________________
(૧૩૬)
અમદાવાદ
તા. ૩-૬-૯૮ મકરન્દભાઈ,
પત્રની પ્રતીક્ષા હતી. સ્વસ્થ છો, જાણી નિશ્ચિત. હું શરીરથી તો સારો થઈ રહ્યો છું – અશક્તિ ઘટી છે. પણ મન અસ્વસ્થ રહે છે. ઊંડે ઊંડે વ્યાપક વિષાદ. આવા વિષાદનું આક્રમણ પહેલી જ વાર થયું છે. પ્રવૃત્તિઓ એટલે કે લેખન-સંશોધન-વાચન તો ચાલ્યા જ કરે છે. હળવાભળવાનું, ચર્ચાઓ કરવાનું એમ જ ચાલે છે. બહારથી કશો ફરક પડ્યો નથી. પણ બધાની વ્યર્થતા સતત ડોકાય છે. રાજકારણ, સમાજ, શિક્ષણ, સાહિત્ય, મધ્યમવર્ગીય ભોગવિલાસમાં રચીપચી રહેણીકરણી, “આસુરી બળોની વધતી જતી બોલબાલા– આવું બધું અત્યારે તો થોડીક પણ આસપાસ નજર ફેરવનારને વગર પ્રયાસે આંખમાં અથડાય. તો બીજી બાજુ, સ્વાર્થની કશી ચિંતા કર્યા વિના, પીડ પરાઈ જાણનાર પણ નાનાં નાનાં જૂથોમાં સર્વત્ર છે જ. અને માનવીય–આધ્યાત્મિક આચારવિચાર સેવનારાની ખોટ નથી– એમ બુદ્ધિથી હું સમજું છું. પણ રોજબરોજ જે બધું અથડાયા કરે છે, તેથી “આ બધું શું કામ ? શા માટે ? અંતિમ અર્થ શો ? કઈ દિશા?' એવો અવાજ ઊડ્યા કરે છે. સ્વાથ્ય ઢીલું પડ્યું, આવજા અટકી ગઈ, માત્ર તેના જ પરિણામલેખે આ ઘટાવી શકાય તેમ નથી. હું બધી વસ્તુમાં ઓછોવધતો રસ લઈ શકતો, તેની જગ્યાએ Withdrawal ની મનોદશા પ્રભાવક બનવા લાગી છે. આ વિષના મારણ તરીકે તમારી પાસે જે નોળવેલ છે, તે મારી પાસે નથી. નાભિનંદતિ ન દ્રષ્ટિ ન શોચતિ ન કાંક્ષતિ– દુઃખેડૂબુદ્ધિગ્નમના સુખેષ વિગતસ્પૃહ – એ બધું કંઠસ્થ છે, પણ “શા માટે એવો અવાજ સંભળાતો રહે છે. એવે વખતે, કહોને કે “દિવ્ય પ્રેરણાથી, તમે તમારું મુક્તક મોકલ્યું : સઘન છે – ઓછામાં ઓછા શબ્દોમાં દાબી દાબીને અર્થ ભર્યો છે : એક મુક્તકકવિએ કહ્યું છે : આ સુંદરીમાં વિધાતાએ દાબીદાબીને સૌંદર્ય ભર્યું છે, તેથી તેના, આ કુરુલ, જાણે કે ઓકળી પડી હોય એવો ભાસ કરાવે છે – જીવતા હોઈએ તો આવી મળે તે કશું પણ ન ખોવું : પણ બધા દાર્શનિકોને – ભક્તોને નહીં– જે દુરિતના, અનિષ્ટના તત્ત્વ પજવ્યા છે, તેનું સમાધાન તો જાતે જ ટૂંઢવું રહ્યું. ૧. કુલ = વાળની લટ. સેતુબંધ
૨૦૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org