________________
સેતુબંધ
(૧૩૪)
મકરન્દ્રભાઈ,
શાસ્ત્રીય રાગો, ભજનો, લોકગીતો વ. ની ઘણી કેસેટ ભેગી થયેલી, પણ કેટલાય વખતથી નિરાંતે સાંભળવાનો મનોયોગ ગોઠવાતો ન હતો. અહીં એ લાગ મળ્યો છે. આ લખું છું તે તો તમારું ધ્યાન વનરાજ ભાટિયાએ ભગવદ્ગીતાના પસંદ કરેલા શ્લોક સંગીતબદ્ધ રીતે રજૂ કર્યા છે તેની એક કલાકની બે કેસેટ તરફ ખેંચવા માટે. જો તમે તે સાંભળી ન હોય તો હું અહીંથી મોકલાવું. Music Today વડે પ્રકાશિત થઈ છે. મને એક મિત્રે એંશીમું અહીં ઊજવ્યું ત્યારે ભેટ આપી હતી, પણ છેક આજે તે સાંભળવાનો યોગ આવ્યો. સંગીત અને કંઠ મૂળના ભાવને અનુરૂપ છે, અને શ્લોકોના મર્મને ઉઠાવ આપે છે.
Jain Education International
મુંબઈ
તા. ૨૦૫૯૮
હ. ભાયાણીના નમસ્કાર
For Private & Personal Use Only
૨૦૫
www.jainelibrary.org