________________
પહેર્યાં છે, જે મીરાંની વેદનાને ય વધાવે છે, એને જ ગિરધર મળે. હમણાં મેં એક આપણા રિલ્કેની ‘ટેન્થ એલેજી’ (દસમી કરુણાંતિકા)માં એક વાક્ય વાંચ્યું. એણે આપણા માટે કહ્યું છે કે ‘વી, વેઈસ્ટર્સ ઑફ સૉરૉઝ...' આપણે વેદનાને વેડફી નાંખનારા છીએ. વેદના જેવું ધન મળ્યું છે, આપણને જગાડવા માટે : એને વેડફી નાખીએ છીએ. વેદનાને તો જો ઘૂંટી ઘૂંટીને ધોળીએ તો વેદનામાંથી કમળ પેદા થાય છે. ફૂલ પ્રગટે છે, સુગંધ પ્રગટે છે, અગ્નિગુલાબ પ્રગટ થાય
છે.
આ લોકોએ તો વેદનાને સામેથી બોલાવી છે પણ આપણે ભાગીએ છીએ. ‘મ્હારી વ્હાલભરી વેદના આવો, આવો તો વ્હાલથી ભેટીએ.’ સુખ ઠીક છે, દુ:ખ ઠીક છે, પણ સુખ કે દુઃખ નિદ્રામાં જ કેદ છે. એક ભયસ્થાન છે : ‘સગાં બનીને સુખ સવારે આવ્યાં,
સાંજ સુધી રોકાણાં
રાત પડી ત્યાં રસ્તા લીધા
પાછા નવ ડોકાણાં
એવી જૂઠી સુખની યારી રે... સુખડાંએ તો દીધા દગા...' સુખડાં કદાચ દગો દેતા હશે, દુઃખ કદી દગો નહિ ઘે. એને આનંદથી વધાવે છે મહાકવિ ટાગોર :
એય કરે છો ભાલો નિષ્ઠુર...'
હે નિષ્ઠુર ! તેં સારું કર્યું. હે ભયાનક ! તેં બહુ દયા કરી. શું વાત છે ?
એય કરે છો ભાલૌ નિષ્ઠુર એમની કરે હૃદયે મોર દારૂણદહન જવાલો નિષ્ઠુર...'
તેં સારું કર્યું નિષ્ઠુર : તે ઘણું જ સારું કર્યું. આ જે ગાન ઊઠે છે; નિષ્ઠુરને જ્યારે વધાવે છે ત્યારે નિષ્ઠુર પોતાનામાં રહેલો પ્રેમ-આનંદ તે વ્યક્તિને આપે છે. રવીન્દ્રે જ ગાયું છે :
૨૭૦
વજે તોમાર બાજે બાંસી સે કી સહજ ગાન...'
સેઈ સૂરે તે જાગબો આમી, દાવો સેઈ પોર કાન
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org