________________
(૧૦)
અમદાવાદ
તા. ૧૨-૭-૮૮ મકરન્દ્રભાઈ
તમારા સ્નેહભાવભર્યા પત્રથી આનંદ થયો. ઉચ્ચ શિક્ષણની જે પરંપરામાં મારું ઘડતર થયું તેથી આપણા અતીતનાં ભાષા-સાહિત્યની અપ્રકાશિત સાધનસામગ્રીને પ્રકાશમાં લાવવાના કામમાં જ અત્યાર સુધી લાગી રહેવાનું મારે બન્યું. ભારતની પોતીકી આજે પણ જીવતી-શ્વસતી સાંસ્કૃતિક પરંપરાને ચિકિત્સક દૃષ્ટિએ જોવા જાણવા તરફ ધ્યાન ન ગયું. છેલ્લાં ત્રણચાર વરસથી આધુનિક પશ્ચિમનો રાક્ષસ બધું જ હડપી રહ્યો છે. ગાંધી, ટાગોર જેવા નામશેષ જાણે કે બની રહ્યા છે, આપણે આપણે બે ત્રણ પેઢીમાં જ કદાચ મટી જશું એવું સ્પષ્ટપણે વર્તાવા લાગ્યું. એટલે તમારા જેવા વરસોથી જે કરી રહ્યા છે તે કાર્યમાં મોડેમોડે પણ થોડુંક થઈ શકે તો કરવાના “શુભકર્મ'નો ઉદય થયો !
ગુજ.સા.અકાદમીના મહામાત્ર ડૉ. હસુ યાજ્ઞિકને મેં પદ-ધોળ-ભજન વ.ની પરંપરાની નોંધણી-મેળવણી અંગે એક પ્રાથમિક કામચલાઉ દરખાસ્ત મોકલી. ડૉ. યાજ્ઞિકે તેમાં ઊંડો રસ લીધો અને અકાદમીની સ્થાયી સમિતિએ એ યોજનાનો પ્રસ્તાવ મંજૂર કર્યો. “શબ્દસૃષ્ટિ'ના જુલાઈ-અંકમાં આ વિશે નોંધ
તમારું કહેવું અમારા ધ્યાનમાં જ છે – ભજન-સાહિત્યની સર્વાગીણ નોંધણીને અગ્રતા આપવી, પરંતુ વિશ્વસનીય, વ્યવસ્થિત અને સમયસર કામ કરી આપનાર કયાં શોધવા ? મુદ્રિત પદસાહિત્યની સૂચિ ઘરબેઠાં કરાય – અને કશુંક નક્કર પરિણામ તરત બતાવી શકાય. તંત્રો આવા સંશોધનમાં આજ રસ લે, કાલે વહીવટ બદલાય તો ખરચનો પ્રબંધ ન કરે. એટલે કામ થાય તેટલું કરવા માંડવું એ દષ્ટિએ જ લિખિત સાહિત્યની સૂચિ કરવાનું શરૂ કર્યું છે – એ માટે પણ ચોક્સાઈ અને નિષ્ઠાવાળા કાર્યકરો મેળવવાની સમસ્યા છે.
જીવંત ભજનપરંપરાની નોંધણી જાણકાર દ્વારા વિશાળ અને લાંબાગાળાનું ક્ષેત્રકાર્ય માગી લે છે અને એનું આયોજન બરાબર થાય તો જ નક્કર અને સમયસર પરિણામ આવે. આ અંગે તમારી સાથે વિચારવિમર્શ કરવો અનિવાર્ય છે.
૧૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org