________________
(૧૩૩)
મુંબઈ
૧૭૫–૯૮ મકરન્દભાઈ,
હાલ શરીરે-મને સ્વસ્થતા છે ? મુલાકાતો, વાચન-લેખન ઉપર, શરીર-મનની આચારની મર્યાદામાં, અંકુશ બરાબર રખાય છે ? અમે ૧૧/૫ થી અહીં રહેવા આવી ગયાં છીએ. મારું સ્વાથ્ય પહેલાં કરતાં ઘણું સુધર્યું છે. ભાઈ સુરેશે “પત્ર પુષ્પ” ની નકલ તમને ન મોકલી હોય તો મને જણાવશો. જો મળી હોય તો મોજમાં હો ત્યારે તેના પર નજર નાખી જજો, અને ભાગવતના કૃષ્ણ ચરિત અને સ્તોત્રો વિશે તમારાં માર્મિક ટીકા ટિપ્પણ મોકલશો. કુંદનિકાબહેન કુશળ હશે.
હ. ભાયાણીના નમસ્કાર
૧. “પત્ર પુષ્પ લે. હરિવલ્લભ ભાયાણી, ઈમેજ, કૃષ્ણભક્તિપરક સ્તોત્રો વગેરે. ૨૦૪
સેતુબંધ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org