________________
તમે ઑગસ્ટ ૧૫-૧૬-૧૭ ભજનવિષયક શિબિરનું આયોજન કરી રહ્યા છો જાણી અમે ઘણા ઉત્સાહિત થયા. મારી ભજનો અને ભજિનકોની જાણકારી શૂન્યવત્. એ વ્યાપક પરંપરાનાં સર્વેક્ષણ-નોંધણી ક્યાંથી, કઈ રીતે શરૂ કરવાં એનો પહેલો નિર્ણય કરવો પડે. અનેક સ્થાનો, સંપ્રદાયો, ભજનિકો : ઘણું સમાન હોય, કેટલુંક આગવું હોય; કંઠ, ઢાળ અને હલકની ગુણવત્તા ઊંચી હોય તેને નોંધણી માટે અગ્રતા આપવી જોઈએ. અને એ તમારા જેવા જાણકાર જ બતાવી શકે.
અમે – ડૉ. યાજ્ઞિક અને હું તમારા ભજનિશિબર માટે આવવાનું વિચારી રહ્યા છીએ. તે વેળા ગવાતાં ભજન ટેઈપ પર ધ્વનિમુદ્રિત કરવાનો પ્રબંધ થઈ શકે ખરો ? ગુજ. સાહિત્ય અકાદમીની આવો કેસેટ-સંગ્રહ કરવાની યોજના છે. આ સંબંધમાં ડૉ. યાજ્ઞિક તમને ત્રણચાર દિવસમાં પત્ર લખશે. આ સમયે તમારી સાથે આ સંબંધમાં ચર્ચા કરી સલાહસૂચન રૂબરૂ મેળવી શકાશે. ‘વેજું'નું તમારું અર્થઘટન પ્રતીતિકર છે. વિશેષ તો ભજનપરંપરામાં રૂઢ પદાવલિ અને પ્રયોગોની જરૂરી જાણકારી વિના ફૂટ લાગતા શબ્દાદિનું અર્થઘટન અટકળિયું અને અધ્ધરતાલ રહેવાનું. દાદૂ દયાળ પર સંશોધન કરી રહેલી જર્મન વિદુષી મોનિકા ટિલ-હોર્રમાને પદોમાં મળતી રૂઢ પદાવલિનો Coneordonel બનાવવો અત્યંત જરૂર હોવાનું કહ્યું છે, અને પોતે દાદૂની કૃતિઓ પરથી એવો કોશ બનાવી રહી છે. આ બાબતની નોંધ મેં ‘કૃષ્ણકાવ્ય'ના ૮૩મા પૃષ્ઠ પર આપી છે તે જોવા વીનતી છે. તમે ધોળ, ગરબી, ભજનની અંદરોઅંદરની પરંપરાગત આપલેનું એક સૂચક ઉદાહરણ તમારા પત્રમાં ટાંક્યું છે. એ મુદ્દો આ વિષયની તરતપાસમાં સતત ધ્યાનમાં રાખવાનો રહેશે. (૧) સૂચીકરણ (૨) સમગ્ર પાઠનું સંપાદન (૩) સ્વરાંકન, (૪) પ્રાણવાન રચનાઓના સંચય તેમના પાઠ્ય અને શ્રાવ્ય-ગેય સ્વરૂપમાં (૫) ઇતિહાસ અને તુલના પર આધારિત અધ્યયન, (૬) ભારતીય અન્ય પ્રાદેશિક પરંપરાના સંદર્ભમાં તુલના અને મૂલ્યાંકન, (૭) પરંપરાને આધુનિક જીવન પ્રણાલી સાથે સંલગ્ન કરવાના ઉપાયો – કાંઈ આવા ક્રમે આ કામમાં આગળ વધવાનું રહેશે એમ લાગે છે.
તમારી નિર્ધારિત ભજન-શિબિર માળાનો પહેલો મણકો બને એમ આપણે ઇચ્છીએ. કુશળ હશો.
સેતુબંધ
Jain Education International
-
For Private & Personal Use Only
હ.ભાયાણીના નમસ્કાર
૧૫
www.jainelibrary.org