________________
(૧૩૧)
અમદાવાદ
તા. ૨૯-૪-૯૮ મકરન્દભાઈ,
ગઈ કાલે ભરતભાઈ ધુમ્મસ....” આપી ગયા. તમારી ચિંતાજનક બની ગયેલી તબિયતની વિગતો આપી અને તે સાથે તમે હવે બોલવામાં સંયમ જાળવો છો- લગભગ મૌનવ્રત પાળો છો- તેથી સ્વાથ્ય સુધર્યું હોવાની પણ વાત કરી. તમે કોઈની પણ સાથે સાવ સામાન્ય વાત કરો ત્યારે પણ વૈખરી માત્ર વૈખરી ન રહે અને મનમાં પ્રગટતાં વિવિધ સાહચર્યો તેની સાથે વણાતાં રોકી ન શકો તેથી માનસિક પરિશ્રમ જાયે-અજાણ્યે અનિવાર્ય બને. એટલે બોલવા પૂરતો વાક્સયમ હવે હિતકર છે – પરંતુ મેં તબિયત હજી પૂરતી બગાડી ન હોવાથી, મારું બોલવાનું – સંશોધનની વાત હોય ત્યારે તો વિશેષપહેલાં જેવું અને જેટલું હજી ધારાવાહિક હોય છે અને તેમાં હજી સુધારો કરી શકાયો નથી. પુસ્તક વાંચવું શરૂ કર્યું છે, “આમંડ બ્લૉસઝ' વિશે તમે પ્રાસ્તાવિક વક્તવ્યમાં જે વર્ણન આપ્યું છે– બદામની મંજરીનું– તેની સાથે મેં મોકલેલી ‘તરંગવતી'માં પાદલિપ્ત કરેલું સપ્તપર્ણનાં પુષ્પોનું વર્ણન સરખાવવા જેવું છેતેમાં પણ કવિદષ્ટિનો સ્પર્શ છે- તમે જોઈ જજો. હું પ્રમાણમાં સાજો સારો થતો જાઉં છું. શીલચંદ્રસૂરિજી નવસારી પહોંચી ગયાના સમાચાર મળ્યા. તમને મળવાના છે જ. કુંદનિકાબહેન કુશળ હશે.
હ. ભાયાણીના નમસ્કાર તમારી અર્પણની કાવ્યપંક્તિઓએ અને હાથે લખેલ પંક્તિઓએ મારી મૂડીની સમૃદ્ધિ વધારી છે.
૧. ધુમ્મસને પેલે પાર' - મકરંદ દવેનો લેખસંગ્રહ. પ્રકા, નવભારત, ૧૯૯૮ ૨. “તેજસ્વિની તપઃપૂતા, રસથી યે ભરી ભરી ગુર્જરી કુંજમાં સોહે, વલ્લભી ગરવી ગિરા
આત્મીય ભાઈ હરિવલ્લભ ભાયાણીને.
સેતુબંધ
૨૦૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org