________________
ગુજ. સા. અકા.ની યોજના ક્યારે અમલમાં આવે છે ? અવકાશે લખશો. ભાઈ, આ નવો ફણગો, આ સમયે કેમ ફૂટ્યો તે સમજાતું નથી. એ કદાચ શિવને મસ્તકે શોભતી બીજનો ફણગો હશે. કાવ્યરસથી ભર્યો ભરપૂર તમારો આષાઢી મેઘ હવે પેલા કલ્યાણકરને ચરણે નમવા ને શમવા માટે ઉત્તરાભિમુખી કૈલાસયાત્રાએ ઊમટી પડ્યો લાગે છે. અંતે તો વીતરાગની રસમયતા વિના અમૃતનું પાત્ર ભરાતું નથી. આ બીજલેખા આપણા સમગ્ર અસ્તિત્વને ઉજાસ ને ઉલ્લાસથી ભરી દો. એક કાવ્યકડી યાદ આવે છે. ‘દિગંબરે૨ જટાય લુકાય શિશુ ચાંદેર કર,
આલો તાર ભરબે આમાર ઘર,
તોરા સબ જયધ્વનિ કર !'
ધોળ :
ગરબો
રામે તે ગરબો કોરિયો
સીતાજી રમવાને જાય રે,
રમતાં ને રહ્યું લાગિયું
મન કાંચળિયે જાય રે,
કોણ સીવડાવે મુજને કાંચળી
કોણ લડાવે લાડ રે,
નથી સાસરિયે નથી સાસરા
નથી માડીજાયો વીર રે
રામ સીવડાવે મુજને કાંચળી
લખમણ લડાવે લાડ રે–
(આમ આગળ વધે છે. હવે એનું ગરબામાં રૂપાંત૨)
Jain Education International
રામે તે ગરબો કોરિયો રે બહુચરા,
સીતાજી રમવા જાય.
રમતાં તે રઢયું લાગિયું રે બહુચરા,
મન કાંચળિયે જાય.
(ધોળની પંક્તિઓ જ બહુચરા શબ્દ ઉમેરીને ઢાળ બદલાવી ગરબા રૂપે વહેતી કરી છે. આવું બીજા ધોળ, ગરબામાં થયું હશે ?)
સેતુબંધ
તમારો મકરન્દ
For Private & Personal Use Only
મ.
૧૩
www.jainelibrary.org