________________
૧૨૦
(૮૪)
મકરન્દભાઈ,
પ્રતિકૂળતાઓ વચ્ચે પણ નિરાંતે લખેલ તમારા ૧૫–૨ અને ૧–૩ના પત્ર મળ્યા. તેમાં સંતસુધાસાગરમાંથી થોડીક આચમનીઓ કે મોતીઓની પણ તમે લહાણી કરી છે. હવે પહેલાં ટૂંકમાં મારી દાસ્તાન. નાનામોટા સમારંભોમાં ન જવા—ભાગ ન લેવાની મનથી પ્રતિજ્ઞા લીધી હોવા છતાં, સ્વાસ્થ્ય પણ કાંઈક ખખડ્યું હોવા છતાં, ભાવનગર તા. ૧-૨ના રોજ ગયો. ૨–૨ ના જૈન કથા સાહિત્ય વિશે સંગોષ્ઠી રાખી હતી : મુનિ શીલચંદ્રવિજયજીને આચાર્યપદ—પ્રદાન નિમિત્તે. ૩–૨ના એ સમારંભ હતો. મહારાજશ્રીની સાહિત્યસંશોધનમાં ઊંડી રુચિ અને આપણા પરંપરાગત સાહિત્યધનના સંરક્ષણ માટેની સક્રિયતા, તથા મારા પ્રત્યેની ઊંડી લાગણીને લીધે જવાનું મેં સ્વીકાર્યું હતું ‘અનુસંધાન’ એમની પ્રેરણાથી સ્થપાયેલ ટ્રસ્ટ દ્વારા પ્રકાશિત થાય છે તે તમે જાણો જ છો. ભાવનગરથી, કેટલીક સાહિત્યસંશોધનને લગતી બાબતો વિશે મહારાજશ્રી સાથે વાત કરીને, ૫–૨ના અમે મુંબઈ પહોંચ્યાં. ત્યાંથી ૨૩–૨ અમદાવાદ પાછાં. ત્યાં છેલ્લા આઠેક દિવસ કફનો પ્રકોપ થયો હતો તે અહીં આવ્યા પછી ઉગ્ર બનતાં, ઍલોપથી—એન્ટીબાયોટીકને આશરે જવું પડ્યું. પાંચ દિવસની દવાથી અત્યારે ઠીક ઠીક રાહત છે, પણ બધું– શરીરમન—પાટે ચડતાં હજી દસ—પંદ૨ દિવસ નીકળી જશે. દરમિયાન મુંબઈમાં, તા. ૨૧ થી ૨૩ ફેબ્રુઆરી બિકાનેરમાં એલ.પી. તેસ્સિતોરી ઉપર ઇટાલીની યુનિવર્સિટીએ મળીને જે એક આંતરરાષ્ટ્રીય સંગોષ્ઠી રાખી હતી તેને માટે નિબંધ તૈયાર કરી મોકલી આપ્યો. આપણાં અઢારેક હજાર જેટલાં ગામનામોનું ભાષિક, સાંસ્કૃતિક અધ્યયન મારા માર્ગદર્શન નીચે ડૉ. ચંદ્રકાન્ત શેઠે તૈયાર કર્યું હતું, તેનું પ્રાસ્તાવિક લખ્યું. ઉપલેટામાં સૌરાષ્ટ્ર યુનિ.ના બળવંત જાનીએ અખિલ ભારતીય લોકવિદ્યા પરિષદનું ૧૫મું અધિવેશન યોજેલું (૨૯—૨ થી ૨–૩) તેમાં ઉદ્ઘાટન—પ્રવચન આપવા જવાનું માંડી વાળવું પડ્યું, પણ તે લખી, છપાવીને મોકલી આપ્યું (નકલ તમને મોકલું છું). બિકાનેર—સંમેલનમાંથી પેરિસ યુનિ.ની બે અધ્યાપક બહેનો— કોલેત કૈય્યા અને નલિની બલબીર પાંચ દિવસ માટે અમદાવાદ આવેલ (જૈન સાહિત્ય અને
સેતુબંધ
Jain Education International
અમદાવાદ
તા. ૬~૩–૯૬
For Private & Personal Use Only
www.jainelibrary.org