________________
વજ્રના ગડગડાટમાં, વીજળીના કડાકા-ભડાકામાં તારું મધુર ગાન છે. આપત્તિમાં, વિપત્તિમાં, રોગમાં, શોકમાં તું જ બંસી બજાવી રહ્યો છે, જો કોઈ સાંભળી શકે તો. નિઃશેષ બની જવાનું છે
એક મીરાંની સાખી મને યાદ આવે છે ઃ એ આખી સાંભળીએ છીએ ત્યારે થાય છે કે એને કેવું, કેટલું થયું હશે ?
લકડી જલ કોયલા ભઈ, કોયલા જલ ભઈ રાખ; મેં બિરહન એસી જલી ન કોયલા ભઈ ન રાખ.’
આમ જ્યારે નિઃશેષ સંગ થાય, સર્વાંગભાવે અગ્નિથી પીડવામાં આવે ત્યારે એનો કદી ક્ષય થતો નથી. ફરી એક ટાગોરની પંક્તિ કહ્યું : ‘ઉદયેર પથે સુનિકાર વાની, ભય નાહી ઓરે ભય નાંહી.. નિઃશેષ પ્રાન જે કોરીબે દાન ક્ષોય નાહીં તોર ક્ષોય નાહીં...'
ઉદયના પથે આ કોની વાણી સાંભળું છું ? નિર્ભયતાની વાણી. જેનો કદી ક્ષય નથી, એ અક્ષયની વાણી વહ્યા જ કરે છે.
એટલે મને એમ થાય છે કે ઘણું બોલું. હજી ઘણી વાતો કરું... હજી ઘણી વાતો મનમાં ઊગે છે. એક શેર મને યાદ આવે છે :
સેતુબંધ
પરસ્પરનો પ્રેમ બઢાવો. ‘જુલ્મ તો ગુલઝડી બની જાશે, જખ્મની પૂરી જાણકારી કર; દિલની વસ્તી હવે ન દુનિયાની, આવે છે, બંધ બારી કર...’ જ્યારે જ્યારે મેઘાણીભાઈને યાદ કરું છું ત્યારે ઘણાં સ્મરણો જાગે છે. સતત એક વાત યાદ આવે છે ઃ મધ્યાહ્ને સૂર્યાસ્ત થયો, પણ સૂર્ય હજી તપે છે; અસ્ત થયા પછી પણ સૂર્ય અસ્ત પામ્યો નથી. અને મીર તકી મી૨નો એક શેર કહેતાં કહેતાં પૂરું કરું. કારણ કે શક્તિની મર્યાદા છે, સમયની મર્યાદા છે અને તમારી ધીરજની યે મર્યાદા છે.
‘દિલ જલી જિંદગીથી યારી કર આગથી આગ પર સવારી કર ગમગીની છે ગલીચ અંધારી હાથ દે વાત બેક પ્યારી કર.'
‘જમાના બડે શૌકસે સૂન રહા થા...'
‘મેઘાણીભાઈ ! બોલો’... ‘મેઘાણીભાઈ ! બોલો... હજુ બોલો'
૨૭૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org