________________
વ્યાકરણ, નામ—વિશેષણ- ક્રિયાપદને પોતાની રીતે ફાવ્યું તેમ રમાડે છે. મારા મતે તો એમ ભાસે છે કે જેમ (તીર) માર્યું હોય ને ભોંય જેવું વેડું હોય તો તે નિશાન ન ભૂલે'. એમ વ્યાપક બ્રહ્મની પ્રાપ્તિ સહજ છે. વેડું માર્યું એટલે નિશાન પાડ્યું એવો અર્થ પણ થઈ શકે છે. કબીરની એક સાખી છે (‘કબીર’, હજારીપ્રસાદ, પાનું ૩૪૬):
‘તત તકાવત તિકે રહે, સકે ન વેઝા મારિ, સૌ તીર ખાલી પરે, ચલે કમાની ડારિ.'
આ પ્રકારની પંક્તિઓ જુદા જુદા સંતોની વાણીમાં મળી આવતી હોય તો તેની યાદી બનાવવા જેવી. જ્યારે આટલું મોટું કામ ઉપાડીએ ત્યારે સાથે પ્રથમ અને છેલ્લી પંક્તિ ઉપરાંત આવી પંક્તિઓ તારવી લેવી જોઈએ. ભજનોનો જેનો અભ્યાસ છે તેની આંખે તો આવી પંક્તિ તરત ઊડીને વળગશે.
આવું જ બીજું ભજનોમાં આવતા દૃષ્ટાંતોનું છે. ‘સત કેરી વાણી’ની પ્રસ્તાવનામાં (પાનું પ૬-૫૮)આ અંગે મેં લખ્યું છે. આવા Literary allusions પણ તારવી લેવાં ને બને તો એની કથા પણ આપવી જોઈએ. એને જાણ્યા—નાણ્યા વિના ભજનો અસ્પષ્ટ રહી જશે.
ઘણીવાર એક જ પદ, ભજન કે ધોળ વિવિધ રીતે મળી આવે છે. માત્ર ઢાળ બદલાય છે. થોડા દિવસ પહેલાં એક મિત્ર, નાગજીભાઈ આવેલા. તેમણે એક ધોળ ગાયો, તરત જ એ જ ધોળને ગરબાના ઢાળમાં ગાઈ સંભળાવ્યો. આ બંને પ્રચલિત છે. મેં એની કેસેટ ઉતારી લીધી છે. આ સાથે જરા ચખણી મોકલું છું. તમને આનંદ થશે કે ‘નંદિગ્રામ’માં બેસી ઝીણી સરવાણી તો વહેતી કરી દીધી છે. બે દિવસ પછી આસપાસનાં ગામોના થોડા ભજનિકોનું મિલન રાખ્યું છે. આવતા ઑગસ્ટની ૧૫-૧૬-૧૭ એક શિબિર જેવું ગોઠવ્યું છે. ભજનના જાણકા૨, ભજનના ગાયક અને સ્વરનિયોજક સંગીતકાર એમ ત્રણ પ્રકારના મિત્રોને બોલાવ્યા છે તે સાથે સ્થાનિક ભજનિકો પણ ભાગ લેશે. આ ત્રણ દિવસોમાં ભજન–પ્રવૃત્તિનું એક ડોળિયું તૈયાર કરી કાઢીશું. દ.ગુજ. યુનિ.નાં, ‘નિરંતર અભ્યાસ'ના નિયામક નાનુભાઈ જોશીએ વ્યવસ્થા ને ખર્ચનો ભાર ઉપાડી લીધો તેથી રાહત થઈ. આ વખતે તમે અહીં હો તો મને ખૂબ ગમે. પણ આ તો બધું અત્યારે પ્રારંભિક અવસ્થામાં છે. ભજનના અભ્યાસ અને તેના પ્રાયોગિક સ્વરૂપનું કાંઈક માળખું બંધાશે ત્યારે તો તમને સાદ પાડ્યા વિના નહીં રહી શકું.
૧. પરિશિષ્ટમાં જુઓ.
૧૨
Jain Education International
For Private & Personal Use Only
સેતુબંધ
www.jainelibrary.org