________________
(૯)
૭ જુલાઈ ૧૯૮૮
પ્રિય ભાયાણીસાહેબ,
આપણાં ધોળ—પદ-ભજનના ધૂળ ખાતા ભંડારની ભાળ લેવાનું અને તેની નોંધણી—જાળવણી કરવાનું ગુજ. અકાદમીને સૂઝ્યું તેથી આનંદ. લિખિત પરંપરાને અગ્રિમતા આપી મૌખિકને બીજે તબક્કે હાથે ધરવાનું કેમ રાખ્યું ? મુદ્રિત–હસ્તલિખિત પ્રતો થોડાં વરસોમાં નાશ નહીં પામે, પણ જેના કંઠમાં પાંચસો—સાતસો ધોળ—પદો-ભજનો હશે એ તો હવે વિદાય લેવાને આરે બેઠા હશે. અને વળી મૂળ ઢાળને પછી ક્યાં ગોતવા જઈશું ? માટે મારું નમ્ર સૂચન તો એટલું જ કે, વહેલામાં વહેલી તકે જ્યાંથી ભાળ મળે ત્યાંથી આ વાણી ધ્વનિમુદ્રિત કરી લેવી જોઈએ. મારી સામે જ કેટલાક કંઠ શાંત પડી ગયા, જેની હલક ને અસલિયત હવે ગોતી નહીં જડે.
સંદર્ભસૂચિ તો બરાબર છે. પહેલી પંક્તિ—મુખડે ને નામાચરણથી પૂછડે ભજન ઝલાઈ જશે. પણ આની સાથે સાથે ભજન—વાણીમાં આવતા વિશિષ્ટ શબ્દપ્રયોગો, સાધનાલક્ષી સંકેતો તથા તે સમયમાં પ્રચલિત રૂઢિપ્રયોગો દર્શાવતી પંક્તિઓની, રચિયતાના નામ સાથે સૂચિ તૈયાર કરી લીધી હોય તો સારું. ભવિષ્યના સંશોધકને આવી સૂચિથી અર્થ સમજવામાં ને ભજન—વહેણના પરસ્પર પ્રભાવને પારખવામાં ઘણી મદદ મળશે.
અત્યારે મારા હાથ પરની વાત કરું. અખાના છપ્પાની નવી વાચના શિવલાલ જેસલપુરાએ તૈયાર કરી છે. પુસ્તક પ્રેસમાં છે ને ફર્મા જોઈ જવા મોકલ્યા છે. છપ્પો–૨૪૦ ધ્યાન માગે છે. અખો કહે છે : ‘જ્યમ, વેરું માર્યું ન ભૂલે ભોંય.’ જેસલપુરાએ વેસું એટલે ઘોરખોદિયું ને તેને મારીને કાઢી મૂકવામાં આવે તો પણ જમીન(માં દાટેલા બાળકના મુડદાને ખોદી કાઢી ખાવાની ટેવ) ભૂલતું નથી, એવો અર્થ કાઢ્યો છે. ઉ.જો. ‘વેસું' બાણનું ફળ (સં. વેધ્ય, મ.વેજે.) અર્થ કરે છે. પણ વેધ્ય બાણનું ફળું કેવી રીતે હોઈ શકે ? એ તો વીંધે, વેધ્યલક્ષ્ય– એ તો વિંધાઈ જનારું. હવે આવી અર્થની ખેંચતાણને બાજુએ મૂકી બીજા કોઈ સંતે આવો વાક્યપ્રયોગ કર્યો હોય તે જોવા મળે તો સરખું સૂઝી આવે. નિષ્કુળાનંદનું એક પદ છે કે પૃથ્વી જેવું વેડું હોય તો તે સહેલાઈથી વિંધાઈ શકે. મેં એ પદ નોંધપોથીમાં ઉતાર્યું છે પણ અત્યારે હાથવગું નથી. પછી શોધી મોકલીશ. વેડું એટલે નિશાન. અખો તો ‘ભાષાને શું વળગે ભૂર' કહી
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
૧૧
www.jainelibrary.org