SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ શિથિલ હોઈ, હજી સુધી પુસ્તકો નહીં મોકલાયાં હોય. તેની યાદ આપીશ. એ જ રીતની જૈન રાસાઓમાં આપેલી તત્કાલીન લોકપ્રિય દેશી ગીતોની પંક્તિઓની સૂચિ (‘દેશીઓની સૂચિ') છપાવી શરૂ થઈ છે. લોકસાહિત્યના સંશોધનને લગતાં મારા લેખો એકત્ર મૂકી ‘લોકસાહિત્યનાં મૂળ અને કુળ' નામે હમણાં જ પ્રકાશિત કર્યા છે. તેની નકલ પણ ટૂંકમાં તમને મોકલી આપીશ. કુંદનિકાબહેને નોતરું આપ્યું, પણ એ વિનાયે તમારે ત્યાં આવી બેચાર દિવસ ગપગોષ્ઠી કરવાનું મન કેમ ન થાય ? પણ જ્ઞાનગુમાનની ગાંસડી હજી પણ નીચે મુકાતી નથી, પ્રવાસ માટે શારીરિક ર્તિ કે હોશ ઘટી રહ્યાં છે- છતાં ઉનાળા પછી મુંબઈ આવતાં જતાં કશીક ગોઠવણી કરવાનું મનમાં છે. તમારા બંનેનું સ્વાથ્ય સારું હશે. હ, ભાયાણીના નમસ્કાર X સેતુબંધ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004526
Book TitleSetubandha
Original Sutra AuthorN/A
AuthorH C Bhayani, Markand Dave
PublisherKalikal Sarvagya Shri Hemchandracharya Navam Janmashatabdi Smruti Sanskar Shikshannidhi Ahmedabad
Publication Year2002
Total Pages318
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy