________________
સંરક્ષણ ને સંશોધન બે ઉપર ભાર, સાથે તાલીમ આપવાનું પણ સગવડ કરતાં આગળ ધપાવીશું.
મેઘાણીના પત્રોનું પુસ્તક લગભગ તૈયાર છે. સાતસો પાનાં ઉપર થશે. પ્રસ્તાવનામાં તમારા પત્રનો ઉપયોગ કર્યો છે. ચાલીસ વર્ષો પહેલાં તેણે જે બૂમો પાડેલી, ચીસો નાખેલી– આ લોકધનને ઉગારી લેવાની – તે આજે પણ આપણે છાતી ફાડીને નાખવી પડે છે. આજે તો ‘નંદિગ્રામ' જેવું એક પડ જાગતું થતું આવે છે, ત્યારે યે આ હાકલ વાયરે વેરાઈ જશે ?
મારી તબિયત જાળવું છું. કુન્દનિકા કામના ઢગલા નીચે. તમને ઘણીવાર યાદ કરીએ છીએ. ઉમાશંકરભાઈ આવી ગયા ત્યારે નિરુએ, “કોઈ દેખંદા, નીરખંદા, પરખંદા, આ ઘટમાંઈના લલકાર કરેલા. આપણે તો આ ઘટમાં જ અમૃત ભરી બેઠા છીએ. જય હરિ !
મકરન્દ
સેતુબંધ
૨૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org