________________
(૨૭)
૩૦ ઑગસ્ટ ૧૯૯૦
નંદિગ્રામ આત્મીય ભાઈ
પત્ર મળ્યો. મારી તબિયત હવે સારી છે. કિડની અને બ્લેડરમાં પથરી હતી ને કીડની કામ કરતી બંધ પડી ગઈ હતી. તાત્કાલિક ઓપરેશન કરાવવું પડ્યું. ‘સિસ્ટોસ્કોપી’ને ‘લિથોટ્રિીપ્સી જેવાં આધુનિક ઉપચારને લીધે વાઢકાપમાંથી મુક્તિ મળી. આવી સર્જરીને લીધે દરદીને કેટકેટલાં કષ્ટમાંથી મુક્તિ મળી એ વિચાર કરું છું ત્યારે આવાં સાધનોના શોધકોને માથું નમે છે. આપણા યુગની સર્વોત્તમ પ્રાપ્તિ અંગે કોઈએ એ. એન, વ્હાઈટહેડને પૂછ્યું ત્યારે તેણે કહ્યું ed : Discovery of anaesthesia and decline of christian theology.' આ બંનેએ મળીને આપણને આ દુનિયાના ને પરલોકમાં દોઝખમાંથી બચાવી લીધા. શસ્ત્રકિયા ને શાસ્ત્રકિયા બંને જોખમી છે ને સતત સુધાર માગી લે છે. ઇસ્પિતાલમાં સોળ દિવસ ગાળ્યા. કાંઈ ગરબડ ન થઈ ને પાછો ખેતરે આવી ઝૂકી ગયો છું.
તમે ખબર ન પુછાવી શક્યા તેનો વસવસો ન કરશો. વર્ણપૂછ્યું આ પત્રમાંથી જે લાગણી નીતરે છે એ મારી મોટી કમાણી છે. ને મારા મનમાં એક અફસોસ રહી ગયો તેની મનમાં ખૂંચતી કાંકરી યે કાઢી નાખ્યું. મારે માટે નવી નવાઈ ગણાય એમ હું અમદાવાદ આવી ગયો. તમને મળવાનું ઘણું મન હતું પણ મળવા આવી ન શક્યો. મારાં એક કુટુંબીજન જેવા માજીએ રઢ લીધી કે મળવા આવો કે તેડી જાઓ”. એ તો પથારીવશ હતાં. મારે જ આવવું રહ્યું. તેમની પાસે પાંચ દિવસ ગાળ્યા ને એ તો હરતાં–ફરતાં થઈ ગયાં. કોઈ સાહિત્યકાર મિત્રો કે સંબંધીઓને સમાચાર નહોતા આપ્યા. કાનોકાન સાંભળ્યું તે મળી ગયા. મારે જ કહેવાનું રહ્યું : “અ–મિલન ચિત્ત ન ધરો.' પરંતુ આ ચિત્ત–મિલનની મહદ્ કૃપા, એના માટે ભગવાનનો પાડ માનું છું.
આ પત્ર મનમાં ઘોળાતો હતો ત્યાં બીજું નિમિત્ત પણ આવી ચડ્યું. નંદિગ્રામને બિચારાને કંસના રાજમાં જ ઉછરવાનું આવ્યું છે. પણ આજ સુધી તો એક પછી એક ઘાતમાંથી ઊગરતું આવ્યું છે. અહીંના રાજકારણીઓ ને તેના મળતિયા અમલદારોના ત્રાસ વિષે ન લખું એટલું જ સારું. તેમનો ડોળો આ સેતુબંધ
૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org