________________
સેતુબંધ
(૮૩)
મકરન્દભાઈ,
‘ઉદ્દેશ’ (જાન્યુ. ’૯૬)માં ઉમાશંકર પરની સ્મરણનોંધમાં આપેલ દાસી જીવણના ભજનની પંક્તિઓમાં ‘દેખંદા’, ‘નીરખંદા’, ‘પરખંદા’ એ શબ્દો મૂળે તો પંજાબી ભાષાના છે. સંતભક્તોની વાણીમાં વિવિધ ભાષાપ્રદેશની રચનાઓનો પરસ્પર પ્રભાવ પડતો રહેતો. સ્વાસ્થ્ય ઠીક છે ? ભાઈ હસમુખ પાઠકે ખબર આપી કે ભરતભાઈ સ્ટેઈટ્સ ગયેલા છે. તેમણે મારી પાસેથી હાર્ડીનું ‘Religious Cultures of India જોવા મગાવી લીધું છે.
હ. ભાયાણીના નમસ્કાર
Jain Education International
અમદાવાદ
તા. ૨૯-૧-૯૬
For Private & Personal Use Only
૧૧૯
www.jainelibrary.org