________________
ઉપરાંત વિશેષ સંકેત પ્રસંગાનુસાર હોય પણ. લોકોમાં જે “લૌકિક વ્યુત્પત્તિઓ', અજ્ઞાનથી, વિનોદ કે રમત ખાતર પ્રચલિત બને છે – “ટપ દઈને આલી જાય તે ટપાલી', “ભય ત્રીજો તે ભત્રીજો”, “માશી-મા જેવી તે માશી”, “બાને પાળે તે બાપા' તેની તો ઠેઠ ઉપનિષદો, યાસ્ક અને પુરાણો વગેરેમાં અઢળક સામગ્રી પડી છે.
“બૌદ્ધો ને ઉતારી પાડવા તે ઉપરથી “બુદ્ધ, જૈનોને ઉતારી પાડવા - કેશલોચ' કરાવે તે ઉપરથી ‘લુચ્ચો વગેરે folk-elymology ના પ્રદેશમાં આવે. ઉપરટપકેના ઉચ્ચારસામ્ય અને લોકપ્રચલિત માન્યતાને આધારે શબ્દના મૂળનો તેમાં ભળતો ખુલાસો આપી દેવાય. ધ્વનિપરિવર્તન અને અર્થપરિવર્તનની ઐતિહાસિક સામગ્રી અને દૃષ્ટિથી તે સમર્થિત ન હોય. હા, તમે જેમ કથાઓમાં અંગત રીતે ઊંડો મર્મ હોવાનું જુઓ છો – બતાવો છો, તેથી આજના વાચકભાવક-જિજ્ઞાસુને નવી રીતે જોવાનો લાભ થાય ખરો.
ઈન્વેક્શનની અસર તમને થઈ અને હવે મુક્ત થયા છે તેથી સલાહ આપવાનું મન થાય છે કે ઘટતી સાવચેતી રાખશો - A grade security !
લેખસંગ્રહ છપાઈ રહેવા આવ્યો છે તે પણ સારા સમાચાર છે. તમારાં લખાણો સંગ્રહસ્થ થતાં રહેવા જોઈએ. તેમાંથી અંગત અનુભવના સ્પર્શવાળો ઘણો માલમસાલો મળતો રહે.
હવે મારું પુરાણ. તમે પહેલેથી મને “આત્મીય સંબોધને નવાજયો છે, મારાથી પાછા કેમ પડાય ? પત્ર લખવાનું મુલતવી રાખતો હતો, કેમ કે ઘણું તરતમાં પાર પાડવાનું હતું, અને તે પછી નિરાંતે પત્ર લખવાનો આનંદ માણી શકાય, કહેવાનું સરખી રીતે કહેવાય. અત્યારે હું ગોળનો મસમોટો ગાંગડો ઊંચકી ચાલવાનું કરનાર મકોડાની હારમાં છું. એક સાથે સાતઆઠ પુસ્તકો – છપાય-કેટલાંકમાં “ઇટેલિક્સ', “ડાયાક્રિટિક’ ચિહ્નો, બોલ્ડ, રોમનની સાથે નાગરી, બધું એક જ પંક્તિમાં આવે એવી ટેકનિકલ સામગ્રી એટલે છાપનારનું તેલ નીકળે અને સતત પાછળ ન પડીએ તો ભૂલો ઘણી રહી, અર્થનો અનર્થ થાય અને બેદરકારીનો અપજશ કપાળે ચોટે. છેવટે ત્રણ પાર પડ્યાં, ચોથું અઠવાડિયામાં અને “અનુસંધાન'નો ૧૦મો અંક પણ આજે પ્રકાશિત થઈ ગયો. ત્રણ સંશોધકોના મહત્ત્વના પુસ્તકના પ્રકાશનમાં, સંશોધનમાં સહાયની દૃષ્ટિએ અને આર્થિક પ્રબંધ કરવામાં મેં રસ લીધો તેથી તે પણ અઠવાડિયામાં પ્રકાશિત
સેતુબંધ
૧૯૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org