________________
પ્રાકૃત ભાષા ઉપર તેમણે ઘણું સંશોધનકાર્ય પ્રકાશિત કર્યું છે), તેમનો વાર્તાલાપ એલ.ડી. ઇન્સ્ટિટ્યુટમાં રાખેલ તેમાં હાજર રહેવું પડે તેમ હતું, એટલે તેમની સાથે મેં પણ ત્રણેક લુપ્ત સંસ્કૃત પ્રકરણ–પ્રકારના નાટકો વિશે મારો વાર્તાલાપ ગોઠવી દીધો ! હવે ચારેક સંશોધકોના પુસ્તકનું પુરોવચન કે તેમનું લખાણ તપાસી જવાની માગ માથા ઉપર તોળાઈ રહી છે. મારા ચાર છપાઈ રહેલાં પુસ્તકનું કામ અદ્ધર લટકે છે, અને આવી પડેલાં પત્રોનો ઢગ સામે આંખ કાઢી ઘૂરકે છે. તમને અતિથિવર્ષા ભીંજવી રહી છે, મને સંશોધકોની પત્રવર્ષા ડુબાડી રહી છે. પણ પૂછે તેને આપણે કશુંક જાણતા હોઈએ તો તે કહેવાની ના પણ કેમ પડાય ? વચ્ચે વળી વર્તમાન સાંસ્કૃતિક અસ્તવ્યસ્તતા અને અંધાધૂંધ અરાજકતા વિશે કશુંક વિચારપ્રેરક વાંચવાનું થાય તો તેનું તારણ ગુજરાતી વાચકો પાસે મૂકવાનો લોભ રહે. મુંબઈ હતો ત્યારે, કલકત્તાની અનામિકા કલાસંગમ સંસ્થાની રૌપ્યજયંતી ઉપર આપણી પ્રયોગલક્ષી કલાઓના છેલ્લા પંદર વર્ષનો પ્રમાણભૂત અને પ્રદેશવાર અહેવાલ આપવાની યોજના નીચે રંગભૂમિ અને સિનેમાને લગતો બીજો ગ્રંથ પ્રકાશિત થયો તે જોવા મળ્યો (ઉત્પલે તેમાં ગુજરાતની રંગભૂમિ વિશે લખ્યું છે). તેનો સારાંશ તૈયાર કર્યો તે ફા.ગુ.રૈમા.ના આગામી અંકમાં આવશે. મેં હકદાવે એક છૂટ પણ લીધી છે તે જણાવું : ભાઈ સુરેશ દલાલ સંચાલિત નવી પ્રકાશન સંસ્થા Image તરફથી મારા સંસ્કૃત-પ્રાકૃત મુક્તકોના અનુવાદોનો એક નાનો સંચય હમણાં જ પ્રકાશિત થયો, તે વગરપૂછ્યું તમને અર્પણ કર્યો છે. બેચાર દિવસમાં નકલ તમને ટપાલમાં મળી જશે. તમે અનુસંધાન', ઘણીબધી પળોજણ વચ્ચે પણ, ઝીણી નજરે જુઓ છો (અને કુલિંગ' પર તમે જે લખ્યું છે તે તો આગામી અંકમાં આપવાનું નક્કી છે) તેની પ્રશંસા કરું તો અહોભાવમાં સરી પડાય ! પાઠ અને અર્થની બનતી ચોક્સાઈ કરવી એ, પ્રથમ સોપાન. તાત્પર્ય બરાબર સમજવું એ બીજું, અને સાંસ્કૃતિક પરંપરામાં તે તે સમયના આચાર-વિચાર પરત્વે એ લખાણની પ્રભાવકતા કે મૂલ્યવત્તા આંકવી તે ત્રીજું, આમાં જે કાંઈ થોડુંક થઈ શકે તે કરતા રહેવાનો આનંદ છે.
| Alternative ના નવા અંકમાં આપણી (એટલે કે વિશ્વની) સાંસ્કૃતિક દશાના વર્તમાન પર એક આંખ ઉઘાડતો લેખ છે. તમને પરિશ્રમ ન પહોંચાડવા હું તેની ઝેરોક્સ કરાવી નથી મોકલતો, પણ તેનો સારાંશ તૈયાર કરી ક્યાંક પ્રકાશિત કરવા ધારું છું. એક વાક્યમાં કહેવું હોય તો કહેવાય કે હવે આપણે સેતુબંધ
૧ ૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org