________________
(૮)
નંદિગ્રામ
૨૦ જૂન ૮૮ પ્રિય ભાયાણી સાહેબ,
તમને ‘ભજનરસ'માં રસ પડ્યો તેથી આનંદ. “તપોવનની વાટેમાં અનર્થ કરતી એટલી છાપભૂલો કે હાથમાં લેતાં શરમ ઊપજે છે. મારાથી માંદગીને કારણે પ્રૂફ ન જોવાયાં ને પ્રેસ-મૂફરીડરે જ કર્યું તે સ્વીકારી લેવું પડ્યું. આવે એક પ્રસંગે સ્વામી આનંદે પત્રમાં લખેલું મુક્તક યાદ આવે છે. કહું :
“The world will never adjust itself to suit your whim to the letter, something must go wrong, your whole life long and sooner you know it the better.' આમ જગત સમતાના બોધપાઠ આપતું રહે છે.
ભજનો અસલ ઢાળમાં ને બને તેટલી શુદ્ધ વાચનામાં વહેતાં થાય એને માટે ભૂમિકા બંધાઈ ગઈ છે. આર્થિક રીતે પણ વાંધો નહીં આવે એવું લાગે છે. પછી એ વિષે વિગતે લખીશ. હમણાં મહેમાનો મુલાકાતીઓનો મેળો જામેલો એટલે આ ટહુકો જરા મોડો. કુશળતા ચાહું છું.
મકરંદના વંદન
૧૦
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org