________________
(6)
મકરન્દ્રભાઈ,
ભજન વગેરેને લગતાં તમારાં હમણાંનાં પુસ્તકો જોવાનું મનમાં તો કેટલાક સમયથી હતું જ, પણ તેનું મૂરત જ્યારે આવત ત્યારે. તમારા પત્રે એ મુરત સાધી આપ્યું. આજે ‘ભજનરસ’, ‘તપોવનની વાટે’ અને ‘ગર્ભદીપ' મળ્યાં. તરત તો ‘ભજનરસ’નું તમારું પ્રાસ્તાવિક, ‘કોળીબાપા’ અને ‘રામસભા'નું ‘ઉદ્ઘાટન’— એટલું જ વાંચીને આ લખું છું. ‘ભજનરસ’માં તમે મોટું કામ કર્યું છે. ભજનનો ‘અસલી ઢાળ’ અને ‘અંદરની આરત' ને તમે કહ્યા પ્રમાણે પાયાની વાત ગણી હોત તો ‘નરસિંહ મહેતા : આસ્વાદ અને સ્વાધ્યાય' (સંપા. રઘુવીર ચૌધરી)માં જે કૃતક આસ્વાદ–મૂલ્યાંકન થયાં છે તેમાંથી બચી શકાત. અમુક ભજનના પ્રવેશદ્વારથી તેના લગોલગના, માલખજાના ભરેલા ઓરડાઓમાં તમે ડોકિયું કરાવ્યું છે— અક્ષય ભંડાર ખોલી આપ્યો છે. આ દિશાનાં દર્શન કરવાની મારી વૃત્તિ જાગી, તે હમણાં જ કેમ જાગી ? એવા પ્રશ્નનો કશો સીધો ખુલાસો ન મળે તો ધાર્મિક પરંપરા પ્રમાણે સત્કર્મના ઉદયને જશ આપવામાં એવો કશો ‘બુદ્ધિદ્રોહ’ થતો લાગતો નથી !
અમદાવાદ
તા. ૯-૬૫૮૮
‘નવનીત–સમર્પણ’માં નવા અંકમાં અનિલ જોશીનાં સંસ્મરણ વાંચ્યાં. ડૂબી ગયેલી (કે આપણે સૌએ ડુબાડેલી) સોનાની દ્વારકાની સ્મૃતિ તો વાગોળીએ ! ‘ભજનરસ’ તથા બાકીનાં પુસ્તક વહેલી અનુકૂળતાએ વાંચી જઈશ. આતુરતા છે. કુશળ હશો.
Jain Education International
૧. ‘ગ્રીષ્મમાં મકરન્દનું ફળિયું' લે. અનિલ જોશી, ‘નવનીત-સમર્પણ', જૂન, ૧૯૮૮
સેતુબંધ
For Private & Personal Use Only
હ. ભાયાણી
૯
www.jainelibrary.org