧૦, ૧૧, ૧૨, ૧૩, ૧૪, ૧૫, ૧૬, ૧૭, Gnoli ૨૨, ૨૪, ૨૮, ૬૪, , Goethe ૬૮, ૭૬, ૧૪૫ I.A.Richards ૮૯, ૯૦ હાદ્રિખ ત્સિમર MahachandraMuni 99€ હાર્ડ ૮૩ Per Knaeral ૯૮, ૧૦૯ હિમ્મત ઝવેરી Tuci હિમાંશી શેલત ૯૦ ૫૦, ૧૦૩, ૧૦૪, | ૧૧૪, ૧૧૭, ૧૨૧, | Wittgenstein ce ૧૨૩, ૧૩૫ ૮૬. ૨૯૨ સેતુબંધ Page #318 -------------------------------------------------------------------------- ________________ તમારા પત્રનો જવાબ લખવા બેસું ત્યાં પાંચ પુસ્તકો-પાંચ દીવા ચેતાવી ગયા. થયું કે સંશોધન તો તમારું ગૌણ કાર્ય છે, મૂળમાં સત્ત્વ ને સૌન્દર્યની શોધ છે. ઋચામાધુરી, કાલિદાસવંદના, કૃષ્ણકાવ્ય, ભારતીય સંસ્કાર પરંપરા અને આપણે તથા ભાષાસાહિત્યનું પ્રાણસંકટ-આ બધાં પુસ્તકોમાં ચેતનાની ઉપાસના અને જ્યાં જ્યાં ચેતન હણાય છે ત્યાં ઉપજતી ચિંતા જોઈ શકું છું. ભાઈ, તમે એક નવી કેડી કંડારી આપી છે. હવે તેના પર યાત્રીઓ પગલાં માંડતા થાય એ જોવા હું ઝંખું છું. (મકરંદ દવે, પત્ર-૫) આજે ભજનરસ, તપોવનની વાટે તથા ગર્ભદીપ મળ્યાં. ‘ભજનરસ'માં તમે મોટું કામ કર્યું છે. અમુક ભજનના પ્રવેશદ્વારથી તેના લગોલગના, માલખજાના ભરેલા ઓરડાઓમાં તમે ડોકિયું કરાવ્યું છે - અક્ષય ભંડાર ખોલી આપ્યો છે. આ દિશાનાં દર્શન કરવાની મારી વૃત્તિ જાગી, તે હમણાં જ કેમ જાગી ? એવા પ્રશ્નનો કશો સીધો ખુલાસો ન મળે તો ધામિર્ક પરંપરા પ્રમાણે સત્કર્મના ઉદયને જશ આપવામાં એવો કશો ‘બુદ્ધિકોહ’ થતો લાગતો નથી ! (હરિવલ્લભ ભાયાણી, પત્ર-૭)